________________
વિવેચન : પાણીમાત્ર સ્વકર્મને આધીન છે. શુભ કર્મ કરે તેના ફળસ્વરૂપે સુખ ભોગવે છે. અશુભ કર્મના ફળસ્વરૂપે દુઃખ ભોગવે છે. સાંસારિક સંબંધોમાં પુણ્યયોગે પતિ-પત્નીને કે અન્ય સંબંધમાં ગમે તેવા પ્રતિભાવ હોય તોપણ દરેક પોતાના કરેલા કર્મને ભોગવે છે, તેમાં કોઈ ફેરફાર થતો નથી. કર્મનો કોયડો એવો વિચિત્ર છે. એક માતાને પેટે જન્મેલા બે પુત્રો એક રાજા બને – અને બીજો ભિખારી બને. વળી એ પુત્રો એવા સંયોગોનો ભોગ બને કે બન્ને દુશ્મન તરીકે યુદ્ધે ચઢે.
વળી અન્યને માટે પોતે કોઈ કુકર્મ કરે તો પણ તે કર્મ તેને જ ભોગવવું પડે છે. એક કર્મ બાંધે અને બીજો કર્મ ભોગવે તેવી કર્મક્ષેત્રે કોઈ વ્યવસ્થા નથી. જે જેવાં કર્મ બાંધે તેવું ફળ ભોગવે એવો અબાધિત નિયમ છે. મા પુત્રને કે ગુરુ શિષ્યને કહે કે તું આ કર્મ કરી લે હું તેને ભોગવી લઈશ કે નષ્ટ કરી દઈશ. પણ તેમ થવું અસંભવિત છે ગુરુનાં કર્મનું ફળ ગુરુ ભોગવે અને શિષ્યના કરેલાં ફળ શિષ્ય ભોગવે છે. કોઈ કોઈના કર્મને ભોગવતું નથી કે નાશ કરી શકતું નથી.
मृतप्रायं यदा चित्तं मृतप्रायं यदा वपुः।
मृतप्रायं यदाऽक्षाणां वृन्दं पक्वं तदा सुखम् ॥ १६१ ॥ ભાવાર્થ : જ્યારે ચિત્ત મૃતપ્રાય થઈ જાય, જ્યારે શરીર મૃતપાય થઈ જાય અને ઇન્દ્રિયોનો સમૂહ મૃતપ્રાય થઈ જાય ત્યારે જ સુખ પરિપક્વ દશાને પામ્યું છે તેમ સમજવું.
વિવેચન : જ્ઞાની અને અજ્ઞાનીની સમજમાં ઘણું અંતર છે. જ્ઞાની જાણે છે, આ વિશ્વમાં શરીરાદિ કોઈ જડ પદાર્થો એવો છે જ નહિ જે સુખનું કારણ હોય ! સુખનું સાચું સ્થાન સ્વરૂપ દશા છે. શુદ્ધાત્મા જ સુખનું સ્થાન છે. પરંતુ અજ્ઞાની જીવોની મતિ શરીર અને ઇન્દ્રિયોના સુખ સુધી જ અટવાતી રહી છે. તેથી તે માને છે આ સુખ પ્રત્યક્ષ જણાય છે, બીજે ક્યાંય સુખ શોધવાની જરૂર નથી. ભાઈ ! કદાચ તને સુખ જણાતું હોય તો તે માત્ર પુણ્યનો યોગ છે. શરીરાદિ જડ છે તે તને સુખ ક્યાંથી આપે ?
મંગલમય યોગા
૧૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org