________________
વિષયમાં જેમ ન કર્યું તેમ ન કરવું જોઈએ.
વિવેચન : એક કુલપતિની વિનંતીથી વીર ભગવંત દીક્ષાકાળમાં તેમના આશ્રમમાં ચાતુર્માસ રહ્યા હતા. પરંતુ ત્યાં ગાયો પૂરતું ઘાસ ન મળવાથી ભગવંતને આપેલી ઝૂંપડીનું ઘાસ ખાવા લાગી. વીર ભગવંત જ્યારે મહેલમાં રહેતા હતા ત્યારે પણ પોતાપણું કર્યું નહોતું, તો આ ઝૂંપડીમાં મારાપણાનો ભાવ ક્યાંથી લાવે ? એ તો નિરંતર ધ્યાનમાં રહેતા. ગાયોને દૂર કરતા નહિ. ત્યારે કેટલાક શિષ્ય-તાપસોએ કુલપતિને ફરિયાદ કરી.
કુલપતિ વીરભગવંત પાસે આવી શીખ દેવા લગ્યા કે હે શ્રમણ ! તમે ક્ષત્રિય નર છો, તમારી ઝૂંપડીનું રક્ષણ કેમ કરતા નથી ? પક્ષીઓ પણ માળા સાચવે છે. તમારે તમારી ઝૂંપડીનું રક્ષણ કરવું જોઈએ. અન્ય તાપસી પણ ભગવંત પ્રત્યે અનાદર રાખતા. આવી પરિસ્થિતિમાં ચાતુર્માસ હોવા છતાં ભગવંતે તે સ્થાનનો ત્યાગ કર્યો. કારણ કે ભગવંત નિઃસ્પૃહ હતા પણ તેમનાં ત્યાં રહેવાથી અન્ય જીવોને વિકલ્પ થાય. અજ્ઞ જીવો જાણતા નથી કે આ જ્ઞાની છે તેમનો અનાદર ગાઢ કર્મબંધનું નિમિત્ત બને છે. તેથી તેમણે તે સ્થાનનો ત્યાગ કર્યો.
અર્થાત્ ધર્માર્થી પુરુષો અન્યને નિમિત્ત બની કોઈને પણ અપ્રીતિ ઊપજે તેવું કાર્ય કરતા નથી. કારણ કે ધર્માર્થી પ્રત્યે અપ્રીતિ કરનાર જ્ઞાનાવરણ અને દર્શનાવરણનું કર્મ બાંધે છે. જ્ઞાની કર્મનો આ કોયડો જાણે છે તેથી તેવા સંયોગોથી પોતે દૂર રહે છે. જ્યાં અનાદર થાય ત્યાં પ્રતિકાર ન કરતાં સમતાથી તે સ્થાન અને સંયોગોને ત્યજી દેવા તે ધર્માર્થીનું કર્તવ્ય છે.
वीजभूतं सुधर्मस्य सदाचारप्रवर्तनम् ।
सदाचारं विना स्वैरिण्युपवासनिभो हि सः ॥ १७० ॥ ભાવાર્થ : સદાચારમાં પ્રવૃત્તિ એ સદ્ધર્મનું બીજ છે. સદાચાર વિનાનો ધર્મ તે વ્યભિચારી વ્યક્તિના ઉપવાસ જેવો છે.
વિવેચનઃ સદાચાર અર્થાત્ માર્ગાનુસારિતાના ગુણો ન્યાયસંપન્ન
મંગલમય યોગ.
૧૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org