________________
મન, વચન અને કાયાના ત્રણે યોગમાં સમપરિણામી રહેવું. યોગીઓને આ ત્રણે યોગ સ્વાધીન હોવા જોઈએ. મનના વિચારોમાં દુર્ગાન કે દુષ્ટચિંતન ન કરતાં વિચારોમાં સામ્યભાવ રાખવો જોઈએ. અથવા મનને ગોપવવું જોઈએ. વચનના યોગમાં સત્ય અને મધુરભાષી હોવો જોઈએ. સમ્યગુ પ્રકારે વચનનો ઉપયોગ કરે કે મૌન રાખે. કાયાની ચેષ્ટા વડે કોઈ વિરાધના ન થાય કે વિકારોનું પોષણ ન થાય તેવું સામ્ય રાખવું જોઈએ.
યોગીઓ ભાવસામ્ય-મધુર પરિણામ વડે સર્વજીવોમાં સમાનભાવ રાખી કોઈને દુઃખ પહોંચાડતા નથી.
ઉત્તમ યોગીએ સૂતા કે જાગતા, રાતે કે દિવસે બધાં જ કાર્યોમાં મન, વચન અને કાયાથી સામ્ય સેવવું જોઈએ.
ઉત્તમ યોગી સૂતા કે જાગતા પ્રમાદી નથી, યોગી સૂએ ત્યારે તેને યોગનિદ્રા હોય છે, તેમનું સૂવું પણ સમાધિયુક્ત હોય છે. તેમનું જાગવું પણ આત્મભાવયુક્ત હોય છે. તેમની ચર્ચામાં રાત્રી અને દિવસના ભેદ નથી, તેમની સાધના અવિરત છે. અર્થાત્ સૂતા કે જાગતા, દિવસે કે રાત્રે તેમના મન, વચન, કાયાના યોગ કોઈ ભેદપૂર્વક વર્તતા નથી. વિશ્રામ સમયે આત્માનું વિસ્મરણ નથી. તે તો નિદ્રામાં પણ જાગૃત છે, અને જાગૃત અવસ્થામાં સાવધાન છે. રાત્રી-દિવસના ભેદ વગર તેમની આત્મરમણતા સમતાયુક્ત છે. મન, વચન, કાયાના ત્રણે યોગમાં સમ્યગ્ પ્રવૃત્તિ હોય છે. અથવા નિવૃત્તિ હોય છે.
આવા યોગી આત્મામાં લય પામેલા હોવાથી તે જાગતા નથી અને ઊંઘતા પણ નથી. કેવળ આત્મરામપણે હોય છે.
यदि त्वं साम्यसंतुष्टो विश्वं तुष्टं तदा तव ।
तल्लोकस्यानुवृत्त्या किं स्वमेवेकं समं कुरु ॥ १०२ ॥ ભાવાર્થ : જો તું સમભાવમાં સંતુષ્ટ છે તો તારા માટે જગત સંતુષ્ટ છે, તો પછી લોકોને અનુસરવાથી શું ? તું એક પોતાને જ સમભાવવાળો કર.
૯૪
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org