________________
જે આત્મનિષ્ઠા છે. તે વિશ્વને આદરણીય છે.
સામ્યતત્ત્વષ્ટિથી મન, વચન, કાયાના યોગની દુષ્ટ પ્રવૃત્તિઓ શમી જાય છે. રાગદ્વેષના નિમિત્ત મળવા છતાં જેના ચિત્તમાં તેવાં પરિણામ થતાં નથી તે સામ્યભાવ છે. તેના પરિણામે આત્મામાં સમ્યદર્શનાદિ પ્રગટ થાય છે.
ખાલી ઢોલ વાગે તેના જેવી આત્મશ્લાઘા છે. અને સંસ્કારનો વિકાર તે પરદોષદર્શન છે. મોક્ષાર્થીને આ બંને દોષ વર્ય હોય
मानेऽपमाने निन्दायां स्तुतौ वा लोष्टुकाञ्चने । जीविते मरणे लाभालाभे रंके महर्द्धिके ॥ ६१ ॥ शत्रो मित्रे सुखे दुःखे, हपीकार्थे शुभाशुभे ।
सर्वत्रापि यदेकत्वं तत्त्वं तद् भेद्यतां परम् ॥ ६२ ॥ ભાવાર્થ : માન કે અપમાનમાં, સ્તુતિમાં કે નિંદામાં માટીમાં કે સોનામાં, લાભમાં કે અલાભમાં, જીવનમાં કે મરણમાં, રંકમાં કે રાજામાં, શત્રુ કે મિત્રમાં, સુખમાં કે દુઃખમાં, પદાર્થોના શુભમાં કે અશુભમાં, આ સર્વેમાં જેને એકતા - સમતા છે. તે જ તત્ત્વ છે, તે જ પરમ છે.
વિવેચન : વિશ્વ પૂરું પદાર્થોથી ભરપૂર છે. તેમાં લંદાત્મક સ્થિતિ છે. તેમાં જેની જાતીત દશા છે તે યોગી છે. જેને સર્વત્ર અભેદ વર્તે છે તે સ્વયં પરમ થઈ જાય છે.
કોઈ ફૂલના હાર પહેરાવો કે મૃતસર્પ કંઠમાં આરોપો, છતાં તેની દૃષ્ટિમાં સમત્વ છે.
કોઈ પ્રશંસાના ગાન ગાઓ કે કોઈ નિંદાનો કટુ રસ ધરો, તેની દૃષ્ટિમાં સમત્વ છે.
જેને માટી અને સોનામાં બન્નેમાં પૃથ્વી તત્ત્વનું દર્શન છે પણ ભેદ નથી. દૃષ્ટિ અભેદ વર્તે છે.
સમત્વ ધારક યોગી લાભહાનિથી પર છે. કોઈ આખું વિશ્વ તેને ચરણે ઘરે તો પણ તેને ખપતું નથી કારણ કે તેમાં કંઈ લાભ
૬૦
મંગલમય યોગ
WWW.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only