________________
કહેતો જાય અને કહે કે બીજાને તમે આવી અગવડમાં ન રાખશો. તમને એટલી બુદ્ધિ હોવી જોઈએ.
औचित्यं ये विजानन्ति, सर्वकार्येषु सिद्धिदम् ।
सर्वप्रियंकरा ये च ते नरा विरला जने ॥ १६७ ॥ ભાવાર્થઃ સર્વ કાર્યોમાં સિદ્ધિ આપનાર ઔચિત્યને જેઓ જાણે છે અને જેઓ સર્વનું પ્રિય કરનારા છે તેવા મનુષ્યો આ લોકમાં વિરલ જ હોય છે.
વિવેચન : ઔચિત્ય એ ઉત્તમ ગૃહસ્થનો હિતકારી ગુણ છે. વ્યવહારિક કે પારમાર્થિક સર્વ ક્ષેત્રે સફળતા અપાવનાર ઔચિત્ય છે, સ્વપર હિતકારી વ્યવહાર કે વર્તન કરનારા સૌને પ્રિય હોય છે. હરપળે જેના હૃદયમાં સર્વના હિતની ભાવના જાગે છે, તેમાં તેની પ્રસન્નતા છે, તે ઉત્તમજીવો આ લોકમાં વિરલ છે, તેમનું ઊઠવું બેસવું સર્વ ક્રિયામાં તેમની આ ભાવના પ્રગટતી રહે છે, પોતાના સુખ સગવડ કે સ્વાર્થનો તો તેમનામાં રજમાત્ર અણસાર નથી તેવા વિરલ જીવો શુદ્ધ સોના જેવો આ ઔચિત્યનો ભાવ પચાવી શકે
જગતમાં સામાન્ય માનવી સંયોગના ધક્કે જીવે છે, જીવને હિતકારી શું ને અહિતકારી શું ? તેનું તેને કંઈ ભાન નથી. જીવને વિષે જીવનના ઔચિત્ય વિષે વિચારવાનો તેને સમય નથી અત્યંત અલ્પ સંખ્યક જીવો જ જીવનનું ઔચિત્ય વિચારે છે.
ઔચિત્ય એ વિનયગુણનું ઉત્તમ લક્ષણ છે. આત્માને વિશેષતા તરફ મૂળ સ્વરૂપ તરફ લઈ જાય તે વિનય છે, જે દ્વારા કર્મોનો ક્ષયોપશમ થાય તે ભાવમાં વિનય છે, કષાય અને ઇન્દ્રિયોનો જે સંયમ કરે છે તે વિનય છે, નય (સદ્વર્તન)ના પ્રકારોમાં વિનય છે, ગુરુ આદિનું બહુમાન કરવું તે વિનય છે, વડીલોનો આદર તે બહુમાન છે. એક વિનયગુણમાં, વિવેક, પ્રસન્નતા, ભલાઈ, કૃતજ્ઞતા, નિર્મળતા, નિર્દભતા, નિરાભિમાનીપણું સમાય છે. સાચો વિવેક-વિનય વશીકરણ છે. નિશ્ચયથી સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર ગુણ વિનય છે.
મંગલમય યોગ
૧૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org