Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 363
________________ દીકરાના જીવન-નિર્માણ માટે પારસમલજીએ એક તરફ ગૃહસ્થજીવનનાં બધાં સુખોને તિલાંજલિ આપી, તો બીજી તરફ મુનિજીવન પણ અપનાવ્યું નહિ. અગણ્ય તકલીફો પડવા છતાં પારસમલજીએ એક આદર્શ પિતાની શ્રેષ્ઠ ભૂમિકા અદા કરી, અહીં સુધી કે પોતાના પૌત્ર ડૉ. વિનોદ સુરાણાને પણ સંસ્કારો વડે સીંચીને એક આદર્શ દાદાની શ્રેષ્ઠ ભૂમિકા ભજવી. ડૉ. સુરાણાની ધર્મપત્ની રશ્મિ, પુત્રય ચિ. કીર્તિ અને દેવકાર્તિકનું જીવન પણ ધાર્મિક સંસ્કારોથી ઓતપ્રોત છે. ચાદગાર સંથારોઃ પારસમલજીના જીવનનો મહત્તમ સમય ગુરુ હસ્તીના પાવન આધ્યાત્મિક આભામંડળમાં જ વીત્યો. તેઓ એક રીતે ગૃહસ્થ સંત જ હતા. ૮૪ વર્ષની ઉંમરમાં પૂરા હોશમાં સ્વયંની પ્રબળ ભાવના તેમજ આચાર્ય હસ્તીના પટ્ટધર આચાર્ય હીરાચંદ્રજીની સ્વીકૃતિ મળ્યા બાદ, ચતુર્વિધ સંઘની સાક્ષીમાં સવિધિ સંથારો ધારણ કર્યો. પાંચ દિવસના સંથારાની સાથે ૧૩ જુલાઈ, ૨૦૦૧ના રોજ એમનું સમાધિ-અવસાન થયું. ચેન્નઈ નિવાસીઓનું કહેવું છે કે – “છેલ્લાં કેટલાંયે વર્ષોનાં સંભારણાંમાં ચેન્નઈમાં આવો સજાગપણે થયેલો સંથારો જોવા નથી મળ્યો.” પારસમલજી દિવાળીના દિવસે ક્યારેય ઘરે રહેતા ન હતા, કાં તો ગુરુદેવની સેવામાં કે પછી પૌષધોપવાસની સાથે સ્થાનકમાં. એમના નિધન પછી ૨૦૦૧ની દિવાળીના દિવસે શિખરમલજીને એવો ખ્યાલ આવ્યો કે એમણે સપરિવાર આચાર્યશ્રીની સેવામાં જવું જોઈએ. તેઓ સપરિવાર મુંબઈમાં વિરાજેલા આચાર્યશ્રી હીરાચંદ્રજીનાં દર્શને ગયા. આચાર્યશ્રીએ એમને સંથારાની અંતિમ સમયમાં એમણે પોતાના પિતાજીને એમની તીવ્ર અભિલાષા પ્રમાણે સંથારો અપાવી એમને ધ્યાન-ધર્મમાં સહયોગ આપ્યો. આવા પરમ ગુરુભકત શ્રી પારસમલજી સુરાણાની પુનિત સ્મૃતિઓમાં એમના પુત્ર શ્રી પી. શિખરમલજી સુરાણાને જૈન ધર્મનો મૌલિક ઈતિહાસના ચાર ભાગોના સંક્ષિપ્તી કરણ અને ગુજરાતી અનુવાદ કરાવનારા તથા એના પ્રકાશનનું સંપૂર્ણ શ્રેય જાય છે. સંપર્ક : ડો. વિનોદ સુરાણા, સુરાણા એન્ડ સુરાણા ઈન્ટરનેશનલ એર્ટીન, ૬૧-૬૩, ડો. રાધાકૃષ્ણન રોડ, મેલાપુર, ચેન્નઈ-૬૦૦૦૦૪ (ભારત) દૂરભાષઃ ૦૪૪-૨૮૧૨૦૦૦૦, ૨૮૧૨૦૦૦૨ તેમજ ૨૮૧૨૦૦૦૩. ૩૫૪ 9િ6969696969696969696) જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૨)

Loading...

Page Navigation
1 ... 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386