________________
જ્યારે સાધક યોગીપણું પ્રાપ્ત કરે છે ત્યારે તેમને સહજાનંદરૂપ આત્માને અનુભવવા માટે પ્રયાસ કરવો પડતો નથી. જે યોગીનું ચિત્ત રાગાદિ ભાવ રહિત નિર્મળ છે. કષાય-વિષયની આકુળતારહિત સમતા છે તે યોગીને આત્માના સહજાનંદનો અનુભવ વિના શ્રમે હોય છે.
જગતના સંસારીજનોને આત્માના આનંદગુણની સહજતા ન હોવાથી તેઓ ઇન્દ્રિયોના વિષયો દ્વારા વિકૃત આનંદ મેળવે છે. અને આત્માના સહજાનંદનું જ્ઞાન ન હોવાથી તે આનંદને સત્ય માને છે. સાધકને પ્રારંભમાં સહજાનંદ હોતો નથી પરંતુ તેની શ્રદ્ધામાં એ બોધ હોવાથી પ્રથમ રાગાદિ ભાવને ક્ષીણ કરી સમતામાં આવે છે. જેમ જેમ સમતાની વૃદ્ધિ થાય છે તેમ તેમ સાધકનું જીવન યોગસ્વરૂપ થાય છે. ત્યારે તેને સહજાનંદનો અનુભવ થાય છે. માટે યોગીએ નિરંતર સહજાનંદનો પ્રયત્ન કરવો.
यथा गुडादिदानेन यत् किश्चित् त्याज्यते शिशुः ।
चलं चितं शुभध्यानेनाशुभं त्याज्यते तथा ॥ १०७ ॥ ભાવાર્થ : જેમ ગોળ આદિ આપીને બાળકને કોઈ પણ વસ્તુ છોડાવી શકાય છે, તેમ શુભ ધ્યાન વડે ચંચલ ચિત્તમાંથી અશુભ ધ્યાન છોડાવી શકાય છે.
વિવેચન : માનવ વય વધવાથી તે જ્ઞાનવૃદ્ધ થતો નથી પણ બાળબોધ જેવી અવસ્થા હોય છે, તેથી જેમ કોઈ બાળકને વ્યર્થ વસ્તુ છોડવવી હોય કે ઔષધ આદિ આપવું હોય તો ગોળના ગળપણ વડે તેમ કરી શકાય છે તેમ મનુષ્યનું ચિત્ત બાળક જેવું ચપળ અત્યંત ચપળ છે. તે કોઈ એક વિચાર કે આલંબનમાં ટકતું નથી. દીર્ઘકાળથી તે અરસપરસ વિષયોમાં ભમતું રહ્યું છે. તેથી કોઈ એક અવલંબનમાં સ્થિર થતું નથી. ચિત્તની ચંચળતા તે અશુભ ધ્યાન છે. અને તેનો અભ્યાસ જીવને ઘણો દેઢ થયેલો છે. આથી તે અશુભ ધ્યાનથી છૂટવા તેને પ્રથમ શુભ ધ્યાનમાં જોડવું જોઈએ. બાહ્યવસ્તુને સુખબુદ્ધિથી મેળવવા ચિંતા કરવી, કે અણગમતી વસ્તુમાં નિરંતર ખેદ કરવો તે દુર્બાન છે. એવા દુર્ગાનથી દૂર થવા ધાર્મિક
૯૮ Jain Education International
મંગલમય યોગ
www.jainelibrary.org
For Private & Personal Use Only