Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
(૨. શ્રુત કેવળીકાળ) પ્રસ્તુત ગ્રંથના આ પ્રકરણમાં શ્રત કેવળીકાળ(વી. નિ. સં. ૬૪ થી ૧૭૦ સુધી)ના ચતુર્દશ પૂર્વધર ૫ આચાર્યોના જીવન-પરિચયની સાથે શ્વેતાંબર અને દિગંબર પરંપરામાં એ આચાર્યોની સમાન સંખ્યા, પરંતુ નામભેદ, એમના સમયમાં ઘટિત વિશિષ્ટ ઐતિહાસિક મહત્ત્વની ઘટનાઓ ઈત્યાદિ વિવરણ આપવામાં આવ્યું છે.
આ પ્રકરણ અનેક દૃષ્ટિઓથી ઘણું મહત્ત્વપૂર્ણ છે. શ્વેતાંબર અને દિગંબર બંને જ પરંપરાઓના પરવર્તી ગ્રંથકારો દ્વારા વી. નિ. સં. ૧૭૦ (શ્વેતાંબર માન્યતાનુસાર) અથવા વી. નિ. સં. ૧૬ર (દિગંબર માન્યતાનુસાર)માં સ્વર્ગસ્થ થયેલ શ્રુતકેવળી આચાર્ય ભદ્રબાહુના જીવનની ઘટનાઓની સાથે અનુમાનઃ વી. નિ. સં. ૧૦૦૦ પશ્ચાત્ થયેલ નૈમિત્તિક ભદ્રબાહુના જીવનની ઘટનાઓને નામસામ્યના કારણે જોડી દેવાના ફળસ્વરૂપ બંને પરંપરાઓમાં એક લાંબા સમયથી અનેક ભ્રાંત ધારણાઓ ચાલી આવી હતી. આ પ્રકરણમાં આ જ બંને પરંપરાઓના પ્રાચીન તેમજ મધ્યયુગીન ગ્રંથો તથા શિલાલેખોના આધારે આ ભ્રાંતિઓ(ભ્રમણાઓ)નું નિરાકરણ કરવામાં આવ્યું છે.
ભગવાન મહાવીરનો ધર્મસંઘ શ્વેતાંબર અને દિગંબર આ બંને પરંપરાઓ રૂપે કેવી રીતે વિભક્ત થયો, આ વિષયમાં બંને પરંપરાઓની માન્યતાઓમાં આકાશ-પાતાળનું અંતર છે. દિગંબર પરંપરાની માન્યતાનુસાર વી. નિ. સં. ૬૦૬માં અને શ્વેતાંબર પરંપરાની માન્યતાનુસાર વી. નિ. સં. ૬૦૯માં આ પ્રકારના સંપ્રદાયભેદ ઉત્પન્ન થયેલા માનવામાં આવે છે.
- દિગંબર મત ક્યારે અને કેવી રીતે ઉત્પન્ન થયો એ સંબંધમાં શ્વેતાંબર પરંપરાના બધા જ ગ્રંથકાર એકમત છે; જ્યારે કે શ્વેતાંબર મતની ઉત્પત્તિ ક્યારે અને કેવા પ્રકારે થઈ, આ વિષયમાં દિગંબર પરંપરાના ગ્રંથકારોમાં મૌક્ય નથી. - દેવસેને પોતાના ગ્રંથ “ભાવ સંગ્રહમાં શ્વેતાંબર-સંઘની ઉત્પત્તિનું જે વિવરણ આપ્યું છે, એનાથી નિમ્નલિખિત વાતો પ્રગટ થાય છે ? ૧. નિમિત્તજ્ઞાની આચાર્ય ભદ્રબાહુ વિક્રમ સં. ૧૨૪ (વી. નિ. સ. ૧૯૪)માં
ઉજ્જૈન(ઉજ્જયિની)માં રોકાયેલા હતા. ૨૮ 9696969696969696969633 જન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)