Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
અને સમ્યગ્દર્શનના પ્રબળ પ્રચારવાદી હતા. તેઓ ભક્તિભાવથી સેવા કરનારા શિષ્યોને કુશળતાપૂર્વક સૂત્રાર્થ પ્રદાન કરતા અને સધર્મની દેશના દ્વારા સહસ્ત્રો ભવ્યજનોને પ્રતિબોધ આપી જિનશાસનની મહત્ત્વપૂર્ણ સેવા કરતા હતા.
નિશીથ ભાષ્ય અને ચૂર્ણિ' પ્રમાણે આર્ય મંગૂ બહુશ્રુત અને બહુશિષ્ય પરિવારવાળા હોવા છતાં પણ ઉદ્યાવિહારી હતા. એક સમયે વિહારક્રમે વિચરણ કરતા-કરતા આચાર્ય મંગૂ મથુરા ગયા અને પોતાના મૃદુ, મનોહર અને વૈરાગ્યપૂર્ણ ઉપદેશો વડે મથુરાવાસીઓને પ્રતિબુદ્ધ કરવા લાગ્યા. આચાર્યનાં જ્ઞાન અને વૈરાગ્યપૂર્ણ પ્રવચનોના પ્રભાવથી પ્રભાવિત થઈ ત્યાંના શ્રદ્ધાળુ ભક્તોએ વસ્ત્રાદિ વગેરેથી એમની ઘણી ભક્તિ કરી. દૂધ, દહીં, ઘી, ગોળ આદિ સ્વાદિષ્ટ પદાર્થોની દરરોજ ભેટ ધરતા હતા. આચાર્યના મનમાં મોહભાવ જાગ્યો અને . એમણે સાતા-સુખમાં પ્રતિબદ્ધ થઈ ત્યાં જ સ્થિરવાસ કરી લીધો. સાથે આવેલા બાકીના મુનિ ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા. - નિમિત્તનો પણ ઘણો પ્રભાવ હોય છે. ઉપાદાન અર્થાત્ આત્મા સામર્થ્યમાં લેશમાત્ર પણ દુર્બળતા - શિથિલતા આવતાં જ નિમિત્તને એની અસર બતાવતા વાર નથી લાગતી.
સ્થિરવાસમાં રહેવાને લીધે આચાર્યનાં તપ, સંયમ, સાધનામાં શિથિલતા આવી ગઈ. એમની ચારિત્ર પ્રત્યેની આરાધના ઓછી થતી ગઈ અને ઋદ્ધિ, રસ, સાતા-ગૌરવનું જોર વધ્યું. ભક્તજનો વડે ધરવામાં આવેલ સ્વાદિષ્ટ આહાર અને પ્રેમપૂર્વક સેવાથી ઉગ્રવિહાર ત્યજીને ત્યાં જ પ્રમાદભાવે રહેવા લાગ્યા. જીવનના અંતિમ તબક્કામાં પોતાના સદોષ આચરણની આલોચના કર્યા વગર અને આળસને ન છોડતા કાળધર્મ પામ્યા, તેથી ચારિત્ર્યધર્મની વિરાધનાને લીધે યક્ષયોનિમાં જન્મ લીધો. જ્ઞાન દ્વારા જ્યારે એમણે એમના પૂર્વભવનો પરિચય મેળવ્યો તો તેઓ પશ્ચાત્તાપ કરવા લાગ્યા - “અહો ! મેં દુર્બુદ્ધિને લીધે પૂર્વપુણ્યથી મેળવવાપાત્ર મહાનિધાનની જેમ દુર્ગતિહારી જિનમત મેળવીને પણ પોતાનું જીવન વિફળ-નિષ્ફળ કરી દીધું.” સાચું જ કહેવાયું છે કે - | ૨૩૮ 99999999999ી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)