________________
નહિ. સ્ત્રી, પરિવાર આદિના નિર્વાહ વિષે આકુળ થઈ દુર્બાન કરવું નહિ. સંસ્કારવશ કોઈ પદાર્થ વિષેની આકુળતા થાય તો તેનો નિરોધ કરવો. અને મન કે ચિત્તને શુદ્ધ વિષયમાં જોડેલું રાખવું.
ચારે ગતિમાં મનુષ્યને વિચારસહિત વાચા મળી છે, તેનો દુર્થય ન કરતાં સઉપયોગ કરવો, યદ્યપિ ઉત્તમ સાધક વચનને સંયમમાં રાખવા મૌન રાખે છે. એ રીતે વચનનો વિરોધ કરે છે. કાયા એટલે ઇન્દ્રિયો સહિત પૂરું શરીર અને તેની ક્રિયા છે. ઈન્દ્રિયો નિરંતર વિષયોમાં રમવાવાળી હોવાથી ચપળ છે. ઇન્દ્રિયોની ચપળતા એ કાયાની ચપળતા છે. કાયાની ચપળતા સાથે મન નિરંતર જોડાયેલું રહી સ્વયં ચંચળ બને છે. મન ચંચળ થતાં સાધકની મૂર્તિ ખંડિત થાય છે. માટે કાયાની ચપળતાનો વિરોધ કરીને સાધક મનને તત્ત્વમાં લીન કરે છે. ચંચળ મન તત્ત્વમાં કે આત્મભાવમાં લીન થતું નથી. માટે યોગ નિરોધ એ તત્ત્વમાં લીન થવામાં આવશ્યક છે.
दिनातिवाहिकां कष्टां दृष्ट्वा बध्यादिदुःखिनाम् ।
रुद्धमेकान्तमौनाभ्यां तपंश्चित्तं स्थिरीकुरु ॥ १६४ ॥ ભાવાર્થ : કેદી કે વધ કરવા લાયક દુઃખી પ્રાણીઓની કષ્ટપૂર્વક દિવસો પસાર કરવાની દશાને જોઈને તપ કરતો તું એકાંતે અને મૌનથી ચિત્તનો રોધ કરીને તેને સ્થિર કર.
વિવેચન : સંસારનાં પ્રાણીઓ અજ્ઞાનવશ કરેલા કુકર્મ વડે અનેકવિધ કર્મ ભોગવે છે. જેલના સળિયામાં પુરાય છે, તેમ છે દેહી ! તું અષ્ટકર્મના સળિયામાં પુરાયેલો કેદી છે. કેદી જેલમાં દુઃખ પામે છે. તું બંધનથી દુઃખ પામે છે. એવા દુઃખે દિવસો પસાર કરવાને બદલે તું મનાદિ યોગને વશ કરવા તેનો રોધ કરવા એકાંતે મૌનનું સેવન કર. લોક સંપર્કથી દૂર રહે.
વળી કેટલાક જીવોને કર્મનું ફળ દેહાંતદંડની સજા તરીકે મળે છે ત્યારે તેઓ અત્યંત દુઃખી થાય છે. અને તેમના જીવનનો શેષ સમય પણ અત્યંત દુઃખદાયક હોય છે. આમ અનેક પ્રકારે સંસારમાં જીવો દુ:ખી હોય છે તેનો તું બોધ પામ અને લોકસંપર્ક ત્યજીને
૧૪૬ Jain Education International
મંગલમય યોગ
www.jainelibrary.org
For Private & Personal Use Only