Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
Catalog link: https://jainqq.org/explore/005686/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી હસ્તીમલજી પ્રણીત જેના ધમી મૌલિક ઇતિહાસ દ્વિતીય ભાગા સંક્ષિપ્ત આવૃત્તિ કેવળી તથા પૂર્વધર ખંડ Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મનો મોલિક ઇતિહાસ (સંક્ષિપ્ત) દ્વિતીય ભાગ : કેવળી તથા પૂર્વધર ખંડ મૂળ રચના લેખક અને નિર્દેશક આચાર્ય શ્રી હસ્તીમલજી મહારાજ સંપાદક શ્રી ગજસિંહ રાઠૌડ સંપાદક મંડળ મુનિશ્રી લક્ષ્મીચંદ્રજી, આચાર્યશ્રી દેવેન્દ્રમુનિજી પં. શશીકાન્ત ઝા, ડૉ. નરેન્દ્ર ભાનાવત પ્રેમરાજ બોગાવત પ્રચારક Koll's cre 圖 જયપુર % પ્રકાશક સમ્યજ્ઞાન પ્રચારક મંડળ જયપુર 2338 Page #3 -------------------------------------------------------------------------- ________________ 8888XXXX XXXXXXXXXXXXXXXRXRXA XAR & આચાર્ય શ્રી હસ્તીમલજી મહારાજ પ્રણીત પુસ્તક : જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ (સંક્ષિપ્ત) ભાગ-૨ તે છે કે તે જ રીતે તેનો રસ દ્વિતીય ભાગઃ કેવળી તથા પૂર્વધર ખંડ 8 VAYREURERERURUR 82 82 XRPRER સંપાદક : (સંક્ષિપ્ત સંસ્કરણ) ડૉ. દિલીપ ધીંગ Rી પ્રકાશક : સમ્યજ્ઞાન પ્રચારક મંડળ : સમ્યજ્ઞાન પણ દુકાન નં. ૧૮૨-૧૮૩ની ઉપર, બાપુ બજાર, જયપુર-૩૦૨ ૦૦૩ ફોન: ૦૧૪૧-૨૫૭૫૯૯૭ ફેક્સ: ૦૧૪૧-૨૫૭૦૭પ૩ , : સર્વાધિકાર સુરક્ષિત સંસ્કરણ : ૨૦૧૦ (આચાર્ય હસ્તી જન્મ શતાબ્દી) પ્રથમ આવૃતિ, વર્ષ ૨૦૧૨ નકલ : ૨૧૦૦ : ૨.75/ મુદ્રક : સસ્તું પુસ્તક ભંડાર ભટ્ટીની બારીમાં, ગાંધી રોડ પુલ નીચે, અમદાવાદ-૧ ફોન: ૦૭૯-૨૨૧૧૦૦૬૨, ૨૨૧૪૭૧૦૧ આ ડીવીડ PERERERERERERURRUTIARRERERURRARE જય સરકાર દ્રારા જહાજન- કે, તેને જ અને ર દિ ની જાન કોકો કઇ રીતે કામ કરવાની જર નહી Page #4 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ક્રમ વિષય – શીર્ષક ૧. પ્રકાશકીય - ઐતિહાસિક ઉપકાર ૨. સંપાદકીય - પ્રમાણ પુરસ્કર પ્રતિપાદન ૩. સંવત બદલવાનો ગ્રાફ ૪. પ્રાકથન - હજાર વર્ષના લેખા-જોખા ૫. કેવળીકાળ ૩૬ ૩૭ પર ૫૭ ૯. આર્ય જમ્મૂ ૭૦ ૧૦૦ ૧૨૮ ૧૩૫ ૧૩૭ ૧૩૯ ૧૫૬ ૧૯૨ ૧૦. શ્રુતકેવળીકાળ - આચાર્ય પ્રભવ ૧૧. આચાર્ય સમ્બંભવ ૧૨. આચાર્ય યશોભદ્રસ્વામી ૧૩. આચાર્ય સંભૂતવિજય ૧૪. આચાર્ય ભદ્રબાહુ ૧૫. દશપૂર્વધરકાળ - આર્ય સ્થૂલભદ્ર ૧૬. આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિ ૧૭. આર્ય બલિસ્સહ અને અન્ય આચાર્ય ૧૮. કાલકાચાર્ય (દ્વિતીય) ૧૯. આચાર્ય વૃદ્ધવાદી અને સિદ્ધસેન ૨૦. આર્ય ખપુટ અને રેવતી મિત્ર ૨૧. આર્ય મંગુ તથા અન્ય આચાર્ય ૨૨. યુગપ્રધાનાચાર્ય આર્ય વજસ્વામી ૨૩. સામાન્ય પૂર્વધરકાળ - આર્ય રક્ષિત ૨૪. જૈનશાસનમાં સંપ્રદાય ભેદ ૨૧૨ ૨૨૨ ૨૨૮ ૨૩૫ ૨૩૭ ૨૫૪ ૨૭૫ ૨૮૮ ૨૫. ` યુગપ્રધાનાચાર્ય આર્ય વજસેન અને અન્ય આચાર્ય ૨૯૭ ૨૬. આચાર્ય દેવર્ણિક્ષમાશ્રમણ ૩૨૮ ૩૩૭ ૩૫૦ ૩૫૧ ૩૫૫ ૬. ઇન્દ્રભૂતિ ગૌતમ ૭. આર્ય સુધર્મા ૮. દ્વાદશાંગીનો પરિચય પાના નં. ૨૭. કેવળીકાળથી પૂર્વધરકાળ સુધીની શ્રમણી પરંપરા ૨૮. ઉપસંહાર ૨૯. આદર્શ શ્રાવકનો પરિચય ૩૦. સંદર્ભ ગ્રંથ સૂચિ ::::::::::: Page #5 -------------------------------------------------------------------------- ________________ બે શ૦૯) જૈન ધર્મનો મૌલિક ઈતિહાસના એકથી ચાર ભાગના ગુજરાતી અનુવાદ પ્રકાશનનો આ પ્રસંગ જૈન સાહિત્યના ઇતિહાસનો અપૂર્વ અવસર છે. સમ્યજ્ઞાન પ્રચારક મંડળ - જયપુર દ્વારા હિન્દીમાંથી ગુજરાતી અનુવાદનો પ્રકલ્પ હાથ ધરાયો એ ગુજરાતી જૈન સમાજ માટે શાશ્વતમૂલ્ય ધરાવતો નિર્ણય હતો. વર્તમાન આચાર્ય પ. પૂ. ૧૦૦૮ શ્રી હીરાચંદ્રજી મહારાજસાહેબ આદિ સંતોની અવિરત અમીદષ્ટિનું જ આ પરિણામ કે પૂજ્ય આચાર્યશ્રી તથા સમ્યજ્ઞાન પ્રચારક મંડળના સંપાદક મંડળે આ મૂલ્યવાન ઈતિહાસ ગ્રંથોના ગુજરાતી સંક્ષિપ્ત સંસ્કરણની જવાબદારી અમને સોંપી. જૈનશાસનની સેવાના આ સાહિત્યયજ્ઞમાં જોડાવાનું અમને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું એ અમારા જીવનનું નોંધપાત્ર પ્રકરણ છે. દેવ-ગુરુ-ધર્મની કૃપા વગર ચિરકાલીન હું મૂલ્ય ધરાવતાં કાર્યોમાં સહભાગી થવાનું શક્ય બનતું નથી.' પ્રસ્તુત ગુજરાતી ગ્રંથ પ્રાગટ્ય પર્વે આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. અનુવાદકાર્ય કે પ્રકાશનમાં ક્યાંય ક્ષતિ કે દોષ રહી ણિ ગયો હોય તો તે અમારો છે. સહૃદય અભ્યાસુ ભાવકો, શ્રાવકો થિી અમારી ક્ષતિ તરફ ધ્યાન દોરશે તો અમને ગમશે. વિરલ જ્ઞાનયાત્રાના ટિ સહયાત્રી બનવાનું સહુને ભાવપૂર્વક નિમંત્રણ છે. • લિ આપના કરકમળમાં ભાગ-રનું સંક્ષિપ્ત સંસ્કરણ છે. વિશેષ આ અભ્યાસ કરવા ઇચ્છતા ભાવકે મૂળ ઇતિહાસ ગ્રંથો વાંચવા અમારો વિનમ્ર અનુરોધ છે. મિ પ્રાતઃ સ્મરણ, પ. પૂ. ૧૦૦૮ આચાર્યશ્રી હીરાચંદ્રજી મહારાજ સાહેબ આદિ સંતોની અભિવંદના સાથે સમ્યજ્ઞાન પ્રચારક મંડળના વરિષ્ઠોનો આભાર માની વિરમું છું. આભાર શ્રી પાલડી, અમદાવાદ -પદમચંદ જવાહરલાલ કોઠારી તા. ૨૮-૧-૨૦૧૨, . -ચેનરાજ જવાહરલાલ કોઠારી આ મહા સુદ-૫ (વસંત પંચમી) - કોની કરી . સમાજના તમામ ન Page #6 -------------------------------------------------------------------------- ________________ W VB ઇતિહાસપુરુષ આચાર્યશ્રી હસ્તીમલજી UGV પી. શિખરમલ સુરાણા ૧. ફક્ત દસ વર્ષની નાની વયે બાળક હસ્તીએ આ અસાર સંસારને છોડીને મુનિજીવન અપનાવી લીધું. સાડા પંદર વર્ષની કિશોરવયમાં તેમણે એટલી અર્હતા અને વિદ્વત્તા અર્જિત કરી લીધી હતી કે સંઘના આચાર્યના રૂપમાં એમનું મનોનયન કરી લેવામાં આવ્યું. જૈન ઇતિહાસમાં તેઓ સંભવતઃ સૌથી નાની વયના આચાર્યના રૂપમાં મનોનીત મુનિ બની ગયા. અને માત્ર ઓગણીસ વર્ષની તરુણ વયમાં તેઓ સંઘના આચાર્ય બની ગયા. - ૨. આચાર્ય બન્યા પછી એમણે ૬૧ વર્ષો સુધી આખા દેશમાં પગપાળા વિહાર કર્યો. પોતાની વિહારયાત્રાઓમાં એમણે પાંચ મહાવ્રતો અને કઠોર જૈન શ્રમણાચારનું પૂર્ણ પાલન કર્યું. ૩. એકસઠ (૬૧) વર્ષો સુધી પ્રતિદિવસ પોતાના પ્રભાવશાળી ઉપદેશોના માધ્યમથી એમણે જન-જનને માનવતાનો સાચો પાઠ ભણાવ્યો અને દુર્લભ માનવજીવનની મહત્તા સમજાવી. ૪. એમની મંગળ પ્રેરણાથી એમના સાંનિધ્યમાં પંચ્યાસી (૮૫) મુમુક્ષુઓએ દીક્ષા લીધી. દીક્ષિત સાધુ-સાધ્વીઓએ સ્વ અને પરનું કલ્યાણ કાર્ય કર્યું અને કરી રહ્યાં છે. જૈનશાસ્ત્રો અને અન્ય વિષયો ઉપર એમણે સરળ-સચોટ વ્યાખ્યાઓ (વિવેચનાઓ) લખી. ૬. તનાવ અને અજ્ઞાન નિવારણ માટે એમણે જન-જનને, પ્રતિદિન ‘સામાયિક અને સ્વાધ્યાય' કરવાની પુનિત પ્રેરણા આપી. આ રીતે, ‘સામાયિક-સ્વાધ્યાય’ના પ્રખર પ્રચારકના રૂપમાં એમણે પ્રચુર ખ્યાતિ અર્જિત કરી. 888888 Page #7 -------------------------------------------------------------------------- ________________ C8888888888888888888888888888888888888IBERODERBERGB38 ઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉ ૭. અનેક સ્થાનો પર એમણે સમાજમાં કેટલાયે પ્રકારના ઝઘડાઓને કાયમ માટે સમાપ્ત કરાવી દીધા અને પ્રેમ ઝી તેમજ ભાઈચારા(સૌહાદ)ની પુનઃ સ્થાપના કરાવી. આ ૮. અનેક એવા અવસર આવ્યા, જ્યારે એમણે પોતાનું જીવન છે સંકટમાં નાખીને અન્ય પ્રાણીઓના જીવનની રક્ષા કરી. હું ૯. ભારતીય રક્ષા વિજ્ઞાનના જનક પદ્મવિભૂષણ ડૉ. દૌલતસિંહજી કોઠારી લખે છે - * પ્રાણીમાત્રનું કલ્યાણ ઇચ્છનારા તેઓ એક લોકપ્રિય ફરી અને વિદ્વાન જૈન સંત હતા. જ્યારે તેઓ મૌનસાધનામાં હતા, ત્યારે પણ એમના- . માંથી પ્રસ્ફટિત થનારી સકારાત્મક ઊર્જા મારા હૃદય સુધી પહોંચી ગઈ. એમના દ્વારા ચાર ભાગોમાં લિખિત જૈન ધર્મનો જ મૌલિક ઇતિહાસ એક અત્યંત મહત્ત્વપૂર્ણ, મૂલ્યવાન અને પ્રેરક અવદાન છે. - પ્રખ્યાત વિધિવેત્તા અને રાજનયિક ડૉ. લક્ષ્મીમલ્લ સિંઘવીએ છી લખ્યું છે - “મારા જીવનના દરેક પડાવ ઉપર આચાર્ય શી હસ્તીમલજીએ મને અનુપ્રેરિત કર્યો છે.” ૧૧. આર. બી. આઈ.ના પૂર્વ ડેપ્યુટી ગવર્નર, સમાજસેવી, એ પદ્મભૂષણ શ્રી દેવેન્દ્રરાજ મહેતા લખે છે – ઈમાનદાર, નીતિપૂર્ણ અને સાદગીમય જીવન તથા બીજાની નિઃસ્વાર્થ ? સેવાની પ્રેરણાઓ, મને આચાર્ય હસ્તીમલજી પાસેથી પ્રાપ્ત થઈ.” Rણ ૧૨. સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધિપતિ શ્રી આર. એમ. લોઢાના છે પિતા ન્યાયાધિપતિ શ્રી કૃષ્ણમલ લોઢાના અનુસાર ... 9 આચાર્ય હસ્તમલજી જે કંઈ પણ કહેતા હતા, તે સાચું છે થઈ જતું હતું. જ એમને ભાવિ(ભવિષ્ય)નો પૂર્વાભાસ થઈ જતો હતો. તે આ અતીન્દ્રિય જ્ઞાનના આધારે તેઓ એમના ભક્તોનું SR88888888888888888ASRORIA SR8888 વિ888888888888888888888888893838 ૧૦. Page #8 -------------------------------------------------------------------------- ________________ 888888@@ JAI માર્ગદર્શન અને સંરક્ષણ કરતા હતા. મારા પરિવાર ઉપર પણ એમની અસીમ કૃપા રહી. * એમના આશીર્વાદ ઘણા મંગળકારી રહેતા હતા. એમના આશીર્વાદથી તનાવ દૂર થઈ જતો અને અસીમ શાંતિનો અનુભવ થતો હતો. ૧૩. જોધપુર વિશ્વવિદ્યાલયના પૂર્વ કુલપતિ, સાહિત્યકાર, પ્રોફેસર કલ્યાણમલ લોઢાએ લખ્યું છે - “તેઓ સ્વયં વીતરાગી ભગવાનના તુલ્ય હતા.” ૧૪. રાજસ્થાન ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધિપતિ શ્રી જસરાજ ચોપડા કહે છે કે - “તેમને નિત્ય સામાયિક - સ્વાધ્યાયની પ્રેરણા આચાર્ય હસ્તીમલજી પાસેથી મળી.’ ૧૫. આર. એસ. ધૂમટ (આઈ. એ. એસ.) કહે છે - “મારા જીવનના રૂપાંતરણ(પરિવર્તન)માં આચાર્ય હસ્તીમલજીની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી છે.” ૧૬. ભગવાન મહાવીર અને મહાત્મા ગાંધીજીની જેમ એમણે પણ લોકોને અનુપ્રેરિત કર્યા કે - પોતાની જાતને ધનના માલિક નહિ, ન્યાસી સમજવા જોઈએ.' એમની પ્રેરણાથી અનેક વ્યક્તિઓએ પોતાની અર્જિત સંપત્તિને પરમાર્થનાં કાર્યોમાં લગાવી દીધી. એમના અનેક અનુયાયી આજે પણ નિર્લેપ્ત - અનાસક્ત જીવન જીવે છે. પ્રખ્યાત ઉદ્યોગપતિ શ્રી મોફતરાજ મુણોત જેવા અનેક સફળ અને સમૃદ્ધ વ્યક્તિ એના જીવંત ઉદાહરણ છે. ૧૭. (૧) એક્યાશી (૮૧) વર્ષો સુધી નિર્દોષ જીવન જીવવા ઉપરાંત એમને લાગ્યું કે - ‘એમનો અંતિમ સમય નજીક છે.' એવું જાણી, નિમાજ (પાલી-રાજસ્થાન) ગામમાં એમણે પોતાના જીવનનાં સમસ્ત જ્ઞાતઅજ્ઞાત પાપોની આલોચના કરી તથા પ્રાણીમાત્રની KKKKKKKKKKK Page #9 -------------------------------------------------------------------------- ________________ SURSELRERURSACRORUREREA SELATAN ક્ષમાયાચના કરી સંથારો ગ્રહણ કરી લીધો. અન્ન, છે જળ, દવા, ચિકિત્સા આદિનો પૂર્ણ પરિત્યાગ કરીને એ તેઓ આત્મધ્યાનમાં લીન થઈ ગયા. સંથારાકાળમાં અગણિત લોકોએ એમનાં દર્શન કરીને પોતાની જાતને ધન્ય માની. | (૨) સંથારાકાળમાં નિમાજ ગામના સેંકડો મુસ્લિમ સ્ત્રી એમનાં દર્શનાર્થે આવ્યા અને સંકલ્પ કર્યો કે - “એમના સંથારાના ચાલવા સુધી ન તો તેઓ પશુવધ કરશે કે, ન માંસાહાર કરશે.” એમણે એ હું સંકલ્પને પૂરો પાળ્યો. (૩) તેર-દિવસીય ઐતિહાસિક તપ-સંથારા પછી એમણે જુ પોતાના નશ્વર દેહનો ત્યાગ કરી મહાપ્રયાણ કર્યું. જો (૪) એક લાખથી વધુ લોકો એમની અંતિમયાત્રામાં છે સંમિલિત થયા; જેમાંથી લગભગ અડધી સંખ્યા જૈનેત્તર સમુદાયના લોકોની હતી; અને એમાં પણ હજારોની સંખ્યામાં મુસ્લિમ હતા. (૫) એમની અંતિમયાત્રાના સંબંધમાં આ તથ્યોનો ઉલ્લેખ ન્યાયાધિપતિ શ્રી જસરાજ ચોપડા અને સેબીના પૂર્વ અધ્યક્ષ શ્રી ડી. આર. મહેતાએ પણ કર્યો છે. | ીિ ૧૮. આવા અસાધારણ; અદ્ભુત વ્યક્તિત્વના ધણી યુગમનીષી, મહાન સંત આચાર્યશ્રી હસ્તીમલજી(ઈ.સ. ૧૯૧૧-૧૯૯૧)ની જન્મ શતાબ્દીના પુનિત અવસરે એમને કોટિ-કોટિ વંદન. અધ્યક્ષઃ સમ્યજ્ઞાન પ્રચારક મંડળ (પાંચમી એપ્રિલ - ૨૦૧૦ના રોજ ચેન્નઈમાં આયોજિત 8િ આચાર્ય હસ્તી જન્મશતાબ્દી કરૂણારત્ન એવોર્ડ સમારોહમાં છે અંગ્રેજીમાં પ્રસ્તુત પરિચયનું હિંદીમાંથી ગુજરાતી અનુવાદ.) જુ SACRED SARASA LA SABRERERURRALDEA8% BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB8888888888883 888888888888888888888 RBDABD888ABABASAVARASALALARIGA BBS) Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય (ઐતિહાસિક ઉપકાર વિતેલા અનેક વર્ષોથી એક સર્વાગપૂર્ણ સંપૂર્ણ શૃંખલાબદ્ધ જૈન ઇતિહાસનો અભાવ જૈન જગતમાં તીવ્ર રીતે અનુભવ થઈ રહ્યો હતો. એ અભાવની પૂર્તિનો ભાર આ યુગના મહાન મનીષી આચાર્ય શ્રી. હસ્તીમલજી મ.સા.એ પોતાના દેઢ અને સબળ ખભા પર ઉઠાવ્યો. એમણે આ મહાન કાર્યને સંપન્ન કરવાના હેતુથી સુદૂરસ્થળ પ્રદેશોમાં ઉગ્ર વિહાર કરી જેને સંસ્કૃતિની નિધિ સ્વરૂપ અનેક હસ્તલિખિત ગ્રંથાગારો, જ્ઞાનભંડારોથી વિપુલ ઐતિહાસિક સામગ્રી એકત્રિત કરી. આ કર્મઠ યોગીએ ધર્માચાર્યના પોતાનાં દૈનિક કર્તવ્યોના નિર્વહનની સાથે-સાથે એક પછી એક ઐતિહાસિક મહત્ત્વના ગ્રંથોની રચનાનો પ્રારંભ કર્યો. એમની જ સત્પ્રેરણાથી બનેલ જૈન ઇતિહાસ સમિતિએ એ ઇતિહાસ ગ્રંથોનું પ્રકાશન સન ૧૯૬૯-૭૦થી પ્રારંભ કર્યું હતું. ઇતિહાસ સમિતિ એ અવધિમાં આચાર્યશ્રી દ્વારા પ્રણીત ક્રમશ: (૧) પટ્ટાવલી પ્રબંધ સંગ્રહ (૨) આચાર્ય ચરિતાવલી (૩) “જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ” (પ્રથમ ભાગ) તીર્થકર ખંડ અને (૪) ઐતિહાસિક કાળના ત્રણ તીર્થકર (તીર્થકર ખંડનો જ અંતિમ અંશ) આ ચાર ગ્રંથોનું પ્રકાશન કરી, એમને વિજ્ઞ પાઠકોની સમક્ષ પ્રસ્તુત કરી ચૂકી છે. આચાર્યશ્રીએ જૈન ઇતિહાસના મહાન ઐતિહાસિક કાર્યને સંપન્ન કરવાની દિશામાં જે ભગીરથ પ્રયાસ કર્યો છે, એના માટે સમાજ એમનો ચિરઋણી રહેશે. કુલકરકાળ અને પ્રથમ તીર્થકર ઋષભદેવથી પ્રારંભ કરી અંતિમ તીર્થંકર પ્રભુ મહાવીર સુધીનો ઈતિહાસ પ્રથમ ભાગમાં આપવામાં આવ્યો છે. વીર નિર્વાણ સંવત ૧ થી ૧૦૦૦ સુધીના કાળનો ઇતિહાસ આ બીજા ભાગમાં આપવામાં આવી રહ્યો છે. દોઢ હજાર વર્ષનો ઇતિહાસ ત્રીજા અને ચોથા ભાગમાં આપવામાં આવ્યો છે. ઇતિહાસના આ ભાગોના અધ્યયનથી એવો આભાસ થાય છે કે આચાર્યશ્રીની વાણીની જેમ લેખનમાં પણ અભુત ચમત્કાર છે. એમણે જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) D 999999999999 ૧ | Page #11 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ જેવા નીરસ અને જટિલ વિષયનું પણ ઘણું જ સરસ, સરળ અને લાલિત્યપૂર્ણ ભાષામાં નિરૂપણ કર્યું છે, જેને વાંચતાં જ ઇતિહાસને શુષ્ક વિષય સમજવાવાળા પાઠકોની ધારણા અનાયાસે જ બદલાઈ જાય છે. વસ્તુતઃ આચાર્યશ્રીની લેખનનીના આ જ પ્રસાદગુણને કારણે આ ગ્રંથને એકવાર હાથમાં લીધા પછી પાઠકનું મન છોડવા માટે તૈયાર થતું નથી. પ્રસ્તુત ગ્રંથની કેટલીક વિશેષતાઓ આ પ્રકારે છે : ૧. વી. નિ. સં. ૧ થી ૧૦૦૦ સુધીની પ્રમુખ ધાર્મિક, સામાજિક અને રાજનૈતિક ઘટનાઓનું તથ્યપરક વિવેચન. ૨. જૈન ધર્મની આચાર્ય પરંપરાઓનો ક્રમબદ્ધ પ્રામાણિક ઈતિહાસ. ૩. દ્વાદશાંગી”ના ક્રમિક હાસ અને વિચ્છેદની શોધપૂર્ણ મીમાંસા. ૪. સમસામયિક ધર્માચાર્યો અને રાજવંશોનું અતિવૃત્તનું શૃંખલાબદ્ધ . વસ્તુપરક પ્રસ્તુતીકરણ.. ૫. જૈન ઇતિહાસની જટિલ સમસ્યાઓ પ્રમાણે પુરસ્સર ઉપાય, બદ્ધમૂળ ભ્રાંતિઓનું નિરાકરણ અને સમગ્ર ભારતીય ઇતિહાસ વિષયક અંધકારપૂર્ણ પ્રકરણો ઉપર નૂતન પ્રકાશ. ૬. જૈન પરંપરામાં મહિલાવર્ગ દ્વારા શ્રમણી અને શ્રમણોપાસિકાના રૂપમાં આપવામાં આવેલ અનુપમ યોગદાનનું ભવ્ય વિવરણ. ૭. ઇતિહાસ જેવા ગૂઢ અને નીરસ વિષયનું સરસ, સુબોધ અને પ્રવાહપૂર્ણ ભાષાશૈલીમાં આલેખન. અંતે અમે આરાધ્ય ગુરુદેવ આચાર્યશ્રી હસ્તીમલજી મ.સા. પ્રત્યે અસીમ શ્રદ્ધાની સાથે અમારી આંતરિક કૃતજ્ઞતા પ્રગટ કરીએ છીએ, જેમણે ધર્મની અભિવૃદ્ધિનાં અન્ય અનેક વિશિષ્ટ કાર્યોની સાથે-સાથે ઇતિહાસલેખનનાં આ મહાન કાર્ય દ્વારા સમાજ પર ઐતિહાસિક ઉપકાર કર્યો છે. ઘણા સમયથી થઈ રહેલ જિજ્ઞાસુઓની માંગ ઉપર સમ્યગુજ્ઞાન પ્રચારક મંડળ “જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ'ના ચાર ભાગોનો સંક્ષિપ્ત સારરૂપ સંસ્કરણ પ્રકાશિત કરવાનો મહત્ત્વપૂર્ણ અને ઉપયોગી નિર્ણય ૨ 99999999999 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #12 -------------------------------------------------------------------------- ________________ લીધો, પરિણામે પ્રથમ ખંડના સંક્ષિપ્ત રૂપ પછી દ્વિતીય ખંડનું સંક્ષિપ્ત રૂપ પાઠકોનાં કર-કમળોમાં સોંપતા અમને અતિ પ્રસન્નતા થઈ રહી છે. ગ્રંથના આ ભાગનું હિન્દી સંક્ષિપ્તીકરણનું કાર્ય સુરત નિવાસી તપસ્વી શ્રાવક જયવંતભાઈ પી. શાહે, (બી.ઈ. સિવિલ, નિવૃત્ત અધિક્ષક, અભિયતા, ગુજરાત સરકાર) અથાગ પરિશ્રમ દ્વારા સંપન્ન કર્યું. સામાયિક અને સ્વાધ્યાય પ્રત્યે અનન્ય નિષ્ઠા રાખનારા શ્રી શાહે સંક્ષિપ્તીકરણના આ કાર્યમાં સામાયિક અને સ્વાધ્યાયને એકરૂપ કરી દીધા. પ્રતિદિન સામાયિક ગ્રહણ કરીને ઇતિહાસના સંક્ષિપ્ત પાઠ લખી-લખીને એમણે આ કાર્ય કર્યું. વરિષ્ઠ સ્વાધ્યાયી શ્રી શાહ સાધુસાધ્વીઓને અધ્યાપન પણ કરાવતા હતા. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ” ખુલ્લું પુસ્તક પરીક્ષામાં તેઓ પ્રથમ પુરસ્કારથી સન્માનિત થયા. આ શ્રુતસેવા માટે અમે એમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. અતુલકુમાર મુણોતનો પણ હિન્દી સંક્ષિપ્તીકરણમાં સહયોગ રહ્યો. વિશ્વવિદ્યાલય સ્વર્ણપદક વિજેતા અને આચાર્ય હસ્તી સ્મૃતિ સન્માન(૨૦૦૬)થી વિભૂષિત સાહિત્યકાર ડૉ. દિલીપ ધીંગે હિન્દી સંક્ષિપ્ત સંસ્કરણનું સંપાદન કર્યું. ભૂપેન્દ્ર જૈને પેજ સેટિંગ કર્યું. સૌના પ્રત્યે અમે આભાર વ્યક્ત કરીએ છીએ. આ ગુજરાતી ભાષામાં “જૈન ધર્મનો મૌલિક ઈતિહાસમાં પ્રકાશન કાર્યમાં અ.ભા.શ્રી. જૈનરત્ન હિતૈષી શ્રાવક સંઘના રાષ્ટ્રીય ઉ.પ્ર. શ્રી પદેમચંદજી જે. કોઠારી તથા તેમનાં ભ્રાતા શ્રી ચેનરાજજી જે. કોઠારી અમદાવાદવાળાઓએ શુદ્ધીકરણ, પૂફરિડિંગ કરી જે સહયોગ કર્યો છે તે પ્રત્યે અમે હાર્દિક કૃતજ્ઞતા પ્રગટ કરીએ છીએ. સંક્ષિપ્તીકરણના કાર્યને યદ્યપિ ઘણું ધ્યાનપૂર્વક કરવામાં આવ્યું છે, છતાં પણ ક્યાંક કોઈ ત્રુટિ પાઠકોની જાણમાં આવે તો અમને અવગત કરાવશો, જેથી આગામી સંસ્કરણમાં સુધારી શકાય. પી. શિખરમલ સુરાણા સંપતરાજ ચૌધરી વિરદરાજ સુરાણા ' અધ્યક્ષ કાર્યાધ્યક્ષ મંત્રી સગગજ્ઞાન પ્રચારક મંડળ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૨) છ6969696969696969696969 ૩ | Page #13 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય... પ્રમાણપુરસ્કર પ્રતિપાદન પ્રાતઃસ્મરણીય આચાર્ય શ્રી રત્નચંદ્રજી મહારાજની સ્વનામધન્ય અને સુવિખ્યાત સંપ્રદાયના યશસ્વી વિદ્વાન આચાર્ય શ્રી હસ્તીમલજી મહારાજ સાહેબ દ્વારા લિખિત જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ'ના પ્રથમ ભાગની જેમ દ્વિતીય ભાગના સંપાદક મંડળમાં મારું નામ સંમિલિત કરી મને જે સન્માન.પ્રદાન કર્યું છે, એના માટે હું આચાર્યશ્રી પ્રત્યે હાર્દિક કૃતજ્ઞતા પ્રગટ કરું છું. આ યુગના ઉચ્ચકોટિના વિદ્વાન, પ્રમુખ ઇતિહાસજ્ઞ અને આગમ નિષ્ણાત આચાર્યશ્રીની કૃતિના સંપાદનમાં અન્ય કોઈ વ્યક્તિએ વિશેષ શ્રમ કરવાની આવશ્યકતા ન હતી. સાથે જ સંપાદક મંડળમાં પાંચ લબ્ધ પ્રતિષ્ઠિત વિદ્વાનોની વિદ્યમાનતામાં મારો શ્રમ કેટલો સ્વલ્પ રહ્યો હશે, એનું પાઠક સહજ જ અનુમાન લગાવી શકે છે. આટલું બધું થવા છતાં પણ વર્તમાન યુગના અકારણ કરુણાકર મહર્ષિએ અસીમ અનુગ્રહ કરીને મારી જેવા અકિંચન વ્યક્તિને આ પરમ મહત્ત્વપૂર્ણ ગ્રંથને સંપાદન કરવાનું કાર્ય સોંપ્યું, તો મારું પુનિત કર્તવ્ય બને છે કે હું પૂર્ણ નિષ્ઠા સાથે મારા સામર્થ્ય અનુસાર પૂરી શક્તિ લગાવી આ ગ્રંથ-રત્નને અધિકાધિક સર્વાંગસુંદર, સર્વસાધારણ માટે સુગમ અને શોધકર્તાઓ માટે સમુપાદેય બનાવવાનો પ્રયાસ કરું. હું કૃતજ્ઞ છું આચાર્ય શ્રી વિનયચંદ્ર જ્ઞાનભંડારના પૂર્વમંત્રી સ્વ. સોહનમલજી કોઠારી, અધ્યક્ષ શ્રીચંદજી ગુલેચ્છા અને પુસ્તકાલયાધ્યક્ષ મોતીલાલજી ગાંધીનો, જેમણે મને જ્ઞાનભંડારના ઉપયોગની સુવિધા પ્રદાન કરવાની સાથે-સાથે આવશ્યકતાનુસાર માંગ કરતા જ હજારો સંદર્ભ-ગ્રંથ ઉપલબ્ધ કરાવ્યા. આ અધ્યયનથી પ્રત્યક્ષ-પરોક્ષ અનેક લાભ થયા. બધાથી મોટો લાભ એ થયો કે પ્રસ્તુત ગ્રંથમાં આચાર્યશ્રી દ્વારા જે ઐતિહાસિક ઊઊ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ४ Page #14 -------------------------------------------------------------------------- ________________ તથ્યોનું પ્રમાણ પુરસ્કર પ્રતિપાદન કરવામાં આવ્યું હતું, એ આગમિક આર્ષ, આપ્ત અને પ્રાચીન મૂળ-ગ્રંથોના એકાધિક ઉદ્ધરણોનું આવશ્યકતાનુસાર ટિપ્પણ અથવા મૂળમાં આપી પુષ્ટ કરવામાં આવ્યા. બીજો લાભ એ થયો કે ઇતિહાસના અનેક કોયડાઓને ઉકેલવા, અનેક ભ્રાંત ધારણાઓના નિરાકરણ, વિવાદાસ્પદ વિષયોનો નિર્ણયાત્મક નિષ્કર્ષ કાઢવા માટે તથા અનેક સ્થળોએ ઇતિહાસની તૂટેલી કડીઓના સંધાનમાં આ તુલનાત્મક અધ્યયન દ્વારા ઘણી સહાયતા મળી. કોઈ ગૂંચવાયેલી ઐતિહાસિક ગૂંચવણ પર ઉત્કટ ચિંતનની અવસ્થામાં ‘પરોક્ષપ્રિયાઃ વૈ દેવાઃ’ એ તથ્યની પણ અનુભૂતિ થઈ. અતઃ એ અચિંત્ય શક્તિ પ્રત્યે પણ મારો આંતરિક આભાર પ્રગટ કરું છું. શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદના સંચાલક પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયાએ ‘તિત્થોગાલીય પઇણા’, ભદ્રેશ્વરસુરિની કહાવલી' આદિની હસ્તલિખિત પ્રતોને વાંચવા અને એમનાં મહત્ત્વપૂર્ણ સ્થળોને લખવા માટેની સુવિધા પ્રદાન કરી, એના માટે હું એમનો હાર્દિક આભાર પ્રગટ કરું છું. લબ્ધપ્રતિષ્ઠિત આગમ-વેત્તા, વયોવૃદ્ધ વિદ્વાન મુનિ શ્રી કલ્યાણવિજયજીએ અપ્રાપ્ય ગ્રંથ “હિમવંત સ્થવિરાવલી'ની હસ્તલિખિત પ્રતિની પ્રતિલિપિ કરવાની સુવિધા પ્રદાન કરી, પોતાનો પ્રેરણાદાયી આત્મવૃત્ત સંભળાવ્યો તથા દિશા-નિર્દેશન કરી મને અનુપ્રાણિત કર્યો, એ ઉપકાર પ્રતિ મારા અંતરના ઉદ્ગાર પ્રગટ કરવામાં હું પણ એ જ પ્રકારે અસમર્થ છું, જે પ્રકારે પ્રથમ વાર ગોળનો રસાસ્વાદન કરવાવાળો ગૂંગો ગોળનો સ્વાદ બતાવવામાં. હું મારા અધ્યાપક પં. હીરાલાલજી શાસ્રી(બ્યાવર) પ્રત્યે પણ શ્રદ્ધાસિક્ત આભાર પ્રદર્શિત કરું છું. પંડિતજીએ દિગંબર પરંપરાના હસ્તલિખિત અને મુદ્રિત અનેક ગ્રંથ પ્રદાન કરવાની સાથે-સાથે માર્ગદર્શન આપ્યું અને દિગંબર પરંપરાના વિદ્વાનો સાથે પરિચય કરાવ્યો, જેનાથી મને મારા કાર્યમાં ઘણી સફળતા મળી. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૭૭૭ ૫ Page #15 -------------------------------------------------------------------------- ________________ હું શ્રી દરબારીલાલ કોઠિયા પ્રત્યે આભાર પ્રગટ કરું છું, જેમણે જ્યોતિષાચાર્ય નેમીચંદ્ર શાસ્ત્રી દ્વારા લખાયેલ નિર્વાણોત્તર કાળની આચાર્ય પરંપરા વિષયક ગ્રંથની પાંડુલિપિ અને દિગંબર પરંપરાની ૧૭ પટ્ટાવલીઓ મને પ્રદાન કરી. મુદ્રણાધીન પુસ્તકની પાંડુલિપિ એ જ વિષયના એક અપરિચિત શોધાર્થીને દેખાડવાની ઉદારતા કોઠિયાજી જેવા અસાધારણ સૌજન્યના ધણી જ કરી શકે છે. કોઠિયાજીએ મને એક અનન્ય આત્મીયતુલ્ય બધી જ સુવિધાઓ પ્રદાન કરી. હું જૈન પરંપરાના લબ્ધપ્રતિષ્ઠિત ઇતિહાસવેત્તા શ્રી અગરચંદ નાહટાનો પણ ઘણો આભારી છું કે જેમણે પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી ત્રણ દિવસનો સમય કાઢીને પ્રસ્તુત ગ્રંથની પાંડુલિપિને સાંભળી અને ઉપયોગી સુઝાવ આપ્યા. હું મારા બે સહાધ્યાયી શ્રેષ્ઠીવર શ્રી આનંદરાજ મહેતા અને બાળસખા શ્રી પ્રેમરાજ બોગાવતના સૌહાર્દને ક્યારે ય પણ ભૂલી નથી શકતો. મારા આ બંને મિત્રોએ ઠંડા, મીઠા અને ઉત્સાહવર્ધક વાકચાતુર્યથી સમયે-સમયે મારો ઉત્સાહ વધારીને મને અકર્મણ્ય થવાથી બચાવ્યો. - * પ્રસ્તુત ગ્રંથ અને એના વિદ્વત્તાપૂર્ણ પ્રાકકથનમાં શ્રદ્ધેય આચાર્યશ્રીએ વી. નિ.ના પશ્ચાત્ ૧૦૦૦ વર્ષના જૈન ઇતિહાસ ઉપર આટલા વિશદ રૂપથી પ્રકાશ નાંખ્યો છે કે હવે આ સંબંધે મારા જેવી વ્યક્તિ માટે એક શબ્દ પણ કહેવા અથવા લખવાની આવશ્યકતા જ નથી રહેતી. સંપાદનકાળમાં વસ્તુસ્થિતિના ચિત્રણમાં જીવંતતા લાવવાનો પ્રયાસ કરતી વખતે જો ક્યાંક સાધુભાષાનું અતિક્રમણ થયું હોય તો મારો વાંક છે. વિદ્વાન પાઠક મારા એ પ્રમાદ માટે મને ક્ષમા કરશો. - ગજસિંહ રાઠોડ મુખ્ય સંપાદક (જૈન ધર્મના મૌલિક ઈતિહાસ' (વિસ્તૃત)ના દ્વિતીય ભાગમાંથી) A B . [ ૬ 99999999999ણે જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #16 -------------------------------------------------------------------------- ________________ ગ્રાફ રૂપે સંવતોને પરસ્પર બદલવાનું સમીકરણ stoc ૬૨ હિજરી ૧૧૪૯ ૬૦૫ પર ४७० ૧૩૫ ૫૦ વિક્રમ સંવત (૫૦ ઈ.સ. પૂર્વ) ૫૪૪ શક સંવત ઈ.સ. (૦૮ શક પૂર્વ) વીર નિર્વાણ = (૪૦૦ વિ.સં. પૂર્વ, ૫૨૦ ઈ.સ. પૂર્વ, ૬૦૫ શક સં. પૂર્વ) ઈ.સ. કાઢવા માટે વિક્રમ સંવત કાઢવા માટે બદલવાનું સમીકરણ વીર નિર્વાણ સંવત કાઢવા માટે = વિક્રમ સંવત = ૪૭૦ +૫૨૭ + ૬૦૫ = શક સં. + ७८ = ઈ. સ. + ૫૭ = શક સં. + ૧૩૫ સૂર્ય વર્ષ લગભગ ૩૬૫-૧/૪ દિવસનો હોય છે, ચંદ્ર વર્ષ લગભગ ૩૫૪ દિવસનો. ઓગણીસ વર્ષમાં થનારા ૨૧૩-૩/૪ દિવસનું અંતર પૂરું કરવા માટે ૭ મહિના વધી જાય છે. સૂર્ય વર્ષથી ઈ.સ. ચાલે છે શેષ ચારેય ચંદ્ર વર્ષથી. અતઃ ૧૯ વર્ષ પછી પ્રાયઃ એ સ્થિતિ એ જ તારીખે આવે છે, હિજરી સંવતમાં મહિનો વધારવાનું ગણિત ન હોવાથી એની ગણનામાં પ્રાયઃ ૩૨-૧/૨ વર્ષમાં ૧-૧ વર્ષનું અંતર વધી જાય છે. હિજરી સંવત પ્રારંભ થવાના સમયે વીર નિર્વાણ ૧૧૪૯મો, વિક્રમ ૬૭૯મો, ઈ.સ. ૬૨૨મો અને શક ૫૪૪મો ચાલી રહ્યો હતો. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) • ७ = ઈ. સ. = શક સં. Page #17 -------------------------------------------------------------------------- ________________ માર્કશન હજાર વર્ષનાં લેખાં-જોખાં • આચાર્ય શ્રી હસ્તીમલજી મહારાજ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ' પ્રથમ ભાગમાં ભગવાન ઋષભદેવથી પ્રભુ મહાવીર સુધીના ચોવીસ તીર્થંકરોનો પાવન પરિચય પ્રસ્તુત કરી દીધો છે. અમને આ વાત પર ઘણી પ્રસન્નતા થઈ છે કે કેટલાક અધ્યયનશીલ મહાનુભાવોએ એને સૂક્ષ્મ અને શોધપૂર્ણ દૃષ્ટિથી વાંચીને પોતાની શંકાઓ અને સુઝાવ મોકલ્યાં છે. આ પ્રકારની રુચિ સરાહનીય છે. પ્રથમ ભાગમાં જે વિપુલ સામગ્રી પ્રસ્તુત કરવામાં આવી છે, એમાંથી ૫ પ્રસંગો સંબંધમાં જિજ્ઞાસુઓ દ્વારા જે શંકાઓ ઉઠાવવામાં આવી છે, તે શંકાઓ અને એના સમાધાન નિમ્ન પ્રકારે છે * શંકા-૧. પ્રથમ ભાગમાં ભગવાન ઋષભદેવના પ્રથમ-પારણાનું વિવરણ પ્રસ્તુત કરતા લખ્યું છે કે - ‘ભગવાન ઋષભદેવે વૈશાખ શુક્લ તૃતીયાએ વર્ષ-તપના પારણા કર્યાં.’ અહીં એ પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે ભગવાન ઋષભદેવે ચૈત્ર કૃષ્ણ અષ્ટમીએ બેલાતપ(છઠ)ની સાથે દીક્ષા ગ્રહણ કરી અને બીજા વર્ષની વૈશાખ શુક્લ તૃતીયાએ શ્રેયાંસકુમારને ત્યાં પ્રથમ પારણા કર્યાં. એ રીતે ચૈત્ર કૃષ્ણ આઠમના બીજા વર્ષે વૈશાખ શુક્લ તૃતીયા સુધીની એમની આ તપસ્યા તેર મહિના અને દસ દિવસની થઈ. આવી સ્થિતિમાં ‘સંવચ્છરેણ ભિક્ખા લદ્ધા ઉસહેણ લોગનાહેણ' આ ગાથા અનુસાર આચાર્યોએ પ્રભુ આદિનાથના પ્રથમ તપને ‘સંવત્સર તપ’ કહ્યો છે, તે ક્યાં સુધી યોગ્ય છે ? કારણ કે એ તપ ૧૨ માસનું નહિ. પરંતુ ૧૩ માસ અને ૧૦ દિવસનું તપ હતું. સમાધાન : વસ્તુત આ કોઈ નવીન પ્રશ્ન નથી. આ એક બહુચર્ચિત પ્રશ્ન છે. ‘સંવચ્છરેણ ભિકખા લબ્ધા ઉહેણ લોગનાહેણ' આ ઉજૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) Page #18 -------------------------------------------------------------------------- ________________ એક વ્યવહાર વચન માનવું જોઈએ. વ્યવહારમાં ઉપરના દિવસ અલ્પ હોવાના કારણે ગણતરીમાં એમનો ઉલ્લેખ ન કરી, મોટે ભાગે સંવત્સર તપ કહી દીધો છે. પ્રભુના એ પ્રથમ તપની અવધિ એક વર્ષથી થોડીક વધુ રહી. આ પ્રકારનો સ્પષ્ટ આભાસ “હરિવંશ પુરાણ'ના ઉલ્લેખ દ્વારા પ્રગટ થાય છે. આ ઉલ્લેખોથી એવું સિદ્ધ થાય છે કે પ્રભુ ઋષભદેવનું પ્રથમ તપ ૧ વર્ષથી અધિક સમય સુધીનું રહ્યું, પણ વ્યવહારમાં ઉપરના દિવસોને ગૌણ માનીને એને વર્ષીતપ કહેવામાં આવ્યો છે. શંકા-૨. બીજી શંકા બ્રાહ્મી અને સુંદરીના વિવાહ અને દીક્ષા સંબંધમાં ઉઠાવવામાં આવી છે. પરંપરાગત માન્યતા અનુસાર આ બંને બહેનોને બાળ-બ્રહ્મચારિણી માનવામાં આવી છે. દિગંબર પરંપરાના માન્ય ગ્રંથોમાં આ બંનેને સ્પષ્ટરૂપે અવિવાહિત બતાવવામાં આવી છે. શ્વેતાંબર પરંપરાના ગ્રંથોમાં ત્રણ પ્રકારની વિભિન્ન માન્યતાઓ ઉપલબ્ધ છે - (૧) “કલ્પસૂત્ર'માં બ્રાહ્મી અને સુંદરી ત્રણ લાખ શ્રમણીઓની પ્રમુખ સાધ્વીઓ હોવાનો ઉલ્લેખ છે, ન કે સુંદરીની સાથે જ શ્રાવિકા-સમૂહની પ્રમુખા સુભદ્રાને બતાવી છે. કલ્પસૂત્ર'ના આ ઉલ્લેખથી એ જ સિદ્ધ થાય છે કે બંને બહેનોએ સાથે-સાથે દીક્ષા લીધી. (૨) “આવશ્યક, મલય અને ત્રિષષ્ટિ-શલાકા-પુરુષ ચરિત્ર' આદિમાં એ માન્યતા ઉપલબ્ધ થાય છે કે ભગવાન ઋષભદેવે જે સમયે ધર્મતીર્થનું પ્રવર્તન કર્યું, એ સમયે બ્રાહ્મી પ્રવ્રજિત થઈ ગઈ. સુંદરી પણ એ જ સમયે પ્રવ્રજિત થવા માંગતી હતી, પરંતુ ભરતે એમ કહીને પ્રવૃજિત થતા રોકી લીધી કે ચક્રવર્તી બન્યા બાદ એને (સુંદરીને) પોતાની પત્ની(સ્ત્રી-રત્ન)ના પદ પર સ્થાપિત કરશે. ભરત શ્રાવક બન્યો અને સુંદરી શ્રાવિકા. (૩) ત્રીજી માન્યતા એવી પ્રચલિત છે કે ભગવાન ઋષભદેવે જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) 996969696969696969699 ૯ | Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રમણધર્મમાં દીક્ષિત થવા પૂર્વે ભરતની સહોદરા બ્રાહ્મીનો સંબંધ બાહુબલીની સાથે અને બાહુબલીની સહોદરા સુંદરીનો સંબંધ ભરતની સાથે કર્યો હતો. કૈવલ્યોપલબ્ધિ’ પશ્ચાત્ જ્યારે પ્રભુએ ધર્મતીર્થની સ્થાપના કરી તો બાહુબલીની આજ્ઞાથી બ્રાહ્મી શ્રમણીધર્મમાં પ્રવ્રુજિત થઈ ગઈ. એ સમયે સુંદરી પણ પ્રવ્રુજિત થવા માંગતી હતી, પરંતુ ભરતે એવું કહીને એને રોકી લીધી કે ચક્રવર્તી બનવા પર તે એને પોતાની સ્ત્રી-રત્ન બનાવશે. સમાધાન : હરિવંશ પુરાણકારે લખ્યું છે કે - એ બંને કુમારિકાઓ અર્થાત્ અવિવાહિત હતી. એ જ પ્રકારે આદિ પુરાણકારે પણ બ્રાહ્મી માટે રાજકન્યાનું વિશેષણ પ્રયુક્ત કરી એ બંને બહેનો અવિવાહિત હોવાનો ઉલ્લેખ કર્યો છે. એનાથી એ જ સિદ્ધ થાય છે કે બંને બહેનો બાળબ્રહ્મચારિણી હતી. વસ્તુતઃ શ્વેતાંબર પરંપરાની ત્રીજા પ્રકારની માન્યતા ‘દત્તા’ શબ્દનો સમ્યગ્ અર્થ ન સમજવાને કારણે ઉત્પન્ન થઈ. એની પાછળ પ્રામાણિક આધાર નથી. એતવિષયક સમસ્ત જૈન વાડ્મયના પર્યાલોચનથી પ્રગટ થાય છે કે કોઈ પણ પ્રાચીન ગ્રંથમાં બ્રાહ્મી તથા સુંદરીના વિવાહનો ઉલ્લેખ નથી. અહીં વિવાહ અને વાદાનનું અંતર સમજવું જોઈએ. ૧૦ વિવાહ (લગ્ન) અને વાદાન (વેવિશાળ) આ બંને પરંપરાઓના પ્રચલિત થવાના પ્રારંભિક ઇતિહાસને પ્રસ્તુત કરતી વખતે ‘આવશ્યક નિયુક્તિ’માં આપેલ ગાથાની વ્યાખ્યા કરતી વખતે આચાર્ય મલયગિરિએ ‘આવશ્યક મલયવૃત્તિ’માં લખ્યું છે : “ઋષભદેવના લગ્ન (વિવાહ) કરવામાં આવ્યા, એ જોઈને લોકોએ પોત-પોતાનાં સંતાનોના વિવાહ કરવાનાં પ્રારંભ કર્યો. વિવાહનાં પ્રસંગ સમાપ્ત થયાં. હવે ‘દત્ત’ અર્થાત્ વાદાન(વેવિશાળ)નો પ્રસંગ અથવા પ્રક્રિયા પણ કહે છે. ભગવાને યુગલધર્મને સમાપ્ત કરવાના અભિપ્રાયથી ભરતની છેલ્લે જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) Page #20 -------------------------------------------------------------------------- ________________ સાથે ઉત્પન્ન થયેલ પોતાની પુત્રી બ્રાહ્મીનું વેવિશાળ બાહુબલીની સાથે તથા બાહુબલીની સાથે ઉત્પન્ન થયેલ, સુંદરીનું વેવિશાળ ભરતની સાથે કરી દીધું.” નિર્યુક્તિકાર અને વૃત્તિકા૨ે લગ્ન અને વાગ્દાન એ બંને પ્રથાઓનો પ્રારંભ થવાનો જે પ્રકારે પૃથરૂપથી ઉલ્લેખ કર્યો છે, એનાથી નિર્વિવાદ રૂપે એ જ સિદ્ધ થાય છે કે પ્રભુએ પોતાની પુત્રીઓ-બ્રાહ્મી અને સુંદરીના માત્ર વાગ્દાન (વેવિશાળ) જ કર્યા હતા, લગ્ન નહિ. શંકા-૩. ત્રીજી શંકા ઉપસ્થિત કરવામાં આવી છે - ચતુર્થ ચક્રવર્તી સનત્કુમારના સ્વર્ગગમન અથવા મોક્ષગમન સંબંધમાં સૈદ્ધાંતિક પરંપરામાં સનત્કુમારનું મોક્ષગમન માનવામાં આવ્યું છે. સમાધાન : ‘સ્થાનાંગ સૂત્ર'માં ચાર પ્રકારની અંતઃક્રિયાઓનું જે સોદાહરણ વિવરણ આપવામાં આવ્યું છે, એમાં ત્રીજા પ્રકારની અંતઃક્રિયાનો સારાંશ આ પ્રકારે છે : “ત્રીજી - મહાકર્મ પ્રત્યયા અંતઃક્રિયા, જેમાં સનત્કુમાર ચક્રવર્તીની જેમ દીર્ઘકાલીન તપ, રોગના કારણે દીર્ઘકાલીન દારુણ વેદનાની સાથે દીર્ઘપર્યાયથી સિદ્ધ થવું.” આ બધી અંતઃક્રિયાઓના ઉદાહરણ તદ્ભવની અપેક્ષાએ બતાવવામાં આવ્યા છે. અતઃ ત્રીજી અંતઃક્રિયાના ઉદાહરણમાં નિર્દિષ્ટ સનત્કુમારને પણ એ જ ભવમાં સિદ્ધ થયેલ માનવા ઉચિત પ્રતીત થાય છે, કારણ કે ત્રીજી અંતઃક્રિયા અને સાધુપર્યાય સનત્કુમારની બતાવેલી છે, નહિ કે આચાર્ય અભયદેવ અને હેમચંદ્રાચાર્ય દ્વારા વર્ણિત સનત્કુમાર દ્વારા દેવલોકની આયુ ભોગવ્યા પશ્ચાત્ મહાવિદેહ ક્ષેત્રમાં સાધુપર્યાયથી સિદ્ધ થનારા કોઈ સાધકની. ‘સ્થાનાંગ સૂત્ર’ના એતદ્વિષયક મૂળપાઠની શબ્દરચના અને પૂર્વાપર સંબંધને નજર સમક્ષ રાખતા સનત્કુમાર ચક્રવર્તીનો તદ્ભવમાં મોક્ષ માનવું જ ઉચિત પ્રતીત થાય છે. દિગંબર જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) D ૧૧ Page #21 -------------------------------------------------------------------------- ________________ પરંપરામાં પણ ચક્રવર્તી સનત્કુમારનું એ જ ભવમાં મુક્ત થવાનું માનવામાં આવ્યું છે. શંકા-૪. ચોથી શંકા મહાબલમુનિ દ્વારા સ્ત્રી નામ-કર્મના ઉપાર્જન કરવાના સંબંધમાં ઉઠાવવામાં આવી છે. પ્રથમ ભાગમાં ભગવાન મલ્લિનાથના પ્રકરણમાં એમના પૂર્વભવ(પૂર્વજન્મ)નો પરિચય આપતા લખ્યું છે કે - “આ પ્રકારે છળપૂર્વક તપ કરવાથી એમણે સ્ત્રીવેદનો અને વિસ સ્થાનોની આરાધના કરવાથી તીર્થકર નામ-કર્મનો બંધ કર્યો.” અહીં એ શંકા ઉપસ્થિત કરવામાં આવે છે કે ભગવાન મલ્લિનાથના જીવે પોતાના ત્રીજા (મહાબલના) પૂર્વભવમાં જે સ્ત્રી-વેદનું ઉપાર્જન કર્યું તે તીર્થકર નામ-કર્મના ઉપાર્જનનાં પૂર્વે કર્યું અથવા પશ્ચાતું? સમાધાન : “જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર'ના એતવિષયક મૂળપાઠના સમ્યગુ રૂપેણનું અવલોકન કરવાથી સ્વતઃ જ આ શંકાનું સમાધાન થઈ જાય છે. મૂળપાઠમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે રાજા મહાબલ એમના છ બાલ-મિત્રોની સાથે શ્રમણધર્મથી દીક્ષા ગ્રહણ કરી એકાદશાંગીનું અધ્યયન અને વિવિધ તપશ્ચરણથી આત્માને ભાવિત કરતા વિચરણ કરવા લાગ્યા. એક દિવસ એ સાતેય મુનિઓએ પરસ્પર વિચાર-વિમર્શ કર્યા બાદ એ પ્રતિજ્ઞા લીધી કે - “તેઓ બધા સાથે મળીને એક જ પ્રકારનું તપશ્ચરણ કરશે.' પ્રતિજ્ઞાનુસાર તેઓ બધા ઉપવાસ વગેરે સમાન તપ કરવા લાગ્યા. પરંતુ મહાબલ અણગાર બનવા પહેલા પૂર્વ અધિનાયક હતા અને એના છ મિત્રો એના અધિનસ્ત, અતઃ મહાબળના અંતરમાં એના મિત્રોની અપેક્ષાએ વિશિષ્ટ વ્યક્તિત્વની પ્રાપ્તિ-હેતુ આકાંક્ષા ઉત્પન્ન થઈ. એ આંતરિક આકાંક્ષાની પૂર્તિ-હેતુ મહાબળે પોતાની પ્રતિજ્ઞાથી વિપરીત માયા-છળ-છઘપૂર્વક એ છે મુનિઓ કરતાં વિશિષ્ટ તપ કર્યું, જેના ફળસ્વરૂપ એમનું સમ્યકત્વ દૂષિત થઈ ગયું. માયા-સ્ત્રી નામ-કર્મની જનેતા છે, અતઃ મહાબળે સ્ત્રી-નામ-કર્મનું અર્થાત્ સ્ત્રીવેદનો બંધ કર્યો. ૧૨ 999999999999 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #22 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાતાધર્મકથાંગના પાંચમા સૂત્રના પૂર્વ ભાગમાં મહાબળ દ્વારા સ્ત્રી નામ-કર્મ ઉપાર્જન કર્યા પછી એના ઉત્તર ભાગમાં વીસ બોલોની ઉત્કૃષ્ટ આરાધનાથી તીર્થકર નામનોત્રકર્મને ઉપાર્જિત કરવામાં આવેલાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. એનાથી સ્પષ્ટતઃ એ જ સિદ્ધ થાય છે કે મહાબળે સંયમ ગ્રહણ કર્યા બાદ સાધનાની પ્રારંભિક અવધિમાં પહેલા સ્ત્રી નામ-કર્મનું ઉપાર્જન કરેલું, ત્યાર બાદ સાધનાપથ પર ઉત્તરોત્તર અગ્રેસર થતા-થતા વીસ-વીસ બોલોની આરાધનાથી તીર્થકર નામ-કર્મનું ઉપાર્જન કર્યું. આ માન્યતાનું પહેલું કારણ એ છે કે મૂળપાઠમાં આ પ્રકારનો સ્પષ્ટ ઉલ્લેખ છે અને શાસ્ત્રનો મૂળપાઠ હંમેશાં સર્વાધિક પ્રામાણિક માનવામાં આવે છે. બીજું કારણ એ છે કે મહાબળે જે સાધનાથી તીર્થકર નામ-કર્મનું ઉપાર્જન કરેલું તે અત્યુત્કટ સાધના હતી. શાસ્ત્રમાં વર્ણિત વીસ બોલોમાંથી કોઈ એક બોલની ઉત્કટ આરાધનાથી સાધક તીર્થકર નામગોત્ર-કર્મનું ઉપાર્જન કરી લે છે. આવી સ્થિતિમાં વીસ-વીસ બોલોની ઉત્કટ સાધના કર્યા પછી મહાબળનું સમ્યકત્વ આકાંક્ષા દોષથી દૂષિત થઈ મિથ્યાત્વ અથવા સાસ્વાદનની ધરાતળે પહોંચી ગયો હોય, એ વાત ન તો બુદ્ધિસંગત પ્રતીત થાય છે અને નહિ યુક્તિસંગત. આ બધાં તથ્યોમાંથી એ જ નિષ્કર્ષ નીકળે છે કે મહાબળ મુનિએ તીર્થકર નામ-ગોત્રકર્મના ઉપાર્જનના પૂર્વે જ સ્ત્રી નામ-ગોત્ર-કર્મનું ઉપાર્જન કરી લીધું હતું. શંકા-૫. અંતિમ તેમજ પાંચમી શંકામાં એવું કહેવામાં આવ્યું છે કે ત્રણ સંઘાટકોમાં ભિક્ષાર્થ દેવકીને ત્યાં આવેલા છે મુનિઓનો વાસ્તવિક પરિચય દેવકીને ભગવાન અરિષ્ટનેમિના સમવસરણમાં સ્વયં પ્રભુ પાસેથી પ્રાપ્ત થયો હતો. પરંતુ પ્રથમ ભાગમાં “ચઉપન્ન મહાપુરિસ ચરિય'ના ઉલ્લેખાનુસાર એ છએ છ મુનિઓ દ્વારા સ્વયં દેવકીને જિન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) [96969696969696969696969 ૧૩ | Page #23 -------------------------------------------------------------------------- ________________ પોતાનો પરિચય આપવામાં આવેલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એની સાથે જ શાસ્ત્રીય માન્યતાનો ઉલ્લેખ મૂળમાં ન કરી ટિપ્પણીમાં કરવામાં આવ્યો છે. શું એનાથી શાસ્ત્રીય માન્યતાની ગૌણતા પ્રગટ નથી થતી? સમાધાનઃ વસ્તુસ્થિતિ એ છે કે પ્રથમ ભાગમાં જે અનીકસેન આદિ છે મુનિઓ સંબંધમાં વિવરણ આપવામાં આવ્યું છે, એનું શીર્ષક અને એ વિવરણને ધ્યાનપૂર્વક વાંચવામાં આવે તો આ પ્રકારની શંકાની આવશ્યકતા જ નથી રહેતી. " આ બધાં જ વિવરણનું શીર્ષક છે “અરિષ્ટનેમિ દ્વારા રહસ્યોદ્ઘાટન.” આ શીર્ષક જ એતદ્વિષયક શાસ્ત્રીય માન્યતાનો બોધ કરાવી દે છે. આ સિવાય આ આખ્યાનથી સંબંધિત પૂર્ણ શાસ્ત્રીય માન્યતાનું સીમાચિહ્ન દિગ્દર્શન કરાવવાની સાથે-સાથે એની પુષ્ટિમાં રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્રકાર દ્વારા કરવામાં આવેલ વર્ણનનો પણ ઉલ્લેખ કરી દેવામાં આવ્યાં છે. એક તથ્યનું પ્રતિપાદન કરવા પૂર્વે એના વિવિધ પક્ષોને પ્રસ્તુત કરવાની પરંપરાને સદા સ્વસ્થ માનવામાં આવી છે. એ જ સ્વસ્થ પરંપરાનું અવલંબન લઈ આ પ્રકરણમાં “ચઉપન્ન મહાપુરિસ ચરિય'ના રચનાકારનો પક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યો છે. જે પરમ વૈરાગ્યોત્પાદક તથા સરસ હોવાની સાથે-સાથે અધિકાંશ વિજ્ઞો માટે નવીન છે. એ પક્ષને પ્રસ્તુત કરતી વખતે એ વાતની પૂર્ણ સાવધાની રાખવામાં આવી છે કે જે બે સ્થળોએ શાસ્ત્રીય માન્યતાથી ભિન્ન પ્રકારનો ઉલ્લેખ મળે છે, ત્યાં તથ્યના પ્રકાશાથે શાસ્ત્રીય માન્યતાની દ્યોતક ટિપ્પણ આપી દીધી છે. શાસ્ત્રો પ્રત્યે અગાધ શ્રદ્ધા અભિવ્યક્ત કરતા શાસ્ત્રીય મતોની સર્વોપરી પ્રામાણિકતાને અક્ષણ બનાવી રાખવાની પ્રશસ્ત ભાવનાથી પ્રેરિત થઈ જે વિશ પાઠકોએ જાગૃતતા દાખવી છે, તે સાધુવાદને પાત્ર છે. ' ૧૪ 96969696969696969696962 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #24 -------------------------------------------------------------------------- ________________ ( પુરાતન પ્રામાણિક આધાર) અમે અંગો ઉપાંગો, નિર્યુક્તિઓ, ટૂંક-ટિપ્પણીઓ, ટીકાઓ, ભાષ્યો, ચરિત્ર-ગ્રંથો, કથાકોષો, સ્થવિરાવલીઓ, પટ્ટાવલીઓ, જૈન તેમજ વૈદિક પરંપરાનાં પુરાણો, વિભિન્ન ઇતિહાસ ગ્રંથો, બૌદ્ધ પરંપરાના ગ્રંથો, શિલાલેખો, પ્રકીર્ણક ગ્રંથો તથા બધા પ્રકારની ઉપલબ્ધ સામગ્રીઓના પર્યવેક્ષણ, પર્યાલોચનના માધ્યમથી પ્રામાણિક સાધનોના આધારે અથથી ઇતિ સુધી શૃંખલાબદ્ધ રૂપમાં જૈન ઇતિહાસના આલેખનની અમિટ અભિલાષા કરી યથામતિ કંઈક લખવાનો પ્રયાસ કર્યો છે. પ્રારંભથી લઈ અંત સુધી આ ગ્રંથના લેખનમાં એ વાતનો પૂરો ખ્યાલ રાખવામાં આવ્યો છે કે કોરી કલ્પનાઓ અને નિરાધાર અનુકૃતિઓને મહત્ત્વ ન આપતા પ્રાચીન ગ્રંથો અને અભિલેખોના આધારે પ્રામાણિક ઐતિહાસિક તથ્યોનું જ નિરૂપણ કરવામાં આવે. એ જ પ્રકારે ઘણી બધી ચમત્કારિક રૂપથી ચિત્રિત ઘટનાઓનો આ ગ્રંથમાં સમાવેશ કરવામાં નથી આવ્યો. આ સ્પષ્ટીકરણનું મુખ્ય તાત્પર્ય એ જ છે કે પ્રસ્તુત ગ્રંથમાં જે કંઈ પણ લખ્યું છે, એ બધું જ સાધાર છે, એક પણ વાત નિરાધાર નથી લખવામાં આવી. (વિશુદ્ધ ઉદેશ્યઃ કેવળ તથ્યની ખોજ) - આ એક નિર્વિવાદ સત્ય છે કે ઇતિહાસના ક્ષેત્રમાં માત્ર એ જ વિવરણોને પૂર્ણ પ્રામાણિક માનવામાં આવે છે, જેમાં સત્ય સિદ્ધ કરવા માટે ચોક્કસ આધાર હોય. કેટલીક માન્યતાઓને અપ્રામાણિક - અમાન્ય સિદ્ધ કરવા માટેના પ્રબળ તથ્ય અમને ઉપલબ્ધ થયા છે, એને યથાસ્થાન ઉલ્લેખી અમે વાસ્તવિકતાને પ્રકાશમાં લાવવાનો પ્રયત્ન કર્યો છે. એવા પ્રસંગો ઉપર અમારે કેટલાક એવા પ્રકારનાં તથ્ય પણ પ્રસ્તુત કરવા પડ્યાં છે, જે કેટલાક વિદ્વાનોની માન્યતાઓને અનુકૂળ નથી. એવું કરવાની પાછળ અમારી કિંચિત્માત્ર પણ એવી ભાવના નથી રહેલી કે કોઈના કોમળ મનને ઠેસ વાગે. અમારી ચેષ્ટા માત્ર એ જ રહી છે કે વસ્તુસ્થિતિને પ્રકાશમાં લાવવામાં આવે. (સંઘ સંચાલિત પ્રણાલી) કોઈ પણ સંગઠન, ભલે પછી તે ધાર્મિક, રાજનૈતિક, સામાજિક, આર્થિક અથવા સાંસ્કૃતિક સંગઠન હોય, એના સંચાલન માટે કોઈક જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) 802999696969696963 ૧૫ | Page #25 -------------------------------------------------------------------------- ________________ એક પ્રણાલીને અપનાવવી આવશ્યક બની જાય છે. અનેક ભેદપ્રભેદો હોવા છતાં પણ આ પ્રકારનાં સંગઠનોને સુચારુરૂપે ચલાવવા માટે મુખ્ય રૂપે બે પ્રણાલીઓને પ્રધાન માનવામાં આવી છે. પ્રથમ એકતંત્રીય પ્રણાલી અને બીજી પ્રજાતંત્રીય પ્રણાલી. એકતંત્રીય પ્રણાલીમાં એક વ્યક્તિને સર્વસત્તા-સંપન્ન અધિનાયક બનાવી દેવામાં આવે છે. પ્રજાતાંત્રિક પ્રણાલીમાં