________________
१२
तत्त्वार्थाधिगमसूत्रम्
[૩૦૨ चादरप्रति-पादनार्थमिदमुच्यते । अविशिष्टं पदार्थाभिधानं उद्देशः, तन्मात्रमिदं सम्यग्दर्शनादिसूत्रमभिधीयते सङ्ग्रहप्रतिज्ञानात् । एतत् कथयति-आदौ सम्यग्दर्शनं लक्षणविधानाभ्यां निर्धारयिष्यामि, ततो ज्ञानं, ततश्चारित्रमित्येषा वक्ष्यमाणरचनेति प्रतिपद्यस्व । अयं च लाभक्रमः सम्यग्दर्शनादीनां, पूर्वं सम्यग्दर्शनज्ञाने, ततश्चारित्रमुत्पत्ताविति । शिष्याणां चात्र
ચંદ્રપ્રભા આમાં પ્રમાણ એટલે જેનાથી પદાર્થનો યથાર્થ બોધ થાય - તે પ્રત્યક્ષ વગેરે પ્રમાણ કહેવાય. અને તે આ જ પ્રથમ-અધ્યાયના સૂત્ર-૧૦-૧૧-૧૨માં કહેવાશે. તથા પ્રમાણો વડે જેનો બોધ (નિશ્ચય) થાય તે જીવ વગેરે પદાર્થો પ્રમેય કહેવાય. આ બેની સિદ્ધિનો વિસંવાદ ન આવે એ રીતે - પ્રાપ્તિનું નિરૂપણ કરે તે શાસ્ત્ર કહેવાય.
* પ્રથમસૂત્રની રચનાના ત્રણ હેતુઓ * પ્રેમપ્રભા : તયાનુપૂર્વી - (૧) આવા શાસ્ત્રની આનુપૂર્વી એટલે ક્રમ-પરિપાટી રચના (વિન્યાસ) માટે અર્થાત્ ક્રમનો ઉલ્લેખ કરવા માટે સંક્ષેપથી અર્થ જણાવનાર આ પ્રથમ સૂત્રની રચના કરેલી છે. (૨) ભાષ્યમાં મૂકેલ તુ શબ્દથી (સમ્યગુદર્શન આદિના) લાભનો = પ્રાપ્તિનો ક્રમ બતાવવા માટે પણ પ્રથમ સૂત્ર-રચના કરેલી છે તથા ત્રીજી વાત - (૩) શાસ્ત્રના શ્રવણની અભિલાષાવાળા શિષ્ય વગેરેને આદર કરવાનું જણાવવા માટે અથવા આદર પેદા કરવા માટે આ પ્રથમ સૂત્રની રચના અને તેના ક્રમનું કથન કરેલું છે એમ જાણવું.
ઉદ્દેશની વ્યાખ્યા : કોઈપણ પદાર્થને સામાન્યથી - અવિશિષ્ટ રૂપે કહેવું તે ઉદ્દેશ કહેવાય. વિશિષ્ટ-પાર્થfપ્રધાન દેશ: આ પ્રથમ સમ્યગદર્શનાદિ સૂત્ર એ ઉદ્દેશમાત્ર રૂપ કહેવાય છે. અર્થાત્ વસ્તુના સામાન્યથી કથનમાત્ર રૂપ છે. કારણ કે પૂર્વે સંબંધકારિકામાં (કા૨૨માં) પદાર્થોનો “સંગ્રહ કરવાની પ્રતિજ્ઞા (સ્વીકાર) કરેલી છે. પ્રથમ સૂત્રમાં તો શાનો સંગ્રહ કરવાનો છે, એટલું જ સામાન્યથી કહેલું છે. આ સૂત્રની રચના દ્વારા શાસ્ત્રકાર ભગવંતનો કહેવાનો ભાવ આ પ્રમાણે છે કે, (૧) “પહેલાં હું સમ્યગદર્શનનો લક્ષણ અને ભેદ વડે નિર્ધાર/નિશ્ચય કરીશ પછી જ્ઞાનનો અને ત્યારબાદ ચારિત્રનો – આ પ્રમાણે ક્રમથી આગળ કહેવાતાં શાસ્ત્રની રચના છે – એનો તમે ખ્યાલ કરો... ધ્યાનમાં લ્યો...” (૨) બીજી વાત છે, સમ્યગદર્શન વગેરેના લાભનો = પ્રાપ્તિનો ક્રમ પણ પહેલા સૂત્રમાં કહેલા ક્રમ પ્રમાણે જ થાય છે. એટલે કે પહેલાં સમ્યગદર્શન અને જ્ઞાન થાય છે અને પછી ચારિત્રની પ્રાપ્તિ (ઉત્પત્તિ) થાય છે. (પૂર્વે ૨. પવિપુ શિg૫૦ મુ. I