________________
ડા
મારા સંગ્રહમાં જે પ્રાકૃત ગાથાઓનો સંગ્રહ થએલે, તેને જુદા જ પુસ્તકરૂપે બહાર પાડવાનો વિચાર ગોઠવેલો હોઈ, આ સંગ્રહમાં અપવાદ સિવાય માત્ર સંસ્કૃત લેકે જ આપવામાં આવ્યા છે.
આવા એક બૃહત્ સંગ્રહને માટે જેમ એકાદ સારી પ્રસ્તાવનાની જરૂર છે, તેમ આખા ગ્રંથમાં આવતા તમામ લોકોની અકારાદિ અનુક્રમણિકા તથા ઉપયોગમાં લીધેલા ગ્રંથનું સૂચીપત્ર વિગેરે કેટલીક ઉપયોગી બાબતો આપવાની પણ જરૂર છે, પરંતુ તે બધું આખાયે સંગ્રહ તૈયાર થયા પછી જ આપી શકાય, એટલે તે બધી બાબતો ચોથા ભાગમાં આપવાનું રાખી, આ પ્રત્યેક ભાગમાં તો તેમાં આવતા વિષયોની અનુક્રમણિકા, સાંકેતિક અક્ષરો અને ચિહ્નોની સમજુતી તથા શુદ્ધિ પત્રક; એટલું જ માત્ર આપવું ઉચિત ધાર્યું છે.
માત્ર આ પુસ્તકની ઉત્પત્તિના સંબંધમાં જ જે કંઈ બે એક બાબતો કહેવાની હતી તે કહી છે. આ પ્રસંગે મારા તે બે મહાન ઉપકારીઓના ઉપકારને પ્રગટ કરવા નહીં ભૂલું કે જેની અસીમ કૃપા અને અમીદષ્ટિએ મારા જેવા અજ્ઞાની અને જડબુદ્ધિવાળા જીવને ચૈતન્ય અપ્યું છે અને મારા જીવનની કાયાપલટ કરી મને ઋણી બનાવ્યો છે. તેઓ છે– મારા દાદાગુરુ જગપૂજ્ય શાસ્ત્રવિશારદ જેનાચાર્ય શ્રી વિજયધર્મસરીધરજી અને મારા ગુરુ શાંતમૂર્તિ મુનિરાજ શ્રી જયંતવિજયજી મહારાજ. મારા ગુએ આ ગ્રંથને સુંદર પદ્ધતિસર અને શુદ્ધ બનાવી આપવા માટે શ્રમ સેવ્યો છે, એ બદલ પણ હું તેઓશ્રીને અત્યન્ત ઋણી છું.
વિષયો અને પેટાવિષયોની ચૂંટણી કરવામાં, તેમજ મુફો વિગેરે તપાસવામાં સાયલાનિવાસી ન્યાયતીર્થ–તભૂષણ પંડિત રતિલાલ દીપચંદ દેસાઈએ આપેલા યુગ બદલ તેમને ધન્યવાદ આપવો ભૂલીશ નહીં.
ઉપર્યુક્ત બન્ને ગુરુદેવની અસીમ કૃપા, મારા બાકીના ત્રણ ભાગો જલદી બહાર પાડવાનું સામર્થ્ય અપે, એ અંતરની અભિલાષા પૂર્વક વિરમું છું. જૈન ધર્મશાળા, આબૂ
ધર્મજયન્તોપાસક - વૈશાખ સુદ ૧૧ વિ. સં. ૨૪૬૧, ધર્મ સં. ૧૩)
મુનિ વિશાળવિજય.