અધિકારી અને અધિકૃત, નાના-મોટાના ભેદનું કહેવા માત્રનું સ્થાન હોય છે. તીર્થ-પ્રવર્તનકાળથી લઈને આજ સુધીના ભગવાન મહાવીરના ધર્મસંઘના ઇતિહાસનું સુચારુ પર્યાલોચન કર્યા પછી એ જ તથ્ય પ્રગટ થાય છે કે પ્રારંભથી જ એનું સંચાલન એક એવી સુંદર અને સુદઢ પ્રણાલી દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે ન તો વિશુદ્ધ એકતંત્રીય પ્રણાલી કહી શકાય અને નહિ પૂર્ણ પ્રજાતાંત્રિક. કૈવલ્યોપબ્ધિના અનંતર તીર્થપ્રવર્તનના સમયે ભગવાન મહાવીરે પોતાના ધર્મસંઘના સંચાલન માટે પ્રજાતાંત્રિક પ્રણાલી અને એકતંત્રીય પ્રણાલીના માત્ર ગુણોને ગ્રહણ કરી એક મિશ્રિત પ્રણાલીને વધારે ઉપયુક્ત સમજી. - સંઘ તેમજ આચરણ પ્રત્યે નિષ્ઠાવાન, પ્રત્યુત્પન્નમતિ, શાસન નિપુણ, ઓજસ્વી, પ્રતિભાશાળી, વ્યવહારકુશળ તેમજ યોગ્યતમ્ અધિકારીના સાંકુશ અધિનાયકત્વમાં પોતાના ધર્મસંઘનું ચિરજીવન તથા ચિરસ્થાયી હિત સમજીને ભગવાન મહાવીરે સંઘના સંચાલન માટે એક મિશ્રિત પ્રણાલી નિર્ધારિત કરી. એમાં એવા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી કે એ વ્યવસ્થાઓને કાર્યાન્વિત કરવાથી એ હિંમેશાં નિર્દોષ અને પૂર્ણ સ્વસ્થ પરંપરા બની રહે. સંક્ષેપમાં કહેવામાં આવે તો એ સંઘના અંકુશ (નિયંત્રણ) સહિત એક એવી એકતંત્રીય શાસનપ્રણાલી હતી, જેમાં નામમાત્રની પણ એકાતિકતા અથવા નિરંકુશતા ન હતી. દરેકના વિચારો પ્રત્યે સન્માન અને સમાદર રાખવામાં આવતાં હતાં. સમગ્રરૂપે વિવેકની કસોટી ઉપર ઘસીને પછી જ ગંભીર પ્રશ્નો ઉપર સંઘ અને આચાર્ય દ્વારા નિર્ણય આપવામાં આવતો હતો. એમનો નિર્ણય સર્વોપરી અને સર્વમાન્ય રહેતો હતો. [ ૧૬ ઉ6969696969696969696963ન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) Page #26 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય પોતાના શિષ્યવર્ગમાંથી યોગ્ય શિષ્યોની અનેક પ્રકારે પરીક્ષાઓ લઈને મનોમન સર્વત, સર્વાધિક, સુયોગ્ય શિષ્યને પોતાના ઉત્તરાધિકારીના રૂપે પસંદ કરી એને સ્વાર્જિત સમસ્ત જ્ઞાનની શિક્ષા પ્રદાન કરતા અને અંતે પોતાની આયુ-સમાપ્તિ પૂર્વે જ સમસ્ત સંઘની સમક્ષ પોતાનો ઉત્તરાધિકારી જાહેર કરી દેતા હતા. ભગવાન મહાવીરે પોતાના ધર્મસંઘના સંચાલન માટે નિયંત્રણ (અંકુશ) સહિત જે એકતંત્રીય શાસનપ્રણાલી નિર્ધારિત કરી, એમાં સંઘના સંરક્ષણ, ઉત્કર્ષ વગેરે માટે પૂર્ણરૂપે ઉત્તરદાયી (જવાબદાર) અને સાંકુશ સર્વસત્તાસંપન્ન જે આચાર્યપ્રદ રાખ્યું, એ પદ ઉપર નિયુક્તિનો આધાર નિર્વાચનના સ્થાને મનોનયન રાખવામાં આવ્યો. એ જ શ્રમણને આચાર્યપદ ઉપર મનોનીત અથવા અધિષ્ઠિત કરવાનું વિધાન કરવામાં આવ્યું, જે સ્વયં પૂર્ણ આચારવાન, બીજા પાસે વિશુદ્ધ, આચારનું પરિપાલન કરાવનાર, સંઘનો કુશળ અનુશાસ્ત, શ્રમણસમૂહને તલસ્પર્શી તત્ત્વજ્ઞાન અને આગમ-વાચના આપવામાં સક્ષમ. સાધક વર્ગ ને આધ્યાત્મિક ઉત્કર્ષની તરફ ઉત્તરોત્તર અગ્રેસર કરતા રહેવાની અસાધારણ યોગ્યતાવાળા, મેઘાવી, સર્વાતિશયી પ્રતિભા-પ્રભાવસંપન્ન, તેજસ્વી વ્યક્તિત્વનો ધણી, પુણ્યાત્મા, આત્મજયી, નિષ્કલંક જાતકુળ - સ્વભાવસંપન્ન અને નિષ્ઠલ પ્રકૃતિના હોય. આજે પણ જૈન ધર્મના દરેક શ્રમણ સંઘો તેમજ સંપ્રદાયોના સંચાલનની વ્યવસ્થા તેના એ જ પુરાતન સ્વરૂપમાં સાંકુશ એકતંત્રી વ્યવસ્થા-પ્રણાલીને અનુસરી રહી છે. (નિવણોત્તર-કાળમાં સંઘ વ્યવસ્થા) - આ એક નિર્વિવાદ ઐતિહાસિક તથ્ય છે કે શ્રમણ ભગવાન મહાવીરનો ધર્મસંઘ ભારતના વિભિન્ન ધર્મસંઘોમાં હંમેશાંથી જ પ્રમુખ, સુવિશાળ તથા બહુજન સંમત રહ્યો છે. જેને વામયમાં નિર્વાણ-પૂર્વવર્તી અને નિર્વાણોત્તર કાળમાં અનેક એવા અન્ય ધર્મસંઘોનો ઉલ્લેખ ઉપલબ્ધ થાય છે, જે વિશાળ પણ હતા અને બહુજન સંમત પણ. પરંતુ આજે એ ધર્મસંઘોમાંથી એક-બેને છોડીને બાકીના નામ સિવાય કોઈ અવશેષ પણ અવશિષ્ટ નથી રહ્યા. એનાથી વિપરીત ભગવાન મહાવીરનો ધર્મસંઘ જૈિન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 26969696969696969696969] ૧૦ | Page #27 -------------------------------------------------------------------------- ________________ જે પ્રકારે એમના નિર્વાણ પૂર્વે એક વિશાળ, બહુજન સંમત અને સુપ્રતિષ્ઠિત ધર્મસંઘના રૂપમાં સુચારુ રૂપેથી ચાલતો રહ્યો, એ જ પ્રકારે નિર્વાણોત્તર-કાળમાં પણ ચાલતો રહ્યો. જૈન ધર્મ ઉપર પણ અનેકવાર વિપત્તિનાં વાદળો મંડાયાં. દ્વાદશવાર્ષિક દુષ્કાળો, રાજનૈતિક ઊથલ-પાથલ, વર્ગ-વિદ્વેષ, ધર્માંધતાજન્ય ગૃહક્લેશ વગેરે સંક્રાન્તિ-કાળના અનેક વખતો આવ્યા અને જતા રહ્યા. અનેક ધર્મસંઘોને વિલુપ્ત કરવાવાળા એ વિપ્લવ પણ જૈન ધર્મને સમાપ્ત ન કરી શક્યો. અતીતના એ અતિવિકટ સંકટાપન્ન સમયે પણ જૈન ધર્મ ક્યાં કારણોને લીધે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવામાં સફળ થયો ? એ પ્રશ્નના ઊંડાણમાં ઊતરવા અને શોધવા પર એનાં કેટલાંક પ્રબળ કારણો ઉભરાઈને સામે આવે છે. સૌથી પહેલું અને પ્રબળ કારણ એ હતું કે સર્વજ્ઞ પ્રણીત ધર્મ હોવાના કારણે આ ધર્મસંઘનું સંવિધાન બધી રીતે સુગઠિત અને સર્વાંગપૂર્ણ હતું. અનુશાસન, સંગઠનની સ્થિરતા, સુવ્યવસ્થા એની અપ્રતિમ વિશેષતાઓ હતી. બીજું મુખ્ય કારણ હતું, આ ધર્મસંઘનો વિશ્વબંધુત્વનો મહાન સિદ્ધાંત; જેમાં પ્રાણીમાત્રના કલ્યાણની સાચી ભાવના સન્નિહત હતી. આ બધાથી વિશેષ તો આ ધર્મસંઘની ઘોરાતિઘોર સંકટોમાં પણ રક્ષા કરનારા હતા, આ ધર્મસંઘના કર્ણધાર મહાન આચાર્યોના ત્યાગ-તપોપૂત અપરિમેય આત્મબળ. ધર્મસંઘમાં પદોની વ્યવસ્થા ધર્મસંઘનાં શ્રમણ-શ્રમણી વર્ગ સુદૃઢ, સંગઠન અને પૂર્ણ અનુશાસનમાં રહીને સમ્યક્ રીતે જ્ઞાનારાધના તથા સાધનાનો નિરંતર ઉત્તરોત્તર વિકાસ, ધર્મનો પ્રચાર-પ્રસાર-પ્રભાવના-અભ્યુત્થાન અને નિર્દોષ રૂપથી પોતાના સંયમ અને જીવનનો નિર્વાહ કરી શકે, આ પ્રકારે ધર્મસંઘની વ્યવસ્થા સુચારુ રીતે ચાલી શકે, એ ઉદ્દેશ્યથી શ્રમણસંઘમાં નિમ્નલિખિત પદોની વ્યવસ્થા કરવાનો ઉલ્લેખ ‘સ્થાનાંગ સૂત્ર’ની વૃત્તિ અને ‘બૃહત્કલ્પ સૂત્ર’માંથી પ્રાપ્ત થાય છે. (૧) આચાર્ય (૨) ઉપાધ્યાય (૩) પ્રવર્તક (૪) સ્થવિર (૫) ગણી (૬) ગણધર (૭) ગણાવચ્છેદક. ૧૮ જો જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રમણસમૂહની સમાન શ્રમણીસમૂહ પણ આચાર્યને જ આજ્ઞાનુવર્તી રહેતો હતો. પણ શ્રમણીવર્ગની દૈનિક વ્યવસ્થા સુચારુ ચાલતી રહે, શ્રમણો તથા શ્રમણીઓનો અવાંછનીય અતિ સંપર્ક ન થાય, શ્રમણીઓની વ્યવસ્થા પણ શ્રમણોની અપેક્ષાએ શ્રમણીઓ સુવિધાપૂર્વક કરી શકે, ” એ દૃષ્ટિથી શ્રમણી વૃંદ માટે પ્રવર્તિની, મહત્તરા, સ્થવિરા, ગણાવચ્છેદિકા આદિ પદોની વ્યવસ્થા નિર્ધારિત કરવામાં આવી છે. આ પદો પર અધિષ્ઠિત કરવામાં આવનારની કાયિક, વાચિક અને આધ્યાત્મિક સંપદાઓ, યોગ્યતાઓ, ઉત્તરદાયિત્વો, પુનિત કર્તવ્યો અને એમના દ્વારા વહન થનારો ગુરુત્તર કાર્યોભાર વગેરેનો અહીં શાસ્ત્રીય અને પુરાતન આધાર ઉપર સંક્ષેપમાં વિવરણ પ્રસ્તુત કરવામાં આવી રહ્યો છે. આચાર્ય ઃ ભગવાન મહાવીરના ધર્મસંઘમાં આચાર્ય(ધર્માચાર્ય)નું પદ અપ્રતિમ, ગૌરવપૂર્ણ અને સર્વોપરી માનવામાં આવે છે. જૈન ધર્મસંઘના સંગઠન, સંચાલન, સંરક્ષણ, સંવર્તન, અનુશાસન અને સર્વતોમુખી (સર્વાગ) વિકાસમાં સામૂહિક તેમજ મુખ્ય ઉત્તરદાયિત્વ આચાર્ય ઉપર રહે છે. સમસ્ત ધર્મસંઘમાં એમનો આદેશ અંતિમ નિર્ણયના રૂપમાં સર્વમાન્ય હોય છે. આ જ કારણ છે કે જિનવાણીનું યથાતથ્ય રૂપથી નિરૂપણ કરનારા આચાર્યને તીર્થકર સમાન અને સકળ સંઘના નેત્ર કહેવામાં આવ્યા છે. આચાર્ય' શબ્દની વ્યુત્પત્તિ અનેક ગ્રંથો અને આગામોમાં જણાવવામાં આવી છે. જિનેન્દ્ર ભગવાન દ્વારા પ્રરૂપિત આગમજ્ઞાનને હૃદયંગમ કરી એને આત્મસાત્ કરવાની ઉત્કંઠાવાળા શિષ્યો દ્વારા જે વિનયાદિપૂર્ણ મર્યાદાપૂર્વક સેવિત હોય એમને આચાર્ય કહે છે. જે સૂત્ર અને અર્થના જ્ઞાતા હોય, ઉત્કૃષ્ટ કોટિનાં લક્ષણોથી યુક્ત હોય, સંઘના માટે મોભી અર્થાત્ આધારસ્તંભ સમાન હોય, જે પોતાના ગણગચ્છ અથવા સંઘને સમસ્ત પ્રકારના સંતાપોથી પૂર્ણતઃ વિમુકત રાખવામાં સક્ષમ હોય તથા જે શિષ્યોને આગમોના ગૂઢાર્થ સહિત વાંચના આપતા હોય, એમને આચાર્ય કહે છે. જે પાંચ પ્રકારના આચાર અર્થાત્ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રચાર, તપાચાર અને વીર્યાચારનો સ્વયં સમ્યગુરૂપે પાલન, પ્રકાશન, પ્રસારણ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) 9999999999છે. ૧૯ ] Page #29 -------------------------------------------------------------------------- ________________ તથા ઉપદેશ કરે છે અને પોતાના અંતેવાસીઓ પાસે પણ એ જ પ્રકારનું આચરણ કરાવે છે, એમને આચાર્ય કહેવામાં આવે છે. આચાર્યપદ માત્ર વિદ્વત્તાના આધારે નથી આપવામાં આવતું. આચાર્યના વ્યક્તિત્વમાં એવી અર્હતાઓ હોવી જોઈએ, જેનાથી જીવન સમગ્ર તેમજ સંપૂર્ણ લાગે. ‘દશાશ્રુતસ્કંધ સૂત્ર’માં આચાર્યની વિશેષતાઓનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાં આચાર્યની આઠ સંપદાઓ બતાવવામાં આવી છે, જે નિમ્નાંકિત છે : (૧) આચાર સંપદા (૨) શ્રુત સંપદા (૩) શરીર સંપદા (૪) વચન સંપદા (૫) વાચના સંપદા (૬) મતિ સંપદા (૭) પ્રયોગ સંપદા (૮) સંગ્રહ સંપદા. ઉપાધ્યાય : જૈનદર્શન જ્ઞાન અને ક્રિયાના સમન્વિત અનુસરણ પર આધારિત છે. સજ્ઞાનપૂર્વક આચરિત ક્રિયામાં શુદ્ધિની અનુપમ સુષમા પ્રસ્ફુટિત થાય છે. જે પ્રકારે જ્ઞાન-પ્રસૂતક્રિયાની ગરિમા છે, એ જ પ્રકારે ક્રિયા-પરિણત જ્ઞાનની પણ વાસ્તવિક સાર્થકતા છે. જૈનસંઘનાં પદોમાં આચાર્ય પછી બીજું પદ ઉપાધ્યાયનું છે. આ પદનો સંબંધ મુખ્ય રીતે અધ્યાપન સાથે છે. ઉપાધ્યાય શ્રમણોને સૂત્ર-વાંચન આપે છે. જિન-પ્રતિપાદિત દ્વાદશાંગ ગ્રંથોનો જે ઉપદેશ આપે છે, એમને (ઉપદેશ-શ્રમણ) ઉપાધ્યાય કહેવામાં આવે છે. ‘સ્થાનાંગ વૃત્તિ’માં ઉપાધ્યાયનો સૂત્રદાતાના (સૂત્ર વાંચનાદાતા) રૂપમાં ઉલ્લેખ થયો છે, એનું તાત્પર્ય એ છે કે સૂત્રોના પાઠોચ્ચારણની શુદ્ધતા, સ્પષ્ટતા, વિશદતા, અપરિવર્ત્યતા તથા સ્થિરતા બનાવી રાખવાના હેતુથી ઉપાધ્યાય પારંપરિક ભાષા તેમજ વૈજ્ઞાનિક વગેરે દૃષ્ટિઓથી અંતેવાસી શ્રમણોને મૂળપાઠનું સાંગોપાંગ શિક્ષણ આપે છે, જેનાથી આગમ પાઠને યથાવત્ બનાવી રાખવામાં ઘણી મદદ મળે છે. આગમ-ગાથાઓનું ઉચ્ચારણ કરી દેવું માત્ર પાઠ કે વાંચન નથી. અનુયોગ દ્વારમાં પદના શિક્ષિત, જિત, સ્થિત, મિત, પરિજિત, નામસમ, ઘોષસમ, અહીનાક્ષર, અત્યક્ષર, અત્યાવિદ્યાસર, અસ્ખલિત, અમિલિત, અવ્યત્યાક્રેડિત, પ્રતિપૂર્ણ, પ્રતિપૂર્ણ - ઘોષ તેમજ કંઠોષ્ઠ વિપ્રમુક્ત જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૨૦ Page #30 -------------------------------------------------------------------------- ________________ એ પ્રકારે ૧૬ વિશેષણ આપવામાં આવ્યાં છે. સૂત્રપાઠ ને અક્ષણ તથા અપરિવર્ત્ય રાખવા પડતા હતા, જે કારણે આટલા વિશાળ આગમવાડ્મયમાં કાળની આટલી લાંબી અવધિની વચ્ચે પણ કોઈ પરિવર્તન નથી આવી શક્યું. અર્થ અથવા અભિપ્રાયનો આશ્રય સૂત્રનો પાઠ છે, માટે જ એના શુદ્ધ સ્વરૂપને સ્થિર રાખવા માટે સૂત્ર-વાંચન અથવા પઠનનું એટલું મોટું મહત્ત્વ સમજવામાં આવ્યું કે સંઘમાં એને માટે “ઉપાધ્યાય'ના રૂપમાં પૃથક પદ પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું. પ્રવર્તક આચાર્યના ઘણાખરાં (બહુવિધ) ઉત્તરદાયિત્વોનાં સમ્યક નિર્વહનમાં સુવિધા રહે, ધર્મસંઘ ઉત્તરોત્તર ઉન્નતિ કરતો રહે, શ્રમણવૃંદ શ્રામણ્યના પરિપાલન અને વિકાસમાં ગતિશીલ રહે, એ હેતુથી અન્ય પદોની સાથે પ્રવર્તકનું પણ વિશિષ્ટ પદ પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું. પ્રર્વતક ગણ અથવા શ્રમણ સંઘની ચિંતા કરે છે અર્થાત્ તેઓ એની ગતિવિધિનું ધ્યાન રાખે છે. તેઓ જિનશ્રમણોને તપ, સંયમ તથા પ્રશસ્ત યોગમૂલક અન્યોન્ય સત્પ્રવૃત્તિઓમાં યોગ્ય જાણે છે, એમને એ પ્રવૃત્તિ માટે અનુપ્રેરિત કરે છે. પ્રવર્તકનું એ કર્તવ્ય છે કે જેને જે પ્રવૃત્તિ માટે યોગ્ય માનતા હોય, એને એ તરફ પ્રેરિત અને પ્રવૃત્ત કરે. જે એમને જેની પ્રવૃત્તિના સમ્યફનિર્વાહમાં યોગ્ય ન જણાય, તેમને એ તરફથી નિવૃત્ત કરે છે. સાધક માટે એ પ્રકારના પથનિર્દેશક હોવું પરમ આવશ્યક છે. ગણને તૃપ્ત તુષ્ટ, ઉલ્લાસિત કરવામાં પ્રવર્તક હંમેશાં પ્રયત્નશીલ રહે છે. સ્થવિર જૈનસંઘમાં સ્થવિરનું પદ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. “સ્થાનાંગ સૂત્ર'માં દશ પ્રકારના સ્થવિર બતાવવામાં આવ્યા છે, જેમાંના અંતિમ ત્રણ - વયસ્થવિર, શ્રુતસ્થવિર તથા પર્યાયસ્થવિરનો સંબંધ વિશેષતઃ શ્રમણજીવન સાથે છે. સ્થવિરનો સામાન્ય અર્થ પ્રૌઢ અથવા વૃદ્ધ છે. જે જન્મથી અર્થાત્ આયુથી સ્થવિર હોય છે, તેઓ જાતિ અથવા વયથી સ્થવિર કહેવાય છે. “સ્થાનાંગ વૃત્તિ'માં એમના માટે ૬૬ વર્ષની આયુનો સંકેત કરવામાં આવ્યો છે, જે શ્રુત-સમવાય વગેરે અંગ-આગમ જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૨) 96969696969696969696962 ૨૧] Page #31 -------------------------------------------------------------------------- ________________ અને શાસ્ત્રના પારગામી હોય છે, તેઓને શ્રુતસ્થવિર કહેવામાં આવે છે. એમના માટે આયુનું મહત્ત્વ નથી. તેઓ નાની વયના પણ હોઈ શકે છે. પર્યાયસ્થવિર એ હોય છે, જેમનો દીક્ષાકાળ લાંબો હોય છે. એમના માટે ઓછામાં ઓછી ૨૦ વર્ષની દીક્ષાપર્યાય હોવી જોઈએ. સ્થવિર-શ્રમણોની પોતાની ગરિમા છે. તેઓ દઢધમાં હોય છે અને સંઘના શ્રમણોને ધર્મમાં, સાધનામાં, સંયમમાં સ્થિર બનાવી રાખવા માટે સદૈવ જાગૃત તથા પ્રયત્નશીલ રહેતા હોય છે. સ્થવિર સંવિગ્ન - મોક્ષના અભિલાષી, માવિત-મૃદુ કે કોમળ પ્રકૃતિના ધણી અને ધર્મપ્રિય હોય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધનામાં ઉપાદેય (શ્રેષ્ઠ) અનુષ્ઠાનોમાં જે શ્રમણ પ્રમાદ કરે છે, એના અનુપાલનમાં અસ્થિર બને છે, સ્થવિર એને જ્ઞાન, દર્શન તથા ચારિત્રથી યાદ અપાવે છે. પતનોન્મુખ શ્રમણોને તેઓ ઐહિક અને પરલૌકિક અધઃપતન દેખાડીને મોક્ષના માર્ગમાં સ્થિર કરે છે. એનાથી સ્પષ્ટ છે કે સંયમજીવનના પ્રહરીનું મહનીય કાર્ય સ્થવિર કરે છે. સંઘમાં એમની ઘણી પ્રતિષ્ઠા તથા શાખ હોય છે. સાર એ છે કે સ્થવિર સંયમમાં સ્વયં અવિચળ-સ્થિરશીલ હોય છે અને સંઘના સદસ્યોને એવા બની રહેવા માટે ઉત્પ્રેરિત કરતા રહે છે. ગણી : ગણીનો સામાન્ય અર્થ ગણ અથવા સાધુસમુદાયના અધિપતિ છે. અતઃ આચાર્ય માટે પણ આ શબ્દનો પ્રયોગ જોવામાં આવે છે. પરંતુ અહીં આનો એક વિશિષ્ટ અર્થ જોવામાં આવે છે. સંઘમાં જે અપ્રતિમ, વિદ્વાન, બહુશ્રુત શ્રમણ રહેતો હતો, તેને જ ગણીનું પદ આપવામાં આવતું હતું. યદ્યપિ આચાર્યનું સ્થાન સંઘમાં સર્વોચ્ચ હોય છે. પરંતુ એ આવશ્યક નથી કે સંઘગત શ્રમણોમાં તે બધાથી અધિક વિદ્વાન અને અધ્યેતા હોય. ગણીમાં આ કક્ષાની જ્ઞાનાત્મક વિશેષતા હોય છે. ફળસ્વરૂપ તે આચાર્યને પણ વાચના આપી શકે છે. આચાર્ય જો શાસ્ત્ર-અધ્યયનની અપેક્ષા રાખે તો, તે ગણી પાસે શાસ્ત્રાભ્યાસ કરી શકે. જ્ઞાન અને જ્ઞાનીના સત્કારનો આ અનુકરણીય પ્રસંગ છે. ગણધર : ‘ગણધર'નો શાબ્દિક અર્થ ગણ અથવા શ્રમણસંઘને ધારણ કરવાવાળો, ગણનો અધિપતિ, સ્વામી અથવા આચાર્ય હોય છે. ૨૨ ૨૨ઊઊઊઊઊઊ ની જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) Page #32 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક વૃત્તિ'માં અનુત્તર જ્ઞાન, દર્શન આદિના ગણ, સમૂહને ધારણ કરવાવાળાને ગણધર કહેવામાં આવ્યા છે. આગમ વાડ્મયમાં “ગણધર' શબ્દ મુખ્યતઃ બે અર્થોમાં પ્રયુક્ત છે. તીર્થકરના પ્રમુખ શિષ્ય, જે એમના (તીર્થકર) દ્વારા પ્રરૂપિત તત્ત્વજ્ઞાન દ્વાદશાંગીના રૂપમાં સંગ્રહ કરે છે તથા એમના ધર્મસંઘના વિભિન્ન ગણોની સાર-સંભાળ રાખે છે. પોત-પોતાના ગણના શ્રમણોને આગમવાચના આપવાવાળા પણ ગણધર કહેવાય છે. ગણધરોને સૂત્ર આત્મગમ્ય હોય છે. બીજા શબ્દોમાં તેઓ સૂત્રોના કર્તા છે. ગણધરનો બીજો અર્થ છે આર્યાઓ અથવા સાધ્વીઓને પ્રતિજાગૃત રાખવાવાળા અર્થાત્ એમના સંયમજીવનના સમ્યક્ નિર્વહનમાં સદા પ્રેરણા, માર્ગદર્શન અને આધ્યાત્મિક સહયોગ કરવાવાળો શ્રમણ ગણધર કહેવાય છે. ' ગણાવચ્છેદક : આ પદનો વિશેષ સંબંધ વ્યવસ્થા સાથે છે. જે સંઘને આશ્રય આપવો, એને સુદઢ બનાવી રાખવા અથવા સંઘના શ્રમણોની સંયમયાત્રાના સમ્યફનિર્વાહ માટે આવશ્યક સાધનસામગ્રીની ગવેષણા કરવા નિમિત્તે વિહાર કરે છે, પર્યટન કરે છે, પ્રયત્નશીલ રહે છે, તેઓ ગણાવચ્છેદક હોય છે. " શ્રમણ-નિર્વાહ માટે અપેક્ષિત સાધનસામગ્રીના આકલન, તત્સંબંધી વ્યવસ્થા વગેરેની દૃષ્ટિથી ગણાવચ્છેદકના પદનું ઘણું મોટું મહત્ત્વ છે. ગણાવચ્છેદક દ્વારા આવશ્યક ઉપકરણ ભેગા કરવાનું ઉત્તરદાયિત્વ સંભાળી લેવાને લીધે આચાર્યનો સંઘ વ્યવસ્થા સંબંધી ભાર ઘણો હલકો થઈ જાય છે. ફલતઃ એમને ધર્મ-પ્રભાવના તથા સંઘોન્નતિ સંબંધી અન્યોન્ય કાર્યોની સંપન્નતામાં સમય આપવાની અધિક અનુકૂળતા પ્રાપ્ત રહે છે. - કેટલીક વિશિષ્ટ યોગ્યતાઓ : પદો ઉપર અધિષ્ઠિત કરવામાં આવેલા શ્રમણોમાં કેટલીક વિશેષ યોગ્યતાઓ વાંછનીય સમજવામાં આવી હતી. અસાધારણ સ્થિતિઓમાં કેટલાક વિશેષ નિર્ણય લેવાની વ્યવસ્થા પણ રહી છે. “વ્યવહાર સૂત્ર” તથા “ભાષ્ય'માં આ સંદર્ભમાં પ્રસ્તુત વિશદ વિવેચનનાં કેટલાંક પાસાં અહીં ઉપસ્થિત કરવા ઉપયોગી થશે. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) 9696969696969696969699 ૨૩ | Page #33 -------------------------------------------------------------------------- ________________ ગણી, અને |. ૫દ | ન્યૂનતમ | ન્યૂનતમ વિશિષ્ટ યોગ્યતા દીક્ષાપર્યાય શ્રુતજ્ઞાન ઉપાધ્યાય |૩ વર્ષ આચારાંગ તથા સંક્લેશરહિત, નિશીથના વેત્તા |બહુશ્રુત અને . વિદ્વાન હોય આચાર્ય ૫ વર્ષ ઉપરોક્તની સાથે ઉપરોક્ત અથવા દિશાશ્રુત સ્કંધ, ઉપાધ્યાય બૃિહત્કલ્પ, વ્યવહાર સૂત્રના વેત્તા આચાર્ય, ૮િ વર્ષ ઉપરોક્તની સાથે જે આચાર, સંયમ, ઉપાધ્યાય સ્થાનાંગ અને પ્રવચન, પ્રજ્ઞા, સંગ્રહ પ્રવર્તક, સમવાયાંગ સૂત્રના અને ઉપગ્રહમાં કુશળ સ્થવિર, ધારક, વેત્તા હોય, જેમનું ચરિત્ર અખંડ, અદૂષિત, ગણધર અનાચારના ડાઘા વિનાનું, સર્વતઃ સાત્વિક ગણવેચ્છદક સંકલેશરહિત, એવા જે બહુશ્રુત હોય અપવાદ : “વ્યવહાર સૂત્ર'માં એક વિશેષ વાત કહેવામાં આવી છે કે વિશેષ પરિસ્થિતિમાં એક દિવસના દીક્ષિત શ્રમણને પણ આચાર્ય અથવા ઉપાધ્યાય પદ આપી શકાય છે. આ વાત વિશેષતઃ નિરૂદ્ધવાસપર્યાય શ્રમણ માટે કહેવામાં આવી છે. નિરૂદ્ધવાસ-પર્યાયનો આશય એ શ્રમણથી છે, જે પહેલાં શ્રમણજીવનમાં હતો, પણ દુર્બળતાથી એનાથી પૃથક થઈ ગયો. યદ્યપિ એવી વ્યક્તિ સંયમથી પડેલ હોય છે, પણ એની પાસે સાધુજીવનનો લાંબો અનુભવ રહેલો હોય છે. જો એ સાચા રૂપમાં આત્મપ્રેરિત થઈ પુનઃ શ્રામણ્ય સ્વીકારી લેતો હોય તો એના વિગત શ્રમણજીવનનો અનુભવ એના માટે અને સંઘ માટે ઉપયોગી રહેશે. પ્રસ્તુત ગ્રંથમાં જૈન ધર્મના વિ. નિ. સં-૧ થી ૧૦૦૦ સુધીનો ઇતિહાસ પ્રસ્તુત કરવામાં આવ્યો છે. નિર્વાણોત્તર-કાળના ૧૦૦૦ વર્ષના ઇતિહાસને સરળ, રોચક અને સ્મરણીય બનાવવા માટે એને ચાર પ્રકરણોમાં વિભક્ત કરવામાં આવ્યો છે : ૧. કેવળીકાળ, ૨. શ્રુતકેવળીકાળ, ૩. દશપૂર્વધરકાળ તથા ૪. સામાન્ય પૂર્વધરકાળ. ૨૪ ઉ36339636999930/જન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) Page #34 -------------------------------------------------------------------------- ________________ (૧. કેવળીકાળ) શ્વેતાંબર અને દિગંબર બંને જ પરંપરાઓ દ્વારા વી. નિ.ના પશ્ચાતુ. સમાન રૂપે ઇન્દ્રભૂતિ ગૌતમ, આચાર્ય સુધર્મા અને આચાર્ય જમ્બુ આ ત્રણને કેવળીકર માનવામાં આવ્યા છે, પરંતુ ત્રણેય કેવળીઓના મુખ્યતઃ પૃથક પૃથક અને અંશતઃ સમુચ્ચય-કાળ સંબંધમાં બંને પરંપરાઓમાં પરસ્પર માન્યતા-ભેદ આ પ્રકારે જોવા મળે છે : કેવળી | | કેવળી કાળ શ્વેતાંબર દિગંબર પરંપરાનુસાર પરંપરાનુસાર ઉત્તર પુરાણ |ધવલ, કૃતા- અપભ્રંશ અને ભવ વતાર, શ્રુત- ભાષાના જબ્બે પુરાણાનુસાર સ્કંધ, હરિવંશ સમિતિ ચરિત્ર પુરાણ અને તથા સંસ્કૃત નિંદિસંઘની જખ્ખું ચરિત્રાપટ્ટાવલી નુસાર અનુસાર ગૌતમ સ્વામી ૧૨ વર્ષ | ૧૨ વર્ષ | ૧૨ વર્ષ સુધર્મા સ્વામી ૮ વર્ષ | ૧૨ વર્ષ | ૧૨ વર્ષ | | ૧૮ વર્ષ જમ્મુ સ્વામી | ૪૪ વર્ષ | ૪૦ વર્ષ | ૩૮ વર્ષ | ૧૮ વર્ષ - કુલ | ૬૪ વર્ષ | ૬૪ વર્ષ | ૬૨ વર્ષ | ૩૬ વર્ષ | આ પ્રમાણે ઉપર લખેલ ઉદ્ધરણો અનુસાર શ્વેતાંબર પરંપરામાં વી. નિ. સં. ૧ થી ૬૪ સુધી કુલ ૬૪ વર્ષનો કેવળીકાળ માનવામાં આવ્યો છે; જ્યારે કે દિગંબર પરંપરાના વિભિન્ન ગ્રંથોમાં કેવળીકાળ વિષયક ત્રણ પ્રકારની ભિન્ન માન્યતાઓ ઉપલબ્ધ થાય છે. આ પ્રકારના વિભદાત્મક ઉલ્લેખો ઉપરાંત પણ દિગંબર પરંપરામાં આજે જે સર્વસંમત માન્યતા પ્રચલિત છે, એના અનુસાર કેવળીકાળ ૬૨ વર્ષ માનવામાં આવે છે. શ્વેતાંબર પરંપરાના અનેક પ્રામાણિક ગ્રંથોમાં ઇન્દ્રભૂતિની વિદ્યમાનતામાં આર્ય સુધર્માને ભગવાનના પ્રથમ પટ્ટધર માનવા સંબંધમાં સયૌક્તિક જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) 239696969696969696969 ૨૫ ] Page #35 -------------------------------------------------------------------------- ________________ સા. અને સપ્રમાણ પ્રર્યાપ્ત પ્રકાશ નાખવામાં આવ્યો છે. પ્રસ્તુત ગ્રંથના કેવળીકાળ શીર્ષકાન્તર્ગત પ્રકરણમાં આ વિષય ઉપર વિસ્તારપૂર્વક જે વિવેચન કરવામાં આવ્યું છે, એનો સારાંશ આ પ્રકારે છે : (૧) સર્વજ્ઞ પ્રભુ મહાવીરે તીર્થપ્રવર્તન-કાળમાં જ પોતાના ૧૧ પ્રમુખ શિષ્યોને ગણધરપદ પ્રદાન કરતી વખતે આર્ય સુધર્માને દીર્ઘજીવી જાણીને હું તને ધુરીના સ્થાને રાખી ગણની અનુજ્ઞા આપું છું.” એમ કહીને એક પ્રકારે પોતાના ઉત્તરાધિકારી ઘોષિત કરી દીધા હતા. . (૨) પ્રભુના નિર્વાણના થોડા સમય પછી એ જ નિર્વાણ રાત્રિમાં ઇન્દ્રભૂતિ ગૌતમને કેવળજ્ઞાનની ઉપલબ્ધિ થઈ ગઈ હતી. જેને કેવળજ્ઞાનની ઉપલબ્ધિ થઈ ચૂકી હોય છે, તે વ્યક્તિને કોઈનો ઉત્તરાધિકારી નથી બનાવી શકાતો. . આ તથ્યોને નજર સમક્ષ રાખતા તીર્થેશ્વર ભગવાન મહાવીર દ્વારા ઉપદિષ્ટ વ્યુત પરંપરાને પંચમ આરકની સમાપ્તિ સુધી અવિચ્છિન્ન અને અક્ષણ (અખંડ) બનાવી રાખવા માટે કેવળી ગૌતમને ભગવાનના પ્રથમ પટ્ટધર ન માનતા ચતુર્દશ પૂર્વધર અને મન:પર્યવજ્ઞાની સુધર્માને માનવામાં આવ્યા. આર્ય સુધર્માના પ્રકરણમાં “વર્તમાન દ્વાદશાંગીના રચનાકાર ઇત્યાદિ ઉપશીર્ષકોની અંતર્ગત દ્વાદશાંગી વિષયક સમગ્ર પરિચય આપવામાં આવ્યો છે. આ પ્રકરણમાં દ્વાદશાંગીની રચના વિષયક જે માન્યતાભેદ બંને (શ્વેતાંબર અને દિગંબર) પરંપરાઓમાં જોવા મળે છે, એના ઉપર પણ યથાશક્ય વિશદ પ્રકાશ નાખવામાં આવ્યો છે. શ્વેતાંબર પરંપરાના માન્ય ગ્રંથોના એક મતથી નિર્વિવાદ રૂપે આ ઉલ્લેખ ઉપલબ્ધ થાય છે કે ભગવાન મહાવીરના ઇન્દ્રભૂતિ ગૌતમ પ્રભૂતિ ૧૧ ગણધર પોત-પોતાના સંદેહનું પ્રભુ પાસે સમાધાન મેળવી એક જ દિવસે ભગવાન પાસે શ્રમણધર્મમાં દીક્ષિત થયા. એ જ દિવસે સર્વજ્ઞ પ્રભુ પાસેથી ત્રિપદીનું જ્ઞાન અને ગણધરપદ પ્રાપ્ત કરવાથી એ બધાને પ્રભુની વાણીના આધારે સર્વપ્રથમ ચતુર્દશ પૂર્વે અને તદન્તર શેષ દૃષ્ટિવાદ સહિત એકાદશાંગીનું પ્રથક્કતઃ ગ્રંથ-ગુંફન કર્યું. તીર્થકર મહાવીરની વાણીના આધાર ઉપર આ ૧૧ ગણધરો દ્વારા સ્વતંત્રરૂપે ગ્રથિત દ્વાદશાંગીમાં અર્થાત્ સમાનતા રહેવા છતાં પણ વાચનાભેદ રહ્યો છે. ૨૬ દિB૬૬૩૬૬૩૬૩૬૩ ૬૩૬૩૬૩૬૩ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) Page #36 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના ૧૧ ગણધરોમાંથી સાતના પ્રથક્કતઃ પ્રત્યેકના એક ગણના હિસાબે સાત ગણ, આઠમો તથા નવમો ગણધરનો સંમિલિત એક ગણ અને દશમા તથા અગિયારમા ગણધરનો સંમિલિત એક ગણ એ પ્રકારે કુલ નવ ગણ હતા. ગણધરોની સંખ્યા અનુસાર ૧૧ નહિ, પણ ૯ ગણોની દૃષ્ટિથી દ્વાદશાંગીની ૯ વાંચનાઓ માનવામાં આવી છે. ગૌતમ અને સુધર્માને છોડીને શેષ ૯ ગણધર ભગવાન મહાવીરની વિદ્યમાનતામાં જ પોત-પોતાના ગણ આર્ય સુધર્માને સંભળાવીને, એક-એક માસના પાદોપગમન સંથારા કરીને સિદ્ધ થઈ ગયા. એમના સાત ગણ આર્ય સુધર્માના ગણમાં વિલીન થઈ ગયા. ઇન્દ્રભૂતિ ગૌતમ પણ વિ.નિ.ના ૧૨ વર્ષ પશ્ચાત્ આર્ય સુધર્માને પોતાનો ગણ સોંપીને સિદ્ધ થયા. આ પ્રકારે ભગવાનના ૧૦ ગણધરોની શિષ્ય પરંપરા અને એમની ૮ વાચનાઓ એમના (ગણધરોના) નિર્વાણની સાથે જ સમાપ્ત થઈ ગઈ અને પરિણામતઃ માત્ર સુધર્મા સ્વામીની શિષ્ય પરંપરા અને દ્વાદશાંગીની વાચના જ અવશિષ્ટ રહી. દિગંબર પરંપરાના ગ્રંથોમાં દ્વાદશાંગીની રચના સંબંધમાં બે પ્રકારની માન્યતાઓ ઉપલબ્ધ થાય છે. - ‘તત્ત્વાર્થ સૂત્ર' પર લખાયેલી સર્વાર્થસિદ્ધ નામક વૃત્તિમાં બધા ગણધરો દ્વારા દ્વાદશાંગીની રચના કરવામાં આવી હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરતાં લખ્યું છે કે - “સર્વજ્ઞ તીર્થંકરે પોતાના પરમ અચિંત્ય કેવળજ્ઞાનની વિશિષ્ટતા દ્વારા અર્થરૂપથી આગમોનો ઉપદેશ આપ્યો. એ તીર્થંકરોની અતિશય બુદ્ધિની વૃદ્ધિથી સંપન્ન શ્રુતકેવળી ગણધરો દ્વારા ભગવાનના એ ઉપદેશના આધારે જે ગ્રંથોની રચના કરવામાં આવી, એને દ્વાદશાંગી કહે છે.” બીજી માન્યતા એ છે કે ભગવાન પાસેથી અર્થતઃ આગમોનો ઉપદેશ સાંભળી ઇન્દ્રભૂતિ ગૌતમે એ જ દિવસે એક મુહૂર્તમાં દ્વાદશાંગીની રચના કરી. શ્વેતાંબર અને દિગંબર બંને જ પરંપરાઓના ઉલ્લેખના પર્યાલોચનથી એ નિષ્કર્ષ નીકળે છે કે દ્વાદશાંગીની રચના કોઈ એક ગણધરે નહિ, પરંતુ બધા ગણધરોએ કરી, અને નિર્વાણ બાદ પદ્માર્તીકાળમાં વખતો-વખત આવશ્યકતાનુસાર ચતુર્દશ પૂર્વધર તથા દેશ પૂર્વધર આચાર્યોએ અંગબાહ્ય આગમોની દૃષ્ટિવાદના પૂર્વાંગમાંથી સંકલના કરી. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૭૭.૩ ૨૦ Page #37 -------------------------------------------------------------------------- ________________ (૨. શ્રુત કેવળીકાળ) પ્રસ્તુત ગ્રંથના આ પ્રકરણમાં શ્રત કેવળીકાળ(વી. નિ. સં. ૬૪ થી ૧૭૦ સુધી)ના ચતુર્દશ પૂર્વધર ૫ આચાર્યોના જીવન-પરિચયની સાથે શ્વેતાંબર અને દિગંબર પરંપરામાં એ આચાર્યોની સમાન સંખ્યા, પરંતુ નામભેદ, એમના સમયમાં ઘટિત વિશિષ્ટ ઐતિહાસિક મહત્ત્વની ઘટનાઓ ઈત્યાદિ વિવરણ આપવામાં આવ્યું છે. આ પ્રકરણ અનેક દૃષ્ટિઓથી ઘણું મહત્ત્વપૂર્ણ છે. શ્વેતાંબર અને દિગંબર બંને જ પરંપરાઓના પરવર્તી ગ્રંથકારો દ્વારા વી. નિ. સં. ૧૭૦ (શ્વેતાંબર માન્યતાનુસાર) અથવા વી. નિ. સં. ૧૬ર (દિગંબર માન્યતાનુસાર)માં સ્વર્ગસ્થ થયેલ શ્રુતકેવળી આચાર્ય ભદ્રબાહુના જીવનની ઘટનાઓની સાથે અનુમાનઃ વી. નિ. સં. ૧૦૦૦ પશ્ચાત્ થયેલ નૈમિત્તિક ભદ્રબાહુના જીવનની ઘટનાઓને નામસામ્યના કારણે જોડી દેવાના ફળસ્વરૂપ બંને પરંપરાઓમાં એક લાંબા સમયથી અનેક ભ્રાંત ધારણાઓ ચાલી આવી હતી. આ પ્રકરણમાં આ જ બંને પરંપરાઓના પ્રાચીન તેમજ મધ્યયુગીન ગ્રંથો તથા શિલાલેખોના આધારે આ ભ્રાંતિઓ(ભ્રમણાઓ)નું નિરાકરણ કરવામાં આવ્યું છે. ભગવાન મહાવીરનો ધર્મસંઘ શ્વેતાંબર અને દિગંબર આ બંને પરંપરાઓ રૂપે કેવી રીતે વિભક્ત થયો, આ વિષયમાં બંને પરંપરાઓની માન્યતાઓમાં આકાશ-પાતાળનું અંતર છે. દિગંબર પરંપરાની માન્યતાનુસાર વી. નિ. સં. ૬૦૬માં અને શ્વેતાંબર પરંપરાની માન્યતાનુસાર વી. નિ. સં. ૬૦૯માં આ પ્રકારના સંપ્રદાયભેદ ઉત્પન્ન થયેલા માનવામાં આવે છે. - દિગંબર મત ક્યારે અને કેવી રીતે ઉત્પન્ન થયો એ સંબંધમાં શ્વેતાંબર પરંપરાના બધા જ ગ્રંથકાર એકમત છે; જ્યારે કે શ્વેતાંબર મતની ઉત્પત્તિ ક્યારે અને કેવા પ્રકારે થઈ, આ વિષયમાં દિગંબર પરંપરાના ગ્રંથકારોમાં મૌક્ય નથી. - દેવસેને પોતાના ગ્રંથ “ભાવ સંગ્રહમાં શ્વેતાંબર-સંઘની ઉત્પત્તિનું જે વિવરણ આપ્યું છે, એનાથી નિમ્નલિખિત વાતો પ્રગટ થાય છે ? ૧. નિમિત્તજ્ઞાની આચાર્ય ભદ્રબાહુ વિક્રમ સં. ૧૨૪ (વી. નિ. સ. ૧૯૪)માં ઉજ્જૈન(ઉજ્જયિની)માં રોકાયેલા હતા. ૨૮ 9696969696969696969633 જન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨. એમણે એમના નિમિત્તજ્ઞાનના બળે સમસ્ત શ્રમણ સંઘોને સૂચિત કર્યું કે અવંતી સહિત સમસ્ત ઉત્તરાપથમાં ભીષણ દુષ્કાળ પડવાનો છે, જે ૧૨ વર્ષ સુધી ચાલશે. અતઃ બધા જ શ્રમણો ઉત્તરાપથથી વિહાર કરી સુભિક્ષાવાળાં ક્ષેત્રોની તરફ ચાલ્યા જાય. ૩. બધા આચાર્યો પોત-પોતાના સંઘ સહિત ઉત્તરાપથથી વિહાર કરી અન્યત્ર ચાલ્યા ગયા. શાંતિ નામક આચાર્ય સૌરાષ્ટ્ર પ્રદેશના વલ્લભીનગરમાં પહોંચ્યા. પણ ત્યાં પણ ભયંકર દુષ્કાળ પડ્યો. દુષ્કાળજન્ય અપરિહાર્ય પરિસ્થિતિમાં શાંત્યાચાર્યના સંઘના શ્રમણોએ દંડ, કાંબળો, પાત્ર, શ્વેતવસ્ત્ર વગેરે ધારણ કરી, શ્રમણોના માટે વર્જિત આચારનું શરણ લીધું. ૪. શેષ શ્રમણોના સંઘ જ્યાં-જ્યાં ગયા, ત્યાં સંભવતઃ સુભિક્ષ રહ્યા અને એમણે પોતાના વિશુદ્ધ અને કઠોર શ્રમણાચારમાં કોઈ પણ પ્રકારની શિથિલતા આવવા ન દીધી. ૫. સુકાળ થતા શાંત્યાચાર્યએ પોતાના શિષ્યસમૂહને પરામર્શ આપ્યો કે - “તેઓ દંડ, વસ્ત્ર, પાત્ર આદિનો પરિત્યાગ કરી પ્રાયશ્ચિત્ત કરે અને પૂર્વવત્ કઠોર શ્રમણાચારમાં પ્રવૃત્ત થઈ જાય.” શાંત્યાચાર્યના કઠોર આદેશથી ક્રોધિત થઈ એમના શિષ્ય જિનચંદ્ર એમના કપાળ ઉપર દંડ પ્રહાર કર્યો, જેનાથી એમના પ્રાણનો અંત થયો. ૬. શાંત્યાચાર્યની હત્યા કરી જિનચંદ્ર એમના સંઘનો આચાર્ય બની ગયો અને એણે સ્વેચ્છાનુસાર પોતાના આચરણ અનુકૂળ નવીન શાસ્ત્રોની રચના કરી. ૭. દિગંબર માન્યતાનુસાર વી. નિ. સં. ૧૬રમાં સ્વર્ગસ્થ થયેલ શ્રુતકેવળી - ભદ્રબાહુનો અહીં ક્યાંયે ઉલ્લેખ નથી અને વિશાખાચાર્ય, રામિલ, સ્થૂલવૃદ્ધ, સ્થૂલાચાર્ય અથવા સમ્રાટ ચંદ્રગુપ્તનો પણ આ બધું વિવરણ વસ્તુતઃ વિક્રમ સં. ૧૨૪ થી ૧૩૬ (વી. નિ. સં. પ૯૪ થી ૬૦૬)ની વચ્ચે અને એ સમયમાં થયેલ નૈમિત્તિક ભદ્રબાહુથી સંબંધિત બતાવવામાં આવ્યા છે. ગહન શોધ પશ્ચાતુ હવે દિગંબર પરંપરાના અન્ય અનેક વિદ્વાનો પણ સ્પષ્ટ રૂપથી કહેવા લાગ્યા છે કે - “દક્ષિણમાં પ્રથમ ભદ્રબાહુ નહિ, પરંતુ દ્વિતીય ભદ્રબાહુ ગયા હતા.' જિન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) 999999999999 ૨૯ ] Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રુતકેવળી આચાર્ય ભદ્રબાહુ તથા દશપૂર્વધર આચાર્ય સ્થૂલભદ્રના પ્રકરણમાં ભારત, યૂનાન અને વિશ્વના ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં આ તથ્યને ઘણી સારી રીતે સિદ્ધ કરવામાં આવ્યું છે કે ઈ.સ. પૂર્વ. ૩૨૭ (વી. નિ. સં. ૨૦૦)માં સિકંદરે ભારત પર આક્રમણ કર્યું. પોરસ અને ચંદ્રગુપ્ત સિકંદરને શક્તિશાળી નંદ સામ્રાજ્ય ઉપર આક્રમણ કરવા માટે પ્રોત્સાહિત કર્યો હતો. | સર્વસંમત ઐતિહાસિક તથ્યથી આ અંતિમ રૂપથી સિદ્ધ થઈ જાય છે કે ઈ.સ. પૂર્વે ૩૨૭ થી ૩૨૪ (વી. નિ. સં. ૨૦૦ થી ૨૦૩) સુધી ચંદ્રગુપ્ત એક દેશભક્ત સાધારણ સૈનિકના રૂપમાં અને નવમ નંદ મગધના મહાશક્તિશાળી સમ્રાટના રૂપે વિદ્યમાન હતા. ચાણક્ય ઇ. સ. પૂર્વ ૩૧ર (વી. નિ. સં. ૨૧૫)માં નંદ સામ્રાજ્યનો અંત કરી ચંદ્રગુપ્ત મૌર્યને પાટલિપુત્રના સામ્રાજ્યનો અધિપતિ બનાવ્યો. શ્રુતકેવળી ભદ્રબાહુ (વી. નિ. સં. ૧૫૬ થી ૧૭૦) અને ચંદ્રગુપ્ત મૌર્ય (વી. નિ. સં. ૨૧૫) સમકાલીન ન હતા. વિ. નિ. સં. - ૨૧પમાં નંદ સામ્રાજ્યનો અંત અને મૌર્ય સામ્રાજ્યનો અભ્યદય થયો. શ્રુતકેવળી ભદ્રબાહુ (વી. નિ. સં. ૧૭૦) નિમિત્તજ્ઞ ભદ્રબાહુ (વી. નિ. સં. ૧૦૦૦ના પશ્ચાતુથી ૮૩૦ વર્ષ પૂર્વ થઈ ગયા. નામ-સામ્યતાના કારણે નિમિત્તજ્ઞ “ભદ્રબાહુ રચિત નિર્યુક્તિઓ, ઉવસગ્ગહર સ્તોત્ર, ભદ્રબાહુ સહિતા અને એમના જીવનની કેટલીક ઘટનાઓ શ્રુતકેવળી ભદ્રબાહુના જીવન સાથે જોડી દેવામાં આવી છે. શ્રુતકેવળીકાળના પાંચ આચાર્યોમાંથી ભદ્રબાહુને છોડી શેષ ચાર શ્રુતકેવળીઓનાં નામ બંને પરંપરાઓમાં ભિન્ન જોવા મળે છે. તીર્થપ્રવર્તનના સમયથી લઈ આર્ય સુસ્થિત અને સુપ્રતિબદ્ધના આચાર્યકાળના પ્રારંભિક કાળ સુધી ભ. મહાવીરનો ધર્મસંઘ “નિગ્રંથ સંઘ'ના નામથી લોકવિશ્રત રહ્યો. આર્ય સુધર્માના આચાર્યકાળથી આર્ય ભદ્રબાહુ (શ્રુતકેવળી) દષ્ટિગોચર નથી થતા. પણ આચાર્ય ભદ્રબાહુના સ્વર્ગસ્થ થવા પશ્ચાત્ એમના પ્રથમ શિષ્ય ગોદાસના નામથી ગોદાસગણથી પ્રચલિત થવાનો ઉલ્લેખ ઉપલબ્ધ થાય છે. કલ્પ સ્થવિરાવલીમાં ગોદાસગણની ચાર શાખાઓ - તામલિરિયા, કોડિવરિસિયા, પંડુવદ્ધણિયા અને દાસી ખધ્વડિયાનો પણ ઉલ્લેખ છે. ભદ્રબાહુના પ્રમુખ શિષ્ય ગોદાસે પોતાના શિષ્યસમૂહ સહિત દક્ષિણમાં પહોંચીને ત્યાં જૈન ધર્મનો પ્રચાર અને પ્રસાર કર્યો. [ ૩૦ 9999999696969માં જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૨) Page #40 -------------------------------------------------------------------------- ________________ ( ૩. દશપૂર્વદરકાળા વિ. નિ. સં. ૧૭૦ થી ૫૮૪ સુધીના આ કાળમાં આર્ય સ્થૂલભદ્રથી લઈ આર્ય વજ સુધી ૧૧ દશપૂર્વધર આચાર્યો, આર્ય સુહસ્તિીથી પ્રારંભ થયેલ યુગપ્રધાન પરંપરા, આર્ય બલિસ્સહથી પ્રારંભ થયેલ વાચકવંશ પરંપરા, ગણાચાર્ય પરંપરાની ઉપર્યુક્ત ૪૧૪ વર્ષની અવધિમાં થયેલ આચાર્યો અને એમના સમયમાં ઘટિત ઉલ્લેખનીય ઘટનાઓ, રાજવંશો અને વિદેશી આક્રમણો વગેરેનો સંક્ષિપ્ત સારભૂત પરિચય આપવામાં આવ્યો છે. આ પ્રકરણમાં જૈનકાળ ગણનાની એક જટિલ ગૂંચવણને ઉકેલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, જે વિગત હજારો વર્ષોથી વિચારકો માટે એક જટિલ સમસ્યા બનેલ હતી. દિગંબર પરંપરામાં એવી સર્વસંમત માન્યતા પ્રચલિત રહી છે કે - “શ્રુતકેવળી ભદ્રબાહુ વી. નિ. સં. ૧૬૨માં સ્વર્ગસ્થ થયા.” જ્યારે કે શ્વેતાંબર પરંપરામાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે - “શ્રુતકેવળી ભદ્રબાહુનો સ્વર્ગવાસ વી. નિ. સં. ૧૭૦માં થયો.” બીજી તરફ એવું પણ એક ઐતિહાસિક તથ્ય છે કે - “ચાણક્યની સહાયથી ચંદ્રગુપ્ત મૌર્યએ વિ. નિ. સં. ૨૧પમાં નંદ સામ્રાજ્યનો અંત કરી મગધ સામ્રાજ્યના સિંહાસન પર આરૂઢ થઈ મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી. જો મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્તને શ્રુતકેવળી આચાર્ય ભદ્રબાહુનો શ્રાવક અથવા શ્રમણ શિષ્ય માનવામાં આવે તો આ દશામાં શ્રુતકેવળી ભદ્રબાહુના સ્વર્ગારોહણનો કાળ વી. નિ. સં. ૨૧પના ૧૦-૨૦ વર્ષ પછી લાવવો પડશે અથવા ફરી નંદ સામ્રાજ્યના અંત અને મૌર્ય સામ્રાજ્યના જન્મકાળને વી. નિ. સં. ૧૬૨ અથવા ૧૭૦થી ઓછામાં ઓછા ૧૫-૧૭ વર્ષ પાછળની તરફ લઈ જવો પડશે. કાળ-ગણનામાં આ પ્રકારનું ૬૦ વર્ષનું અંતર ક્યારે અને ક્યાં કારણે આવ્યું, એના પર નિષ્પક્ષ દૃષ્ટિથી ચિંતન કરવામાં આવે તો એક કારણ પ્રતીત થાય છે. આચાર્ય હેમચંદ્ર એ શ્રુતકેવળી ભદ્રબાહુ અને ચંદ્રગુપ્ત સમકાલીન બતાવીને સ્પષ્ટ શબ્દોમાં ઉલ્લેખ કર્યો છે કે - “આચાર્ય ભદ્રબાહુ જિન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 969696969696969696969698 ૩૧ | Page #41 -------------------------------------------------------------------------- ________________ વિ. નિ. સં. ૧૭૦માં સ્વર્ગસ્થ થયા. આ બંનેને સમકાલીન બતાવતી વખતે એમણે આચાર્ય પરંપરાની કાળ-ગણનાનું તો પૂરું ધ્યાન રાખ્યું છે, પણ રાજ્ય-ગણનામાં પાલકના રાજ્યકાળના ૬૦ વર્ષોની ગણના કરવાની તેઓ એકદમ ભૂલી ગયા છે અને આ પ્રકારે વી. નિ. સં. ૨૧પમાં શાસનારૂઢ થયેલ ચંદ્રગુપ્તને વી. નિ. સં. ૧૫૫માં ૬૦ વર્ષ પહેલાં જ મગધ સમ્રાટ બનાવી દીધા.” આ પ્રબળ પ્રમાણ સમક્ષ ચંદ્રગુપ્ત મૌર્યને શ્રુતકેવળી ભદ્રબાહુના સમકાલીન શિષ્ય શ્રમણ અથવા શ્રાવક બતાવતા કથાનકનું ઐતિહાસિક મૂલ્ય નથી જળવાતું. (૪. સામાન્ય પૂર્વધરકાળ) શ્વેતાંબર પરંપરાની માન્યતાનુસાર વી. નિ. સં. ૫૮૪ થી ૧૦૦૦ સુધીનો કાળ સામાન્ય પૂર્વધરકાળ માનવામાં આવ્યો છે. આ પ્રકરણમાં આર્ય રેવતી નક્ષત્રથી લઈને આર્ય દેવદ્ધિગણી ક્ષમાશ્રમણ સુધી ૧૦ વાચનાચાર્યો, આર્ય રક્ષિતથી આર્ય સત્યમિત્ર સુધી ૧૦ યુગપ્રધાનાચાર્યો, આર્ય રથચંદ્ર, સમન્તભદ્ર, વૃદ્ધદેવ, પ્રદ્યોતન, માનદેવ વગેરે ગણાચાર્યોનો પરિચય આપવામાં આપ્યો છે. આ પ્રકરણમાં અનુયોગોના પૃથક્કરણ, શાલિવાહન શાકસંવત્સર, જૈનશાસનમાં સંપ્રદાયભેદ, દિગંબર પરંપરામાં સંઘભેદ, યાપનીય સંઘ, ગચ્છોની ઉત્પત્તિ, ચૈત્યવાસ, સ્કંદિલિયા અને નાગાર્જુનિયા - આ બંને આગમ-વાચનાઓ, વી. નિ. સં. ૯૮૦માં વલ્લભી નગરમાં થયેલ અંતિમ આગમ-વાસના સમયે આગમ-લેખન, આર્ય દેવદ્ધિની ગુરુ-પરંપરા, સામાન્ય પૂર્વધરકાળ સંબંધી દિગંબર પરંપરાની માન્યતા, પ્રજ્ઞાપના સૂત્ર” અને ષખંડાગમનો તુલનાત્મક પરિચય, નંદિસંઘની પ્રાકૃત પટ્ટાવલીને લઈને દિગંબર પરંપરામાં વ્યાપ્ત કાળનિર્ણય વિષયક ભ્રમણાઓ વગેરે કેટલાંક મહત્ત્વપૂર્ણ તથ્યો ઉપર વિસ્તારપૂર્વક પ્રકાશ નાખવાનો પ્રયાસ કરવામાં આવેલો છે. આ પ્રકરણના અંતે “કેવળીકાળથી પૂર્વધરકાળ સુધીની “સાધ્વી પરંપરા' શીર્ષકમાં આર્ય સુધર્માથી દેવદ્ધિગણી ક્ષમાશ્રમણ સુધીની ૧૦૦૦ વર્ષની અવધિમાં થયેલ પરમ પ્રભાવિકા પ્રવર્તિનીઓ અને સાધ્વીઓનો જે પરિચય ઉપલબ્ધ થયો, તે આપવામાં આવ્યો છે. [ ૩૨ 9696969696969696969699 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) Page #42 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર પ્રસ્તુત ગ્રંથમાં વી. નિ. સં. ૧ થી ૧૦૦૦ સુધીનો જૈન ધર્મનો ઇતિહાસ આપવામાં આવ્યો છે. એમાં આચાર્યો, આગમો, સાધુસાધ્વીઓ, ગણો, ગચ્છો, કુળો, શાખા-ઉપશાખાઓ, જન-સાધારણથી લઈ શાસકવર્ગ સુધીનાં શ્રાવક-શ્રાવિકાઓ, એ આચાર્યોના સમયમાં ઘટિત થયેલ પ્રમુખ ધાર્મિક તેમજ ઐતિહાસિક મહત્ત્વની ઘટનાઓના ઉલ્લેખની સાથે-સાથે ઉક્ત અવધિમાં રાજવંશો, એમની પરંપરાઓ, રાજ્ય વિપ્લવો, વિદેશીઓ દ્વારા ભારત પર કરવામાં આવેલાં આક્રમણો વગેરેનો પણ યથાવશ્યક જે પરિચય આપવામાં આવ્યો છે, એની પૃષ્ઠભૂમિમાં મુખ્યતઃ નિમ્નલિખિત ઉદ્દેશ્ય રહેલા છે : ૧. સમસામયિક ધાર્મિક અને રાજનૈતિક ઘટનાચક્રની સાથે-સાથે વિવરણ પ્રસ્તુત કરી ધાર્મિક ઇતિહાસને વિશ્વસનીય અને સર્વાંગસંપૂર્ણ બનાવવો. ૨. જૈન ધર્મના પ્રામાણિક ગ્રંથોના પરિપ્રેક્ષ્યમાં ઐતિહાસિક ઘટનાઓનું પર્યવેક્ષણ કરી નિહિત સ્વાર્થી ઇતિહાસકારો દ્વારા ઉત્પન્ન ભ્રમણાઓનું નિરાકરણ કરવું. ૩. જૈન ધર્મના ઇતિહાસની વિવિધ કારણોથી ગૂંચવાયેલી જટિલ ગૂંચવણોને (રાજનૈતિક) ઇતિહાસ અને જૈન ધર્મના પ્રામાણિક ગ્રંથોના તુલનાત્મક અધ્યયનથી ઉકેલવાનો પ્રયાસ કરવો. ૪. ધર્મનિષ્ઠ શાસકોના શાસનકાળમાં ધર્મની સર્વતોમુખી અભ્યન્નતિ અને જનજીવનની સમૃદ્ધિમાં શાસકવર્ગ દ્વારા કરવામાં આવેલ યોગદાનથી પાઠકોને પરિચિત કરાવવા. ૫. અધર્મિષ્ઠ કુશાસકો અને વિદેશી આતતાયી (આતંગીઓ)ના શાસનમાં પરતંત્ર પ્રજાના સર્વતોમુખી પતન અને ધર્મના હ્રાસના કુફળથી પાઠકોને પરિચિત કરાવવા. ૬. ધાર્મિક, સામાજિક, આર્થિક અને રાજનૈતિક દૃષ્ટિથી એ બતાવવું કે સુશાસન સર્વતોમુખી ઉન્નતિનું મૂળ છે અને કુશાસન અભાવઅભિયોગો તેમજ ઘોર અવનતિના જનક હોય છે. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) 33 Page #43 -------------------------------------------------------------------------- ________________ ૭. પ્રત્યેક નાગરિકને એ બધાં આવશ્યક કર્તવ્યોથી અવગત કરાવવાં, જેના પાલનથી દેશમાં કલ્યાણકારી સુશાસનની સ્થાપના થાય છે અને એ કર્તવ્યોથી ટ્યુત થવાની દશામાં દેશ અવનતિના ઊંડા ખાડામાં પડે છે. ૮. ભારતીય ઇતિહાસના જે-જે સમયને ઐતિહાસિક ઘટનાઓની અનુપલબ્ધિના કારણે અંધકારપૂર્ણ બતાવવામાં આવ્યો હતો, એ સમયની ઐતિહાસિક ઘટનાઓને જૈન ધર્મના પ્રામાણિક ગ્રંથો, શિલાલેખો વગેરેના ઠોસ આધારે પ્રકાશમાં લાવીને ભારતીય ઇતિહાસની તૂટેલી કડીઓને જોડવી અને એ અંધકારપૂર્ણ સમયને પ્રકાશપૂર્ણ બનાવવો. ૯. સ્વાતંત્ર્યમૂલક સુશાસનની શીતળ છાયામાં ભૌતિક - આધ્યાત્મિક સુખ-સમૃદ્ધિના કલ્પતરુ અંકુરિત, પુષ્પિત, પલ્લવિત અને ફલિત થાય છે. એનાથી વિપરીત પારતંત્ર્યમૂલક કુશાસનના અપાવન પંક(કાદવ)માં વૈષમ્યનું વિષવૃક્ષ અંકુરિત થાય છે. એ વિષવૃક્ષનાં વિષયુક્ત ફળોથી મનુષ્ય માનવતાને ભૂલીને કેવી રીતે નિકૃષ્ટ બની જાય છે, એ તથ્યથી પ્રત્યેકને અવગત કરાવવાના અભિપ્રાયથી પ્રસ્તુત ખંડમાં ધર્મ અને ધર્માચાર્યોના ઇતિહાસની સાથેસાથે એમના સમ-સામયિક ઇતિહાસનું પણ દિગ્દર્શન કરવામાં આવ્યું છે. માનવતા માટે અહિતકર ભૂતકાલીન ભૂલોની કોઈ પણ દશામાં આ ધર્મપ્રાણ દેશના નિવાસી પુનરાવૃત્તિ ન કરે, એ જ મુખ્ય લક્ષ્ય આ વર્ણનની પાછળ રહ્યું છે. (જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ(વિસ્તૃત)નો દ્વિતીય ભાગથી ઉદ્ધત અંશ.) [ ૩૪ 339999999 જેન ધર્મનો મલિક ઇતિહાસ (ભાગ-૨) Page #44 -------------------------------------------------------------------------- ________________ કેવળીકાળ ઇન્દ્રભૂતિ ગૌતમ નિર્વાણ - વિ. નિ. સં. ૧૨ આર્ય સુધમાં આચાર્યકાળ - વિ. નિ. સં. ૧ થી ૨૦ આર્ય જબ્બે આચાર્યકાળ - વી. નિ. સં. ૨૦ થી ૬૪ જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૨) 269696969696969696969છે. ૩૫ ] Page #45 -------------------------------------------------------------------------- ________________ (કેવળીકાળ) જે પ્રકારે ભગવાન ઋષભદેવથી ભગવાન મહાવીરના નિર્વાણ સુધીનો કાળ તીર્થકરકાળ માનવામાં આવે છે, એ જ પ્રકારે તીર્થકર. કાળના પશ્ચાતુનો વી. નિ. સં. ૧ થી વી. નિ. સં ૬૪ સુધીનો કાળ જૈન-જગત અને જૈન-ઈતિહાસમાં કેવળીકાળના નામથી જાણીતો છે. ઈ.સ. પૂર્વ પર૭માં કારતક અમાસની અર્ધરાત્રિ પશ્ચાત્ પ્રત્યુષકાળની વેળામાં ભગવાન મહાવીર મોક્ષ પામ્યા. ભગવાન મહાવીરના એ નિર્વાણ-સમયથી જ વર-નિર્વાણ સંવત્સર અથવા સંવતનો પ્રારંભ થયો. વિ. નિ. સં.