________________
રહે છે. આવા ભાવનાયુક્ત મનુષ્યમાંથી વેષ અને ઈર્ષા જેવા શલ્ય નાશ પામે છે. જેથી ધર્મઅનુષ્ઠાનો સફળ બને છે. સવિશેષ સમસ્ત જીવરાશિ પ્રત્યે મિથ્યાભાવ ટળી જતાં સામ્યભાવ ઉત્પન્ન થાય છે તે સમ્યગદર્શનનું કારણ બને છે. જો જીવો પ્રત્યે મૈત્રી આદિ ભાવો નથી તો તે ચૈતન્ય પ્રત્યેનો અનાદર છે, તે ધર્મરૂપ નથી.
મને જ સુખ મળે, મારી જ પ્રશંસા થાઓ, મને દુઃખ ન મળો, મારા દોષો સૌ ક્ષમા કરે. આ દુર્ભાવના છે તેના વડે ફ્લેશ વધે છે. સૌ સુખી થાઓ. સૌમાં ગુણ વિકાસ પામો. સૌ દુ:ખથી મુક્ત થાઓ. સર્વે દોષમુક્ત થાઓ આવી ભાવનાઓ વડે સ્વ-પર શ્રેય સધાય છે.
પરમાર્થથી આ ભાવનાઓ વડે સ્વરૂપ લક્ષ્ય સધાય છે. હું અને મારાપણાનો સ્વાર્થ દૂર થવાથી વિભાવ ટળે છે. અને સ્વભાવધર્મની વૃદ્ધિ થાય છે. જેમ જ્ઞાન વડે આત્મા જણાય છે, તેમ ભાવનાઓ વડે આત્મા સ્વરૂપનો અનુભવ કરે છે. જ્ઞાનનો વિષય શેય છે. તે ભાવનાઓ વડે ચિત્ત વિશુદ્ધ થાય છે. જ્ઞાન રહિત જીવનો અજ્ઞાનરૂપી અંધકાર દૂર થતો નથી તેમ ભાવના રહિત જીવની અશુદ્ધિ દૂર થતી નથી. માટે પરમાર્થમાર્ગમાં ભાવનાની વિશેષતા છે.
ધર્મમાર્ગમાં પ્રવેશ પહેલાંની મૈત્રી આદિ ભાવના સ્વલક્ષી હોય છે, સ્વહિતચિતારૂપ હોય છે. ધર્મધ્યાનમાં પ્રવેશ કરાવનારી મૈત્રી આદિની ભાવના સ્વરૂપલક્ષી હોય છે. આ ભાવનાઓ સ્વરૂપ લક્ષ્ય પામીને હિતકર બને છે.
अहो विचित्रं मोहान्ध्यं तदन्धैरिह यजनैः ।
दोषा असन्तोऽपीक्ष्यन्ते परे सन्तोऽपि नात्मनि ॥ ५४ ॥ ભાવાર્થ : ઓહ - મોહનો અંધાપો એવો વિચિત્ર છે કે જેનાથી અંધ થયેલા લોકોને બીજામાં ન હોય એવા દોષો પણ દેખાય છે. અને પોતાના દોષ હોય તો પણ દેખાતા નથી.
વિવેચન : મોહથી આચ્છાદિત એવો અજ્ઞાનરૂપી અંધાપો વિચિત્ર છે. અંધ જેમ પ્રકાશને જાણી શક્તો નથી, તેમ અજ્ઞાન અન્યના
વિજ
૫૪
મંગલમય યોગ
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only