________________
અલૌકિક જ હોય, તેમાં લૌકિક ભાવ કે ઉત્સવો ન હોય, કારણ કે મોક્ષ એ જીવની શુદ્ધ અવસ્થા છે. ચિત્તની પરમ સમાધિ તે મોક્ષ છે. અને ચિત્તની અસમાધિ તે સંસાર છે, એ સમાધિ લૌકિક કાર્યો કરતાં કરતાં કે બાહ્ય વ્રતાદિ દ્વારા પ્રગટ થતી નથી. મુનિને માટે ચિત્તવૃત્તિનું બાહ્યમાં પ્રવર્તવું તે અવ્રત છે તે જ દુ:ખરૂપ છે.
વ્રતનો અર્થ છે કે વૃત્તિઓનો ઉપશમ કે ક્ષય કરવો, સંસાર ત્યાગ થાય પણ સંગનો ત્યાગ ન થાય તો સંસારભાવ મોળો પડતો નથી. વળી મુનિને મહાવ્રતનું પાલન હોય છે. અર્થાત્ ઘણું કષ્ટ પડે તોપણ એ વ્રતોનું પાલન કરે છે. તેમાં ય પ્રાણી રક્ષા અને બ્રહ્મચર્યનું પાલન મુનિ પ્રાણાંત કષ્ટ પણ કરે છે, તો પણ તેઓને કષ્ટ થતું નથી. તેઓ સુભટ થઈને વિષયોરૂપી રણમેદાને ચઢ્યા છે, વળી વ્રતાદિ વડે જ વિષયોના સંસ્કારને તેઓ નષ્ટ કરે છે. શ્રાવક કે સાધુને માટે વ્રત એ તો બહારના વિષયો કે સંસ્કારના શસ્ત્ર સામે ઢાલ કે ક્વચનું કામ કરે છે. જ્ઞાન પ્રકાશ પણ વ્રતો વડે થતી શુદ્ધિથી વધુ ઉજ્જવળ બને છે. જ્ઞાન પ્રાપ્તિ પહેલા વ્રત અભ્યાસ માટે વાડ જેવા છે. જ્ઞાનપ્રાપ્તિ પછી એ વ્રતો જ્ઞાનવૃદ્ધિનું કારણ બને છે. આખરે જ્ઞાન પૂર્ણતા પામતા વ્રતાદિ સહજ બને છે.
મુનિને અંત પરિણામનું જ્ઞાન છે. અને લક્ષ્ય પણ છે. તેથી વ્રતાદિને સુખરૂપે આરાધે છે. વળી વિષયોને કારણે કેવાં દુઃખ સહેવાં પડે છે તે જાણે છે, તેથી ચક્રવર્યાદિ પદે પૂરી સુખભોગની સામગ્રી છતાં તેને દુઃખરૂપ અસાર અને અનિત્ય જાણી તેઓ ચાલી નીકળ્યા. અર્થાત્ જેણે વ્રતાદિમાં સુખ જોયું, વિષયોમાં દુઃખ જોયું, તે મહાપુરુષો સુખ-દુઃખના કંથી મુક્ત થઈ જાય છે, તેમને મોક્ષલક્ષ્મી સ્વયે વરે
सर्वं वासनाय दुःखं सुखं वा परमार्थतः ।
मलायत्यप्रेक्षणेऽप्येको हतोऽप्यन्यस्तु तुष्यति ॥ १८८ ॥ ભાવાર્થ : પરમાર્થથી સુખ યા દુઃખ એ બધું મનની ભાવના છે. કારણ કે એક વ્યક્તિ અસ્ત્રને જોતાં જ ગ્લાનિ પામે છે, જ્યારે બીજી વ્યક્તિ અાથી હણાવા છતાં ખુશ થાય છે.
મંગલમય યોગ
૧૮૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org