________________
સ્તુતિ કરે કે નિંદા કરે તો તેમના મનોભાવમાં કોઈ અંતર પડતું નથી. જ્ઞાનીને કોઈ શત્રુ નથી કે કોઈ મિત્ર નથી પણ સર્વમાં સમાન ભાવ છે તેથી તેમની ચેષ્ટા પણ સમાન છે. તે સમભાવ આ લોકમાં તેમના સુખનું કારણ થાય છે.
જ્ઞાનીએ મોહનો નાશ કર્યો છે, તેથી તેમને જગતમાં સર્વ વ્યવહાર પરમાર્થરૂપ હોય છે. તેમને માન-મોટાઈ જોઈતી નથી, પૂજા-સત્કારને તો તે અનર્થ જાણે છે, સંસાર તેમને કારાવાસ જેવો લાગે છે. દેહ પણ જેમને કેવળ ધર્મનું સાધન છે. તેવા જ્ઞાનીની નિર્દોષતા જ તેમને સુખનું કારણ છે.
तोषणीयो जगनाथस्तोषणीयश्च सद्गुरुः। तोषणीयस्तथा स्वात्मा किमन्यैर्वत तोषितैः ॥ ११०॥ कषायविषयाक्रान्तो बहिर्बुद्धिरयं जनः।।
किं तेन रुष्टतुष्टेन तोषरोषौ च तत्र किम् ॥ १११ ॥ ભાવાર્થ : જગતના નાથ, ઉત્તમ ગુરુ અને પોતાનો આત્મા સંતુષ્ટ કરવા યોગ્ય છે, બીજાઓને રીઝવવાથી શું ? - વિવેચનઃ આ લોક કષાય વિષયોમાં ડૂબેલો હોવાથી બહિર્દષ્ટિવાળો છે. તેથી તે રૂઝ થાય કે સંતુષ્ટ થાય તેથી શું ? અને તેના પર તારે રોષ કે તોષ શા માટે કરવા ? વળી જીવો સર્વ પ્રકારે ખુશ થાય તેવા નિર્દોષ પણ ક્યાં છે ?
જગતના નાથ વિતરાગ દેવ, ઉત્તમ ગુરુ નિગ્રંથ પંચમહાવ્રતધારી, અને સ્વયં પોતાનો શુદ્ધાત્મા આ ત્રણને સંતુષ્ટ કરવા જેવા છે. કારણ કે બે વીતરાગ દેવ રીઝે, સંતુષ્ટ થાય તો તે અનંતકાળ જવા છતાં તારો સંગ પરિહરતા નથી. તારી ભક્તિ અને સમર્પણ દ્વારા વીતરાગ દેવ સંતુષ્ટ થાય છે. ત્યારે તને તે તેમના જેવું પદ આપે છે. જેને સંતુષ્ટ કરવાથી ત્રણ લોકમાં તારે કોઈને સંતુષ્ટ કરવાની જરૂર ઊભી થતી નથી. યદ્યપિ વીતરાગનું સામર્થ્ય એવું છે કે તેનું સેવન કરનાર તેના જેવું પદ પ્રાપ્ત કરે છે.
ઉત્તમ ગુરુ – જેઓ રાગાદિ ગ્રંથિ રહિત છે. કોઈ ભૌતિક
મંગલમય યોગ
૧૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org