________________
એવા વિકાસ પામે છે કે જાણે મૈત્રીભાવનાના પવિત્ર ઝરણામાં સૌ સ્નાન કરી રહ્યા ન હોય ! એ નિર્દોષતા-મૈત્રી યોગીને પણ આત્મિક સુખનું કારણ બને છે. અને એ મૈત્રીભાવ કે નિર્દોષ પ્રેમતત્ત્વના કારણે યોગીની વિષયસુખોની તૃષ્ણા નાશ પામે છે. યોગીના અંતરંગમાં સુખ હોવાથી તેમને બાહ્ય સુખના સાધનોની જરૂર પડતી નથી.
વળી આત્મભાવનાની પુષ્ટિ માટે યોગીએ વહાવેલું મૈત્રીભાવનું ઝરણું પર્યત બને છે. યોગીનો વાત્સલ્યભાવ પણ ઉત્તમ હોવાથી પશુઓ તેના સ્વજન જેવા થઈ જાય છે. ચિત્તનો નિર્મળ ભાવ યોગીની ઇચ્છાઓને નષ્ટ કરે છે.
वने शान्तः सुखासीनो निर्द्वन्तो निष्परिग्रहः ।
प्राप्नोति यत्सुखं योगी सार्वभौमोऽपि तत्कुतः॥ १९१ ॥ ' ભાવાર્થ ઃ શાંત અને સુખમાં રહેલા જેના કંઠ ચાલ્યાં ગયાં છે તેવો પરિગ્રહ વિનાનો યોગી વનમાં જે સુખ પ્રાપ્ત કરે છે, તે સુખ સાર્વભૌમ રાજાને પણ ક્યાંથી હોય ?
| વિવેચન : છ ખંડની પૃથ્વીનું આધિપત્ય ધરાવનારા ચક્રવર્તી કે મહાન રાજ્યની સત્તાવાળા મોટા રાજાઓને ભૌતિક સુખ પણ વ્યાકુળતાવાળું છે તેથી તે વાસ્તવિક સુખ નથી. કારણ કે જેને માથે કાળરૂપી તલવાર લટકતી હોય તે કેવી રીતે સુખી હોય ! સંસારમાં દેવ માનવ કે ઈન્દ્ર એ દરેક પર યમરાજાની આણ વર્તે છે. આયુષ્ય પૂરું થવાના કાળમાં એ ઇન્દ્રાદિ સર્વે ભયભીત બને છે. સ્વર્ગમાં તેઓ દીર્ઘકાળથી હતા. જેમની સેવામાં હજારો કેવો રહેતા હતા. જેમનું શરીર સુંદર અને તેજસ્વી હતું. રોગ જરા રહિત હતું. છતાં તે મરણને આધીન થઈ દુઃખી થાય છે.
પરંતુ જેણે જન્મ-મરણ, લાભ-હાનિ, હર્ષ-શોક કે રાગ-દ્વેષના, કિંઢો ત્યજી દીધા છે. અંતરંગ અને બાહ્ય બંને પ્રકારે પરિગ્રહ રહિત છે. તે શાંત અને સુખી છે. તે વનમાં વિહરે છે. તેને કોઈ સૈન્યનું રક્ષણ નથી, સ્વજન પરિવારનો સંયોગ નથી. ધનમાલને તો તેમણે ત્યજી દીધાં હતાં, તેવો યોગી વનમાં એકાકી છતાં સુખી છે. કારણ
મંગલમય યોગ Jain Education International
૧૯૧ www.jainelibrary.org
For Private & Personal Use Only