________________
[૨૨] ગુરૂ માન્યા અને તેમની પાસેથી પ્રેરણાનાં પીયૂષ પી પીને હું જીવનનું નવું દર્શન મેળવી શકયે.
દિવસે દિવસે શ્રી માલશીભાઈનાં વચને યાદ આવે અને જીવન સાર્થક કરવાની તાલાવેલી લાગે. શું કરવું તે સૂઝે નહિ છેવટે શ્રી માલશીભાઈની સલાહ લેવા વિચાર કર્યો. | મારી સાથે શ્રી ચત્રભોજભાઈ, શ્રી હરજીભાઈ અને નરશીભાઈની ભાવને દીક્ષા લેવાની થઈ હતી. પણ આ વિષે સાચું માર્ગદર્શન તે શ્રી માલશીભાઈ જ આપી શકે તેથી રાત્રે અમે તેમને ત્યાં પહોંચ્યા. અમે દીક્ષાની ભાવના દર્શાવી અને સારા ગુરૂ શેધી આપવા વિનંતિ કરી.
શ્રી માલશીભાઈ તે બહુ જ્ઞાની હતા. અનેક શાસ્ત્રના અભ્યાસી હતા. ગુરૂ કેવા હોવા જોઈએ તે જાણતા હતા. તેમણે અમને પ્રેમથી બેસાડ્યા. અમારી ભાવનાની પ્રશંસા કરી. પણ તેમણે પોતાના વિચારો દર્શાવ્યા. આ ભાઈ! દીક્ષા લેવી એ તે બહુ રૂડી વાત છે. પણ દીક્ષા એ તે ખાંડાની ધાર છે. સાધવત તમે ધારે છે તેવું સહેલું નથી. પાદવિહાર કે લોચ એ બે મુશ્કેલ ન પણ હોય. પણ જીન્હાના સ્વાદને જીત મુકેલ છે. સંયમ પાળવે. ચારિત્રની નિરંતર આરાધના કરવી. હજારે બહેન ભાઈઓના સંપર્કમાં આવવું અને છતાં પિતાના આત્માને ઉચ્ચ ને પવિત્ર રાખવે એ કઠણ છે. દીક્ષા લેનાર તે ઘણું છે. પણ દીક્ષાને શેભાવે તેવા વિરલા હોય છે. વળી ઉત્તમ ચારિત્ર પાત્ર ગીતારથ