________________
એકાંતે તપ કર કે જેના દ્વારા યોગનો નિરોધ થાય. વળી મૌન રાખી મનનો વિરોધ કરજે જેથી મન સ્વયં સ્થિર થઈ આત્મિક સુખને પ્રાપ્ત કરે.
ચિત્તનો નિરોધ એ નિવણની કેડી છે. ચિત્તની ચંચળતા આત્માના જ્ઞાનસ્વરૂપને બાધક બને છે, જેટલી ચંચળતા તેટલી મલિનતા હોય છે. ચિત્તનો નિરોધ શુદ્ધિને પ્રગટ કરે છે.
मुनिना मसृणं शान्तं प्राञ्जलं मधुरं मृदु ।
वदता तापलेशोऽपि त्याज्यः स्वस्य परस्य च ॥ १६५ ॥ ભાવાર્થ : મુનિએ એવું કોમળ, શાંત, સરળ, મધુર અને સ્નિગ્ધ વચન બોલવું જોઈએ કે જેથી પોતાને કે પરને લવલેશ પણ તાપ ન થાય.
વિવેચન: મુનિ એટલે જ વાત્સલ્ય મૂર્તિ. ઉપરાંત ક્ષમા આદિ અનેક ગુણોના ભંડાર. મુનિ તો મૌન જ હોય છતાં કથંચિત જો લોકસંપર્કમાં વાણીવ્યવહાર કરવો પડે તો મૌનથી થયેલા સિદ્ધિરૂપ વચન કોમળ હોય. પુષ્પની કોમળતાનો સ્પર્શ સુખદાયક હોય છે, તેમ મુનિની વાણીનો સ્પર્શ કર્ણને થાય ત્યારે તેમાં સુખદ કોમળતા
હોય.
મુનિની વાણી ધીર ગંભીર અને શાંત હોવી જોઈએ. તે વાણીનું શ્રવણ કરનારનો આંતરિક કોલાહલ શાંત થાય તે વચનમાં આક્રોશ કે આકુળતા ન હોય.
મુનિની વાણીમાં કોઈ કપટભાવ ન હોય. સમ્યમ્ ભાવમાંથી ઝરતો વાણીનો સ્ત્રોત અત્યંત સરળ હોય. એ વાણીનો બોધ પામી જીવોના દોષ ટળી જાય.
મુનિની વાણી સાકરના જેવી મધુર હોય, સાંભળનારને શ્રવણનો આનંદ આવે.
મુનિનાં વચનો દ્વારા જીવોના તાપ ઉતાપ ટળી જાય, જેથી એ વચનો પોતાને કે પરને પીડાકારી ન બને માટે મુનિને પ્રથમ તો વચનગુમિ બતાવી છતાં વાણીનો ઉપયોગ કરવો પડે તો
મંગલમય યોગ, Jain Education international
9xlo
For Private & Personal Use Only
www.jain Olary.org