________________
વગર સાધુત્વ શોભતું નથી. અર્થાત્ સાધુત્વ પણ સામ્ય માટે છે.
અષ્ટાંગ યોગોનો વિસ્તાર પણ અંતે સમાધિ માટે છે. યોગ સાધનાનો હેતુ સામ્ય માટે છે. પરંતુ એ પહેલાં સાત અંગ એ સમતાનો વિસ્તાર છે. સવિશેષતા યોગીને સામ્યનું સુખ છે તેવું સુખ જગતમાં કોઈ ક્ષેત્રે નથી. તો પછી મનુષ્ય શા માટે આ તત્ત્વને ત્યજીને અન્ય ક્ષેત્રે દોડ મૂકે છે ? પોતાના સમત્વમાં જ સમાવાને બદલે તે શા માટે વિષમતાનાં કાર્યો કરે છે ?
स्वाधीनं स्वं परित्यज्य विषमं दोषमन्दिरम् ।
अस्वाधीनं परं मूढ समीक्तुं किमाग्रहः ॥ १०४ ॥ ભાવાર્થ : હે મૂઢ ! તું દોષોના ઘર એવા, અને સમભાવ વિનાના એવા પોતાને સુધારવાનું સ્વાધીન હોવા છતાં, તે છોડી દઈને પરાધીન એવા બીજાને સમભાવવાળો કરવા માટે કેમ આગ્રહ રાખે છે ?
વિવેચન : હે મૂઢ માનવ ! તારામાં સમભાવ નથી તો જાણજે કે તારું પોતાનું આત્મારૂપી નિજધર દોષોથી ભરેલું છે. છતાં તું સમજે તો તને સુધારવો તારે માટે સ્વાધીન છે. તારે અસત્ય આચરવું કે હિંસા જેવા દોષો કરવા તે તને કોઈ કહેતું નથી. તું જ સ્વાધીનપણે તે દોષોને સેવે છે. તો પછી તેને છોડવા માટે તું સ્વાધીન જ છે. કદાચ તને ભ્રમ હોય કે હું કોઈ નિમિત્તાધીન દોષ સેવું છું, તો એમ કેમ વિચારતો નથી કે તને મળેલા ઉત્તમ બોધના યોગ વડે ગુણોનું સેવન કરું. દોષમાં તારે અન્યને નિમિત્ત માનવું છે. અને ગુણમાં નહિ ? આવા અસમતોલ ત્રાજવા વડે તું સમભાવમાં કેવી રીતે રહી શકીશ ?
વળી જ્યારે તું સમભાવમાં ટકી શકતો નથી તો પછી જે તને આધીન નથી તેવા અન્યને સમભાવમાં લાવવા શા માટે બોધ આપે છે ? દરેક માનવ પોતાના મનપ્રદેશમાં સ્વતંત્ર છે. તેમને સમભાવમાં આવતા કોઈ રોકતું નથી. તો પછી તું સ્વયં સમભાવરહિત અન્યને સુધારવાનો પરિશ્રમ શા માટે ઉઠાવે છે ? વાસ્તવમાં તું જો સમભાવમાં
મંગલમય યોગ
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only