________________
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ લોકના અગ્રભાગ પર જનાર ને આ વૃક્ષાગ્રનો ક્યો હિસાબ ? ત્યાં આગળ રહેલા ભગવાન તો મેરુ શિખર પર જેમ સૂર્ય શોભે, તેમ શોભવા લાગ્યા. જ્યારે બીજા કુમારો ડાળી પર લટકતા હતા ત્યારે વાનર જેવા દેખાતા હતા. આવી રીતે ભગવાન જિત્યા. તે રમતમાં એવી શરત નક્કી કરી હતી કે જે કોઈ જિતે તે બીજાની પીઠ પર ચડે અને તેને હારનાર વહન કરે. વીરકુમાર પણ પીઠ પર ચડીને ઘોડા ઉપર સ્વારની જેમ કુમારોના ઉપર સ્વાર બન્યા. અનુક્રમે મહાપરાક્રમી ભગવાન દેવની પીઠ પર ચડી બેઠા. ત્યાર પછી દુષ્ટબુદ્ધિવાળો દેવ વિકરાલ વેતાલનું રૂપ કરી પર્વતોને પણ હિસ્કાર કરતો વધવા લાગ્યો. પાતાલ સરખા તેના મુખમાં જીભ સર્પ સરખી દેખાવા લાગી, તથા મસ્તકરૂપ પર્વત પર પીળા અને ઊંચા કેશોએ દાવાનળનું અનુકરણ કર્યું. તેની અતિ ભયંકર દાઢાઓ કરવત સરખી દેખાવા લાગી, આંખો બળતા અંગારા ભરેલી સગડી જેવી, નસ્કોરાં તો જાણે મહાઘોરા પર્વતની ગુફા જેવા દેખાવા લાગ્યાં. ભૂકુટી ચડાવેલ ભયંકર બે નાગણીઓ હોય, તેવા ભવાં દેખાવા લાગ્યાં. એમ વૃદ્ધિ પામતો તે દેવ અટક્યો નહિ, ત્યારે મહાબળવાળા એવા પ્રભુએ પીઠ પર મુષ્ટિ-પ્રહાર કરી તેને વામન બનાવ્યો. એવી રીતે ઈન્દ્ર વર્ણવેલ ભગવંતના પૈર્યનો સાક્ષાત્ અનુભવ કરી પોતાનું મૂળરૂપ પ્રગટ કરી પ્રભુને નમસ્કાર કરી તે દેવ સ્વસ્થાનકે ગયો.
કોઈક દિવસે માતા-પિતા ભણાવવા માટેનો નિશાળ-ઉત્સવ કરતા હતા ત્યારે ઈન્દ્ર મહારાજાએ વિચાર્યું કે, “શું સર્વજ્ઞને પણ વિદ્યાર્થી અવસ્થા !” એમ વિચારી ત્યાં આવ્યા. ઈન્દ્ર ભગવંતને તે ઉપાધ્યાયના આસન ઉપર બેસાડી, પ્રણામ કરી સ્વામીને પ્રાર્થના કરી, એટલે ભગવંતે શબ્દપારાયણ એટલે વ્યાકરણશાસ્ત્ર કહ્યું. ભગવંતે આ શબ્દાનુશાસન ઈન્દ્રને કહ્યું, તે સાંભળીને ઉપાધ્યાયે લોકોમાં તેને “ઐન્દ્ર વ્યાકરણ' તરીકે પ્રસિદ્ધ કર્યું.
દીક્ષાની ઉત્કંઠાવાળા પ્રભુ અઠ્ઠાવીસ વર્ષ સુધી માતા-પિતાના આગ્રહથી કોઈ પ્રકારે ગૃહવાસમાં રહ્યા. માતા-પિતાનું આયુષ્ય પૂર્ણ થયું અને તેઓ દેવપણું પામ્યા પછી પ્રભુએ રાજ્ય-સંપત્તિ છોડી દીક્ષા લેવાની ઈચ્છા પ્રગટ કરી. એટલે મોટાભાઈ નંદિવર્ધને કહ્યું. હે ભાઈ ! લોહી નીકળતા તાજા ઘા ઉપર ક્ષાર નાખવા સરખું અત્યારે આ વચન ના બોલો. એમ કહી દીક્ષા લેતા રોક્યા. પરંતુ પ્રભુ વિવિધ પ્રકારના આભૂષણ પહેરી, ચિત્રશાળામાં કાર્યોત્સર્ગમાં રહી ભાવથી સાધુ તરીકે રાહ્યા. સાધુને કલ્પે તેવા અચિત્ત આહાર-પાણીથી વૃત્તિ કરનાર, મહાઆશયવાળા, ભગવંતે કોઈ પ્રકારે એક વર્ષ વીતાવ્યું. તે સમયે લોકોન્તિક દેવોએ આવી પ્રભુને અભ્યર્થના કરી કે, “હે સ્વામિ ! આપ તીર્થ પ્રવર્તાવો'. ત્યાર પછી માગનારાઓની (વર્ષીદાની ઈચ્છા પ્રમાણે દાન આપવાનો પ્રારંભ કર્યો. બીજા વર્ષમાં પૃથ્વીને કરજ વગરની કરીને તૃણ સરખી ગણી રાજ્યલક્ષ્મીનો ત્યાગ કર્યો. સર્વ નિકાયના દેવોએ પ્રભુનો દીક્ષા મહોત્સવ કર્યો. હજાર દેવતાઓથી વહન કરાતી ચંદ્રપ્રભા નામની પાલખીમાં બેસી જ્ઞાતખંડ નામના ઉદ્યાનમાં જઈ સર્વ પાપવાળા વ્યાપારનો ત્યાગ કરી દિવસના ચોથા પ્રહરે પ્રભુએ દીક્ષા અંગીકાર કરી. તે સમયે ભગવંતને મન સંબંધી ભાવોને જાણનાર એવું ચોથું મન:પર્યવજ્ઞાન પ્રગટ થયું. ત્યાર પછી સંધ્યા સમયે પ્રભુ કુમારગામની પાસે મેરુપર્વત માફક અડોલપણે કાઉસ્સગ્નમાં ઉભા રહ્યા. રાત્રે નિષ્કારણ ક્રોધાયમાન થએલો આત્મ-શત્રુ ગોવાળિયો ભગવંતને ઉપસર્ગ કરવા લાગ્યો. એટલે ઈન્દ્ર મહારાજે અવધિજ્ઞાનથી પ્રભુને ઉપદ્રવ કરતો જાણી વિચાર્યું કે, ખરેખર ઉંદર જેમ મહાપર્વતને ખોદી નાખવા ઈચ્છે, તેમ દુષ્ટવર્તનવાળો આ ગોવાળિયો પ્રભુને ઉપદ્રવ કરવા તૈયાર થયો છે. ! કલ્યાણ કરનાર ભક્તિથી ઈન્દ્ર મહારાજ પ્રભુના ચરણ પાસે પહોંચ્યા એટલે ઉપદ્રવ કરનાર ગોવાળિયો માંકડ માફક ક્યાંય ભાગી ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org