Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
આવશ્યક નિર્યુક્તિ'માં આર્ય રક્ષિતને અનુયોગોમાં પૃથક્કર્તા જણાવવાની સાથે-સાથે બતાવવામાં આવ્યું છે કે - “સીમંધર સ્વામીના મુખારવિંદથી આર્ય શ્યામ(પ્રથમ કાલકાચાર્ય)ની જેમ જ આર્ય રક્ષિતની નિગોદ-વ્યાખ્યાનકારના રૂપમાં વખાણ સાંભળી શક્રેન્દ્ર આર્ય રક્ષિતની પરીક્ષા કરવા માટે આવ્યા અને એમના મોઢેથી નિગોદની સૂક્ષ્મતમ વ્યાખ્યા સાંભળી ઘણા પ્રસન્ન થયા.”
(અનુયોગોનું પૃથક્કરણ) આર્ય રક્ષિતનાં ધર્મશાસનમાં જ્ઞાની, ધ્યાની, તપસ્વી અને વાદી દરેક પ્રકારના સાધુ હતા. આર્ય-રક્ષિતના એ શિષ્યોમાં પુષ્યમિત્ર નામના ત્રણ શિષ્ય વિશિષ્ટ ગુણવાન તેમજ મેધાવી હતા. એમાંના એકને દુર્બલિકા પુષ્યમિત્ર, બીજાને ધૃતપુષ્યમિત્ર અને ત્રીજાને વસ્ત્ર પુષ્યમિત્રના નામે સંબોધવામાં આવતા હતા. બીજા અને ત્રીજા પુષ્યમિત્ર મુનિ લબ્ધિધારી હતા.
દુર્બલિકા પુષ્યમિત્ર સ્વાધ્યાયના ઘણા રસિયા હતા. તેથી હંમેશાં સ્વાધ્યાયમાં જ નિરત રહેતા હતા. નિરંતર સ્વાધ્યાયને લીધે તેઓ ઘણા દુર્બળ (દુબળા) થઈ ગયા હતા. એમણે નવપૂર્વોનું જ્ઞાન મેળવી
લીધું હતું.
આર્ય રક્ષિતના ગણમાં દુર્બલિકા પુષ્યમિત્ર, વૃત પુષ્યમિત્ર, વસ્ત્ર પુષ્યમિત્ર, વિશ્વ, ફલ્યુરક્ષિત અને ગોષ્ઠામાહિલ આ છ મુનિઓ બધાથી વધારે પ્રતિભાવંત અને યોગ્યતાસંપન્ન મુનિ માનવામાં આવતા હતા. તેઓનો પ્રભાવ અન્ય મુનિઓ ઉપર પણ ઘણો પડ્યો હતો. એમાંના વિન્દમુનિ પરમ મેધાવી અને સૂત્રાર્થને ધારણ કરવામાં પૂર્ણપણે સમર્થ હતા. અધ્યયનના સમયે અન્ય શિક્ષાર્થી સાધુઓની સાથે એમને જેટલો સૂત્રપાઠ આચાર્ય પાસેથી મળતો હતો, એનાથી તેઓને આત્મસંતોષ થતો ન હતો. મુનિ વિધે એક દિવસ આચાર્યશ્રીની સેવામાં જઈ નિવેદન કર્યું: “ભગવન્! જરૂરિયાત પ્રમાણે સૂત્રપાઠ ન મળવાના લીધે હું વાંચ્છિત અધ્યયન કરી નથી શક્યો, માટે કૃપા કરી મારા માટે એક પૃથક (અલગ) વાચનાચાર્યની વ્યવસ્થા કરો.” જૈન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૨) 26969696969696969696969ી ૨૦૯ |