________________
નથી, માટે આંતરશત્રુઓને ક્ષણમાત્ર પોષણ આપવું નહિ, પરંતુ તેને ઊભા થતા જ દાબી દેવા જોઈએ. તેને માટે પરમાત્માની ભક્તિ સદ્દગુરુનો બોધ અને જગતના જીવો પ્રત્યે મૈત્રીભાવના તે ઉત્તમ ઉપાય છે.
यद्यात्मा निर्जितोऽमीभिस्ततो दुःखागमो महान् ।
यद्यात्मना जिता एते महान् सौख्यागमस्तदा ॥ ९८ ॥ ભાવાર્થ : જો આ રાગાદિથી આત્મા જિતાઈ ગયો તો તેથી મહાન દુઃખ આવે છે, પરંતુ જો આત્મા વડે આ રાગાદિ જિતાઈ જાય તો મહાન સુખનું આગમન થાય છે.
વિવેચન : આ રાગાદિ ભાવોનું સ્થાન માનવનું મન છે. બહારમાં તે રાગને તદાકાર થવાનાં કારણો સ્ત્રી, પુત્રાદિ પરિવાર છે, ધન, યશ, કીર્તિ જેવા સંયોગ છે, દ્વેષ થવાના નિમિત્તો શત્રુ છે કે દરિદ્રતા, રોગ, અપયશ જેવા કર્મના ઉદય છે, બહારના નિમિત્તો તને આધીન નથી પરંતુ આ મન જો તને આધીન વર્તે તો રાગાદિ જીતાય છે, પણ જો આ મન ગમતા યોગસંયોગમાં રાગાદિને આધીન થઈ જાય તો તેથી તે સ્વયં દુઃખ પામે છે. કારણ કે તે જેના પર રાગ કરે છે તે તે જીવો પોતાની કર્મપ્રકૃતિને આધીન છે, તે તને અનુકૂળ ન પણ રહે ત્યારે તને દુઃખ થાય છે, વળી રાગાદિ દોષો જન્માંતરે સાથે રહી મહાન દુઃખ અપાવે છે.
પરંતુ જે મહામાનવોએ આ રાગાદિનાં લક્ષણોને જાણ્યાં, તેની વિચિત્રતા જાણી કે આજે જે વસ્તુઓમાં રાગ ઊપજે તે વસ્તુઓ કાળક્રમે દ્વેષજનિત થાય છે. પોતાનો જ પ્રિય દેહ યુવાનીમાં મીઠો લાગે છે, તે જ દેહ વૃદ્ધાવસ્થામાં કે રોગમાં અપ્રિય લાગે છે. સ્ત્રી, પુરુષ, પુત્ર કે મિત્ર પણ સ્વાર્થ કે મોહે કરી વિપરીત ચાલે છે ત્યારે રાગનું સ્થાન લેષ લે છે, માટે આ રાગાદિને પોષવા જેવા નથી તેથી જે જે રાગાદિના સંબંધો હતા તેનો જ તેમણે પરિહાર કર્યો, અંતરમાંથી તેમને વિદાય આપી, એવા નિમિત્તોને ત્યજી દીધા તેઓ મહાન-ઉત્તમ સુખને પામ્યા.
રે રાગ કે મિત્ર પણ લથામાં કે રોપિય દેહને વસ્તુઓ
૯૨ Jain Education International
મંગલમય યોગ
www.jainelibrary.org
For Private & Personal Use Only