ના પ્રારંભિક દિવસોમાં જ ઐતિહાસિક મહત્ત્વની નિમ્નલિખિત ત્રણ પ્રમુખ ઘટનાઓ ઘટી : ૧. એ જ નિવણ રાત્રિએ મહાત્મા બુદ્ધના સમવયસ્ક અવંતિના મહારાજા ચંડપ્રદ્યોતનું ૫૮ વર્ષની આયુમાં દેહાવસાન અને અવંતિના રાજ સિંહાસન ઉપર ચંડપ્રદ્યોતના પુત્ર પાલકનો રાજ્યાભિષેક થયો. ૨. પ્રથમ ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ. ૩. પંચમ ગણધર સુધર્મા સ્વામીને ભગવાન મહાવીરના પ્રથમ પટ્ટધરના રૂપમાં આચાર્યપદ પ્રદાન. (કેવળીકાળનો પ્રાદુભવિ) ચોવીસમા તીર્થકર ભગવાન મહાવીરનું નિર્વાણ થતા જ ભારતખંડમાં તીર્થકરકાળની સમાપ્તિ થઈ અને કેવળીકાળનો પ્રારંભ થયો. કેવળીકાળમાં તીર્થકરોના ૩૪ અતિશય, ૩૫ વાણીના અતિશય અને અષ્ટ મહાપ્રતિહાર્ય ન રહ્યા. શ્રમણ ભગવાન મહાવીરના ધર્મશાસનમાં એમના જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમ થયા. ગુરુભક્તિના પ્રગાઢ શુભરાગના કારણે ઇન્દ્રભૂતિને ભગવાન મહાવીરના જીવનકાળમાં કેવળજ્ઞાનની ઉપલબ્ધિ ન થઈ. ભગવાન મહાવીરના નિર્વાણની સાથે જ વસુધા પરથી જ્ઞાનસૂર્ય અસ્ત થઈ ગયો. આખું ભૂમંડળ અંધકારપૂર્ણ થઈ ગયું. એ જ રાત્રે પ્રથમ ગણધર ગૌતમ સ્વામીના અંતરમાં કેવળજ્ઞાનરૂપી સૂર્ય ઉદિત થવાથી પુનઃ સમસ્ત ભૂમંડળ એમના કેવળજ્ઞાનના આલોકથી આલોકિત થઈ ગયું. ઇન્દ્રભૂતિ ગૌતમથી કેવળીકાળ પ્રારંભ થાય છે, અતઃ આગળનાં પૃષ્ઠો ઉપર સૌથી પહેલાં એમનો પરિચય આપવામાં આવી રહ્યો છે. [ ૩૬ ૭૬૩૭૬૭૬990996969જન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #46 -------------------------------------------------------------------------- ________________ 'ઈન્દ્રભૂતિ ગૌતમ જન્મકાળ : .સ. થી ૬૦૦ વર્ષ પૂર્વ જન્મસ્થાન : મગધ રાજ્યના સત્તા કેન્દ્ર રાજગૃહના સમીપવર્તી ગબ્બર ગ્રામ. ગોત્ર અને જાતિ ઃ ગૌતમ-ગોત્રીય બ્રાહ્મણ. જન્મ નક્ષત્ર : જ્યેષ્ઠા પિતાનું નામ : વસુભૂતિ ગૌતમ (દિગંબર પરંપરાનુસાર શાંડિલ્ય) માતાનું નામ : પૃથ્વી. વચલા ભાઈનું નામ: અગ્નિભૂતિ નાના ભાઈનું નામ: વાયુભૂતિ શિક્ષા : સંપૂર્ણ ૧૪ વિદ્યાઓનું અધ્યયન કરેલું. - ૪ વેદ ઋગ્યેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, ૬ વેદાંગ - શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરૂક્ત, છંદસ, જ્યોતિષ. ૪ ઉપાંગ - મીમાંસા, ન્યાય, ધર્મશાસ્ત્ર અને પુરાણ. ઉપરોક્ત ૧૪ વિદ્યામાં પારંગત વિદ્વાન બની ગયા હતા. - ' (વેદ-વિધાના આચાર્ય અને એમના છાત્રો જૈન વાડમયમાં અનેક ગ્રંથોમાં આ પ્રકારનો ઉલ્લેખ ઉપલબ્ધ થાય છે કે - ઇન્દ્રભૂતિ ગૌતમ વેદ-વિદ્યાના એક પ્રખ્યાત વિદ્વાન આચાર્ય હતા તથા એમની પાસે ૫૦૦ છાત્ર અધ્યયન કરતા હતાં. એમના આચાર્ય રૂપથી અધ્યાયનકાળનો ક્રમ આ પ્રકારે હોઈ શકે છે કે લગભગ ૨૫ વર્ષની વયમાં અધ્યયન પૂર્ણ કર્યા બાદ એમણે ૫ વર્ષ સુધી વિભિન્ન પ્રદેશોમાં પ્રવાસ કરી ત્યાંના વિદ્વાનોને શાસ્ત્રાર્થમાં પરાજિત કર્યા હોય. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 96969696969696969696969 ૩૦ | Page #47 -------------------------------------------------------------------------- ________________ સંભવતઃ આ પ્રકારની ખ્યાતિ મેળવી લીધા બાદ તેઓ વેદ-વેદાંગના આચાર્ય બન્યા હોય. હજારોની સંખ્યામાં શિક્ષાર્થી એમની પાસે અધ્યયનાર્થે આવ્યા હોય અને ૨૦ વર્ષના અધ્યાપનકાળની સુદીર્ઘ અવધિમાં અધ્યેતા ઘણી મોટી સંખ્યામાં સ્નાતક બનીને નીકળી ચૂક્યા હશે અને એમની જગ્યાએ નવા છાત્રોનો પ્રવેશ પણ અવશ્ય સંભવ રહ્યો હશે. આવી સ્થિતિમાં અધ્યેતાઓની પૂર્ણ સંખ્યા ૫૦૦થી અધિક હોવી જોઈએ. ૫૦૦ની સંખ્યામાત્ર નિયમિત રૂપે અધ્યયન કરનારા છાત્રોની દૃષ્ટિથી જ વધારે સંગત પ્રતીત થાય છે. યાજકાચાર્યના રૂપમાં આર્ય સુધર્માના વિવાહનો કેટલાક આચાર્યોએ ઉલ્લેખ કર્યો છે, પણ ઇન્દ્રભૂતિ ગૌતમના વિવાહ થયા હતા કે નહિ, આ સંબંધમાં બધી પરંપરાઓ મૌન છે. જે દિવસોમાં ભગવાન મહાવીરને કેવળજ્ઞાન અને કેવળદર્શનની ઉપલબ્ધિ થઈ એ જ દિવસોએ અપાપા નગરના નિવાસી સોમિલ નાંમક એક ધનાઢ્ય બ્રાહ્મણે પોતાને ત્યાં એક મોટા યજ્ઞનું આયોજન કર્યું. સોમિલ પોતાના યજ્ઞનાં અનુષ્ઠાન-હેતુ ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્ત, સુધર્મા, મંડિત, મૌર્યપુત્ર, અકંપિત, અચળ ભ્રાતા, મેતાર્ય અને પ્રભાસ નામના એ સમયના લોકમાન્ય પ્રસિદ્ધ કર્મકાંડી આચાર્યોને ઘણા આગ્રહ અને આદરની સાથે અપાપા લઈ ગયો. સોમિલ બ્રાહ્મણે બીજા પણ અનેક વિદ્વાનોને એ યજ્ઞમાં આમંત્રિત કર્યા. ઇન્દ્રભૂતિ ગૌતમને એમની અપ્રતિમ વિદ્વત્તા અને યશોકીર્તિના કારણે યજ્ઞના અનુષ્ઠાન-હેતુ મુખ્ય આચાર્ય પદ પર અભિષિક્ત કરવામાં આવ્યા અને એમના તત્ત્વાવધાનમાં ઘણા ધૂમધામથી યજ્ઞના અનુષ્ઠાનનો પ્રારંભ થયો. વેદમંત્રોથી યજ્ઞમંડપ ગુંજી ઊઠ્યાં. અચાનક યજ્ઞમંડપમાં ઉપસ્થિત બધા લોકોની આંખો એકસાથે નીલ ગગનની તરફ ગઈ. આકાશનું દેશ્ય જોઈને યજ્ઞમાં ઉપસ્થિત લોકોની આંખો ચકાચૌંધ થઈ ગઈ (ચમકી ઊઠી). સહસ્ર સૂર્યોની જેમ દેદીપ્યમાન સહસ્રો વિમાનોથી નભમંડળ ઝગમગી ઊઠ્યું. દેવવિમાનોને યજ્ઞમંડપની તરફ અગ્રેસર થતા જોઈ ઉપસ્થિત વિશાળ જનસમૂહના હર્ષનો પાર ન રહ્યો. ૩. ૐ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) Page #48 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રભૂતિ ગૌતમે એમના યજમાનને સંબોધિત કરતા કહ્યું કે - “સોમિલ ! અમે સત્યયુગના દૃશ્યને સાક્ષાત-સાકાર ઉપસ્થિત કરી દીધું છે. તું મહાભાગ્યશાળી છે. જુઓ પોતાના પુરોગાશન (સિંહાસન) ગ્રહણ કરવા હેતુ સ્વયં ઈન્દ્રાદિ બધા દેવ સશરીર તારા યજ્ઞમાં ઉપસ્થિત થઈ રહ્યા છે.” ભગવન્! આ બધી આપ જેવા સમર્થ વેદાચાર્યની કૃપા અને કરુણાનો જ પ્રસાદ છે.” પોતાના રોમ-રોમમાંથી અસીમ કૃતજ્ઞતા પ્રગટ કરતા પુલકિત મનથી સોમિલે ગદ્ગદ સ્વરમાં કહ્યું. પહેલાંની અપેક્ષાથી પણ વધુ ઉચ્ચ સ્વરમાં કરવામાં આવનારી મંગધ્વનિ અને સ્વાહાનો ઘોષ આકાશને અધ્ધર ઉઠાવવા લાગ્યા. હજારો-લાખો નેત્ર આકાશમાર્ગથી આવતાં હજારો દેવવિમાનોની તરફ અપલક (અનિમેષ) જોઈ રહ્યા હતા. ' એ જ સમયે યજ્ઞસ્થળને ઓળંગીને દેવવિમાન આગળ વધી ગયાં. સહજ જ મંત્રપાઠની ધ્વનિ મંદ પડી ગઈ. ઉત્સાહનું સ્થાન અચાનક જ નિરાશાએ લઈ લીધું. હતાશ લાખો લોચન મૂક જિજ્ઞાસાથી ક્યારેક ઇન્દ્રભૂતિ ગૌતમના મુખની તરફ તો ક્યારેક જઈ રહેલાં વિમાનોની તરફ જોવા લાગ્યા. સર્વત્ર નિસ્તબ્ધતા છવાઈ ગઈ. ઇન્દ્રભૂતિએ આશ્ચર્ય, નિરાશા અને છંછેડાયેલા સ્વરે કહ્યું : અરે ! આ દેવગણ ક્યાંક માર્ગ તો નથી ભૂલ્યા ને? છેવટે આ મહાન યજ્ઞને છોડીને અન્યત્ર ક્યાં જઈ રહ્યાં છે ? વેદમંત્રો દ્વારા આમંત્રિત થઈને પણ તેઓ ભ્રમણાવશ આગળ ક્યાં જઈ રહ્યાં છે ? એની તપાસ કરી કોઈ મને સુચિત કરો.” થોડા જ સમય બાદ કેટલીક વ્યક્તિઓએ આવીને ઇન્દ્રભૂતિને કહ્યું : “આચાર્ય પ્રવર ! સમીપના આનંદોદ્યાનમાં સર્વજ્ઞ શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા છે. એમને કેટલાક સમય પૂર્વે જ કેવળજ્ઞાન - થયું છે. અતઃ બધા જ દેવગણ ભગવાન મહાવીરના સમવસરણમાં જઈ રહ્યા છે.” | આટલું સાંભળતાં જ ઇન્દ્રભૂતિ ગૌતમ વ્યથિત થઈ ઊઠ્યા. એમની આંખોમાંથી ક્રોધની ચિનગારીઓ વરસવા લાગી. એમણે હુંકારભર્યા સ્વરમાં કહ્યું : “અરે ! તું આ શું કહી રહ્યો છે ? મારી ઉપસ્થિતિમાં બીજો કોઈ સર્વજ્ઞ બનવાનું સાહસ કરી શકે છે ? એવું જૈન ધર્મનો મોલિક ઇતિહાસ ઃ (ભાગ-૨) 9િ6969696969696969696969 ૩૯ ] Page #49 -------------------------------------------------------------------------- ________________ પ્રતીત થાય છે, તે કોઈ ઘણો મોટો એન્દ્રજાલિક છે. જેણે બુદ્ધિમાન કહેવાતા દેવોને પણ છળી લીધા છે અને એ દેવ જેને સર્વજ્ઞ જાણીને એની વંદના અને સ્તુતિ કરવા જઈ રહ્યા છે. એવું પ્રતીત થાય છે કે જે પ્રકારનો તે નામધારી સર્વજ્ઞ છે, એ જ પ્રકારના આ દેવો પણ છે. મારા જેવા સર્વજ્ઞના રહેતા અન્ય કોઈ સર્વજ્ઞ ન હોઈ શકે. દેવતાઓ અને દાનવોની હાજરીમાં જ અત્યારે હું જટિલ પ્રશ્નોનો વરસાદ કરી એને હતપ્રભ કરી એની સર્વજ્ઞતાના છઘ આવરણને ઉતારીને ફેંકું છું.” પોતાના જ લોકોના મુખથી શ્રમણ ભગવાન મહાવીરની પ્રશંસા સાંભળી ઇન્દ્રભૂતિ ઈર્ષાથી સળગી ઊઠ્યો અને બોલ્યો : “અવશ્ય જ આ કોઈ મહાન માયાવી છે. ઘણું આશ્ચર્યજનક છે કે દરેક જણને. એણે ભ્રમમાં નાખી દીધા છે. હું તો નિમેષમાત્ર પણ આ મહામાયાવીની સર્વજ્ઞતાના દાવાને સહન કરી શકતો નથી; કારણ કે ઘોર અંધકારને વિનષ્ટ કરવા માટે સૂર્ય ક્યારેય પ્રતીક્ષા નથી કરતો. મેં મોટા-મોટા દિગ્ગજોને શાસ્ત્રાર્થમાં હરાવીને એમનું મોઢું હંમેશાં માટે બંધ કરી દીધું છે, તો આ સર્વજ્ઞની મારી સમક્ષ શી વિશાત છે ?” પોતાના સમયમાં પોતાની સમકક્ષ અન્ય કોઈ વિદ્વાનને ન જોવા ઇચ્છતા માનવસ્વભાવને કારણે ઇન્દ્રભૂતિના મનમાં થોડીક ક્ષણો માટે અહમ્ અંકુરિત થવાની સંભાવના સહજ પ્રતીત થાય છે, પણ પૂર્વાગ્રહ, દુરાગ્રહ અથવા દંભનો ઉદ્દભવ એમના માનસમાં લેશમાત્ર પણ થઈ શકતો ન હતો. એમનું અંતર્મન તથ્યને ગ્રહણ કરવા માટે સદા પૂર્વાગ્રહ, દુરાગ્રહ અને દંભ વગેરેથી ઉમુક્ત અને અસ્પૃશ્ય રહ્યું. આ જ કારણ છે કે તથ્યની પ્રબળ જિજ્ઞાસા અને સત્યને ગ્રહણ કરી એને આત્મસાત્ કરવાની એમની ઉદાર મનોવૃત્તિએ એમના વ્યક્તિત્વને સમષ્ટિના વિરાટ વ્યક્તિત્વનું સ્વરૂપ પ્રદાન કર્યું. પોતાનું અહમ્ પૂર્ણરૂપે જાગૃત થવાના ફળસ્વરૂપે ઇન્દ્રભૂતિ, ભગવાન મહાવીર સાથે શાસ્ત્રાર્થ કરવાના હેતુથી ભગવાનના સમવસરણની તરફ જવા માટે ઉદ્યત થયા. પોતાના ૫૦૦ શિષ્યોની સાથે ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવાન મહાવીરના સમવસરણની સમીપ પહોંચ્યા. અષ્ટ મહાપ્રતિહાર્યો અને ભગવાન મહાવીરના મહાપ્રતાપી અલૌકિક ઐશ્વર્યને જોતાં જ તેઓ અત્યંત આશ્ચર્યથી ખંભિત થઈ સીડીઓ ઉપર નિશ્ચલ ઊભા રહી નિર્મિમેષ દૃષ્ટિથી પ્રભુની તરફ જોતાં જ રહી ગયા. તેઓ મનોમન વિચારવા લાગ્યા કે - “ક્યાંક આ | ૪૦ 9909969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૨) Page #50 -------------------------------------------------------------------------- ________________ સાક્ષાત્ બ્રહ્મા, વિષ્ણુ અથવા શંકર તો નથી ને ? ચંદ્ર નથી ! સૂર્ય નથી ! સુમેરુ પર્વત પણ નથી ! એમનામાંથી કોઈ પણ નથી. કારણ કે એ બધામાં કોઈ ને કોઈ દોષ છે, તો નિશ્ચિતરૂપે મારે એવો વિશ્વાસ કરવા માટે બાધ્ય થવું પડે છે કે એ બધા દોષોથી રહિત અને સમસ્ત ગુણોથી સંપન્ન એવા આ અંતિમ તીર્થકર છે.' સ્થાણુ સમાન નિશ્ચલ ઇન્દ્રભૂતિ ગૌતમ જે સમયે મનોમન આ પ્રકારના વિચારસાગરમાં ગોથા ખાઈ રહ્યા હતા, ઠીક તે જ સમયે સર્વજ્ઞ-સર્વદર્શી શ્રમણ ભગવાન મહાવીરે અમૃત કરતાં પણ અતિ મધુર અનિર્વચનીય આનંદ-પ્રદાયિની વાણીમાં એમને એમના નામથી સંબોધિત કરતા કહ્યું : “હે ઇન્દ્રભૂતિ ગૌતમ ! “સુ-આગતમ્,' સ્વ-પર કલ્યાણકારી હોવાના લીધે - તારું આગમન સારું છે, લાભદાયી છે.” આટલું સાંભળતાં જ ઇન્દ્રભૂતિ વિચારવા લાગ્યા - “આશ્ચર્ય છે. એ તો મારું નામ પણ જાણે છે. પણ ક્ષણભરમાં આશ્વસ્ત થઈ એમણે મનમાં જ વિચાર કર્યો - ઇન્દ્રભૂતિ ગૌતમને ભલા કોણ નથી ઓળખતું ? સૂર્ય પણ ક્યારેય કોઈથી છૂપો રહી શકે છે ? જો તેઓ મારા મનમાં છુપાયેલ ગુપ્તતમ સંદેહને પ્રગટ કરી નાંખે તો હું એમને સર્વજ્ઞ માની શકું છું, અન્યથા મારી દ્રષ્ટિમાં તેઓ નગણ્ય જ રહેશે.' ઇન્દ્રભૂતિ ગૌતમ પોતાના મનમાં આ પ્રકારના વિચાર કરી રહ્યા હતા કે પ્રભુ મહાવીરે એમને કહ્યું: “ગૌતમ! તારા મનમાં આત્માના અસ્તિત્વ સંબંધમાં સંદેહ છે. તું એવું વિચારે છે કે – “જીવ ઘટ-ઘટની જેમ પ્રત્યક્ષ નથી દેખાતો અને જે વસ્તુ પ્રત્યક્ષમાં કોઈ પણ રીતે દેખાતી નથી એનું આકાશ કુસુમની જેમ સંસારમાં કોઈ અસ્તિત્વ નથી હોતું. વેદ-વાક્યોના ગૂઢાર્થને સારી રીતે સમજી ન શકવાના કારણે તારા મનમાં સંશય ઉત્પન્ન થયો છે, જે સંભાળ, હું વેદની સ્થાઓ(શ્લોકો)નો વાસ્તવિક અર્થ સમજાવું છું.” ક્યારેય કોઈની સામે પ્રગટ નહિ કરેલ પોતાના મનના નિગૂઢતમ્ સંદેહને ભગવાન દ્વારા પ્રગટ કરી નાખવા પર ઇન્દ્રભૂતિ ગૌતમ સાશ્ચર્ય નિનિમેષ દૃષ્ટિથી ભગવાનની તરફ જોવા લાગ્યા. તેઓ મનોમન વિચારવા લાગ્યા - “આજ સુધી કોઈ પણ વ્યક્તિની સન્મુખ પ્રગટ નહિ કરેલ મારો એ મનોગત ગૂઢ સંશય એમને કેવી રીતે વિદિત થઈ ગયો ! સર્વજ્ઞના અતિરિક્ત મનોગત ભાવોને કોણ જાણી શકે છે! વસ્તુતઃ શું હું કોઈ સર્વજ્ઞની સન્મુખ ઊભો છું?” જૈિન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૨) 2333000030 ૪૧] Page #51 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રભૂતિ મનોમન આ પ્રકારે તર્ક-વિતર્કમાં લીન હતા, એ જ સમયે પ્રાણીમાત્રના મનોજગતના મનોભાવોને જાણનારા મહાવીર પ્રભુની મેઘ સમાન ગંભીર વાણી એમના કાનોમાં ગુંજી ઊઠી - “ઇન્દ્રભૂતે ! હું સર્વજ્ઞ હોવાના કારણે જીવને પ્રત્યક્ષ જોઈ રહ્યો છું. જીવ તારા માટે પણ પ્રત્યક્ષ છે. તારા અંતરમાં જીવના અસ્તિત્વ-નાસ્તિત્વ વિષયક શંકા થઈ છે, એ જ વસ્તુતઃ જીવ છે. ચિત્ત, ચેતના, સંજ્ઞા, વિજ્ઞાન, ઉપયોગ, સંશય, જિજ્ઞાસા, સુખ-દુઃખ આદિની અનુભૂતિ, દુઃખોથી સદા દૂર ભાગતા અને બચતા રહેવાની પ્રવૃત્તિ, સુખપૂર્વક ચિરંજીવ રહેવાની ઇચ્છા આદિ સમસ્ત લક્ષણ દેહધારી પ્રત્યેક આત્મામાં પ્રત્યક્ષ દૃષ્ટિગોચર થાય છે, અતઃ આત્માનું અસ્તિત્વ પણ પ્રત્યક્ષ પ્રમાણથી સ્વતઃ સિદ્ધ છે. જે પ્રત્યક્ષ સિદ્ધ છે, એને સિદ્ધ કરવા માટે અન્ય પ્રમાણની આવશ્યકતા નથી. જે પ્રકારે અનુભૂતિ, ઇચ્છા, સંશય, હર્ષ, વિષાદ વગેરે ભાવ અમૂર્ત-અરૂપી હોવાના કારણે ચર્મચક્ષુઓથી દૃષ્ટિગોચર નથી થતા, એ જ પ્રકારે જીવ પણ અમૂર્ત-અરૂપી હોવાના લીધે ચર્મચક્ષુઓ વડે નથી દેખાતા. પ્રત્યેક વ્યક્તિ દ્વારા વર્તમાન, ભૂત અને ભવિષ્યના પોતાના કાર્યકલાપો સંબંધમાં આ પ્રકારની અનુભૂતિ કરવામાં આવે છે - ‘હું સાંભળી રહ્યો છું,’ મેં સાંભળ્યું છે હતું.' ‘હું સાંભળીશ' વગેરે આ પ્રકારની અનુભૂતિઓમાં ‘હુ’ની પ્રતિધ્વનિથી પ્રત્યેક વ્યક્તિને પોતાના જીવનો પ્રત્યક્ષ અનુભવ થાય છે.” આગમ પ્રમાણ સંબંધમાં ગૌતમના અંતરમનમાં ઊઠેલ શંકાનું તત્કાળ સમાધાન કરતા પ્રભુએ કહ્યું : “ગૌતમ! તારા મનમાં જીવના અસ્તિત્વ સંબંધમાં સંશય હોવાનું મૂળ કારણ એ છે કે તું વેદની ઋચાઓ(મંત્રો)ના વાસ્તવિક અર્થને નથી સમજી શક્યો.’ નહ. વૈદિક ઋચાઓમાં એક તરફ - ન હ વૈ સશરીરસ્યસતઃ પ્રિયાપ્રિયયો૨પહતિરસ્તિ અશરીર વા વસંત પ્રિયાપ્રિયે ન સ્પૃશતઃ' તથા ‘સ્વર્ગકામો યજેત’ - આ વેદપદોથી આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. બીજી તરફ - ‘વિજ્ઞાનઘન અવૈતેભ્યો ભૂવૈભ્યઃ સમુત્ચાય તાન્યેવાનુવિનશ્યતિ, ન પ્રેત્ય સંજ્ઞાસ્તિ.' આ વાક્યથી તજ્જીવ તચ્છરીરવાદની પ્રતિધ્વનિ વ્યક્ત થાય છે. વેદનાં આ વાક્યોને પરસ્પર વિરોધી માનવાને કારણે તારા મનમાં જીવના અસ્તિત્વ સંબંધમાં સંશય ઉત્પન્ન થયો છે, ગૌતમ ! તું ઉપર્યુક્ત અંતિમ વેદવાક્યનો વાસ્તવિક અર્થ નથી સમજ્યો. હું તને આનો સાચો અર્થ સમજાવું છું. ૪૨ છ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) Page #52 -------------------------------------------------------------------------- ________________ (વિજ્ઞાનઘનનો વાસ્તવિક અર્થ) આ વાક્યમાં જ્ઞાનોપયોગ-દર્શનોપયોગ રૂપ વિશિષ્ટ જ્ઞાનપુંજથી યુક્ત આત્માને વિજ્ઞાનઘન કહેવામાં આવ્યું છે, કારણ કે આત્મા સ્વયં જ્ઞાનકુંજ છે. વિજ્ઞાનઘન આત્માને ઘટપટ આદિ ભૂતોને જોવાથી જે ઘટ-વિષયક અથવા પટ-વિષયક જ્ઞાન હોય છે, તે ક્રમશ: અન્ય વસ્તુઓની તરફ ધ્યાન આકર્ષિત થવા પર નષ્ટ થઈ જાય છે અને એના સ્થાને વૃક્ષ, ફૂલ, ફળ વગેરે અન્ય વસ્તુઓનું જ્ઞાન થઈ જાય છે. કોઈ વસ્તુના પ્રથમ દર્શનથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, ત્યાર બાદ બીજી વસ્તુઓની તરફ ધ્યાન આકર્ષિત થતા તે નષ્ટ થઈ જાય છે અને એની જગ્યાએ અન્ય વસ્તુઓનું જ્ઞાન થઈ જાય છે. કોઈ વસ્તુના પ્રથમ દર્શનથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, એના અનંતર બીજી વસ્તુના દર્શનથી તવિષયક નવીન જ્ઞાન થતાં જ પૂર્વ-વસ્તુઓથી સંબંધ રાખવાવાળા જ્ઞાનના સ્થાને નવીન વસ્તુઓનું જ્ઞાન ગ્રહણ કરી લે છે. આ જ ક્રમ આગળ ને આગળ ચાલતો રહે છે. આ પ્રકારે પહેલા જોયેલી વસ્તુનું જ્ઞાન એના પછી જોયેલી વસ્તુના જ્ઞાનની સાથે જ નષ્ટ થઈ જાય છે. વસ્તુતઃ આત્મા નષ્ટ નથી થતો, પરંતુ પૂર્વવર્તી જ્ઞાનના સ્થાને પશ્ચાદ્દવર્તી જ્ઞાન દ્વારા લઈ લેવાને લીધે એ પૂર્વવર્તી ઘટ-પટ આદિ શેય વસ્તુઓનું જ્ઞાતા વિજ્ઞાન જ નષ્ટ થાય છે એક શેયના પશ્ચાતું અન્ય જ્ઞયનું જ્ઞાન વિજ્ઞાનઘન આત્મામાં અવિકળ રૂપથી ક્રમશઃ ચાલતું રહે છે, અતઃ આત્માનો નષ્ટ થવાનો પ્રશ્ન તો ઉત્પન્ન જ નથી થતો. ( Bત્ય સંજ્ઞાનો વાસ્તવિક અર્થ) ‘ન પ્રેત્ય સંજ્ઞાસ્તિ' આ વેદપદનો અર્થ સમજાવતા પ્રભુ મહાવીરે કહ્યું: ઘટને જોતાં જ આત્મામાં ઘટોપયોગ અર્થાત્ ?યભૂત ઘટનું વિજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર બાદ પટને જોતાં આત્માનું ધ્યાન ઘટની તરફથી હટીને પટની તરફ આકર્ષિત થયું. આ દશામાં ઘટને દૃષ્ટિની સામેથી અદૃશ્ય થવાની સાથે જ આત્માનો ઘટોપયોગ નષ્ટ થઈ ગયો અને એનું સ્થાન આત્મામાં પટ સંબંધી જ્ઞાન હોવાને કારણે પટોપયોગે લઈ લીધું અને આ રીતે પટોપયોગના અવિર્ભત થઈ જવાથી આત્મામાં ઘટોપયોગ પ્રત્યે અર્થાત્ પૂર્વની સંજ્ઞાજાણકારી ન રહી. જિન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) 99099999999 ૪૩ ] Page #53 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન વસ્તુતઃ ભૂતો(શરીર)નો ધર્મ નથી, કારણ કે એ વસ્તુના અભાવમાં પણ વિદ્યમાન અને વસ્તુની વિદ્યમાનતામાં પણ અવિધમાન રહે છે. જે પ્રકારે ઘટ કરતાં પટ એક ભિન્ન વસ્તુ છે, એ જ પ્રકારે ભૂતો કરતાં જ્ઞાન નિતાંત ભિન્ન વસ્તુ છે. ઘટ અને પટ બંને ભિન્ન-ભિન્ન વસ્તુઓ હોવાના કારણે જે પ્રકારે ઘટના અભાવમાં પટની અને પટના અભાવમાં ઘટની વિદ્યમાનતા રહેલી છે, એ જ પ્રકારે મુક્તાવસ્થામાં વસ્તુઓનો અભાવ હોવા છતાં પણ એમનું જ્ઞાન વિદ્યમાન રહે છે અને મૃતશરીરમાં ભૂતોની વિદ્યમાનતા રહેવા છતાં પણ જ્ઞાન નથી રહેતું. વસ્તુતઃ શરીર અને જીવ એક બીજાથી અલગ બે વસ્તુઓ છે. શરીર જીવનો આધાર અને જીવ શરીરનો આધેય છે. ઉપયોગ, અનુભૂતિ, સંશય વગેરે વિજ્ઞાન જીવનાં લક્ષણ છે, જે અરૂપી અમૂર્ત છે, પણ શરીર મૂર્ત છે. કોઈ મૂર્તનો ગુણ અમૂર્ત નથી થઈ શકતો. તેથી વિજ્ઞાન આદિ અમૂર્ત ગુણ મૂર્ત શરીરનું નહિ પરંતુ અમૂર્ત આત્માનો જ હોઈ શકે છે. શરીરના સંપૂર્ણ અંગ-પ્રત્યંગોમાં વ્યાપ્ત આત્મા પણ નિશ્ચિત રૂપે શરીરથી ભિન્ન છે. એકાત્મવાદનું નિરાકરણ સમગ્ર સંસારમાં ભિન્ન-ભિન્ન આત્માઓ નહોતા આકાશની જેમ સર્વત્ર વ્યાપ્ત એક જ આત્મા છે.” ઇન્દ્રભૂતિ ગૌતમના હૃદયમાં ઉત્પન્ન થયેલા આ પ્રકારના સંશયનું યુક્તિપૂર્ણ સમાધાન કરતા ભગવાન મહાવીર બોલ્યા : “ઇન્દ્રભૂતે ! જો અનંત આકાશ સમાન વિરાટ એક જ આત્મા બધાં પિંડોમાં વિદ્યમાન હોત તો આકાશની જેમ જીવ પણ બધા ભૂતસંઘોમાં નાનારૂપતા (વિવિધતા), વૈચિત્ર્ય અને વિલક્ષણતાથી રહિત એકરૂપતામાં જ દેખાતો. પણ પ્રાણી સમૂહમાં એવી એકરૂપતાનો નિતાંત અભાવ છે. બધાથી મોટી વાત તો એ છે કે એક પ્રાણીનાં લક્ષણોથી બીજા પ્રાણીનાં લક્ષણ તદ્દન ભિન્ન દેખાય છે. એનાથી સહજ જ એવું સિદ્ધ થાય છે કે બધાં પ્રાણીઓમાં એક જ આત્મા નથી, પરંતુ ભિન્ન-ભિન્ન આત્માઓ છે. લક્ષણભેદ હોવાના લીધે લક્ષ્યભેદ સ્વતઃ જ સિદ્ધ થઈ જાય છે. જીવનું પ્રમુખ લક્ષણ છે ઉપયોગ. એ ઉપયોગ દરેક પ્રાણીમાં એક બીજાથી ભિન્ન સ્વલ્પાધિક માત્રામાં અને વિભિન્ન પ્રકારના જોવા મળે છે. આ પ્રકાર પ્રત્યેક દેહધારીમાં ઉપયોગના ઉત્કર્ષ-અપકર્ષ અને ન્યૂનાધિક્ય ભેદના કારણે સંસારમાં આત્માઓની સંખ્યા પણ અનંત છે. વસ્તુતઃ ઊજૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૪૪ Page #54 -------------------------------------------------------------------------- ________________ આત્મા અવિનાશી ધ્રૌવ્ય છે. સંસારી આત્માઓમાં ઘટપટાદિના ઇન્દ્રિયગોચર થવા પર જે ઘટોપયોગ, પટોપયોગ વગેરે જ્ઞાનપર્યાય ઉત્પન્ન થાય છે, એ દૃષ્ટિથી આત્માના ઉત્પાદ સ્વભાવનું તથા એમાં પટોપયોગના ઉત્પન્ન થવાના કારણે પૂર્વના ઘટોપયોગરૂપી જ્ઞાનપર્યાયનો વ્યય અર્થાત્ વિનાશ થવાના કારણે આત્માના વ્યય સ્વભાવનો પરિચય પ્રાપ્ત થાય છે. પણ ઉત્પાદ અને વ્યયની આ બંને પરિસ્થિતિઓમાં આત્માનો અવિનાશી સ્વભાવ સદા-સર્વદા પોતાના શાશ્વત-ધ્રુવ સ્વરૂપમાં વિદ્યમાન રહે છે. અતઃ આત્મા ધ્રૌવ્ય સ્વભાવવાળો માનવામાં આવ્યો છે. જ્ઞાનપર્યાયોનો ઉત્પાદ અને વ્યયના કારણે જ આત્મા ઉત્પાદ અને વ્યય રૂપમાં પરિલક્ષિત થાય છે, અન્યથા તે શાશ્વત, ધ્રૌવ્ય, અવિનાશી છે. આ પ્રકારે પંચભૂતવાદ, તજીવ-તચ્છરીવાદ, એકાત્મવાદ વગેરેનું ખંડન કરતા ભગવાન મહાવીરે પોતાની ગુરુ-ગંભીર મૃદુવાણી દ્વારા અનુપમ કુશળતાપૂર્વક પ્રમાણસંગત તેમજ હૃદયગ્રાહી યુકિતઓથી આત્માના અસ્તિત્વ સંબંધમાં ઇન્દ્રભૂતિ ગૌતમના મનોગત સંપૂર્ણ સંશયોનો મૂળચ્છેદ કર્યો. પ્રભુની દિવ્યધ્વનિથી ન માત્ર એમના અંતરમનના સંદેહો જ દૂર થયા, સાથે-સાથે એમનું અંતર અચિંત્ય, અનિર્વચનીય, અભુત અને અલૌકિક ઉલ્લાસથી ઓતપ્રોત થઈ ગયું. (હૃદયપરિવર્તન - ઇન્દ્રભૂતિ ગૌતમે પોતાની આંખો વડે અસીમ કૃતજ્ઞતા પ્રગટ કરી અને પોતાની જાતને પ્રભુચરણોમાં ન્યોછાવર (સમર્પિત) કરતા હર્ષપૂર્ણ ગદ્ગદ સ્વરે કહ્યું: “ભગવન્! હવે હું સંપૂર્ણ રૂપે તમારી શરણમાં છું.” સર્વજ્ઞ પ્રભુ મહાવીરની અતિશયકારી અતીવ પ્રભાવોત્પાદક અને યુકિતસંગત અમોઘ વાણી દ્વારા ઇન્દ્રભૂતિ ગૌતમની સત્યાન્વેષિણી, સરળ, સ્વચ્છ અને અનાગ્રહપૂર્ણ મનોભૂમિમાં રોપેલું અને પરિસંચિત આધ્યાત્મિકતાનું બીજ સહસા અંકુરિત, પલ્લવિત અને પુષ્પિત થઈ ઊઠ્યું. પૂર્વાગ્રહો પ્રત્યે લેશમાત્ર પણ મોહ ન હોવાના લીધે તથા સત્ય પ્રત્યે પરમ નિષ્ઠાની સાથે-સાથે સત્યને પોતાના જીવનમાં ઢાળવાનું પ્રબળ સાહસ હોવાના લીધે ઇન્દ્રભૂતિ ગૌતમને શ્રમણ ભગવાન મહાવીર દ્વારા પરમ સત્યનો બોધ થતા જ તક્ષણ જરા પણ અચકાયા વગર સહર્ષ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) 9633333333333 ૪૫ ] Page #55 -------------------------------------------------------------------------- ________________ પોતાનું સર્વસ્વ શ્રમણ ભગવાન મહાવીરનાં ચરણોમાં સમર્પિત કરી દીધું અને પ્રભુચરણોમાં પ્રવ્રજિત થવાનો દઢ સંકલ્પ કરી લીધો. - એમણે હાથ જોડી શીશ નમાવીને પ્રભુને પ્રાર્થનાભર્યા સ્વરમાં કહ્યું: પ્રભો ! મને તમારાં ચરણોમાં પૂર્ણ આસ્થા છે. હું હવે આજીવન તમારાં ચરણોની શરણમાં રહેવા માંગુ છું, અતઃ આપ મને આપના પરમ કલ્યાણકારી ધર્મમાં શ્રમણદીક્ષા પ્રદાન કરી કૃતાર્થ કરો.” તીર્થંકર પ્રભુ મહાવીરે “અહાસુહ દેવાણુપ્રિયા !' આ સુધાસિક્ત વાક્યથી ઇન્દ્રભૂતિનો યથેસિત સુખદ કાર્ય કરવાની અનુજ્ઞા પ્રદાન કરી. ઇન્દ્રભૂતિના ૫૦૦ શિષ્યોએ પણ પોતાના ગુરુનાં ચરણચિહ્નો ઉપર ચાલવાનો સંકલ્પ કર્યો. શ્રમણદીક્ષા ગ્રહણ કરવાનો હેતુ સમુદ્યત (આગળ વધેલા) ઇન્દ્રભૂતિ ગૌતમના અંતરમનની પોકાર અને પ્રાર્થનાને સાંભળી ભગવાન મહાવીરે એમને પોતાના ભાવિ પ્રથમ ગણધર જાણી પ્રમુખ શિષ્યના રૂપમાં ઈ.સ. પૂર્વ પપ૭ અને વિક્રમ પૂર્વ ૫૦૦ વૈશાખ શુકલ ૧૧ના દિવસે સ્વયંના શ્રીમુખે સર્વવિરતિ શ્રમણદીક્ષા અર્થાત્ પંચમહાવ્રતોની ભાગવતી દીક્ષા પ્રદાન કરી. - પોતાના પ00 શિષ્યો સહિત, શ્રમણ ભગવાન મહાવીરની પાસે, ઇન્દ્રભૂતિના પ્રવ્રજિત થવાનો સંવાદ સાંભળી ક્રમશઃ અગ્નિભૂતિ, વાયુભૂતિ, આર્ય વ્યક્ત, આર્ય સુધર્મા પ્રત્યેક પોતાના ૫૦૦-૫૦૦ શિષ્યો, મંડિત તથા મૌર્યપુત્ર પોતાના ૩૫૦-૩૫૦ શિષ્યો, અને અકંપિત, અચલ ભ્રાતા, મેતાર્ય તથા પ્રભાસ પોતાના ૩૦૦-૩૦૦ શિષ્યોની સાથે શ્રમણ ભગવાન મહાવીરના સમવસરણમાં આવ્યા અને પોતાના મનોગત સંશયનું ભગવાન મહાવીર દ્વારા પૂર્ણરૂપે સમાધાન મેળવી પોત-પોતાના શિષ્ય મંડળ સહિત ભગવાન મહાવીરની પાસે મુંડન કરાવી વિધિવત્ નિગ્રંથ બની ગયા. આ પ્રમાણે એક જ દેશના(ઉપદેશ) વેદ-વેદાંતના વિખ્યાત જ્ઞાતા અગિયાર વિદ્વાન આચાર્યો અને એમના ૪૪૦૦ શિષ્યોએ શાશ્વત સત્યને હૃદયંગમ કરાવવાવાળા ભગવાન મહાવીરના પરમ તાત્ત્વિક ઉપદેશથી ધર્મના સત્ય સ્વરૂપને ઓળખીને પ્રભુની પાસે શ્રમણદીક્ષા ગ્રહણ કરી. સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ તીર્થની સ્થાપના પછી ભગવાન મહાવીરે ઇન્દ્રભૂતિ ગૌતમને અગ્નિભૂતિ વગેરે ૧૦ પ્રમુખ શિષ્યોની [ ૪૬ 9999999999£9 જેન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) Page #56 -------------------------------------------------------------------------- ________________ સાથે ઉત્પાદ (ઉપ્પોઇવા), વ્યય (વિગમેઇવા) અને ધ્રૌવ્ય (વેઇવા) - આ ત્રિપદીનો ઉપદેશ આપી એમને સંસારનાં સમસ્ત તત્ત્વોને ઉત્પન્ન, નષ્ટ અને સ્થિર રહેવાના સ્વભાવ તથા સ્વરૂપનું સમ્યક્રૂપે સંપૂર્ણ જ્ઞાન કરાવ્યું. ત્રિપદીનો સારરૂપમાં અર્થ બતાવતા ભગવાન મહાવીરે જણાવ્યું : ઉત્પાદ : કોઈ દ્રવ્ય દ્વારા પોતાના મૂળ સ્વરૂપનો પરિત્યાગ કર્યા વિના બીજા રૂપાંતરણને ગ્રહણ કરવું એ દ્રવ્યનો ‘ઉત્પાદ’ સ્વભાવ કહેવાય છે. વ્યય : કોઈ દ્રવ્ય દ્વારા રૂપાંતર કરતી વખતે સમય પૂર્વભાવ-પૂર્વાવસ્થાનો પરિત્યાગ કરવો દ્રવ્યનો ‘વ્યય’ સ્વભાવ કહેવામાં આવ્યો છે. ધ્રૌવ્ય : ઉત્પાદ અને વ્યય સ્વભાવની પરિસ્થિતિઓમાં પણ પદાર્થનું પોતાના મૂળ ગુણધર્મ અને સ્વભાવમાં બની રહેવું એ દ્રવ્યનું ધ્રૌવ્ય’ સ્વભાવ કહેવાય છે. ઉદાહરણરૂપે સ્વર્ણનો એક પિંડ છે. એ સ્વર્ણપિંડ ગાળીને એનાથી કંકણનું નિર્માણ કરવામાં આવ્યું તો કંકણનો ઉત્પાદ થયો અને સ્વર્ણપિંડનો વ્યય થયો. બંને જ પરિસ્થિતિઓમાં સ્વર્ણ દ્રવ્યની વિદ્યમાનતા એ સ્વર્ણનું ધ્રૌવ્ય છે. એ જ પ્રમાણે આત્મા, મનુષ્ય દેવ અથવા તિર્યંચરૂપે ઉત્પન્ન થાય છે તો તે આત્મા મનુષ્ય, દેવાદિ રૂપમાં ઉત્પન્ન થવાની અપેક્ષાથી ઉત્પાદ અને દેવ, તિર્યંચાદિ પૂર્વ શરીરના ત્યાગની અપેક્ષાએ વ્યય છે. બંને અવસ્થાઓમાં આત્મગુણની વિદ્યમાનતા ધ્રૌવ્ય છે. ઉત્પાદ અને વ્યયમાં વસ્તુની પર્યાયની પ્રધાનતા છે, જ્યારે કે ધ્રૌવ્ય અવસ્થામાં દ્રવ્યના મૂળરૂપની પ્રધાનતા છે. તીર્થંકર મહાવીરની અતિશય યુક્ત દિવ્ય વાણીના પ્રભાવથી તથા પૂર્વજન્મમાં કરેલી ઉત્કટ સાધનાના પરિણામસ્વરૂપ ગૌતમ આદિ અગિયાર બધા જ પ્રવ્રુજિત વિદ્વાનોના શ્રુતજ્ઞાનાવરણ કર્મનો તત્ક્ષણ વિશિષ્ટ ક્ષયોપશમ થયો અને તેઓ તે જ સમયે સમગ્ર શ્રુતજ્ઞાનસાગરના વિશિષ્ટ વેત્તા બની ગયા. એમણે સર્વ પ્રથમ ચૌદ પૂર્વોની રચના કરી, જે આ પ્રકારે છેઃ ઉત્પાદપૂર્વ, અગ્રાયણીપૂર્વ, વીર્યપ્રવાદપૂર્વ, અસ્તિનાસ્તિપ્રવાદપૂર્વ, જ્ઞાનપ્રવાદપૂર્વ, સત્યપ્રવાદપૂર્વ, આત્મપ્રવાદપૂર્વ, કર્મપ્રવાદપૂર્વ, પ્રત્યાખ્યાનપૂર્વ, વિદ્યાનુપ્રવાદપૂર્વ, કલ્યાણવાદપૂર્વ, પ્રાણવાયપૂર્વ, ક્રિયાવિશાળપૂર્વ તથા લોકબિંદુસારપૂર્વ. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) DIG ૭૩૭૭ ४७ Page #57 -------------------------------------------------------------------------- ________________ અતિવિશાળ ચૌદ પૂર્વેની રચના આચારાંગાદિ દ્વાદશાંગીની પૂર્વે કરવામાં આવી. અતઃ એમને પૂર્વાનાં નામોથી અભિહિત કરવામાં આવ્યા. ચૌદ પૂર્વોની રચના પશ્ચાત્ અંગશાસ્ત્રોની રચના કરવામાં આવી. શ્વેતાંબર સાહિત્યમાં ઇન્દ્રભૂતિ ગૌતમના દીક્ષાકાળમાં એમના પિતાના વિદ્યમાન હોવા કે ન હોવાનો કોઈ ઉલ્લેખ દૃષ્ટિગોચર નથી થતો. દિગંબર પરંપરાના અધિકાંશ આચાર્યો પણ આ વિષયમાં મૌન છે. પરંતુ દિગંબર કવિ ‘રયધુ’ એ અપભ્રંશ ભાષામાં મહાવીર ચરિત્ર લખ્યું છે, એ અનુસાર ઇન્દ્રભૂતિની દીક્ષાના સમયે એમના પિતા શાંડિલ્ય વિદ્યમાન હતા. ઇન્દ્રભૂતિ ગૌતમની શ્રમણદીક્ષાને લઈને શ્વેતાંબર અને દિગંબર પરંપરાઓમાં મતભેદ છે. શ્વેતાંબર પરંપરા પ્રભુ મહાવીરના કેવળજ્ઞાન પ્રાપ્તિના બીજા જ દિવસે (વૈશાખ શુક્લ ૧૧) ઇન્દ્રભૂતિની દીક્ષા માને છે; જ્યારે કે દિગંબર પરંપરા ૬૬ દિવસ પછી - શ્રાવણ કૃષ્ણ પ્રતિપદાના દિવસે દીક્ષા માને છે. એમના સિવાય મંડલાચાર્ય ધર્મચંદ્ર કૃત ‘ગૌતમ ચરિત્ર’ અનુસાર ભગવાન મહાવીરને વૈશાખ શુક્લ ૧૦ના દિવસે સંધ્યાકાળની વેળાએ કેવળજ્ઞાન થયા પછી ત્રણ કલાક વ્યતીત થઈ જવા પછી ઇન્દ્રભૂતિની દીક્ષા થઈ. ઇન્દ્રભૂતિ ગૌતમે ચરમશરીરી ગણધરપદ પ્રાપ્ત કર્યું. તીર્થંકર નામના ઉપાર્જન માટે આગમોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે અમુક ૧૬ અથવા ૨૦ સ્થાનોમાંથી કોઈ એક અથવા એકથી વધારે સ્થાનોની ઉત્કટ સાધના કરવાથી સાધક તીર્થંકર નામ-કર્મનું ઉપાર્જન કરે છે. પરંતુ ગણધર નામકર્મનો ઉપાર્જન કયા કયા પ્રકારની ઉત્કૃષ્ટ કોટિની સાધના કરવાથી થાય છે, એનો કોઈ ઉલ્લેખ આગમ સાહિત્યમાં દૃષ્ટિગોચર નથી થતો. જૈન પરંપરાના આગમ અને આગમેતર સાહિત્યમાં વિશ્વવંદ્ય, ત્રૈલોક્ય શ્રેષ્ઠ તીર્થંકરપદની પશ્ચાત્ ગણધરપદને જ શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. આ ગરિમાપૂર્ણ પદની પ્રાપ્તિ માટે સાધકે થોડીક જ ઓછી કઠોર સાધના કરવી પડે છે. એક જ પ્રકારની વાચનાવાળા સાધુ-સમુદાયને ગણ અને આ સાધુ સમુદાયની વ્યવસ્થાનું સંચાલન કરવાવાળા મુનિને ગણધર કહેવામાં આવ્યા છે. ભગવાન મહાવીરના ૧૧ પ્રમુખ શિષ્યોએ પ્રભુના મુખે ‘ત્રિપદી’ સાંભળી ત્રણ નિષદ્યાઓ(વંદન કરીને પૂછવું)માં ચૌદ પૂર્વેની રચના કરી અને પ્રભુએ એમને ગણધર ઘોષિત કર્યા અને તેઓ ગણધર કહેવાયા. © જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૪૮ Page #58 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર મહાવીર દ્વારા અર્થ-રૂપમાં કહેવાયેલી વાણીને ઇન્દ્રભૂતિ વગેરેએ સૂત્રરૂપમાં ગ્રંથિત કરી દ્વાદશાંગીની રચના કરી. હવે અહીં સહેજ જ એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જ્યારે ભગવાન મહાવીરના ગણધર ૧૧ છે, તો એમના ગણ ૯ જ શા માટે ? વસ્તુસ્થિતિ એ છે કે ૧૧ ગણધરોની શાસ્ત્ર વાચના ૯ પ્રકારની રહી હતી. ઇન્દ્રભૂતિ આદિ પ્રથમ ૭ ગણધરોની પ્રત્યેકની પૃથક્ વાચના હોવાના કારણે પ્રત્યેકના સાધુ સમુદાયની પૃથક્ ગણના રૂપમાં ગણના કરવામાં આવી. પણ ૮મા અને ૯મા ગણધર-અકંપિત અને અચલભ્રાતાની સમાન વાચના હતી. એ જ પ્રકારે ૧૦મા અને ૧૧મા ગણધર મેતાર્ય અને પ્રભાસ આ બંનેની વાચના પણ એક હતી. અતઃ વાચનાના સામ્યથી અંતિમ ચાર ગણધરોમાંથી બે-બે ગણની એક-એક વાચના હોવાથી ૧૧ ગણધરોના ૯ ગણ કહેવાયા. ચૂર્ણીકારે લખ્યું. છે કે - ‘આર્ય સુધર્મા અન્ય ગણધરોની અપેક્ષા દીર્ઘજીવી છે અને એમની દ્વારા આગળ ધર્મતીર્થ ચાલશે, એવું જાણી પ્રભુએ એમના માટે ‘ગણની અનુજ્ઞા’ આપી અને ઇન્દ્રભૂતિને દ્રવ્ય, ગુણ, પર્યાયોથી ‘તીર્થની અનુજ્ઞા' આપી. અર્થાત્ ઇન્દ્રભૂતિને તીર્થનાયક અને સુધર્માને ગણનાયકના સમ્મલિત પદ ઉપર સ્વયં પ્રભુએ પોતે જ અભિષિક્ત(નિયુક્ત) કર્યા.' જૈન વાડ્મયમાં આ પ્રકારનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે કે - ‘સુધર્માની અપેક્ષાએ શેષ ગણધર અલ્પાયુ હતા અને તેઓ પોતાની પાછળ પોતપોતાના ગણની વ્યવસ્થા સંભાળવાનું કામ સુધર્માને સોંપીને સિદ્ધ-બુદ્ધ અને મુક્ત થયા હતા.’ ઇન્દ્રભૂતિનું ઉચ્ચતમ વ્યક્તિત્વ વ્યક્તિનું મહત્ત્વ ધન, વૈભવ અથવા કોઈ ઉચ્ચપદથી નહિ, પરંતુ એના ઉચ્ચ વ્યક્તિત્વથી થાય છે. ભગવતી સૂત્ર, ઉપાસક દશાંગ અને અન્ય ગ્રંથોમાં ઇન્દ્રભૂતિ ગૌતમના વિરાટ અને ઉત્કૃષ્ટ વ્યક્તિત્વનો પરિચય આપવામાં આવ્યો છે. ભગવાન મહાવીરના જ્યેષ્ઠ અંતેવાસી ઇન્દ્રભૂતિ અણગાર ઉગ્રતપ, દીપ્તતપ, તપ્તતપ અને મહાતપના ધારક હતા. ઘોર ગુણી અને ઘોર બ્રહ્મચારી હતા. શરીરથી મમતારહિત, તપની સાધનાથી પ્રાપ્ત તેજોલેશ્યાજૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) GIDC 00 ૪૯ Page #59 -------------------------------------------------------------------------- ________________ (તપોજન્ય શક્તિ)ને ગુપ્ત રાખવાવાળા, નામ અપેક્ષાથી ચતુર્દશ પૂર્વધારી અને ચાર જ્ઞાનના ધારક હતા. તેઓ સર્વાધાર સન્નિપાત જેવી લબ્ધિઓના ધારક હતા અને મહાન તેજસ્વી હતા. તે મહાવીર ભગવાનથી ન અતિદૂર ન અતિસમીપ, ઊર્ધ્વજાનુ અને અધોશિર થઈને બેસતા હતા. બધી બાજુથી અવરૂદ્ધ પોતાના ધ્યાનને માત્ર પ્રભુના ચરણાવિંદમાં કેન્દ્રિત કરેલા સંયમ અને તપથી પોતાની આત્માને ભાવિત કરીને વિચરતા હતા. તેઓ અતિશય જ્ઞાની હોવા છતાં પણ પરમ ગુરુભક્ત અને આદર્શ શિષ્ય હતા. “ઉપાસકદશા સૂત્ર અનુસાર તેઓ છટ્ટ-છઠ્ઠ તપના નિરંતર પારણા કરવાવાળા હતા. એમનો વિનય એટલો ઉચ્ચ કોટિનો હતો કે જ્યારે પણ એમણે કોઈ પ્રશ્ન પૂછવો હોય તો તેઓ તત્પરતાથી ઊઠીને ભગવાન મહાવીરની પાસે જતા અને ભગવાનની ત્રણ વાર પ્રદક્ષિણા કરી પ્રણામ કરતા, ત્યાર પછી મર્યાદિત ક્ષેત્રમાં એમની સન્મુખ બેસી સેવા કરતા, વિનયથી પ્રાંજલિયુકત ભગવાનને પૂછતા. સંક્ષેપમાં કહેવામાં આવે તો તેઓ “જાઈસંપન્ન, કુળસંપન્ન, બળસંપન્ન, વિનયસંપન્ને, ભાણસંપન્ન, દંસણસંપન્ન, ચારિત્તસંપન્ન, ઓયંસી, તેયંસી, જસંસી' આદિ સંસારના સમસ્ત સર્વોચ્ચ કોટિના ગુણોના અક્ષય ભંડાર હતા. (પૂર્વભવમાં ઇન્દ્રભૂતિ ગૌતમ) શ્વેતાંબર સાહિત્યમાં આગમકાર એટલું તો સ્પષ્ટ ઉલ્લેખ છે કે - ભગવાન મહાવીર અને ગૌતમનો પહેલાં અનેક ભવોમાં પ્રેમસંબંધ રહ્યો હતો.” “ભગવતી સૂત્ર'માં આ પ્રકારનો ઉલ્લેખ આવે છે કે - શ્રમણ ભગવાન મહાવીરે ઇન્દ્રભૂતિને કહ્યું: ગૌતમ ! તારો અને મારો અનેક ભવોમાં સંબંધ રહ્યો છે. તું ચિરકાળથી મારી સાથે સ્નેહસૂત્રથી બંધાયેલો છે. તું ચિરકાળથી પ્રશંસિત, પરિચિત, સેવિત અને મારો અનુવર્તી રહ્યો છે. ક્યારેક દેવભવમાં તો ક્યારેક મનુષ્યભવમાં મારી સાથે રહ્યો છે. એટલું જ નહિ, હવે અહીંથી મરણાન્તર આપણે બંને પરસ્પર તુલ્ય રૂપવાળા, ભેદરહિત, ક્યારેય વિખૂટા ન પડવાવાળા અને સદા એકસાથે રહેવાવાળા સંગીસાથી બની જઈશું.” ૫૦ 9696969696969696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) Page #60 -------------------------------------------------------------------------- ________________ ‘ભગવતી સૂત્ર’ના ઉપર વર્ણિત ઉલ્લેખાનુસાર ભગવાન મહાવીરની સાથે ઇન્દ્રભૂતિ ગૌતમનો અનેક ભવોનો સંબંધ હોવાનું પ્રમાણિત થાય છે. પરંતુ ભ. મહાવીરના ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં ઇન્દ્રભૂતિ ગૌતમના જીવનું એમના સારથીના રૂપમાં એમની સાથે હોવાના અતિરિક્ત અન્ય કોઈ ભવના શ્વેતાંબર સાહિત્યમાં કોઈ પરિચય ઉપલબ્ધ નથી થતો. પ્રથમ પટ્ટધર વિષયક બંને પરંપરાઓની માન્યતા શ્વેતાંબર પરંપરાની માન્યતાનુસાર ભ. મહાવીરના પ્રથમ પટ્ટધર આર્ય સુધર્મા સ્વામી બન્યા. યદ્યપિ દિગંબર પરંપરાના પ્રાયઃ બધા માન્ય ગ્રંથોમાં એવો ઉલ્લેખ છે કે - ‘ભ. મહાવીરના નિર્વાણ પશ્ચાત્ ઇન્દ્રભૂતિ ગૌતમ જ ભ. મહાવીરના પ્રથમ પટ્ટધર આચાર્ય બન્યા,’ પરંતુ દિગંબર પરંપરાના એક સૌથી પ્રાચીન ગ્રંથ બ્લોક વિભાગ'માં શ્વેતાંબર માન્યતાની જ જેમ એ વાતનો સંકેત ઉપલબ્ધ થાય છે કે - ‘ભગવાનના નિર્વાણ પશ્ચાત્ એમના પ્રથમ પટ્ટધર આર્ય સુધર્મા બન્યા, નહિ કે ઇન્દ્રભૂતિ ગૌતમ.' ઇન્દ્રભૂતિની નિર્વાણ સાધના જ ૫૦ વર્ષની વયે ઇન્દ્રભૂતિ ગૌતમે ભ. મહાવીર પાસે શ્રમણદીક્ષા ગ્રહણ કરી. દીક્ષાના પ્રથમ દિવસે જ તેઓ ચતુર્દશ પૂર્વોના જ્ઞાતા બની ગયા. તેઓ નિરંતર ૩૦ વર્ષ સુધી વિનયભાવથી ભગવાનની સેવા કરતા-કરતા ગ્રામાનુગ્રામ વિચરણ કરી જિનશાસનની પ્રભાવના કરતા રહ્યા. એમના દ્વારા દીક્ષા ગ્રહણ કરવાના ૩૦ વર્ષ પછી જ્યારે પાવાપુરીમાં કારતક કૃષ્ણ અમાવસ્યાએ ભગવાન નિર્વાણ પામ્યા ત્યારે આત્મસ્વરૂપનું ચિંતન કરતા-કરતા એમણે ઘાતીકોઁ(પાપકર્મ)નો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. એમણે ૧૨ વર્ષ સુધી કેવળીપર્યાયમાં પૃથ્વી મંડળ ઉપર વિચરણ કરતા-કરતા અનેકાનેક ભવ્યાત્માઓને આત્મકલ્યાણના શાશ્વત માર્ગ ઉપર અગ્રેસર કર્યા. વી. નિ. સં.૧૨ના અંતમાં એમણે એમનો અવસાનકાળ નિકટ જાણી રાજગૃહના ગુણશીલ ચૈત્યમાં સંલેખના સંથારો સ્વીકાર્યો. એક મહિનાની અનશન આરાધના પછી સમાધિપૂર્વક કાળ કરીને તેઓ સિદ્ધ-બુદ્ધ-મુક્ત થઈ ગયા. એમની પૂર્ણ આયુ ૯૨ વર્ષની હતી. એમનું મંગળ નામસ્મરણ આજે પણ જન-જનના હૃદયને આહ્લાદિત અને આનંદિત કરે છે. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૧૭૭૭ ૫૧ Page #61 -------------------------------------------------------------------------- ________________ 'આર્ય સામી આર્ય સુધર્મા સ્વામીનો જન્મ ઈ.સ. ૬૦૦ વર્ષ પૂર્વ, વિદેહ પ્રદેશના કોલ્લાગ નામના ગામમાં ઉત્તરા ફાલ્યુની નક્ષત્રમાં થયો. એમના પિતાનું નામ ધર્મિલ્લ અને માતાનું નામ ભદ્રિલા હતું. અગ્નિ વૈશ્યાયન-ગોત્રીય બ્રાહ્મણ આર્ય ધમ્મિલ્લ વેદ-વેદાંગના લબ્ધપ્રતિષ્ઠિત વિદ્વાન હતા. સુધર્માએ પોતાના વિદ્યાર્થીજીવનમાં ચાર વેદો (ઋવેદ, સામદેવ, યર્જુવેદ અને અથર્વવેદ), છ વેદાંગો (શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરૂક્ત, છંદ અને જ્યોતિષ), ચાર ઉપાંગ (મીમાંસા, ન્યાય, ધર્મશાસ્ત્ર અને પુરાણ) આ ચૌદ વિદ્યાઓનો સમ્યક રૂપથી અભ્યાસ કર્યો. પારિગામી વિદ્વાન બન્યા પછી એમણે અધ્યાપનકાર્યનો પ્રારંભ કર્યો. ૫૦૦ વિદ્યાર્થી હંમેશાં એમની સેવામાં રહીને એમની પાસે વિદ્યાધ્યયન કરતા હતા. આ તથ્ય એ વાતનું દ્યોતક છે કે તેઓ પ્રકાંડ પંડિત હોવાની સાથે-સાથે પર્યાપ્ત રૂપે સાધનસંપન્ન પણ હતા. સકળ શાસ્ત્રના પારગામી (જાણકાર) હોવા છતાં પણ એમને એમની વિશાળ જ્ઞાનરાશિમાં એક પ્રકારની ન્યૂનતા, અપૂર્ણતા અને રિક્તતાનો અનુભવ થતો હતો. તેઓ સત્યની ગવેષણામાં સતત પ્રયત્નશીલ હતા. જ્યારે એમને ભગવાન મહાવીરના પ્રથમ દર્શન થયાં તો એમના માનસ(મન)માં આશાની કિરણ પ્રફુરિત થઈ અને એમને એવો અનુભવ થયો કે એમની એ રિક્તતા, અપૂર્ણતા ભગવાન મહાવીર દ્વારા અવશ્ય જ પૂર્ણ કરવામાં આવશે. આર્ય સુધર્માએ જ્યારે એ સાંભળ્યું કે - “ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ અને આર્ય વ્યક્ત જેવા ઉચ્ચકોટિના વિદ્વાન પોત-પોતાના મનની શંકાઓનું સમાધાન મેળવી ભગવાન મહાવીરની પાસે શ્રમણધર્મમાં દીક્ષિત થઈ ગયા છે.” તો એમના મનમાં પણ ઉત્કટ અભિલાષા ઉત્પન્ન થઈ કે - “તો પછી હું પણ સર્વજ્ઞ પ્રભુ મહાવીર પાસે પોતાના મનમાં ચિરકાળથી સંચિત નિગૂઢ શંકાનું સમાધાન શા માટે ન મેળવું! તેઓ તત્કાળ પોતાના ૫૦૦ શિષ્યોની સાથે પ્રભુ સમક્ષ સમવસરણમાં પહોંચ્યા. એમણે શ્રદ્ધા સહિત પ્રભુનાં ચરણોમાં પ્રણામ કર્યા. ભગવાન મહાવીરે નામ-ગોત્રોચ્ચારણપૂર્વક આર્ય સુધર્માને સંબોધિત કરતા કહ્યું : “આર્ય સુધર્મન્ ! તારા મનમાં એવી શંકા છે કે - પ્રત્યેક જીવ વર્તમાન ભવમાં મનુષ્ય, તિર્યચ(મનુષ્ય સિવાયનાં પ્રાણી) [ પર 23026969696969696907ન ધર્મનો મૌલિક ઈતિહાસ : (ભાગ-૨) Page #62 -------------------------------------------------------------------------- ________________ વગેરે જે ગતિમાં છે, તેઓ મૃત્યુ પશ્ચાત્ ભાવિ ભવોમાં પણ શું એ જ ગતિમાં, એ જ પ્રકારના શરીરમાં ઉત્પન્ન થશે ?' પોતાની આ શંકાની પુષ્ટિમાં તું મનોમન એ યુક્તિ આપે છે કે - જે પ્રકારે એક ખેતરમાં જવ રોપવામાં આવે તો જવ, ઘઉં રોપવામાં આવે તો ઘઉં ઉત્પન્ન થશે. એ સંભવ નથી કે જવ રોપવા પર ઘઉં ઉત્પન્ન થઈ જાય અથવા ઘઉંના રોપવાથી જવ ઉત્પન્ન થઈ જાય.' સૌમ્ય સુધર્મન્ ! તારી આ શંકા સમુચિત નથી. કારણ કે પ્રત્યેક પ્રાણી ત્રિકરણ (મન, વચન અને કાયા) અને ત્રિયોગથી જે પ્રકારની સારી અથવા નરસી ક્રિયાઓ કરે છે, એ જ કાર્યો અનુસાર એને ભાવિ ભવોમાં સારી કે નરસી (ખરાબ) ગતિ, શરીર, સુખ-દુ:ખ, સંપત્તિ-વિપત્તિ, સંયોગ-વિયોગ વગેરેની પ્રાપ્તિ થતી રહે છે. કૃતકર્મજન્ય આ ક્રમ નિરંતર ત્યાં સુધી ચાલે છે, જ્યાં સુધી કે તે આત્મા પોતાનાં સારાં-ખરાબ બધાં પ્રકારનાં સમસ્ત કર્મોનો સમૂળ નાશ કરી શુદ્ધ-બુદ્ધ-મુક્ત નથી થઈ જતો.” એક પ્રાણી જે યોનિમાં છે, તે જો એ યોનિમાં ઉત્પન્ન કરાવનારાં કર્મોનો બંધ કરે તો તે પુનઃ એ જ યોનિમાં પણ ઉત્પન્ન થઈ શકે છે, પણ એકાન્તત્ત એવું માનવું સત્ય નથી કે જે પ્રાણી વર્તમાનમાં જે યોનિમાં છે, તે સદાસર્વદા માટે નિરંતર એ જ યોનિમાં ઉત્પન્ન થતો રહે.” સર્વજ્ઞ-સર્વદર્શી ભગવાન મહાવીરના મુખારવિંદથી પોતાના અંતરમનની નિગૂઢતમ શંકા અને એનું સમાધાન સાંભળી સુધર્મા આશ્ચર્યાભિભૂત થઈ ગયા. ભ. મહાવીરની તર્કસંગત અને યુક્તિપૂર્ણ અમોઘ વાણીથી પોતાના સંદેહનું સંપૂર્ણ રૂપથી સમાધાન થતા જ આર્ય સુધર્માએ પરમ સંતોષ અનુભવતા પોતાના ૫૦૦ શિષ્યો સહિત શ્રમણદીક્ષા ગ્રહણ કરી પોતાની જાતને પ્રભુચરણ-શરણમાં સમર્પિત કરી દીધી. ભગવાન મહાવીર પાસે ત્રિપદીનું જ્ઞાન મેળવતાં જ તેઓ અગાધ જ્ઞાનના ભંડાર બની ગયા. એમણે સર્વ પ્રથમ ચૌદ પૂર્વોની રચના કરી અને ત્યાર બાદ દ્વાદશાંગીની રચના કરી. આર્ય સુધર્માએ ૫૦ વર્ષની અવસ્થામાં ભ. મહાવીર પાસે શ્રમણદીક્ષા ગ્રહણ કરી. તપ-સંયમની આરાધના અંગે નિરંતર ૩૦ વર્ષ સુધી એક પરમ વિનીત શિષ્યના રૂપમાં ભગવાનની આજ્ઞાનું પાલન કરતા ગણની મહત્તમ સેવા કરી. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) .૫૩ Page #63 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ મહાવીરની પશ્ચાત્ એમના પ્રથમ પટ્ટધરના રૂપમાં ૨૦ વર્ષ સુધી સંઘાધિનાયક રહીને સંઘનું સંચાલન કર્યું. વિ. નિ. સં. ૧૨માં ઇન્દ્રભૂતિ ગૌતમના નિર્વાણ પછી એમણે ચાર ઘાતીકમ - જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય આ પ્રકારનાં પાપકર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને ૯ વર્ષ સુધી કેવળીના રૂપમાં રહ્યા. અંતે વી. નિ. સં. ૨૦ના અંતિમ ચરણમાં ઈ.સ.થી ૫૦૦ વર્ષ પૂર્વે રાજગૃહ નગરના ગુણશીલ ચૈત્યમાં એક માસના પાદોપગમન સંથારાથી ૧૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી જીવનના ચરમ ને પરમ લક્ષ્યનિર્વાણ પ્રાપ્ત કર્યું. (સુધમાં સ્વામી જ ભ. મહાવીરના ઉત્તરાધિકારી શા માટે ?) ઈ.સ.