Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
૧૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૨-૧૦-૩૪ પણ આ ઉપર જણાવેલી કર્મવાદના રંગમાં રંગાયેલી, ધર્મની ધુંસરીને ધારનારી, તત્ત્વની દૃષ્ટિને શણગારવામાં શૂરવીર બનેલી એવી શ્રી મયણાસુંદરી તેવા અવિવેકી લોકોની દશામાં દોરવાઈ જઈને ધર્મને ધક્કો મારનારી થઈ નથી પણ તેવા ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આપત્તિને વખતે પણ અને અવિવેકી પુરુષો તરફથી પોતાને અંગત, ઉપાધ્યાય અને ધર્મને માટે વિરોધીપણાના વહેણાં વહેવા માંડ્યાં છતાં પણ ત્રિલોકનાથ તીર્થકર ભગવાનના દર્શન અને અવધરહિત માર્ગમાં પોતે પ્રવર્તી બીજાને પણ તેમાં પ્રવર્તાવનાર એવા ગુરુ મહારાજનું વંદન કરવાનું તે ભાગ્યવતી રાજકુંવરી મયણાસુંદરી ચૂકી નથી.
આ ઉપરથી જેઓ સારી સ્થિતિમાં પણ દેવદર્શનથી બેનસીબ રહે છે અને ગુરુવંદનથી વંચિત થાય છે તેઓ કઈ કોટિમાં અને કઈ સ્થિતિમાં મુકાય તે વિચારવાનું વાચકનેજ સોંપીએ છીએ. વગર કસોટીએ પણ જે કાળું પડે તેમાં સોનાપણાની આશા રાખનારો મનુષ્ય જેમ અક્કલથી દૂર રહેલો જ ગણાય તેમ વગર આપત્તિના પ્રસંગે પણ દેવદર્શનથી બેનસીબ અને ગુરુવંદનથી વંચિત રહેનાર પુરુષોમાં જૈનત્વની સંભાવના કરનારો મનુષ્ય પણ અક્કલથી સેંકડો કોશ દૂર ગણાય તેમાં આશ્ચર્ય નથી, અને જો એવા દેવદર્શનથી બેનસીબ અને ગુરુવંદનથી વંચિત રહેનારાઓને જૈન માનવામાં પણ જો અક્કલદીનપણું હોય તો પછી તેવા દેવદર્શનથી બેનસીબ અને ગુરુવંદનથી વંચિત તો શું પણ દેવનાં દૂષણો અને ગુરુના અવગુણો યેનકેન પ્રકારેણ ખડા કરનારા હોય તેવાઓને જૈન તરીકે માની તેવાઓને માટે મોટી મોટી સાહેબીવાળાં મકાનો, આવનારાં છોકરાંઓએ જન્મ પણ ન દેખેલી તેવી સારી સારી ખાવાપીવાની સગવડો, ઘેર જતાં તેમનાં માબાપને ભારે પડે તેવી રીતની કરાતી પોષાક અને માવજતની સગવડો એ ખરેખર તેવાને માટે તેવું કરનારાની અવિવેક દશાની ટોચ છે. આ ઉપરથી શ્રાવકોને મદદ નહિ કરવી એવો ઉદેશ એક અંશે પણ સમજવાનો નથી, પણ તે મદદથી મહાલનારા ગણાતા જૈને કે તેના સમુદાયને સંચાલન કરનાર કે મદદ કરનાર મહાપુરુષોએ ત્રિલોકનાથ તીર્થકરના દોષ કહેવામાં કે પરમતારક ગુરુમહારાજોના અવગુણો ગણવામાં અક્ષમ્ય દોષ ગણી તેના નિવારણ માટે ઉત્કટ પ્રયત્નની જરૂરી ગણવી જોઈએ અને તે એટલે સુધી કે જો તે પ્રયત્ન સફળ ન થાય તો તે મદદનું દેવું કે લેવું, સંચાલન કરવું કે કરાવવું એ સર્વને તિલાંજલિ આપી દેવા તૈયાર થવું જ જોઈએ. યાદ રાખવાની જરૂર છે કે દેવગુરુનાં દૂષણોને બોલનારા ભવાંતરે દુર્લભબોધિ હોવા સાથે આ ભવમાં પણ સમ્યકત્વરત્નથી રહિત જ છે અને તેવાઓનું શ્રાવક કે જૈનને નામે પોષણ કરવામાં શ્રાવકપણા કે જૈનપણાને એક અંશે પણ શોભા દેનારું નથી.