________________
આદિ છે. એ ગુણો દ્વારા જીવનમાં પાત્રતા આવે છે. પાત્રતા વિના ધર્મનું બીજ રોપાતું નથી. જેની ચિત્તવૃત્તિઓ દુરાચારથી ભરેલી છે. છળકપટના નિત નવા ઘાટ ઘડે છે. શીલ, અહિંસા સત્ય જેવા ગુણોથી તે જીવ વિમુખ છે. ધર્મ એ શુદ્ધ તત્ત્વ છે, તે આત્મપ્રદેશે પ્રગટ થતો ધર્મ છે, જેની ચિત્તવૃત્તિઓ નિર્મળ નથી તેના આત્મપ્રદેશે આવરણ આવે છે. તે આત્મા વર્તમાન અવસ્થામાં અશુદ્ધ મનાય છે. ધર્મ એ શુદ્ધાત્માનું લક્ષણ છે, તે સધર્મનું બીજ સદાચાર છે.
જેમ કોઈ દુરાચારને સેવતી વ્યક્તિ ઉપવાસ જેવા તપ કરે તો તે હાંસીને પાત્ર થાય છે. કોઈ પણ અનુષ્ઠાન સદાચાર યુક્ત હોય તો તે ધર્મની પાત્રતા મનાય છે. માટે ધર્મના મૂળમાં સદાચાર એ વિશિષ્ટ સાધન છે.
मूर्तो धर्मः सदाचारः सदाचारोऽक्षयो निधिः।
दृढं धैर्यं सदाचारः सदाचरः परं यशः ॥ १७१ ॥ ભાવાર્થ : સદાચાર એ મૂર્તિમાન ધર્મ છે, સદાચાર કદી ન ખૂટનારો ભંડાર છે. સદાચાર એ સ્થિર રહેનારું બૈર્ય છે, અને સદાચાર શ્રેષ્ઠ યશ છે.
કહેવાય છે કે આહાર (અન્ન) તેવો ઓડકાર, વિચાર તેવો આચાર. જો મનુષ્યની વિચારણા સમન્ છે તો તેનું વર્તન પણ સમ્યગુસાચું છે. સદાચાર એટલે સત્ આચાર–શુદ્ધ આચાર. શુદ્ધાચારના ઘણા ભેદ છે. તેનો પ્રારંભ અહિંસાદિ વ્રતોથી થાય છે. મૈત્રી આદિ ભાવનાઓ સદાચારનો વિસ્તાર છે, સત્ આચારરૂપી ધર્મ ભૂમિકા પ્રમાણે વિસ્તરતો જાય છે. મૈત્રી આદિ ભાવનાથી ભાવિત થયેલો સદાચાર ક્ષમાદિ ધર્મરૂપે આચારમાં પરિણમે છે, આખરે તે સમ્યગદર્શનાદિ ગુણ-ધર્મરૂપે સ્થાન પામે છે. અર્થાત્ તે પ્રત્યક્ષ ધર્મ છે.
પ્રાથમિક ભૂમિકાએ ન્યાયનીતિ, પરોપકાર, નિસ્વાર્થ જેવા આચારોથી પ્રારંભ થાય છે તે સદાચાર સ્વરૂપાચરણ સુધી લઈ જાય છે, જેમ જેમ ચિત્તવિશુદ્ધિ થતી જાય તેમ તેમ સદાચાર ઉત્કૃષ્ટ બનતો જાય છે. અહિંસાદિના પૂલ પાલન વડે તે શ્રાવકાચાર હોય છે. સૂક્ષ્મ
૧૫૨
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org