________________
सू० १]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
९
निर्दिशति । परस्तादिति अस्मात् सूत्रादुपरितनसूत्रेषु, लक्षणत इति, लक्ष्यतेऽनेनेति लक्षणं, तद् द्विधा 'अन्तर्बहिर्भेदेन । रुचिपरिच्छेदानुष्ठानाख्याः पौरुषेय्यः शक्तयो जीवस्य याः समासाद्य व्यपदिश्यते सम्यग्दर्शनीत्यादि आन्तरम् । बाह्यं तु तत्प्ररूपणप्रवणसूत्रशब्दराशि: अन्तर्लक्षणोपकारितया प्रवर्तमानः "तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् ( १-२ )" इत्यादि । विधानते इति भेदतः । ननु च सर्वद्रव्यभावविषया रुचिरेकैव, कुतस्तस्याः प्रभेदसम्भवः ? उच्यतेसत्यमेका रुचिः, सा तु निमित्तभेदाद् भेदमनुते, क्षयक्षयोपशमोपशमलक्षणं सास्वादनહવે તેના એક-એક અવયવનો-શબ્દનો અર્થ જોઈએ - તમ્ = પદથી હમણાં અનંતરમાં ઉપર સંભળાયેલ – શ્રવણગોચર થયેલ મોક્ષમાર્ગનો નિર્દેશ કરેલ છે. તે મોક્ષમાર્ગને (પરસ્તામ્ =) આ સૂત્રથી ઉ૫૨ના હવે પછી આવનારા સૂત્રોમાં અમે (૧) લક્ષણથી અને (૨) વિધાનથી કહીશું.... એમાં (૧) લક્ષણ એટલે જેના વડે વસ્તુ જણાય-ઓળખાય તે લક્ષણ એટલે ચિહ્ન. તે બે પ્રકાર છે - (i) આંતર/આંતરિક લક્ષણ અને (ii) બાહ્ય-લક્ષણ. તેમાં (i) આંતર લક્ષણ ઃ ૧. રુચિ, ૨. પરિચ્છેદ એટલે કે બોધ અને ૩. ક્રિયા (અનુષ્ઠાન) નામની જીવની ત્રણ જે પૌરુષેય-શક્તિઓ છે અર્થાત્ પુરુષ એટલે આત્મા, પુરુષ વડે પ્રયુક્ત/કરાયેલી જે શક્તિઓ અથવા પુરુષ સંબંધી એટલે કે આત્માની શક્તિઓ તે પૌરુષેય શક્તિઓ કહેવાય... જેને પ્રાપ્ત કરીને-જાણીને ‘આ સમ્યગ્દર્શનવાળો છે' વગેરે વ્યવહાર કરાય છે, તે આંત૨ (આંતરિક) લક્ષણ છે. (ii) બાહ્ય લક્ષણ : આંતર-લક્ષણની પ્રરૂપણા કરવામાં ઉપયોગી બનેલ હોય એવા સૂત્રાત્મક શબ્દનો સમૂહ, જે આંતરિક લક્ષણને જાણવામાં-પ્રાપ્ત કરવામાં ઉપકારી બનતો હોય, જેમકે, ‘તત્ત્વાર્થશ્રદ્ધાનું સમ્યવર્ણનમ્ । [સૂ. -૨] વગેરે... તે બાહ્ય લક્ષણ છે.
=
ચંદ્રપ્રભા : બાહ્ય લક્ષણોથી આંતરિક લક્ષણો જણાય છે. આથી તેવા લક્ષણવાળો જીવ સમ્યગ્દર્શની વગેરે છે, એમ જણાય છે. તથા સમ્યગ્દર્શની બનવા તેવા તત્ત્વાર્થ-શ્રદ્ધાન વગેરે ગુણવાળા/લક્ષણવાળા બનવાની પ્રેરણા મળે છે. આ રીતે આંતર લક્ષણોમાં બાહ્ય લક્ષણ ઉપકારક બને છે.
* એક જ રુચિના નિમિત્તભેદથી પાંચ ભેદો
પ્રેમપ્રભા (૨) વિધાનથી : વિધાન એટલે ભેદ-પ્રકાર... ભેદ વડે સમ્યગ્દર્શનાદિ ત્રણ આગળ જણાવાશે.
૧. સર્વપ્રતિષુ । મન્તરવ॰ મુ. | ૨. નૈ.-શો. । ધાનં કૃતિ॰ પા.પૂ.ત્તિ.તા. 1