Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 362
________________ સરદારમલજીના સાળાજી સૂરજમલજી બોહરાનો વ્યવસાય મદ્રાસમાં હતો. પારસમલજીએ એમની સાથે વાત કરી અને પોતાના પુત્ર શિખરમલને મદ્રાસ મોકલી દીધો. થોડા દિવસો પછી તેઓ પણ મદ્રાસ પહોંચી ગયા. મદ્રાસમાં એ વખતે એ.જી. જૈન હાઈસ્કૂલ હતી. પારસમલજી શિખરમલને એ સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં દાખલો અપાવવા માંગતા હતા, પણ શિખરમલને અયોગ્ય જણાવી પ્રિન્સિપલે સ્કૂલમાં દાખલો આપવાની ના પાડી. પારસમલજી ઇચ્છતા હતા કે દીકરાનું એક પણ વર્ષ બગડે નહિ અને એને છઠ્ઠા ધોરણમાં પ્રવેશ મળે. એમણે પુત્રને ટ્યુશન કરાવ્યું. સવારના ચાર વાગ્યે તેઓ શિખરમલને ઉઠાડી દેતા અને વાંચવા માટે કહેતા. દિવસમાં વારા પ્રમાણે અધ્યાપક ટ્યુશન કરાવવા આવતા. પિતાના સંકલ્પ અને શ્રમનું ફળ મળ્યું. દીકરો પ્રી-ટેસ્ટમાં પાસ થઈ ગયો અને એને છઠ્ઠા ધોરણમાં પ્રવેશ મળી ગયો. આ રીતે અગિયારમા સુધી શિખરમલ ત્યાં જ ભણ્યો. સ્કૂલ પછી એ. એમ. જૈન કૉલેજ મદ્રાસમાં બી. કૉમ. માટે પ્રવેશ થયો. બી. કૉમ. ભણતી વખતે શિખરમલને ભણતરનું મહત્ત્વ સમજાયું અને તેઓએ જાતે જ નિષ્ઠાપૂર્વક ખૂબ ભણવા લાગ્યા. એમની મહેનત રંગ લાવી અને સારા અંકોથી એમણે સ્નાતકની પરીક્ષા ઉત્તીર્ણ કરી. ત્યાર બાદ એમણે વકીલ બનવાનું નક્કી કર્યું અને ૧૯૭૧માં મદ્રાસ લૉ કૉલેજમાંથી સારા અંકોથી એલ. એલ. બી. ઉત્તીર્ણ કરી. આમ વકીલ બનીને એમણે વકીલાત શરૂ કરી દીધી. આજે લગભગ ૪૦ વર્ષોથી વકીલાત કરતા રહીને મદ્રાસ(ચેન્નઈ)માં સ્થિત લૉ-ફર્મ ‘સુરાણા એન્ડ સુરાણા ઇન્ટર નેશનલ એટોનીંજ' ભારતની દસ સર્વશ્રેષ્ઠ લૉ-ફર્મોમાં ગણવામાં આવે છે. . ૧૯૭૧માં મદ્રાસના રાજસ્થાની સમુદાયમાં ભણેલા-ગણેલા છોકરાઓ ઓછા હતા. મોટાભાગેના છોકરાઓ વ્યવસાયમાં લાગી જતા હતાં. પરંતુ પારસમલજીએ એમના દીકરાને જ્ઞાનાર્જન કરાવીને ધનાર્જન માટે યોગ્ય બનાવ્યો. છોકરીની પસંદગીમાં પારસમલજીના માત્ર બે જ આધારો હતા. સારુ કુળ અને ભણેલી-ગણેલી સંસ્કારી છોકરી. આ રીતે ૧૯૭૩માં શિખરમલજીનાં લગ્ન સારા ઘરની ભણેલી-ગણેલી દીકરી લીલાવતી સાથે થયાં. પિતાની દૂરદર્શિતા, શ્રમ અને ગુરુકૃપાના પરિપાકરૂપે શિખરમલજી આજે સફળતાના શિખર પર બેઠા છે. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૭૭ ૩૫૩

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386