________________
અનુષ્ઠાનો કરી પ્રથમ શુભ ધ્યાનમાં આવવું. અશુભ ધ્યાન એટલે સાંસારિક ગમતા પદાર્થો મેળવવા માટે ચિત્તમાં તેના વિકલ્પો કર્યા જ કરવા, તે મેળવ્યા પછી તેને ભોગવવાના વિકલ્પો કર્યા કરવા, ભોગવ્યા પછી તેની સ્મૃતિને વાગોળ્યા જ કરવી તે ઈષ્ટનું અશુભ ધ્યાન છે.
વળી શરીરમાં રોગાદિ થાય ત્યારે તેને સતત દૂર કરવાનું ચિંતન કર્યા જ કરવું. કોઈ શોકાદિ પ્રસંગમાં તેનાં કારણોના વિકલ્પ કર્યા જ કરવા. કોઈ વ્યક્તિ પ્રત્યેના રાગના કે દ્વેષના ભાવ ઊઠે તે અનિષ્ટને દૂર કરવાનું અશુભ ધ્યાન છે.
આ ધ્યાન એ ચિત્તની ચંચળતા છે તે કર્મબંધનું કારણ બને છે. એ ધ્યાનનું સાતત્ય ઘણો સમય રહે છે, છતાં જીવને તે અશુભ છે તેવો ખ્યાલ આવતો નથી. તેવા ધ્યાન વડે જીવની અશુભગતિ થાય છે. તેનો અપરિચય થવા માટે જીવે પ્રથમ શુદ્ધ અવલંબન વડે શુભ ધ્યાનમાં રહેવું જોઈએ. તે શુભ ધ્યાનના અવલંબન ભક્તિ, પૂજા, મંત્ર, જાપ, સામાયિક, સ્વાધ્યાય વગેરે છે.
શુભ ધ્યાન અર્થાત્ શુભોપયોગમાં સ્થિરતા થવાથી ચિત્તની શુદ્ધિ થાય છે. ત્યારે તે શુદ્ધિ વડે જીવને શુદ્ધ ધ્યાન થાય છે. શુભ ધ્યાન પછી પ્રથમ ધર્મધ્યાનની ભૂમિકા આવે છે, ત્યાર પછી શુદ્ધ ધ્યાનની ભૂમિકા નિર્માણ થાય છે. કથંચિત ધર્મધ્યાન શુભ ધ્યાન છે. શુભ ધ્યાનમાં ધ્યેય શુદ્ધાત્માનું છે તેથી તે શુભ ધ્યાન શુદ્ધના લક્ષ્યનું છે. તે ઉત્તરોત્તર શુદ્ધિ કરતું શુક્લ ધ્યાન સુધી પહોંચે છે.
सर्वभूताविनाभूतं स्वं पश्यन् सर्वदा मुनिः ।
मैत्रायमृतसंमग्नः क्व क्लेशांशमपि स्पृशेत् ॥ १०८ ॥ ભાવાર્થ : મૈત્રી વગેરે ભાવનારૂપી અમૃતમાં પુષ્કળ મગ્ન અને પોતાની જાતને હંમેશાં સર્વ જીવોથી અભિન્ન જોતો મુનિ ક્લેશના અંશને પણ ક્યાંથી સ્પર્શે ?
વિવેચન : ફ્લેશનાં કારણોમાં કોઈ એક કારણ જીવો પ્રત્યેનો અમૈત્રી આદિ ભાવ છે. મૈત્રીભાવ વડે સમતા સાધીને, પ્રમોદભાવના
મંગલમય યોગ Jain Education International
CE www.jainelibrary.org
For Private & Personal Use Only