________________
સત્તા ભોગો સૌંદર્ય લક્ષ્મી કે જીવિતથી ય શું ?
વિવેચન : કર્મ કે કુદરતના નિયમથી જે અજ્ઞાન છે તે તો માને છે, કે આ જીવનમાં આજે જે મળે તે ભોગવો, કાલની કોને ખબર છે. અને કર્મ કે કુદરત જેવું કંઈ છે પણ નહિ આથી તેઓ દુઃખનાં કારણો હોવા છતાં સત્તા આદિમાં સુખ માની અપકૃત્યને ત્યજતા નથી કે નાના પ્રકારની પાપવૃત્તિને પણ ત્યજતા નથી. કેવળ તમસના અંધકારમાં જીવે છે.
વળી બુદ્ધિમાન લોકોને કર્મનો કંઈક ખ્યાલ છે. પરંતુ પૂર્વનો દ્રઢ સંસ્કાર ભૌતિક જગતના સુખો પ્રત્યેનો હોવાથી તેઓ ગમે તે પ્રકારે સત્તા મેળવવા પ્રયત્ન કરે છે. તેમાં આત્મિક સત્ત્વ ગુમાવી યુદ્ધ, છળ, કપટ પણ કરતા અટકતા નથી. એમ કરવામાં ભાવિ દુઃખનાં પોટલાં એકઠાં થાય છે તેને જાણતા નથી.
શારીરિક ભોગ કે સૌંદર્યમાં જ સુખ છે તેથી બુદ્ધિના પ્રભાવે, પુણ્યયોગે મળેલા સુખના સાધનમાં તેઓ મગ્ન થઈને મહાલે છે. એ ભોગ, સૌંદર્ય છૂટી જવાના છે તેની સ્મૃતિ પણ તેઓ રાખતા નથી. આજે ભોગવી લો પછી પડશે તેવા દેવાશે. જો કે દુઃખ આવે ત્યારે અત્યંત દીનદશા થઈ જાય છે, ત્યાં માનવ નિરૂપાય બને છે.
વળી લક્ષ્મી ગૃહસ્થજીવનનું એક જરૂરી સાધન છે. તે સપ્રમાણ ન હોય તો દારિદ્રતા કે અતિધનથી ચિંતાનું કારણ બને છે.
વળી જન્મનું દુઃખ મનુષ્યને યાદ ન હોય પરંતુ જન્મ પછી મરણના દુઃખની ખબર છે. એટલે જન્મીને મરણનો ભય રહે છે આમ સત્તા આદિ કોઈ પદાર્થની પાછળ દુ:ખ હોય તો પછી તે મેળવીને શું ?
नार्थ्यते यावदैश्वर्यं तावदायाति संमुखम् । यावदभ्यर्थ्यते तावत् पुनर्याति पराङ्मुखम् ॥ १४३ ॥ अधैर्यादविचार्येदमिच्छाव्याकुलमानसः ।
हा हा हेति तदर्थं स धावन् धावन् न खिद्यते ॥ १४४ ।। ભાવાર્થ : જ્યાં સુધી ઐશ્વર્યની ઇચ્છા નથી હોતી, ત્યાં સુધી
૧૨૮ Jain Education International
મંગલમય યોગ
www.jainelibrary.org
For Private & Personal Use Only