________________
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવા સમગ્ર ભાષામાં પરિણમનાર ધર્મદેશના દ્વારા ભગવંત રક્ષણ કરનાર હોવાથી ભગવંત જ સાચા પાલ ગણાય. નહિતર વાઘ સિંહ વગેરે પણ પોતાના બચ્ચાનું તો પાલન કરે છે. આ પ્રમાણે ચાર અતિશયોથ ગર્ભિત ભગવાન મહાવીરની પરમાર્થવાળી સ્તુતિ કરી છે ૧ | હવે યોગ-ગર્ભિત સ્તુતિ કરતા જણાવે છે. २ पन्नगे च सुरेन्दे च कौशिके पादसंस्पृशि ।
निर्विशेषमनस्काय, श्रीवीरस्वामिने नमः ॥ २ ॥ અર્થ : ચરણનો સ્પર્શ કરનારા ઈન્દ્ર મહારાજા અને કૌશિક નામના સાપની ઉપર મધ્યસ્થભાવનાથી યુક્ત મનને ધારણ કરનારા શ્રી વીર સ્વામીને પ્રણામ થાઓ. | ૨ |
ટીકાર્ય - પૂર્વભવના કૌશિક ગોત્રવાળા સર્પને “હૈ કૌશિક ! તું પ્રતિબોધ પામ’ એ પ્રમાણે ભગવંત બોલાવેલ હતો. ઈન્દ્રનું બીજું નામ “કૌશિક છે. કૌશિક સર્પ ડંખવાની બુદ્ધિથી અને ઈન્દ્ર ભક્તિબુદ્ધિથી ચરણ-સ્પર્શ કરે છે; તે બંને પ્રત્યે ભગવંત દ્વેષ કે રાગથી રહિત-મધ્યસ્થબુદ્ધિવાળા હોવાથી સમભાવવાળા તે મહાવીર પરમાત્માને નમસ્કાર થાઓ. તે વાતને દૃષ્ટાંત કહેવા દ્વારા સમજાવે છેચંડકૌશિકને પ્રતિબોધ
પૂર્વજન્મમાં ઉપાર્જન કરેલ ઉત્તમ તીર્થંકર-નામકર્મવાળા, ત્રણ જ્ઞાનથી પવિત્ર આત્માવાળા, શ્રીવી ભગવંત પ્રાણત નામના દેવલોકના પુષ્પોત્તર વિમાનથી વી. સિદ્ધાર્થ રાજાના ઘરે. સરોવરમાં જે રાજહંસ તેમ ત્રિશલારાણીની કુક્ષિમાં આવ્યા. તે સમયે ગર્ભના પ્રભાવથી ૧. સિંહ, ૨. હાથી, ૩ વૃષભ, ૪. અભિષેક સહિત લક્ષ્મીદેવી, ૫. પુષ્પમાળા, ૬. ચંદ્ર ૭. સૂર્ય, ૮. ઈન્દ્રધ્વજ ૯. પૂર્ણકુંભ ૧૦. પદ્મરોવર, ૧૧. સમુદ્ર ૧૨. દેવવિમાન, ૧૩. રત્નરાશિ ૧૪. નિધૂમ અગ્નિ એવા ચૌદ મહાસ્વપ્ન ક્રમસર દેવી એ દેખ્યા. ત્યાર પછી ઉત્તમ યોગવાળા દિવસે ત્રણ લોકમાં ઉદ્યોત કરનાર, દેવો અને દાનવોના આસનને કંપાવનાર, નારકી જીવોને પણ ક્ષણવાર સુખ આપનાર એવા પ્રભુએ સુખપૂર્વક જન પ્રાપ્ત કર્યો અને તરત જ દિકકુમારીઓએ સૂતિકર્મો કર્યો. ત્યાર પછી સૌધર્મેન્દ્ર જન્માભિષેક કરવા માં મેરુપર્વતના શિખર ઉપર જગતપ્રભુને ખોળામાં બેસાડી સિંહાસન પર બિરાજમાન થયા. “આટલો મોટે પાણીનો ભાર સ્વામી કેવી રીતે સહન કરી શકશે ? એ પ્રમાણે ભક્તિથી કોમળ ચિત્તવાળા ઈંદ્રમહારાજા શંકા થઈ. તે સમયે તેની શંકા દુર કરવા માટે પ્રભુએ લીલાથી ડાબા પગના અંગુઠાથી મેરુપર્વત દબાવ્યો. મેરુનાં શિખરો જાણે પ્રભુને નમન કરતાં હોય તેમ નમી ગયાં. ભગવાનની પાસે આવવાની ઈચ્છા કરતા હોય તેમ કુલપર્વતો ચલાયમાન થયા. તથા સમુદ્રો સ્નાત્ર કરવાની ઈચ્છાવાળા હોય તેમ અતિશય ઉછળવા લાગ્યા. પૃથ્વી જાણે નૃત્ય કરવાની તૈયારી કરતી હોય તેમ ત્યાં એકદમ કંપવા લાગી અરે ! અણધાર્યું આ શું? એમ વિચારતા ઈન્દ્ર મહારાજાએ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને જાણ્યું કે, આ તો ભગવંતની લીલા છે, આવા પ્રકારનું ભગવંતનું સામર્થ્ય જાણી ઈન્દ્ર મહારાજ પ્રભુને કહેવા લાગ્યા : “હે સ્વામિ મારા સરખા સામાન્યજન આપનું આવા પ્રકારનું માહાભ્ય કેવી રીતે જાણી શકે. ? માટે મે જે વિપરીત વિચાર્યું, તેની ક્ષમા માંગુ છું” એમ બોલતા ઈન્દ્ર પ્રભુને નમસ્કાર કર્યો. આનંદપૂર્વક વાજિંત્રો વાગતા હતા, ત્યારે ઈન્દ્રોએ જગદ્ગુરુનો પવિત્ર તીર્થોના સુગંધી જળથી અભિષેક-મહોત્સવ કર્યો તે અભિષેકજળને દેવોએ, અસુરોએ અને ભવનપતિ દેવોએ વારંવાર નમન કર્યું. અને સર્વેને છાંટયું. પ્રભુન સ્નાત્રજળથી સ્પર્ધાયેલી માટી પણ વંદનને યોગ્ય બની. કારણ કે, “મોટાઓની સોબતથી નાનાનું પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org