________________
વિવેચન : મનની સર્વ ઇચ્છાઓથી તું મુક્ત છું. તારા પોતાના આત્મા વડે જ તું સંતુષ્ટ છે, તો પછી જગતમાં સૌ તારા વડે સંતુષ્ટ છે, કારણ કે તારા માટે જગતના જીવો આત્મતુલ્ય છે, તને તેમની પાસેથી કંઈ મેળવવાની અપેક્ષા નથી, તારો વિશ્વબંધુત્વ ભાવ સૌને માટે સંતોષદાયક છે. પછી તારે લોકોને ખુશ કરવાનું પ્રયોજન રહેતું નથી. તારે કોઈની ખુશામત કરવાની રહેતી નથી. માટે તારે હવે એક કર્તવ્ય કરવાનું છે કે તેને પોતાને જ સમભાવમાં ટકાવી રાખ.
श्रुतश्रामण्ययोगानां प्रपञ्चः साम्यहेतवे ।
तथापि तत्त्वतस्तस्माजनोयं प्लवते बहिः ॥ १०३ ॥ ભાવાર્થ : શાસ્ત્રો, સાધુત્વ અને યોગોના વિસ્તાર સામ્ય માટે છે. છતાં આ લોક તે તત્ત્વથી બહાર ઠેકડા મારે છે.
વિવેચન : જ્યારે જીવો સંક્ષિપ્ત અને સારભૂત એવા સામ્યથી સમભાવથી સમજ્યા નહિ ત્યારે પરોપકારી ગ્રંથકારોએ સમભાવનું માહાભ્ય સમજાવવા શાસ્ત્રોની રચના કરી. આત્માએ જે સામ્ય ભાવનો દીપક પ્રગટાવવાનો છે તેનાં તેલ-દિવેટ શાસ્ત્રકારોએ બોધ દ્વારા તૈયાર કર્યા. અને વિવિધરૂપે સમભાવ કેમ રાખવો કે કોને કહેવો તે સમજાવ્યું. તેનો વિસ્તાર કર્યો.
ધર્મની રુચિને મધુર પરિણામ કહ્યાં છે. રાગ-દ્વેષરહિત પરિણામને તુલા પરિણામ કહ્યાં છે. અને વર્તમાન દશાને – વૈભાવિક પર્યાયમાંથી સ્વભાવમાં લઈ જવી તે ખીરખંડ પરિણામ કહ્યાં છે. મોટા પાત્રમાંથી ખીરને નાના પાત્રમાં કાઢીએ તો પણ તે ખીર કહેવાય છે, તેમ શુદ્ધ પર્યાય-સ્વભાવ તરફ વળેલી પર્યાય સ્વયં દ્રવ્યમય થાય છે, આ સર્વે સમપરિણામનો વિસ્તાર છે.
સાધુ સહન કરે, આત્મતુલ્ય વૃત્તિ રાખે. સમભાવને ધારણ કરે તે સાધુત્વ છે. સામ્ય એ ભાવ સાધુતા છે. જેમ મોગરાના પુષ્પને બીજી ગંધની જરૂર નથી, તેમ સાધુત્વમાં સામ્ય સિવાય બીજી વસ્તુ નથી. જળરહિત સરોવર કે ફળ રહિત વૃક્ષ શોભતું નથી તેમ સામ્ય
મંગલમય યોગ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org