________________
યોગ્યતા મેળવવા માટે ક્લિષ્ટ પરિણામને ઘટાડી, ઔચિત્ય જેવા ગુણો કેળવીએ, અને ધર્મ પામવાની અત્યંત જિજ્ઞાસા કરી, રુચિ કરી, પુરુષાર્થ કરીએ તો ભવપાર થઈ શકે.
ભવપાર તરી જવા, પરિભ્રમણના દુઃખથી મુક્ત થવા, અગાઉ . કહ્યા તે દુઃખોથી મુક્ત થવા, તે દુ:ખોને દાવાનલ સમાન જાણી તેના તાપથી બચવા, પ્રારંભમાં ભલે કઠિન લાગે પણ સંયમનો, વ્રતનો માર્ગ ગ્રહણ કરી લે. સંસાર કેવો અનિત્ય છે, અસાર છે તે સમજી લે, તેં આજે ખાધેલું-પીધેલું ક્ષણ વારમાં કેવું પરિવર્તન કરે છે ? મજાનાં રસગુલ્લાં મળ-મૂત્રમાં પરિણમે, અને આજે લાવેલા કિમતી પદાર્થો તૂટે-ફૂટે ત્યારે કેવા નિઃસાર બને છે તેનો વિચાર
કરજે. કાચની ફૂલદાની કીમતી હતી, ફૂટી ગઈ તેના કટકાને તું કિમતી માનતો નથી, ફેંકી દે છે. પ્રાણ નીકળી ગયેલા શરીરને અગ્નિસંસ્કાર આપી દે છે. કોઈ રાખતું નથી. આવા અનિત્ય અને અસાર પદાર્થોના મોહમાં તું ખૂંપી ગયો છે. તેમાંથી ઉગરવાનો એક માત્ર ઉપાય છે સંયમ અને વ્રત.
સંયમ કે વ્રતના આરાધનમાં પ્રારંભમાં કદાચ થોડું કષ્ટ લાગે તો પણ દઢ થઈ વિષાદ ન કરતા વ્રતાદિને જ આચરજે. તને એક વાર સંસાર અસાર અને ક્ષણિક જણાશે પછી કોઈ પદાર્થમાં તને પ્રલોભન થશે નહિ, પણ વતાદિમાં સુખ છે તેવી પ્રતીતિ થશે. અનેક પ્રકારના ભયથી ગ્રસિત એવા સંસારમાં વૈરાગ્ય નિર્ભયતાનું સ્થાન છે. તે વૈરાગ્યના બળ ઉપર તારા વ્રતાદિ ટકી જશે.
उपदेशादिना किञ्चित् कथंचित् कार्यते परः।
स्वात्मा तुं स्वहिते योक्तुं मुनीन्द्ररपि दुष्करः ॥ १८६ ॥ ભાવાર્થ : અન્ય જીવોને ઉપદેશ આદિ દ્વારા કોઈ પણ રીતે ધર્માચરણ આપી શકાય છે. પણ પોતાના આત્માને હિત માટે ધર્મમાં જોડવો તે તો મુનિઓને પણ દુષ્કર છે.
વિવેચન : કોઈ માણસને કોઈ રોગ થયો હોય ત્યારે તેનો મિત્ર તેને સલાહ આપે કે તારે અમુક પથ્ય પાળવું, પણ પોતે
મંગલમય યોગ
૧૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org