________________
सहजानन्दता सेयं सैवात्मारामता मता।
उन्मनीकरणं तद् यद् मुनेः शमरसे लयः ॥ ९९ ॥ ભાવાર્થ : મુનિને વિવિધ વિષયોમાંથી જ્યારે અસંગતા આવે છે, રાગાદિભાવ અત્યંત ક્ષીણ થાય છે. કદાચ ઉદયમાં ભોગ હોય તોપણ યોગી તેમાં ઉદાસીન છે, આ ઉદાસીનતાનું પરિણામ સચ્ચિદાનંદ છે, તે મોક્ષનું બીજ છે.
વિવેચન : મુનિને સમભાવરૂપી રસમાં જે લય થાય છે તે જ સહજાનંદપણું છે, તે જ આત્મારામપણું છે, તે જ ઉન્મનીકરણ (મનનો નાશ-ઉદાસીનતા) છે.
જગતના સર્વ પ્રપંચ-વ્યાપારોથી મુક્ત થઈ સ્વભાવરૂપ સમભાવમાં જ જેમનું મન લય પામ્યું છે તે મુનિને સહજાનંદપણું પ્રાપ્ત થાય છે. તેમનું મન આત્મભાવમાં રમણ કરે છે. તેમનું મન જગતના સ્વરૂપને જાણે છે પરંતુ ઉદાસીનપણે વર્તે છે. બહારનાં પ્રલોભનોથી મુક્ત મુનિ ઉદાસીન છે. વળી માયારહિત એવા ઉન્મની ભાવને પ્રાપ્ત કરી મુક્તિને પંથે વિહરે છે. વળી બાહ્ય અને અંતરંગ સર્વ અવસ્થામાં ચિંતારહિત અને બાહ્ય ચેષ્ટારહિત આત્મભાવમાં તન્મય થાય છે. તેથી મન અમન બને છે અર્થાત્ અજ્ઞાન દશાવશ આત્મા મનને જે ફુરણા કરતો હતો, તે મન ઇન્દ્રિયોને ઉત્તેજિત કરતું હતું તેવું ઉભય ભ્રષ્ટ થયેલું મન નાશ પામે છે ત્યારે આત્મા તત્ત્વજ્ઞાનને પામે છે. અર્થાત્ શુદ્ધાત્માની અનુભૂતિ કરે છે.
साम्यं मानसभावेषु साम्यं वचनवीचिषु । साम्यं कायिकचेष्टासु साम्यं सर्वत्र सर्वदा ॥ १०० ॥ स्वपता जाग्रता रात्रौ दिवा चाखिलकर्मसु ।
कायेन मनसा वाचा साम्यं सेव्यं सुयोगिना ॥ १०१ ॥ ભાવાર્થ : ઉત્તમ યોગીએ મનના વિચારોમાં, વચનના ઉપયોગમાં અને કાયાની ચેષ્ટામાં દરેક સ્થળે અને દરેક ક્ષણે સામ્ય સેવવું જોઈએ. | વિવેચન : ઉત્તમ યોગીએ અર્થાત્ આત્માર્થીએ મોક્ષના અભિલાષીએ
૯૩
મંગલમય યોગ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org