Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
આદર્શ ગુરુભક્ત, આદર્શ પિતા અને આદર્શ શ્રાવક શ્રી પારસમલજી સુરાણા
સુશ્રાવક શ્રી પારસમલજી સુરાણા એમના ગુરુ પ્રાતઃસ્મરણીય આચાર્ય શ્રી હસ્તીમલજી મ.સા. પ્રત્યે પ્રગાઢ શ્રદ્ધા-ભક્તિ રાખતા હતા. એમના જીવનની મુખ્ય ત્રણ વિશેષતાઓ અહીં જણાવવામાં આવી રહી છે. અનુપમ ગુરુભક્તિઃ
પારસમલજીનો એકનો એક પુત્ર શિખરમલ જ્યારે બે વર્ષનો બાળક હતો, ત્યારે એક બીના બનેલી. નો પુરિસવરગંધહત્થીણું’માં જતનરાજ મહેતા વડે લખાયેલ પૃષ્ઠ ૬૦૦ ઉપર “નવોજૂનો મત કરી જે” શીર્ષકથી એ ઘટના પ્રકાશિત છે, એને અહીં આપવામાં આવી રહી છે.
‘શ્રી પારસમલજી સુરાણા નાગૌરવાળા ગુરુદેવનાં દર્શન માટે જોધપુર ગયેલા હતા. અચાનક ઘરેથી ખબર (ટપાલ) આવી કે - માતા માંદા છે, જલદી આવી જાવ.' ટપાલ વાંચી સુરાણાજી અસ્વસ્થ થઈ ગયા અને આચાર્યશ્રીની સેવામાં આશીર્વાદ લેવા માટે હાજર થયા અને આખી ઘટના ગુરુદેવને જણાવી. આખી વાત સાંભળી ગુરુદેવે આશીર્વાદ આપી જતાં-જતાં કહ્યું કે - “કોઈ નવો-જૂનો મત કરી છૈ.”
આખે રસ્તે પારસમલજી એ જ ગડમથલમાં રહ્યા કે કોઈ નવો-જુનો મત કરી જૈ’નું તાત્પર્ય શું હોઈ શકે છે ?' કંઈ સમજ પડી નહિ. ઘરે આવીને જોયું તો માતા તો સ્વસ્થ હતાં, પણ પત્ની અસ્વસ્થ હતી. યાદ રહે કે જૂના જમાનામાં પત્નીની માંદગી આવતા દીકરાને બોલાવવાનો હોય તો પત્નીની માંદગી ન લખતા માતાની માંદગી લખવામાં આવતી હતી.
પારસમલજીએ પત્નીની દેખરેખ અને સાર-સંભાળ કરી અને બે-ચાર દિવસ પછી જ પત્ની અવસાન પામી. શોક બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આઠમા-નવમા દિવસે જ બિકાનેરથી કોઈ સજ્જન એમની કન્યાનું માંગુ લઈને આવ્યા, ત્યારે એમને આચાર્યશ્રીની રહસ્યમય વાતનો અર્થ સમજાયો. એમણે મનોમન આજીવન બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવાનો નિર્ણય લઈ લીધો.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૭૭૭૭ ૭૭૭૭૭ ૩૫૧