________________
यत्र साम्यं स तत्रैव किमात्मपरचिन्तया ।
जानीत तद्विना हहो ! नात्मनो न परस्य च ॥ २ ॥ ભાવાર્થ : જ્યાં સમતા છે ત્યાં ધર્મ છે, પછી પોતાનો અને પારકો એવા ધર્મની ચિંતા શી ? સમતા રહિત ધર્મ હોય તો તે ધર્મ નથી તો પછી તે પોતાના શું અને પારકા શું ?
વિવેચન : જેનું ચિત્ત રાગાદિભાવ રહિત નિર્મળ છે. અથવા સમતારૂપ છે તે ધર્મ છે. એવા ધર્મમાં કોઈ વિવાદ નથી કે ચિંતા નથી. સમતા રહિત ધર્મ, ધર્મ નથી તો પછી તે ધર્મ પોતાનો પણ નથી પારકો નથી.
સમસ્ત ધર્મનો સાર સમતા છે એમ જાણી બાહ્યાડંબરનો આગ્રહ છોડી ચિત્તને નિર્મળ કરવું' સમતા રહિત અર્થાત્ સર્વ જીવો પ્રત્યે સમદૃષ્ટિ ન હોવી. અને પોતે રાગાદિભાવની તીવ્રતાવાળો હોય તો એવો સમતા રહિત ધર્મ નથી તેમ જાણવું.
क्षान्त्यादिर्दशधा धर्मः सर्वधर्मशिरोमणिः ।
सोऽपि साम्यवतामेव मैत्र्यादिकृतकर्मणाम् ॥ ८३ ॥ ભાવાર્થ : સર્વ ધર્મમાં શિરોમણિ એવો ક્ષમા આદિ દશ પ્રકારનો યતિધર્મ છે અને તે પણ મૈત્રી આદિ ભાવનાના અભ્યાસી એવા સમતાવાળા જીવોને જ હોય છે.
વિવેચન : તમારે જો સાચો ધર્મ પામવો છે તો ઉત્તમ ક્ષમા આદિ દશ પ્રકારે યતિ ધર્મ છે તેનો સ્વીકાર કરો. જેમાં કોઈ પક્ષનો કે પંથનો વાદવિવાદ નથી. મારો કે પરાયો ભેદ નથી. સાચો ખોટો એવો કદાગ્રહ નથી. જ્યાં ક્ષમા આદિનો આચાર છે તે ધર્મ છે. ઉત્તમ ક્ષમા આદિને ધારણ કરનાર મુનિજનો છે. તે ધર્મો દસ પ્રકારે છે.
ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, શૌચ, સંયમ, સત્ય, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય છે.
આ દરેક ગુણોનું યતિઓ પ્રાણાંતે પણ પાલન કરે છે, દેહ જતો કરે, પણ ક્ષમાનો ત્યાગ ન કરે.
૮૦
મંગલમય યોગ
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only