________________
तत्त्वार्थाधिगमसूत्रम्
[o
वेदकलक्षणं च । तथा चैवोत्पत्तिकारणवशादेकरूपाया अप्युपरिष्टाद् भेदो निदर्शयिष्यते । यतः कस्याश्चित् स्वभाव एव निमित्तं उत्पद्यमानायाः, कस्याश्चिच्चोपदेशो निमित्तम्, इत्यमुं च पाश्चात्यभेदमाश्रित्य भेदद्वयं विधानतो वक्ष्यति । चकारः समुच्चये । विस्तरेण इति सम्यग्दर्शनं सम्यग्ज्ञानं सम्यक्चारित्रमित्येष त्रिविधो मोक्षमार्ग इत्यमुं समासव्याख्याभेदमङ्गीकृत्य इहैव सूत्रे वक्ष्यमाणम् । तत्र सम्यगिति प्रशंसार्थो निपात इत्यादिकं सङ्क्षेपमाश्रित्य वक्ष्यमाणो विस्तीर्णोऽभिमतः, तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनं इत्यादिरतो विस्तरेणेत्याह । उपदेक्ष्याम इति भणिष्यामः स्वपरानुग्रहार्थम् ।
१०
શંકા : સર્વ દ્રવ્ય અને સર્વ ભાવ-વિષયક (સંબંધી) શ્રદ્ધા-રુચિ એક જ હોય છે, તો તેના પેટા ભેદો શી રીતે સંભવે ?
સમાધાન : સાચી વાત છે કે, ‘રુચિ એક જ છે', તો પણ તે નિમિત્તના ભેદથી/ તફાવતથી ભિન્ન બને છે. જેમ કે, કોઈ રુચિનું નિમિત્ત^ (i) ક્ષય છે, કોઈનું (ii) ક્ષયોપશમ છે તો કોઈનું (i) ઉપશમ રૂપ નિમિત્ત છે. અર્થાત્ ક્ષય વગેરે નિમિત્તથી / કારણથી ઉત્પન્ન થનારી હોય છે. વળી કોઈનું નિમિત્ત (iv) સાસ્વાદન છે તો અન્યનું (v) વેદક એ નિમિત્ત છે. આમ રુચિ ભિન્ન-ભિન્ન નિમિત્તવાળી થાય છે. અને તે પ્રમાણે જ ઉત્પત્તિના કારણના ભેદને લઈને એક જ સ્વરૂપવાળી એવી પણ રુચિનો ભેદ આંગળ ઉપર કહેવાશે... કારણ કે (i) કોઈ રુચિની ઉત્પત્તિ થવામાં જીવનો ‘સ્વભાવ' જ કારણ છે અને (ii) કોઈ રુચિની ઉત્પત્તિનું નિમિત્ત ‘ઉપદેશ' છે. આ પ્રમાણે પૂર્વાવસ્થા (કારણાવસ્થા)ના બે ભેદને લઈને ઉત્તરાવસ્થા (કાર્યાવસ્થા) રૂપ રુચિના પણ-વિધાનને/ભેદને આશ્રયીને - બે ભેદ કહેવાશે... 7-શબ્દ સમુચ્ચય સંગ્રહ (અને) અર્થમાં છે.
=
વિસ્તરેળ કૃતિ । ‘(i) સમ્યગ્દર્શન, (ii) સમ્યજ્ઞાન અને (ii) સમ્યક્ચારિત્ર એમ આ ત્રિવિધ મોક્ષમાર્ગ છે” આ પ્રમાણે સમાસથી અર્થાત્ સંક્ષિપ્ત વ્યાખ્યાના ભેદની અપેક્ષાએ આ જ સૂત્રમાં વિસ્તારથી કહેવાશે કે, તંત્ર સળિતિ પ્રશંસાર્થો નિપાતઃ “સમ્યગ્દર્શન પદમાં ‘સમ્યક્’ એ પ્રશંસા-અર્થવાળો નિપાત (અવ્યય-શબ્દ) છે.” ઇત્યાદિ વિસ્તાર કહેવાશે. વળી આ જ સંક્ષેપની અપેક્ષાએ હજી ય વધુ ‘તત્ત્વાર્થશ્રદ્ધાનં સમ્યવર્ણનમ્' [ ૨-૨ ] એ પ્રમાણે વિસ્તારથી કથન માનેલું છે. આમ આગળ આગળના વિસ્તૃત અર્થની અપેક્ષાએ પૂર્વ-પૂર્વની વ્યાખ્યા સંક્ષિપ્ત સમજવી અને પૂર્વની વ્યાખ્યાની અપેક્ષાએ આગળની વ્યાખ્યા વિસ્તારથી સમજવી. આ પ્રમાણે (ઉપવેઠ્યામ: =) અમે સ્વ