________________
અપેક્ષાઓ રહિત છે. વળી તેઓ અત્યંત નિસ્પૃહ છે. તે તેમની આજ્ઞાનો આરાધક બનીને તેમને સંતુષ્ટ કર, તો તું આ જગતમાં નિર્મોહી થઈ સુખને પ્રાપ્ત કરીશ. ગુરુજનોનું વાત્સલ્ય અપાર હોય છે. શિષ્ય સંસારનાં દુઃખોથી મુક્ત કેમ થાય છે તેમની ભાવના છે, માટે ઉત્તમ ગુરુને આધીન રહી તેમને સંતુષ્ટ કરવા.
અંતે તારા જ શુદ્ધાત્મામાં લીન થઈ તારા આત્મામાં જ સંતુષ્ટ થઈ જા. મનના સર્વ તરંગ – વિકલ્પોનો ત્યાગ કરી, સર્વ વાસનાઓનો ત્યાગ કરી, તારા આત્મામાં સ્થિર થા. સંતુષ્ટ થા. પછી તને આકુળતા શાને ?
હા, જો તું જગતના લોકોને રીઝવવાનો કે સંતોષ આપવાનો પ્રયત્ન કરીશ તો તે વ્યર્થ થશે. કારણ કે જગતના જીવોના મતની-બુદ્ધિની અનેક ભિન્નતાઓ અને ભેદ છે, તેને કેમ સંતુષ્ટ કરી શકીશ ? તું ત્રણ સાધીશ ત્યાં તેર તૂટી જશે. એમ લોકોને સંતુષ્ટ કરવામાં તારી જિંદગી પૂરી થશે. કારણ કે લોકસમૂહ તો વિષયો અને કષાયોમાં રાચતો કેવળ બહિર્મુખ દેષ્ટિવાળો છે તે તારા શુદ્ધાત્માની વાત કેવી રીતે જાણશે ? તે સર્વજ્ઞ વીતરાગદેવ અને ઉત્તમ ગુરુનો પરિચય કેમ પામશે ? અને તારી વાતને કેમ સમજશે ? શું તારો અનુભવ નથી કે થોડા સ્વજન અને મિત્રોને સંતોષ આપી શકાતો નથી. તે બહિર્મુખ જીવો અંતરની દશાને જાણતા નથી તેથી તેઓ રાજી થાય કે નારાજ થાય તેમાં તને શું ? અને તારે પણ તેમની વર્તણૂકથી શા માટે રોષ કે તોષ કરવો ? જ્યાં તારું કાર્ય નિપટી શકે તેવું છે તેવા દેવગુરુને સંતોષ થાય તેમ કરવા પ્રયત્ન કરવો. જેમાં તારું આત્મ કલ્યાણ છે.
તારે પરમાર્થ પામવો છે, સત્ પામવું છે, પણ તારો સંગ કોની સાથે છે ? કુટુંબીજનો પાસેથી સત્ મળે એમ છે ? તારી સોસાયટીમાંથી સત્ મળશે ? તારા સમાજમાંથી મળશે ? તારે સત્ જોઈએ તો જ્યાં સત્ મળે ત્યાં તું જાને ! જે સગુરુ પાસે આત્મદષ્ટિ છે. જેમણે સત્ અનુભવ્યું છે તે તેને સત્ બતાવશે. તારાથી સત્ કેટલું દૂર છે ? તું એના વગર એક પળમાં શબ
૧૦૨
મંગલમય યોગ
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only