________________
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
જુવો ! તમારો બગીચો કોઈ વિનાશ કરે છે. ઘીથી જેમ અગ્નિ પ્રજ્વલિત થાય. તેમ ક્રોધથી અત્યંત તપેલો તે કૌશિક તીક્ષ્ણ ધારવાળો કુહાડો ઉગામીને દોડ્યો. તે સમયે બાજપક્ષીથી જેમ બીજા પક્ષીઓ નાસી જાય તેની માફક રાજપુત્રો ત્યાંથી નાસી ગયા. તે તપસ્વી દોડતાં દોડતાં અલના પામી યમરાજાના મુખસરખા ઉંડા કૂવામાં પડ્યો. પડતાં પડતા હાથમાં ઉગામેલ તીક્ષ્ણ કુહાડો મુખ સન્મુખ હોવાથી તેનાથી મસ્તકના બે ટુકડા થઈ ગયા. અહો ! કર્મના વિપાકો કેવા ભોગવવા પડે છે ! તે મરીને આ જ વનમાં અતિક્રોધી દષ્ટિવિષ સર્પ થયો. ‘તીવ્ર અનુબંધવાળો ક્રોધ ભવાંતરમાં સાથે જાય છે.” “આ અવશ્ય પ્રતિબોધ પામશે' એમ વિચારી જગદગુરુ પોતાની પીડાની અવગણના કરીને તે જ સરળ માર્ગે ગયા. મનુષ્યોનાં પગ-સંચાર ન હોવાથી સરખી રેતીવાળું પાણી પીવાતું ન હોવાથી પ્રવાહ વગરની નીકવાળું, સુકાં જીર્ણ વૃક્ષવાળું, જીર્ણ પાંદડાના ઢગલાઓથી વ્યાપ્ત રાફડાના ટેકરાઓથી છવાયેલ, ઝુંપડીઓના સ્થાનો નાશ પામી અવાવરાં સ્થળ બની ગયા હતા. એવા અરણ્યમાં પ્રભુએ પ્રવેશ કર્યો અને ત્યાં યક્ષમાંડવીના મધ્યભાગમાં નાસિકાના અગ્રભાગ પર નેત્રદષ્ટિ સ્થાપન કરી પ્રભુ કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા. ત્યાર પછી અહંકારી સર્પ કાલરાત્રિના મુખની જિલ્લાની જેમ દરમાંથી બહાર ફરવા માટે નીકળ્યો. તે વનમાં ફરતા રેતીમાં સંક્રમણ થતી દેહની લેખાથી પોતાની આજ્ઞાનો લેખ લખતો હોય તેમ ભ્રમણ કરતા સર્વે પ્રભુને જોયા અને વિચાર્યું કે, “મને જાણ્યા વગર કે મારી અવજ્ઞા કરીને નિઃશંકપણે અહીં પ્રવેશ કરીને આ શંકુ માફક સ્થિર ઊભો રહ્યો છે; માટે હમણાં જ એને બાળી ભસ્મ કરી નાખું.” એમ કોપથી સળગતા તેણે ફણા ચડાવી. જ્વાલા-શ્રેણીને વમતી વેલડી વૃક્ષોને બાળતી નજરથી ભયંકર હુંફાડા મારતો તે પ્રભુને જોવા લાગ્યો. આકાશથી પર્વત પર દુઃખે કરી જોઈ શકાય તેવી ઉલ્કા જેવી તેની સળગતી દષ્ટિ-જ્વાલા ભગવંતના શરીર પર પડી પરંતુ મહાપ્રભાવવાલા પ્રભુને તે કંઈ નુકશાન કરી શકી નહિ. ગમે તેવો મહાન વાયરો મેરુ ને ચલાયમાન કરવા સમર્થ બની શક્તો નથી. અરે ! હજુ આ કાષ્ઠ માફક બળ્યો નહિ એમ ક્રોધથી વધારે તપેલો તે સૂર્ય તરફ વારંવાર દષ્ટિ કરીને ફરી દષ્ટિ-જ્વાલા છોડવા લાગ્યો. પરંતુ તે પણ પ્રભુને જળધારા સરખી બની, એટલે નિર્દય સર્વે પ્રભુના ચરણ-કમળ ઉપર ડંખ માર્યો. પોતાનું ઝેર આકરું છે. એટલે ડંખ મારી મારીને પોતે ત્યાંથી સરકી જાય છે, કે રખેને મારા ઝેરથી મૂછ પામેલો મને ચગદી ન નાંખે. વારંવાર ડંખવા છતાં પ્રભુને તેના ઝેરની કશી અસર ન થઈ. માત્ર દૂધની ધારા સરખું ઉજવલ લોહી ઝરવા લાગ્યું. ત્યાર પછી આગળ આવી આ શું? એમ વિચારતો વિલખો બનેલો સર્પ પ્રભુ તરફ જોવા લાગ્યો. પછી જગદગુરુના અનુપમ રૂપને નીહાળીને કાન્તિ અને સૌમ્યતા વડે એકદમ તેની બંને આંખો બુઝાઈ ગઈ. સર્પને ઉપશાંત થએલો જાણી ભગવંતે તેને કહ્યું, “હે ચંડકૌશિક ! તું પ્રતિબોધ પામ, સમજ અને મોહ ન પામ.” ભગવંતના તે વાક્યને શ્રવણ કરી મનમાં તે ઊહાપોહ કરતો હતો ત્યારે તેને પૂર્વભવોનું જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થયું. ત્યાર પછી તેણે ભગવંતને ત્રણ પ્રદક્ષિણા કરીને કષાયોથી મુક્ત બની મનથી અનશન અંગીકાર કર્યું. અનશનકર્મ સ્વીકારનાર પાપકર્મ રહિત, પ્રશમરસમાં તરબોળ બનેલા તે મહાસર્પને જાણી પ્રભુએ તેને ઉપદેશ આપ્યો કે, “હવે તારે ક્યાંય પણ ન જવું.” “મારી આંખમાં ભયંકર ઝેર ભરેલું છે' એમ વિચારીને તે દરની અંદર મુખ રાખીને સમતારૂપ અમૃતનું પાન કરવા લાગ્યો. સ્વામી પણ તેની અનુકંપાથી ત્યાં જ રોકાયા “મહાપુરૂષોની પ્રવૃત્તિઓ બીજાના ઉપકાર માટે હોય છે. ' તેવી સ્થિતિમાં ઉભા રહેલા ભગવાનને દેખી આશ્ચર્યચકિત નેત્રવાળા ગોવાળો અને વાછરડાં ચરાવનારાઓ એકદમ ત્યાં દોડી આવ્યા. વૃક્ષોની વચ્ચે સંતાઈ ને હાથમાં જે પથરાં-ઢેફાં આવ્યા. તે વડે તેઓ મહાત્મા સરખા સર્પને નિર્દયતાથી મારવા લાગ્યા, તો પણ તેને અડોલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org