થી પર૭ વર્ષ પૂર્વે કારતક કૃષ્ણ અમાવસ્યાની રાત્રિમાં ભ. મહાવીરનું નિર્વાણ થયું. ભગવાનના નિર્વાણ પછી એ જ રાત્રે ઇન્દ્રભૂતિ ગૌતમને કેવળજ્ઞાનની ઉપલબ્ધિ થઈ. બીજા જ દિવસે કારતક શુક્લ પ્રતિપદાના દિવસે આર્ય સુધર્માને ભ. મહાવીરના પ્રથમ પટ્ટધરના રૂપમાં ધર્મસંઘના અધિનાયક આચાર્ય નિયુક્ત કરવામાં આવ્યા. આ નિયુક્તિના ત્રણ પ્રમુખ કારણ રહ્યાં : ૧. તીર્થકર ભગવાન મહાવીરે પોતાના નિર્વાણથી લગભગ ૩૦ વર્ષ પૂર્વે તીર્થ સ્થાપનાના દિવસે જ આર્ય સુધર્માને દીર્ધાયુ અને યોગ્ય જાણીને ગણની અનુજ્ઞા આપી હતી. આ વાતથી ચતુર્વિધ સંઘ સારી રીતે પરિચિત હતો. ૨. ચતુર્વિધ તીર્થને એ પણ વિદિત હતું કે ભગવાન મહાવીરની વિદ્યમાન તામાં જ અગ્નિભૂતિ વગેરે ૯ કેવળજ્ઞાની ગણધરોએ નિર્વાણ પ્રાપ્ત કર્યું. એમણે પોત-પોતાનાં નિર્વાણથી એક મહિના પહેલાં જ આર્ય સુધર્માને ગણનાયક તેમજ દીર્ધાયુષ્યમાન જાણીને પોત પોતાના ગણ સોપી દીધા હતા. ૩. આ બંને સર્વવિદિત તથ્યો સિવાય ભ. મહાવીરના નિર્વાણ બાદ ભગવાનના પટ્ટધર બનવાની બધી રીતે યોગ્યત્તમ અધિકારી જયેષ્ઠ અને શ્રેષ્ઠ શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમને થોડા જ સમય પછી એ જ રાત્રિમાં કેવળજ્ઞાનની ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ ચૂકી હતી. અતઃ તે ભગવાનના ઉત્તરાધિકારી બની શકતા ન હતા. કારણ કે ઉત્તરાધિકારી પોતાના પૂર્વવર્તીના અધિકારને આગળ ચલાવનારો હોય છે. પટ્ટધર પોત-પોતાના પૂર્વવર્તી આચાર્યના આદેશ, ઉપદેશ અને સિદ્ધાંતોને [૫૪ છ 9999636999) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) Page #64 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટિમાં રાખી એના પ્રચાર-પ્રસાર કરવાની સાથે-સાથે અનુયાયી સમાજ પાસે એમની આજ્ઞાનું પાલન કરાવે છે; પરંતુ કેવળજ્ઞાની સ્વયં સમસ્ત ચરાચરના પૂર્ણજ્ઞાતા હોવાના લીધે જે કંઈ પણ આદેશ આપે છે, તે પોતાના જ્ઞાનના આધારે આપે છે, નહિ કે પોતાના પૂર્વવર્તી આચાર્યના ઉપદેશ, આદેશના આધારે. આર્ય સુધર્મા સ્વામી પ્રભુના નિર્વાણના સમયે ચૌદ પૂર્વેના જ્ઞાતા હતા, કેવળી નહિ. અતઃ તેઓ એવું કહી શકતા હતા કે - “ભગવાને એવું જણાવ્યું છે અથવા ભગવાને જેવું જણાવ્યું છે, તેવું જ હું કહી રહ્યો છું.' પરંતુ ઇન્દ્રભૂતિ ગૌતમ ભ. મહાવીરની નિર્વાણરાત્રિના અવસાનથી જ સકળ ચરાચરના જ્ઞાતા પૂર્ણ કેવળી બની ચૂક્યા હતા. આવી સ્થિતિમાં તેઓ એવું નથી કહી શકતા કે - “ભગવાન મહાવીરે જે કહ્યું છે, એ જ હું કહું છું.” કેવળી હોવાના કારણે તેઓ તો એમ જ કહે છે – “હું આવું જોઉં છું, હું આવું કહું છું.” આવી સ્થિતિમાં તીર્થકર ભગવાન મહાવીર દ્વારા પ્રરૂપિત શ્રત પરંપરાને અવિચ્છિન્ન રૂપમાં યથાવત્ રાખવાની દૃષ્ટિથી ઇન્દ્રભૂતિ ગૌતમને ભ. મહાવીરના ઉત્તરાધિકારી ન બનાવવામાં આવતા આર્ય સુધર્માને જ પ્રથમ પટ્ટધર નિયુક્ત કરવામાં આવ્યા. (ઉપલબ્ધ એકાદશાંગી આર્ય સુધર્માની વાચના) આજે જે એકાદશાંગી ઉપલબ્ધ છે, તે આર્ય સુધર્માની વાચના છે. આ તથ્યની પુષ્ટિ કરનારાં અનેક પ્રમાણ આગમોમાં ઉપલબ્ધ છે, એમનામાંથી કેટલાંક પ્રમાણ અહીં પ્રસ્તુત કરવામાં આવી રહ્યાં છે : “આચારાંગ સૂત્ર'ના ઉદ્ઘોષાત્મક પ્રથમ વાક્યમાં - “સૂર્ય મે આઉસ તેણે ભગવયા એવમખાય' - અર્થાત્ હે આયુષ્યમાન (જબૂ) મેં એવું સાંભળ્યું છે, એ ભગવાન મહાવીરે આ પ્રકારે કહ્યું છે. આ વાક્યરચનાથી એ બિલકુલ સ્પષ્ટ છે કે - “આ વાક્યનું ઉચ્ચારણ કરવાવાળા ગુરુ પોતાના શિષ્યને એ જ કહી રહ્યા છે કે સ્વયં એમણે ભ. મહાવીરના મુખારવિંદથી સાંભળ્યું હતું.” | ‘આચારાંગ સૂત્ર'ની જ જેમ “સમવાયાંગ, સ્થાનાંગ, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ' આદિ અંગસૂત્રોમાં તથા ઉત્તરાધ્યયન, દશવૈકાલિક' આદિ “અંગબાહ્ય શ્રતોમાં પણ આર્ય સુધર્મા દ્વારા વિવેચ્ય વિષયનું નિરૂપણ - જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 96969696969696969696969 પપ | Page #65 -------------------------------------------------------------------------- ________________ “સૂર્ય મે આઉસ તેણે ભગવયા એવમકખાય !” આ જ પ્રકારની શબ્દાવલીથી કરવામાં આવ્યું છે. “અનુત્તરોપપાતિક સૂત્ર, જ્ઞાતાધર્મ કથા આદિના આરંભમાં હજી વધારે સ્પષ્ટ રૂપથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે - “તેણે કાલેણે તેણે સમએણે રાયગિહે નયરે, અજ્જ સુહમ્મસ્સ સમોસરણું.... પરિસા પડિગયા. મેરા જબૂ જાવ પજુવાસઈ એવં પયાસી જઈë ભંતે સમણેણં જાવ સંપણે અમસ્સ અંગસ્સ અંતગડદસા ણે અયમટ્ટે પણQ, નવમસ્ત ણં ભતે | અંગસ્સ અણુત્તરોવવાદય સમeણે જાવ સંપત્તેણે કે અટ્ટે પણd all તએણે સે સુહમે અણગારે જમ્બુ અણગાર એવં વયાસી - એવું ખલુ જબ્બ! સમએ જાવ સંપત્તેણં નવમસ્સ અંગસ્સ અણુતરોવવાય દસાણ તિષ્ણિ વગ્યા પણત્તા //૪” ” આર્ય જમ્બુએ પોતાના ગુરુ આર્ય સુધર્મા પાસે સમયે-સમયે અનેક પ્રશ્ન પ્રસ્તુત કરી પૂછ્યું : “ભગવાન ! શ્રમણ ભગવાન મહાવીરે અમુક અંગ'નો કયો અર્થ બતાવ્યો છે?” પોતાના શિષ્ય જગ્ગના પ્રશ્નના ઉત્તરમાં એ અંગોનો અર્થ બતાવવા આર્ય સુધર્મા કહે છે : “આયુષ્યમાનું જબ્બ ! અમુક અંગનો જે અર્થ ભગવાન મહાવીરે કહ્યો છે, તે મેં સ્વયં જાતે સાંભળ્યો છે. એ પ્રભુએ અમુક અંગના, અમુક અધ્યયનના, અમુક વર્ગના આ અર્થ જણાવ્યા છે.” પોતાના શિષ્ય જબૂને આગમોનું જ્ઞાન કરાવવાની ઉપર વર્ણિત પરિપાટી અન્ય અનેક સૂત્રોમાં પણ પરિલક્ષિત થાય છે. “જ્ઞાતાધર્મ કથા'ના પ્રારંભિક પાઠથી પણ એ સિદ્ધ થાય છે કે વર્તમાનમાં ઉપલબ્ધ અંગ શાસ્ત્ર આર્ય સુધર્મા દ્વારા ગૂંથવામાં આવ્યા છે. ઉપર લખેલાં પ્રમાણોથી એવુ નિર્વિવાદ રૂપે સિદ્ધ થઈ જાય છે કે અન્ય ગણધરોની સમાન આર્ય સુધર્માએ પણ ભ. મહાવીરની દેશના(બોધ)ના આધારે દ્વાદશાંગીની રચના કરી. અન્ય દશ ગણધર આર્ય સુધર્માને નિર્વાણથી પહેલાં જ પોતપોતાના ગણ એમને સોંપીને નિર્વાણ પ્રાપ્ત કરી ચૂક્યા હતા. અતઃ આર્ય સુધર્મા દ્વારા ગ્રંથિત દ્વાદશાંગી જ પ્રચલિત રહી અને વર્તમાનમાં જે એકાદશાંગી પ્રચલિત છે તે આર્ય સુધર્મા દ્વારા ગ્રંથિત છે. શેષ ગણધરો દ્વારા ગ્રંથિત દ્વાદશાંગી વીર નિર્વાણનાં થોડાક જ વર્ષો પછી વિલુપ્ત થઈ ગઈ. પદ છ99999999963 જન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) Page #66 -------------------------------------------------------------------------- ________________ ' દ્વાદશાંગીનો પરિચય | “સમવાયાંગ અને નંદી સૂત્ર'માં દ્વાદશાંગીનો પરિચય આપવામાં આવ્યો છે. શ્વેતાંબર અને દિગંબર બંને પરંપરાઓના પ્રાચીન ગ્રંથોમાં દ્વાદશાંગીનો ક્રમ નિમ્નલિખિત રૂપમાં આપવામાં આવ્યો છે : ૧. આચારાંગ ૨. સૂત્રકૃતાંગ ૩. સ્થાનાંગ ૪. સમવાયાંગ પ. વ્યાખ્યાપ્રાપ્તિ ૬. જ્ઞાતાધર્મકથા ૭. ઉપાસકદશા ૮. અંતકૃતદશા ૯. અનુત્તરોપપાતિકદશા ૧૦. પ્રશ્નવ્યાકરણ ૧૧. વિપાકસૂત્ર ૧૨. દૃષ્ટિવાદ. (૧. આચારાંગ) આચારાંગમાં શ્રમણ નિગ્રંથોના આચાર, ગોચરી, વિનય, કર્મક્ષય, વિનયના ફળ, કાયોત્સર્ગ, ઊઠવું-બેસવું, ઊંઘવું, ચાલવું, ફરવું, ભોજનપાન, ઉપકરણની મર્યાદા અને ગવેષણા વગેરે સ્વાધ્યાય, પ્રતિલેખન આદિ, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું પાલન, દોષોને ટાળીને શય્યા, વસતિ, પાત્ર, ઉપકરણ, વસ્ત્ર, અસન પાનાદિ ગ્રહણ કરવું, મહાવ્રતો, વિવિધ વ્રતો, તપ, અભિગ્રહો, અંગોપાંગોના અધ્યયનકાળમાં આચાર્લી (આયંબીલ) આદિ તપ, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર - આ બધી વાતોનો સમ્યકરૂપે વિચાર કરવામાં આવ્યો છે. અંગોના ક્રમની અપેક્ષાથી આચારાંગનું પ્રથમ સ્થાન છે. અતઃ આ પ્રથમ અંગ માનવામાં આવ્યું છે. શ્રુતપુરુષનો પ્રમુખ આચાર હોવાના કારણે પણ આને પ્રથમ અંગ કહેવામાં આવ્યું છે. આચારાંગમાં ૨ શ્રુતસ્કંધ, ૨૫ અધ્યયન, ૮૫ ઉદ્દેશનકાળ અને ૮૫ જ સમુદ્રેશનકાળ કહેવામાં આવ્યા છે. આ પ્રથમ અંગમાં ૧૮૦૦૦ પદ માનવામાં આવ્યાં છે. રપ અધ્યયનાત્મક આચારાંગના જે ૮૫ ઉદ્દેશન અને ૮૫ સમુદેશનકાળ માનવામાં આવ્યા છે, એનું કારણ એ છે કે બંને શ્રુતસ્કંધોના કુલ મળીને ૮૫ ઉદ્દેશક થાય છે. - આચારાંગમાં ગદ્ય અને પદ્ય એ બંને જ શૈલીઓમાં પ્રતિપાદ્ય વિષયનું પ્રતિપાદન હોવાના કારણે આ ગદ્ય-પદ્યાત્મક અંગશાસ્ત્ર છે. વર્તમાનમાં બંને શ્રુતસ્કંધ રૂપ આચારાંગનાં પદપરિમાણ ૨૫૦૦ શ્લોક-પ્રમાણ છે. - આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધનું નામ નવબ્રહ્મચર્ય છે અને એમાં નિમ્નલિખિત ૯ અધ્યયન છે : જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 293969696969696969 પ૦] Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧. શસ્ત્રપરિજ્ઞા, ૨. લોકવિજય, ૩. શીતોષ્ણીય, ૪. સમ્યકત્વ, ૫. લોકસાર, ૬. ધૂત, ૭. મહાપરિજ્ઞા, ૮. વિમોક્ષ અને ૯. ઉપધાનશ્રુત. નવ અધ્યયનાત્મક પ્રથમ શ્રુતસ્કંધમાં પાંચ પ્રકારના આચાર - જ્ઞાનઆચાર, દર્શનઆચાર, ચારિત્રઆચાર, તપઆચાર અને વીર્યઆચારનું વર્ણન કરવામાં આવ્યું છે. આ પ્રકારે “આચારંગ સૂત્ર'ના પ્રથમ શ્રુતસ્કંધમાં ૯ અધ્યયન અને નવે-નવ અધ્યયનના કુલ ૫૧ ઉદ્દેશક છે. મહાપરિજ્ઞા અધ્યયન અને એના સાતેય ઉદ્દેશકોના વિલુપ્ત થઈ જવાના કારણે વર્તમાનમાં પ્રથમ શ્રુતસ્કંધના ૮ અધ્યયન અને ૪૪ ઉદ્દેશક જ ઉપલબ્ધ છે. આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધમાં દાર્શનિક અને તાત્ત્વિક વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, અતઃ એમાં સૂત્રશૈલી અપનાવવામાં આવી છે. દ્વિતીય શ્રુતસ્કંધમાં સાધુના આચારના પ્રત્યેક પાસાને વ્યાખ્યાત્મક રીતે સમજાવવા આવશ્યક હતા, એટલા માટે એમાં સરળ, અને સુગમ વ્યાખ્યાશૈલીનો ઉપયોગ કરવામાં આવે છે. આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધમાં મહાપરિજ્ઞા નામક ૭માં અધ્યયનના લુપ્ત થઈ જવાના કારણે વર્તમાનમાં સંપૂર્ણ આચારાંગના માત્ર બે શ્રુતસ્કંધ, ૨૪ અધ્યયન અને ૭૮ ઉદ્દેશક જ ઉપલબ્ધ છે. વિશ્વબંધુત્વની ભાવનાઓથી ઓતપ્રોત સાચા અને આદર્શ માનવીય સિદ્ધાંતોનું આમાં સજીવ વર્ણન હોવાને લીધે આચારાંગનું માત્ર દ્વાદશાંગી જ નહિ, પરંતુ સંસારનાં સમગ્ર ધર્મશાસ્ત્રોમાં પણ ઘણું ઉચ્ચ અને મહત્ત્વપૂર્ણ સ્થાન છે. આચારાંગના બંને શ્રુતસ્કંધ ગણધરગ્રથિત છે કે નહિ એની પદસંખ્યા ૧૮૦૦૦ બતાવવામાં આવી છે, એ માત્ર પ્રથમ શ્રુતસ્કંધની જ છે કે નહિ, નિશીથ આદિ ચૂલિકાઓ બીજા શ્રુતસ્કંધની છે કે નહિ એ પ્રશ્નોના સંબંધમાં નિષ્કર્ષ આ પ્રમાણે છે : ૧. આચારાંગના બંને શ્રુતસ્કંધ દ્વાદશાંગીના રચનાકાળમાં ગણધરો દ્વારા સર્વપ્રથમ ગ્રથિત કરવામાં આવ્યા હતા. આગમમાં જે આચારાંગના પદની સંખ્યા ૧૮૦૦૦ ઉલ્લેખિત છે, તે વસ્તુતઃ બંને શ્રુતસ્કંધો સહિત સંપૂર્ણ આચારાંગની છે, નહિ કે માત્ર પ્રથમ શ્રુતસ્કંધની. [ ૫૮ 99696969696969696969ી જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #68 -------------------------------------------------------------------------- ________________ ૨. દ્વિતીય શ્રુતસ્કંધના પંચચૂલાત્મક અને આગમોના રચનાકાળથી પશ્ચાદ્દવર્તી કાળમાં સ્થવિરકૃત આચારાંગ માત્ર હોવા તથા પ્રથમ શ્રુતસ્કંધને જ મૂળ આચારાંગ માની માત્ર એની જ પદસંખ્યા ૧૮૦૦૦ હોવાની જે માન્યતા નિર્યુક્તિકાર આદિ દ્વારા અભિવ્યક્ત કરવામાં આવી છે, તે આગમિક અને અન્ય કોઈ આધાર પર આધારિત ન હોવાને કારણે નિરાધાર, કાલ્પનિક અને અમાન્ય છે. ૩. વર્તમાન કાળમાં આચારાંગના દ્વિતીય શ્રુતસ્કંધના સ્વરૂપ સંબંધમાં જે આ માન્યતા પ્રાયઃ સર્વત્ર પ્રચલિત છે કે સંપૂર્ણ દ્વિતીય શ્રુતસ્કંધ ચાર ચૂલાઓમાં વિભક્ત છે, એ માન્યતા કોઈ શાસ્ત્ર દ્વારા સંમત ન હોવાને કારણે શાસ્ત્રીય માન્યતાની કોટિ (શ્રેણી)માં નથી આવતી. આચારાંગની એક પણ ચૂલા ન તો કદી પહેલાં હતી કે નથી આજે. આગમોના રચનાકાળથી લઈને નિશીથના છેદસૂત્રના રૂપમાં પ્રતિષ્ઠાપિત કરવામાં આવવા સુધી નવમ પૂર્વના તૃતીય વસ્તુના આચાર નામક વીસમો પ્રાભૃત સંભવતઃ આચારાંગની ચૂલિકાના રૂપમાં માનવામાં આવતો રહ્યો અને કાળાન્તરમાં આ પ્રાભૃતની નિશીથ છેદસૂરાના રૂપમાં પ્રતિષ્ઠાપનાની પશ્ચાત્ નિશીથને આચારાંગની ચૂલિકામાં ગણના થવા લાગી. આટલું થવા છતાં પણ ન તો ક્યારે ય આચાર પ્રાભૃતની પદસંખ્યા આચારાંગની પદસંખ્યામાં સંમિલિત માનવામાં આવી હતી અને ન તો કદી નિશીથની. (આચારાંગનું સ્થાન અને મહત્ત્વ) આચારજીવનને સમુન્નત બનાવવાનું સાધન, સાધનાનો મૂળ આધાર અને મોક્ષનું સોપાન છે. અતઃ આચારાંગનું જૈન વાડ્મયમાં ઘણું જ મહત્ત્વપૂર્ણ સ્થાન છે. આચારાંગમાં મોક્ષપ્રાપ્તિના બાધક અસનું અને મોક્ષપ્રાપ્તિમાં પરમ સહાયક સનું જ્ઞાન કરાવતા સમસ્ત હેયનો પરિત્યાગ અને ઉપાદેય(શ્રેષ્ઠ)નું આચરણ કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. આ દૃષ્ટિથી આચારાંગના સર્વાધિક મહત્ત્વપૂર્ણ હોવાના કારણથી જ “સમવાયાંગ અને નંદી સૂત્ર'માં દ્વાદશાંગીનો પરિચય આપતા આને દ્વાદશાંગી ક્રમમાં સર્વપ્રથમ સ્થાને રાખવામાં આવ્યો છે. - આચારાંગને અંગોના ક્રમમાં પ્રથમ સ્થાન આપવાનું કારણ બતાવતા નિયુક્તિકારે લખ્યું છે કે – “આચારાંગમાં મોક્ષના ઉપાયોનું પ્રતિપાદન જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) 2969696969696969696969 ૫૯ ] Page #69 -------------------------------------------------------------------------- ________________ કરવામાં આવ્યું છે અને એ જ પ્રવચનસાર છે, માટે જ એને દ્વાદશાંગીના ક્રમમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે.' અનંત અતીતમાં જેટલા પણ તીર્થકર થયા છે, એ બધાયે સર્વપ્રથમ આચારાંગનો જ ઉપદેશ આપ્યો. વર્તમાન કાળમાં તીર્થકર જે મહાવિદેહ ક્ષેત્રમાં વિરાજમાન છે, તેઓ પણ સર્વપ્રથમ આચારાંગનો જ ઉપદેશ આપે છે અને અનાગત અનંતકાળમાં જેટલા પણ તીર્થકર થવાના છે. તેઓ પણ સર્વપ્રથમ આચારાંગનો જ ઉપદેશ આપશે, તદન્તર શેષ ૧૧ અંગોનો ગણધર પણ આ જ પરિપાટીનું અનુસરણ કરતાકરતા આ અનુક્રમથી દ્વાદશાંગીને ગ્રથિત કરે છે. એનાથી આચારાંગની સર્વાધિક મહત્તા પ્રગટ થાય છે. આચારાંગ સૂત્રના વિશિષ્ટ જ્ઞાતા મુનિને જ ઉપાધ્યાય અને આચાર્યપદના યોગ્ય માનવામાં આવે. આ પ્રકારના અનેક ઉલ્લેખ આગમ સાહિત્યમાં ઉપલબ્ધ હોય છે. આચારાંગનું સૌપ્રથમ અધ્યયન કરવું સાધુ-સાધ્વીઓ માટે અનિવાર્ય કરવાની સાથે-સાથે એ પ્રકારનું પણ વિધાન કરવામાં આવ્યું હતું કે - “જો કોઈ સાધુ અથવા સાધ્વી, આચારાંગનું સમ્યક્ (સારી રીતે) રૂપે અધ્યયન કરવા પહેલાં જ અન્ય આગમોનું અધ્યયન-અનુશીલન કરે છે, તો તે લઘુ ચાતુર્માસ પ્રાયશ્ચિત્તનો અધિકારી બની જાય છે. એટલું જ નહિ, આચારાંગનું અધ્યયન અને જ્ઞાન પ્રાપ્ત ન કરનારા સાધુને કોઈ પણ પ્રકારનું પદ આપવામાં આવતું ન હતું. આ તથ્યોથી એ સ્પષ્ટ થઈ જાય છે કે દ્વાદશાંગીમાં આચારાંગનું સ્થાન કેટલું મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ( ૨. સૂત્રકૃતાંગ ) દ્વાદશાંગીના ક્રમમાં સૂત્રકૃતાંગનું બીજું સ્થાન છે. સમવાયાંગમાં આચારાંગની પશ્ચાતું સૂત્રકૃતાંગનો પરિચય આપતા કહેવામાં આવ્યું છે કે – “એમાં સ્વમત, પરમત, જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ આદિ તત્ત્વોનું નિરૂપણ અને નવા દીક્ષિતો માટે હિતકર ઉપદેશ છે. આમાં ૧૮૦ ક્રિયાવાદી મતો, ૮૪ અક્રિયાવાદી મતો, ૬૭ અજ્ઞાનવાદી મતો અને ૩૨ વિનયવાદી મતો - આ પ્રકારે કુળ મળીને ૩૬૩ અન્ય મતો ઉપર ચર્ચા કરવામાં આવી છે. આ બધાની | ૬૦ 96969696969696969696969 જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #70 -------------------------------------------------------------------------- ________________ સમીક્ષાની પશ્ચાત્ એવું કહેવામાં આવ્યું છે કે - ‘અહિંસા જ ધર્મનું મૂળ સ્વરૂપ અને.શ્રેષ્ઠ તત્ત્વ છે.’ સૂત્રકૃતાંગના બે શ્રુતસ્કંધ છે. એના પ્રથમ શ્રુતસ્કંધમાં ૧૬ અને બીજા શ્રુતસ્કંધમાં ૭ - આ રીતે કુલ ૨૩ અધ્યયન, ૩૩ ઉદ્દેશનકાળ, ૩૩ સમુદ્દેશનકાળ તથા ૩૬૦૦૦ પદ છે. ૨૩ અધ્યયન પછી ઇન્દ્રભૂતિ ગૌતમની સાથે પાર્શ્વપત્ય પેઢાલપુત્ર સંવાદ અને ગૌતમ પાસે પ્રતિબોધ મેળવી પેઢાલપુત્ર દ્વારા ભગવાન મહાવીરની પાસે ચાતુર્યાસ ધર્મનો પરિત્યાગ કરી પંચ મહાવ્રત ધર્મ સ્વીકાર કરવાનો ઉલ્લેખ છે. આ આગમ પ્રત્યેક સાધક માટે દાર્શનિક જ્ઞાનની પ્રાપ્તિમાં ઘણો પથપ્રદર્શક છે. મુનિઓ માટે એનું અધ્યયન, ચિંતન, મનન અને નિદિધ્યાસન પરમ આવશ્યક છે. સૂત્રકૃતાંગમાં ઉચ્ચ આધ્યાત્મિક સિદ્ધાંતોને જીવનમાં ઢાળવા, વિનયને પ્રધાન ભૂષણ માની આદર્શ શ્રમણાચારનું પાલન કરવું વગેરેની ઘણી પ્રભાવપૂર્ણ રૂપથી પ્રેરણા આપવામાં આવી છે. દાર્શનિક દૃષ્ટિથી આ આગમ તે સમયની ચિંતન-પ્રણાલીનું ઘણું જ મનોહારી દિગ્દર્શન પ્રસ્તુત કરે છે. આમાં આપવામાં આવેલ અધ્યાત્મ વિષયક સુંદર ઉદાહરણપૂર્ણ વિવેચનોથી ભારતીય જીવન, દર્શન અને તત્ત્વજ્ઞાનનો વ્યાપક બોધ થઈ જાય છે. ૩. સ્થાનાંગ દ્વાદશાંગીમાં સ્થાનાંગનું ત્રીજું સ્થાન છે. એમાં સ્વ-સમય, પરસમય, સ્વપર-ઉભય સમય, જીવ-અજીવ, લોક-અલોકની સ્થાપના કરવામાં આવી છે. આમાં ૧ શ્રુતસ્કંધ, ૧૦ અધ્યયન, ૨૧ ઉદ્દેશન કાળ, ૨૧ સમુદ્દેશનકાળ, ૭૨૦૦૦ પદ છે. વર્તમાનમાં ઉપલબ્ધ આ સૂત્રના પાઠ ૩૭૦૦ શ્લોક પરિમાણ છે. પ્રસ્તુત સૂત્રમાં ભગવાન મહાવીરના નિર્વાણ પછી બીજીથી છઠ્ઠી શતાબ્દી સુધીના અવાંતર-કાળની કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ આધારે એવી માન્યતા બનાવી લેવી કે સ્થાનાંગ સૂત્રની રચના ગણધરે નહિ, પરંતુ કોઈ પશ્ચાત્વર્તી આચાર્યએ કરી છે - ન્યાયોચિત્ નથી. આ સંબંધમાં બે વાતો વિચારણીય છે - પ્રથમ તો એ કે અતિશય જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ઊ ૩૭ ૬૧ Page #71 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાની સૂત્રકારે કેટલીક ભાવિ ઘટનાઓની સૂચના બહુ પહેલાં આપી દીધી હોય, તો એમાં આશ્ચર્યની કોઈ વાત નથી. જેમ સ્થાનાંગના નવમા સ્થાનમાં આગામી ઉત્સર્પિણીકાળના ભાવિ તીર્થકર મહાપદ્મનું ચરિત્રચિત્રણ કરવામાં આવ્યું છે. બીજી વિચારણીય વાત એ છે કે શ્રુતિપરંપરાથી ચાલતો આવી રહેલો આગમપાઠ સ્કંદિલાચાર્ય અને દેવદ્ધિગણી દ્વારા આગમ-વાચનામાં સ્થિત કરવામાં આવ્યો શક્ય છે. એ સ્થિરીકરણના સમયે મૂળ ભાવોને યથાવત્ સુરક્ષિત રાખવા છતાં પણ એમાં પ્રસંગોચિત સમજીને કેટલાક આવશ્યક પાઠ વધારવામાં આવ્યા હોય. • સ્થાનાંગમાં ૧ થી ૧૦ સ્થાનોનું ક્રમશઃ વિવરણ આપવામાં આવ્યું છે. વિષયની ગંભીરતા અને નયજ્ઞાનની દૃષ્ટિથી સ્થાનાંગ સૂત્રની ઘણી મોટી મહત્તા માનવામાં આવી છે, એમાં જે કોષ-શૈલી અપનાવવામાં આવી છે, એ ઘણી જ ઉપયોગી અને વિચારપૂર્ણ છે. એના ગંભીર ભાવોને સમજવાવાળાને શ્રુતસ્થવિર માનવામાં આવ્યો છે. (૪. સમવાયાંગ) દ્વાદશાંગીના ક્રમમાં સમવાયાંગનું ચોથું સ્થાન છે, આમાં ૧ શ્રુતસ્કંધ, ૧ અધ્યયન, ૧ ઉદ્દેશનકાળ, ૧ જ સમુદેશનકાળ અને ૧,૪૪,૦૦૦ પદ છે. વર્તમાનમાં ઉપલબ્ધ પાઠ ૧૬૬૭ શ્લોક-પરિમાણ છે. આમાં સંખ્યાક્રમથી સંગ્રહની પ્રણાલીના માધ્યમથી પૃથ્વી, આકાશ અને પાતાળ આ ત્રણેય લોકોના જીવાદિ સમસ્ત તત્ત્વોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દૃષ્ટિથી સંખ્યા એકથી લઈને કોટાનકોટિ સંખ્યા સુધી ઘણો મહત્ત્વપૂર્ણ પરિચય આપવામાં આવ્યો છે. આમાં આધ્યાત્મિક તત્ત્વો. તીર્થકરો, ગણધરો, ચક્રવર્તીઓ અને વાસુદેવોથી સંબંધિત ઉલ્લેખોની સાથે-સાથે ભૂગર્ભ, ભૂગોળ, ખગોળ, સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર અને તારા વગેરે સંબંધમાં ઘણી જ ઉપયોગી સામગ્રી પ્રસ્તુત કરવામાં આવી છે. સમવાયાંગમાં દ્રવ્યની અપેક્ષા જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ આદિ ક્ષેત્રોની અપેક્ષાથી દેવો, મનુષ્યો, તિર્યંચો અને નારક આદિ જીવોની સ્થિતિ કાળની અપેક્ષા પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી, અવસર્પિણી, પુદ્ગલ પરાવર્તન આદિનો તથા ભાવની અપેક્ષાએ જ્ઞાન, દર્શન, વીર્ય આદિ જીવ-ભાવ અને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, ગુરુ-લથુઆદિ અજીવભાવનું વર્ણન કરવામાં આવ્યું છે. દર 9999999999£9) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)| Page #72 -------------------------------------------------------------------------- ________________ એક સમવાયથી લઈને કોટાનકોટિ સમવાય પછી ૧૨ સૂત્રોમાં દ્વાદશાંગીનો “ગણિપિટક'ના નામથી સારભૂત પરિચય આપવામાં આવ્યો છે. તત્તર સમવસરણનું વર્ણન તથા જમ્બુદ્વીપના ભરત ક્ષેત્રની અતીત ઉત્સર્પિણી અને અવસર્પિણીના કુળકરો તથા વર્તમાન અવસર્પિણીના કુળકરો તથા એમની ભાર્યાઓ (પત્ની)નું વર્ણન કરવા પશ્ચાત્ વર્તમાન અવસર્પિણીના ૨૪ તીર્થકરો સંબંધમાં ઘણું જ મહત્ત્વપૂર્ણ વિવરણ આપવામાં આવ્યું છે. ચક્રવર્તીઓ, બળદેવો અને વાસુદેવો સંબંધમાં આવશ્યક પરિચય અને પ્રતિવાસુદેવોનાં નામ આપવામાં આવ્યાં છે. સમવાયાંગમાં પ્રતિવાસુદેવોની મહાપુરુષમાં ગણના નથી કરવામાં આવી. તદ્દનત્તર સર્વપ્રથમ જમ્બુદ્વીપના ઐરાવત ક્ષેત્રમાં થયેલ એ અવસર્પિણીના ૨૪ તીર્થકરો, ભરતક્ષેત્રની આગામી ઉત્સર્પિણીના સાત કુળકરો, ઐરાવત ક્ષેત્રની ભાવિ ઉત્સર્પિણીના ૧૦ કુળકરો અને ભરતક્ષેત્ર તથા ઐરાવતક્ષેત્રના આગામી ઉત્સર્પિણીકાળના ૨૪ તીર્થકરો, બળદેવો અને વાસુદેવો સંબંધમાં વિસ્તૃત જાણકારી તથા પ્રતિવાસુદેવોનાં નામ આપવામાં આવ્યા છે. સમવાયાંગની પ્રત્યેક સમવાય, પ્રત્યેક સૂત્ર, પ્રત્યેક વિષયના જિજ્ઞાસુઓ અને શોધાર્થીઓ માટે જ્ઞાતવ્ય મહત્ત્વપૂર્ણ તથ્યોનો ભંડાર છે. સમવાયાંગના અંતિમ ભાગને એક પ્રકારથી સંક્ષિપ્ત જૈન પુરાણની સંજ્ઞા આપી શકાય છે. વસ્તુતઃ વસ્તુવિજ્ઞાન, જૈન સિદ્ધાંત અને જૈન ઈતિહાસની દૃષ્ટિથી સમવાયાંગ એક અત્યંત મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે. (પ. વ્યાખ્યા-પ્રજ્ઞપ્તિ ) - પાંચમુ અંગ વ્યાખ્યા-પ્રજ્ઞપ્તિ છે. એને ભગવતી સૂત્રના નામે પણ ઓળખવામાં આવે છે. એમાં જીવ, અજીવ, જીવાજીવ, સ્વસમય, પરસમય, સ્વપરસમય, લોક-અલોક અને લોકાલોક વિષયક વિસ્તૃત વ્યાખ્યા - ચર્ચા આપવામાં આવી છે. પ્રસ્તુત આગમમાં ૧ શ્રુતસ્કંધ, - ૧૧૧ અધ્યયન, ૧૦૦૦૦ ઉદ્દેશનકાળ, ૧૦૦૦૦ સમુદ્રેશનકાળ, ૩૬૦૦૦ પ્રશ્ન અને એના ઉત્તર તથા ૨૮૮000 પદ છે. એમાં જિનેન્દ્ર ભગવાન જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) D969696969696969696962 ૬૩ | Page #73 -------------------------------------------------------------------------- ________________ દ્વારા પ્રરૂપિત ભાવોનું વર્ણન, પ્રરૂપણ, નિદર્શન અને ઉપદેશ આપવામાં આવ્યાં છે. વ્યાખ્યા-પ્રજ્ઞપ્તિ અધ્યયન શતકના નામથી પ્રસિદ્ધ છે. વર્તમાનમાં એના ૪૧ શતક અને એમાંથી ૮ શતક ૧૦૫ અવાન્તર શતકાત્મક છે. આ પ્રકારે શતક અને અવાન્તર શતક આ બંનેની સંમિલિત સંખ્યા (૪૧-૮)+૧૦૫=૧૩૮ અને ઉદ્દેશકોની સંખ્યા ૧૮૮૩ છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અન્ય અંગોની અપેક્ષા અતિવિશાળ અંગ છે. વર્તમાન પદપરિમાણ ૧૫૭૫૧ શ્લોક - પ્રમાણ છે. વ્યાખ્યા-પ્રજ્ઞપ્તિની શૈલી પ્રશ્નોત્તરના રૂપમાં છે. ઇન્દ્રભૂતિ ગૌતમે ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછળ્યા અને એ પ્રશ્નોના ભગવાન દ્વારા અપાયેલા ઉત્તર આ પ્રશ્નોત્તરના રૂપમાં સુવિશાળ આગમ આજે વિદ્યમાન છે. વૃત્તિકાર આચાર્ય અભયદેવે આ પ્રશ્નોત્તરોની સંખ્યા ૩૬૦૦૦ બતાવી છે એમાંના અનેક પ્રશ્ન અને એના જવાબો નાનાનાના છે. અનેક પ્રશ્નોત્તર ઘણા મોટા-મોટા છે. ઉદાહરણ સ્વરૂપ ગોશાલક સંબંધમાં જે પ્રશ્ન કરવામાં આવ્યા છે, એના જવાબમાં આખુંને આખું ૧૫મું શતક આવી ગયું છે. ' . - વ્યાખ્યા-પ્રજ્ઞપ્તિમાં ભગવાન મહાવીરના જીવનના, એમના શિષ્યો, ભક્તો, ગૃહસ્થ અનુયાયીઓ, અન્ય તીર્થીઓ, એમની માન્યતાઓનો વિસ્તૃત પરિચય આપવામાં આવ્યો છે. ગોશાલક સંબંધમાં જેટલો વિસ્તૃત પરિચય આ અંગમાં મળે છે, એટલો અન્યત્ર ક્યાંયે નથી મળતો. એ સિવાય આ ગ્રંથમાં કુણિક અને મહારાજા ચેટક વચ્ચે થયેલ મહાશિલાકંટક અને રથમૂસલ સંગ્રામ નામના મહાયુદ્ધોનું માર્મિક વર્ણન કરવામાં આવ્યું છે. વ્યાખ્યા-પ્રજ્ઞપ્તિના ૨૧મા અને ૨૩મા શતકોમાં જે વનસ્પતિઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે તે અનુપમ છે. આ પ્રકારે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં ૩૬૦૦૦ પ્રશ્નોત્તરો રૂપે વિવિધ વિષયોનું અગાધ જ્ઞાન સંકલિત કરી લેવામાં આવ્યું છે, જે જૈન સિદ્ધાંત, ઇતિહાસ, ભૂગોળ, રાજનીતિ આદિ અનેક દૃષ્ટિઓથી ઘણું જ મહત્ત્વપૂર્ણ હોવાની સાથે-સાથે આધ્યાત્મિક તત્ત્વની ચાવીની સંજ્ઞાથી અભિહિત કરી શકાય છે. તત્કાલીન ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજિક અને રાજનૈતિક પરિસ્થિતિઓ [ ૬૪ 36999999696969696ીન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #74 -------------------------------------------------------------------------- ________________ ઉપર વ્યાખ્યા-પ્રજ્ઞપ્તિમાં આપવામાં આવેલ અનેક વિવરણ રુચિ રૂપે પ્રકાશ નાંખે છે. ૬. જ્ઞાતાધર્મકથા ‘નાયાધમ્મકહાઓ’નું સંસ્કૃત નામ જ્ઞાતાધર્મકથા છે. દ્વાદશાંગીના ક્રમમાં એનું છઠ્ઠું સ્થાન છે. એમા ઉદાહરણીય પ્રધાન ધર્મકથાઓ આપવામાં આવેલી છે. આ કથાઓમાં નગરો, ઉદ્યાનો, ચૈત્યો, વનખંડો, રાજાઓ, માતા-પિતા, સમવસરણ, ઐહિક અને પારલૌકિક ઋદ્ધિઓ, ભોગ, ત્યાગ, પ્રવ્રજ્યા, શ્રુત પરિગ્રહ, ઉત્કૃષ્ટ તપસ્યાઓ, પર્યાય સંલેખનાઓ, ભક્તપ્રત્યાખ્યાનો, પાદોપગમન, સ્વર્ગગમન, ઉત્તમકુળમાં જન્મ, બોધિલાભ, અન્તઃક્રિયા વગેરે વિષયોનું વર્ણન છે. આમાં એક તરફ ભગવાન મહાવીરના વિનયમૂલક શ્રેષ્ઠ શાસનમાં પ્રવ્રુજિત એ સાધકોનાં વર્ણન છે, જે ગ્રહણ કરેલાં વ્રતોના પરિપાલનમાં દુર્બળ, શિથિલ, હતોત્સાહિત અને સંયમના મૂળગુણો અને ઉત્તરગુણોની વિરાધના કરનારા બની ગયા. બીજી તરફ ગ્રંથમાં એ ધીરવીર સાધકોનું પણ વર્ણન છે, જે અતિઘોર પરિષહો(પરિબળો)ના ઉપસ્થિત હોવા છતાં પણ સંયમમાર્ગથી કિંચિત્માત્ર (લગીરે) પણ વિચલિત ન થયા. આમાં ૨ શ્રુતસ્કંધ છે. પ્રથમ શ્રુતસ્કંધમાં ૧૯ અધ્યયન અને દ્વિતીય શ્રુતસ્કંધમાં ૧૦ વર્ગ છે. બંને શ્રુતસ્કંધોના ૨૯ ઉદ્દેશનકાળ, ૨૯ સમુદ્દેશનકાળ તથા ૫૭૬૦૦૦ પદ છે. વર્તમાનમાં ઉપલબ્ધ પદપરિમાણ ૫૫૦૦ શ્લોક - પ્રમાણ છે. આ અંગમાં ઉલ્લેખિત ધર્મકથાઓમાં પાર્શ્વનાથકાલીન જનજીવન, વિભિન્ન ભવભવાન્તર, પ્રચલિત રીતિરિવાજો, નૌકા સંબંધી સાધનસામગ્રી, કારાગારપદ્ધતિ, રાજ્યવ્યવસ્થા, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને ધાર્મિક પરિસ્થિતિઓ વગેરેનું ઘણું જીવંત વર્ણન કરવામાં આવ્યું છે. ૭. ઉપાસકદશા ‘ઉવાસગદસાઓ’ નામક ૭મા અંગમાં નામ અનુસાર ૧૦ ઉપાસક ગૃહસ્થોનું વર્ણન કરવામાં આવ્યું છે. ૧૦ ઉપાસકોનું વર્ણન હોવાના લીધે આ શાસ્ત્રનું નામ ઉપાસકદશા યુક્તિસંગત છે. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૫ Page #75 -------------------------------------------------------------------------- ________________ આમાં ૧ શ્રુતસ્કંધ, ૧૦ અધ્યયન, ૧૦ ઉદ્દેશનકાળ અને ૧૦ સમુદ્દેશનકાળ કહેવામાં આવ્યા છે. આમાં સંખ્યાત ૧૦૦૦ પદ છે. વર્તમાનમાં આ આગમનું પરિમાણ ૮૧૨ શ્લોક - પ્રમાણ છે. આના ૧૦ અધ્યયનોમાં આનંદ આદિ વિભિન્ન જાતિના વ્યવસાયવાળા શ્રાવકોની જીવનચર્યાનું વર્ણન કરવામાં આવ્યું છે. દસ અધ્યયનના દસ શ્રાવકોનાં નામ ક્રમશઃ આ પ્રકારે છે : ૧. આનંદ ગાથાપતિ, ૨. કામદેવ, ૩. ચુલનીપિતા, ૪. સુરાદેવ, ૫. ચુલ્લશતક, ૬. કુંડકૌલિક, ૭. કુંભકાર શકડાલપુત્ર, ૮. મહાશતક, ૯. નન્દિનીપિતા અને ૧૦. સાલિહીપિતા. શાસ્ત્રમાં વર્ણિત આ બધા ઉપાસક ૧૨ વ્રતધારી શ્રાવક હતા. મહાશતક સિવાય બધાની એક-એક પત્ની હતી. બધાએ ૧૪ વર્ષ સુધી ઉપાસકધર્મનું પાલન કરી ૧૫મા વર્ષે શ્રમણધર્મ નજીક પહોંચવાની ભાવનાથી પોત-પોતાના જ્યેષ્ઠ પુત્રોને ગૃહસ્થી સોંપીને શ્રાવકના વેશમાં શનૈઃ શનૈઃ આરંભ-પરિગ્રહનો ત્યાગ કરી અંતે શ્રમણભૂત પ્રતિમામાં મુનિની જેમ ત્રિકરણ-ત્રિયોગથી પાપનિવૃત્તિની સાધના કરી. આનંદની સાધના ઉપસર્ગરહિત રહી. અન્ય ઉપાસકો કામદેવથી શકડાલપુત્ર સુધીનાને દેવકૃત ઉપસર્ગ અને મહાશતકને સ્ત્રીનો ઉપસર્ગ થયો. બધાએ ૨૦ વર્ષની અવધિ સુધી શ્રાવકધર્મનું પાલન કરી સદ્ગતિ પ્રાપ્ત કરી અને આગામી ભવમાં મહાવિદેહક્ષેત્રમાં જન્મ લઈને તેઓ બધા મોક્ષના અધિકારી બનશે. સદ્ગૃહસ્થો - શ્રાવક શ્રાવિકાઓના આગારધર્મ ઉપર પર્યાપ્ત પ્રકાશ નાખતો આ આગમ ગૃહસ્થોને માટે ઘણો ઉપયોગી છે. આમાં જે પ્રકારના સદાચારનું દિગ્દર્શન કરાવવામાં આવ્યું છે, એ અનુસાર જો પ્રત્યેક ગૃહસ્થ પોતાના જીવનને ઢાળવાનો પ્રયાસ કરે, તો એ માનવતા માટે વરદાન સિદ્ધ થઈ શકે છે. ૮. અંતકૃતદશા આઠમું અંગ અંતકૃતદશા (અંતગડદસા) છે. આમાં ૧ શ્રુતસ્કંધ, ૮ વર્ગ, ૯૦ અધ્યયન, ૮ ઉદ્દેશનકાળ અને ૮ સમુદ્દેશનકાળ તથા પરિમિત વાચનાઓ છે. આમાં પદોની સંખ્યા ૧૦૦૦ છે. વર્તમાનમાં આ અંગશાસ્ત્ર ૧૯૦૦ શ્લોક - પરિમાણનો છે. આમાં આઠેય વર્ગ ક્રમશઃ © જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) Page #76 -------------------------------------------------------------------------- ________________ ૧૦, ૮, ૧૩, ૧૦, ૧૦, ૨૬, ૧૩ અને ૧૦ અધ્યયનોમાં વિભક્ત છે. આ સૂત્રમાં ભવભ્રમણનો અંત કરવાવાળા સાધકોની સાધનાદશાનું વર્ણન હોવાને લીધે આનું નામ અંતકૃતદશા રાખવામાં આવ્યું છે. આના પ્રથમ બે વર્ગોમાં ગૌતમ આદિ વૃષ્ણિ કુળના ૧૮ રાજકુમારોની સાધનાનું વર્ણન છે. ત્રીજા વર્ગના ૧૩ અને ચોથા વર્ગનાં ૧૦ અધ્યયનોમાં વર્ણિત ૨૩ ચારિત્રાત્મક વસુદેવ, કૃષ્ણ, બળદેવ અને સમુદ્રવિજયના રાજકુમાર બતાવવામાં આવ્યા છે. પંચમ વર્ગમાં કહેવામાં આવ્યું છે કે રાજકુમારની જેમ રાજરાણીઓ પણ સંયમસાધના દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. શ્રીકૃષ્ણની પદ્માવતી વગેરે રાણીઓ અને પુત્રવધૂઓએ પણ ૨૦-૨૦ વર્ષના દીક્ષાકાળમાં ૧૧ અંગોનું જ્ઞાન પ્રાપ્ત કરી દીર્ઘકાલીન કઠોર તપશ્ચર્યા દ્વારા સકળ દુઃખોનો અંત કરી શાશ્વત શિવપદ પ્રાપ્ત કર્યું. છઠ્ઠા વર્ગમાં ભગવાન મહાવીરના શાસનવર્તી વિભિન્ન શ્રેણીના ૧૬ સાધકોનું વર્ણન છે. સાતમા અને આઠમા વર્ગના ૨૩ અધ્યયનોમાં નંદા, નંદમતી અને કાલી, સુકાલી આદિ શ્રેણિકની ૨૩ રાણીઓના સાધનામય જીવનનું વર્ણન છે. અંતકૃતદશા સૂત્રની એ વિશેષતા છે કે એમાં તદ્દભવ મોક્ષગામી જીવોનું જ વર્ણન કરવામાં આવ્યું છે. આ ભૌતિકતા ઉપર આધ્યાત્મિકતાનો વિજય હતો. કે રાજઘરાનાનાં નર-નારી વિપુલ ઐશ્વર્ય અને અપરિમિત ભોગોને ત્યાગીને ઘણી મોટી સંખ્યામાં ત્યાગની તરફ અગ્રેસર થયા. ૯. અનુત્તરોપપાતિક-દશા દ્વાદશાંગીના ક્રમમાં અનુત્તરોપપાતિક-દશા નવમું અંગ છે. એમાં ૧ શ્રુતસ્કંધ, ૩ વર્ગ, ૩ ઉદ્દેશનકાળ, ૩ સમુદ્દેશનકાળ, પરિમિત વાચનાઓ અને સંખ્યાત ૧૦૦૦ પદ છે. વર્તમાનમાં આ સૂત્ર ૧૯૨ શ્લોક પરિમાણનું છે. આ અંગમાં એવા મહાપુરુષોના ચરિત્ર આપવામાં આવ્યાં છે કે જેમણે ઘોર તપશ્ચરણ અને વિશુદ્ધ સંયમની સાધના પછી મરણ પ્રાપ્ત કરી અનુત્તર વિમાનોમાં દેવત્વ પ્રાપ્ત કર્યું અને ત્યાંથી ચ્યવન કરી મનુષ્યભવમાં સંયમધર્મની સમ્યગ્ આરાધના કરી મુક્તિ પ્રાપ્ત કરશે. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) – sto Page #77 -------------------------------------------------------------------------- ________________ અનુત્તરોપપાતિક દશાના ત્રણ વર્ગોમાં ક્રમશઃ ૧૦, ૧૩ અને ૧૦ આ પ્રકારે કુલ મેળવીને ૩૩ અધ્યયનોમાં ૩૩ ચરિત્રાત્માઓનું સંક્ષિપ્ત વર્ણન છે. એ ૩૩ મહાપુરુષોમાં પ્રથમ કાલીકુમાર આદિ ૨૩ મગધ સમ્રાટ શ્રેણિકના પુત્ર છે. (૧૦. પ્રજ્ઞવ્યાકરણ ) દસમુ અંગ પ્રશ્નવ્યાકરણ છે. પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં ૧૦૮ પ્રશ્ન, ૧૦૮ અપ્રશ્ન અને ૧૦૮ પ્રશ્નાપ્રશ્ન, વિદ્યાતિશય, નાગકુમાર, સુપર્ણકુમાર અથવા યક્ષાદિની સાથે સાધકોના જે દિવ્ય સંવાદ થયા કરતા હતા, એ બધા વિષયોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં ૧ શ્રુતસ્કંધ, ૪૫ ઉદ્દેશનકાળ, ૪૫ સમુદેશનકાળ, સંખ્યા૧૦૦૦ પદ, પરિમિત વાચનાઓ અને સંખ્યાત શ્લોક છે. આજે જે પ્રશ્નવ્યાકરણ ઉપલબ્ધ છે, તે ર ખંડોમાં વિભાજિત છે. એના પ્રથમ ખંડમાં ૫ આશ્રવ-દ્વારોનું વર્ણન છે અને બીજા ખંડમાં ૫ સંવર-દ્વારોનું. પાંચ આશ્રવ-દ્વારોમાં હિંસાદિ પ પાપો અને સંવર-દ્વારોમાં હિંસાદિ પાપોના નિષેધરૂપ અહિંસા આદિ ૫ વ્રતોનું સુવ્યવસ્થિત વિવરણ આપવામાં આવ્યું છે. હિંસા, મૃષા, અદત્તાદાન, કુશીલ અને પરિગ્રહ - આ પાંચ આશ્રવદ્વારોનો તથા અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ - આ પાંચ સંવર દ્વારોનો સર્વાગપૂર્ણ બોધ પ્રાપ્ત કરવા માટે પ્રશ્નવ્યાકરણના આ બંને શ્રુતસ્કંધોનું પઠન-પાઠન અને મનન ઘણું જ ઉપયોગી છે. વિચારકોના માટે પ્રશ્નવ્યાકરણ એક મહાન નિધિ સમાન છે. (૧૧. વિપાક સૂત્ર) વિપાક સૂત્ર અગિયારમું અંગ છે. એમાં ર શ્રુતસ્કંધ, ૨૦ અધ્યયન, ૨૦ ઉદ્દેશકાળ, ૨૦ સમુદેશનકાળ, સંખ્યાત પદ, પરિમિત વાચનાઓ અને સંખ્યાત શ્લોક છે. વર્તમાનમાં એનું સ્વરૂપ ૧૨૧૬ શ્લોકપરિમાણ છે. વિપાક સૂત્રનું મુખ્ય લક્ષ્ય કર્મનાં શુભાશુભ ફળ વિપાકને સમજવાનું છે. | ૬૮ 09999999999છે જેન ધર્મનો મૌલિક ઈતિહાસ ઃ (ભાગ-૨) Page #78 -------------------------------------------------------------------------- ________________ વિપાક સૂત્રના દુ:ખ વિપાક અને સુખવિપાક એ ૨ વિભાગ છે. કર્મ સિદ્ધાંત જૈન ધર્મનો એક પ્રમુખ અને મહત્ત્વપૂર્ણ સિદ્ધાંત છે. કર્મ સિદ્ધાંતનાં ઉદાહરણો માટે આ આગમ અત્યંત ઉપયોગી છે એના પહેલા ભાગ દુઃખ વિપાકમાં એવી ૧૦ વ્યક્તિઓનાં વર્ણન છે, જેમને અશુભ કર્માનુસાર અનેક કષ્ટ સહન કરવાં પડ્યાં. બીજા ભાગમાં સુબાહુ-ભદ્રનંદિ આદિ ૧૦ રાજકુમારોનાં સુખમય જીવનનું વર્ણન છે. આ બધાએ પૂર્વભવમાં તપસ્વી મુનિને પવિત્ર ભાવથી નિર્દોષ આહારનો પ્રતિલાભ આપી સંસારનો અંત કર્યો અને ઉત્તમકુળમાં જન્મ લઈ સુખપૂર્વક સાધનાથી મુક્તિ પ્રાપ્ત કરી. ૧૨. દૃષ્ટિવાદ દૃષ્ટિવાદ શ્રુતપુરુષનું બારમું અંગ છે. તેમા સંસારનાં સમસ્ત દર્શનો અને નયોનું નિરૂપણ કરવામાં આવ્યું છે અથવા જેના સમ્યક્ત્વ આદિ દૃષ્ટિઓ અર્થાત્ દર્શનોનું વિવેચન કરવામાં આવ્યું છે. આ ગ્રંથ વિલુપ્ત થઈ ચૂક્યો છે. અતઃ વર્તમાનમાં આ અનુપલબ્ધ છે. વી. નિ. સં. ૧૭૦મા શ્રુતકેવળી આચાર્ય ભદ્રબાહુના સ્વર્ગગમન પશ્ચાત્ દૃષ્ટિવાદનો હ્રાસ-પ્રારંભ થયો અને વી. નિ. સં. ૧૦૦૦મા પૂર્ણતઃ (શબ્દ રૂપમાં પૂર્ણતઃ અને અર્થરૂપમાં અધિકાંશતઃ) વિલુપ્ત થઈ ગયો. સ્થાનાંગ સૂત્રમાં દૃષ્ટિવાદનાં ૧૦ નામ બતાવવામાં આવ્યા છે, જે આ પ્રકારે છે : ૧. દૃષ્ટિવાદ, ૨. હેતુવાદ, ૩. ભૂતવાદ, ૪. તથ્યવાદ, ૫. સમ્યવાદ, ૬. ધર્મવાદ, ૭. ભાષાવિચય, ૮. પૂર્વગત, ૯. અનુયોગગત્ અને ૧૦. સર્વપ્રાણભૂતજીવસત્વસુખાવહ. સમવાયાંગ અને નંદીસૂત્ર અનુસાર દૃષ્ટિવાદના ૫ વિભાગ કહેવામાં આવ્યા છે : ૧. પરિક્રમ, ૨. સૂત્ર, ૩. પૂર્વગત, ૪. અનુયોગ અને ૫. ચૂલિકા. દૃષ્ટિવાદનો ત્રીજો વિભાગ-પૂર્વગત વિભાગ અન્ય બીજા વિભાગોથી અધિક વિશાળ અને ઘણો મહત્ત્વનો માનવામાં આવ્યો છે. એના અંતર્ગત ચૌદ પૂર્વ હતા. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) SC Page #79 -------------------------------------------------------------------------- ________________ આર્ય જa શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ પટ્ટધર આર્ય સુધર્માના નિર્વાણ બાદ એમના પ્રમુખ શિષ્ય આર્ય જમ્મુ ઈ.સ. પૂર્વ ૧૦૭ (વી. નિ. સં. ૨૦)મા ધર્મસંઘના દ્વિતીય આચાર્ય બન્યા. ભગવાન મહાવીરના શાસનમાં આર્ય જબૂએક મહાન સમર્થ આચાર્ય થયા છે. ઉદ્દામ યૌવનમાં પોતાની સમક્ષ ભોગાથે પ્રસ્તુત અસીમ ભોગસામગ્રીને ઠોકર મારીને જખૂકુમારનું સ્વેચ્છાથી કંટાકર્ણ ત્યાગપથ પર આરૂઢ થવું પોતાની રીતે એક એવું અસાધારણ આશ્ચર્યજનક ઉદાહરણ છે, જે સંભવતઃ સંસારના ઈતિહાસમાં શોધવા છતાં પણ અન્યત્ર નહિ મળે. આર્ય જખ્ખું વર્તમાન અવસર્પિણી કાળમાં ભરતક્ષેત્રના અંતિમ કેવળી અને અંતિમ મુક્તિગામી માનવામાં આવ્યા છે.' પોતાના નિર્વાણથી ૧૬ વર્ષ પૂર્વે એક સમયે ભ. મહાવીર રાજગૃહ નગરના ગુણશીલ નામક ઉદ્યાન (બગીચા)માં પધારેલા હતા. ભગવાનની દિવ્ય દેશના સાંભળવા માટે અપાર જનસમૂહ પ્રભુના સમવસરણની તરફ ઊભટી પડ્યો હતો. મગધસમ્રાટ શ્રેણિક પણ પોતાના પરિજનપુરજન આદિ સાથે ભગવાનનાં દર્શન-વંદન અને ઉપદેશ-શ્રવણની ઉત્કંઠા લઈ પ્રભુની સેવામાં ઉપસ્થિત થયા. એ જ સમયે શ્રેણિકે દેવદુદુભિ સાંભળી અને દેવોના સંપાતને જોઈને આશ્ચર્યથી પ્રભુને એનું કારણ પૂછ્યું. પ્રભુએ કહ્યું : “રાજર્ષિ પ્રસન્નચંદ્રને કેવળજ્ઞાનોપલબ્ધિ થઈ ચૂકી છે.” દેવોએ પંચ દિવ્ય વર્ષા કરી કેવળી પ્રસન્નચંદ્રનો કેવળ-જ્ઞાનોત્સવ ઉજવ્યો અને એની પછી તેઓ દર્શન-હેતુ પ્રભુના સમવસરણમાં આવ્યા. એ દેવોએ પ્રભુનાં પાદપક્વોમાં પ્રણામ કર્યા. એમનામાંથી વિદ્યુમ્માલી નામક દેવનું સૌંદર્ય અને શરીરની કાંતિ અન્ય બીજા દેવોથી અધિક તેજસ્વી, સૌમ્ય, નયનાભિશમ અને મનોહારી જોઈ મહારાજ શ્રેણિકે પ્રભુને પ્રશ્ન કર્યાઃ “પ્રભો ! બધા દેવોમાં અત્યાધિક તેજસ્વી આ કયા દેવ છે? એમણે કયા મહાન સુકૃતના પ્રભાવથી આવું અદ્ભુત ક્રાંતિમાન અને મનોહર સૌંદર્ય પ્રાપ્ત કર્યું છે?” : [ ૦૦ 90996969696969996જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #80 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરે મગધસમ્રાટના પ્રશ્નનો ઉત્તર આપતા કહ્યું : “રાજન્ ! આજ મગધના જનપદમાં સુગ્રામ નામક ગામમાં આર્જવ નામક એક રાષ્ટ્રકૂટ રહેતો હતો. એની પત્ની રેવતીના કૂખે ભવદત્ત અને ભવદેવ નામના બે પુત્ર ઉત્પન્ન થયા. યુવાવસ્થામાં જ ભવદત્ત સંસારથી વિરક્ત થઈ આચાર્ય સુસ્થિતની પાસે શ્રમણદીક્ષા ગ્રહણ કરી લીધી અને એમની સાથે વિભિન્ન ક્ષેત્રો, નગરો અને ગ્રામોમાં વિચરણ કરતા-કરતા સંયમની સાધના કરવા લાગ્યાં. એક વખત આચાર્ય સુસ્થિતના એક શિષ્યે એમની આજ્ઞા પ્રાપ્ત કરી કેટલાક શ્રમણોની સાથે પોતાના નાના સહોદરને દીક્ષિત થવાની પ્રેરણા આપવા હેતુ પોતાના ગામ પહોંચ્યો. ગામમાં એના નાના ભાઈના વિવાહ (લગ્ન) નિશ્ચિત થઈ ચૂક્યા હતા, માટે તે પ્રવ્રુજિત નહિ થયો અને ફલતઃ મુનિએ વગર કાર્યસિદ્ધિથી જ પરત આવવું પડ્યું. મુનિ ભવદત્તે પોતાના સાથી મુનિને વાતો-વાતોમાં કહી દીધું : “તમારા ભાઈના હૃદયમાં જો તમારા પ્રતિ પ્રગાઢ પ્રીતિ અને સાચો ભ્રાતૃપ્રેમ હોત તો ઘણા લાંબા સમય બાદ તમને જોયા પછી અવશ્યમેવ તમારી પાછળ-પાછળ ચાલ્યો આવતો. મુનિ ભવદત્તનાં આ કથનને પોતાના ભ્રાતાના સ્નેહ ઉપર આક્ષેપ સમજીને એ મુનિને કહ્યું : “મુનિ ! કહેવું જેટલું સરળ છે, વસ્તુતઃ કરવું એટલું સરળ નથી. જો તમને તમારા ભાઈ પ્રત્યે એટલો દૃઢ વિશ્વાસ છે, તો તમે એમને પ્રવ્રુજિત કરીને બતાવી દો.” ભવદત્ત મુનિએ કહ્યું : “જો આચાર્યશ્રી મગધ જનપદની તરફ વિહાર કરે તો થોડાક જ દિવસો પછી આપ મારા લઘુ ભ્રાતાને અવશ્ય જ મુનિવેશમાં જોશો.” સંજોગવસાત્ આચાર્ય સુસ્થિત પોતાના શિષ્યો સહિત વિચરણ કરતા-કરતા મગધ જનપદમાં પહોંચી ગયા. મુનિ ભવદત્ત પણ પોતાના ગુરુની આજ્ઞા લઈ કેટલાક સાધુઓની સાથે પોતાના ગામમાં પહોંચી ગયા. મુનિ ભવદત્તનાં દર્શન કરી એમનાં પરિજન અને પરિચિત પરમ પ્રસન્ન થયા અને એમણે બધા શ્રમણોને નિરવદ્ય આહારાદિનું દાન આપીને પોતાની જાતને કૃતકૃત્ય સમજ્યા. જે સમયે ભવદત્ત પોતાના પરિવારના લોકોની વચ્ચે પહોંચ્યા, એના થોડાજ સમય પહેલાં ભવદેવનાં જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૧ Page #81 -------------------------------------------------------------------------- ________________ લગ્ન નાગદત્ત અને વાસુકિની કન્યા નાગિલાની સાથે સંપન્ન થયાં હતાં. પોતાની સખી-બહેનપણીઓની વચ્ચે બેઠેલી નવવધૂ નાગિલાને જે સમયે ભવદેવ શૃંગાર-અલંકારો આદિથી અલંકૃત કરી રહ્યો હતો, એ જ સમયે એને પોતાના અગ્રજ ભવદત્તના શુભાગમનના સમાચાર મળ્યા. તે તત્કાળ એમનાં દર્શન અને વંદન હેતુ ઊઠી ગયો. ત્યાર બાદ ભવદેવ ઘણી શીઘ્રતાપૂર્વક પોતાના મોટા ભાઈ ભવદત્તની પાસે પહોંચ્યો અને એણે અસીમ હર્ષોલ્લાસથી ભાવ-વિભોર થઈ પોતાનું મસ્તક એમનાં ચરણોમાં રાખી દીધું. મુનિ ભવદત્તને વૃત (ઘી)થી ભરેલું પોતાનું એક પાત્ર ભવદેવના હાથોમાં મૂકી દીધું અને સાથી શ્રમણોની સાથે તે પોતાના આશ્રયસ્થળની તરફ જવા માંડ્યા. ભવદેવ અને અન્ય પરિજનો સહિત અનેક ગ્રામવાસી પણ મુનિઓને પહોંચાડવા હેતુ એમની પાછળપાછળ ચાલવા લાગ્યા. સાધુઓને થોડા અંતર સુધી પહોંચાડી પરિજન વળવા લાગ્યા અને ભવદેવને પણ વળવા કહ્યું: “ભાઈના કહેવા વગર હું કેવી રીતે જાઉં.” એવું વિચારી ભવદેવ લોકોની સાથે પાછા નહિ ગયા અને ભવદત્તની પાછળ-પાછળ આગળ વધતા જ ગયા. ગામથી પર્યાપ્ત અંતરે જતા રહેવા પછી એક ઉપાય ભવદેવના ધ્યાનમાં આવ્યો કે વાતચીતનો ક્રમ ચાલું કરવાથી સંભવ છે કે એના મોટા ભાઈ અને પાછા ફરવાનો કોઈ સંકેત કરે. . આ પ્રમાણે અનેક વાતો ભવદેવે કહી, પણ ભવદત્તે “હા, હું જાણું છું,' આ વાક્યોના અતિરિક્ત બીજું કંઈ પણ ન કહ્યું. આ પ્રકારે વાતોવાતોમાં તેઓ પોતાના ગામની સીમાથી ઘણા આગળ વધી ગયા અને થોડા જ સમયમાં તેઓ આચાર્યશ્રીની સેવામાં પહોંચી ગયા. - વરરાજાના વેશમાં ભવદેવને જોઈને આચાર્ય સુસ્થિતે પૂછ્યું : “આ સૌમ્ય યુવક કેવી રીતે આવ્યો ?” ભવદત્તે દઢતાપૂર્વક ઉત્તર આપ્યો: “પ્રજ્યા માટે !” આચાર્યશ્રીએ ભવદેવની તરફ દૃષ્ટિ-નિક્ષેપ કરતા પૂછ્યું કે – “શું આ જ વાત છે ?” ક્યાંક મોટા ભાઈની અવહેલણા ન થઈ જાય, એ વિચારે ભવદેવે સ્વીકૃતિ - સૂચક મુદ્રામાં મસ્તક નમાવીને કહ્યું : “આ જ વાત છે, ભગવનું.” આચાર્યદેવ દ્વારા ભવદેવને એ જ સમયે જૈન ભાગવતી દીક્ષા આપી દેવામાં આવી. કેટલીક ક્ષણો પહેલાં ભોગમાર્ગની તરફ ઊઠેલા ચરણ ( ૭૨ 239696969696969696969] જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #82 -------------------------------------------------------------------------- ________________ ત્યાગમાર્ગે ચાલી નીકળ્યા. બધા શ્રમણોના મુખેથી સહજ જ નીકળી પડ્યું : “આર્ય ભવદત્ત જે કહ્યું તે જ કરી બતાવ્યું.” કાલાન્તરે મુનિ ભવદત્તે અનશનપૂર્વક સમાધિની સાથે નશ્વર દેહનો ત્યાગ કર્યો અને તેઓ સૌધર્મેન્દ્રના સમાન દેવ બન્યા. આ તરફ ભવદેવ દીક્ષિત થઈ જવા છતાં પણ સદા પોતાની પત્નીનું જ ચિંતન કર્યા કરતા હતા. તે બહિરંગ-રૂપથી તો શ્રમણાચારનું પાલન કરી રહ્યો હતો, પરંતુ આત્યંતરમાં સદા એની પ્રાણપ્રિયા પત્ની જ વસતી હતી. તે અહર્નિશ મનોમન પોતાની પત્ની સંબંધમાં જ વિચારતો રહેતો હતો. ભવદત્તના સ્વર્ગગમન પછી ભવદેવના મનમાં નાગિલાને જોવાની ઘણી તીવ્ર ઉત્કંઠા જાગૃત થઈ. તે પાળના તૂટવાથી બંધમાં રોકેલા પાણીની જેમ ઘણા વેગથી, સ્થવિરોની આજ્ઞા લીધા વિના જ પોતાના ગામ સુગ્રામની તરફ ચાલી નીકળ્યો. ગામની પાસે પહોંચીને તે એક ચૈત્યની પાસે વિશ્રામ-હેતુ બેસી ગયો. થોડી જ વારમાં એક સંભ્રાના ઘરની મહિલા એક બ્રાહ્મણીને સાથે લઈને ત્યાં પહોંચી. એણે ભવદેવ મુનિને વંદન-નમસ્કાર કર્યા. મુનિ ભવદેવે એ મહિલાને પૂછ્યું : “શ્રાવિકે ! શું આર્જવ રાષ્ટ્રકૂટ અને એની પત્ની રેવતી જીવંત છે.” એ મહિલાએ ઉત્તર આવ્યો : “મુનિવર ! એ બંનેને તો ઈહલીલા સમાપ્ત કર્યાને ઘણો સમય વીતી ચૂક્યો છે.” આ સાંભળતાં જ મુનિના મુખમંડળ ઉપર શોકની કાળી છાયા છવાઈ ગઈ. કેટલીક ક્ષણ મૌન અને વિચારમગ્ન રહેવા પછી એમણે થોડું અચકાઈને પુનઃ પ્રશ્ન કર્યો : “ધર્મનિષ્ઠ ! શું ભવદેવની પત્ની નાગિલા જીવંત છે ?” આ પ્રશ્નને સાંભળીને મહિલા ચોંકી ગઈ. એણે સાશ્ચર્ય મુનિના મુખની તરફ જોતા અનુમાન લગાવ્યું કે - “ઘણો ખરો સંભવ છે કે આ ભવદેવ જ હોય.” એ મહિલાએ પ્રશ્ન કર્યો : “આપ આર્ય ભવદેવને શી રીતે જાણો છો અને અહીં એકાકી કયા કાર્યથી આવ્યા છો?” જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) 969696969696969696969 ૦૩ | Page #83 -------------------------------------------------------------------------- ________________ ભવદેવે કહ્યું : “હું આર્ય આર્જવનો નાનો પુત્ર ભવદેવ છું. મારા મોટા ભાઈ ભવદત્તની ઇચ્છાને કારણે મારી નવવિવાહિતા પત્નીને પૂછ્યા વગર તથા અંતર્મનથી ન ઇચ્છવા છતાં પણ હું લજ્જાવશ પ્રવ્રુજિત થઈ ગયો હતો. ક્યાંક મારી ગણના અકુલીનોમાં ન કરવામાં આવે, એ હેતુથી હું નાગિલાના મુખકમળને જોવાની ચિરલાલસાથી પ્રેરિત થઈ અહીં આવ્યો છું. શ્રાવિકે ! તમે તો નાગિલાને અવશ્ય ઓળખતા હશો. મારી એ નાગિલા કેવી છે ? એનું રૂપ-લાવણ્ય કેવું છે અને જોવામાં એ કેવી લાગે છે ?’’ શ્રાવિકા બોલી : “તે બિલકુલ એવી જ લાગે છે જેવી કે હું. એનામાં અને મારામાં કોઈ વિશેષ ફરક નથી. પણ એક વાત હું સમજી ન શકી કે આપ તો પવિત્ર શ્રમણાચરણનું પાલન કરી રહ્યા છો, હવે આપને એ નાગિલાનું શું કામ છે ?'' ભવદેવ : “પાણિગ્રહણના તત્કાળ પશ્ચાત્ જ હું એને છોડીને ચાલ્યો ગયો હતો.’ શ્રાવિકા : “આ તો પૂર્વોપાર્જિત પુણ્યના પ્રતાપે આપે ઘણું સારું કર્યું કે ભવભ્રમણની વિષવલ્લરીને વધવા પહેલાં જ સૂકવી નાખી.’ ભવદેવ : “શું નાગિલા શીલ, સદાચારાદિ-શ્રાવિકાનાં વ્રતોનું પાલન કરતા-કરતા આદર્શ જીવન વિતાવી રહી છે ?” શ્રાવિકા : “નાગિલા ન માત્ર સ્વયં જ આદર્શ શ્રાવિકાનાં વ્રતોનું પાલન કરે છે પરંતુ અનેક મહિલાઓ પાસે પણ પાલન કરાવી રહી છે.” ભવદેવ : “જે પ્રકારે હું એનું અહર્નિશ સ્મરણ કરતો રહું છું, એ જ પ્રમાણે શું એ પણ મારું સ્મરણ કરતી રહી છે ?” શ્રાવિકા : “આપ સાધુ થઈને પણ આપના કર્તવ્યને ભૂલી ગયા છો, પણ તે શ્રાવિકા નાગિલા કલ્યાણકારી સાધનાપથ ઉપર ચાલતાંચાલતાં આપની જેમ ભૂલ નથી કરી શકતી. તે શ્રાવિકાને યોગ્ય ઉચ્ચ ભાવનાઓનું અનુચિંતન કરતા-કરતા કઠોર તપસ્યાઓ કરે છે, આત્માર્થી સાધુ-સાધ્વીઓના ઉપદેશામૃતનું પાન કરે છે અને પ્રતિક્રમણ પ્રત્યાખ્યાનાદિથી ભવભ્રમણની મહાવ્યાધિના સમૂળગા નાશ માટે સદા પ્રયત્નશીલ રહે છે.’ ૪ ઊજી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) Page #84 -------------------------------------------------------------------------- ________________ ભવદેવ : “શ્રાવિકે ! હું નાગિલાને એક વાર મારી આ આંખોથી જોવા માંગુ છું.” શ્રાવિકા : “અશુચિના ભાજન એના શરીરને જોવાથી મહામુને ! આપનું કયું પ્રયોજન સિદ્ધ થવાનું છે ? મને આપે જોઈ જ લીધી છે. મારામાં અને એનામાં કોઈ અંતર નથી. જે નાગિલા છે, તે જ હું છે અને જે હું છું એ જ નાગિલા છે.’ ભવદેવ : “તો સાચું કહો શ્રાવિકે ! શું તમે જ નાગિલા છો ?” શ્રાવિકા : “ભંતે ! હું જ છું એ અખંડ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવાવાળી અને રુધિર, માંસ, મજ્જા અને અશુચિથી પરિપૂર્ણ નાગિલા.” ભવદેવ શ્રાવિકા નાગિલાની તરફ નિર્નિમેષ દૃષ્ટિથી જોતા-જોતા ચિત્રવત્ જેવો મૌન ઊભો રહ્યો. અંતે નાગિલા શ્રાવિકાએ કહ્યું : “મહાત્મન્ ! આ જીવન જળબિંદુ સમાન ક્ષણ-વિધ્વંસી છે. જો આપ શ્રમણધર્મથી વિચલિત થઈ ગયા તો સંસારમાં અનંતકાળ સુધી રિભ્રમણ કરતા રહેશો. અતઃ હજી પણ સંભાળો. પોતાના ગુરુની પાસે પાછા વળો અને પ્રાયશ્ચિત્ત લઈ પાંચ મહાવ્રતોનું પૂર્ણ રીતે પાલન કરો. તપ અને સંયમથી આપ અંતતોગત્વા સમસ્ત કર્મોનો ક્ષય કરી અવશ્ય જ અક્ષય, અવ્યાબાધ, અનંત શિવસુખ પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકશો.’’ બરાબર એ જ સમયે નાગિલાની સાથે આવેલી બ્રાહ્મણીનો પુત્ર ત્યાં આવ્યો અને એને કોઈક કારણસર વમન (ઊલટી) થઈ. થોડા જ સમય પહેલાં ખાધેલી ખીર બાળકના મોઢામાંથી બહાર આવી પડી. આ જોઈ બ્રાહ્મણીએ પોતાના પુત્રને કહ્યું : “આ ખીર ઘણી જ સ્વાદિષ્ટ અને મીઠી છે, અતઃ આ વમન થઈ ગયેલી ખીરને તું પુનઃ ખાઈ લે.” બ્રાહ્મણીની વાત સાંભળી મુનિ ભવદેવે કહ્યું : “ધર્મશીલે ! તું બાળકને આ શું કહી રહી છે ? વમન કરેલી વસ્તુને ખાનાર વ્યક્તિ તો અત્યંત નિકૃષ્ટ અને ઘૃણાપાત્ર હોય છે.” આનાથી નાગિલાએ મુનિને સંબોધિત કરતા કહ્યું કે - “મહાત્મન્! આપ આપના અંતર્મનને ટકોરી જુઓ કે ક્યાંક આપ પણ વિમત ભોગી તો નથી બનવા જઈ રહ્યા ? કારણ કે એકવાર પરિત્યક્ત મારા આ માંસ, મજ્જા, અસ્થિ વગેરેથી બનેલા શરીરમાં આસક્ત થઈ આપ અહીં જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૭૭ ૦૫ Page #85 -------------------------------------------------------------------------- ________________ આવ્યા છો. આપ ખરાબ ન લગાડો તો આપને એક વાત પૂછું ? ચિરપાલિત પ્રવ્રજ્યાનો પરિત્યાગ કરવાનો જે વિચાર આપના મનમાંથી આવ્યો છે, શું એ વિષયમાં આપને કિંચિત્માત્ર પણ લજ્જાશરમનો અનુભવ નથી થતો ? જો શરમ અનુભવાતી હોય તો હવે આપ બ્રાહ્યરૂપથી ચિરકાળ સુધી પરિપાલિત શ્રમણાચારનું અંતર્મનથી પૂર્ણરૂપે પરિપાલન કરો. જે કુત્સિત વિચાર આપના મનમાં આવ્યા છે એમના માટે આચાર્ય સુસ્થિત પાસે જઈ પ્રાયશ્ચિત્ત કરો.” • નાગિલાનાં હિતપ્રદ અને બોધપૂર્ણ વચન સાંભળી ભવદેવના હૃદયપટલ ઉપર છવાયેલા મોહનાં ભારી વાદળ તત્પણ છિન્ન-ભિન્ન થઈ ગયાં અને એનું અજ્ઞાન તિમિરાચ્છન્ન અંતઃકરણ જ્ઞાનના દિવ્ય પ્રકાશથી આલોકિત થઈ ઊઠ્યું. એણે નાગિલા પ્રત્યે હાર્દિક કૃતજ્ઞના પ્રગટ કરી અને ત્યાંથી પ્રસ્થાન કરી આચાર્ય સુસ્થિતની પાસે પહોંચીને પોતાના દોષો માટે પ્રાયશ્ચિત્ત કરી કઠોર તપશ્ચરણમાં નિરત થઈ ગયા. અનેક વર્ષો સુધી શ્રમણધર્મનું પાલન કર્યા પછી સમાધિપૂર્વક કાળ કરીને સૌધર્મેન્દ્રના સમાન દેવ થયા. આ તરફ નાગિલા પણ પોતાની ગુણીની પાસે દીક્ષિત થઈ સંયમધર્મની સાધના કરતા-કરતા દેવગતિની અધિકારિણી બની. (સાગરદત્ત અને શિવકુમાર) સૌધર્મ દેવલોકની આયુ પૂર્ણ થવા પર ભવદત્તનો જીવ ત્યાંથી ચુત થઈને મહાવિદેહક્ષેત્રની પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી નગરીના ચક્રવર્તી સમ્રાટ વજદત્તની મહારાણી યશોધરાના ગર્ભમાં આવ્યો. ગર્ભકાળ પૂર્ણ થતા મહારાણીએ અત્યંત મનોહર અને શુભલક્ષણસંપન્ન પુત્રને જન્મ આપ્યો. ગર્ભકાળમાં સાગર-સ્નાનઃ દોહદ(તીવ્ર ઇચ્છા)ના કારણે માતા-પિતાએ પુત્રનું નામ સાગરદત્ત રાખ્યું. યુવાન થવા પર રાજકુમાર સાગરદત્તનું અનેક સર્વાંગસુંદર કુલીન કન્યાઓની સાથે પાણિગ્રહણ કરાવવામાં આવ્યું. એક દિવસે શરદઋતુમાં રાજકુમાર સાગર પોતાની પત્નીઓ સાથે પ્રાસાદ(મહેલ)ના ઝરૂખામાં બેસીને પ્રાકૃતિક છટાઓનું નિરીક્ષણ કરી રહ્યો હતો, એ જ સમયે સમસ્ત અંબરસઘન કાળી ઘનઘટાઓથી ભરાઈ | ૦૬ 9999999999639 જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #86 -------------------------------------------------------------------------- ________________ ગયો. થોડીક જ ક્ષણોમાં પવનનું ઝાપટું આવવાથી ઘનઘોર મેઘઘટાઓ છિન્ન-ભિન્ન થઈ વિલીન થઈ ગઈ. આ રીતે વાદળોનું ભેગા થવું અને વિખરાઈને વિલીન થઈ જવાના દેશ્યથી સાગરદત્તના મનમાં જીવનની ક્ષણભંગુરતાનું ચિંતન ઊડ્યું, અને સંસારથી પૂર્ણ વિરક્ત થઈ ગયા. એમણે બીજા જ દિવસે પોતાના પરિવારના અનેક સદસ્યોની સાથે અભયસારાચાર્યની પાસે ભગવતી દીક્ષા ગ્રહણ કરી લીધી. સેવા અને શાસ્રાધ્યયનની સાથે-સાથે એમણે ઘોર તપશ્ચરણ પણ કર્યું, જેને પરિણામે એમને અવધિજ્ઞાનની ઉપલબ્ધિ થઈ. આ તરફ ભવદેવનો જીવ પણ દેવાયુ પૂર્ણ થવાથી સૌધર્મ દેવલોકથી ચ્યવન કરી એ જ પુષ્કલાવતી વિજયમાં વીતશોકા નગરીના નૃપતિ પઘરથની રાણી વનમાલાની કુખેથી પુત્રરૂપે ઉત્પન્ન થયો. માતાપિતા દ્વારા એનું નામ શિવકુમાર રાખવામાં આવ્યું. યુવાન થવા પર શિવકુમારનું અનેક રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ થયું અને તે દેવોમય ભોગોનો ઉપભોગ કરવા લાગ્યો. એક વખત મુનિ સાગરદત્ત ગ્રામ-નગરોમાં વિચરતા-વિચરતા વીતશોકા નગરીમાં પધાર્યા. રાજકુમાર શિવકુમાર પણ દર્શનાર્થે મુનિ સાગરદત્તની સેવામાં પહોંચ્યા. ઉપદેશશ્રમણ પછી શિવકુમારે મુનિને પૂછ્યું : “શ્રમણ શિરોમણ ! મને તમને જોતાં જ અત્યાધિક હર્ષ અને પરમ ઉલ્લાસનો અનુભવ શા માટે થઈ રહ્યો છે ? શું મારો આપની સાથે પૂર્વભવનો કોઈ સંબંધ છે ?” મુનિ સાગરદત્ત અવધિજ્ઞાનથી જાણીને કહ્યું: “શિવકુમાર ! આનાથી પહેલાં બીજા ભવમાં તું મારો ભવદેવ નામક અનુજ હતો. તમે મારું મન રાખવા માટે પરિણીતા નવવધૂને છોડીને મારી ઇચ્છાનુસાર શ્રમણત્વનો સ્વીકાર કરી લીધો. શ્રમણાચારનું પાલન કરતા-કરતા આયુ પૂર્ણ કરી તું સૌધર્મ દેવલોકમાં મહાન વૃદ્ધિસંપન્ન દેવ થયો. ત્યાં પણ પરસ્પર આપણે બંનેમાં ગાઢ સ્નેહ હતો. એ બે ભવોને સ્નેહપૂર્ણ સંબંધના કારણે આજે પણ તારા હૃદયમાં મારા પ્રત્યે સ્નેહસાગર ઊમટી રહ્યો છે.” - રાજપુત્ર શિવકુમારે હર્ષવિભોર થઈ સાંજલિ મસ્તક નમાવીને મધુર સ્વરે કહ્યું : “ભગવાન ! આપે જે કહ્યું તે તથ્ય છે. હું આ ભવમાં પણ જૈિન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૨) 239696969696969696969 ] Page #87 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રુજિત થઈ આપની પર્યાપાસના અને આત્મકલ્યાણની સાધના કરવા માંગુ છું. હું મારાં માતા-પિતાની આજ્ઞા લઈ હમણાં જ આપની સેવામાં ઉપસ્થિત થાઉં છું.” મુનિ સાગરદત્તે કહ્યું : “દેવાનુપ્રિય ! શુભકાર્યમાં પ્રમાદ ન કરવો જોઈએ.” તદ્દન્તર શિવકુમાર રાજભવન પહોંચી માતા-પિતાની સન્મુખ પોતાની આંતરિક અભિલાષા પ્રગટ કરતા કહ્યું : “અમ્બતાત્ ! મેં આજે એક અવધિજ્ઞાની મુનીશ્વર પાસે મારા પૂર્વભવોનો વૃત્તાંત સાંભળ્યો. મને સંસારથી પૂર્ણ વિરક્તિ થઈ ગઈ છે. હું શ્રમણ બનીને આત્મકલ્યાણ કરવા માંગુ છું. અતઃ તમે મને પ્રવ્રુજિત થવાની આજ્ઞા પ્રદાન કરી મારી આત્મ-સાધનામાં સહાયક બનો.” પોતાના પુત્રની વાત સાંભળી મહારાજા પદ્મરથ અને મહારાણી વનમાલા વજપ્રહારથી પ્રતાડિતની જેમ અવાક્ - સ્તબ્ધ થઈ ગયા અને પ્રવ્રુજિત ન થવા માટે સમજાવ્યો. ઘણું બધું સમજાવવા-મનાવવા અને અનુનય-વિનય પશ્ચાત્ પણ જ્યારે શિવકુમારને પોતાનાં માતા-પિતા તરફથી પ્રવ્રુજિત થવાની આજ્ઞા પ્રાપ્ત ન થઈ તો તે સમસ્ત સાવધ યોગોનો પરિત્યાગ કરી વિરક્ત ભાવથી ધીર-ગંભીર મુદ્રા ધારણ કરી રાજપ્રસાદમાં જ શ્રમણની જેમ સ્થિર આસન જમાવીને બેસી ગયો. માતા-પિતા, પરિજન તેમજ પ્રતિષ્ઠિત પૌરજનોએ શિવકુમારને સમજાવવામાં કોઈ પણ પ્રકારની કસર રાખી નહિ, છતાં બધું વ્યર્થ. વિરક્તિના માર્ગથી કુમારને કોઈ કિંચિતમાત્ર પણ વિચલિત ન કરી શક્યું. રાજા પદ્મરથ ઘણો ચિંતિત થયો. એણે અંતે દેઢધર્મા નામક એક અત્યંત વિવેકશીલ શ્રાવકને બોલાવ્યા અને બધો વૃત્તાંત સંભળાવીને કહ્યું : “શ્રેષ્ઠીપુત્ર ! તું તારા બુદ્ધિબળથી યેન-કેન કોઈ પણ પ્રકારે રાજકુમારને અન્નજળ ગ્રહણ કરવા માટે સહમત કરી અમને નવજીવન પ્રદાન કર.” શ્રેષ્ઠીપુત્ર દેઢધર્માએ રાજકુમારને સમજાવ્યો કે - “કર્મનિર્જરા-હેતુ તમે તમારા ભાવચારિત્રનું નિર્વહન-અશન-પાનાદિના ત્યાગથી તો અધિક સમય સુધી નહિ કરી શકો. અન્નજળ વગર તો શરીર થોડા જ સમયમાં વિનષ્ટ થઈ જશે. જો આપ આવશ્યક માત્રામાં અશન-પાનાદિ ગ્રહણ કરતા રહેશો તો ચિરકાળ સુધી સંયમનું પરિપાલન કરી કર્મ ૭૮ 9999999GC જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) Page #88 -------------------------------------------------------------------------- ________________ સમૂહને વિનષ્ટ કરવામાં અધિકાધિક સફળ થઈ શકશો. અતઃ આપને માટે એ જ શ્રેયષ્કર છે કે જ્યાં સુધી માતા-પિતા આપને પ્રવ્રજિત થવાની અનુજ્ઞા પ્રદાન ન કરે, ત્યાં સુધી નિરવદ્ય અશન-પાનાદિ આવશ્યકતાનુસાર ગ્રહણ કરતા-કરતા, પોતાના ઘરમાં જ રહી સાધુ-તુલ્ય જીવન વ્યતીત કરો.” “રાજમહેલમાં પ્રાસુક-અશન-પાન ક્યાંથી મળશે?” એમ પૂછવા પર શ્રાવકે કહ્યું કે - “હું યથાસમયે પૂર્ણરૂપે પ્રાસુક આહાર-પાણી-વસ્ત્રાદિ ભિક્ષાથી પ્રાપ્ત કરી આપને આપતો રહીશ અને આપ જેવા સાધુ-તુલ્ય મહાપુરુષની એક વિનીત શિષ્યની જેમ દરેક પ્રકારે સેવા કરતો રહીશ.” એ માટે શિવકુમારે પોતાની સહમતિ પ્રગટ કરતા અને પોતાના અતિ કઠોર અભિગ્રહથી દઢધર્માને પરિચિત કરાવતા કહ્યું કે - “શ્રાવકોત્તમ ! તમે મારા હિતમાં એ આવશ્યક સમજો છો કે હું અશનપાન ગ્રહણ કરતો રહું, તો હું જીવનપર્યત છઠ્ઠ ભક્તની તપસ્યા કરતો રહીશ અને તપના પારણાના દિવસે પણ આચાર્લી વ્રત કરીશ.” આ પ્રમાણે શિવકુમાર અને શ્રાવક દેઢધર્માએ પરસ્પર એકબીજાનું કહેવું માની લીધું અને તે બંને પોત-પોતાની પ્રતિજ્ઞાનુસાર કાર્યમાં નિરત થઈ ગયા. રાજમહેલમાં રહેવા છતાં પણ શિવકુમારે નિઃસ્પૃહ ભાવથી એક મહાશ્રમણની જેમ ૧૨ વર્ષ સુધી ઘોર તપસ્યા કરી અને અંતે પંડિતમરણથી આયુ પૂર્ણ કરી તેઓ પાંચમા બ્રહ્મ દેવલોકમાં બ્રહ્મન્દ્ર સમાન દસ સાગરોપમની આયુવાળા મહર્તિક અને મહાન તેજસ્વી વિદ્યુમ્માલી નામક દેવના રૂપમાં ઉત્પન્ન થયા. ત્રિકાળજ્ઞાની ભગવાન મહાવીરે મગધસમ્રાટ શ્રેણિકને આ પ્રકારે આર્ય જબૂના ચાર પૂર્વભવોનું વૃત્તાંત સંભળાવી કહ્યું: “મગધેશ! આ તે જ ભવદેવનો જીવ વિદ્યુમ્માલી દેવ છે. આજથી સાતમા દિવસે તે દેવાયુની સમાપ્તિ કરી આ જ રાજગૃહ નગરના શ્રેષ્ઠી પ્રમુખ ઋષભની પત્ની ધારિણીના ગર્ભમાં અવતરિત થશે. ગર્ભકાળની સમાપ્તિ પર ધારિણી એને પુત્રરૂપે જન્મ આપશે અને એનું નામ જગ્ગકુમાર રાખવામાં આવશે. જબૂકુમાર વિવાહિત થઈને પણ અખંડ બ્રહ્મચારી રહેશે અને વિવાહ પછી બીજા જ દિવસે વિપુલ ધન-સંપત્તિનો પરિત્યાગ કરી પોતાની સદ્યઃ પરિણીતા આઠ પત્નીઓ, પોતાના અને એ પત્નીઓનાં માતા-પિતા પલ્લીપતિ પ્રભવ અને પ્રભવના ૫00 સાથીઓની સાથે પ્રવૃજિત થશે.” જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 9999999999). ૦૯ | Page #89 -------------------------------------------------------------------------- ________________ જબૂકુમાર આ અવસર્પિણીકાળમાં ભરતક્ષેત્રના અંતિમ કેવળી અને ચરમશરીરી મુક્તિગામી હશે. એમના મોક્ષગમન પછી ભરતક્ષેત્રમાંથી આ અવસર્પિણીકાળમાં બીજું કોઈ મુક્ત નહિ થાય.” ત્રિકાળદર્શી તીર્થકર ભ. મહાવીરના મુખેથી વિદ્યુમ્માલીના પૂર્વ અને ભાવિભવ વૃત્તાંત સાંભળી સૌએ પ્રભુને નમન કર્યું અને પોતપોતાનાં સ્થાન તરફ સૌ પાછાં ફર્યા. (આર્ય જનૂનાં માતા-પિતા) મગધમાં ધર્મનિષ્ઠ, ન્યાયપ્રિય અને લોકપ્રિય નરેશ શ્રેણિકનું શાસન હતું. મગધની રાજધાની રાજગૃહમાં ઋષભદત્ત નામક અતિ સમૃદ્ધ શ્રેષ્ઠી રહેતા હતા. એમની પાસે પૂર્વપુરુષો દ્વારા ન્યાયથી ઉપાર્જિત વિપુલ સંપત્તિ હતી. તે ઘણા દયાળુ, દઢપ્રતિજ્ઞ, દાનશીલ, દક્ષ, વિનયી અને વિદ્વાન હતા. એમની પત્ની ધારિણી વિશુદ્ધ શીલાલંકારથી અલંકૃત અને નિર્મળ સ્વભાવવાળી હતી. શ્રેષ્ઠી ઋષભદત્ત અને એમની પત્ની ધારિણીનો જિનશાસન પ્રત્યે ઘણો અનુરાગ હતો. બધી દૃષ્ટિઓથી સંપન્ન હોવા છતાં પણ સંતતિના અભાવથી બંને હંમેશાં ચિંતિત રહેતાં હતાં. ધારિણીને નિઃસંતાન હોવાનું વિશેષ દુઃખ હતું. જે દિવસોમાં ધારિણી અહર્નિશ આ પ્રકારની ચિંતામાં ઘોળાઈ રહી હતી, એ જ દિવસોમાં એક સમયે ભ. મહાવીરના પંચમ ગણધર આર્ય સુધર્માનું વૈભારગિરિ પર પદાર્પણ થયું. લોકો દર્શનાર્થે ઊમટી પડ્યા. શ્રેષ્ઠી ઋષભદત્ત પણ પોતાની પત્ની ધારિણીની સાથે સુધર્માના દર્શનાર્થે વૈભારગિરિ તરફ પ્રસ્થિત થયા. માર્ગમાં એમને જસમિત્ર નામક એક નિમિત્તજ્ઞ શ્રાવક મળ્યા, જે ઋષભદત્તના પરમ મિત્ર હતા. ધારિણી દ્વારા સંતાનપ્રાપ્તિ સંબંધી પ્રશ્ન પૂછવા પર નિમિત્તજ્ઞા જસમિત્રએ કહ્યું કે – “હવે તમારો મનોરથ સફળ થવાનો છે. તમારા કૂખેથી એક મહાન પ્રતાપી પુત્રનો જન્મ થશે, જે આપણા આ ભરતક્ષેત્રનો અંતિમ કેવળી હશે. તમારા આ કાર્યમાં એક નાનો અમથો અંતરાય અવશ્ય છે, જે કોઈ દેવતાની આરાધનાથી દૂર થઈ શકે છે.” જસમિત્ર દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણી સાંભળી ધારિણીનો મનમયૂર નાચી ઊઠ્યો. તે જસમિત્ર સાથે વાતો કરતા-કરતા ઋષભદત્તની સાથે ઉપવનમાં ત્યાં પહોંચી ગઈ જ્યાં સુધર્મા સ્વામી વિરાજમાન હતા. બધાએ સુધર્મા સ્વામીને ભક્તિપૂર્વક વંદન-નમસ્કાર કર્યા પછી યથાસ્થાને બેસી સુધમાં સ્વામીનો ઉપદેશ સાંભળવા લાગ્યાં. ૮૦ 9696969696969696969] જેન ધર્મનો મોલિક ઇતિહાસ (ભાગ-૨) Page #90 -------------------------------------------------------------------------- ________________ સુધર્મા સ્વામીની દેશના સાંભળ્યા પછી ઋષભદત્ત પોતાની પત્ની ધારિણીની સાથે પોતાના ઘરે પાછા ફર્યા. ધારિણીએ અનાવૃત દેવ (જે પૂર્વભવમાં ઋષભદત્તનો નાનો ભાઈ હતો) સાથે પોતાના પરિવારનો અત્યંત સન્નિકટનો સંબંધ હોવાને લીધે એમની આરાધના પ્રારંભ કરી. ધારિણીએ જમ્બુદ્વીપાધિપતિ દેવ(અનાધૃત દેવ)ના નામે ૧૦૮ આચાર્લી વ્રત કર્યા. જેવું કે શ્રમણ ભગવાન મહાવીરે મગધપતિ શ્રેણિકના પ્રશ્નના ઉત્તરમાં કહ્યું હતું : “એ દિવસના બરાબર સાતમા દિવસે વિદ્યુમ્માલી દેવ બ્રહ્મલોકથી ચ્યવન કરી ઋષભદત્તની પત્ની ધારિણીના ગર્ભમાં અવતરિત થયા. રાત્રિના અંતિમ ચરણમાં અર્ધજાગૃતાવસ્થામાં સૂતેલી ધારિણીના સ્વપ્નમાં મૃગરાજ કિશોર અને સુંદર, સરસ સુગંધિત જમ્મુ ફળ વગેરેને જોયાં. સ્વપ્ન જોતાં જ ધારિણી જાગી ગઈ અને પતિની પાસે જઈ અતિ પ્રસન્ન મુદ્રામાં પોતાના સ્વપ્નની વિગત સંભળાવી. અંધજનને બે આંખો મળી જવા પર જે પ્રકારની પ્રસન્નતા થાય છે એ જ પ્રકારની પ્રસન્નતા ઋષભદત્તને થઈ અને એણે કહ્યું: “દેવી! જેવું કે ભ. મહાવીર કહ્યું હતું, તું તેવા જ મહાપ્રતાપી પુત્રને જન્મ આપશે.” અનુક્રમે જેમ-જેમ ગર્ભ વધવા લાગ્યો, તેમ-તેમ ગર્ભગત મહાપુણ્યશાળી પ્રાણીના પ્રભાવથી શ્રેષ્ઠીપત્ની ધારિણીની ધર્મ પ્રત્યે અભિરુચિ ઉત્તરોત્તર વધવા લાગી. ગર્ભકાળના પરિપક્વ થવા પર ધારિણીએ એક મહાતેજસ્વી પુત્રરત્નને જન્મ આપ્યો. પુત્રજન્મની ખુશીમાં શેઠ ઋષભદત્તના ભવ્ય ભવનમાં હર્ષોલ્લાસનું સુખદ વાતાવરણ વ્યાપ્ત થઈ ગયું. શ્રેષ્ઠીવર ઋષભદત્ત પોતાના અનુચરો, બંદીજનો, યાચકો અને દીન-દરિદ્રોને દિલ ખોલીને એટલું દ્રવ્ય લૂંટાવ્યું કે એ બધાની નિર્ધનતા સદા માટે મટી ગઈ. બાર દિવસ સુધી ઘણા જ ઠાઠ-માઠ સાથે અહર્નિશ મંગળ મહોત્સવ ઊજવ્યા પછી શુભમુહૂર્તમાં વિશિષ્ટ સમારોહની સાથે શિશુનું નામકરણ કરવામાં આવ્યું. માતા દ્વારા સ્વપ્નમાં જબ્બફળ જોવુ અને જમ્બુદ્વીપાધિપતિ અનાધૃત દેવની કૃપા અને સાંનિધ્યના કારણે સર્વલક્ષણ-સંપન્ન પુત્રનું નામ “જબૂમાં રાખવામાં આવ્યું. - વિદ્યુમ્ભાલી દેવના બ્રહ્મલોકથી ધારિણીના ગર્ભનાં આવવાના કેટલાક જ સમય પછી એમની ચારેય દેવીઓ પણ પોત-પોતાની દેવી-આયુ પૂર્ણ ન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૨) 96969696969696969696969{ ૮૧ | Page #91 -------------------------------------------------------------------------- ________________ જયશ્રી , કરી રાજગૃહ નગરના અતિ સમૃદ્ધ શ્રેષ્ઠીઓને ત્યાં પુત્રીઓના રૂપે ઉત્પન્ન થઈ. એ ચારેય કન્યાઓ અને એમનાં માતા-પિતાના નામ આ પ્રમાણે છે : પુત્રીનું નામ માતાનું નામ ૧. સમુદ્રશ્રી સમુદ્રપ્રિય પદ્માવતી ૨. પદ્મશ્રી સમુદ્રદત્ત કમલમાલા ૩. પવસેના સાગરદત્ત વિજયશ્રી ૪. કનકસેના કુબેરદત્ત લગભગ એ જ દિવસોમાં અન્ય ચાર કન્યાઓએ પણ રાજગૃહના સંપન્ન કુળોમાં જન્મ ગ્રહણ કર્યો. એમનાં તથા એમનાં માતા-પિતાનાં નામ આ પ્રમાણે છે : પુત્રીનું નામ પિતાનું નામ માતાનું નામ ૧. નભસેના કુબેરસેન કમલાવતી ૨. કનકશ્રી શ્રમણદત્ત સુષેણા ૩. કનકાવતી વસુષેણ વિરમતી ૪. જયશ્રી વસુપાલિત જયસેના જે પ્રમાણે કલ્પવૃક્ષનું છોડ ક્રમશઃ વૃદ્ધિગત થાય છે, બરાબર એ જ રીતે પાંચ નિપુણ ધાત્રીઓની સાર-સંભાળ અને દેખ-રેખમાં બાળક જબૂકુમાર વધવા લાગ્યા. યોગ્ય વય થતા જબ્બકુમારે સુયોગ્ય આચાર્ય પાસે શિક્ષા પ્રાપ્ત કરી અને યુવાવસ્થામાં પદાર્પણ કરતા પહેલાં જ સમસ્ત વિદ્યાઓ અને કલાઓમાં દક્ષતા પ્રાપ્ત કરી લીધી. જબૂકુમારની સાથે ઉપર-વર્ણિત આઠ શ્રેષ્ઠી કન્યાઓએ પણ યુવા- 1 વસ્થામાં પદાર્પણ કર્યું. પ્રગાઢ પૂર્વ સંબંધના કારણે જખૂકુમારની યથોગાથાઓ સાંભળતાં જ આઠેય શ્રેષ્ઠી કન્યાઓએ જબ્બકુમારને પતિરૂપે વરવાનો મનોમન અટલ નિશ્ચય કરી લીધો. પોતાની પુત્રીઓની આંતરિક અભિલાષાઓ જાણીને આઠેય બાળાઓનાં માતા-પિતાએ પરમ હર્ષ અનુભવતા જણૂકુમારનાં માતા-પિતાની પાસે એમના એકમાત્ર પુત્ર જબૂકુમારની સાથે પોતાની પુત્રીઓના વિવાહ-પ્રસ્તાવ રાખ્યા. ઋષભદત્ત અને ધારિણીએ પણ એમના પ્રસ્તાવનો સહર્ષ સ્વીકાર કર્યો. [ ૮૨ 9696969696969696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૨) Page #92 -------------------------------------------------------------------------- ________________ (જને વિરક્તિ) એ જ દિવસોમાં આર્ય સુધર્મા પોતાના શ્રમણસંઘની સાથે રાજગૃહ નગરના ગુણશીલ ચૈત્યમાં પધાર્યા. સુધર્માના આગમનો શુભ સંવાદ સાંભળતાં જ જખૂકુમારના હર્ષનો પાર ન રહ્યો. તે એક શીઘગામી (ઝડપી) અને ધાર્મિક અવસરોચિત રથ ઉપર આરૂઢ થઈ સુધર્મા સ્વામીની સેવામાં પહોંચ્યા. એમણે સુધર્મા સ્વામીને અગાધ શ્રદ્ધા અને પરમ ભકિતથી વિધિયુકત વંદન-નમન કર્યું અને ધર્મ પરિષદમાં યથાસ્થાન બેસી ગયા. આર્ય સુધર્માએ ધર્મ પરિષદને આધ્યાત્મિક ઉપદેશ આપવાનો પ્રારંભ કર્યો. એમણે એમની દેશનામાં માનવભવની મહત્તા બતાવતા કહ્યું કે - “ભવ્યો! વિશ્વહિતૈષી ભ. મહાવીરના ઉપદેશાનુસાર આચરણ કરી ભવ્ય પ્રાણી ભવસાગરને પાર કરવામાં સફળ થઈ શકે છે. અતઃ માનવમાત્રે આ પ્રાપ્ત અવસરનો લાભ ઉઠાવવો જોઈએ. બુદ્ધિમાન મનુષ્ય એ જ છે, જે આયુ, યૌવન, કામભોગ, લક્ષ્મી અને શરીરને ક્ષણ વિધ્વસી સમજીને સમ્યગુજ્ઞાન, સમ્યગુદર્શન અને સમ્યક ચારિત્રરૂપી રત્નત્રયીને ગ્રહણ કરી એમની સમ્યકરૂપે આરાધના કરતાકરતા અનંત અવ્યાબાધ શાશ્વત શિવસુખની પ્રાપ્તિ માટે દઢ નિશ્ચયની સાથે પ્રયત્નશીલ રહે છે. જે પ્રાણી આ વાસ્તવિકતાને ન સમજીને અથવા સમજવા છતાં પણ મોહનાં બંધનોથી જકડાઈ રહીને પ્રમાદ અને આળસને વશીભૂત થઈ પોતાની આધ્યાત્મિક ઉન્નતિના કાર્યમાં અકર્મણ્ય રહે છે, તે આ ભયાવહ વિકટ ભવાટવીમાં સદા-સર્વદા અસહાયાવસ્થામાં ભીષણ અને દારુણ દુઃખોને ભોગવતાં-ભોગવતાં ભટકતા રહે છે.” - આર્ય સુધર્માનો આ હૃદયસ્પર્શી ઉપદેશ સાંભળી જબ્બેકુમારનું હૃદય વૈરાગ્યથી ઓતપ્રોત થઈ ગયું. તે આર્ય સુધર્માની સમીપ ગયા અને સવિધિ વંદનની સાથે આર્ય સુધર્માનાં પાવન-ચરણોમાં પોતાનું શીશ રાખીને અતિ વિનીત સ્વરમાં બોલ્યા : “સ્વામિન્ ! મેં તમારી પાસે સાચા ધર્મનું સ્વરૂપ સાંભળ્યું. મને તે ઘણું રૂચિકર અને આનંદપ્રદ લાગ્યું. તમારા દ્વારા બતાવેલ ધર્મ-સ્વરૂપ ઉપર મારા હૃદયમાં પ્રગાઢ શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે. હું હવે મારાં માતા-પિતા પાસે આજ્ઞા પ્રાપ્ત કરી તમારાં ચરણોની શરણમાં દીક્ષિત થઈ આત્મકલ્યાણ કરવા માંગુ છું.” - આર્ય સુધર્માએ કહ્યું : “સૌમ્ય ! જેનાથી તને સુખ મળે, એ જ કાર્ય કર, શુભકાર્યમાં વિલંબ કરવો ઉચિત નથી.” જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 999999999999 ૮૩. Page #93 -------------------------------------------------------------------------- ________________ જબૂકુમારે આર્ય સુધર્માને પ્રણામ કર્યા અને રથારૂઢ થઈ તે કુતગતિથી પોતાના ભવન તરફ વળ્યા. નગરના દ્વાર ઉપર અનેક રથો, યાનો અને વાહનોની ભીડ જોઈ વિલંબની આશંકાથી સારથીને બીજા દ્વારથી નગરમાં પ્રવેશ કરવાનો આદેશ આપ્યો. સારથીએ રથને વાળીને નગરના બીજા દ્વારની તરફ વાળી દીધો. | (અતિઘોર પ્રતિજ્ઞા) શત્રુઓનો સંહાર કરવા માટે એ દ્વાર ઉપર મજબૂત દોરડાથી પથ્થરો, શતદની આદિ સંહારક શસ્ત્ર લકટાવેલાં હતાં. જગ્ગકુમારે એમને દૂરથી જ જોઈને મનોમન વિચાર્યું - “આ શસ્ત્રોમાંથી જો કદાચ એક પણ શસ્ત્ર મારા રથ ઉપર પડે તો વગર વ્રત ગ્રહણ કર્યું મારું મૃત્યુ સુનિશ્ચિત છે, જેનાથી હું દુર્ગતિનો અધિકારી બની શકું છું.” આ પ્રમાણેનો વિચાર આવતા જ જબ્બેકુમારે ગુણશીલ ચેત્યની તરફ રથ લઈ પાછો ફરવાનો સારથીને આદેશ આપ્યો. સારથીએ પણ આદેશ મળતા રથને ફેરવ્યો અને આશુગામી રથ ગુણશીલ ચૈત્ય (દહેરાસર)ની તરફ આગળ વધ્યો. થોડીક જ ક્ષણોમાં રથ ઉપવનના દ્વારે જઈને ઊભો રહ્યો. જબૂમાર રથમાંથી ઊતરીને આર્ય સુધર્માની સેવામાં પહોંચ્યા અને સવિધિ વંદન કરીને પછી એમણે નિવેદન કર્યું - . “ભગવન્! હું આજીવન બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કરવા માંગુ છું.” જબૂકુમારની પ્રાર્થનાથી આર્ય સુધર્માએ એમને જીવંતપર્યત બ્રહ્મચારી રહેવાનું વ્રત ધારણ કરાવ્યું. વ્રત ગ્રહણ કર્યા પછી જખૂકુમારે પુનઃ ઘણી શ્રદ્ધાથી આર્ય સુધર્માને વંદન કર્યા અને રથમાં બેસી પોતાના ઘરે પહોંચ્યા. (માતા-પિતાની સમક્ષ દીક્ષાનો પ્રસ્તાવ) પોતાના વિશાળ ભવનના પ્રાંગણમાં પહોંચતાં જ જબ્બકુમાર રથમાંથી ઊતરીને સીધા પોતાનાં માતા-પિતાની પાસે પહોંચ્યા. માતાપિતાને પ્રણામ કરી જબ્બેકુમારે એમને નિવેદન કર્યું: અમ્બ-તાત્! મેં આજે આર્ય સુધર્મા સ્વામીની પાસે જિનેન્દ્ર ભગવાન દ્વારા પ્રરૂપિત સારભૂત ધર્મોપદેશ સાંભળ્યો.” માતા ધારિણીએ જબૂની બલૈયા (ઓવારણું) લેતા સ્નેહાતિક સ્વરમાં કહ્યું : “વત્સ! તું પરમ ભાગ્યશાળી છે કે તેં આવા મહાન ધર્મ-ધુરીણ ધમોપદેશકના દર્શન, વંદન, નમન અને ઉપદેશશ્રવણથી પોતાનાં નેત્રો, માથું, કર્ણરંધ્રો (કાન), અંતઃકરણ અને જીવનને સફળ કર્યું.” [ ૮૪ 969696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) Page #94 -------------------------------------------------------------------------- ________________ જબૂએ પુનઃ કહ્યું : “અમ્બ-તાત્ ! સુધર્મા સ્વામીનો ઉપદેશ સાંભળી મારા અંતરના પટ ખૂલી ગયા મને મારું કર્તવ્ય અને સત્પથનો બોધ થઈ ગયો. મારા અંતરમાં એ અક્ષય-અમર-પરમપદને પ્રાપ્ત કરવાની ઉત્કટ અભિલાષા ઉત્પન્ન થઈ છે, જ્યાં જન્મ, જરા, મૃત્યુ અને રોગ, શોક વગેરે માટે કોઈ સ્થાન નથી. સંકટના સમયે શત્રુથી નગરની રક્ષાર્થે નગરના દ્વાર ઉપર વિશાળ શિલાખંડ અને ગોળાઓ યંત્રમાં રાખેલા છે. એમને જોઈને મને એવો અનુભવ થયો કે જો એમાંથી એક પણ શિલાખંડ અથવા ગોળો મારા ઉપર પડી જાય તો અવ્રતી દશામાં મારું મૃત્યુ થઈ શકે છે. અતઃ હું ફરીને પાછો સુધર્મા સ્વામીની સેવામાં ઉપસ્થિત થયો અને મેં આજીવન બ્રહ્મચારી રહેવાનું વ્રત ગ્રહણ કર્યું. પૂજ્યો ! હું સુધર્મા સ્વામીની પાસે આહતી દીક્ષા ગ્રહણ કરી બે પરમપદની પ્રાપ્તિનો પ્રયાસ કરવાનો દઢ નિશ્ચય કરી ચૂક્યો છું. કૃપા કરી આપ મને દીક્ષિત થવાની આજ્ઞા પ્રદાન કરો.” પોતાના પ્રાણપ્રિય એકમાત્ર પુત્રના મુખેથી આજીવન બ્રહ્મચર્યવ્રત ગ્રહણ કરવાનું અને પ્રવ્રજિત થવાની વાત સાંભળતાં જ ઋષભદત્ત અને ધારિણીનાં હૃદય ઉપર વ્રજઘાત થયો અને તે કેટલીક ક્ષણો માટે મૂચ્છિત થઈ ગયાં. મૂચ્છ દૂર થવા પર તે બંને પોતાની આંખોથી અવિરલ અશ્રુધારાઓ વહાવતા ઘણા દીન સ્વરમાં બોલ્યાં : “પ્રિય પુત્ર ! તું જ અમારા મનોરથોને પૂર્ણ કરનારો છે. તારા વગર અમારું જીવન દુભર થઈ જશે. તું એ આર્ય સુધર્મા સ્વામી પાસે જિનેન્દ્ર દ્વારા પ્રરૂપિત ધર્મોપદેશ સાંભળ્યો, એ તો ઘણું સારું કર્યું. પરંપરાથી આપણા અનેક પૂર્વજો પણ જિનશાસનના શ્રદ્ધાળુ ભક્ત રહ્યા છે, પણ જ્યાં સુધી અમે સાંભળ્યું છે, એમનામાંથી કોઈએ પ્રવજ્યા ગ્રહણ નથી કરી. આવી દશામાં તે આજે એક જ દિવસમાં એવી કઈ વિશિષ્ટતા ઉપલબ્ધ કરી લીધી કે જેના કારણે તું પ્રવ્રજિત થવાની વાત કરી રહ્યો છે ?” - જમ્બુકમાર : “તા-માત્સંસારમાં કેટલાયે લોકો એવા હોય છે, જે ઘણા સમય પછી કર્તવ્યા-કર્તવ્યનો નિર્ણય કરી શકે છે અને કેટલાક લોકો અતિ સ્વલ્પ સમયમાં વિશિષ્ટ પરિજ્ઞા પ્રાપ્ત કરી લે છે.” વિશિષ્ટ પરિજ્ઞાના ઉદાહરણ સ્વરૂપ જખૂકુમારે પોતાનાં માતા-પિતાને એક શ્રેષ્ઠીપુત્રનું આખ્યાન સંભળાવ્યું * આખ્યાન સંભળાવ્યાં પછી બૂકુમારે કહ્યું: “જે પ્રમાણે એ શ્રેષ્ઠીપુત્રે સારભૂત વસ્તુને ગ્રહણ કરી લાંબા સમય સુધી સુખોપભોગ કર્યો, એ જ પ્રમાણે હું પણ સુધર્મા સ્વામીના ઉપદેશમાંથી સારભૂત અમૂલ્ય જેન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) D969696969696969696964 ૮૫ | Page #95 -------------------------------------------------------------------------- ________________ વસ્તુ પ્રવ્રજ્યાને ગ્રહણ કરીને અનંત, શાશ્વત સુખસ્વરૂપ પરમપદ મોક્ષને પ્રાપ્ત કરવા માંગુ છું. અતઃ આપ મને પ્રવ્રજિત થવાની આજ્ઞા પ્રદાન કરી પરમપદ પ્રાપ્ત કરવાના મારા લક્ષ્યમાં સહાયક બનો.” - જખૂકુમાર દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી તથ્યપૂર્ણ યુક્તિઓથી શ્રેષ્ઠી દંપતીને વિશ્વાસ થઈ ગયો કે હવે જખૂકુમાર કોઈ પણ દશામાં ગૃહસ્થાશ્રમમાં રહેવાનો નથી. છતાં પણ એમણે અત્યાધિક સ્નેહને લીધે જખૂકુમારને હજી થોડા દિવસ ગૃહવાસમાં રહેવાનો અનુરોધ કરતા કહ્યું : પુત્ર ! આ વખતે તો તું પ્રવ્રજિત થવાનો વિચાર ત્યાગી દે. હા, જ્યારે વિભિન્ન ક્ષેત્રોમાં વિચરણ કરતા-કરતા સુધર્મા સ્વામી પુનઃ અહીં પધારશે ત્યારે તું એમની પાસે દીક્ષિત થઈ જજે.” - - જબૂકુમાર: “તાતુ-માત જો હું હમણાં જ પ્રવ્રજિત થઈ જાઉં તો નિશ્ચિતરૂપથી મારા લક્ષ્યની પ્રાપ્તિમાં સિદ્ધ થઈ શકીશ. કાળનો શું ભરોસો ? અતઃ મારા હિતને ધ્યાનમાં રાખીને આપ મને હમણાં જ પ્રવ્રજિત થવાની આજ્ઞા પ્રદાન કરો.” શ્રેષ્ઠીવર ઋષભદત્તે પુનઃ ઘણા મમતાભર્યા સ્વરમાં કહ્યું : “વત્સ તને દરેક પ્રકારનાં સુખોપભોગ, અનન્યત્તમ સાધન તારા પ્રબળ પુણ્યનાં પ્રતાપથી સહજ પ્રાપ્ત છે. અતઃ યથેક્ષિપ્ત વિષય સુખો અને વિવિધ ભોગપભોગોનો મન ભરીને આનંદ લીધા પછી તું દીક્ષિત થઈ જજે.” જબૂકુમાર : “અમ્બ-તાત્ ! હમણાં તો મને બાળભાવના કારણે માત્ર ભોજ્ય પદાર્થોની જ અભિલાષા રહે છે. હમણાં રસનેન્દ્રિયના આસ્વાદ - સુખથી હું પ્રતિબદ્ધ છું. જેને હું હમણાં ઘણી સરળતાથી છોડી શકું છું. પરંતુ જો હું પાંચેય ઇન્દ્રિયોના વિષયસુખોમાં આસક્ત થઈ ગયો તેં અનંત ભવ-ભ્રમણના વમળમાં ફસાઈને અનંત દુઃખોનો ધણી બની જઈશ. અમ્બ-તાતુ ! હું ભવ-ભ્રમણની વિભિષિકાના ભયથી આક્રાંત છું. કૃપા કરી મને પ્રવૃજિત થવાની આજ્ઞા પ્રદાન કરો.” જબૂ દ્વારા કહેવામાં આવેલી ઉપરોક્ત વાતો સાંભળી માતા ધારિણી આ ભયથી અધીર થઈ ઊઠી કે હવે તો એનો પુત્ર નિશ્ચિતરૂપે પ્રવ્રજિત થઈ જશે. એણે દારુણ રુદન કરતા કહ્યું : “પુત્ર ! હું ચિરકાળથી મારા હૃદયમાં એવી આશા સંજોવી બેઠી છું કે એકવાર વરના વેશમાં હું તારું મુખ-કમળ જોઉં. જો તુ મારા ચિર અભિલષિત આ મનોરથને પૂર્ણ કરી દે તો હું પણ તારી જ સાથે દીક્ષા ગ્રહણ કરી લઈશ.” જમ્બુકમાર : “અમ્બ ! જો તમારી આવી જ ઇચ્છા હોય તો હું એની આપૂર્તિ કરવા તૈયાર છું. પરંતુ એની સાથે એક શરત છે કે તમારા [ ૮૬ 99999999999થ જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૨) Page #96 -------------------------------------------------------------------------- ________________ મનોરથપૂતિના એ શુભ દિવસ પછી ફરી તમે મને પ્રવ્રજિત થવાથી રોકી નહિ શકો.” ધારિણીએ સંતોષનો દમ લીધો. માતાના મમતાભર્યા મનમાં આ વિચારથી આશાનું કિરણ પ્રફુરિત થયું કે - “મોટા-મોટા યોગીઓને વિચલિત કરી દેવા માટે એક જ રમણી પર્યાપ્ત હોય છે. પરમ રૂપલાવણ્ય અને સર્વગુણસંપન્ન એની આઠ વધૂઓ પોતાના સંમોહક હાવ-ભાવ અને નેત્રબાણોથી એના પુત્રને ભોગમાર્ગ તરફ આકર્ષવામાં અવશ્ય જ સફળ થઈ જશે.” એણે હર્ષમિશ્રિત સ્વરમાં કહ્યું : “વત્સ ! જે તું કહી રહ્યો છે એ જ થશે. અમે લોકોએ પહેલેથી જ તારા અનુરૂપ સર્વગુણસંપન્ન અતિશય રૂપાળી આઠ શ્રેષ્ઠી-કન્યાઓનાં તારી સાથે લગ્ન કરવા-હેતુ વાગ્દાન સ્વીકારી રાખ્યું છે. તે આઠેય શ્રેષ્ઠી-પરિવાર જિનશાસનમાં શ્રદ્ધા, અનુરાગ રાખનારા અને સંપન્ન છે. આઠેય સાર્થવાહો (વાણિયા)ઓને સૂચના મોકલાવું છું.' શ્રેષ્ઠીવર ઋષભદત્તે તત્કાળ વિશ્વસ્ત સંદેશવાહકોની સાથે એ આઠેય સાર્થવાહોની પાસે સંદેશ મોકલ્યો. એમાં એવું સ્પષ્ટ કહેવડાવ્યું કે - વિવાહ (લગ્ન) થઈ જવા પછી જખૂકુમાર પ્રવ્રજિત થઈ જશે, અતઃ બધી બાબતો ઉપર સુચારુ રૂપે વિચાર કરી શીધ્ર ઉત્તર આપવામાં આવે.” સંદેશમાં જબ્બેકુમારના દીક્ષિત થવાની વાત સાંભળી એ બધા જ સાર્થવાહોના હૃદયને ઘેરો આઘાત લાગ્યો. તે પોતાની પત્નીઓની સાથે એ વિષયમાં વિચાર કરવા લાગ્યા કે - “આ સમસ્યાનો ઉકેલ કયા પ્રકારે લાવવામાં આવે !” આઠેય શ્રેષ્ઠી-કન્યાઓએ પણ જણૂકુમારના દીક્ષિત થવાની અને પોતાનાં માતા-પિતાની પાસે શ્રેષ્ઠી ઋષભદત્તને ત્યાંથી પ્રાપ્ત સંદેશની વાત સાંભળી. સમાન નિશ્ચયવાળી એ બધી કન્યાઓએ પોતાનાં માતા-પિતાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું - “તમે અમારું વાગ્દાન એમને આપી દીધું છે. હવે તેઓ જ અમારા સ્વામી છે. તેઓ જે પથનું અવલંબન કરશે, ભલે તે કેટલુંયે દુર્ગમ અથવા કંટકોથી ભરેલું કેમ ન હોય, અમારા માટે તો એ જ પ્રશસ્તી પથ હશે. તમે બીજી કોઈ વાતનો વિચાર ન કરો.” - કન્યાઓના દેઢ નિશ્ચયને સાંભળી એમના પિતા સાર્થવાહોએ ઋષભદત્તને વિવાહની સ્વીકૃતિનો સંદેશ પ્રેષિત કરી દીધો (મોકલી દીધો). બંને તરફ વિવાહ(લગ્ન)ની તૈયારીઓ થવા લાગી. જિન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૨) 999696969696969696969ી ૮૦ ] Page #97 -------------------------------------------------------------------------- ________________ જમ્મૂના વિવાહ લગ્નના માંગલિક પ્રસંગે અમૂલ્ય ઝૂલ અને અલંકારોથી સુસજ્જિત હાથીની પીઠ ઉપર દેવવિમાન સમાન સુંદર અંબાડીમાં વર-વેશમાં જમ્મૂકુમાર આરૂઢ થયા. પોતાના સમયના ધનકુબેર શ્રેષ્ઠીવર ઋષભદત્તના પ્રાણપ્રિય એકમાત્ર પુત્ર જમ્બૂકુમારની વરયાત્રાને જોવા માટે માનવ મહેરામણ ઊમટી પડ્યું. વરરૂપે તૈયાર થયેલ પરમ કાંતિમાન જમ્મૂકુમાર કન્યાઓના ઘરે પહોંચ્યા. વર-વધૂઓને ઘરમાં પ્રવેશ કરવામાં આવ્યો અને સંપૂર્ણ વૈવાહિક-વિધિ-વિધાનની સાથે જમ્બૂકુમારની આઠેય વધૂઓની સાથે પાણિગ્રહણ એકસાથે જ કરાવવામાં આવ્યું. પાણિગ્રહણ સંપન્ન થવાની સાથે એ આઠેય સાર્થવાહોએ પોતાના જામાતા (જમાઈ) જમ્બૂકુમારને દહેજમાં ભોગોપભોગ યોગ્ય વસ્તાલંકારાદિ વિપુલ સામગ્રીઓની સાથે પ્રચુરમાત્રામાં સ્વર્ણમુદ્રાઓ પ્રદાન કરી. ત્યાર બાદ જમ્મૂકુમાર પોતાની આઠેય વધૂઓની સાથે ભવનમાં પાછા ફર્યા. ઋષભદત્ત અને ધારિણીએ પોતાના પુત્રના વિવાહોત્સવની ખુશી ઉપલબ્ધમાં ખુલ્લા હાથે સ્વજનો, સ્નેહીઓ, આશ્રિતો અને અપંગોને મન માંગ્યું આપી સંતુષ્ટ કર્યા. નિશાના આગમનની સાથે જ જમ્મૂકુમારે આઠેય નવવધૂઓની સાથે પોતાના ભવનમાં શણગારવામાં આવેલા સુંદર શયનકક્ષમાં પ્રવેશ કર્યો. વિશાળ કક્ષના મધ્યભાગમાં અત્યંત સુંદર કલાકૃતિઓનાં પ્રતીક નવ સુખાસન એકબીજાની સંનિકટ ગોળાકારમાં રાખેલાં હતાં. જમ્મૂકુમારે એમાંથી મધ્યવર્તી સિંહાસન પર બેસીને મૃદુ અને શાંત સ્વરમાં પોતાની પત્નીઓને આસનો ઉપર બેસવા માટે કહ્યું. પ્રથમ મિલનની વેળાએ મુખ પર મધુર સ્મિત અને અતઃકરણમાં અગણિત સ્વપ્નાંઓ લઈને કંઈક સંકોચાતી, કંઈક લજ્જાથી એ આઠેય અનુપમ સુંદરીઓ પોતાના પ્રાણવલ્લભની બંને તરફ બેસી ગઈ. પત્નીઓને પ્રતિબોધ વાતાવરણની માદકતા, મધુરતા અને મોહકતા ચરમસીમાએ પહોંચી ચૂકી હતી; પરંતુ જમ્બૂકુમારના મન પર આ બધાનો લેશમાત્ર પણ પ્રભાવ ન હતો. તે તો જળકમળવત્ બિલકુલ નિર્લિપ્ત, વિરક્ત અને નિર્વિકાર બની રહ્યા. ૮૮ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) Page #98 -------------------------------------------------------------------------- ________________ વાતાવરણની નિઃસ્તબ્ધતાનો ભંગ કરતા જણૂકુમારે પોતાની આઠેય પત્નીઓને સંબોધિત કરી: “ભવ્યાત્માઓ તમને વિદિત છે કે હું કાલે પ્રાત:કાળે પ્રવજિત થઈને મુક્તિ-પથનો પથિક થવા જઈ રહ્યો છું. સંભવતઃ તમે આશ્ચર્ય પામી રહ્યા હશો કે હું વિષયભોગ-યોગ્ય આ તરુણવયમાં અપાર વૈભવનો પરિત્યાગ કરી ભોગોથી વિમુખ થઈ ત્યાગમાર્ગની તરફ ઉન્મુખ કેમ થઈ રહ્યો છું? મારા દ્વારા ત્યાગમાર્ગ અપનાવવાનું ઔચિત્ય તમે શીઘ જ સારી રીતે સમજી શકશો, એટલા માટે હું સર્વપ્રથમ એક વાત સ્પષ્ટ કરી દેવા માંગુ છું, તે એ છે કે સાંસારિક વિષયભોગ માનવને ત્યાં સુધી જ સુખપ્રદ પ્રતીત થાય છે, જ્યાં સુધી એના હૃદયમાં તત્ત્વબોધ ન થવાના કારણે મૂઢતા વ્યાપ્ત હોય. જીવજીવાદિ તત્ત્વોનો બોધ થતાં જ મનુષ્યના હૃદયમાં વ્યાપ્ત વિમૂઢતા વિનિષ્ટ થઈ જાય છે અને તે તત્ત્વવિદ્ વ્યક્તિ પ્રબુદ્ધચેતા બની જાય છે. તત્ત્વવેત્તા બની જવા પછી એ વ્યક્તિના મનમાં વિષય-સુખ અને મૂઢતા માટે કોઈ સ્થાન અવશિષ્ટ નથી રહેતું. સુધર્મા સ્વામીની કૃપાથી તત્ત્વબોધ પ્રાપ્ત કરી લીધો છે. અતઃ હવે હું વિષયભોગના સુખને અને સમસ્ત સાંસારિક વૈભવને વિષવત્ હાનિપ્રદ અને હેય સમજું છું. વસ્તુતઃ આ બધા વિષયભોગ ક્ષણભંગુર છે. આ વિષયભોગોથી પ્રાપ્ત થતાં સુખો પણ ક્ષણિક હોવાની સાથે-સાથે ભીષણ, દુઃખદાયી અને અનંતકાળ સુધી ભવભ્રમણ કરાવનારા છે. આ સંસારરૂપી વિષવૃક્ષના જન્મ, જરા, રોગ, શોક, ભીષણ યાતનાઓ અને મૃત્યુ એ દુઃખપ્રદ ફળ છે. . (પ્રભવનું આગમન ) જે સમયે જખૂકુમાર પોતાની આઠ પત્નીઓને આ પ્રમાણે શિક્ષા આપી રહ્યા હતા, એ જ સમયે પ્રભવ નામક એક કુખ્યાત ચોર પોતાના ૫૦૦ સાથી ચોરોની સાથે ઋષભદત્તના ઘરમાં ચોરી કરવા માટે આવી પહોંચ્યો. પ્રભવે અવસ્થાપિની વિદ્યાના પ્રગોયથી ઘરના બધા લોકોને પ્રગાઢ નિદ્રામાં ઊઘાડી દીધા અને તાલીઘાટિની વિદ્યાના પ્રયોગથી બધા કક્ષા(ઓરડાઓ)ના તાળા ખોલી નાખ્યા. પ્રભવની સાથે આવેલા ચોરોએ જ્યારે શેઠ ઋષભદત્ત અને એમને ત્યાં આવેલા શ્રીમંત અતિથિઓના બહુમૂલ્ય રત્ન અને આભૂષણ વગેરે ઉતારીને લઈ જવાની તૈયારી કરી તો શાંત ગંભીર સ્વરના ચોરોને સંબોધિત કરતા જખ્ખ સ્વામી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 96969696969696969696969, ૮૯ | Page #99 -------------------------------------------------------------------------- ________________ બોલ્યા: “હે તસ્કરો (ચોરો) ! તમે લોકો અમારે ત્યાં અતિથિના રૂપમાં આવેલા આ લોકોની સંપત્તિને કેવી રીતે ચોરીને લઈ જઈ રહ્યા છો?” જબૂકુમારનું આટલું કહેવાતા જ ૫૦૦ ચોર જ્યાં, જે અવસ્થામાં હતા, ત્યાં એ જ રૂપમાં ચિત્રવત્ સ્તંભિત થઈ ગયા. આ જોઈ પ્રભવને ઘણું આશ્ચર્ય થયું કે - “એની અમોઘ અવસ્થાપિની વિદ્યાનો જબૂકુમાર પર કયા કારણે પ્રભાવ ન થયો ? એણે જણૂકુમાર પાસે જઈને કહ્યું : “શ્રેષ્ઠીપુત્ર ! હું જયપુરનરેશ વિન્ધરાજનો જ્યેષ્ઠ પુત્ર પ્રભવ તમારી સાથે મિત્રતા કરવા માંગુ છું, તમે મને ઑભિની અને મોચિની વિદ્યાઓ શીખવીને એના બદલામાં મારી પાસે અવસ્થાપિની અને તાલીદ્યાટિની વિદ્યાઓ પ્રાપ્ત કરો.' જમ્મુકુમારે કહ્યું: “પ્રભવ! હું તો પ્રાતઃકાળ થતાં જ તમામ સંપત્તિ પરિવારને પરિત્યાગી પ્રવજિત થવાનો છું મારે આ પાપકારી વિદ્યાઓથી કાંઈ પણ લેવા દેવા નથી. હકીકતમાં હું કોઈ વિદ્યા જાણતો નથી. હું તો માત્ર પંચપરમેષ્ઠી મંત્રને જ સૌથી મોટો મંત્ર માનું છું.” (પ્રભવને પ્રતિબોધ) જબૂકુમારની નિઃસ્પૃહતા અને પ્રવૃજિત થવાની વાત સાંભળી પ્રભવને ઘણું વિસ્મય થયું. એણે આગ્રહપૂર્ણ સ્વરમાં કુબેરોપમ સંપત્તિ અને સુરબાળાઓ સમાન સુંદર નવવધૂઓને છોડીને હમણાં પ્રવ્રજિત નહિ થવા માટે કહ્યું, પરંતુ વિપુલ વૈભવનો સુચારુ રૂપે સુખભોગ કર્યા પછી જ વૃદ્ધાવસ્થામાં પ્રવ્રજિત થઈ જવા માટે કહ્યું. જબૂકુમારે પૂર્ણ કુશળતાથી યુક્તિપૂર્વક પ્રભવને પ્રતિબોધ આપ્યો. જબૂકુમારના ઉપદેશથી પ્રબુદ્ધ થઈ પ્રભવ અને એના ૫૦૦ સાથીઓએ પણ જણૂકુમારની સાથે જ પ્રવ્રજિત થવાની ઇચ્છા પ્રગટ કરી અને જબૂકુમારની સહમતિ પ્રાપ્ત થતા પોત-પોતાનાં માતા-પિતાની આજ્ઞા પ્રાપ્ત કરવાના હેતુથી તેઓ પોતાના સાથીઓ સહિત શ્રેષ્ઠી ઋષભદત્તના ઘરેથી ચાલ્યા ગયા. (પત્નીઓની સાથે ચર્ચા) જમ્બુકમારની સમુદ્રશ્રી આદિ આઠ નવવિવાહિતા પત્નીઓએ વિરક્ત જબ્બકુમારને સંયમમાર્ગથી રોકવા અને સહજ પ્રાપ્ત વિપુલ સુખસામગ્રીનો સુખપૂર્વક ઉપભોગ કરવા માટે અનુરોધપૂર્ણ પ્રાર્થના ૯૦ છ3969696969696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) Page #100 -------------------------------------------------------------------------- ________________ કરતા-કરતા ક્રમશઃ આઠ દૃષ્ટાંત સંભળાવ્યા. જગ્ગકુમારે પણ પોતાની આઠેય પત્નીઓ દ્વારા પ્રસ્તુત કરેલાં દૃષ્ટાંતોના ઉત્તર (જવાબ)માં આઠ દષ્ટાંત સંભળાવ્યા. જબ્બકુમાર અને એની પત્નીઓની વચ્ચે થયેલ સંવાદ ઘણો પ્રેરણાદાયી, બોધપ્રદ અને અનાદિકાળથી અજ્ઞાનાવરણોના કારણ પૂર્ણતઃ નિમીલિત અંતર્થક્ષુઓને સહસા ઉન્મીલિત કરનારો છે. પોતાની નવવિવાહિતા પત્નીઓ દ્વારા ભોગમાર્ગની તરફ આકર્ષિત કરવાના હેતુથી પ્રસ્તુત કરેલાં માર્મિક દૃષ્ટાંતો અને તર્કોના ઉત્તરમાં જબૂકુમારે હૃદયગ્રાહી દાંત સંભળાવતા અકાપ્ય અને પ્રબળ યુક્તિઓથી સંસારની નિઃસારતા, ભોગોની ક્ષણભંગુરતા અને ભવાટવીની ભયાવહતાનું એવું માર્મિક ચિત્રણ કર્યું કે સમુદ્રશ્રી વગેરે આઠેય કુસુમ કોમલાંગીઓ કુલિશ-કઠોર યોગમાર્ગ ઉપર ચાલવા માટે ઉદ્યત થઈ ગઈ. જમ્બુકમારના અંતર્મનના સાચા ઉદ્ગારોને સાંભળી એ આઠેય રમણીઓની મોહનિદ્રા-ભંગ થઈ ગઈ. એ આઠેય રમણીરત્નોએ શ્રદ્ધાપૂર્વક મસ્તક નમાવતા જબ્બકુમારને નિવેદન કર્યું : “આર્ય ! આપની કૃપાથી અમને સમ્યગદર્શનની પ્રાપ્તિ થઈ ગઈ છે. અમારા મનમાં હવે સાંસારિક ભોગોપભોગ અને સુખો પ્રત્યે લેશમાત્ર પણ આકર્ષણ નથી રહ્યું. અમને આ સંસાર વસ્તુતઃ ભીષણ વાળામાળાઓથી આકુલ અને અતિ વિશાળ ભઠ્ઠી સમાન પ્રતીત થઈ રહ્યો છે. અમે આપનાં પચિહ્નોનું અનુસરણ કરતાં-કરતાં અમારા સમસ્ત કર્મસમૂહોને ધ્વસ્ત કરી શાશ્વત સુખની પ્રાપ્તિ માટે લાલાયિત છીએ. અમે સારી રીતે સમજી ગયા છીએ કે આપ જે પથના પથિક બનવા જઈ રહ્યા છો, એ પથ વસ્તુતઃ અમારા માટે શ્રેયષ્કર છે. અજ્ઞાનવશ અમે આપને ભોગમાર્ગની તરફ આકૃષ્ટ કરવાનો જે પ્રયાસ કર્યો છે, એના માટે અમે આપની પાસે ક્ષમાયાચના કરીએ છીએ. અમે બધાં તમારી સાથે જ પ્રવ્રજિત થવા માંગીએ છીએ, અતઃ આપ અમને આપની સાથે જ પ્રવ્રજિત થવાની આજ્ઞા પ્રદાન કરી પાણિગ્રહણની લૌકિક ક્રિયાને ખરા અર્થમાં સાર્થક કરો.” જબૂકુમારની અનુમતિ પ્રાપ્ત થયા પછી સમુદ્રશ્રી આદિ આઠેય રમણીઓએ પોત-પોતાનાં માતા-પિતાને પોતાના નિશ્ચયની સૂચના જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 96969696969696969696969 ૯૧ ] Page #101 -------------------------------------------------------------------------- ________________ મોકલી આપી કે - પ્રાતઃકાળ થતાની સાથે તેઓ પણ પોતાના પતિની સાથે પ્રવ્રુજિત થઈ જશે.’ પોતાની પુત્રીઓની પ્રવ્રુજિત થવાની વાત સાંભળી, સાંભળતાં જ આઠેય શ્રેષ્ઠી-દંપતી તત્કાળ જમ્બકુમારના ભવને આવ્યાં. એ સમયે ત્રણ પ્રહરની રાત્રિ વીતી ચૂકી હતી, માત્ર અંતિમ પ્રહર અવશિષ્ટ (શેષ) હતો. પરિવારને પ્રતિબોધ પ્રભવ આદિ દસ્યુમંડળ અને પોતાની આઠેય પત્નીઓને પ્રતિબોધ આપ્યા પછી જમ્મૂકુમાર પ્રતિદિનના નિયમાનુસાર પોતાનાં માતા-પિતા પાસે ગયા. એમણે પોતાનાં માતા-પિતા અને એમની પાસે બેઠેલા સાસુ-સસરાઓ(શ્વસૂરો)ને વિનયપૂર્વક પ્રણામ કર્યાં. આશીર્વચન પછી શ્રેષ્ઠી ઋષભદત્તે સ્નેહાસિક્ત સ્વરમાં જમ્બૂકુમારને એમના નિશ્ચયના વિષયમાં પૂછ્યું. જમ્મૂકુમાર : “પિતૃદેવ ! તમારી આઠેય કુળવધૂઓ અને મેં આત્મોદ્વારના હેતુથી એ દૃઢ નિશ્ચય કર્યો છે કે - ‘તમારી અનુમતિ મેળવી અમે પ્રાતઃકાળે શ્રમણધર્મની દીક્ષા ગ્રહણ કરી લઈશું.' અમને હવે માત્ર આપની અનુમતિની જ આવશ્યકતા છે. કૃપા કરી હવે વિના-વિલંબે આપ અમને દીક્ષિત થવાની અનુમતિ પ્રદાન કરો.” ત્યાર બાદ મોહગ્રસ્ત શ્રેષ્ઠી-દંપતીઓને મોહનિદ્રામાંથી જાગૃત કરવા જમ્બૂકુમારે શાંત, મધુર પરંતુ દૃઢ સ્વરમાં સંબોધિત કર્યાં : “માતૃ-પિતૃ દેવો ! જે પ્રમાણે લવણ સમુદ્ર અપાર ક્ષારયુક્ત જળરાશિઓથી પૂર્ણપણે ભરેલો છે, બરાબર એ જ રીતે ભવસાગર અને શારીરિક અને માનસિક અસંખ્ય દુઃખોથી ભરેલો છે. વસ્તુતઃ આ સંસારમાં સુખ નામની કોઈ વસ્તુ નથી. દુઃખમાં સુખનો વિભ્રમ અને દુ:ખમાં સુખની મિથ્યા કલ્પના દ્વારા દુઃખમૂલક સુખાભાસને જ વિષયાસક્ત પ્રાણીઓએ સુખ સમજી લીધું છે. મધવાળી તલવારની તીક્ષ્ણ ધારને જીભ વડે ચાટવા પર જે પ્રકારે મધના ક્ષણિક અને તુચ્છ સુખની સાથે જીભ કપાવાની અસહ્ય વ્યથા જોડાયેલી છે, સો ટકા એવી જ સ્થિતિ આ સાંસારિક વિષયોપભોગજન્ય સુખો ઉપર ઘટિત થાય છે, એ સિવાય ગર્ભવાસના ઘોર દુઃખની કલ્પના સુધ્ધાં નથી કરી શકાતી. 23 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૯૨ Page #102 -------------------------------------------------------------------------- ________________ તે નારકીય (નરક જેવું) દુઃખોથી પણ અત્યાધિક દુઃખદ અને ભઠ્ઠીની જેમ તીવ્રતમ જ્વાળાઓથી પણ વધારે દાહક છે. આ સંસારમાં એકાન્ત દુઃખ જ દુઃખ છે, સુખ નામમાત્રનું પણ નથી. જો તમારા અંતર્મનમાં વાસ્તવિક સુખપ્રાપ્તિની અભિલાષા છે, તો તમે બધાં પ્રાતઃકાળ થતા જ મારી સાથે મુક્તિપથના પથિક બની જજો.” શ્રેષ્ઠી-દંપત્તીઓના અંતઃકરણમાં પ્રવિષ્ટ થયેલ આ વાક્યોએ એમની અંતરચેતનાને જાગૃત કરીને એમના અંતર્થક્ષુઓને ઉન્મીલિત કરી દીધા. એમને એમના અંતસ્થળમાં અભુત આલોકનો અનુભવ થયો. સંસારના વાસ્તવિક સ્વરૂપને સમજતા જ અઢાર (૧૮) ભવ્યજીવોએ દીક્ષિત થવાનો નિશ્ચય કરી લીધો. (જષ્ણુકુમાર સહિત પ૨૮ મુમુક્ષુઓની દીક્ષા) પ્રાતઃકાળ થતાં જ આખા રાજગૃહ નગરમાં એ સમાચાર વિદ્યુતવેગે ઘરે-ઘર પહોંચી ગયા કે જખૂકુમાર કુબેરોપમ્ અપાર વૈભવનો પરિત્યાગ કરી પોતાનાં માતા-પિતા, આઠેય નવવિવાહિતા પત્નીઓ, આઠેય પત્નીઓનાં માતા-પિતા તથા કુખ્યાત ચોરરાજ પ્રભવ અને એના ૫૦૦ સાથીઓની સાથે આજે જ દીક્ષિત થઈ રહ્યા છે. દીક્ષા સમારોહના અપૂર્વ ઠાઠને જોઈ પોતાનાં નેત્રોને પવિત્ર કરવાની અભિલાષા લઈ બધાં નર-નારી શીવ્રતાપૂર્વક પોતાના આવશ્યક કામથી નિવૃત્ત થઈ અને સુંદર વસ્ત્રાલંકારોથી સુસજ્જિત થવા લાગ્યા. અનેક પ્રકારનાં વાદ્યયંત્રોની મધુરધ્વનિની વચ્ચે જખૂકુમાર પોતાનાં માતા-પિતાની સાથે ૧૦૦૦ પુરુષો દ્વારા વહન થનારી શિવિકા(પાલખી)માં આરૂઢ થયા. જયઘોષો અને વાદ્યવૃંદોના કર્ણપ્રિય સ્વરોની સાથે જબ્બકુમારની અભિનિષ્ક્રમણયાત્રાનો પ્રારંભ થયો. ગઈકાલે જ જેની વરયાત્રાનાં મનોરમ દૃશ્યો જોયાં હતાં, એ જ જબૂકુમારની અભિનિષ્ક્રમણયાત્રાને જોવા માટે રાજગૃહના વિશાળ રાજપથો ઉપર ચારે તરફ જનસમૂહ (માનવમહેરામણ) ઊમટી પડ્યો. શિવિકારૂઢ જબૂકુમાર શ્રાવણ-ભાદરવાની વાદળીઓની જળવર્ષાની જેમ અમૂલ્ય મણિકાંચન (રો) મિશ્રિત વસુધારાઓની અનવરત વર્ષા કરી રહ્યા જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 2302696969696969696969 ૯૩ ] Page #103 -------------------------------------------------------------------------- ________________ હતા. એમણે લોકકલ્યાણનાં કાર્યો માટે પોતાની સંપત્તિનો ઘણો મોટો ભાગ દાન કરી દીધો અને સંપૂર્ણ ચલ-અચલ સંપત્તિઓનો સર્પકંચૂકવત્ પરિત્યાગ કરી દીધો. મગધેશ્વર કુણિક પોતાની ચતુરંગિણી સેના અને સમસ્ત રાજ્યદ્ધિની સાથે જખૂકુમારના દર્શનાર્થે અભિનિષ્ક્રમણોત્સવમાં સંમિલિત થયા. એ સમયે પ્રભાવકુમાર પણ પોતાના ૫૦૦ સાથીઓની સાથે ત્યાં આવી પહોંચ્યો. કુણિક દ્વારા જકુમાર પાસે થોડીક સેવાની આજ્ઞા માંગવા પર જખૂકુમારે એમને કહ્યું : “રાજન્ ! આ પ્રભવે જે પણ અપરાધ કર્યા હોય, એને તમે ક્ષમા કરી દો. વિગત રાત્રે એ મારા ઘરે ચોરી કરવાના હેતુથી આવેલો હતો. હવે એ મારી સાથે સંયમ ગ્રહણ કરશે.” એના ઉપર કુણિકે કહ્યું: “આ મહાનુભાવે આજ સુધી જેટલા પણ અપરાધ કર્યા છે, એના માટે હું એમને ક્ષમા કરું છું. એ નિર્વિનરૂપે શ્રમણધર્મની દીક્ષા ગ્રહણ કરે.” જબૂકુમારનું અભિનિષ્કરણ સરઘસ રાજગૃહ નગરના મુખ્ય માર્ગથી આગળ વધતું-વધતું નગરની બહાર એ ઉદ્યાનની પાસે પહોંચ્યું, જ્યાં સુધર્મા સ્વામી પોતાના શ્રમણ સંઘની સાથે વિરાજમાન હતા. - દીક્ષાર્થીઓ દ્વારા દીક્ષા ગ્રહણના પૂર્વે કરવામાં આવતી બધી આવશ્યક ક્રિયાઓના સંપાદન પછી આર્ય સુધર્મા સ્વામીએ જબ્બકુમાર, એમનાં માતા-પિતા, આઠેય પત્ની, પત્નીઓનાં માતા-પિતા, પ્રભવ તથા તેના ૫૦૦ સાથીઓને વિધિવત્ ભાગવતી દીક્ષા પ્રદાન કરી. આ પ્રમાણે ૯૯ કરોડ સ્વર્ણમુદ્રાઓ અને ૮ રમણીરત્નોનો ત્યાગ કરી જબૂકુમાર પર૭ મુમુક્ષુઓની સાથે સુધર્મા સ્વામી પાસે દીક્ષિત થયા. દીક્ષા આપ્યા પછી સુધર્મા સ્વામીએ જણૂકુમારની માતા, એમની આઠ પત્નીઓ અને આઠેય પત્નીઓની માતાઓને સુવ્રતા નામક આર્યાની આજ્ઞાનુવતિની બનાવી દીધી. પોતાના સાથીઓ સહિત પ્રભવ મુનિ સુધર્મા દ્વારા જમ્મુમુનિને શિષ્ય રૂપે સોંપવામાં આવ્યા. દીક્ષા પછી નવદીક્ષિત શ્રમણ-શ્રમણીઓને સંબોધિત કરતા આર્ય સુધર્માએ કહ્યું : “આયુષ્યમાન શ્રમણ-શ્રમણીઓ ! તમે બધાંયે વિષયકષાયાદિ બંધનોને કાપીને શ્રમણધર્મમાં દીક્ષિત થઈ જે વીરતાનો | ૯૪ 990999696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #104 -------------------------------------------------------------------------- ________________ પરિચય આપ્યો છે, તે પ્રશંસનીય છે. હવે તમે લોકો જે પ્રકારે સિંહની જેમ સાહસપૂર્વક સંયમ ગ્રહણ કર્યો છે, એ જ પ્રકારે સિંહતુલ્ય પરાક્રમ પ્રગટ કરતા આજીવન સંયમનું પાલન કરતા રહો, જેનાથી તમને બધાને શીધ્ર જ પરમપદ નિર્વાણની પ્રાપ્તિ થઈ જાય. જીવનના પ્રત્યેક ક્ષણને અમૂલ્ય સમજીને પ્રમાદનો પૂર્ણપણે પરિવાર (ત્યાગ) કરી પોતાના જીવનની પ્રત્યેક ક્રિયામાં સંપૂર્ણ રીતે જાગૃતતા રાખો, જેનાથી તમે બધા પાપબંધથી બચી શકો. વસ્તુતઃ પ્રમાદ સાધકનો સૌથી મોટો શત્રુ છે. ચતુર્દશ પૂર્વધર, આહારકલબ્ધિના ધારક, મન:પર્યવજ્ઞાની અને મોટામોટા સાધક પણ પ્રમાદને વશીભૂત થતા દેવ, માનવ, તિર્યંચ અને નરક ગતિરૂપ દુઃખપૂર્ણ સંસારમાં ભટકતા રહે છે.” જબૂકુમાર સહિત બધા નવદીક્ષિતોએ પોતાના-શ્રદ્ધેય ગુરુ સુધર્મા સ્વામીના ઉપદેશને શિરોધાર્ય કર્યો અને તેઓ જ્ઞાનાર્જન અને તપશ્ચરણની સાથે-સાથે શ્રમણાચારને ઘણી દઢતાપૂર્વક પાલન કરવા લાગ્યા. - મહામેધાવી જણૂકુમારે અહર્નિશ પોતાના ગુરુ સુધર્મા સ્વામીની સેવામાં રહીને પરમ વિનીત ભાવથી ઘણી લગન, નિષ્ઠા અને પરિશ્રમની સાથે સૂત્ર, અર્થ અને વિવેચન વિસ્તાર સહિત સંપૂર્ણ દ્વાદશાંગીનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રારંભ કર્યો. (જçકુમારનો જન્મ, નિર્વાણ આદિ કાળનિર્ણચ) સંબંધિત ઘટનાક્રમ ઉપર વિચાર કરવાથી એવું વિદિત થાય છે કે જબૂકુમારનો જન્મ મહાવીરની કેવળીચર્યાના ૧૪મા વર્ષમાં થયો. જબૂકુમારના ચ્યવનથી ૭ દિવસ પૂર્વે મહારાજા શ્રેણિકે ભગવાન મહાવીરને પૂછ્યું : “ભગવન્! ભરતક્ષેત્રમાં કેવળજ્ઞાન કોના પછી - સમાપ્ત થઈ જશે?” - ભગવાને ઉત્તર આપ્યો: “જુઓ ! ત્યાં દેવીઓથી પરિવૃત્ત બ્રહ્મન્દ્ર સમાન વૃદ્ધિવાળો જે એ વિન્માલી દેવ છે, એ જ આજથી સાતમા દિવસે બ્રહ્મ-સ્વર્ગથી ચ્યવન કરી તમારા નગર રાજગૃહમાં શ્રેષ્ઠી ઋષભદત્તને ત્યાં સમય જતા પુત્રરૂપે ઉત્પન્ન થશે અને અહીં ભરતક્ષેત્રના આ અવસર્પિણી કાળના અંતિમ કેવળી હશે.” જિન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) E3233699999999 ૫ | Page #105 -------------------------------------------------------------------------- ________________ આ દૃષ્ટિએ વિચાર કરતા જમ્બૂકુમારનો જન્મ ભ. મહાવીરની કેવળીચર્યાના ૧૪મા વર્ષે થવાનું અનુમાન કરી શકાય છે અને આ પ્રકારે ભ. મહાવીરના નિર્વાણના સમયે જમ્બૂકુમારની આયુ ૧૬ વર્ષની પ્રમાણિત થાય છે. આચાર્ય હેમચંદ્ર ‘પરિશિષ્ટ પર્વ'માં એવો ઉલ્લેખ કરે છે કે - ‘ભ. મહાવીરના નિર્વાણથી ૬૪ વર્ષ પછી જમ્મૂકુમારે નિર્વાણ પ્રાપ્ત કર્યો.' આ બધી વાતોનો એ નિષ્કર્ષ નીકળે છે કે - ‘આર્ય જમ્મૂકુમારે ૧૬ વર્ષની વયે દીક્ષા ગ્રહણ કરી અને ૬૪ વર્ષ સુધી શ્રમણાચારનું પરિપાલન કર્યા પછી ૮૦ વર્ષની આયુમાં નિર્વાણ પ્રાપ્ત કર્યું.’ ભ. મહાવીરનું નિર્વાણ જમ્બકુમારની દીક્ષાથી થોડાક માસ (મહિના) પૂર્વે થઈ ચૂક્યું હતું, આ પ્રકારના ઉલ્લેખ શ્વેતાંબર અને દિગંબર બંને જ પરંપરાઓના પ્રાચીન ગ્રંથોમાં ઉપલબ્ધ થાય છે. જ્યારે જમ્મૂકુમારનો જન્મ થયો એ સમયે સર્વજ્ઞ - સર્વદર્શી ૨૪મા તીર્થંકર શ્રમણ ભ. મહાવીર વિરાજમાન હતા. જમ્મૂકુમારની દીક્ષા સમયે ઇન્દ્રભૂતિ ગૌતમ, એમની દીક્ષાનાં ૧૨ વર્ષ પછી આર્ય સુધર્મા સ્વામી અને સુધર્માની દીક્ષાના ૨૦ વર્ષ પછી સ્વયં જમ્મૂ સ્વામી પોતાના કેવળ જ્ઞાનલોકના સમસ્ત લોકાલોકને આલોકિત કરતા રહ્યા. પણ જમ્મૂ સ્વામીના નિર્વાણની સાથે જ આર્યાવર્તથી કેવળજ્ઞાનનો સૂર્ય આ અવસર્પિણીકાળમાં સદાને માટે અસ્ત થઈ ગયો. આર્ય જમ્મૂ સ્વામીનું નિર્વાણ આર્ય જમ્મૂ સ્વામીનો જન્મ ઈ.સ. પૂર્વ ૫૪૩મા (વી. નિ. સં. થી ૧૬ વર્ષ પૂર્વે) થયો. તે ૧૬ વર્ષ સુધી ગૃહસ્થપર્યાયમાં રહ્યા. પછી દીક્ષા ગ્રહણ કરી ૨૦ વર્ષ સુધી ગુરુસેવાની સાથે-સાથે જ્ઞાનોપાર્જન, તપશ્ચરણ અને સંયમસાધનામાં નિરત રહ્યા. વી. નિ. સં. ૨૦ની સમાપ્તિ એ ભ. મહાવીરના દ્વિતીય પટ્ટધર નિયુક્ત કરવામાં આવ્યા. આર્ય જમ્મૂ સ્વામીએ આચાર્યપદ ઉપર આરૂઢ થયા પછી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. પોતાના અંતરજ્ઞાન, અનંતદર્શન અને અનંતચારિત્રથી ભવ્યજીવોનું કલ્યાણ કરતા-કરતા તેઓ ૪૪ વર્ષ સુધી ભ. મહાવીરના દ્વિતીય પટ્ટધરના રૂપમાં આચાર્યપદ પર રહ્યા. અંતે આર્ય પ્રભવને પોતાનો ઉત્તરાધિકારી નિયુક્ત કરી વિ. નિ. સં. ૬૪ (ઈ.સ. પૂર્વે ૪૬૩)માં આર્ય જમ્બૂએ ૮૦ વર્ષની આયુ પૂર્ણ કરી અક્ષય અવ્યાબાધ નિર્વાણપદ પ્રાપ્ત કર્યું. © જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) GS Page #106 -------------------------------------------------------------------------- ________________ (દસ બોલોનો વિચ્છેદ ) જંબૂ સ્વામીના નિર્વાણ પછી જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાંથી નિમ્નલિખિત દસ બોલ વિલુપ્ત થઈ ગયા. (૧) મન:પર્યવજ્ઞાન, (૨) પરમાવધિજ્ઞાન, (૩) પુલાકલબ્ધિ, (૪) આહારક શરીર, (૫) ક્ષપક શ્રેણી, (૬) ઉપશમ શ્રેણી, (૭) જિનકલ્પ, (૮) ત્રણ પ્રકારનાં ચારિત્ર્ય અર્થાત્ પરિહારવિશુદ્ધ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાતચારિત્ર, (૯) કેવળજ્ઞાન અને (૧૦) મુક્તિગમન - આ ૧૦ વિશિષ્ટ આધ્યાત્મિક શક્તિઓનો જબ્બે સ્વામીના નિર્વાણ પછી વિચ્છેદ થઈ ગયો. આર્ય જખ્ખ સ્વામીને શ્વેતાંબર અને દિગંબર બંને જ પરંપરાઓમાં અંતિમ કેવળી માનવામાં આવ્યા છે. આ પ્રમાણે જમ્મુ સ્વામીના નિર્વાણની સાથે જ વિ. નિ. સં. ૬૪મા કેવળીકાળ સમાપ્ત થઈ ગયો. (કેવળીકાળના રાજવંશ) ઐતિહાસિક ઘટનાક્રમના પર્યવેક્ષણ(સમીક્ષા)થી એવું સહજ સ્પષ્ટ થઈ જાય છે કે પ્રાચીન સમયમાં રાજા અને પ્રજાનો સંબંધ અધિકાંશતઃ ઘણો જ મધુર અને પ્રગાઢ રહ્યો હતો. દેશના સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક અને ધાર્મિક અભ્યસ્થાનમાં જનસાધારણની જેમ રાજવંશોએ પણ વખતોવખત પોતાની તરફથી ઉલ્લેખનીય યોગદાન આપ્યું, એની પુષ્ટિમાં પ્રચુર પ્રમાણ ઉપલબ્ધ થાય છે. પ્રાચીનકાળમાં જૈન ધર્મના પલ્લવન(ઉદ્ભવ)થી લઈ પ્રસાર-પ્રચાર, અભ્યત્થાનાદિ બધાં જ કાર્યોમાં જ્યારે-જ્યારે અને જે-જે પણ લોકજનીન પ્રયાસ કરવામાં આવ્યા છે, એમાં રાજવંશોએ પણ જનસાધારણની સાથે ખભાથી ખભો મેળવીને ઘણો મહત્ત્વપૂર્ણ સક્રિય સહયોગ આપ્યો. વી. નિ. સં. ૧ થી ૬૪ સુધીના કેવળીકાળમાં મુખ્યતઃ નિમ્નલિખિત રાજવંશ ભારતના વિભિન્ન પ્રદેશોમાં સત્તારૂઢ રહ્યા : ૧. મગધમાં શિશુનાગ રાજવંશ, ૨. અવંતીમાં પ્રદ્યોત રાજવંશ, ૩. વત્સ(કૌશામ્બી) માં પોરવરાજવંશ અને . ૪. કલિંગમાં ચેદિ રાજવંશ. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) 999999999999 ૯૦ ] Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રુતકેવળીકાળ (વી. નિ. સં. ૬૪ થી ૧૭૦) શ્રુતકેવળીકાળના આચાર્યો આચાર્ય પ્રભવ સ્વામી આચાર્યકાળ - વિ. નિ. સં. ૬૪ થી ૭૫ આચાર્ય સàભવ સ્વામી આચાર્યકાળ - વિ. નિ. સં. ૭૫ થી ૯૮ આચાર્ય યશોભદ્ર સ્વામી આચાર્યકાળ - વિ. નિ. સં. ૯૮ થી ૧૪૮ આચાર્ય સંભૂતિવિજય સ્વામી આચાર્યકાળ - વિ. નિ. સં. ૧૪૮ થી ૧૫૬ આચાર્ય ભદ્રબાહુ સ્વામી આચાર્યકાળ - વી. નિ. સં. ૧૫૬ થી ૧૭૦ [ ૯૮ 99999999999) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રુતકેવળીકાળ વી. નિ. સં. ૬૪માં કેવળીકાળની સમાપ્તિની સાથે જ શ્રુતકેવળીકાળનો પ્રારંભ થયો. શ્રુતકેવળીનો અર્થ છે - સમસ્ત શ્રુતશાસ્ત્ર અર્થાત્ દ્વાદશાંગીના કેવળી સમાન પારગામી જ્ઞાતા અને વ્યાખ્યાતા. આગમમાં શ્રુતકેવળીને જીવ-અજીવ આદિ સમસ્ત તત્ત્વોના વ્યાખ્યાનમાં કેવળી સમાન જ સમર્થ બતાવવામાં આવ્યા છે. શ્વેતાંબર પરંપરાની માન્યતાનુસાર શ્રુતકેવળીકાળ વી. નિ. સં. ૬૪ થી વી. નિ. સં. ૧૭૦ સુધી રહ્યો અને શ્રુતકેવળીકાળની એ ૧૦૬ વર્ષની અવધિમાં નિમ્નલિખિત ૫ શ્રુતકેવળી થયા : વી. નિ. સં. ૬૪ થી ૭૫ વી. નિ. સં. ૭૫ થી ૯૮ વી. નિ. સં. ૯૮ થી ૧૪૮ વી. નિ. સં. ૧૪૮ થી ૧૫૬ વી. નિ. સં. ૧૫૬ થી ૧૭૦ પ્રભવ સ્વામી સયંભવ સ્વામી યશોભદ્ર સ્વામી સંભૂતવિજય સ્વામી ભદ્રબાહુ સ્વામી દિગંબર પરંપરાના અધિકાંશ ગ્રંથો અને પ્રાયઃ બધી પટ્ટાવલીઓમાં વિ. નિ. સં. ૬૨ થી વી. નિ. સં. ૧૬૨ સુધીનો બધો મેળવીને ૧૦૦ વર્ષનો શ્રુતકેવળીકાળ માનવામાં આવ્યો છે. દિગંબર પરંપરા સંમત ૫ શ્રુતકેવળીઓનાં નામ અને એમનો આચાર્યકાળ આ પ્રમાણે છે : વિષ્ણુનંદિ અપરનામ નંદિ વી. નિ. સં. ૬૨ થી ૭૬ નંદિમિત્ર વી. નિ. સં.૭૬ થી ૯૨ અપરાજિત વી. નિ. સં. ૯૨ થી ૧૧૪ ગોવર્ધન વી. નિ. સં. ૧૧૪ થી ૧૩૩ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) CC Page #109 -------------------------------------------------------------------------- ________________ આયાર્ય મલવ સ્વામી જખ્ખ સ્વામી પછી ભ. મહાવીરના તૃતીય પટ્ટધર આચાર્ય પ્રભાવ સ્વામી થયા. તે ૩૦ વર્ષ ગૃહસ્થપર્યાયમાં, ૬૪ વર્ષ સામાન્ય વ્રતપર્યાયમાં અને ૧૧ વર્ષ સુધી યુગપ્રધાન-આચાર્યના રૂપમાં રહી શાસનસેવા કરતા રહ્યા. એમની કુલ મુનિપર્યાય ૭૫ વર્ષ અને પૂર્ણ આયુ ૧૦૫ વર્ષની હતી. પ્રભવ સ્વામી વિ. નિ. સં. ૭૧મા સ્વર્ગે સિધાવ્યા. પ્રભવકુમાર વિંધ્યાચલ તળેટીમાં સ્થિત જયપુર નામક રાજ્યના કાત્યાયન-ગોત્રીય ક્ષત્રિય મહારાજા વિંધ્યના જયેષ્ઠ પુત્ર હતા. રાજકુમાર પ્રભવનો જન્મ ઈ. સ. પૂર્વે ૫૫૭ (વી.નિ.સં.થી ૩૦ વર્ષ પૂર્વે) વિંધ્ય પ્રદેશના જયપુરમાં થયો. એમના લઘુ ભ્રાતાનું નામ સુપ્રભ હતું. બંનેનું પાલન-પોષણ રાજકુળ અનુસાર પ્રેમ અને મમતા સાથે થયું. જે સમયે રાજકુમાર પ્રભવ કિશોરાવસ્થા પૂર્ણ કરી ૧૬ વર્ષના થયા, એ સમયે એમના પિતા કોઈક કારણવશ એમનાથી અપ્રસન્ન થયા. એમણે ક્રોધિત થઈને રાજકુમાર પ્રભવને રાજ્યના અધિકારથી વંચિત કરીને પોતાના કનિષ્ઠ પુત્ર સુપ્રભને રાજ્યના ઉત્તરાધિકારી યુવરાજ ઘોષિત કરી દીધો. (ડાકૂ-સરદાર પ્રભાવ) પોતાના ન્યાયોચિત પૈતૃક અધિકારથી વંચિત કરવામાં આવવાના કારણે રાજકુમાર પ્રભવને ઘણો માનસિક આઘાત પહોંચ્યો અને તે પિતાથી રિસાઈને રાજગૃહ છોડીને વિંધ્ય પર્વતમાં વિકટ અને ભયાનક જંગલોમાં રહેવા લાગ્યા. વિંઘાટવીમાં રહેનારા લૂંટારાઓએ સાહસી અને યુવા રાજકુમાર પ્રભવની સાથે સંપર્ક સ્થાપિત કર્યો. લૂંટના અભિયાનમાં રાજકુમાર પ્રભવ એ લૂંટારાઓની સાથે રહેવા લાગ્યો. પ્રભવનાં પરાક્રમ અને સાહસને જોઈને ડાકુઓની ટોળકીએ એમને પોતાનો સરદાર બનાવી દીધો. હવે ડાકૂ-સરદાર પ્રભવ પોતાના ૫૦૦ ડાકુઓની સાથે દિવસ દરમિયાન પણ મોટા-મોટા કસબા અને ગામોમાં જ્યારે ઇચ્છા થાય ત્યારે લૂંટ ચલાવવા લાગ્યો. પ્રભવને ધાડ પાડવાનાં અભિયાનોમાં જેમ-જેમ સફળતાઓ પ્રાપ્ત થતી ગઈ, તેમ-તેમ એની ૧૦૦ 999999999999] જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) Page #110 -------------------------------------------------------------------------- ________________ મહત્ત્વાકાંક્ષાઓ પણ વધતી ગઈ. પોતાની મહત્ત્વાકાંક્ષાઓની પૂર્તિ માટે એણે ‘તાલોદ્ઘાટિની વિદ્યા' (મજબૂતથી મજબૂત તાળાંઓને અનાયાસે જ ખોલી નાખવાની વિદ્યા) અને ‘અવસ્વાપિની વિદ્યા' (લોકોને પ્રગાઢ નિદ્રામાં ઊંઘાડી દેવાની વિદ્યા) આ બે વિદ્યાઓની પણ પ્રયત્નપૂર્વક સાધના કરી લીધી. પોતાની શક્તિશાળી ડાકૂમંડળી અને ઉપરોક્ત બંને વિદ્યાઓના જોરે ડાકૂ-સરદાર પ્રભવ મોટાં-મોટાં શહેરોમાં રહેનારા ધનાઢ્યોનાં ઘરોમાં નિઃશંક થઈ પ્રવેશ કરતો અને લોહીનું એક પણ ટીપું પાડ્યા વગર જ અપાર સંપત્તિ લૂંટવામાં સફળ થઈ જતો. ચારેય તરફ ડાકૂ-સરદાર પ્રભવનો ભયંકર આતંક છવાયેલો હતો. જમ્મૂ અને પ્રભવનો સંવાદ પ્રભવ દ્વારા શ્રેષ્ઠી ઋષભદત્તના ઘરે ધાડ પાડવાનો, જમ્મૂના પ્રભાવથી ચોરોના સ્તંભનની ઘટનાનું વર્ણન થઈ ગયું છે. પછી પ્રભવ અસીમ આત્મીયતાથી ઓતપ્રોત સ્વરમાં કહેવા લાગ્યો : “જમ્બુકુમાર ! તમે સ્વયં વિશ છો, છતાં પણ હું એક વાતનું નિવેદન તમારી પાસે કરું છું. સંસારમાં રમા અને રામા - એ બે અમૃતફળ છે, જે દેવને પણ સહસા દુર્લભ છે, પણ સૌભાગ્યથી તમને આ બંને અમૃતફળ પ્રાપ્ત છે. તમે એનો યથેચ્છ, મન ભરીને ઉપભોગ કરો. ભવિષ્યના ગર્ભમાં સંતાયેલા મોટામાં મોટા સુખની આશામાં, ઉપલબ્ધ સુખને પરિત્યાગનારની પંડિતજન પ્રશંસા નથી કરતા. હજી તો આપની આયુ સંસારનાં ઇન્દ્રિયજન્ય સુખોના ઉપભોગની છે. મારી સમજમાં નથી આવતું કે આ કસમયે ભોગમાર્ગમાંથી મોઢું ફેરવીને તમે તમારા મનમાં પ્રવ્રુજિત થવાની વાત કેમ વિચારી રાખી છે ? જે લોકોએ આનંદપ્રદ સાંસારિક ભોગોપભોગોનો જરા પણ રસાસ્વાદન કરી લીધો હોય અને જેમની અવસ્થા પરિપક્વ થઈ ચૂકી હોય, એવી વ્યક્તિ જો ધર્મનું આચરણ કરે, તો એ સ્થિતિમાં ત્યાગનું ઔચિત્ય સમજાય શકે છે.” આ વાત પર જમ્બૂકુમારે કહ્યું : “પ્રભવ ! તું જેને સુખ સમજે છે, તે તથાકથિત વિષયસુખ મધુબિંદુ સમાન અતિ તુચ્છ, નગણ્ય અને ક્ષણિક છે. એનું પરિણામ અત્યંત દુ:ખદાયી છે.” પ્રભવે પૂછ્યું : “બંધુવર ! આ મધુબિંદુ શું છે ?' એના ઉપર જમ્મૂકુમારે પ્રભવને મધુબિંદુનું આખ્યાન સંભળાવ્યું. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૩૭ ૧૦૧ Page #111 -------------------------------------------------------------------------- ________________ (મધુબિંદુનું દેણંત) ધનોપાર્જનની અભિલાષાથી સાર્થવાહ (આગેવાનો અનેક અર્થાર્થીઓ સાથે લઈને દેશાત્તરની યાત્રાએ ગયો. એની સાથે એક બુદ્ધિહીન નિર્ધન વ્યક્તિ પણ હતી. દૂરસ્થ પ્રદેશની યાત્રા કરતો એ સાર્થ (વણઝારા ટુકડી) એક જંગલમાં પહોંચી. ત્યાં એક ડાકુઓની ટોળકીએ સાર્થ ઉપર આક્રમણ કરી એને લૂંટવાનો પ્રયત્ન કર્યો. એ ગરીબ વ્યક્તિ ભયની મારી ત્યાંથી ગમે તેમ કરીને પ્રાણ બચાવી ભાગી નીકળી. પણ, થોડીક જ દૂર જતા એણે જોયું કે એક ભયાનક જંગલી હાથી એની પાછળ આવી રહ્યો હતો. પોતાના પ્રાણોની રક્ષા-હેતુ એણે આજુબાજુ જોયું કે ક્યાંક કોઈ સુરક્ષિત સ્થાન મળી જાય. એની દૃષ્ટિ પાસેના જ એક વટવૃક્ષ ઉપર પડી. એણે વટવૃક્ષના પ્રરોહો (શાખાઓ)ને પકડવા માટે કૂવાની પાસે પહોંચીને છલાંગ મારી અને વટવૃક્ષના પ્રરોહો(વડવાઈઓ)ને પકડી લીધા. કેટલાંક સમય માટે પોતાની જાતને સુરક્ષિત સમજીને એણે વડની શાખા ઉપર લટકીને જ કૂવાની અંદરની તરફ દૃષ્ટિ દોડાવી, તો એણે જોયું કે કૂવાની વચ્ચોવચ્ચ એક ઘણો ભયંકર અજગર પોતાનું મોટું ખોલીને, જિહ્વા લપલપાવીને એની તરફ સંતૃષ્ણ નેત્રોથી જોઈ રહ્યો છે અને આકાર-પ્રકારમાં એનાથી નાના અન્ય ચાર સર્પ કૂવાના ચારેય ખૂણામાં બેસીને એની તરફ મોઢું ખોલી જોઈ રહ્યા છે. ભયના કારણે એનું આખું શરીર કંપી ઊઠ્યું. હવે તેણે ઉપરની તરફ આંખો ઉઠાવીને જોયું તો બે ઉંદર, એમાંનો એક કાળા રંગનો અને બીજો સફેદ (શ્વેત) રંગનો છે, જે શાખાના સહારે તે લટકી રહ્યો છે, એને જ ઘણી ઝડપથી કાપી રહ્યા છે. આ બધું જોઈને એને પાકો વિશ્વાસ થઈ ગયો કે એના પ્રાણ નિશ્ચિતરૂપે પૂર્ણ સંકટમાં છે અને હવે એના બચાવનો કોઈ ઉપાય નથી. આ તરફ એ વ્યક્તિનાં પદચિહ્નોની ભાળ લેતો તે જંગલી હાથી પણ કૂવાની પાસે પહોંચ્યો અને એ વૃક્ષને જોર-જોરથી હલાવવા લાગ્યો. વૃક્ષની ઉપર મધમાખીઓનો એક ઘણો મોટો પૂડો હતો. વૃક્ષના હલવાથી મધમાખીઓ ઊડી-ઊડીને એ માણસના રોમે-રોમમાં ડંખ મારવા લાગી, જેને લીધે એના શરીરમાં અસહા પીડા અને દાહ ( ૧૦૨ 969696969696969696969 જેન ધર્મનો મૌલિક ઈતિહાસ ઃ (ભાગ-૨) Page #112 -------------------------------------------------------------------------- ________________ થવા લાગ્યાં. હવે તો સાક્ષાત્ મૃત્યુ એની આંખો સમક્ષ નાચવા લાગ્યું. મૃત્યુના ભયથી તે ગભરાઈ ગયો. સહસા મધમાખીઓના પૂડામાંથી એક મધનું ટીપું ટપકીને એના મોઢામાં પડ્યું. એ ઘોર દુઃખદાયી અને સંકટપૂર્ણ સ્થિતિમાં પણ મધના એક ટીપાના મધુર રસાસ્વાદ પર મુગ્ધ થઈ તે પોતાની જાતને સુખી સમજવા લાગ્યો. બિલકુલ એ જ સમયે આકાશમાર્ગથી ગમન કરતો એક વિદ્યાધર એ તરફથી નીકળ્યો. એણે કૂવા ઉપર લટકેલા અને બધી બાજુથી સંકટોથી ઘેરાયેલી એ વ્યકિતની દયનીય સ્થિતિ પર દયા કરી એને કહ્યું : “ઓ માનવ ! તું મારો હાથ પકડી લે, હું તને આ કૂવામાંથી કાઢીને અને બધાં સંકટોથી બચાવી સુખદ અને સુરક્ષિત સ્થાને પહોંચાડી દઈશ.” શાખા પર લટકેલા અને સંકટોમાં ફસાયેલીએ વ્યકિતએ વિદ્યાધરને કહ્યું : “તું થોડી વાર પ્રતીક્ષા કર, જો આ મધુબિંદુ મારા મોઢામાં ટપકવાની તૈયારીમાં છે.” એ દયાળુ વિદ્યાધરે અનેક વાર એ વ્યક્તિને પોતાનો હાથ પકડવા અને કૂવામાંથી બહાર નીકળવા કહ્યું, પરંતુ દરેક વખતે એ વ્યક્તિએ ઘોર દુઃખોમાં ફસાયેલા હોવા છતાં પણ એ જ ઉત્તર આપ્યો : “હજી થોડીવાર પ્રતીક્ષા કરો, હું વધુ એક મધુબિંદુનો આનંદ લઈ લઉં.” પર્યાપ્ત પ્રતીક્ષા કર્યા પછી એ વિદ્યાધરે જોયું કે ઘોર દુઃખોથી પીડિત અને મૃત્યુના મુખમાં ફસાયેલ હોવા છતાં પણ આ અભાગી મધુબિંદુના લોભને છોડી નથી રહી, તો તે એને છોડીને પોતાના આવાસની તરફ ચાલ્યો ગયો અને એ દુઃખી વ્યક્તિ અનેક પ્રકારની અસહ્ય યાતનાઓને ભોગવતો-ભોગવતો અંતતોગત્વાકાળનો કોળિયો બની ગઈ.” જખૂકુમારે કહ્યું: “પ્રભવ ! આ દષ્ટાંતમાં વર્ણિત અર્થાર્થી વણિક સંસારી જીવ, ભયાનક વન-સંસાર, હાથી-મૃત્યુ, કૂવો-દેવ, માનવભવ વણિક-સંસારની તૃષ્ણા, અજગર-નરક અને તિર્યંચગતિ, ચાર ભીષણ સર્પ - દુર્ગતિઓમાં લઈ જનારા ક્રોધ, માન, માયા અને લોભરૂપી ચાર કષાય, વટવૃક્ષની શાખા પ્રત્યેક ગતિની આયુ, કાળા અને સફેદ (શ્વેત) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) 96969696969696969696969 ૧૦૩ | Page #113 -------------------------------------------------------------------------- ________________ રંગના બે ઉંદરો-કૃષ્ણ અને શુકલ પક્ષ, જે રાત્રિ અને દિનરૂપી પોતાના દાંતોથી આયુષ્યકાળની શાખાને નિરંતર કાપતા રહે છે. વૃક્ષ-કર્મબંધના હેતુરૂપ અવિરતિ અને મિથ્યાત્વ, મધુબિંદુપાંચેય ઈન્દ્રિયોના વિષયસુખ અને મધમાખીઓ શરીરમાં ઉત્પન્ન થનારી અનેક વ્યાધિઓ છે. વિદ્યાધર છે સદ્ગુરુ, જે ભવભૂપમાં પડેલાં દુઃખી પ્રાણીઓનો ઉદ્ધાર કરવા માંગે છે.” પ્રભવને જબ્બકુમારે પ્રશ્ન કર્યો : “પ્રભવ હવે તું જણાવ કે જે પરિસ્થિતિઓમાં એ વ્યક્તિ કૂવાની ઉપર લટકી રહી હતી, ને કેટલું સુખ હતું અને કેટલું દુઃખ?” પ્રભવે પળવાર માટે વિચાર કરીને કહ્યું: “લાંબી પ્રતીક્ષા પછી જે મધનું એક ટીપું એના મોઢામાં પડતું હતું, બસ એ જ એક નાનુંઅમથું સુખ એને હતું, શેષ બધું દુઃખ જ દુઃખ હતું.” જબૂકુમારે કહ્યું: “પ્રભવ ! આ જ સ્થિતિ સંસારનાં પ્રાણીઓનાં સુખ અને દુઃખ પર ઘટિત થાય છે. અનેક પ્રકારના ભયથી ઘેરાયેલી એ વ્યક્તિને વસ્તુતઃ નામમાત્રનું પણ સુખ ક્યાં? એવી દશામાં મધુબિંદુના રસાસ્વાદમાં સુખની કલ્પનામાત્ર કહી શકાય છે, વસ્તુતઃ સુખ નહિ.” જબૂકુમારે પ્રભાવને પુનઃ પ્રશ્ન કર્યો : “વૈભવ ! આ પ્રકારની દયનીય અને સંકટપૂર્ણ સ્થિતિમાં કોઈ વ્યકિત ફસાયેલી હોય અને એને કોઈ પરોપકારી પુરુષ કહે - “ઓ દુઃખી માનવ ! લે મારો હાથ પકડી લે, હું તને આ ઘોર કષ્ટપૂર્ણ સ્થાનથી બહાર કાઢું છું.' તો એ દુઃખી વ્યક્તિ એ પરોપકારી મહાપુરુષનો હાથ પકડી બહાર નીકળવા માંગશે કે નહિ?” પ્રભવે ઉત્તર આપ્યો : “દુઃખોથી અવશ્ય બચવા માંગશે.” જબૂકુમારે કહ્યું : “કદાચિત મધુબિંદુના સ્વાદના મોહમાં ફસાઈને કોઈ મૂઢતાવશ કહી દે કે - “પહેલા મને મધુથી તૃપ્ત થવા દો પછી બહાર કાઢી લેજો.' તો એ દુઃખોથી છુટકારો નથી મેળવી શકતો, કારણ કે એ પ્રકારે ક્યારેય તૃપ્તિ થવાની નથી. જે. શાખાના આધારે તે લટકી રહ્યો છે, એ શાખાના કાળા અને શ્વેત મૂષકો દ્વારા કપાતા જ એ ભયંકર અજગરના મોઢામાં પડશે. પ્રભવ ! ૧૦૪ [96969696969696969696969 જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #114 -------------------------------------------------------------------------- ________________ આ પ્રકારની વસ્તુસ્થિતિને સમજી ગયા પછી હું આ ભવભૂપમાંથી નીકળવાના કાર્યમાં લેશમાત્ર પણ પ્રમાદ નહિ કરીશ.” પ્રભવે જખૂકુમાર દ્વારા સમજાવવામાં આવેલી વસ્તુસ્થિતિની તથ્યતાને સ્વીકારતા પ્રશ્ન કર્યો : “તમે જે કહ્યું એ તો બધું બરાબર છે, પરંતુ તમારી સમક્ષ એવી કઈ દુઃખપૂર્ણ સ્થિતિ ઉપસ્થિત થઈ ગઈ છે, જેના કારણે તમે અસમયે જ પોતાના એ બધાં સ્વજનોને છોડીને જઈ રહ્યા છો ? જે તમને પ્રાણથી અધિક પ્રેમ કરે છે !” (સંસારનું મોટું દુખ) જબૂકુમારે ઉત્તર આપ્યો: “પ્રભવ ! ગર્ભવાસનું દુઃખ શું કોઈ સાધારણ દુઃખ છે ? જે વિશ વ્યક્તિ ગર્ભનાં દુઃખોને જાણે છે, એને સંસારથી વિરક્ત થવા માટે એ એક કારણ જ પર્યાપ્ત છે, નિર્વેદપ્રાપ્તિ માટે એણે એના સિવાય અન્ય કોઈ કારણની આવશ્યકતા નથી રહેતી.” એવું કહી જખૂકુમારે પ્રભવને ગર્ભવાસના દુઃખના સંબંધમાં લલિતાંગનું દૃષ્ટાંત સંભળાવ્યું. • લલિતાંગનું દષ્ટાંત) - “કોઈ એક સમયે વસંતપુર નગરમાં શતાયુધ નામક એક રાજા રાજ્ય કરતો હતો. શતાયુધની એક રાણીનું નામ લલિતા હતું. રાણી લલિતાએ એક દિવસ એક અત્યંત સુંદર તરુણને જોયો અને એના પ્રથમ દર્શને જ એ રાણી એના ઉપર પ્રાણપ્રણથી વિમુગ્ધ થઈ, એના સંસર્ગ માટે તરફડવા લાગી. રાણીએ પોતાની એક વિશ્વાસુ દાસીને મોકલીને એ યુવક સંબંધમાં પૂર્ણ જાણકારી મેળવી અને જ્યારે ખબર પડી કે એ યુવક આ જ વસંતપુર નગરના નિવાસી સમુદ્રપ્રિય નામક વણિકનો પુત્ર લલિતાંગ છે, તો એણે એક પ્રેમપત્ર લખીને પોતાની દાસી મારફતે એ યુવકની પાસે પહોંચાડ્યો. છળ-કપટમાં નિપુણ એ દાસીએ યેન-કેન પ્રકારેણ યુવકને રાણીના ભવનમાં લાવીને રાણી સાથે એનો સાક્ષાત્કાર કરાવી દીધો. રાણી અને લલિતાંગ ત્યાં નિઃશંક થઈ વિષયોપભોગમાં નિરત રહેવા લાગ્યા. એક દિવસે રાજાને પોતાની રાણી અને યુવક લલિતાંગના અનુચિત જિન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૨) 9999999999090 ૧૦૫] Page #115 -------------------------------------------------------------------------- ________________ સંબંધના વિષયમાં સૂચના મળી, તો તરત જ રાણીના મહેલમાં વસ્તુસ્થિતિનો તાગ મેળવવા માટે શોધખોળ ચાલુ કરાવી દીધી. ચતુર દાસીને તત્કાળ જ એની સૂચના મળી ગઈ અને એણે પોતાની તથા પોતાની સ્વામિનીના પ્રાણોની રક્ષા નિમિત્ત લલિતાંગને અમેધ્યકૂપ(ગંદુ પાણી નાખવાનો કૂવો)માં ધકેલી દીધો. નિતાન્ત અપવિત્ર અને દુર્ગંધપૂર્ણ એ કૂવામાં પોતાની જાતને બંધ જાણી લલિતાંગ પોતાની દુર્બુદ્ધિ અને અજ્ઞાનતા ઉપર અહર્નિશ પશ્ચાત્તાપ કરતા-કરતા વિચારવા લાગ્યો - ‘હે પ્રભો ! હવે જો એક વખત પણ કોઈ ને કોઈ રીતે આ અશુચિ-સ્થાનથી બહાર નીકળી જાઉં તો આ ભયંકર દુ:ખદ પરિણામવાળા કામ-ભોગનો સદા હંમેશને માટે પરિત્યાગ કરી દઈશ.' લલિતાંગ ઉપર દયા કરીને એ દાસી પ્રત્યેક દિવસે પ્રચુરમાત્રામાં એ કૂવામાં એંઠવાડો નાખતી અને વણિકપુત્ર લલિતાંગ એ એંઠવાડ અને દુર્ગંધપૂર્ણ ગંદા પાણીથી પોતાની ભૂખ અને તરસ શાંત કરતો. અંતતોગત્વા (આખરે) વર્ષાઋતુ આવી અને વર્ષાના કારણે એ કૂવો પાણીથી ભરાઈ ગયો. સફાઈકામ કરવાવાળા કર્મચારીઓએ ગંદી ખાડીથી જોડાયેલી એ કૂવાની ગટરને ખોલી. મોરી(ગટર)ને ખોલતાં જ પાણીના ઝડપી વહેણની સાથે લલિતાંગ ગંદી ખાડીમાં ઘસડાઈને દૂર, ખાડીના એક કિનારે જઈ પડ્યો. લલિતાંગ લાંબા સમય સુધી ગંદા અને બંધ કૂવામાં રહ્યો હતો, અતઃ બહારની હવા લાગતાં જ તે બેભાન થઈ ગયો. એને ગંદી ખાડીના એક કિનારે મૂચ્છિતાવસ્થામાં પડેલો જોઈ ઘણા બધા નાગરિકો ત્યાં એકત્રિત થઈ ગયા. લલિતાંગની માતા પણ સૂચ્છિત યુવકની વાત સાંભળી ત્યાં પહોંચી અને ઘણા સમયથી ખોવાયેલા પોતાના લલિતાંગને ઓળખીને એને પોતાના ઘરે લઈ આવી. દીર્ઘકાળના ઉપચારો પછી લલિતાંગ મહામુસીબતે સ્વસ્થ થયો.’ લલિતાંગના ઉપર્યુક્ત દૃષ્ટાંતનો ઉપસંહાર આપતા જમ્બૂકુમારે કહ્યું : “પ્રભવ ! આ દૃષ્ટાંતમાં વર્ણિત લલિતાંગની સમાન સંસારીજીવ છે. રાણીના દર્શનની સમાન મનુષ્યજન્મ છે. દાસીનો ઉપમેય ઇચ્છા, અંતઃપુર-પ્રવેશ વિષય-પ્રાપ્તિ, દુર્ગન્ધપૂર્ણ કૂપમાં પ્રવેશ - ગર્ભવાસનો દ્યોતક, ઉચ્છિષ્ટ ભોજન - માતા દ્વારા ખાઈને પચાવેલું અન્ન તથા જળના જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૧૦૬ |૭ Page #116 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રાવનો આહાર, કૂવામાંથી બહાર નીકળવું - પ્રસવકાળ અને ધાત્રી દ્વારા પરિચર્યા - દેહની પુષ્ટિ કરવાવાળા કર્મવિપાકની પ્રાપ્તિનું પ્રતીક છે.” જબૂમારે પ્રભવને પ્રશ્ન કર્યો: “બોલ પ્રભવ ! જો એ રાણી લલિતાંગને પુનઃ પોતાને ત્યાં આવવાનું નિમંત્રણ આપે, તો શું એ રાણીના નિમંત્રણનો સ્વીકાર કરશે ?” પ્રભવે દઢતાપૂર્વક ઉત્તર આપ્યો : “નહિ, ક્યારેય નહિ. આટલું ઘર નારકીય કષ્ટ ભોગવ્યા પછી એ ક્યારેય તે તરફ મોઢું નહિ કરશે.” જબૂકુમારે કહ્યું : “પ્રભવ ! તે કદાચ અજ્ઞાનવશ થઈ, વિષયભોગો પ્રત્યે પ્રગાઢાસક્તિના કારણે પુનઃ રાણીના નિમંત્રણ પર જઈ શકે છે, પરંતુ મેં બંધ અને મોક્ષના સ્વરૂપને સુચારુ (સમીચીન)રૂપે સમજી લીધું છે. અતઃ હું કોઈ પણ દશામાં જન્મ-મરણની મૂળ અને ભવભ્રમણમાં ફસાવનારી રાગદ્વેષની પરંપરાનો સ્વીકાર નહિ કરું.” એના પર પ્રભવે કહ્યું : “સૌમ્ય ! તમે જે કંઈ પણ કહ્યું છે, તે યથાર્થ છે, પરંતુ મારું એક નિવેદન છે, તે સાંભળો. લોકધર્મનું નિર્વહન કરતા પતિએ પોતાની પત્નીઓનું ભરણ-પોષણ અને પરિતોષ કરવો જોઈએ. આ પ્રત્યેક પતિનું નૈતિક દાયિત્વ છે. તે પ્રમાણે આ નવવધૂઓની સાથે કેટલાંક વર્ષો સુધી સાંસારિક સુખોપભોગ કર્યા પછી જ તમારું પ્રવ્રજિત થવું વસ્તુતઃ શોભાસ્પદ રહેશે.” (અઢાર પ્રકારના સંબંધ ) જબૂકુમારે સહજ શાંત સ્વરમાં કહ્યું: “પ્રભવ! સંસારમાં એવો કોઈ નિશ્ચિત નિયમ નથી કે જે આ ભવમાં પત્ની અથવા માતા છે, તે આગામી ભવમાં પણ પત્ની અથવા માતા જ હોય. વાસ્તવિકતા એ છે કે જે આ ભવમાં માતા છે, તે ભવાન્તરમાં બહેન, પત્ની અથવા પુત્રી પણ હોઈ શકે છે. એની અતિરિક્ત આ પ્રકારનો વિરોધાભાસ (વિપર્યાસ) પણ હોય છે કે પતિ પુત્રના રૂપમાં ઉત્પન્ન થઈ શકે છે, પિતા ભાઈના રૂપમાં અથવા અન્ય કોઈ પણ રૂપમાં ઉત્પન્ન થઈ શકે છે. પોતાનાં કૃતકમ (કરેલાં કમો) અનુસાર જીવ જન્માંતરોમાં સ્ત્રી, પુરુષ અથવા નપુસંક રૂપમાં ઉત્પન્ન થતો રહે છે. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) 9999696969696999૭ ૧૦૦ | Page #117 -------------------------------------------------------------------------- ________________ એવી દશામાં એક સમયે જે માતા, બહેન અથવા પુત્રી હતી, એની સાથે પત્ની જેવો વ્યવહાર કરતા-કરતા પરિપોષણ થઈ શકે છે.” પ્રભવે કહ્યું : “મહાભાગ ! ભવાતરોનો સંબંધ તો વસ્તુતઃ દુર્વિય જ છે, આ કારણે વર્તમાનની સ્થિતિને દૃષ્ટિ સામે રાખતા પિતા, પુત્ર, પતિ, પત્ની આદિના સંબંધ સમજી અને કહી શકાય છે.” જબૂકુમારે ઉત્તરમાં કહ્યું : “આ બધો અજ્ઞાનનો દોષ છે. અજ્ઞાનને લીધે જ માનવ અકાર્યમાં કાર્યબુદ્ધિથી પ્રવૃત્ત થાય છે. અથવા કાર્યાકાર્યને સમજવા છતાં પણ ભોગલોલુપતા અને ધનસંપત્તિના સુખથી વિમોહિત થઈ ન કરવા જેવાં દુષ્કાર્યમાં પ્રવૃત્ત તથા સંલગ્ન થતો રહે છે.” જબૂકુમારે પોતાની વાતને ચાલુ રાખતા કહાં : “પ્રભવ ! ભવાન્તરની વાત છોડ. એક જ ભવમાં કોઈ રીતે કેટલાયે પ્રકારના સંબંધ થઈ જાય છે અને અજ્ઞાનવશ કેટલી અનર્થપૂર્ણ ઘટનાઓ ઘટિત થઈ જાય છે, એનો વૃત્તાંત હું તને સંભળાવું છું.” (કુબેરદત્ત અને કુબેરદત્તાનું આખ્યાન) * કોઈ એક સમયે મથુરા નગરમાં કુબેરસેના નામની એક ગણિકા રહેતી હતી. જ્યારે તે પહેલી વખત ગર્ભવતી થઈ, તો એના પેટમાં ઘણો દુઃખાવો રહેવા લાગ્યો. જ્યારે તેણે વૈદ્યને બતાવ્યું, તો એ અનુભવી વેવે કહ્યું : “એના ગર્ભમાં બે બાળકો છે, એના કારણે એને વધુ પીડા થઈ રહી છે. એને બીજો કોઈ રોગ નથી.” કુબેરસેનાની માતાએ પોતાની પુત્રીને ઘણું સમજાવ્યું કે - “તે ગર્ભસ્ત્રાવની કોઈ સારી ઔષધિ લઈને આ પીડાથી છુટકારો મેળવી લે.” પરંતુ કુબેરસેનાએ ગર્ભપાત કરાવવાની પોતાની માતાની વાતનો સ્વીકાર ન કર્યો. સમય થતા કુબેરસેનાએ એક પુત્ર અને એક પુત્રીના યુગલને જન્મ આપ્યો. કુબેરસેનાએ પોતાના પુત્રનું નામ કુબેરદત્ત અને પુત્રીનું નામ કુબેરદત્તા રાખ્યું. એક દિવસ કુબેરસેનાની માતા એને કહેવા લાગી : “બાળકોની હાજરીમાં તારો આ ગણિકા-વ્યવસાય ઠપ થઈ જશે, અતઃ તારે આ બાળકોનો કોઈ નિર્જન સ્થાને પરિત્યાગ કરી દેવો જોઈએ.” [ ૧૦૮ 99999999999ન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #118 -------------------------------------------------------------------------- ________________ અને કુરિ દિવસના થી એમના ગળામાં છે તેની હોડીના માતા દ્વારા વારંવાર જોર આપવા પર કુબેરસેનાએ કુબેરદત્ત અને કુબેરદત્તાના નામની વીંટીઓ બનાવડાવી અને જ્યારે તે બંને શિશુ અગિયાર દિવસના થયા ત્યારે કુબેરસેનાએ એમના નામની વિટીઓને સૂત્ર(દોરા)માં પરોવી એમના ગળામાં બાંધી દીધી અને એમને બહુમૂલ્ય રત્નોની બે પોટલીઓની સાથે બે નાની હોડીના આકારની લાકડાની પેટીમાં મૂકી દીધા. રાતના સમયે કુબેરસેનાએ પોતાના એ બંને બાળકો સહિત એ બંને પેટીઓને યમુના નદીના પ્રવાહમાં વહાવી દીધી. | નદીના પ્રવાહમાં તરતી-તરતી એ બંને સંદૂકો સૂર્યોદય સમયે શોરિપુર નામક નગરની પાસે પહોંચી. ત્યાં યમુનાસ્નાન કરવા માટે આવેલા બે શ્રેષ્ઠીપુત્રોએ જ્યારે નદીમાં સંદૂકોને આવતી જોઈ તો તરત જ એમણે બંને પેટીઓને નદીમાંથી બહાર કાઢી. એમાં બે શિશુઓને નામાંકિત મુદ્રિકાઓ (વીંટીઓ) અને રત્નોની પોટલીઓની સાથે જોઈ એમને ઘણી પ્રસન્નતા થઈ. પરસ્પર વિચાર-વિનિમય પછી એક શ્રેષ્ઠીપુત્ર બાળકને અને બીજો બાળકીને પોતાના ઘરે લઈ ગયો. એ બંને શ્રેષ્ઠીપુત્રો અને એમની પત્નીઓએ એ બાળકોને પોતાના જ સંતાનની જેમ રાખ્યાં અને ઘણા પ્રેમ અને મમતાથી પાલન-પોષણ કરતાં ક્રમશઃ શિક્ષણ આપી એમને યોગ્ય બનાવ્યાં. જે સમયે કુબેરદત્ત અને કુબેરદત્તાએ યુવાવસ્થામાં પદાર્પણ કર્યું, એ જ સમયે સમાન વૈભવવાળા એ શ્રેષ્ઠીઓએ એમને એક બીજાને અનુરૂપ અને યોગ્ય સમજીને ઘણી ધામધૂમથી એ બંનેનું પરસ્પર પાણિગ્રહણ કરાવી દીધું. વિવાહના બીજા દિવસે ધૂતક્રીડાની લૌકિક રીતનું નિર્વહન કરવાના સમયે કુબેરદત્તાની બહેનપણી (સખીઓ)ઓએ કુબેરદત્તની વીંટી ઉતારીને કુબેરદત્તાની આંગળીમાં પહેરાવી દીધી. કુબેરદત્તાએ પોતાની વીંટીની સાથે એની સામ્યતા જોઈ ઘણા ધ્યાનપૂર્વક એને જોઈ. એ જોઈ એને કુતૂહલની સાથે જ ઘણું આશ્ચર્ય પણ થયું કે - “બંને વીંટીઓની બનાવટ અને એના પર અંકિત અક્ષરોમાં જરા પણ અંતર નથી.