________________
રહીશ તો તારા એ ગુણથી તારા સ્વજન આદિ પ્રભાવિત થઈ તારા ગુણને અનુસરશે. માટે તું અન્યને ઉપદેશ ન દેતાં સ્વયં તને જ ઉપદેશ દેજે.
वृक्षस्य च्छेद्यमानस्य भूष्यमाणस्य वाजिनः।
यथा न रोषस्तोषश्च भवेद् योगी समस्तथा ॥ १०५ ભાવાર્થ : જેમ છેદાતા વૃક્ષને રોષ (દ્વિષ) નથી. શણગારાતા ઘોડાને તોષ (રાગ) નથી. તેમ યોગીએ પણ સમત્વ ધારણ કરવું.
વિવેચન : સમભાવથી દૂર નીકળેલા કે સમભાવમાં રહેતા સૌએ એ સત્વને જાળવવા ટકાવવા મનોદશાને નક્કર બનાવવી જોઈએ. જેમ કોઈ વૃક્ષને છેદી નાંખે તો પણ તે રોષ (દ્વિષ) કરતું નથી કે ઘોડાને શણગાર કર્યા પછી તે તેમાં રાગ કરતો નથી. વૃક્ષને દ્વેષ નથી ઘોડાને રાગ નથી. ભલે તેમને સમભાવનો મર્મ ખબર નથી. પરંતુ તે પ્રાકૃત અવસ્થાથી પણ આપણને સમભાવનો પરિચય આપે છે.
યોગીઓની મનઃ સ્થિતિ સમજાવવા કે તેમને બોધ આપવા આવા લોકસ્થિતિનાં ઉદાહરણ આપ્યાં છે. યોગીના દેહને કોઈ તાડન કરે, કે ચંદનનો લેપ કરે યોગીને તેમાં કંઈ શોક કે હર્ષ નથી. પરંતુ એક સમત્વમાં જ તેઓ સ્થિર છે. વાસ્તવમાં યોગીએ સમત્વમાં સ્થિર રહેવું.
સૂર્યો વનસ્ય તાવ તોઃ શીતા વિદ્યતે |
तद् योगी सूर्यसोमाभः सहजानन्दतां भजेत् ॥ १०६ ॥ ભાવાર્થ : જેમ સૂર્ય લોકોને ઉષ્ણતા આપવા માટે અને ચંદ્ર શીતળતા આપવા માટે શ્રમ કરે છે તેમ સૂર્ય અને ચંદ્રના ગુણ સમાન યોગીએ સહજાનંદ માટે પ્રયત્ન કરવો.
વિવેચન : સૂર્યને ઉષ્ણતા આપવી તે સહજ, પ્રયાસરહિત છે. કારણ ઉષ્ણતા એ સૂર્યનો ગુણ છે, લક્ષણ છે. ચંદ્રને શીતળતા આપવી તે સહજ છે. કારણ કે તે તેનો ગુણ છે, લક્ષણ છે. તેથી તેમાં કોઈ પરિશ્રમ નથી.
મંગલમય યોગ Jain Education International
to www.jainelibrary.org
For Private & Personal Use Only