________________
30
વિષયેાની છાંટણી કરવામાં એક બીજી મુશ્કેલી પણ ભૂલવા જેવી નથી જ. ધાર્મિક વિષયેા અને વ્યાવહારિક વિષયેાને જુદા કરવા એ ઘણું જ હિન કામ છે, એમ મને લાગ્યું છે. માર્ગાનુસારી ગૃહસ્થાના ૩૫ ગુણા, કે શ્રાવકાના ૨૧ ગુણા, નીતિ કે સદાચાર, બ્ય કે વિનય— વિવેક આ બધા વિષયેા નૈતિક વિષયેા જેવા દેખાવા છતાં જેમ ધાર્મિક વિષયાથી જુદા પાડી શકાય નહિ, તેમ શ્રાવકનાં ૧૨ ત્રા, ભાવના કે કે ધ્યાન, પંદર કર્માદાન કે અઢાર પાપસ્થાન એ ધાર્મિક ગણાતા વિષયે વ્યાવહારિક વિષયેાથી જુદા પાડી શકાય નહીં. એમ હોવા છતાં, આ પુસ્તકના લાભ લેનારાઓની અનુકૂળતાને માટે આ પુસ્તકમાં આપેલા બધા વિષયાને, બની શકયું' તેટલા વિચારપૂર્વક, ધાર્મિક અને વ્યાવહારિક એમ બે વિભાગેામાં વ્હેચી દેવામાં આવ્યા છે.
યદ્યપિ સુભાષિતાના સંગ્રહરૂપે સુભાષિતરત્નભાંડાગાર, સુભાષિત સુધારત્નભાંડાગાર, અને એવા અનેક ગ્રન્થા બહાર પડ્યા છે, પરન્તુ એમાં મોટે ભાગે હિંદુ ગ્રંથામાંના જ સંગ્રહ છે, તેમજ તે ગ્રંથે। સાનુવાદ નથી. આ એ ખામી મારા આ સંગ્રહમાંથી દૂર કરવામાં આવી છે. એટલે કે હિંદુ ગ્રંથા ઉપરાન્ત જૈન ગ્રંથા પૈકીનાં સુંદરમાં સુંદર સુભાષિતા આ સંગ્રહમાં જેમ વિશેષરૂપે લેવામાં આવ્યાં છે, તેવી જ રીતે દરેક સુભાષિતને અનુવાદ પણ તેની સાથે આપવામાં આવ્યા છે.
એક ખીજી પણ વિશેષતા આમાં છે. કાઇ પણ લેાક ક્યાંથી લેવામાં આવ્યેા છે, એ સ્થાન પણ તે ગ્રંથના પૃષ્ઠ, અધ્યાય વિગેરે સાથે આપવામાં આવ્યું છે. આ વિશેષતા ભાગ્યે જ અત્યાર સુધીના આવા બીજા સંગ્રહમાં જોવાય છે.
મારે। આ સંગ્રહ લગભગ ચાર હાર લેાકેાના છે. તેનું એક જ પુસ્તક થતાં ઘણું મોટું થઈ જવાના કારણે અને વાચકાની અનુકૂળતાને માટે, એ બધા સંગ્રહને ચાર ભાગમાં બહાર પાડવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાંના પહેલા ભાગ આજે જનતા સમક્ષ મૂકાય છે. આ દરેક ભાગ લગભગ ચારસો ચારસા પાનાને રહેશે.