________________
તેના સ્વરૂપમાં રહેલી સમતા પ્રગટ થશે. જીવન કાળ પૂરો થાય અને સમાતરસ પ્રગટ ન થાય તો જીવન વ્યર્થ છે. વાસ્તવમાં આ સમતાની વિશેષતા યોગીઓમાં રહે છે. યોગીના જીવનની મુદ્રા સમતા છે. સમતા વડે યોગી સંસાર તરી જાય છે. તે માટે યોગીઓ યમ નિયમાદિના અભ્યાસ વડે તેના ફળસ્વરૂપે સમતાનું અમૃત પીએ છે.
સામ્યભાવરૂપ આત્માની અનુભૂતિ થતાં દૃષ્ટિ તત્ત્વરૂપ બને છે, અનુભૂતિ પહેલાની અને પછીની દૃષ્ટિમાં અંતર પડે છે. જેમ સ્વપ્નથી જાગૃત થતા જીવને સ્વપ્નની વસ્તુઓ નિરર્થક તુચ્છ લાગે છે, તેમ આત્માનુભવ પછી તે પ્રથમની દૃષ્ટિ અને જીવન મિથ્યા જણાય છે. આત્માનુભવ વડે શાશ્વત અસ્તિત્વની દેઢ પ્રતીતિ થાય છે. એટલે આત્માને મૃત્યુ આદિનો ભય નષ્ટ થાય છે. પોતાના આંતરવૈભવથી જીવને પોતાની સુરક્ષિતતા લાગે છે, અને નિરૂપાધિક આનંદ તેને વધુ સ્થિર કરે છે. શ્રદ્ધા યથાર્થ બને છે. અને મોક્ષમાર્ગનો વિશ્વાસ અચળ બને છે. આત્માનુભવ પછી જીવનમાં પરિવર્તન અજબનું આવે છે. બાહ્ય ઉદય ગમે તે હો પરંતુ આંતર પ્રવાહ તો પરિવર્તન પામે
આત્માનુભવ મેળવેલી વ્યક્તિને બાહ્ય કદાચ પ્રતિકૂળતા હોય તોપણ તેનામાં શાંતિનો પ્રવાહ ટકે છે. ચેતનાના ઉપરના પ્રદેશમાં કદાચ ક્ષોભની ક્ષણો આવે તો પણ એ સાધક સ્વસ્થતા અને નિશ્ચિતતા અનુભવે છે. અને ખૂબ વિશ્વાસપૂર્વક આગળના ડગ ભરે છે. આત્મ ઐશ્વર્ય ઉત્તમ કોટિનું છે. તેને માટે ઉન્નતિની તકો વિકાસ પામે છે, તેની તત્ત્વદેષ્ટિ તેને ચાલુ પ્રવાહમાં ખેંચતી નથી. પ્રણાલિઓને તે વિવેકબુદ્ધિથી ગ્રહણ કરે છે. શાસ્ત્રના કથનોનું હાર્દ તે પકડી શકે
अद्य कल्पेऽपि कैवल्यं साम्येनानेन नान्यथा ।
प्रमादः क्षणमप्यत्र ततः कर्तुं न सांप्रतम् ॥ ६५॥ ભાવાર્થ ઃ આજે કે કાલે (આ ભવે કે અન્ય ભવે) કેવળ જ્ઞાન આ સામ્યથી થવાનું છે. બીજી રીતે નહિ, માટે એક ક્ષણ પણ પ્રમાદ ન કરવો.
મંગલમય યોગા Jain Education International
૬૩
For Private & Personal Use Only
www.jainelibrary.org