________________
નથી. કોઈ દેહને દુઃખ આપે તો પણ કંઈ હાનિ નથી.
જીવન ટકે કે મૃત્યુ આવે તેમાં કંઈ હર્ષ કે વિષાદ નથી, કુદરતના ક્રમનો સ્વીકાર છે.
તેની પાસે કોઈ રાજા હો કે રંક હો તેની દૃષ્ટિમાં બંને પ્રત્યે સ્વાત્મતુલ્ય સમભાવ છે.
યોગીને બહારમાં કોઈ શત્રુ નથી કે મિત્ર નથી તેમણે તેવા દુર્ભાવનું દહન કર્યું છે.
સુખદુઃખ પૂર્વકર્મકૃત છે તેમાં તત્ત્વષ્ટિએ કોઈ ભેદ નથી પરંતુ સંયોગ વિયોગની અવસ્થા છે. તેમાં સુખ શું, દુઃખ શું !
અનાસક્તિના પ્રભાવે કોઈ પદાર્થ મળે તેમને શુભ ભાવ કે ન મળે અશુભ ભાવ થતો નથી, કારણ કે તે પોતા વડે સંતુષ્ટ છે. આમ જેનામાં સર્વ પરિસ્થિતિમાં સમતા છે. એકતા છે તે યોગી તત્ત્વરૂપ પરમને પામે છે.
___ अष्टाङ्गस्यापि योगस्य सारभूतमिदं खलु ।
यतो यमादिव्यासोऽस्मिन् सर्वोऽप्यस्यैव हेतवे ॥ ६३ ॥ ભાવાર્થ : ખરેખર અષ્ટાંગયોગનો સાર પણ સમતા જ છે. કારણ કે યોગનો સઘળો યમ આદિનો વિસ્તાર સમતા માટે જ છે.
વિવેચન : તત્ત્વનો સાર એ સમતા છે. સ્વયં આત્મા જ સમતા છે. બાકી સઘળો વાણીનો વિસ્તાર છે, તેમ પાતંજ્ય રચિત અષ્ટાંગયોગનો સાર પણ સમતા જ છે.
૧ યમ : અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ યમ છે. આ વ્રતોનું આરાધન આત્માને વિષમથી સમત્વમાં આવવા માટે છે. પાપ પ્રવૃત્તિની વિષમતા આ વ્રતો દ્વારા ટળે છે. ત્યારે આત્મા સમતા સ્વરૂપને ધારણ કરે છે.
૨ નિયમ : સત્ય, શૌચ, સંયમ, સ્વાધ્યાય, પ્રણિધાન જે આત્માને વ્રતોમાં દઢતા લાવે છે. તેના પરિણામે, સમતા વૃદ્ધિ પામે છે.
૩ આસન : કાયાની માયા ઘટે ત્યારે આસન જેવી સ્થિરતાથી
મંગલમય યોગ Jain Education International
૬૧
For Private & Personal Use Only
www.jainelibrary.org