________________
શિષ્યોમાં ભેદ ઊભા કરે છે. કોઈ શિષ્ય વહાલો અને કોઈ અવહાલો એવા ભેદ થતાં ગુરુ અને શિષ્ય બંને માર્ગથી ટ્યુત થાય છે. તેથી દષ્ટિરાગ એ મહાન મોહ મનાયો છે. જેમાંથી સંસારની યાત્રા દીર્ઘ બને છે. માટે દૃષ્ટિરાગ આત્માના હિતનો નાશ કરનાર વિષજ્વર જેવો છે તેમ કહ્યું છે.
पतितव्यं जनैः सर्वेः प्रायः कालानुभावतः ।
पापो मत्सरहेतुस्तद् निर्मितोऽसौ सतामपि ॥ ४९ ॥ ભાવાર્થ : કાલના પ્રભાવથી પ્રાયઃ સર્વ જીવોનું પતન થવા યોગ્ય છે. તેથી સજ્જનોને પણ મત્સર ઉત્પન્ન કરનાર આ દૃષ્ટિરાગનું નિર્માણ થયું છે.
વિવેચન : સંસારના સંબંધોમાં પણ જ્યારે મોહવશ દષ્ટિરાગ થાય છે ત્યારે તેનું પરિણામ માયા - કપટ અને વેરના ઝેર કરાવે તેવું આવે છે. પુરુષમાં માતા પ્રત્યેના આદરને બદલે રાગનું પ્રાધ્યાન્ય થાય તો પત્નીને અન્યાય થાય. અને પત્ની પ્રત્યેનો દૃષ્ટિરાગ મા પ્રત્યે અનાદર કરાવે. મિત્રોમાં થયેલો દૃષ્ટિરાગ અપેક્ષાનું કારણ બને છે. અને અન્યને માટે દ્વેષનું કારણ બને છે. કોઈ માતાનો પુત્રી પ્રત્યેનો દૃષ્ટિરાગ પુત્રવધૂ માટે દ્વેષનું કારણ બને છે.
દૃષ્ટિનો રાગ એટલે દૃષ્ટિમાં વિકાર. સમતોલપણું કે નિર્મળ સ્નેહ તેમાં હોતો નથી. તેથી દૃષ્ટિરાગ જીવોના પતનનું કારણ છે. આ કાળ મોહનીયના પ્રભાવવાળો છે. તેથી સજ્જનો પણ તેના સકંજામાં સપડાઈ જાય છે. ઘણી સજ્જનતા હોય તેવા મનુષ્યો પણ ઉપર બતાવ્યા તેવા દોષોનો ભોગ બને છે. આ કળિયુગમાં વિવેકનો દુકાળ પ્રાય: વર્તે છે. તેથી આદર ઘટતો જાય છે. અને જો આદર જેવું કંઈ દેખાય છે તો તે વ્યક્તિગત દૃષ્ટિરાગ હોવાથી સજ્જનો પણ આનો ભેદ કળી શકતા નથી તેથી તેઓ પણ મત્સર, ઈર્ષા કે અહંકારનો ભોગ બને છે. માટે સુજ્ઞજનોએ દષ્ટિરાગથી થતી હાનિ વિચારીને તેનો ત્યાગ કરવો. પ્રશસ્ત પુરુષો પ્રત્યે પ્રશસ્ત પ્રીતિ કરવી તે પ્રારંભની ભૂમિકા છે. તે પ્રીતિ આખરે શ્રદ્ધામાં પરિણમે છે.
મંગલમય યોગ
૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org