________________
शासनाधिपति-श्रीमहावीरस्वामिने नमः ।
अनन्तलब्धिनिधानाय श्रीगौतमगणधराय नमः । કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રાચાર્ય - રચિત સ્વોપજ્ઞ વિવરણ સહિત
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
પ્રથમ પ્રકાશ
१ नमो दुर्वाररागादि - वैरिवारनिवारिणे ।
अर्हते योगिनाथाय, महावीराय तायिने ॥ १ ॥ અર્થ: દુ:ખપૂર્વક રોકી શકાય તેવાં રાગાદિ શત્રુઓના સમૂહને અટકાવનારાં, યોગીઓના નાથ, સંસાર સાગરથી રક્ષણ કરનારા ને પૂજાના પાત્ર એવા શ્રી મહાવીર પરમાત્માને નમસ્કાર થાઓ. / ૧ / અતિશયગર્ભિત સ્તુતિરૂપ મંગલાચરણ આ ટીકાર્ય :- શ્રી યોગશાસ્ત્રના પ્રથમ શ્લોકમાં “મહાવીર' પદ વિશેષ્ય છે. તેમાં વિશેષ પ્રકારે કર્મને દૂર કરનાર વીર કહેવાય. કહ્યું છે કે :- કર્મને જે વિદ્યારે અને તપથી જે વિરાજમાન થાય, તપસ્યામાં વીર્યથી યુક્ત હોય, તે કારણથી વીર કહેવાય છે. આ પ્રમાણે લક્ષણ અથવા નિરુક્તથી “વીર' શબ્દની વ્યાખ્યા જણાવી. બીજાવીરની અપેક્ષાએ ભગવંત મહાવીર તરીકે શાથી ખ્યાતિ પામ્યા ? તે વાત જણાવે છે. મહાવીર ભગવંતના જન્મમહોત્સવ સમયે “આવા નાના શરીરવાળા આ ભગવંત આટલા જળ-ભારને કેવી રીતે ઝીલીને સહન કરી શકશે ? એ ઈન્દ્રની શંકા દૂર કરવા માટે ભગવંતે ડાબા પગના અંગુઠાથી સુમેરુપર્વતને દબાવ્યો, જેથી પર્વત અને પૃથ્વીતલ કંપવા લાગ્યાં. સમુદ્રો ખળભળવા લાગ્યા. બ્રહ્માંડ શંક્તિ બની ગયું. આ સમયે ઈન્દ્ર મહારાજે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો એટલે જાણ્યું કે, આ તો ભગવંતનો પ્રભાવાતિશય છે. આ સમયે ઈન્દ્ર ભગવંતનું “મહાવીર' એવું નામ સ્થાપન કર્યું. તે વળી અનાદિભવનાં ગાઢ અને ચીકણા બાંધેલા કર્મોને મૂળમાંથી ઉખેડી નાંખવાના સામર્થ્યની તેઓએ મહાવીર નામની સાર્થકતા કરી. માતા-પિતાએ “વર્ધમાન' એવું નામ પાડ્યું. લોકોએ “શ્રમણ” અને “દેવાર્ય” નામો પાડ્યાં. તેમને નમસ્કાર થાઓ. બાકીના ચોથી વિભક્તિવાળા વિશેષથી પદો અતિશય દ્વારા જણાવે છે. અંતરાય વિઘ્ન-અપાયભૂત રાગાદિક દૂર થવાથી ભગવંતને આત્મસ્વરૂપ પ્રગટ થયું. અપાયાપગમાતિશય, સમગ્ર દેવોએ અસુરોએ તથા મનુષ્યોએ ઉત્કૃષ્ટ પ્રકારની પૂજા કરેલી હોવાથી ૨ પૂજાતિશયવાળા, અવધિ આદિ જ્ઞાનવાળા યોગીઓ તેઓના નાથ નિર્મલ કેવલજ્ઞાનના સામર્થ્યથી લોકાલોકના સ્વભાવને જાણનાર ભગવંતો જ હોય છે; તે દ્વારા ૩ જ્ઞાનાતિશય જણાવ્યો. ‘તાયી’ એટલે સમગ્ર દેવો, દૈત્યો, મનુષ્યો અને તિર્યંચોના રક્ષણ કરનાર હોવાથી ૪ વચનાતિશય, જગતના સમગ્ર જીવોને અભયદાન આપવામાં સમર્થ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org