Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
આ રીતે મુનિઓમાં સ્થિરવાસની પ્રવૃત્તિ પણ વધવા લાગી. રાગના અતિરેકથી કોઈ એક સ્થળે સ્થિરવાસ કરી લેવાથી સાધનામય જીવનમાં કેટલાયે પ્રકારની વિકૃતિઓએ સ્થાન લીધું. ચૈત્યવાસના કારણે જ આ બધું થયું.
આચાર્ય હરિભદ્રે ચૈત્યવાસજન્ય એ વિકૃતિઓનું પોતાના ગ્રંથ ‘સંબોધ પ્રકરણ’માં એક માર્મિક ચિત્ર પ્રસ્તુત કર્યું છે. એનાથી ચૈત્યવાસનાં ખરાબ પરિણામોને સારી રીતે સમજી શકાય છે. આચાર્ય હરિભદ્રના એ વિચારો આ પ્રમાણે છે :
“એ સાધુ લોચનહિ કરતા, પ્રતિમા વહન કરવાથી શરમાતા, શરીર ઉપરથી મેલ ઉતારતા, પાદુકા ઉપાનત આદિ પહેરીને ફરતા તેમજ કારણ વગર જ કટિવસ્ત્ર ધારણ કરે છે.”
અહીં લોચ નહિ કરનારાઓને આચાર્યએ કાયર કહ્યા છે. એમણે
ફરી આગળ લખ્યું છે : “આ સાધુ ચૈત્યો અને મઠોમાં રહે છે. પૂજા કરવાની શરૂઆત તેમજ દેવદ્રવ્યનો ઉપભોગ કરે છે. આ સાધુઓ મંદિર તેમજ શાળાઓ બંધાવતા, રંગબેરંગી, સુગંધિત તેમજ ધૂપવાસિત વસ્ત્ર પહેરતાં, માલિક વગરના બળદોની જેમ સ્ત્રીઓની આગળ ગાતા, આર્ટિકાઓ દ્વારા લવાયેલા પદાર્થ આરોગતા, જાત-જાતનાં ઊપકરણો રાખતાં, જળ, ફ્રૂલ, ફળ આદિ સચિત્ત દ્રવ્યોનો ઉપભોગ કરતા, બે-ત્રણ વાર ભોજન કરતા અને તાંબુલ-લવિંગ આદિ પણ ખાય છે.
આ લોકો મુહૂર્ત કાઢતા, નિમિત્ત જણાવતા તેમજ ભભૂતિ-ભસ્મ પણ આપે છે. જમણવારમાં મીઠાઈ વગેરે ખાતા, ખોરાક માટે ખુશામદ કરતા અને પૂછવા છતાં પણ સાચો ધર્મ જણાવતા નથી.
આ લોકો સ્નાન કરતા, તેલ લગાવતા, શૃંગાર કરતા અને અત્તરફૂલ વગેરેનો પણ ઉપયોગ કરે છે. સ્વયં સંયમમાં સ્થિર ન હોવા છતાં પણ બીજાની આલોચના (ટીકા) કરે છે.’’
આ પ્રમાણેની સ્થિતિમાં પણ જે લોકો તીર્થંકરોના અવતાર સમજી એ મુનિઓને વંદન કરે છે, એમના માટે પણ આચાર્ય હરિભદ્રએ ઘણી પીડાજનક ભાષામાં કહ્યું છે : “કેટલાક અણસમજુ લોકો કહે છે કે - ‘આ તીર્થંકરોના અવતાર છે, એમને પણ પ્રણામ કરવા જોઈએ.’ અહો ! ધિક્કાર છે એમને હું મારી વ્યથા દુ:ખ કોની સામે વ્યક્ત કરું ?'
આચાર્ય જિનવલ્લભે પોતાના સંઘપટ્ટકની ભૂમિકામાં ચૈત્યવાસનો ઇતિહાસ દર્શાવતા લખ્યું છે : “વી. નિ. સં. ૮૫૦ના લગભગ કેટલાક જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) DIFF
૩૭ ૩૨૧