________________
વડે પ્રસન્નતા પ્રાપ્ત કરતા, કરુણાભાવના વડે નિર્દોષ વાત્સલ્યને વ્યક્ત કરતા અને મધ્યસ્થભાવ વડે નિર્મળ ચિત્તને ધારણ કરતા મુનિ હરપળે અમૃતસાગરમાં મગ્ન હોય છે. જેણે ક્લેશના કારણને દૂર કર્યા છે તે મુનિ અમૃતનું પાન કરે છે. અર્થાત્ શુદ્ધ ભાવનામાં લીન હોય છે. કારણ કે મૈત્રી આદિ ભાવનાઓ ધર્મ ધ્યાનમાં પ્રવેશ કરાવનારી છે.
મૈત્રી આદિ ભાવનાથી મુનિનું ચિત્ત સર્વ જીવરાશિ પ્રત્યે ચૈતન્યસ્વરૂપ ઐક્ય ધરાવે છે. મુનિને સર્વાત્મમાં સમદૃષ્ટિ છે.
જગતમાં સંસારી જીવોને અરસપરસ રાગાદિભાવનો ભેદ વર્તે છે તેથી પોતાના જ સ્વજનોમાં પણ સદ્ભાવના હોતી નથી. તેથી ક્લેશના પરિણામ થાય છે.
મુનિની ભાવના અને આચરણ સર્વ જીવો પ્રત્યે સમાનવૃત્તિ-સ્તુલ્યવૃત્તિવાળું હોવાથી તેમને ક્લેશનો અંશ માત્ર પણ સ્પર્શતો નથી.
नाज्ञानाद् बालको वेत्ति शत्रुमित्रादिकं यथा ।
तथात्र चेष्टते ज्ञानी तदिहैव परं सुखम् ॥ १०९ ॥
ભાવાર્થ : જેમ અજ્ઞાનથી બાળક, શત્રુ મિત્ર વગેરેને શત્રુ મિત્ર રૂપે જાણતો નથી. તેમ જ્ઞાની આ લોકમાં તેવી ચેષ્ટા કરે તો તેને આ લોકમાં પરમસુખ થાય છે.
વિવેચન : - જગતમાં બાળકની ચેષ્ટા નિર્દોષ મનાય છે. તેની આંખ તેની મુખાકૃતિ તેના હાથપગની ચેષ્ટા નિર્દોષ મનાય છે. વળી બાળકને કોઈ શત્રુ કે મિત્ર નથી કારણ કે તેને તેવા ભાવ ઊઠતા નથી. બાળક જન્મે ત્યારે કોઈ શત્રુભાવે હાથમાં લે કે મિત્રભાવે હાથમાં લે બાળકને તેનું જ્ઞાન ન હોવાથી તે પ્રતિકાર કે સ્વીકાર કરતો નથી.
આ પ્રમાણે મુનિ-જ્ઞાનીનું ચિત્ત નિર્દોષ હોવાથી તેઓ તાડન-પીડન કરનારને શત્રુ માનતા નથી કે ભક્તિઆદર કરનારને મિત્ર માનતા નથી. જગતના તમામ જીવો પ્રત્યે તેમનો સમાન ભાવ છે. કોઈ
૧૦૦
Jain Education International
For Private & Personal Use Only
મંગલમય યોગ
www.jainelibrary.org