________________
દૂધ સર્પના પેટમાં જાય તો વિષ બને છે. સૂકું ઘાસ ગાયના પેટમાં જઈ અનુક્રમે દૂધ બને છે, તેમ માનવજન્મ જો ઇન્દ્રિયોથી પોષાય તો વિષ સમાન બને છે, અને વિવિકથી પોષાય તો અમૃત બને છે.
औचित्यं परमो बन्धुरौचित्यं परमं सुखम् । धर्मादिमूलमौचित्यमौचित्यं जनमान्यता ॥ १६८ ॥
ભાવાર્થ : ઔચિત્ય એ પરમબંધુ છે, ઔચિત્ય પરમ સુખ છે. ધર્મ આદિનું મૂળ પણ ઔચિત્ય છે, ઔચિત્ય લોકમાં માન્ય બનાવનાર છે.
વિવેચન : જો તમારે ચિરંજીવ સુખ જોઈએ છે તો તેનાં સાચાં કા૨ણોનો સ્વીકાર કરો. અન્ય તમને રુચે તેવો વ્યવહાર કરે તેવું ઇચ્છતા હો તો તમે સ્વયં ઔચિત્ય એટલે સ્વ-પર હિતકારી વર્તન કરો. સર્વ કાર્યોમાં સિદ્ધિ આપનાર વિશેષ ગુણ હોય તો તે ઔચિત્ય છે. જે જે સ્થાને અને સમયે જે કરવા જેવું છે તે સમ્યગ્ર પ્રકારે કરવું તે ઔચિત્ય છે. ધર્મક્ષેત્રમાં પણ ઔચિત્ય એ મૂળ ધર્મ મનાયો છે. ઔચિત્યને આચરનારો અહિતકારી કાર્ય કરતો નથી. તેથી લોકપ્રિય પણ બને છે. તેના વચન અને આચરણ આદર્શરૂપ મનાય છે. સજ્જનો તેના વાણીવર્તનને અનુસરે છે. કારણ ઔચિત્ય સૌને માટે પરમબંધુ છે.
:
ઔચિત્ય એ શ્રાવક-સાધકને સન્માર્ગે લઈ જનારો અંતરંગ ગુણ છે. ઔચિત્ય આચરનાર હંમેશાં પ્રસન્ન હોય છે. ઔચિત્ય એટલે ઉદારતા. જીવનમાં જે કંઈ પણ બને ત્યારે વિચારમાં, ભાવમાં કે ધનાદિમાં તેને સંકુચિતતા આવતાં નથી. તેને સ્વ-પર આત્મા પ્રત્યે સમાનભાવ હોવાથી તે હંમેશા ઉદારદિલ હોય છે.
૧૫૦
कर्मबन्धदृढ श्लेषं सर्वस्याप्रीतिकं सदा ।
धर्मार्थिना न कर्तव्यं वीरेण जटिनि यथा ।। १६९ ।।
ભાવાર્થ : ધર્માર્થી પુરુષે કર્મનો ગાઢ બંધ કરાવનાર અને સદા સર્વને અપ્રીતિ કરનાર કોઈ જ કાર્ય શ્રી વીરભગવંત તાપસના
Jain Education International
For Private & Personal Use Only
મંગલમય યોગ
www.jainelibrary.org