________________
ભાષાસમિતિનો ધર્મ આપ્યો. સમ્યપણે વાણીનો ઉપયોગ તે ભાષા સમિતિ છે.
कोमलापि सुसाम्यापि वाणी भवति कर्कशा।
अप्राञ्जलाऽस्फुटात्यर्थं विदग्धा चर्विताक्षरा ॥ १६६॥ ભાવાર્થ: કોમલ અને સારી સમતાપૂર્વકની વાણી પણ કર્કશ વક્ર અસ્પષ્ટ વધુ પડતા ડહાપણવાળી તથા ચીપી ચીપીને બોલાયેલી હોય છે.
વિવેચન : માનવના મનની લીલા અપાર છે. હાથીને જેમ દેખાવના અને ચાવવાના દાંત જુદા હોય છે તેમ ચપળ માનવોની વાણી અને મનને કોઈ મેળ હોતો નથી. મનમાં નર્યો દંભ હોય છતાં વાણીમાં એવી કોમળતા બતાવે કે જાણે એ કેવો સજ્જન છે ! પ્રસંગે એ કોઈને કહે છે કે તમે મને અમુક વાત કહી તેનો કંઈ વાંધો નહિ આપણે તો મિત્ર છીએ. અને મનમાં કહે છે. સમય આવવા દો પછી તેને બતાવી દઉં કે મારામાં પણ બુદ્ધિ
દેખાવમાં સમતાથી બોલે, અવાજ નરમ રાખે, હા ભાઈ, હા બેટા, કહે અને વચનમાં તો કટાક્ષ ભર્યો હોય. જેમ કે તમને આ કામ બતાવ્યું હતું તમે કર્યું નહિ, ભલે વાંધો નહિ, મનમાં રોષ રાખીને કહે કે એ તો હું જ કરી લઈશ.
મારે કહેવું ન જોઈએ પણ ખરું કહું પેલો મિત્ર સાવ વિચિત્ર છે, તેનું મુખ જોવા જેવું નથી. આમ કોમળ છતાં વાણીમાં કર્કશતા હોય. | શબ્દો ચીપી ચીપીને કુળશતાપૂર્વક બોલે પરંતુ તે વાણીમાં નર્યો દંભ ભર્યો હોય છે. નમ્રતાનો દેખાવ કરી કોમળ વાણી બોલે પણ હૃદય એવું કઠોર કે કોઈનાં દુઃખ જોઈ દ્રવે નહિ. અગવડમાં બોલે ખરો કે મારે તો બધું ચાલે રોટલોય ચાલે ને ખાટલા વગર ચાલે પણ મનમાં તો ખદબદે કે આ માણસો તદ્દન નકામા છે. સગવડ આપી શકતા નથી તો શા માટે બોલાવે છે ? મારે તો ચાલે, તેમ
૧૪૮
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org