એ વિચારવા લાગી કે - “આ બંને વીંટીઓની આ રીતની સમાનતાની પાછળ અવશ્ય કોઈ ને કોઈ કારણ હોવું જોઈએ.' એણે સ્મૃતિ ઉપર જોર આપતા મનોમન જ કહ્યું - “અમારા પૂર્વજોમાં જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 99996969696969696963 ૧૦૯ | Page #119 -------------------------------------------------------------------------- ________________ આ નામનો કોઈ પૂર્વજ થયો હોય, એ વાત પણ આજ સુધી કોઈના મોઢે સાંભળી નથી. એની સાથે-સાથે જ મારા અંતર્મનમાં આ કુબેરદત્ત પ્રત્યે એ પ્રકારની ભાવના અલ્પમાત્ર પણ નથી ઉત્પન્ન થઈ રહી, જે પ્રકારની ભાવના એક પત્નીના મનમાં પોતાના પતિ પ્રત્યે ઉત્પન્ન થવી જોઈએ.” એના મનમાં દૃઢ, વિશ્વાસ થઈ ગયો કે - ‘આ બધાની પાછળ અવશ્ય જ કોઈ ને કોઈ ગૂઢ રહસ્ય હોવું જોઈએ.' એવો વિચાર કરી કુબેરદત્તાએ પોતાની આંગળીમાંથી વીંટી કાઢીને કુબેરદત્તની એ આંગળીમાં પહેરાવી દીધી, જેમાં સ્વયં એની જ નામાંકિત વીંટી વિદ્યમાન હતી.' બંને વીંટીઓમાં પૂર્ણ સામ્ય જોઈ કુબેરદત્તના મનમાં પણ એ જ પ્રકારના વિચાર ઉત્પન્ન થયા અને એને પણ વિશ્વાસ થઈ ગયો કે નિશ્ચિત રૂપે આ સમાનતાની પાછળ પણ કોઈ રહસ્ય છુપાયેલું છે. કુબેરદત્ત કુબેરદત્તાની વીંટી પરત કરી અને પોતાની વીંટી લઈને તે પોતાની માતા(ધર્મમાતા)ની પાસે પહોંચ્યો. કુબેરદત્તે પોતાની માતાને સોગંધ અપાવતા કહ્યું : “મારી પ્રિય માતા ! મને સ્પષ્ટ અને સત્ય કહી દો કે હું કોણ છું ? આ વીંટી મારી પાસે ક્યાંથી આવી ? કુબેરદત્તાની પાસે પણ આવી જ વીંટી છે, જેના પર અંકિત અક્ષર મારી વીંટીના અંકિત અક્ષરોથી પૂર્ણરૂપે મળે છે.'' શ્રેષ્ઠીપત્નીએ આદિથી લઈ અંત સુધીની બધી ઘટના કુબેરદત્તને સંભળાવી દીધી કે - ‘વસ્તુતઃ તે એનો અંગજ નથી. એના પતિએ તેને યમુનાના પ્રવાહમાં વહેતી-વહેતી આવેલી એક નાની-અમથી સંદૂક(પેટી)માં રત્નોથી ભરેલી પોટલી અને એ વીંટીની સાથે મેળવ્યો હતો.' શ્રેષ્ઠીપત્નીએ આખી ઘટના સંભળાવ્યા પછી કુબેરદત્તને પાકો વિશ્વાસ થઈ ગયો કે કુબેરદત્તા એની સહોદરા છે. એણે પશ્ચાત્તાપ અને ઉપાલંભભર્યા સ્વરમાં કહ્યું : “માતા ! તમે જાણી જોઈને ભાઈનો બહેન સાથે વિવાહ કરાવી અનુચિત અને નિંદનીય કાર્ય શા માટે કર્યું ?' શ્રેષ્ઠીપત્નીએ પણ પશ્ચાત્તાપભર્યા સ્વરમાં કહ્યું : “પુત્ર ! અમે જાણવા છતાં પણ મોહવશ આ અનર્થ કરી નાંખ્યો છે, પણ તું શોક ન ઊઊઊઊ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૧૧૦ | Page #120 -------------------------------------------------------------------------- ________________ કરીશ. વધૂને માત્ર પાણિગ્રહણનો જ દોષ લાગ્યો છે. કોઈ મહાપાપ નથી થયો. જે થવાનું હતું તે થઈ ગયું. હવે હું પુત્રી કુબેરદત્તાને એના ઘરે મોકલી દઉં છું. તું થોડાક દિવસો માટે બીજાં નગરોમાં ફરીને આવ. ત્યાંથી તારા પરત ફરતા જ હું કોઈ બીજી કન્યા સાથે તારા વિવાહ કરી નાખીશ.” ત્યાર બાદ કુબેરદત્તની માતાએ કુબેરદત્તાને એના ઘરે મોકલી દીધી અને કુબેરદત્ત પણ પોતાની સાથે પર્યાપ્ત સંપત્તિ અને પાથેય લઈને કોઈ બીજા નગરમાં જવા માટે પ્રસ્થિત થયો. કુબેરદત્તાએ પણ પોતાના ઘરે પહોંચી પોતાની માતા પાસે પોતાના તથા એ વીંટીના સંબંધમાં શપથ અપાવીને પૂછ્યું. શ્રેષ્ઠીપત્નીએ પણ યથાઘટિત બધી ઘટના એને સંભળાવી દીધી. બધી ઘટના સાંભળી કુબેરદત્તાને સંસારથી વિરક્તિ થઈ ગઈ. એણે પ્રવર્તિની સાધ્વીની પાસે પ્રવજ્યા ગ્રહણ કરી અને નિરતિચાર પંચમહાવ્રતોનું પાલન કરતી-કરતી તે એમની સાથે વિભિન્ન ક્ષેત્રોમાં વિચરણ કરવા લાગી. એણે પ્રવર્તિની પાસે આજ્ઞા લઈ એ વીંટી, જેના કારણે એને નિર્વેદ થયો હતો, પોતાની પાસે રાખી લીધી. વિશુદ્ધચારિત્ર્યનું પાલન અને કઠોર તપશ્ચરણથી થોડાક જ વર્ષો પછી કુબેરદત્તાને અવધિજ્ઞાનની ઉપલબ્ધિ થઈ ગઈ. જ્યારે કુબેરદત્તાને અવધિજ્ઞાનથી એ વિદિત થયું કે એનો ભાઈ કુબેરદત્ત પોતાની માતા કુબેરસેનાની સાથે દામ્પત્યજીવન વ્યતીત કરી રહ્યો છે, તો એને સાંસારિક પ્રાણીઓની ગહણીય અને દયનીય સ્થિતિ પર ઘણું આશ્ચર્ય થયું. એણે મનોમન વિચાર કર્યો - “અજ્ઞાનના કારણે માનવી કેટલો ઘોર અનર્થ કરી નાખે છે.” કુબેરસેના અને કુબેરદત્તને પ્રતિબોધ આપવાના હેતું એણે પ્રવર્તિની આજ્ઞાથી કેટલીક આર્યાઓની સાથે મથુરાની તરફ વિહાર કર્યો. ત્યાં પહોંચીને કુબેરસેના ગણિકાના ઘરમાં એક નિવાસયોગ્ય સ્થાન માંગી કુબેરદત્તાએ ત્યાં રહેવાનો પ્રારંભ કર્યો. કુબેરદત્તથી કુબેરસેનાને એક બાળક પ્રાપ્ત થયું હતું, એ બાળકને કુબેરસેના વારંવાર સાધ્વી કુબેરદત્તાની પાસે લઈ જવા લાગી. ' કુબેરસેના અને કુબેરદત્તને પ્રતિબોધ આપવા માટે કુબેરદત્તાએ એ બાળકને દૂરથી જ મમતાભર્યા સ્વરમાં પુચકારવાનો પ્રારંભ કર્યો - જેન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) 96969696969696969696969 ૧૧૧] Page #121 -------------------------------------------------------------------------- ________________ “અરે ઓ નાના મુન્ના ! રડ નહિ, તું તો મારો ભાઈ છે, દિયર પણ છે, પુત્ર પણ છે, મારી શોતન(વિપત્ની)નો પુત્ર પણ છે. એક રીતે તું મારો ભત્રીજો પણ છે. કાકા પણ છે. ઓ મુન્ના ! જેનો તું પુત્ર છે, તે મારો ભાઈ પણ છે, પતિ પણ છે. પિતા પણ, પિતામહ પણ, શ્વસુર પણ અને પુત્ર પણ છે. અરે બાળક ! હજી પણ સાંભળ ! હું હજી એક નિગૂઢ તથ્યનું ઉદ્ઘાટન તારી સમક્ષ કરું છું - ઓ બાળક ! જે સ્ત્રીના ગર્ભથી તું ઉત્પન્ન થયો છે, એ મારી માતા છે. તે મારી સાસુ પણ, વિપત્ની પણ, ભાતૃજાયા (ભાભી) પણ, પિતામહી પણ અને વહુ પણ છે.” સાધ્વી કુબેરદત્તા દ્વારા પોતાના પુત્રને આ પ્રમાણે પૂચકારવાનું સાંભળીને કુબેરદત્ત ચમક્યો. એણે વંદન કર્યા પછી સાધ્વીને પ્રશ્ન કર્યો : “સાધ્વીજી ! તમે આ પ્રકારની પરસ્પર વિરોધી અને અસંબંધ વાતો કેમ અને કયા કારણથી કરી રહ્યા છો ? શું તમારી બુદ્ધિમાં કોઈ ભ્રાંતિ (ભ્રમ) થઈ ગઈ છે અથવા તમે આ બાળકને વિનોદ માટે માત્ર ક્રીડાર્થે આવી અયોગ્ય વાતો કહી રહ્યાં છો ?” સાધ્વી કુબેરદત્તાએ જવાબમાં કહ્યું : “શ્રાવક ! હું જે વાતો કહી રહી છું, તે બધી સાચી છે. હું તારી બહેન કુબેરદત્તા છું, જેની સાથે તારું પાણિગ્રહણ થયું હતું અને આ છે આપણા બંનેની માતા કુબેરસેના.” કુબેરસેના અને કુબેરદત્ત આશ્ચર્યથી અવાક્ થઈ સાધ્વીની તરફ જોતાં જ રહી ગયાં. ત્યાર પછી સાધ્વી કુબેરદત્તાએ પોતાના અવધિજ્ઞાન દ્વારા જોયેલી અનેક વાતો એ બંનેને પ્રમાણ આપવા માટે સંભળાવી અને નામાંકિત મુદ્રિકાની વાત કહી, જેના ઉપર કુબેરદત્ત અને કુબેરદત્તાનાં નામ અંકિત હતાં. સાધ્વી કુબેરદત્તાના મુખેથી સમસ્ત યથાતથ્ય વૃત્તાંત સાંભળી કુબેરદત્તને સંસારથી તીવ્ર વૈરાગ્ય થઈ ગયો. એણે અત્યંત વિષાદભર્યા સ્વરમાં પોતાની જાતને ધિક્કારતા કહ્યું : “શોક ! મહાશોક! અજ્ઞાનવશ મેં કેવું અકરણીય, અનર્થભર્યું ઘોર કુકૃત્ય કરી નાંખ્યું.” આત્મગ્લાનિ અને શોકથી અભિભૂત થઈ કુબેરદત્તે એ બાળકને પોતાની સમસ્ત સંપત્તિનો સ્વામી બનાવી સાધ્વી કુબેરદત્તાને શ્રદ્ધા-ભક્તિપૂર્વક નમન કરતા કહ્યું : “તમે મને પ્રતિબોધ આપ્યો છે. એ તમારો મારા ઊઊઊ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૧૧૨ ૩૭ Page #122 -------------------------------------------------------------------------- ________________ ઉપર બહુ મોટો ઉપકાર છે. હવે હું મારું શેષજીવન આત્મસાધનામાં જ વ્યતીત કરીશ.” એમ કહી કુબેરદત્ત ઘરેથી જતો રહ્યો. એણે એક સ્થવિર શ્રમણની પાસે જઈ ભાગવતી દીક્ષા ગ્રહણ કરી અને નિશ્ચલ-નિર્વેદની સાથે વિશુદ્ધ શ્રમણાચારનું પાલન કરતા-કરતા અંતે સમાધીકરણ દ્વારા આયુ પૂર્ણ કરી દેવરૂપે ઉત્પન્ન થયો. કુબેરસેના પણ બોધ મેળવી શ્રાવિકા ધર્મનું અને ગૃહસ્થયોગ્ય નિયમોનું પાલન કરતા-કરતા પોતાના ઘરમાં રહેવા લાગી અને સાધ્વી કુબેરદત્તા પોતાની પ્રવર્તિનીની સેવામાં પરત ફરી. ઉપર્યુક્ત આખ્યાન સંભળાવ્યા પછી જબ્બકુમારે પ્રભવને પ્રશ્ન કર્યો : “પ્રભવ ! હવે તું જ કહે કે આ ત્રણેએ ઉપર વર્ણિત વસ્તુસ્થિતિનો ખરેખરો બોધ થઈ જવા પછી પણ શું ક્યારેય વિષયભોગો પ્રત્યે રાગ અથવા આસક્તિ થઈ શકે છે.” પ્રભવે કહ્યું: “કદાપિ નહિ.” જબૂકુમારે ત્યાગમાર્ગને અપનાવવાનો પોતાનો દઢ નિશ્ચય ફરીથી જણાવતા કહ્યું : “પ્રભવ ! કુબેરસેના આદિ આ ત્રણેય પ્રાણીઓમાં કદાચિત કોઈ મૂઢતાવશ પ્રમત્ત હોય વિષયસેવનની તરફ પ્રવૃત્તિ કરી શકે છે. પરંતુ મેં મારા ગુરુની પાસે વિષયભોગોથી થનારા મહાન અનર્થોને સારી રીતે સમજી લીધા છે, અતઃ મારા મનમાં વિષય-ભોગો માટે લેશમાત્ર પણ અભિલાષા ઉત્પન્ન નથી થઈ શકતી.” પ્રભવનું મસ્તક શ્રદ્ધાથી અવનત થઈ ગયું (ઝૂકી ગયું), એણે કહ્યું : “શ્રદ્ધેય ! તથ્યોથી ઓતપ્રોત અતિશય સંપન્ન તમારાં વચનો સાંભળીને એવો કયો ચેતનાશીલ પ્રાણી છે, જેને પ્રતિબોધ ન થાય ? પણ એક વાત હું તમને કહેવા માંગુ છું. વસ્તુતઃ ધન ઘણા જ કઠોર પરિશ્રમ અને પ્રયત્નોથી પ્રાપ્ત થાય છે. તમારી પાસે અપાર સંપત્તિ છે. આ વિપુલ વૈભવનો ઉપભોગ કરવા માટે તમે ઓછામાં ઓછું એક વર્ષ સુધી તો ગૃહવાસમાં રહો અને પતુઓ અનુકૂળ વિષયભોગોનો આનંદ લેતા-લેતા, દીનદુઃખીઓની સેવા કરી આ દ્રવ્યનો સદુપયોગ કરો. પછી હું પણ તમારી સાથે પ્રવ્રજિત થવા માટે તૈયાર છું.” જિન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 999999999999 ૧૧૩] Page #123 -------------------------------------------------------------------------- ________________ જબૂકુમારે કહ્યું : “પ્રભવ ! પંડિત લોકો સક્ષાત્રોને દાન આપવામાં સંપત્તિનો સદુપયોગ પ્રશંસનીય ગણે છે, ન કે વિષયસુખોની કામનાઓની પૂર્તિમાં.” ત્યાર બાદ જણૂકુમારે અર્થના અનુચિત ઉપયોગ સંબંધમાં એક ગોપયુવક(ગોવાળિયા)નું દષ્ટાંત સંભળાવ્યું. (ગોપયુવકનું દાંત) અંગ જનપદમાં એક ગોકુળમાં અનેક સમૃદ્ધ ગોપાલક રહેતા હતા, જેમની પાસે અગણિત ગાયો તથા ભેંસો હતી. એક વાર ડાકુઓના એક સશક્ત અને સશસ્ત્ર દળે એ ગોકુળ પર આક્રમણ કર્યું. ડાકૂ લૂંટમાં મળેલ ધનની સાથે-સાથે એક અત્યંત સુંદર ગોપયુવતીને પણ પોતાની સાથે લઈ ગયા, જે એક પુત્રની માતા હતી. જતી વખતે ડાકુઓ તે યુવતીના પુત્રને ગોકુળમાં જ મૂકી ગયા, અને ગોપવધૂને વેચી નાંખવા માટે ચંપા નગરીમાં લઈ ગયા. જ્યાં એક વેશ્યાએ એને ખરીદી લીધી. વેશ્યાએ એ ગોપવધૂને નૃત્ય અને સંગીતકળા તથા ગણિકાકર્મની ઉચ્ચ કોટિની શિક્ષા અપાવવાનો પ્રબંધ કર્યો. થોડા જ વર્ષોને પ્રયાસથી તે ગોપયુવતી સંગીત અને નૃત્યકલામાં નિપુણ ગણિકા બની ગઈ. વૃદ્ધ ગણિકાએ ગણિકાકાર્યમાં દક્ષ એ ગોપવધૂની સાથે એક રાત્રિ સહવાસ કરવાનું મૂલ્ય એક લાખ રૂપિયા રાખ્યું. આ તરફ ગોકુળમાં રહેલા એ ગોપવધૂને પુગે પણ યુવાવસ્થામાં પ્રવેશ કર્યો. એ ગોપયુવક ધૃતપાત્રો (ઘીનાં પાત્રો)થી ભરેલાં અનેક ગાડાંઓ લઈને વેચવા માટે એક દિવસ ચંપા નગરીમાં પહોંચ્યો. ધૃત-વિક્રય પછી એણે જોયું કે અનેક યુવક ગણિકાઓનાં ઘરોમાં નૃત્ય-સંગીતનો આનંદ લૂંટતા-લૂંટતા યથેસિત ક્રીડાઓ કરી રહ્યા છે. એના મનમાં પણ વિચાર ઊઠ્યો કે - “જો સુંદરમાં સુંદર ગણિકાની સાથે ક્રીડાનો આનંદ તે ન લઈ શકે તો પછી એનું બધું ધન શું કામમાં આવશે?” એવો વિચાર કરી એ યુવક અનેક ગણિકાઓના સૌંદર્યને જોતાં-જોતાં ગણિકા બનેલ એ ગોપવધૂને ત્યાં જઈ પહોંચ્યો. તે એના સૌંદર્ય પર મુગ્ધ થઈ, એને મોં-માંગ્યા દામ (શુલ્ક) આપી અને રાત્રિના સમયે આવવાનું કહીને પોતાના ગાડાઓ પાસે ચાલ્યો ગયો. ૧૧૪ 99696969696969696969ી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) Page #124 -------------------------------------------------------------------------- ________________ સંધ્યાના સમયે તે ગોપયુવક સ્નાનાદિથી નિવૃત્ત થઈ સુંદર વસ્ત્રાભૂષણ પહેરીને એ ગણિકાના ઘરની તરફ ચાલવા લાગ્યો. એક દેવીએ અનુકંપાવશ એ યુવકને એ ઘોર અનાચારથી બચાવવા માટે સવત્સા ગાયનું રૂપ ધારણ કર્યું અને માર્ગમાં વચ્ચોવચ બેસી ગઈ. માર્ગમાં એ યુવકનો એક પગ માર્ગમાં પડેલા માનવમળથી લિપ્ત થઈ ગયો. એ વ્યક્તિએ મળથી ખરડાયેલો પોતાનો પગ પેલા વાછરડાની પીઠ પર લૂછી નાખ્યો. મનુષ્યની ભાષામાં બોલતાં એ વાછરડાએ પોતાની માતાને પૂછ્યું: “મા! તે એવો કેવો પુરુષ છે, જે વિણ(મળ)થી ખરડાયેલો પોતાનો પગ મારા શરીરથી લૂછી રહ્યો છે?” ગાયે પણ મનુષ્યની વાણીમાં ઉત્તર આપ્યો : “વત્સ ! આ નિકૃષ્ટ નરાધમ ઉપર ક્રોધ ન કરીશ. આ અભાગિયો તો પોતાની માતાની સાથે સંભોગ કરવા જઈ રહ્યો છે. આ પ્રકારનું દુષ્કૃત્ય કરવાવાળો માનવ જો તારા શરીર પર પોતાના વિષ્ટા-લિપ્ત પગ લૂછે તો એ કંઈ આશ્ચર્યની વાત નથી.” આમ કહી ગાય પોતાના વાછરડાની સાથે અંતર્ધાન(અદેશ્ય) થઈ ગઈ. પશુઓના મોઢે અશ્રુતપૂર્વ માનવભાષા સાંભળી ગોપયુવકને આશ્ચર્યની સાથે-સાથે એમની વાતની પ્રામાણિકતા ઉપર પણ વિશ્વાસ થયો. એણે વિચાર કર્યો કે - ડાકુ લોકોએ એની માતાનું અપહરણ કર્યું હતું. સંભવ છે કે તે ગણિકા બની ગઈ હોય.” ક્ષણભરના ઊહાપોહ પછી એણે નિશ્ચય કર્યો કે - “તે એ ગણિકાની પાસે જઈ વાસ્તવિકતાની તપાસ અવશ્ય કરશે.' - પોતાના નિશ્ચય અનુસાર ગોપયુવક એ ગણિકાના ઘરે પહોંચ્યો. ચતુર ગણિકાએ એ યુવકની સમક્ષ સ્વાદિષ્ટ ખાન-પાન પ્રસ્તુત કરી નૃત્ય-સંગીત આદિથી એનું મનોરંજન કરવાનો ઉપક્રમ કર્યો. યુવાગોરે કહ્યું : “આ બધું રહેવા દો. બધાથી પહેલા તમે મને એ કહો કે તમે કોણ છો અને ક્યાંના રહેવાસી છો?” | ગણિકાએ ઉત્તર આપ્યો : “તરુણ ! તેં મારા જે ગુણો પર મુગ્ધ થઈ શુલ્કના રૂપમાં વિપુલ ધન આપ્યું છે, એના સંબંધમાં તું તારા મતલબની વાત કર. મારા પરિચયમાં તારું કર્યું પ્રયોજન છે?” જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) D 99999999999 ૧૧૫] Page #125 -------------------------------------------------------------------------- ________________ યુવકે કહ્યું : “તું વિશ્વાસ કર, વાસ્તવમાં મને તારા પરિચયથી જ પ્રયોજન છે, અન્ય વાતોથી નહિ, કૃપા કરી છુપાવ્યા વગર પોતાનો સર્વ ઇતિવૃત્ત સાચો-સાચો સંભળાવી દે.” યુવકની વાત સાંભળી ગણિકા થોડીક ક્ષણો માટે વિચાર-સાગરમાં ડૂબી ગઈ, પછી તેણીએ પોતાના શ્વસુરપક્ષ અને પિતૃપક્ષના મુખ્યમુખ્ય સ્વજનોના નામોલ્લેખપૂર્વક ડાકુઓ દ્વારા પોતાના અપહરણ તથા ગણિકા દ્વારા ખરીદવામાં આવવું આદિ બધી ઘટનાઓનો પૂર્ણ પરિચય આપી દીધો. યુવાગોપ લજ્જાથી ગણિકાનાં ચરણોમાં પડીને કહેવા લાગ્યો : “મા ! હું જ તારો એ અભાગિયો પુત્ર છું, જેનાથી અલગ કરી તને ડાકુઓ ઉઠાવી ગયાં હતાં. દેવ-કૃપાથી આજે આપણે બંને માતા અને પુત્ર ઘોર અનાચારથી બચી ગયાં છીએ.” ત્યાર બાદ ગોપકુમાર વૃદ્ધ ગણિકાને એના કહ્યા પ્રમાણે મૂલ્ય ચૂકવીને પોતાની માતાને પોતાની સાથે ગોકુળમાં લઈ ગયો. ઉપર્યુક્ત દૃષ્ટાંત સંભળાવ્યાં પછી જમ્બકુમા૨ે પ્રભવને પૂછ્યું : “પ્રભવ ! જો દેવતા દ્વારા એ ગોપયુવકને પ્રતિબોધ આપવામાં ન આવત, તો એ દશામાં એ યુવાગોપના ધનનો ઉપયોગ કેવો થતો ?’ પ્રભવે કહ્યું : “અત્યંત ગર્હણીય અને નિતાંત નિંદનીય,’’ જમ્મૂકુમારે વધુ એક પ્રશ્ન કર્યો : “પ્રભવ ! માતા-પુત્રનો સંબંધ જ્ઞાત થઈ જવા પર એ યુવક ગણિકા બનેલી પોતાની માતાની સાથે ક્યારેક વિષયોપભોગની અભિલાષા કરી શકે છે ?” ,, પ્રભવે તત્કાળ જવાબ આપ્યો : “ક્યારેય નહિ, સ્વપ્નમાં પણ નહિ.’ જમ્મૂકુમારે કહ્યું : “પ્રતિબોધ પામેલી પ્રબુદ્ધચેત્તા વ્યક્તિ તો દરેક પ્રકારના અનાચારોથી બચી શકે છે, નહિ કે અજ્ઞાન નિદ્રાથી વિમૂઢ બનેલી વ્યક્તિ. વસ્તુતઃ જ્ઞાન દ્વારા જ બધાં પ્રકારનાં દુઃખો તથા દુષ્કૃત્યોથી પરિત્રાણ થઈ બચી શકાય છે.’’ આ વખતે પ્રભવે જમ્મૂકુમારને શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરી અનુનયપૂર્ણ સ્વરમાં કહ્યું : “સ્વામિન્ ! તમે લોકધર્મ અનુરૂપ બધાં કર્તવ્યોનું નિર્વહન કરીને પુત્ર ઉત્પન્ન કરો. પુત્ર ઉત્પન્ન કરવાથી પિતૃગણ પરમ ઊઊઊ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૧૧૬ ૭૩ Page #126 -------------------------------------------------------------------------- ________________ પ્રસન્ન થાય છે, કારણ કે પુત્ર દ્વારા કરવામાં આવેલ તર્પણના માધ્યમથી એમનો મહાન ઉપકાર થાય છે. વિચક્ષણ પુરુષોનું એવું કથન લોક-વિદ્યુત છે કે પિતૃઋણથી ઉન્મુક્ત (પુત્ર ઉત્પન્ન કરવાવાળી) વ્યક્તિ મૃત્યુ પછી સ્વર્ગમાં નિવાસ કરે છે. લોકોક્તિ પ્રસિદ્ધ છે કે અપુત્રની ગતિ નથી થતી, એને સ્વર્ગની પ્રાપ્તિ નથી થતી.” જબૂકુમારે પ્રભવની યુક્તિનો ઉત્તર આપતા કહ્યું : “પ્રભવ ! તે પિતૃઋણથી ઉન્મુક્ત વ્યક્તિ સંબંધમાં સ્વર્ગપ્રાપ્તિની જે વાત કહી છે, તે સાચી નથી. મૃત્યુ પછી અન્ય ભવમાં ઉત્પન્ન પિતાનો ઉપકાર કરવાની બુદ્ધિથી કરવામાં આવેલ કાર્ય દ્વારા પુત્ર ક્યારેક-ક્યારેક મોટો અપકાર પણ કરી નાખે છે, જ્યારે કે બીજા ભવમાં ગયેલા પિતાને પુત્રની તરફથી વાસ્તવમાં કોઈ પણ પ્રકારની શાંતિ નથી મળતી, કારણ કે બધાં પ્રાણીઓને સ્વયં દ્વારા કરવામાં આવેલાં શુભાશુભ કર્મોનું જ સુખ અને દુઃખરૂપ ફળ પ્રાપ્ત થાય છે, નહિ કે કોઈ બીજા દ્વારા કરવામાં આવેલ કર્મનું. પિતાના મૃત્યુ પછી પુત્ર દ્વારા એની તૃપ્તિ અથવા શાંતિ માટે કરવામાં આવેલ કાર્યથી મૃતપ્રાણીને તૃપ્તિ અથવા શાંતિ તો કોઈ પણ દશામાં નથી મળી શકતી. પ્રત્યક્ષ દેખાય છે કે એક ગ્રામાન્તરમાં રહેલા એક મિત્રની પણ શ્રાદ્ધમાં બ્રાહ્મણોને ખવડાયેલા ભોજનથી તૃપ્તિ નથી થતી, તો પછી લોકાત્તરમાં સ્થિત જીવની આ પ્રકારના તર્પણથી તૃપ્તિ કેવી રીતે થઈ શકે છે ? જળ આદિ તર્પણથી તૃપ્તિના વિપરીત ક્યારેક કીડા અથવા કીડી જેવાં નાનાં-નાનાં જંતુઓના રૂપમાં ઉત્પન્ન થયેલા પિતાને પુત્ર દ્વારા એમના તર્પણહેતુ છાંટવામાં આવેલા જળથી મૃત્યુ આદિનું કષ્ટ અવશ્ય થઈ શકે છે. લોકધર્મની અસંગતિ સંબંધમાં હું તને એક દષ્ટાંત સંભળાવું છું. (મહેશ્વરદત્તનું આખ્યાન) કોઈ એક સમયે તામ્રલિપ્તિ નામક નગરમાં મહેશ્વરદત્તા નામક એક સાર્થવાહ (વણિક) રહેતો હતો. એના પિતા સમુદ્રદત્ત અત્યંત છળકપટ અને લોભવૃત્તિના કારણે મૃત્યુ પામીને એ જ નગરમાં મહિષ (પાડો)ની યોનિમાં ઉત્પન્ન થયો અને મહેશ્વરદત્તની માતા પણ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 9969696969696969999 ૧૧૦ | Page #127 -------------------------------------------------------------------------- ________________ પતિવિયોગના શોકથી સંતપ્ત થઈ ચિંતાવસ્થામાં મૃત્યુ પામીને એ જ નગરમાં કૂતરીના રૂપમાં ઉત્પન્ન થઈ. મહેશ્વરદત્તની યુવાપત્ની ગાંગિલા પોતાના ઘરમાં કોઈ વૃદ્ધાનો અંકુશ ન રહેવાના કારણે સ્વેચ્છાચારિણી બની ગઈ. એક દિવસે એણે એક સુંદર યુવક પર આસક્ત થઈ એને રાત્રિના સમયે પોતાના ઘરે આવવાનો સંકેત (ઇશારો) કર્યો. સંધ્યાકાળ પછી ગાંગિલા દ્વાર ઉપર ઊભી રહીને પોતાના પ્રેમીની પ્રતીક્ષા કરવા લાગી. થોડી જ વારની પ્રતીક્ષા પછી સુંદર વસ્ત્રાભૂષણોથી અલંકૃત અને શસ્ત્ર ધારણ કરેલો તે જારપુરુષ પોતાની પ્રતીક્ષામાં ઊભેલી ગાંગિલાની પાસે પહોંચ્યો. સંયોગવશ એ જ સમયે મહેશ્વરદત્ત પણ એ બંને પ્રેમી અને પ્રેમિકાના મિલનસ્થળે જઈ પહોંચ્યો. જારપુરુષે પોતાના પ્રાણ સંકટમાં જોઈ મહેશ્વરદત્તને મારી નાખવાના ઉદ્દેશ્યથી એના ઉપર તલવારનો ઘાતક વાર કર્યો. પણ મહેશ્વરદત્ત પટુતાપૂર્વક પોતાની જાતને એ પ્રહારથી બચાવતા-બચાવતા એ જારપુરુષને પોતાની તલવારના પ્રહારથી આહત કરી દીધો. ઘાતક પ્રહારના કારણે એ જારપુરુષ થોડાં પગલાં ચાલીને લથડિયાં ખાતો - ખાતો પૃથ્વી ઉપર પડ્યો. જારપુરુષે પોતાના દુષ્ટકૃત્ય માટે પશ્ચાત્તાપ કરતા વિચાર કર્યો કે - “મારા જેવા અભાગિયાને મારા દુરાચારનું ફળ તત્કાળ મળી ગયું.” સરળ ભાવથી આત્માલોચના કરતા-કરતા એનું મૃત્યુ થઈ ગયું અને તે ગાંગિલાના ગર્ભમાં આવ્યો. ગાંગિલાએ સમય જતા એને પુત્રરૂપમાં જન્મ આપ્યો. આ પ્રકારે મહેશ્વરદત્તનો શત્રુ એ જારપુરુષ મહેશ્વરદત્તનો લાડકો પુત્ર બની ગયો. મહેશ્વરદત્ત એને પોતાના પ્રાણોથી પણ અધિક પ્રેમ કરવા લાગ્યો. કાલાન્તરમાં મહેશ્વરદત્તે પોતાના પિતાનું શ્રાદ્ધ કરવાનો વિચાર કર્યો અને કુળ પરંપરાનુસાર એણે એક પાડો ખરીદ્યો. સંયોગની વાત એ હતી કે એના પિતા મરીને જે પાડાના રૂપમાં ઉત્પન્ન થયેલા હતા, તે જ પાડો એણે ખરીદ્યો. એણે એ પાડાને મારીને એના માંસથી તૈયાર કરવામાં આવેલી ભોજન સામગ્રીથી પોતાના પિતાના શ્રાદ્ધમાં આમંત્રિત લોકોને ભોજન ખવડાવ્યું. શ્રાદ્ધ પછી બીજા દિવસે મહેશ્વરદત્ત મદ્યપાન સાથે એ પાડાના માંસને ઘણી રુચિપૂર્વક ખાવા લાગ્યો. તે પોતાના ખોળામાં બેઠેલા એ જારના જીવ-પોતાના પુત્રને મહિષ-માંસના ટુકડા ખવડાવી રહ્યો હતો અને પાસે જ કૂતરીના ૧૧૮ 933396969696969696જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) Page #128 -------------------------------------------------------------------------- ________________ રૂપમાં બેઠેલી પોતાની માતાને લાકડી વડે મારી રહ્યો હતો. એ જ સમયે એક મુનિ ભિક્ષાર્થે ભ્રમણ કરતા-કરતા મહેશ્વરદત્તના ઘરે આવ્યા. મુનિએ મહેશ્વરદત્તને અતિપ્રસન્ન મુદ્રામાં મહિષ-માંસ ખાતા, પુત્રને લાડ કરતા અને કૂતરીને મારતા જોયો. મુનિ પોતાના અવધિજ્ઞાનથી વસ્તુસ્થિતિને જાણીને મનોમન વિચાર કરવા લાગ્યા - “અહો ! અજ્ઞાનની કેવી વિડંબના છે ! અજ્ઞાનના કારણે આ માનવે પોતાના શત્રુને તો ખોળામાં રાખ્યો છે, માતાને મારી રહ્યો છે અને પોતાના પિતાના શ્રાદ્ધમાં પોતાના પિતાના જીવને જ મારીને સ્વયં ખાય છે અને અન્ય લોકોને પણ ખવડાવે છે.' તે “અહો અકાય' કહીને ઘરના બારણેથી જ પાછા ફર્યા. મહેશ્વરદત્તે પોતાના મનમાં વિચાર કર્યો કે - “મુનિ કંઈ પણ લીધા વગર જ “અહો અકાર્ય' કહીને ઘરના દ્વારેથી જ પાછા ફરી રહ્યા છે, શું કારણ હશે? મુનિને એનું કારણ પૂછવું જોઈએ.” એવું વિચારી એ મુનિને શોધતો-શોધતો એ સ્થાને પહોંચ્યો, જ્યાં તે રોકાયા હતા. મહેશ્વરદત્તે મુનિને પ્રણામ કરી એમને પોતાના ઘરેથી ભિક્ષા લીધા વગર જ “અહો અકાર્ય કરી પરત આવવાનું કારણ પૂછ્યું. - સાધુએ ઉત્તર આપ્યો : “ભવ્ય ! માંસભોજીઓના ઘરેથી અને જ્યાં મર્યાદાનો વિચાર ન હોય ત્યાંથી ભિક્ષા ગ્રહણ કરવી અમારા શ્રમણો માટે કલ્પનીય નથી. માંસભક્ષણ નિતાંત હિંસાપૂર્ણ અને જુગુપ્સનીય છે, અતઃ માંસભોજી કુળોની અમે ભિક્ષાગ્રહણ નથી કરતા. પછી તારે ત્યાં તો.” પોતાના અંતિમ વાક્યને અપૂર્ણ છોડીને જ મુનિ મૌનસ્થ થઈ ગયા. મહેશ્વરદત્તે મુનિનાં ચરણોમાં પોતાનું મસ્તક રાખીને ઘણા અનુનય-વિનયની સાથે વાસ્તવિક તથ્ય બતાવવાની પ્રાર્થના કરી. એથી મુનિએ પોતાના અવધિજ્ઞાન દ્વારા જાણેલો મહેશ્વરદત્તના પિતા, માતા, જારપુરુષ, મહિષ, કૂતરી અને પુત્રનો બધો વૃત્તાંત સંભળાવી દીધો. - મહેશ્વરદત્તે કહ્યું: ભગવન્! તમે જે કંઈ પણ કહ્યું, તે સત્ય છે, પણ આ તથ્યોની પુષ્ટિમાં તમે કોઈ પ્રમાણ (સાબિતી) પ્રસ્તુત કરી શકો છો ?” મુનિએ કહ્યું : “કૂતરીને તું તારા ભંડારકક્ષમાં લઈ જા, એને ત્યાં જાતિસ્મરણ જ્ઞાન થઈ જશે અને તે પોતાના પંજા વડે આંગણું ખોદીને રત્નોથી ભરેલો કળશ બતાવશે.” જિન ધર્મનો મોલિક ઇતિહાસ (ભાગ-૨) 23999999999 ૧૧૯ ] Page #129 -------------------------------------------------------------------------- ________________ મુનિના કથન અનુસાર મહેશ્વરદત્ત કૂતરીને પોતાના ઘરના ભંડાર-કક્ષમાં લઈ ગયો. ત્યાં જતા જ એને પૂર્વજન્મનું સ્મરણ થઈ ગયું અને એણે પોતાના પંજા વડે કક્ષનું આંગણું ખોદીને રત્નોથી ભરેલો ચરુ બતાવી દીધો. મુનિ દ્વારા અતિ નિગૂઢ રહસ્યના પ્રમાણ પુરસ્સર અનાવરણ થઈ જવાથી મહેશ્વરદત્તને સંસારથી વિરક્તિ થઈ ગઈ. એણે એ જ અવધિજ્ઞાની મુનિની પાસે શ્રમણધર્મની દીક્ષા ગ્રહણ કરી પોતાનો ઉદ્ધાર કર્યો. દષ્ટાંતના નિષ્કર્ષને સમજાવતા જકુમારે કહ્યું પ્રભવ! લોકાચારની તો વસ્તુતઃ આ પ્રકારની સ્થિતિ છે. અજ્ઞાનથી આવૃત્ત મનવાળા પ્રાણી જ એને પ્રમાણભૂત માનીને અકરણીય કાર્યોમાં પ્રવૃત્તિ અને કરવાયોગ્ય કાર્યોમાં નિવૃત્તિ રાખે છે. પરંતુ જેમના હૃદયમાં જ્ઞાનનો વિમલ પ્રકાશ થઈ ચૂક્યો હોય, તે લોકો ક્યારેય એવાં કાર્યોમાં પ્રવૃત્ત નથી થતા. આ સંસાર દુઃખોથી ઓતપ્રોત છે, આ વાતને જે પ્રાણી અનુભવે છે, એણે એવું કરવું જોઈએ કે તે સંસારના સમસ્ત પ્રપંચોનો પરિત્યાગ કરી મોક્ષપ્રાપ્તિ માટે પોતાની પૂરી શક્તિ લગાવીને નિરંતર પ્રયત્ન કરતો રહે.” સુખના વાસ્તવિક સ્વરૂપને સમજવાની જિજ્ઞાસા લઈને પ્રભવે જબૂકમારને અંતિમ પ્રશ્ન કર્યો : “સ્વામિન્ ! વિષયસુખમાં અને મુકિતસુખમાં કયું અંતર છે?” જબૂકુમારે ઉત્તર આપ્યો: પ્રભવ! મુક્તિનું સુખ અનિર્વચનીય અને નિરૂપમ છે. એમાં ક્ષણમાત્ર માટે પણ ક્યારેય કોઈ બાધા નથી આવતી, એટલા માટે તે અવ્યાબાધ છે, એનો કોઈ અંત નથી, એની ક્યારેય કશે પરિસમાપ્તિ નથી, અતઃ તે અનંત છે અને દેવતાઓના સુખથી પણ તે અનંતગણું અધિક છે. એનું વર્ણન નથી કરી શકાતું, એટલે તે અનિર્વચનીય છે. વિષયજન્ય તથાકથિત સુખ વસ્તુતઃ સુખ નથી, તે તો સુખની કલ્પના અને વિડંબના માત્ર છે. અશન, પાન, વિલેપન આદિનો ઉપભોગ કરતી વખતે સુખની કલ્પના કરતો માનવ વસ્તુતઃ દુઃખોને જ નિમંત્રણ આપે છે. અનુભવીઓએ સાચું જ કહ્યું છે કે - “ભોગમાં રોગનો ભય છે. એવું કહીને જખૂકુમારે દુઃખમાં સુખની કલ્પના કરવાના વિષયમાં એક વણિકનું દૃષ્ટાંત સંભળાવ્યું. ૧૨૦ 969696969696969699) જેન ધર્મનો મલિક ઇતિહાસ ઃ (ભાગ-૨) Page #130 -------------------------------------------------------------------------- ________________ ( વણિકનું દષ્ટાંત) “એક વખત એક વ્યાપારી માલનાં કેટલાંયે ગાડાં ભરીને સાર્થ સંઘની સાથે દેશાંતરે જતો હતો, ત્યારે એક વિકટ અટવી(જંગલ)માં પહોંચ્યો. એ વ્યાપારીએ માર્ગમાં લેણ-દેણની સુવિધાની દૃષ્ટિથી એક ખચ્ચર ઉપર ખરીજ (પરચૂરણ)થી ભરેલો એક કોથળો લાદેલો હતો. જંગલમાં પહોંચતાં-પહોંચતાં સિક્કાઓથી ભરેલો એ કોથળો કોઈક કારણસર ફાટી ગયો, પરિણામ સ્વરૂપે ઘણા બધા સિક્કા માર્ગમાં જ વિખેરાઈ ગયા. જાણ થતાં એ વ્યાપારીએ પોતાનાં બધાં ગાડાંઓને રોકી દીધા અને રસ્તામાં વિખેરાયેલા સિક્કાઓને પોતાના માણસોની સહાયથી વીણવા લાગ્યો. સાર્થ (સંઘ)ના રક્ષકોએ એ વ્યાપારીને કહ્યું : શા માટે કોડીઓના બદલામાં કરોડોની સંપત્તિને જોખમમાં નાખી રહ્યા છો? અહીં આ ભયાનક વનમાં ચોરોનો ઘણો આતંક છે, અતઃ ગાડાંઓને શીઘ્રતાપૂર્વક આગળ વધવા દો.” રક્ષકોની યોગ્ય સલાહને અસ્વીકારતા તે વ્યાપારીએ કહ્યું : “ભવિષ્યનો લાભ સંદિગ્ધ છે, એવામાં જે પાસે છે, એને છોડવું બુદ્ધિમાની નથી.” એવું કહી તે સિક્કાઓને વણવામાં જોતરાઈ ગયો. સાર્થના અન્ય લોકો અને સાર્થના રક્ષક એ વ્યાપારી અને એના માલથી ભરેલાં ગાડાંઓને ત્યાં છોડીને આગળ વધી ગયા. વ્યાપારી રસ્તામાં વેરાયેલા સિક્કાઓને વીણતો રહ્યો. એ વ્યાપારીની સાથે રક્ષકોને ન જોતાં ચોરોની એક ટુકડીએ એના ઉપર આક્રમણ કર્યું અને તે વ્યાપારીનો બધો માલ લૂંટીને લઈ ગયા. જબૂકુમારે કહ્યું: “જે મનુષ્ય વિષયોના તુચ્છ અને નામમાત્રનાં તથાકથિત સુખોમાં આસક્ત થઈ ભાવિ મોક્ષસુખની પ્રાપ્તિનો પ્રયાસ છોડી દે છે, તે સંસારમાં અનંતકાળ સુધી ભ્રમણ કરતા રહીને એ પ્રમાણે શોક અને દુઃખથી ગ્રસ્ત રહે છે, જેમ કોડીઓના લોભમાં કરોડોની સંપત્તિ ખોઈ બેઠેલો એ વેપારી.” (પ્રભવનું આત્મચિંતન) જબૂકુમાર દ્વારા કહેવામાં આવેલી હિત-મિત, તથ્યમય, યુક્તિ અને વિરતિપૂર્ણ ઉપર્યુક્ત વાતોને સાંભળ્યા પછી પ્રભવના અંતર્થક્ષ કંઈક ઉન્મીલિત થયાં, એના હૃદયમાં એક પ્રકારની હલચલ પ્રારંભ થયો. જિન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 26969696969696969696969 ૧૨૧] Page #131 -------------------------------------------------------------------------- ________________ એના અંતર્મનમાં વિચારોનો ફુવારો ફૂટી નીકળ્યો. એણે વિચાર્યું - આ અતિશય કાંત, પરમ સુકુમાર, સુધાંશુથી પણ સૌમ્ય, સર્વાંગસુંદર અને મનમોહક અનુપમ સ્વરૂપ, કુબેરોપમ અપરિમિત વૈભવ, સુરબાળાઓ સમાન અનિંદ્ય સૌંદર્ય અને સર્વગુણસંપન્ન આઠ પત્નીઓ, ભવ્ય-ભવન અને સહજસુલભ પ્રચુર ભોગ-સામગ્રી - આ બધાંનો તૃણવત્ પરિત્યાગ કરી એક તરફ જમ્મુ-કુમાર મુક્તિપથના પથિક બની રહ્યા છે, એનાથી વિપરીત બીજી તરફ હું મારા ૫૦૦ સાથીઓની સાથે બીજા દ્વારા કઠોર પરિશ્રમથી ઉપાર્જિત સંપત્તિ લૂંટવાનું જઘન્ય દુષ્કૃત્યમાં રાત-દિવસ નિરત છું. મેં અગણિત લોકોને, એમના જીવનને દુઃખમય બનાવી નાખ્યાં છે. હાય ! મેં લૂંટમાર અને ચોરીના અનૈતિક, અસામાજિક અને ધૃણાસ્પદ કાર્યને અપનાવીને ઘોરાતિઘોર, પાપ પુંજોનું ઉપાર્જન કરી લીધું છે. નિશ્ચિત રૂપથી મારું ભવિષ્ય ઘણું જ ભીષણ, દુઃખદાયી અને અંધકારપૂર્ણ છે.” પોતાનાં કુકર્મોનું ફળ કેટલું દારુણ અને ભયાવહ હશે ?' એ વિચાર આવતાં જ પ્રભવ ધ્રૂજી ઊઠ્યો. એણે તત્કાળ દઢ નિશ્ચય કર્યો કે - બધા પ્રકારનાં પાપપૂર્ણ કાર્યોનો પરિત્યાગ કરીને અને સમસ્ત વિષયોપભોગોથી વિરક્ત થઈ પોતાના બગડવા જઈ રહેલા ભવિષ્યને સુધારવામાં અને આત્મકલ્યાણમાં જોડાઈ જશે.' મનોમન એવો નિશ્ચય કરી પ્રભવે પોતાનું મસ્તક જખૂકુમારનાં ચરણોમાં રાખીને હાથ જોડી કહ્યું : “સ્વામિન્ ! તમે મારા ગુરુ છો અને હું આપનો શિષ્ય. તમે મને મોક્ષનો માર્ગ દેખાડી દીધો છે. મેં એવો દેઢ નિશ્ચય કરી લીધો છે કે - “હું હવે તમારી સાથે જ પ્રવ્રજિત થઈને જીવનપર્યત તમારી સેવા કરીશ. તમે મારો શિષ્ય રૂપમાં સ્વીકાર કરો.” જબૂકુમારે સ્વીકૃતિ-સૂચક સ્વરમાં કહ્યું : “સારું.” બૂકુમાર દ્વારા સ્વીકૃતિ-સૂચક શબ્દના ઉચ્ચારણની સાથે જ પ્રભવના ૫૦૦ ચંભિત સાથી સ્થંભનથી વિમુક્ત થઈ ગયા. પ્રભવે પોતાના બધા સાથીઓને આદેશ આપીને સમસ્ત સંપત્તિને યથાસ્થાને મૂકી દીધી અને તેણે જણૂકુમાર માસે અનુમતિ લઈને દીક્ષાર્થે પોતાના પિતાની આજ્ઞા લેવા માટે તત્કાળ પોતાના સાથીઓ સહિત જયપુર નગરની તરફ પ્રસ્થાન કર્યું. ૧૨૨ 696969696969696969696969ી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #132 -------------------------------------------------------------------------- ________________ પ્રભવની દીક્ષા અને સાધના ઘરે પહોંચીને પ્રભવકુમારે પોતાનાં કુટુંબીઓ પાસે આજ્ઞા મેળવી અને બીજા જ દિવસે પોતાના ૫૦૦ સાથીઓની સાથે સુધર્મા સ્વામીની સેવામાં ઉપસ્થિત થઈ આર્ય જમ્મૂ પછી એમના ૨૬ આત્મીયજનો અને પોતાના ૫૦૦ સાથીઓની સાથે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી લીધી. આ પ્રમાણે ડાકુઓ અને લૂંટારાઓના અગ્રણી પ્રભવ, સાધકોના અગ્રણી પ્રભવ સ્વામી બની ગયા. કેટલાક ગ્રંથકાર જમ્મૂ પછી કાલાન્તરમાં પ્રભવનું દીક્ષિત થવું માને છે, પણ આ સંબંધમાં કોઈ નક્કર પ્રમાણ (પુરાવો) ઉપલબ્ધ નથી મળતો. દીક્ષાગ્રહણના સમયે આર્ય પ્રભવની અવસ્થા ૩૦ વર્ષની હતી. આર્ય પ્રભવ વિવાહિત હતા કે અવિવાહિત, એના વિષયમાં ક્યાંયે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ ઉપલબ્ધ નથી થતો. દીક્ષાગ્રહણ પછી આર્ય પ્રભવે વિનયપૂર્વક આર્ય સુધર્મા સ્વામી અને આર્ય જમ્મૂ સ્વામી પાસે ૧૧ અંગો અને ૧૪ પૂર્વોનું સમ્યક્ રૂપથી અધ્યયન કર્યું અને અનેક પ્રકારની કઠોર તપસ્યાઓ કરીને તપસ્યાની પ્રચંડ અગ્નિમાં પોતાના કર્મસમૂહને ઇંધણની જેમ સળગાવવા લાગ્યા. દીક્ષિત થયા પછી આર્ય સુધર્મા સ્વામીની સેવામાં રહીને સાધકના રૂપમાં શ્રમણ ધર્મનું પાલન કર્યું ત્યારબાદ વિ. નિ. સંવત ૬૪માં આર્ય જમ્મૂ સ્વામીએ એમને આચાર્યપદ પ્રદાન કર્યું. પોતાના આત્માના ઉદ્ધારની સાથે પ્રભવ સ્વામીએ યુગપ્રધાન આચાર્યના રૂપમાં ભ. મહાવીરના શાસનની ઘણી નિષ્ઠાપૂર્વક મહત્ત્વપૂર્વક સેવા કરી. ઉત્તરાધિકારી માટે ચિંતન એક વખત રાત્રિના સમયે આચાર્ય પ્રભવ સ્વામી યોગસમાધિ લગાવીને ધ્યાનમગ્ન હતા, શેષ બધા સાધુ નિદ્રામાં સૂઈ રહ્યા હતા. અર્ધરાત્રિ પછી ધ્યાનની પરિસમાપ્તિએ એમના મનમાં વિચાર આવ્યો કે - ‘એમના પછી ભ. મહાવીરના સુવિશાળ ધર્મસંઘના સમ્યફ્રૂપેણ સંચાલન કરવાવાળો પટ્ટધર બનવા કોણ યોગ્ય છે ?' એમણે શ્રમણસંઘના પોતાના બધા સાધુઓની તરફ ધ્યાન આપ્યું, પણ એમનામાંથી એક પણ સાધુ એમને પોતાની અભિલાષાને અનુકૂળ ન લાગ્યો. ત્યાર બાદ એમણે પોતાના સાધુસંઘથી ધ્યાન હટાવીને જ્યારે બીજી કોઈ યોગ્ય વ્યક્તિને શોધવા માટે શ્રુતજ્ઞાનનો ઉપયોગ કર્યો, તો એમણે પોતાના જ્ઞાનબળે જોયું કે - ‘રાજગૃહ નગરમાં વત્સ-ગોત્રીય બ્રાહ્મણ સમ્બંભવ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૩ ૩૭૭૭ ૧૨૩ Page #133 -------------------------------------------------------------------------- ________________ - ભટ્ટ છે, જે એ દિવસોમાં યજ્ઞાનુષ્ઠાનમાં નિરત છે, તે ભ. મહાવીરના ધર્મસંઘના સંચાલનના ભારને વહન કરવામાં પૂર્ણરૂપે સમર્થ થઈ શકે છે.” બીજા જ દિવસે ગણનાયક પ્રભવ સ્વામી પોતાના સાધુઓની સાથે વિહાર કરતા-કરતા રાજગૃહ નગરમાં પધાર્યા. ત્યાં પહોંચીને તેમણે પોતાના બે સાધુઓને આદેશ આપ્યો : “શ્રમણો ! તમે બંને સઠંભવ બ્રાહ્મણના યજ્ઞમાં ભિક્ષાર્થે જાઓ. ત્યાં જ્યારે બ્રાહ્મણો તમને ભિક્ષા આપવાની ના પાડે તો તમે ઉચ્ચ સ્વરથી નિમ્ન શ્લોક એ લોકોને સંભળાવી પુનઃ અહીં પરત આવજો.” “અહો કષ્ટમહો કષ્ટ, તત્ત્વ વિજ્ઞાયતે નહિ. - અર્થાત્ અહો ! મહાન દુઃખની વાત છે, ઘણા શોકનો વિષય કે ખરા તત્ત્વ(પરમાર્થ)ને સમજવામાં નથી આવી રહ્યો.' આ પ્રકારે આચાર્યના સંકેતાનુસાર તત્કાળ બે સાધુ ભિક્ષાર્થે રાજગૃહ નગરની તરફ પ્રસ્થિત થયા અને સäભવ ભટ્ટના વિશાળ યજ્ઞમંડપમાં પહોંચીને ભિક્ષા માટે ઊભા રહ્યા. ત્યાં યજ્ઞમાં ભાગ લેવા માટે ઉપસ્થિત વિદ્વાન બ્રાહ્મણોએ એ બંને સાધુઓને યજ્ઞાન્નની ભિક્ષા આપવાનો નિષેધ કર્યો. તેથી પ્રભવ સ્વામીની આજ્ઞાનુસાર મુનિ-યુગલે ઉચ્ચ સ્વર(મોટા સાદ)માં ઉપર લિખિત શ્લોકનું ઉચ્ચારણ કર્યું અને તેઓ પોતાના સ્થાનની દિશામાં પાછા ફર્યા. મુનિ-યુગલ દ્વારા ઉચ્ચારણ કરાયેલા ઉપરોક્ત શ્લોકને જ્યારે યજ્ઞાનુષ્ઠાનમાં નિરત, પાસે જ બેઠેલા સäભવ ભટ્ટ સાંભળ્યો તો તે એના ઉપર વાદ-વિવાદ કરવા લાગ્યો. તે એ વાત સારી રીતે જાણતો હતો કે જૈન શ્રમણ કોઈ પણ દશામાં અસત્ય-ભાષણ નથી કરતા. અતઃ એના મનમાં વાસ્તવિક તત્ત્વજ્ઞાન સંબંધમાં અનેક પ્રકારની શંકાઓ ઊઠવા લાગી. સäભવના અંતર્મનમાં ઊઠેલા અનેક પ્રકારના સંશયોના તોફાને જયારે એને ખરાબ રીતે ઝંઝોડવાનો પ્રારંભ કર્યો, તો એણે યજ્ઞનું અનુષ્ઠાન કરવાવાળા પોતાના ઉપાધ્યાયને પ્રશ્ન કર્યો : “પુરોહિત પ્રવર ! વાસ્તવમાં તત્ત્વનું ખરું રૂપ શું છે?” ઉપાધ્યાયે પોતાના કુપિત યજમાનને સામે જોઈને વિચાર કર્યો અને કહ્યું : “અહંતુ ભગવાન દ્વારા પ્રરૂપિત ધર્મ જ વાસ્તવિક તત્ત્વ | ૧૨૪ [969696969696969696969છે જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #134 -------------------------------------------------------------------------- ________________ અને સાચો ધર્મ છે. એનો સાચો ઉપદેશ અહીં વિરાજિત આચાર્ય પ્રભાવ પાસેથી તારે પ્રાપ્ત કરવો જોઈએ.” ઉપાધ્યાયના મોઢે સાચી વાત સાંભળી સäભવ ઘણો પ્રસન્ન થયો. એણે સમસ્ત યજ્ઞોપકરણ અને યજ્ઞને માટે એકત્રિત કરેલી બધી જ સામગ્રી ઉપાધ્યાયને પ્રદાન કરી દીધી અને સ્વયં ખોજ કરતાકરતા આચાર્ય પ્રભવની સેવામાં જઈ પહોંચ્યો. સäભવ ભટ્ટ આચાર્ય પ્રભવનાં ચરણોમાં પ્રણામ કરીને એમની પાસે મોક્ષદાયક ધર્મનો ઉપદેશ આપવાની પ્રાર્થના કરી. આચાર્ય પ્રભવે સમ્યકત્વ સહિત અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ રૂપ ધર્મનો મહિમા સમજાવતા સäભવને કહ્યું કે - “વસ્તુતઃ આ જ વાસ્તવિક તત્ત્વ, સાચું જ્ઞાન અને સાચો ધર્મ છે. આ વીતરાગમાર્ગની સાધના કરનારો જન્મ, જરા, મરણનાં બંધનોથી હર-હંમેશને માટે છુટકારો મેળવી અક્ષયસુખની પ્રાપ્તિ કરી લેવામાં સફળ થાય છે.” - આચાર્ય પ્રભવના મુખે શુદ્ધમાર્ગનો ઉપદેશ સાંભળી સäભવે ભટ્ટ તત્કાળ જ પ્રભાવ સ્વામીની પાસે શ્રમણદીક્ષા ગ્રહણ કરી લીધી. આચાર્ય પ્રભવ દ્વારા સäભવ ભટ્ટને પ્રતિબોધ આપવાનું આ ઉદાહરણ એ વાતનું પ્રમાણ છે કે આપણા મહાન આચાર્ય પોતાના આત્મ-કલ્યાણની સાથે-સાથે ભવિષ્યમાં આવનારી ભવ્ય પ્રાણીઓની પેઢીઓના કલ્યાણનો માર્ગ બતાવનારી શ્રમણ પરંપરાને સુદીર્ઘકાળ સુધી સ્થાયી અને સશક્ત બનાવવા માટે પણ અહર્નિશ (હંમેશાં) પ્રયત્નશીલ રહેતા હતા. (આર્ય પ્રભવનું સ્વર્ગગમન) પ્રભવ ૩૦ વર્ષની ભરપૂર યુવાન અવસ્થામાં દીક્ષિત થયા. ૧૧ વર્ષ સુધી શ્રમણ સંઘના ગરિમાપૂર્ણ આચાર્યપદ પર અધિષ્ઠિત રહીને ૭૫ વર્ષ સુધી સ્વ અને પરનું કલ્યાણ કર્યું. આ પ્રકારના ઉદાહરણ સંસારના ઇતિહાસમાં વિરલાને જ ઉપલબ્ધ થાય છે. અંતે મહાન રાજર્ષિ આચાર્ય પ્રભવે પોતાનો અંતિમ સમય સંનિકટ સમજી પોતાના શિષ્ય મધ્યભંવ ભટ્ટને પોતાનો ઉત્તરાધિકારી ઘોષિત કર્યો અને અનશનપૂર્વક ૧૦૫ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી વી. નિ. સં. ૭પમાં સ્વર્ગગમન કર્યું. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 3969696969696969696969] ૧૨૫ | અંતિમ ઘોષિત કા સ્વર્ગગમન Page #135 -------------------------------------------------------------------------- ________________ દિગંબર પરંપરાની માન્યતા દિગંબર માન્યતાના બધા ગ્રંથો અને પટ્ટાવલીઓમાં ભ. મહાવીરના ધર્મસંઘના આચાર્યોની પરંપરામાં આર્ય જમ્મૂ પછી આર્ય પ્રભવના સ્થાને વિષ્ણુને આચાર્ય માનવામાં આવ્યા છે. દિગંબર પરંપરાના માન્ય ગ્રંથ ઉત્તરપુરાણ(પર્વ ૭૬)’માં જમ્મૂ સ્વામીના શિષ્યના રૂપમાં ભવ નામક મુનિની અને પં. રાજમલ્લે ‘જમ્મૂ ચરિત્તમ’માં પ્રભવનો ઉલ્લેખ કર્યો છે. ‘જમ્મૂ ચરિત્તમ'માં એવું પણ બતાવવામાં આવ્યું છે કે - ‘જમ્મૂ સ્વામીના નિર્વાણના થોડા દિવસો પછી પિશાચાદિ દ્વારા આપવામાં આવેલ ઘોર ઉપસર્ગોના પરિણામ સ્વરૂપ વિદ્યુચ્ચર અને એની સાથે દીક્ષિત થયેલ પ્રભવ આદિ ૫૦૦ દસ્યુ રાજકુમારોનું મૃત્યુ થયું અને તે બધા દેવ બન્યા. ઉપરોક્ત બંને ગ્રંથોમાં એનાથી વધારે પ્રભવનો કોઈ પરિચય આપવામાં નથી આવ્યો. જમ્મૂ સ્વામી પછી ભ. મહાવીરના ધર્મસંઘના આચાર્ય આર્ય પ્રભવ બન્યા અથવા આર્ય વિષ્ણુ (અપરનામ નંદિ) બન્યા, આ એક ઘણો જ જટિલ અને મહત્ત્વપૂર્ણ પ્રશ્ન છે. ભ. મહાવીરના નિર્વાણ પછી આચાર્ય પરંપરા સંબંધમાં આર્ય જમ્મૂ સુધી સચેલક અને અચેલક બંને પરંપરાઓમાં પ્રાયઃ મતૈક્ય જ દૃષ્ટિગોચર થાય છે. ઇન્દ્રભૂતિ ગૌતમનો પ્રથમ પટ્ટધર માનવા ન માનવાથી કોઈ વિશેષ અંતર નથી પડતું, કારણ કે એનાં વિભેદની કોઈ ગંધ નથી આવતી. અચેલક પરંપરા ઇન્દ્રભૂતિને પ્રથમ પટ્ટધર માને છે તો સચેલક પરંપરા એમને પટ્ટધરપદ કરતા પણ અધિક ગરિમાપૂર્ણ ગૌરવ અને સન્માન આપે છે. પરંતુ ‘જમ્મૂ સ્વામીના ઉત્તરાધિકારી કોણ બન્યા,' આ પ્રશ્નને લઈને શ્વેતાંબર અને દિગંબર પરંપરાના મતભેદનું સૂત્રપાત્ર થાય છે. આ મતભેદ આચાર્ય વિષ્ણુ(અપરનામ નંદિ)થી પ્રારંભ થઈ નંદિમિત્ર, અપરાજિત અને આચાર્ય ગોવર્ધન સુધી ચાલે છે. અંતિમ શ્રુતકેવળી આચાર્ય ભદ્રબાહુને બંને પરંપરાઓ સમાન રૂપે પોતાના અંતિમ ચતુર્દશ પૂર્વધર આચાર્ય માને છે. આચાર્ય ભદ્રબાહુ પછી પુનઃ એ જ મતભેદનો પ્રારંભ થાય છે અને એના પછી ક્યાંય આ બંને પરંપરાઓમાં એતદ્વિષયક મૌક્યના દર્શન નથી થતા. કાલાન્તરમાં યતિવૃષભના ગુરુ આર્ય મંક્ષુ અને નાગહસ્તિનો કાળ જ માત્ર ૩ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૧૨૬ ૭ Page #136 -------------------------------------------------------------------------- ________________ એક એવો કાળ કહી શકાય છે, જેમાં આ બંને પરંપરાઓ સંભવતઃ એક બીજાની નિકટ સંપર્કમાં આવી હોય. જમ્મૂ સ્વામીના ઉત્તરાધિકારીના નામભેદને જોઈને અનેક વિદ્વાનોએ પોતાનો એવો અભિમત વ્યક્ત કર્યો છે કે - ‘સંભવતઃ જમ્મૂ સ્વામીના નિર્વાણ પછી જ ભ. મહાવીરના ધર્મસંઘમાં શ્વેતાંબર અને દિગંબર આ પ્રકારના ભેદનાં બીજ રોપાઈ ગયાં હતાં.' પણ એ વિદ્વાનોના આ અભિમતને બંને પરંપરાઓ સમાનરૂપે અસ્વીકારે છે. જમ્મૂ સ્વામી પછી આચાર્યના નામ સંબંધમાં મતભેદ હોવા ઉપરાંત પણ ન તો શ્વેતાંબર પરંપરા આ વાતને માનવા તૈયાર અને ન તો દિગંબર પરંપરા, કે આર્ય જમ્મૂના નિર્વાણ પછી શ્વેતાંબર અને દિગંબર પરંપરા - આ પ્રકારની બે શાખાઓમાં ભગવાન મહાવીરનો ધર્મસંઘ વિભક્ત થઈ ગયો. આ બધાં તથ્યોને ધ્યાનમાં રાખતા વિચાર કરવામાં આવે તો એ સ્પષ્ટ થઈ જશે કે આ એક એવો પ્રશ્ન છે, જેનું સમાધાન કરવું કોઈ સાધારણ કાર્ય નથી. આ સંબંધમાં ગહન શોધ(સઘન તપાસ)ની આવશ્યકતા છે. એતદ્વિષયક શોધકાર્યમાં જો કેટલાંક તથ્ય સહાયક સિદ્ધ થઈ શકે છે તો એ તથ્યોને અહીં રાખવામાં આવી રહ્યાં છે : ૧. દિગંબર પરંપરાના ગ્રંથોમાં વિષ્ણુનંદિને જમ્મૂ સ્વામીના ઉત્તરાધિકારી તો માનવામાં આવ્યા છે, પણ ક્યાંયે એવો સ્પષ્ટ રૂપે ઉલ્લેખ નથી કે તેઓ જમ્મૂ સ્વામીના શિષ્ય હતા અથવા બીજા કોઈના. ૨. જે પ્રમાણે શ્વેતાંબર પરંપરાના ગ્રંથોમાં જમ્મૂ સ્વામીના પટ્ટધર પ્રભવ સ્વામીનો વિસ્તારથી પરિચય આપવામાં આવ્યો છે, એ પ્રમાણે દિગંબર પરંપરાના ગ્રંથોમાં આર્ય વિષ્ણુનો કોઈ પરિચય આપવામાં આવ્યો નથી. ૩. દિગંબર પરંપરાના ગ્રંથોમાં પ્રભવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પણ શ્વેતાંબર પરંપરાના એક પણ પ્રાચીન ગ્રંથમાં વિષ્ણુનંદિનો ક્યાંય નામોલ્લેખ સુધ્ધાં ઉપલબ્ધ નથી થતો. આશા છે કે બંને પરંપરાઓના વિદ્વાન આ સંબંધમાં ગહન શોધ પછી સમુચિત પ્રકાશ નાખવાનો પ્રયાસ કરશે. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૧૨૦ Page #137 -------------------------------------------------------------------------- ________________ જયાર્ચ સવ્યંભવ ભગવાન મહાવીરના તૃતીય પટ્ટધર આચાર્ય પ્રભવ સ્વામી પછી વિ. નિ. સં. ૭પમા ચતુર્થ પટ્ટધર આચાર્ય સંધ્યભવ થયા. તેઓ વત્સગોત્રીય બ્રાહ્મણ કુળના વિશિષ્ટ વિદ્વાન હતા. આચાર્ય પ્રભવ સ્વામીના ઉપદેશથી પ્રભાવિત થઈને ૨૮ વર્ષની વયમાં જે સમયે સંધ્યભવે શ્રમણદીક્ષા ગ્રહણ કરી, એ સમયે એમના પરિવારમાં માત્ર એમની યુવાપત્ની હતી. પોતાની પત્નીને અસહાયાવસ્થામાં છોડીને સäભવના દીક્ષિત થવા ઉપર નગરના નાગરિકો ઘણા ખેદની સાથે નિ:શ્વાસ છોડતા બોલ્યા : “ભટ્ટ સંધ્યભવ જેવો સંસારમાં બીજો કોણ આટલો વ્રજહૃદયવાળો હશે, જેણે પોતાની યુવાન, સુંદર, સતી સ્ત્રીને એકાકી છોડીને સંયમમાર્ગમાં પથિક બન્યો હોય ! એક પુત્ર પણ જો હોત તો એને એ આશાળતાના સહારે એ યુવતીનું જીવન આટલું દૂભર ન હોત.” (બાલર્ષિ મણક) જે દિવસે સäભવ દીક્ષિત થયા એ જ દિવસે આજુબાજુની પાડોશીની સ્ત્રીઓએ સય્યભવની પત્નીને પૂછ્યું : “સરલે ! શું તને આશા છે કે તારી કૂખમાં ભટ્ટકુળનો કુળદીપક આવી ચૂક્યો છે ?” શરમથી અરુણમુખી સચ્યભવની પત્નીએ પોતાના પાલવમાં મોટું છુપાવીને ઈષત્ સ્મિતની સાથે એ સમયની બોલચાલની ભાષામાં ટૂંકો ઉત્તર આપ્યોઃ “મણગ” (નાક), જેનો અર્થ થાય છે - “હા, કંઈક છે.' કર્ણ પરંપરાથી વિદ્યુત વેગની જેમ આ સમાચાર સäભવ ભટ્ટના પરિજનો તથા પુરજનોમાં ફેલાઈ ગયા અને બધાએ પરમ હર્ષ અને સંતોષનો અનુભવ કર્યો. સમય જતા માતાના નીરસ જીવનમાં આશા-સુધાનું સિંચન કરતા સäભવના ઘરમાં પુત્રે જન્મ લીધો. માતાના “મણગં' શબ્દથી એ શિશુના આગમનની પૂર્વ સૂચના લોકોને પ્રાપ્ત થઈ હતી, અતઃ બધાએ એ શિશુનું નામ “મણક રાખ્યું. માતાએ પોતાના પુત્ર મણક પ્રત્યે માતા અને પિતા બંને જ રૂપમાં પોતાના કર્તવ્યનું પાલન કરતા ઘણા સ્નેહપૂર્વક એનું લાલન-પાલન કર્યું. | ૧૨૮ 96969696969696969696969 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #138 -------------------------------------------------------------------------- ________________ બીજના ચંદ્રની જેમ ક્રમશઃ વધતા બાળક મણકે આઠમા વર્ષમાં પદાર્પણ કર્યો અને પોતાનાં સમવયસ્ક બાળકોની સાથે રમવાની સાથે અધ્યયન પણ કરવા લાગ્યો. બાળક મણક પ્રારંભથી જ ઘણો ભાવુક અને વિનયશીલ હતો. એણે એક દિવસ પોતાની માતાને પ્રશ્ન કર્યો : “મારી સારી માતા ! મેં મારા પિતાને ક્યારેય નથી જોયા, બતાવો મારા પિતા કોણ અને ક્યાં છે ?” માતાએ પોતાની આંખોમાં ઉભરાતા અશ્રુસાગરને બળપૂર્વક રોકીને ધૈર્યની સાથે કહ્યું : “વત્સ ! જે સમયે તુ ગર્ભમાં હતો, એ વખતે તારા પિતાએ શ્રમણધર્મની દીક્ષા ગ્રહણ કરી લીધી હતી. એકાકિની મેં જ તાજું પાલન-પોષણ કર્યું છે. પુત્ર ! જે પ્રકારે તેં તારા પિતાને નથી જોયા, ઠીક એ જ રીતે તારા પિતાએ પણ તને નથી જોયો. તારા પિતા સસ્થંભવ ભટ્ટ છે. જે સમયે તું ગર્ભમાં આવ્યો હતો, એ સમયે એમણે એક યજ્ઞનું અનુષ્ઠાન પ્રારંભ કર્યું હતું. એ જ સમયે બે જૈન શ્રમણ આવ્યા અને એમના કહેવામાં આવવાથી, તારા પિતા એમની પાછળ-પાછળ જઈ મારો અને પોતાના ઘર-દ્વારનો પરિત્યાગ કરી જૈન-શ્રમણ-દીક્ષા ગ્રહણ કરી લીધી. આ જ કારણ છે કે તમે પિતા-પુત્ર પરસ્પર એકબીજાને હજી સુધી જોઈ નથી શક્યા.’ માતાના મોઢામાંથી પોતાના પિતાનો આખો વૃત્તાંત સાંભળી બાળક મણકના હૃદયમાં પોતાના પિતા સËભવ આચાર્યને જોવાની ઉત્કટ અભિલાષા જાગી ઊઠી. અને એક દિવસ પોતાની માતાને પૂછીને તે પોતાના પિતાને મળવા માટે ઘરેથી નીકળ્યો. આર્ય સËભવ એ દિવસોમાં પોતાના શિષ્ય-સમુદાયની સાથે વિવિધ ગ્રામ-નગરોમાં વિહાર કરતા-કરતા ચંપાપુરીમાં પધાર્યા હતા. સુયોગથી બાળક મણક પણ પિતાની શોધમાં ફરતો-ફરતો ચંપા નગરીમાં જઈ પહોંચ્યો. વાસ્તવમાં જેની જે સાચી લગન હોય છે, તે અંતે (છેવટે) તો પૂરી થઈને જ રહે છે. પુણ્યોદયથી મણકની મનોકામના પૂર્ણ થઈ ગઈ. એણે નગરીની બહાર શૌચ-નિવૃત્તિ માટે આવેલા એક મુનિને જોયા. ‘અવશ્ય જ આ મારા પિતાના સહયોગી મુનિ હશે.' એવો વિચાર આવતાની સાથે જ સહસા મણકના હૃદયમાં ઘણી પ્રસન્નતા થઈ. એણે મુનિ પાસે જઈને ઘણા વિનયથી એમને વંદન કર્યાં. મુનિ પણ કમળ-નયન સુંદર આકૃતિવાળા બાળકને જોઈને સહજ સ્નેહભરી દૃષ્ટિથી એની તરફ જોવા જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૩૭૭, ૧૨૯ Page #139 -------------------------------------------------------------------------- ________________ લાગ્યા. એક બીજાને જોતા અનાયાસે જ બંનેના હૃદયમાં આનંદની ઊર્મિઓ તરંગિત થવા લાગી. બાળક દ્વારા વંદન કરાયા પછી મુનિએ સ્નેહભર્યા ગગદ સ્વરમાં બાળકને પૂછ્યું: “વત્સ! તું કોણ છે, કોનો પુત્ર છે, ક્યાંથી આવ્યો છે અને ક્યાં જઈ રહ્યો છે?” જવાબમાં બાળક મણકે મધુર સ્વરે કહ્યું: “દેવ! હું રાજગૃહ નગર નિવાસી વત્સ ગોત્રીય બ્રાહ્મણ સäભવ ભટ્ટનો પુત્ર છું, મારું નામ મણક છે. હું જે સમયે મારી માતાના ગર્ભમાં હતો, એવા સમયે મારા પિતા ઘર-દ્વાર અને મારી માતાના સ્નેહસૂત્રને તોડીને શ્રમણધર્મમાં દીક્ષિત થઈ ગયા. હું રાજગૃહ નગરથી એમને અનેક નગરો અને ગામોમાંથી શોધતો-શોધતો અહીં આવ્યો છું. ભગવાન! જો આપ મારા પિતાજીને જાણતા હોવ તો કૃપા કરી મને બતાવો (જણાવો) કે તે ક્યાં છે? મને જો તેઓ એક વખત મળી જાય તો હું એમની પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી હંમેશને માટે એમના ચરણોની સેવામાં રહેવા માંગુ છું.” બાળક મણકના મુખેથી આ સાંભળી આર્ય સäભવની મનોદશા કેવા પ્રકારની રહી હશે, એ તો કેવળ (માત્ર) અનુભવગમ્ય જ છે. સમુદ્ર સમાન ગંભીર આર્ય સäભવે અદ્ભુત ધર્યની સાથે સ્નેહમયી નિગૂઢ ભાષામાં કહ્યું: “આયુષ્પદ્ વત્સ! હું તારા પિતાને ઓળખું છું. તે માત્ર મનથી જ નહિ પરંતુ તનથી પણ મારાથી અભિન્ન છે. તું મને એમના તુલ્ય જ સમજીને મારી પાસે પ્રવજ્યા ગ્રહણ કરી લે.” મણક એ મુનિની સાથે જોડાઈ ગયો અને મુનિ એને પોતાની સાથે લઈને આશ્રમ-સ્થળ તરફ ગયા. ઉપાશ્રયમાં આવ્યા પછી બાળક મણકને જ્યારે અન્ય મુનિઓ પાસેથી જ્ઞાત થયું કે - “જેમની સાથે તે જંગલમાંથી ઉપાશ્રયમાં આવ્યો છે, તે જ આર્ય સયંભવ છે.' તો પોતાના આંતરિક આનંદના અતિરેકને બહાર બીજા સમક્ષ પ્રગટ કર્યા વગર મનમાં ને મનમાં ઘણો પ્રમુદિત (આનંદિત) થયો. ભક્તિવિહ્વળ અને હર્ષવિભોર થઈ તે પોતાના પિતાનાં ચરણોમાં પડીને પ્રાર્થના કરવા લાગ્યો: “ભગવન્! મને શીઘ જ શ્રમણદીક્ષા પ્રદાન કરો, હવે હું તમારાથી પૃથક (અલગ) નહિ રહીશ.” બાળક મણકની પ્રબળ ભાવના જોઈને આર્ય સäભવે પણ એને શ્રમણધર્મની દીક્ષા પ્રદાન કરી દીધી. બાળક મણક જે કાલ સુધી ખેલ[ ૧૩૦ 2696969696969696969696] જન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૨) Page #140 -------------------------------------------------------------------------- ________________ કૂદમાં પ્રમોદ (આનંદ) માણી રહ્યો હતો, આજે એક બાલર્ષિના રૂપમાં મુક્તિપથનો સાચો પથિક બની ગયો. પૂર્વજન્મોને સંસ્કારોનો કેટલો જબરદસ્ત પ્રભાવ છે કે ઉપદેશ અને પ્રેરણાની પણ આવશ્યકતા ના પડી. (દશવૈકાલિકની રચના) મણકે દીક્ષિત થઈને જ્યારે આર્ય સäભવ પાસે આત્મસમર્પણ કરી દીધું તો તે મણકના આત્મકલ્યાણની દિશામાં વિચારવા લાગ્યા, શ્રુતજ્ઞાનનો ઉપયોગ કરીને એમણે જોયું કે - “આ બાલષિની આયુ માત્ર ૬ માસ(મહિના)ની જ અવશિષ્ટ રહી ગઈ છે. આ અતિ અલ્પ કાળમાં બાળક મુનિ જ્ઞાન અને ક્રિયા, બંનેની સમ્યકરૂપે આરાધના કરી, કઈ રીતે પોતાનું આત્મકલ્યાણ સાધી શકે છે ! એના પર ચિંતન કરતા આર્ય સäભવને ધ્યાનમાં આવ્યું કે ચતુર્દશ પૂર્વેના પારગામી વિદ્વાન મુનિ અથવા દશપૂર્વધર ક્યારેક વિશેષ કારણના ઉપસ્થિત થવાની દશામાં સ્વ-પર કલ્યાણની કામનાથી પૂર્વ-શ્રુતમાંથી આવશ્યક જ્ઞાન ઉદ્ધાર કરી શકે છે. બાળમુનિ મણકના અલ્પ સમયમાં આત્મકલ્યાણ માટે મારે પૂર્વોમાંથી સાર ગ્રહણ કરી એક સૂત્રની રચના કરવી જોઈએ.' એવો નિશ્ચય કરી આર્ય સäભવે વિભિન્ન પૂર્વોમાંથી સાર લઈ દશ અધ્યયનોવાળા એક સૂત્રની રચના કરી. મણકની વય એ સમયે લગભગ આઠ વર્ષની હતી. વિ. નિ. સં. ના ૭૨ વર્ષ પછી ૭૩મા વર્ષમાં આચાર્ય પ્રભવની વિદ્યમાનતામાં એની રચના થઈ. સંધ્યાકાળના વિકાલમાં પૂર્ણ કરવાના કારણે આ સૂત્રનું નામ દશવૈકાલિક રાખવામાં આવ્યું. આર્ય સંધ્યભવે સ્વયં મણક મુનિને એનું અધ્યયન અને ધ્યાનાદિનો અભ્યાસ કરાવ્યો. મુનિ મણક પોતાની વિનયશીલતા, આજ્ઞાંકિતતા, જ્ઞાનરુચિ અને આચાર્યશ્રીની કૃપાથી અલ્પ સમયમાં જ જ્ઞાન અને ક્રિયાનો સમ્યફ આરાધક બની ગયો. સäભવે જ્યારે મણક મુનિનો અંતિમ સમય સંનિકટ જોયો, તો એમણે એની અંતિમ આરાધના માટે આલોચના આદિ આવશ્યક ક્રિયાઓ સમ્યક રીતે સંપન્ન કરાવી. મણક મુનિએ પણ ૬ માસના અલ્પકાળમાં નિર્મળ શ્રમણધર્મની આરાધના કર્યા પછી સમાધિપૂર્વક આયુ પૂર્ણ કરી દેવગતિ પ્રાપ્ત કરી. મણક મુનિની આ સ્વલ્પકાલીન સાધના પછી સહસા દેહત્યાગથી આર્ય સäભવને સહજ જ માનસિક ખેદ થયો અને એમનાં નેત્રોમાંથી હઠપૂર્વક અમૃકણ નીકળી પડ્યાં. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 9696969696969696969694 ૧૩૧ | Page #141 -------------------------------------------------------------------------- ________________ જ્યારે મુનિમંડળે બાલમુનિ મણકની દેહલીલા-સમાપ્તિની સાથે આર્ય સઠંભવના મુખકમળને પ્લાન અને નયનોમાં અશ્રુબિંદુઓને જોયાં, તો એમને ઘણું આશ્ચર્ય થયું. એમણે વિનયપૂર્વક પોતાના ગુરુદેવને પૂછ્યું : “ભગવાન ! અમે આજ સુધી તમારા મુખકમળ પર લેશમાત્ર પણ ખિન્નતા નથી જોઈ, પણ આજે સહસા તમારાં નયનોમાં અશ્રુ આવવાનું શું કારણ છે ? તમારા જેવા પરમવિરાગી અને શોકમુક્ત મહામુનિના મનમાં ખેદ થવાનું કોઈ ખાસ કારણ હોવું જોઈએ. કૃપા કરી અમારી શંકા દૂર કરવાનું કષ્ટ કરો.” મુનિસંઘની વાત સાંભળી આર્ય સäભવે મણક મુનિ અને પોતાની વચ્ચેના પિતા-પુત્ર રૂપ સંબંધનું રહસ્ય પ્રગટ કરતા કહ્યું : “આ બાળમુનિએ આટલી નાની વયમાં સમ્યકજ્ઞાનની સાથે નિર્મળ ચારિત્રનું પાલન કર્યું અને સાધનાની મધ્યમાં જ તે પરલોકગમન કરી ગયો, એટલા માટે મારું હૃદય ભરાઈ આવ્યું તે થોડું આયુબળ મેળવીને સાધનાને પૂર્ણ કરી શકતો તો સારું થાત.” ગુરુના મુખેથી એવું જાણીને કે - “બાળકમુનિ મણક એમનો પુત્ર હતો,’ મુનિમંડળને ઘણો પશ્ચાત્તાપ થયો અને એમણે કહ્યું: “ભગવન્! તમે આટલા સમય સુધી આ વાતને અમારાથી અજ્ઞાત રાખી કે તમારો અને બાળક મુનિ મણકનો પરસ્પર પિતા-પુત્રનો સંબંધ હતો! જો અમને સમય પર આ સંબંધ અંગે ખબર પડી જતી તો, અમે લોકો પણ અમારા ગુરુપુત્રની સેવાનો કંઈક ને કંઈક લાભ અવશ્ય ઉઠાવત.” આર્ય સäભવે કહ્યું: “મુનિઓ ! જો તમને લોકોને બાલમુનિનો મારી સાથે પુત્રરૂપ સંબંધ જ્ઞાત થઈ જતો તો તમે લોકો મણક ઋષિ પાસે સેવા નહિ કરાવતા અને તે પણ એ જ પ્રકારે તમારા સ્નેહપૂર્ણ વ્યવહારના કારણે જ્યેષ્ઠ મુનિઓની સેવાના મહાન લાભથી વંચિત રહી જતો. અતઃ તમારે આ વાતનો ખેદ મનમાં કરવો ન જોઈએ. બાળમુનિની અલ્પકાલીન આયુને જોઈને, રત્નત્રયની તે સમ્યક આરાધના કરી શકે, એ હેતુથી મેં પૂર્વ-શ્રુતનો સાર કાઢીને એક નાના સૂત્રની રચના કરી. કાર્યસંપન્ન થઈ જવાથી હવે હું એ દશવૈકાલિક સૂત્રને પુનઃ પૂર્વોમાં સંવરણ કરી નાખવા માંગુ છું.” આર્ય સäભવની વાત સાંભળી મુનિઓ અને સંઘે વિનયપૂર્વક પ્રાર્થના કરી : “પૂજ્ય ! મણક મુનિ માટે તમે જે શાસ્ત્રની રચના કરી છે, તે આજે પણ મંદમતિ સાધુ-સાધ્વીઓ માટે આચારમાર્ગનું જ્ઞાન [ ૧૩૨ 9696969696969696999 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #142 -------------------------------------------------------------------------- ________________ સંપાદન કરવા માટે ઉપયોગી છે અને ભવિષ્યમાં થનારાં અલ્પબુદ્ધિ સાધુ-સાધ્વીઓ પણ એની દ્વારા સંયમધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરી સરળતાથી સાધના કરી શકશે. અતઃ કૃપા કરી આપ એ સૂરોનું પૂર્વોમાં સંવરણ (વિલીનીકરણ) ન કરી એને યથાવત્ રહેવા દો.” સંઘ દ્વારા કરવામાં આવેલી પ્રાર્થનાને સ્વીકારીને આર્ય સäભવે દશવૈકાલિક સૂત્રને યથાવત્ સ્થિતિમાં રહેવા દીધું. સäભવ સ્વામીના આ કૃપાપ્રસાદના ફળ-સ્વરૂપ આજે પણ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા ચતુર્વિધ સંઘ દશવૈકાલિક સૂત્રનો પૂરેપૂરો લાભ લઈ રહ્યાં છે. દશવૈકાલિક સૂત્રના દસ અધ્યયન પ્રત્યેક સાધકને માટે અલૌકિક જ્યોતિર્મય પ્રદીપસ્તંભ છે. આ અધ્યયનોમાં પ્રતિપાદિત અત્યંત મહત્ત્વપૂર્ણ આધ્યત્મિક વિષયોનું સારરૂપમાં વિવરણ આ પ્રમાણે છે : ૧. દ્રુમપુષ્પક નામક પ્રથમ અધ્યાયમાં અહિંસા, સંયમ અને તારૂપ ધર્મનું સ્વરૂપ અને મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. આર્ય સંસ્કૃતિના મૂળ સિદ્ધાંતોને પાંચ ગાથાઓમાં સૂત્રરૂપે ગ્રથિત કરી આચાર્ય સäભવે ગાગરમાં સાગર ભરી દીધો છે. ૨. શ્રમણ્યપૂર્વક નામક દ્વિતીય અધ્યયનમાં સંયમથી વિચલિત મનને તે સ્થિર કરવાના અંતરંગ તેમજ બહિરંગ ઉપાય બતાવવામાં આવ્યા છે. ૩. ક્ષુલ્લકાચાર નામક તૃતીય અધ્યયનમાં સાધુ માટે પર અનાચારણીય કાર્યોની તાલિકા આપવામાં આવી છે. ૪. ષજીવનિકાય નામક ચતુર્થ અધ્યયનમાં ૬ પ્રકારના જીવનિકાયના સંક્ષિપ્ત સ્વરૂપ અને એમની રક્ષા હેતુ યતનાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ૫. પિડેષણા નામક પંચમ અધ્યયનમાં મુનિઓની આહારવિધિ અને ભિક્ષા વિષયક અન્ય નિયમોનું વિવેચન બે ઉદ્દેશકો દ્વારા કરવામાં આવ્યું છે. ૬. ધર્માર્થકામ નામક છઠ્ઠા અધ્યયનમાં સાધુના આચારધર્મનું વર્ણન કરીને ૧૮ સ્થાનોના વર્જનનો ઉપદેશ આપવામાં આવ્યો છે. ૭. વચનશુદ્ધિ નામક સાતમા અધ્યયનમાં વાણી અને ભાષાના ભેદોનું - વિશદ વર્ણન કરીને અસત્ય અને દોષપૂર્ણ ભાષાથી બચીને સત્ય અને નિર્દોષ વાણી બોલવી, એવું કહેવામાં આવ્યું છે. જિન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) 99999999999] ૧૩૩] Page #143 -------------------------------------------------------------------------- ________________ ૮. આચાર પ્રણિધાન નામક અષ્ટમ્ અધ્યાયમાં મુનિઓના આચારોનું વર્ગીકરણ સન્નિહિત છે. ૯. વિનયસમાધિ નામક નવમ્ અધ્યાયમાં ચાર ઉદ્દેશકોથી વિનયધર્મની શિક્ષા આપવામાં આવી છે - (૧) વિનયસમાધિ, (૨) શ્રુતસમાધિ, (૩) તપસસમાધિ અને (૪) આચારસમાધિ - એમ સમાધિના ચાર પ્રકાર બતાવ્યા છે. ૧૦. સઃભિક્ષુ નામના દશમા અધ્યાયમાં સાધુજીવનના અધિકારી કોણ છે, કેવી રીતે સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે, એનું માધ્યમ કયું છે ? આદિ આદર્શ સાધુજીવનનું સુંદર વિશ્લેષણ સારગર્ભિત અને સીમિત શબ્દાવલીમાં પ્રસ્તુત કરવામાં આવ્યું છે. દશવૈકાલિક સૂત્ર ઉપર આચાર્ય ભદ્રબાહુ સ્વામી (દ્વિતીય) દ્વારા રચિત નિર્યુક્તિની અતિરિક્ત અનેક મહત્ત્વપૂર્ણ ટીકાઓ અને વૃત્તિઓ આજે પણ ઉપલબ્ધ છે. સમસ્ત શ્રુતસાગરને વલોવીને પછી આચાર્ય સËભવે આ અત્યંત મહત્ત્વપૂર્ણ આગમનું ગુંફન કર્યું. આ સૂત્રના અધ્યયન અને મનને પોતાના દૈનિક જીવનમાં પ્રમુખ સ્થાન આપી મણક મુનિએ ઘણા અલ્પ સમયમાં દુ:સાધ્ય મુનિધર્મનું સમ્યક્ રીતિથી આરાધન કરીને આધ્યાત્મિક પથ ઉપર અદ્ભુત પ્રગતિ કરીને સ્વર્ગગમન કર્યું. સચ્ચભવનું સ્વર્ગારોહણ આચાર્ય સમ્બંભવે ૨૮ વર્ષની યુવાવસ્થામાં (વી. નિ. સં. ૬૪માં) દીક્ષા ગ્રહણ કરી. તે ૧૧ વર્ષ સુધી સામાન્ય સાધુ રહ્યા અને ૨૩ વર્ષ સુધી યુગપ્રધાન આચાર્યપદ ઉપર રહીને એમણે ભ. મહાવીરના ધર્મશાસનની ઘણી નિપુણતા અને નિષ્ઠાથી સેવા કરી. અંતે પોતાનો આયુકાળ સંનિકટ સમજીને પોતાના પ્રમુખ શિષ્ય યશોભદ્રને પોતાના ઉત્તરાધિકારી ઘોષિત કર્યાં અને અનશન તેમજ સમાધિપૂર્વક વી. નિ. સં. ૯૮માં ૬૨ વર્ષની આયુ પૂર્ણ કરી સ્વર્ગગમન કર્યું. દિગંબર પરંપરાના ગ્રંથોમાં અને પટ્ટાવલીઓમાં સયંભવના સ્થાને નંદિમિત્રને આચાર્ય માનવામાં આવ્યા છે. આચાર્ય નંદિમિત્રનો પણ દિગંબર પરંપરાના ગ્રંથોમાં કોઈ પરિચય ઉપલબ્ધ નથી થતો. ૭ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૧૩૪ ૦૭૯ Page #144 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય યશોભદ્ર સ્વામી આચાર્ય સયંભવ પછી ભ. મહાવીરના પંચમ પટ્ટધર શ્રી યશોભદ્ર સ્વામી થયા. એમનો વિસ્તૃત જીવન-પરિચય ઉપલબ્ધ નથી થતો. નંદિ સ્થવિરાવલી અને યુગપ્રધાન પટ્ટાવલી આદિમાં જે થોડો ઘણો પરિચય પ્રાપ્ત થાય છે, એના આધારે તેઓનો જન્મ તંગિયાયનગોત્રીય યાજ્ઞિક બ્રાહ્મણ પરિવારમાં થયો. એમણે એમનો અધ્યયનકાળ પૂર્ણ કરી જ્યારે તરુણાવસ્થામાં પ્રવેશ કર્યો, ત્યારે અચાનક જ આચાર્ય સäભવના સત્સંગનો સુયોગ થયો. આચાર્ય સäભવની ત્યાગવિરાગ ભરેલી વાણી સાંભળી યશોભદ્રનો સૂતેલો આત્મા જાગી ગયો. એમના મનનો મોહ દૂર થયો અને તે રર વર્ષની તરુણાવસ્થામાં સાંસારિક મોહમાયાને પરિત્યાગીને આચાર્ય સäભવની પાસે દીક્ષિત થઈ ગયા. ૧૪ વર્ષ સુધી નિરંતર ગુરુસેવામાં જ્ઞાન-ધ્યાનની સાધના કરતા - કરતા યશોભદ્ર ચતુર્દશ પૂર્વોનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને ગુરુ આજ્ઞાથી અનેક પ્રકારની તપસ્યા કરતા-કરતા તે વિધિવત્ સંયમધર્મનું પાલન કરતા રહ્યા. વિ. નિ. સં. ૯૮માં આચાર્ય સયંભવના સ્વર્ગારોહણ પછી તે યુગપ્રધાન આચાર્યપદ પર આસન થયા. યુગ પ્રધાનાચાર્યના રૂપમાં અડધી સદી સુધી એમણે સર્વજ્ઞ પ્રરૂપિત ધર્મનો વ્યાપક પ્રચાર-પ્રસાર કર્યો. વિ. નિ. સં. ૧૪૮માં સંભૂતિવિજય તથા ભદ્રબાહુને પોતાના ઉત્તરાધિકારી નિયુક્ત કરીને તેઓ સમાધિપૂર્વક આયુ પૂર્ણ કરી સ્વર્ગે સિધાવ્યા. - આચાર્ય યશોભદ્ર સ્વામીએ પોતાના આચાર્યકાળમાં એમના પ્રભાવશાળી ઉપદેશોથી મોટા-મોટા યાજ્ઞિક વિદ્વાનોને પ્રતિબોધ આપી જૈન ધર્માનુરાગી બનાવ્યા. આ એમની વિચક્ષણ પ્રતિભાનું સુફળ હતું કે એક જ આચાર્યના શાસનકાળમાં સંભૂતવિજય અને ભદ્રબાહુ જેવા બે સમર્થ શિષ્ય ચતુર્દશ પૂર્વધર કે શ્રુતકેવળી બન્યા. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ: (ભાગ-૨) 969696969696969696969 ૧૩૫ | Page #145 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય યશોભદ્ર સ્વામી ૨૨ વર્ષ ગૃહસ્થપર્યાયમાં રહ્યા. ૧૪ વર્ષ સામાન્ય સાધુપર્યાયમાં અને ૫૦ વર્ષ સુધી યુગપ્રધાનાચાર્ય રૂપે જિનશાસનની સેવામાં નિરત રહ્યા. ૮૬ વર્ષની કુલ આયુ પૂર્ણ કરી વી. નિ. સં. ૧૪૮માં એમનો સ્વર્ગવાસ થયો. ભ. મહાવીર પછી સુધર્મા સ્વામીથી લઈને આચાર્ય યશોભદ્રા સુધી જૈન શ્રમણ સંઘમાં એક જ આચાર્યની પરંપરા બની રહી. વાચનાચાર્ય આદિ રૂપથી સંઘમાં રહેનારા અન્ય આચાર્ય પણ એક જ શાસનની વ્યવસ્થા ચલાવતા રહ્યા. આચાર્ય યશોભદ્રએ પોતાના શાસનકાળ સુધી આ પરંપરાને સમ્યક રૂપે સુરક્ષિત રાખી, આ એમની ખાસ વિશેષતા છે. દિગંબર માન્યતા) દિગંબર માન્યતાના ગ્રંથો અને પટ્ટાવલીઓમાં ત્રીજા શ્રુતકેવળી આચાર્ય યશોભદ્રના સ્થાને અપરાજિતને ત્રીજા શ્રુતકેવળી આચાર્ય માનવામાં આવ્યા છે. એમનો પણ કોઈ વિશેષ પરિચય ઉપલબ્ધ નથી થતો. ૧૩૬ 96969696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)| Page #146 -------------------------------------------------------------------------- ________________ આયાર્ય સંભૂતવિજય આચાર્ય યશોભદ્ર સ્વામીની પશ્ચાત્ શ્રમણ ભ. મહાવીરના છઠ્ઠા પટ્ટધર આચાર્ય સંભૂતવિજય અને ભદ્રબાહુ સ્વામી થયા. આચાર્ય સંભૂતવિજયનો વિશેષ પરિચય ક્યાંયે ઉપલબ્ધ નથી થતો, એમના સંબંધમાં માત્ર એટલું જ જ્ઞાત છે કે તે માઢર-ગોત્રીય બ્રાહ્મણ હતા. એમનો જન્મ વી. નિ. સં. ૬૬માં થયો. ૪૨ વર્ષ સુધી ગૃહવાસમાં રહેવા પછી આચાર્ય યશોભદ્રના ઉપદેશથી એમણે વી. નિ. સ. ૧૦૮માં શ્રમણ દીક્ષા અંગીકાર કરી. વિશુદ્ધ શ્રમણાચારનું પાલન કરતા રહીને એમણે આચાર્ય યશોભદ્ર પાસે દ્વાદશાંગીનું અધ્યયન કરીને શ્રુતકેવળીપદ પ્રાપ્ત કર્યું. ૪૦ વર્ષ સુધી એમણે સામાન્ય સાધુપર્યાયમાં રહીને જિનશાસનની સેવા કરી અને વી. નિ. સં. ૧૪૮ થી ૧૫૬ સુધી આચાર્યપદ રહીને ભગવાન મહાવીરના સંઘનું સુચારુ રૂપે સંચાલન કર્યું. ચતુર્દશ પૂર્વના જ્ઞાતા અને વાગ્લબ્ધિસંપન્ન થવાના કારણે એમણે પોતાના ઉપદેશોથી અનેક ભોગીજનોને ત્યાગી-વિરાગી બનાવ્યા. ભોગીથી મહાન યોગી બનેલ સ્થૂલભદ્ર એમના જ શિષ્ય હતા. કલ્પસૂત્ર સ્થવિરાવલી અનુસાર એમનાં નિમ્નલિખિત મુખ્ય શિષ્ય-શિષ્યાઓ હતી. શિષ્ય : ૧. નંદનભદ્ર ૨. ઉપનંદનભદ્ર ૩. તીસભદ્ર ૪. જસભદ્ર શિષ્યાઓ ઃ ૧. જલ્ખા ૩. ભૂયા ૫. સેણા ૨. જદિણા ૪. ભૂદિણા ૬. વેણા અને ૭. રેણા. આ સાતેય આર્ય સ્થૂળભદ્રની જ બહેનો હતી. વી. નિ. સં. ૧૫૬માં આર્ય સંભૂતવિજયે પોતાની આયુનો અંતિમ સમય સંનિકટ જાણીને અનશન કર્યું અને સમાધિપૂર્વક સ્વર્ગગમન કર્યું. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૩ ૫. સુમનભદ્ર ૯. ઉજ્જુમઈ ૬. મણિભદ્ર ૭. પુણ્યભદ્ર ૮. સ્થૂલભદ્ર ૧૦. જમ્મૂ ૧૧. દીર્ઘભદ્ર અને ૧૨. પંડુભદ્ર ૩૭૭:૧૩ Page #147 -------------------------------------------------------------------------- ________________ અહીં એ ઉલ્લેખનીય છે કે ભ. મહાવીરના પ્રથમ પટ્ટધર આર્ય સુધર્માથી લઈને આચાર્ય યશોભદ્ર સ્વામી સુધી અર્થાત્ ૫ પટ્ટ સુધી શ્રમણસંઘમાં એક આચાર્ય પરંપરા બનેલી રહી. વાચનાચાર્ય આદિના રૂપમાં રહેવાવાળા અન્ય આચાર્ય એક જ પટ્ટધર આચાર્યના તત્ત્વધાનમાં શાસન સેવાનું કાર્ય કરતા આવી રહ્યા હતા, પણ આચાર્ય યશોભદ્રએ સંભૂતવિજય અને ભદ્રબાહુ નામક બે શ્રુતકેવળી શિષ્યોને એમના ઉત્તરાધિકારી ઘોષિત કર્યા. આચાર્ય યશોભદ્રએ પોતાની પછી બે આચાર્યોની પરંપરા કયા કારણસર પ્રારંભ કરી, એ સંબંધમાં નિશ્ચિત રૂપે તો કંઈ જ કહી નથી શકાતું; પણ એવું પ્રતીત થાય છે કે શ્રમણ સંઘના અત્યાધિક વિસ્તારને જોઈને સંઘનું સંચાલન સુચારુ રૂપે થઈ શકે, એ દૃષ્ટિ એ આત્યંતર (આંતરિક) અને બાહ્ય સંચાલનનું કાર્ય બે આચાર્યોમાં વિભકત કરી બે આચાર્યોની પરંપરા પ્રચલિત કરી હોય. એટલું તો નિર્વિવાદ રૂપે સિદ્ધ છે કે આચાર્ય સંભૂતિવિજય વિ. નિ. સં. ૧૪૮ થી ૧૫૬ સુધી ભ. મહાવીરવા શાસનના સર્વેસર્વા આચાર્ય રહ્યા અને એમના સ્વર્ગગમન પછી જ આચાર્ય ભદ્રબાહુએ સંઘની કમાન સંપૂર્ણ રૂપે પોતાના હાથમાં લીધી. સંઘ વસ્તુતઃ બે આચાર્યોની નિયુક્તિ પછી પણ વી. નિ. સં. ૧૪૮ થી ૧૫૬ સુધી આચાર્ય સંભૂતિવિજયની આજ્ઞાનુવર્તી અને ૧૫૬ થી ૧૭૦ સુધી આચાર્ય ભદ્રબાહુનો આજ્ઞાનુવર્તી રહ્યો. એવી દશામાં એ કલ્પના નિતાંત નિરાધાર છે કે એ સમયે જૈનસંઘમાં કોઈ પ્રકારના મતભેદનું બીજારોપણ થઈ ચૂક્યું હતું. (દિગંબર પરંપરા) દિગંબર પરંપરામાં ચતુર્થ શ્રુતકેવળી આચાર્ય ગોવર્ધનને માનવામાં આવ્યા છે. એમનો પણ દિગંબર પરંપરાના ગ્રંથોમાં કોઈ વિશેષ પરિચય ઉપલબ્ધ નથી થતો. ૧૩૮ 9633683696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #148 -------------------------------------------------------------------------- ________________ યાય ભદ્રબાહ ભ. મહાવીરના સાતમા પટ્ટધર આચાર્ય ભદ્રબાહુ સ્વામી થયા. એમનો જન્મ પ્રતિષ્ઠાનપુરના બ્રાહ્મણ પરિવારમાં વી. નિ. સં. ૯૪માં થયો. ૪૫ વર્ષના ગૃહસ્થાશ્રમમાં રહેવા પછી ભદ્રબાહુએ વિ. નિ. સં. ૧૩૯માં ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર આચાર્ય યશોભદ્ર સ્વામીની પાસે નિગ્રંથ શ્રમણદીક્ષા ગ્રહણ કરી. પોતાના મહાન યશસ્વી ગુરુ યશોભદ્રની સેવામાં રહીને એમણે ઘણી લગનની સાથે સંપૂર્ણ દ્વાદશાંગીનું અધ્યયન કર્યું અને શ્રુતકેવળી બની ગયા. વી. નિ. સં. ૧૪૮માં આચાર્ય યશોભદ્ર સ્વામીના સ્વર્ગગમન સમયે શ્રી સંભૂતિવિજયની સાથે-સાથે એમને પણ આચાર્યપદ પર નિયુક્ત કર્યા. વિ. નિ. સં. ૧૪૮ થી ૧૫૬ સુધી પોતાના મોટા ગુરુભાઈ આચાર્ય સંભૂતિવિજયના આચાર્યકાળમાં એમણે શિક્ષાર્થી શ્રમણોને શ્રુતશાસ્ત્રનું અધ્યાપન કરાવવાની સાથે-સાથે ભ. મહાવીરના શાસનની મહત્ત્વપૂર્ણ સેવા કરી. ( ભ. મહાવીરના છઠ્ઠા પટ્ટધર આચાર્ય સંભૂતવિજયના સ્વર્ગગમન પછી એમણે વી. નિ. સં. ૧૫૬માં સંઘના સંચાલનની જવાબદારી પૂર્ણરૂપે પોતાના હાથમાં લીધી. આચાર્ય ભદ્રબાહુએ દશાશ્રુતસ્કંધ, કલ્પ, વ્યવહાર અને નિશીથ - આ ચાર વેદ સૂત્રોની રચના કરી મુમુક્ષુ સાધકો ઉપર મહાન ઉપકાર કર્યો. અનેક પશ્ચાદ્વર્તી આચાર્યોએ આ અંતિમ ચતુર્દશ પૂર્વધર આચાર્ય ભદ્રબાહુને (૧) આચારાંગ (૨) સૂત્રકૃતાંગ (૩) આવશ્યક (૪) દશવૈકાલિક (૫) ઉત્તરાધ્યયન (૬) દશાશ્રુતસ્કંધ (૭) કલ્પ (૮) વ્યવહાર (૯) સૂર્યપ્રાપ્તિ અને (૧૦) ઋષિ ભાષિત - આ દશ સૂત્રોના નિયુકિતકાર, મહાન નૈમિતિક અને ઉપસર્ગહર સ્તોત્ર, ભદ્રબાહુ સંહિતા તથા સવા લાખ પદવાળા “વસુદેવ ચરિત્ર” નામક ગ્રંથના કર્તા પણ માન્યા છે. આ સંબંધમાં આગળ યથાસ્થાન પ્રમાણ પુરસ્સર વિચાર કરવામાં આવશે. આચાર્ય ભદ્રબાહુ સ્વામીએ આર્ય સ્થૂળભદ્ર જેવા યોગ્ય શ્રમણશ્રેષ્ઠને બે વસ્તુ ઓછી દશ પૂર્વોનું સાથે સંપૂર્ણ જ્ઞાન અને અંતિમ ચાર પૂર્વોનું મૂળ રૂપે વાંચન આપી પૂર્વ-જ્ઞાનને નષ્ટ થવાથી બચાવ્યા. - આચાર્ય ભદ્રબાહુ એમના સમયમાં ઘોર તપસ્વી, મહાન ધર્મોપદેશક, સકળ શ્રુત શાસ્ત્રના પારગામી અને ઉભટ વિદ્વાન હોવાની સાથે-સાથે જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 2િ696969696969696969699 ૧૩૯ Page #149 -------------------------------------------------------------------------- ________________ મહાન યોગી પણ હતા. એમણે નિરંતર ૧૨ વર્ષ સુધી મહાપ્રાણધ્યાનના રૂપમાં ઉત્કટ યોગની સાધના કરી. આ પ્રકારની દીર્ઘકાલીન યોગસાધનાનાં ઉદાહરણ ભારતીય ઈતિહાસમાં વિરલા જ ઉપલબ્ધ થાય છે. એમણે વી. નિ. સં. ૧૫૬ થી ૧૭૦ સુધીના ૧૪ વર્ષના આચાર્યકાળમાં ભારતનાં વિભિન્ન ક્ષેત્રોમાં વિચરણ કરી જિનશાસનનો પ્રચાર, પ્રસાર, અને ઉત્કર્ષ કર્યો. જૈનશાસનમાં ભદ્રબાહુનો મહિમા ભદ્રબાહુને શ્વેતાંબર તથા દિગંબર બંને પરંપરાઓ દ્વારા પંચમ તથા અંતિમ શ્રુતકેવળી માનવામાં આવ્યા છે. ભદ્રબાહુ સ્વામી દ્વારા કરવામાં આવેલી સંઘ અને શ્રુતની ઉત્કટ સેવાને કારણે એમનું સ્થાન જૈન ઇતિહાસમાં ઘણું ઊંચું છે. શ્રુતશાસ્ત્ર વિષયક એમના દ્વારા નિર્મિત કૃતિઓ લગભગ ત્રેવીસ શતાબ્દીઓથી આજ સુધી મુમુક્ષુ સાધકો માટે પ્રકાશમાન દીપસ્તંભોનું કામ કરી રહી છે. શાસનસેવા અને એમની આ અમૂલ્ય કૃતિઓને કારણે તે ભ. મહાવીરના શાસનના એક મહાન જ્યોતિર્ધર આચાર્યના રૂપમાં હંમેશાંથી સર્વપ્રિય અને વિખ્યાત રહ્યા છે. મુમુક્ષુ સાધકો પર કરવામાં આવેલા આ ઉપકાર પ્રત્યે એમની નિઃસીમ કૃતજ્ઞતા પ્રગટ કરતા અનેક આચાર્યો અને વિદ્વાનોએ એમની ઘણા ભાવપૂર્ણ શબ્દોમાં સ્તુતિ કરી છે. ભદ્રબાહુ સંબંધમાં વિભિન્ન માન્યતાઓ અંતિમ શ્રુતકેવળી આચાર્ય ભદ્રબાહુનું જૈન ઇતિહાસમાં ઘણું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. દિગંબર પરંપરાના કેટલાક ગ્રંથોમાં આ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યા છે કે - ‘શ્રુતકેવળી આચાર્ય ભદ્રબાહુના જીવનના અંતિમ ચરણમાં જ દિગંબર તથા શ્વેતાંબર આ પ્રકારના મતભેદનો જન્મ થઈ ચૂક્યો હતો.' આ દૃષ્ટિએ પણ આચાર્ય ભદ્રબાહુના જીવન ચરિત્રનું ઐતિહાસિક મહત્ત્વ છે. આચાર્ય ભદ્રબાહુના જીવન-ચરિત્રના સંબંધમાં શ્વેતાંબર અને દિગંબર આ બંને પરંપરાઓમાં તો માન્યતાભેદ છે જ; પણ ભદ્રબાહુના જીવનચરિત્ર વિષયક બંને પરંપરાઓના ગ્રંથોનું સુચારુ રૂપે અધ્યયન કરવાથી એક ઘણું આશ્ચર્ય-જનક તથ્ય પ્રગટ થાય છે કે ન તો શ્વેતાંબર પરંપરાના ગ્રંથોમાં આચાર્ય ભદ્રબાહુના જીવનચરિત્રના જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૧૪૦ ૩ Page #150 -------------------------------------------------------------------------- ________________ સંબંધમાં મૌક્ય છે અને નહિ દિગંબર પરંપરાના ગ્રંથોમાં. ભદ્રબાહુના જીવનસંબંધી બંને પરંપરાઓના વિભિન્ન ગ્રંથોને વાંચવાથી એક નિષ્પક્ષ વ્યક્તિને સ્પષ્ટ રૂપથી એવું પ્રતીત થાય છે કે સંભવતઃ બંને પરંપરાઓના અનેક ગ્રંથોમાં ભદ્રબાહુ નામવાળા બે-ત્રણ આચાર્યોના જીવનચરિત્રની ઘટનાઓને ભેગી કરીને અંતિમ ચતુર્દશ પૂર્વધર આચાર્ય ભદ્રબાહુના જીવનચરિત્રની સાથે જોડી દીધી. પશ્ચાદ્ર્તી આચાર્યો દ્વારા લખાયેલા કેટલાક ગ્રંથોનો એમના પૂર્વવર્તી આચાર્યો દ્વારા લખેલ ગ્રંથોની સાથે તુલનાત્મક અધ્યયન કરવાથી એવું સ્પષ્ટરૂપે આભાસિત થાય છે કે ભદ્રબાહુના ચરિત્રમાં પશ્ચાદ્ર્તી આચાર્યોએ પોતાની કલ્પનાઓને આધારે કેટલીક ઘટનાઓને જોડી દીધી છે.. તુલનાત્મક અધ્યયન શોધાર્થીઓ અને ઇતિહાસમાં રુચિ રાખનારા વિજ્ઞો માટે લાભપ્રદ હોવાની સાથે-સાથે વાસ્તવિકતાને શોધી કાઢવામાં સહાયક સિદ્ધ થશે. એ દૃષ્ટિથી શ્વેતાંબર અને દિગંબર બંને પરપરાઓના ગ્રંથોમાં ભદ્રબાહુથી સંબંધિત જે સામગ્રી ઉપલબ્ધ છે, એમાંથી આવશ્યક સામગ્રી અહીં પ્રસ્તુત કરવામાં આવી છે. વ્રતપર્યાયથી પૂર્વનું જીવન એમ તો પ્રવ્રજ્યા - ગ્રહણના પૂર્વે ભદ્રબાહુનો જીવન પરિચય શ્વેતાંબર અને દિગંબર બંને જ પરંપરાઓના ગ્રંથોમાં ઉપલબ્ધ થાય છે, પરંતુ એ સંબંધિત ઘટનાચક્ર અને તથ્યોની કસોટી પર ઘસવાથી ખરા નથી ઊતરતા, એવી દશામાં ભદ્રબાહુના ગૃહસ્થજીવનના પરિચય રૂપમાં નિશ્ચિત રૂપે માત્ર એટલું જ કહી શકાય છે કે એમનો જન્મ વી. નિ. સં. ૯૪માં થયો. તે પ્રાચીન-ગૌત્રીય બ્રાહ્મણ હતા અને એમણે ૪૪ વર્ષની અવસ્થામાં આચાર્ય યશોભદ્ર સ્વામીના ઉપદેશથી પ્રતિબોધ મેળવી ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. શ્વેતાંબર પરંપરાગત પરિચય દીક્ષા પછીનો આચાર્ય ભદ્રબાહુનો જીવન પરિચય ‘તિત્વોગાલિયપઇણા, આવશ્યક ચૂર્ણિ' આદિ ગ્રંથોમાં અતિ અલ્પ માત્રામાં મળે છે. દીક્ષાગ્રહણથી પૂર્વનું ભદ્રબાહુનું જીવનવૃત્ત ‘ગચ્છાચારપઇણા'ની ગાથા જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૧૪૧ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૮૨ની ટીકામાં પ્રબંધ ચિંતામણિમાં તથા રાજશેખર સૂરિ કૃત પ્રબંધ કોશ' આદિ અર્વાચીન ગ્રંથોમાં ઉપલબ્ધ થાય છે. (તિત્વોગાલિપઇન્જય’ અનુસાર) લગભગ વિક્રમની પાંચમી શતાબ્દીના પ્રારંભકાળમાં રચિત તિલ્યો ગાલિપાઈન્વય” નામક પ્રાચીન ગ્રંથમાં નિમ્નલિખિત રૂપથી ઉલ્લેખ ઉપલબ્ધ થાય છે ? આચાર્ય શ્રી સય્યભવના સર્વગુણસંપન્ન શિષ્ય જસભદ્ર થયેલા. જસભદ્રના શિષ્ય યશસ્વી કુળમાં ઉત્પન્ન શ્રી સંભૂત થયેલ. ત્યારબાદ સાતમા આચાર્યશ્રી ભદ્રબાહ થયા, જેમનું ભાલ (કપાળ) પ્રશસ્ત અને ઉન્નત તથા ભુજાઓ આજાનુ (આજાનબાહુ) હતી. તેઓ ધર્મભદ્રના નામથી પણ પ્રખ્યાત હતા. આચાર્ય ભદ્રબાહુ ચતુર્દશ પૂર્વધર હતા. એમણે બાર વર્ષ સુધી યોગની સાધના કરી અને છેદ સૂત્રોની રચના કરી. એ સમયે મધ્યપ્રદેશમાં ભયંકર અનાવૃષ્ટિને કારણે દુષ્કાળ પડ્યો. વ્રતપાલનમાં ક્યાંયે કોઈ પ્રકારનો લેશમાત્ર પણ દોષ ન લાગી જાય અથવા કોઈ પ્રકારે કર્મબંધ ન થઈ જાય એ આશંકાથી અનેક ધર્મભીરુ સાધુએ અત્યંત દુષ્કર આમરણ અનશનની પ્રતિજ્ઞાઓ કરી અને સંખના કરી સમાધિપૂર્વક પ્રાણ ત્યાગી દીધા. અવશિષ્ટ બચી ગયેલા) સાધુઓએ અન્યાન્ય પ્રાંતોની તરફ પ્રસ્થાન કરી સમુદ્ર અને નદીઓનાં તટવર્તી ક્ષેત્રોમાં વિરક્ત ભાવથી વિચરણ કરવાનો પ્રારંભ કર્યો. આચાર્ય ભદ્રબાહુ નેપાળ પધાર્યા અને ત્યાં યોગ-સાધનામાં નિરત થઈ ગયા. દુભિક્ષ(દુકાળ) સમાપ્ત થતા અવશિષ્ટ સાધુ પુનઃ મધ્યપ્રદેશ તરફ વળ્યા. | ‘તિત્વોગાલિયપાંણા'માં ઉક્ત ઉલ્લેખ પશ્ચાતુ પાટલીપુત્રમાં થયેલ પ્રથમ આગમ-વાચના, સાધુઓને ચૌદ (૧૪) પૂર્વોની વાચના આપવાની પ્રાર્થનાની સાથે સંઘ દ્વારા સાધુઓના એક સંઘાટકને ભદ્રબાહુ સ્વામીની સેવામાં નેપાળ મોકલવું, ભદ્રબાહુ સ્વામી દ્વારા પ્રથમતઃ સંઘની પ્રાર્થનાનો અસ્વીકાર કરવો અને અંતે સંભોગવિચ્છેદની સંઘાજ્ઞાની સન્મુખ નમીને સ્થૂળભદ્ર આદિ સાધુઓને વાચના આપવી, સ્થૂળભદ્ર દ્વારા પાટલીપુત્રમાં યક્ષા આદિ આર્યાઓ સમક્ષ પોતાની [ ૧૪૨ 9696969696969696969696જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) Page #152 -------------------------------------------------------------------------- ________________ વિદ્યા પ્રદર્શનના કારણે આચાર્ય ભદ્રબાહુ દ્વારા એમને અંતિમ ચાર પૂર્વોની વાચના ન આપવાનો સંકલ્પ, સંઘ દ્વારા સ્થૂળભદ્રના અપરાધને ક્ષમા કરી વાચના આપવાની પ્રાર્થના, આચાર્ય ભદ્રબાહુ દ્વારા ચાર પૂર્વોની વાચના ન આપવાનાં કારણો ઉપર પ્રકાશ અને અંતે માત્ર મૂળરૂપથી અંતિમ ચાર પૂર્વોની ભદ્રબાહુ દ્વારા આર્ય સ્થૂળભદ્રને વાચના આપવી આદિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બધું વિવરણ સ્થૂળભદ્ર સ્વામીના પ્રકરણમાં યથાસ્થાને આપવામાં આવી રહ્યો છે. (આવશ્યક ચૂર્ણિ) “આવશ્યક ચૂર્ણિ'માં ભદ્રબાહુ વિષયક તિત્વોગાલિયાપણા'માં ઉલ્લેખિત ઉપરોક્ત તથ્યોમાંથી કેટલાંકનો અતિ સંક્ષેપમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અન્ય શ્વેતાંબર ગ્રંથોમાં ગચ્છાચારપણા (દોઘટ્ટીવૃત્તિ), પ્રબંધ ચિંતામણિ પ્રબંધ, કોષ, ગુરુ પટ્ટાવલી તથા ગચ્છ પટ્ટાવલી વગેરેમાં આચાર્ય જયબાહુનો પરિચય ભદ્રબાહુ અને વરાહમિહિર નામના બે ભાઈઓના રૂપમાં થોડો-ઘણો હળતા-મળતા સ્વરૂપમાં ક્યાંક ભિન્ન સ્વરૂપમાં આપવામાં આવ્યો છે. દિગંબર પરંપરાના ગ્રંથોમાં આચાર્ય ભદ્રબાહુનો પરિચય “ભાવસંગ્રહ અનુસાર અપાયો છે. ભાવસંગ્રહની ગાથાઓ દ્વારા આચાર્ય દેવસેને સ્પષ્ટ રૂપે પોતાની એ માન્યતા પ્રગટ કરી છે કે - “વિક્રમ સં. ૧૨૪ (વી. નિ. સં. ૧૯૪)માં આચાર્ય ભદ્રબાહુએ શ્રમણસંઘના ભાવિ દ્વાદશ વાર્ષિક દુકાળની પૂર્વ સૂચના આપતાં સલાહ આપી કે બધા સાધુ ઉજ્જૈન રાજ્ય(અવંતિ)ને છોડીને દૂરના પ્રદેશોમાં ચાલ્યા જાય.' તન્નુસાર શાંતિ નામક એ આચાર્ય સોરઠ દેશના વલ્લભીપુરમાં જઈને પોતાના વિશાળ શિષ્ય પરિવારની સાથે રહેવા લાગ્યા. ત્યાં શાંત્યાચાર્ય અને એમના શિષ્યોએ દુષ્કાળજન્ય વિકટ પરિસ્થિતિઓથી મજબૂર થઈ કાંબળો, દંડ, વસ્ત્ર, પાત્ર આદિ ધારણ કર્યા અને ગૃહસ્થોને ત્યાં બેસીને ભોજન કરવાનો પ્રારંભ કર્યો. સુભિક્ષ (સુકાળ) થતા શાંત્યાચાર્યએ પોતાના શિષ્યોને પુનઃ નિરવદ્ય દિગંબર શ્રમણાચાર ગ્રહણ કરવાની સલાહ આપી. શાંત્યાચાર્યના શિષ્યોએ એમની આજ્ઞાનું પાલન કરવાની ના પાડી દીધી. શાંત્યાચાર્યએ એમના શિષ્યોનો જિન પ્રરૂપિત જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) 969696969696969696969છ ૧૪૩] Page #153 -------------------------------------------------------------------------- ________________ ધર્મથી વિપરીત આચરણની કટુ શબ્દોમાં ભર્ત્યના (વખોડવું) કરી. એનાથી ક્રોધિત થઈ શાંત્યાચાર્યના પ્રમુખ શિષ્યએ એમના કપાળ ઉપર દંડથી પ્રહાર કર્યો. પરિણામતઃ શાંત્યાચાર્યનું નિધન થઈ ગયું. એમના નિધન પછી વિક્રમ સં. ૧૩૬ (વી. નિ. સં. ૬૦૬)માં એમના શિષ્યોએ એમના શિથિલાચાર અનુસાર નવીન શાસ્ત્રોની રચના કરી શ્વેતાંબર સંઘની સ્થાપના કરી. વી. નિ. સં. ૬૦૬માં દિગંબર શ્વેતાંબર મતભેદ પ્રારંભ થયો, એવી દિગંબર સંપ્રદાયની સર્વસંમત માન્યતા છે. અતઃ એના આધારે દેવસેન દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી ઉપર્યુક્ત માન્યતાને દિગંબર પરંપરાની માન્યતા સંખ્યા ૧ના નામથી અભિહિત કરી શકાય છે દિગંબર માન્યતાના અન્ય ગ્રંથો - આચાર્ય હહિરષણ રિચત બૃહત્કથા કોશ’ રત્નનંદિ રચિત ‘ભદ્રબાહુ ચરિત્ર’, ૨૫ધૂ રચિત ‘મહાવીર ચિરત’ આદિમાં આચાર્ય ભદ્રબાહુનો જીવન-પરિચય ભિન્ન-ભિન્ન રૂપમાં આપવામાં આવ્યો છે. દિગંબર પરંપરાના વિભિન્ન ગ્રંથો અનુસાર વિભિન્ન કાળમાં ભદ્રબાહુ નામના નિમ્નલિખિત ૫ આચાર્ય થયા છે : ૧. અંતિમ શ્રુતકેવળી આચાર્ય ભદ્રબાહુ, જેમનો સ્વર્ગવાસ વી. નિ. સં. ૧૬૨માં થયો અને જે ભગવાન મહાવીરના ૮મા પટ્ટધર હતા. ૨. ૨૯મા પટ્ટધર આચાર્ય ભદ્રબાહુ (અપરનામં યશોબાહુ) જે આઠ અંગોના ધારક હતા અને જેમનો કાળ વી. નિ. સં. ૪૯૨ થી ૫૧૫ સુધી માનવામાં આવ્યો છે. ૩. પ્રથમ અંગધર આચાર્ય ભદ્રબાહુ જેમનો કાળ વી. નિ. સં. ૧૦૦૦ની આસપાસનો અનુમાનિત કરવામાં આવે છે. ૪. નંદિસંઘ બલાત્કાર ગણની પટ્ટાવલી અનુસાર આચાર્ય ભદ્રબાહુ જેમનો આચાર્યકાળ વી. નિ. સં. ૬૦૯ થી ૬૩૧ માનવામાં આવ્યો છે. ૫. નિમિત્તજ્ઞ ભદ્રબાહુ જે એકાદશાંગીના વિચ્છેદ પછી થયા. શ્રુતસ્કંધના કર્તા અનુસાર એમનો સમય વિક્રમની ત્રીજી શતાબ્દી બેસે છે. કારણ કે વી. નિ. સં. ૬૮૩માં એકાદશાંગીનો વિચ્છેદ થઈ જવા પછી એમનો ઉલ્લેખ આપવામાં આવ્યો છે. ૧૪૪ ૭૭૭ © જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) Page #154 -------------------------------------------------------------------------- ________________ આ ઉલ્લેખો ઉપર ગંભીરતાથી વિચાર કરવા પર માત્ર ઇતિહાસના વિદ્વાન જ નહિ, અપિતુ સાધારણ વિદ્યાર્થી પણ એ નિષ્કર્ષ પર પહોંચશે કે અનેક ઉલ્લેખ સંભવતઃ કિવદંતીઓ, દંતકથાઓ અને લોકકથાઓના આધારે કરવામાં આવ્યા છે. વસ્તુતઃ એમની પાછળ કોઈ નક્કર આધાર અથવા પુષ્ટ પ્રમાણ નથી. ઉપર આપવામાં આવેલી માન્યતાઓનું ખંડન કરનારા અનેક પ્રમાણ સ્વયં દિગંબર પરંપરામાં વિદ્યમાન છે. એમાંનું એક પ્રબળ પ્રમાણ છે - પાર્શ્વનાથ બસ્તીનો શિલાલેખ, જેનું અભિલેખનકાળ શક સંવત્ પ૨૨, ત્યાર બાદ વિ. સ. ૬૫૭ અને વી. નિ. સં ૧૧૨૭માં છે. એ શિલાલેખમાં ક્રમશઃ ગૌતમ, લોહાર્ય, જમ્મુ, વિષ્ણુ, દેવ, અપરાજિત, ગોવર્ધન, ભદ્રબાહુ, વિશાખ, પ્રોષ્ઠિલ, કૃત્તિકાય, જય, નાગ, સિદ્ધાર્થ, ધૃતિષેણ. અને બુદ્ધિલ - આ ૧૬ આચાર્યોનાં નામ આપ્યાં પછી એમની ઉત્તરવર્તી આચાર્ય પરંપરામાં થયેલ ભદ્રબાહુને નિમિત્તજ્ઞ બતાવતા એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એમણે પોતાના નિમિતજ્ઞાનથી ભાવિ ૧૨ વર્ષના અકાળની સંઘને સૂચના આપી. ત્યાર બાદ સમસ્ત સંઘે દક્ષિણાપથની તરફ પ્રસ્થાન કર્યું. (નામ-સામ્યથી થયેલી ભ્રાંતિ) જે પ્રમાણે ગણધર મંડિત અને મૌર્યપુત્રની માતાઓનાં નામની . સમાનતાના આધારે હેમચંદ્રાચાર્ય, આવશ્યક ચૂર્ણિકાર આદિ અનેક પ્રાચીન વિદ્વાન આચાર્યોએ મૌર્યપુત્રને મંડિતના લઘુ સહોદર બતાવીને એવી માન્યતા અભિવ્યકત કરી દીધી કે - “ભગવાન મહાવીરના જન્મથી પૂર્વે ભરતક્ષેત્રના કેટલાક પ્રાંતોના ઉચ્ચકુલીન બ્રાહ્મણો સુધીમાં વિધવાવિવાહની પ્રથા પ્રચિલત હતી. બિલકુલ એ જ રીતે વિ. નિ. સં. ૧૫૬ થી ૧૭૦ સુધી આચાર્યપદ પર રહીને છેદસૂત્રકાર ચતુર્દશ પૂર્વધર આચાર્ય ભદ્રબાહુને અને વી. નિ. સં. ૧૦૩૨ (શક સં. ૪૨૭)ની આસપાસ વિદ્યમાન વરાહમિહિરના સહોદર ભદ્રબાહુને એક જ વ્યક્તિ માનવાનો ભ્રમ પણ ઘણા પ્રાચીન સમયથી વિદ્વાનોમાં ચાલ્યો આવી રહ્યો છે. આ પ્રકારની બ્રાંત ધારણાનો જન્મ સર્વ પ્રથમ કયા સમયે અને કયા વિદ્વાનના મસ્તિષ્કમાં ઉત્પન્ન થયો, એ નિશ્ચિત પણે નથી કહી શકાતું. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 96969696969696969696969છે ૧૪૫ | Page #155 -------------------------------------------------------------------------- ________________ (છેદસૂત્રકાર શ્રુતકેવળી ભદ્રબાહુ) એ તથ્યનો બધા વિદ્વાન એકમથી સ્વીકાર કરવા લાગ્યા છે કે - છેદસૂત્રોના કર્તા અસંધિગ્ધ રૂપથી ચતુર્દશ પૂર્વધર આચાર્ય ભદ્રબાહુ જ છે.” યદ્યપિ છેદસૂત્રોના આદિ, મધ્ય અથવા અંતમાં ક્યાંયે ગ્રંથકારનો નામોલ્લેખ નથી, છતાં પણ એમના પશ્ચાદ્વર્તી ગ્રંથકારોએ પોતાની કૃતિઓમાં જે ઉલ્લેખ કર્યા છે, એના આધારે એ નિશ્ચિત રૂપથી સિદ્ધ થાય છે કે છેદસૂત્રોના કર્તા ચતુર્દશ પૂર્વધર આચાર્ય ભદ્રબાહુ સ્વામી જ છે. દશાશ્રુતસ્કંધ સૂત્ર'ના નિર્યુક્તિકારે નિર્યુક્તિના પ્રારંભમાં લખ્યું છે કે - “હું દશાશ્રુતસ્કંધ, કલ્પ અને વ્યવહાર સૂત્રોના પ્રણેતા પ્રાચીનગોત્રીય અને અંતિમ શ્રુતકેવળી મહર્ષિ ભદ્રબાહુને નમસ્કાર કરું છું.' નિર્યુક્તિકાર અને પંચકલ્પ મહાભાષ્યકાર - બંને એ જ આચાર્ય ભદ્રબાહુને “દશાશ્રુત, કલ્પ અને વ્યવહાર' - આ ત્રણ સુત્રોના કર્તા માન્યા છે. પંચકલ્પ ભાષ્યની ચૂર્ણિમાં એમને “આચારકલ્પ અર્થાતુ નિશીથી સૂત્ર'ના પ્રણેતા પણ બતાવવામાં આવ્યા છે. ' એ પ્રમાણે ઉપર લખેલાં પ્રમાણોથી એ નિર્વિવાદ રૂપે સિદ્ધ થઈ જાય છે કે - “અંતિમ શ્રુતકેવળી આચાર્ય ભદ્રબાહુ છેદસૂત્રોના નિર્માતા હતા. (શ્રુતકેવળી ભદ્રબાહુ નિયુક્તિકાર નથી) હવે સૌથી મોટો પ્રશ્ન એ સામે આવે છે કે - “આ દસ નિયુક્તિઓના કત અંતિમ શ્રુતકેવળી આચાર્ય ભદ્રબાહુ હતા અથવા ભદ્રબાહુ નામના અન્ય કોઈ આચાર્ય ? ભગવાન મહાવીરના શાસનના સાતમા પટ્ટધર ચતુર્દશ પૂર્વધર આચાર્ય ભદ્રબાહુ વર્તમાનમાં ઉપલબ્ધ નિર્યુક્તિઓને રચનાકર નૈમિત્તિક ભદ્રબાહુથી ભિન્ન છે. બંને સમાન નામવાળા મહાપુરુષોને એક જ વ્યક્તિ ઠરાવવાના પક્ષમાં પ્રાચીન આચાર્યોના ઉલ્લેખ કેટલાક વિદ્વાનો દ્વારા પ્રમાણના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે. જેમાં બધા આચાર્યોએ ચતુર્દશ પૂર્વધર આચાર્ય ભદ્રબાહુ સ્વામીને જ નિયંતિકાર માન્યા છે, પણ એમની એ માન્યતાના સમર્થનમાં શાંત્યાચાર્ય સિવાય | ૧૪૬ 96969696969696969696969) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #156 -------------------------------------------------------------------------- ________________ કોઈ પણ વિદ્વાન આચાર્યએ કોઈ યુક્તિ પ્રસ્તુત નથી કરી. સામાન્ય રીતે માત્ર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે - “ચતુર્દશ પૂર્વધર આચાર્ય ભદ્રબાહુ સ્વામી નિયુક્તિકાર હતા.' - શાંત્યાચાર્યએ ચતુર્દશ પૂર્વધર આચાર્ય ભદ્રબાહુ સ્વામીને જ નિર્યુક્તિકાર ઠરાવવાની એમની માન્યતાના પક્ષમાં જ એવી યુક્તિ આપી છે કે - “ઉત્તરાધ્યયનની નિયુક્તિમાં નિર્યુક્તિકાર ભદ્રબાહુ સ્વામીએ પોતાનાથી ઘણા સમય પછી થયેલા મહાપુરુષોના અને એમના સંબંધિત ઉદાહરણ આપ્યાં છે' . એના આધારે કોઈ એવી શંકા ન કરી બેસે કે ઉત્તરાધ્યયનની નિયુક્તિ ચતુદર્શ પૂર્વધર આચાર્ય ભદ્રબાહુ દ્વારા રચિત નથી, પરંતુ કોઈ અન્ય દ્વારા રચિત છે અથવા આ ઉદાહરણ કોઈ અન્ય આચાર્ય દ્વારા એમાં જોડવામાં આવ્યા છે કારણ કે આચાર્ય ભદ્રબાહુ સ્વામી શ્રુતકેવળી હોવાને કારણે ત્રિકાળદર્શી હતા અને એમના પશ્ચાદ્વર્તી અર્વાચીન મહાપુરુષો સંબંધમાં પણ વિવરણ લખવામાં સમર્થ હતા. ચતુદર્શ પૂર્વધર આચાર્ય ભદ્રબાહુ નિયુક્તિકાર ન હોઈ શકે; એ તથ્યની પુષ્ટિમાં નિમ્નલિખિત પ્રમાણ દ્રષ્ટવ્ય છે. ૧. ચતુદર્શ પૂર્વધર ભદ્રબાહુ નિર્યુક્તિઓના કર્તા નથી. જો તેઓ નિયુક્તિકાર હોત તો તે સ્વયં પોતાની સ્તુતિ કરતા જઈ સ્વયંને નમસ્કાર નહિ કરતા અને ન પોતાના શિષ્ય આર્ય સ્થૂળભદ્રના ભગવાન સ્થૂળભદ્ર' એવા સ્તુત્યાત્મક શબ્દોમાં ગુણગાન પણ કરતા. દશાશ્રુતસ્કંધ નિયુક્તિ'ની પહેલી ગાથામાં નિર્યુક્તિકાર દ્વારા ભદ્રબાહુ સ્વામીને નિમ્નલિખિત શબ્દોમાં નમસ્કાર કરવામાં આવ્યો છે : વંદામિ ભદ્રબાહુ, પાઇર્ણ ચરિમસંગલ સુયનાëિ 1 સુરસ્સ કારગમિસિં, દસાસુ કપે ય વવહારે ||૧|| છેદસૂત્રોમાં દશાશ્રુત સ્કંધ, શ્રુતકેવળી ભદ્રબાહુની સર્વપ્રથમ કૃતિના રૂપમાં પ્રસિદ્ધ છે, એટલા માટે નિયુક્તિકારે દશાશ્રુતસ્કંધની નિર્યુક્તિમાં શ્રુતકેવળી ભદ્રબાહુને નમસ્કાર કર્યા છે. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) 96969696969696969696963 ૧૪૦. Page #157 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન સૂત્ર'ની નિયુક્તિમાં નિર્યુક્તિકારે આચાર્ય સ્થૂળભદ્રને ભગવાનની ઉપમાથી અલંકૃત કરીને એમનાં નિમ્ન લિખિત શબ્દોમાં ગુણગાન કર્યા છે. ભગવંપિ ચૂલભદ્દો, તિખે ચંકમિઓ ન ઉણ છિન્નો | અગિસિહાએ નૃત્યો ચાઉમાસે ન ઉણ દો II સાધારણ બુદ્ધિવાળી વ્યક્તિ પણ નિર્યુક્તિની આ ગાથાને જોઈને એ જ કહેશે કે - “આ નિર્યુક્તિના કર્તા જો શ્રુતકેવળી ભદ્રબાહુ હોત તો એ એમના શિષ્યની ભગવાનતુલ્ય આ પ્રકારની સ્તુતિ નહિ કરતા.” ૨. ચતુદર્શ પૂર્વધર આચાર્ય ભદ્રબાહુ નિયુક્તિકાર નથી, આ પક્ષના પ્રબળ સમર્થનમાં બીજું પ્રમાણ એ છે કે – “આવશ્યક નિર્યુક્તિની ગાથા સંખ્યા ૭૬૨, ૭૬૩, ૭૭૩ અને ૭૭૪માં એવું સ્પષ્ટ રૂપથી બતાવવામાં આવ્યું છે કે - “વજસ્વામીના સમય વી. નિ. સં. ૫૮૪ (વી. સં.૧૧૪) સુધી “કાલિક સૂત્રોના પૃથક પૃથક અનુયોગના રૂપથી વિભાજન થયું ન હતું. વજ સ્વામી પછી દેવેન્દ્ર વંદિત આર્ય રક્ષિતે સમયના પ્રભાવથી એમના વિદ્વાન શિષ્ય દુર્બલિકા પુષ્યમિત્રની સ્મરણશક્તિના હાસને જોઈને સૂત્રોનું પૃથક્કરણ ચાર અનુયોગોના રૂપમાં કર્યું. પટ્ટાવલીઓમાં આર્ય રક્ષિતના વી. નિ. સં. ૨૯૭માં સ્વર્ગસ્થ થવાનો ઉલ્લેખ મળે છે. એવી દશામાં વી. નિ. સં. ૫૮૪ થી ૧૯૭ના વચ્ચે ચાર અનુયોગોના રૂપમાં કરવામાં આવેલા સૂત્રોના વિભાજનની ઘટનાનો ઉલ્લેખ શ્રુતકેવળી ભદ્રબાહુ દ્વારા કરવાનું સંભવિત અને બુદ્ધિગમ્ય નથી થઈ શકતું, કારણ કે એમનો વી. નિ. સં. ૧૭૦માં સ્વર્ગવાસ થઈ ચૂક્યો હતો. ૩. “આવશ્યક નિર્યુક્તિની ગાથા ૭૬૪ થી ૭૬૯ અને ૭૭૩ થી ૭૭૬માં વજ સ્વામીના વિદ્યાગુરુ સ્થવિર ભદ્રગુપ્ત, આર્ય સિંહગિરિ, શ્રી વજ સ્વામી, આચાર્ય તોસલિપુત્ર, આર્ય રક્ષિત, ફિલ્થ રક્ષિત આદિ શ્રુતકેવળી ભદ્રબાહુના પશ્ચાતુવર્તી આચાર્યોથી સંબંધિત વિવરણોના ઉલ્લેખની સાથે-સાથે વજઋષિને અનેક વખત વંદન-નમસ્કાર કરવામાં આવ્યા છે. એવી સ્થિતિમાં ચતુર્દશ પૂર્વધર ભદ્રબાહુને નિર્યુક્તિકાર કદાપિ માની નથી શકાતા. કારણ ૧૪૮ 96969696969696969696969] જેન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) Page #158 -------------------------------------------------------------------------- ________________ કે એમના દ્વારા એમનાથી ઘણા સમય પછી થયેલ આચાર્યો પ્રત્યે આ પ્રકારનું વિનય-વંદન-નમન આદિની કોઈ પણ દશામાં સંગતિ નથી થઈ શકતી. ૪. “પિંડ નિર્યુક્તિ ગાથા' ૪૯૮માં આચાર્ય પાદલિપ્તસૂરિ સંબંધમાં તથા ગાથા ક્રમાંક ૫૦૩ થી ૫૦પમાં વજ સ્વામીના મામા આર્ય સમિતસૂરિ સંબંધમાં અને બ્રહ્મદીપક તાપસોની શ્રમણદીક્ષા અને બ્રહ્મદીપિક શાખાની ઉત્પત્તિ આદિનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ગાથાઓમાં પ્રાપ્ત વિવરણ શ્રુતકેવળી ભદ્રબાહુના ઘણા સમય પછી થયેલ આચાર્યો તથા એ આચાર્યોના સમયમાં ઘટિત થયેલ ઘટનાઓ સાથે સંબંધ ધરાવે છે. ૫. ઉત્તરાધ્યન સૂત્રની નિર્યુક્તિની ગાથા સંખ્યા ૧૨૦માં શ્રુતકેવળી ભદ્રબાહુ પછીના ઘણા સમય પછી થયેલ કાલિકાચાર્યના જીવનની ઘટનાઓનું વિવરણ આપવામાં આવ્યું છે. વર્તમાન કાળમાં ઉપલબ્ધ નિર્યુક્તિઓ ચતુર્દશ પૂર્વધર આચાર્ય - ભદ્રબાહુની કૃતિઓ નથી, આ તથ્યને સિદ્ધ કરનારું પ્રમાણ એ છે ઉત્તરાધ્યયન સૂરની નિયુક્તિ (અકામમરણીય)ની નિમ્નલિખિત ગાથામાં નિયુક્તિકારે એવો સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે ચતુર્દશ પૂર્વધર નથી : સવે એએ દારા, મરણવિભત્તીઈ વણિયા કમસો ! સગલણિઉણે પયત્વે, જિણ ચઉદ્દસપુવિ ભાસંતિ || અર્થાત્ - મેં મરણ વિભક્તિથી સંબંધિત સમસ્ત દ્વારોનું અનુક્રમે વર્ણન કર્યું છે. વસ્તુતઃ પદાર્થોનું સંપૂર્ણ રૂપે વિશ વર્ણન તો કેવળજ્ઞાની. અને ચતુર્દશ પૂર્વધર કરવામાં સમર્થ છે. - જો નિર્યુક્તિકાર ચતુદર્શ પૂર્વધર હોત તો તે પણ ક્યારેય નહિ કહેતા કે – “વસ્તુતઃ પદાર્થોનું સંપૂર્ણ રૂપે વિશદ વર્ણન તો કેવળજ્ઞાની અને ચતુર્દશ પૂર્વધર જ કરવામાં સમર્થ છે. આ નિર્યુક્તિગાથા જ એ વાતનું સ્વતઃ સિદ્ધ પ્રમાણ છે કે - “નિર્યુક્તિકાર ચતુર્દશ પૂર્વધર ભદ્રબાહુ નથી, અન્ય કોઈ આચાર્ય છે. ૭. શ્રુતકેવળી ભદ્રબાહુ નિર્યુક્તિકાર નથી, આ પક્ષની પુષ્ટિ માટેના સાતમા પ્રમાણના રૂપમાં આવશ્યક નિર્યુતિની ૭૭૮ થી ૭૮૩ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 2969696969696969696969] ૧૪૯ Page #159 -------------------------------------------------------------------------- ________________ સુધીની ગાથાઓમાં ભગવાન મહાવીર દ્વારા તીર્થ પ્રવચનના ૧૪મા વર્ષથી લઈને ભ. મહાવીરના નિર્વાણથી ૫૮૪ વર્ષ પછી થયેલા સાત નિકૂવો તથા વી. નિ. સં. ૬૦૯માં થયેલ દિગંબર મતોત્પત્તિ સુધીનું વર્ણન કરવામાં આવ્યું છે. વી. નિ. સં. ૧૭૦માં સ્વર્ગસ્થ થયેલ ભદ્રબાહુ દ્વારા જો નિયુક્તિઓની રચના કરવામાં આવી હોત તો વી. નિ. સં. ૬૦૯માં થયેલ ઘટનાઓનો એનામાં કદાપિ ઉલ્લેખ થયો ન હોત. ૮. આ પ્રકારે ઉત્તરાધ્યયન સૂત્રની નિયુક્તિ (ચતુરંગીય અધ્યયનની ગાથા સંખ્યા ૧૬૪ થી ૧૭૮માં સાત નિર્નવો તથા દિગંબર મતની ઉત્પત્તિની આવશ્યક નિર્યુક્તિ દ્વારા પણ વિસ્તૃત વર્ણન આપવામાં આવેલું છે. ૯. દશવૈકાલિક નિર્યુક્તિ અને ઓવ નિયુક્તિની ગાથાઓમાં કાલિક સૂત્ર અને ઓઘ - આ બંનેનો સમાવેશ ચરણ કરણાનુયોગમાં કરવામાં આવ્યો છે. અનુયોગોના રૂપમાં સૂત્રોનું પૃથક્કરણ વી. નિ. સં. પ૯૦ થી પ૦૭ની વચ્ચેના સમયમાં, શ્રુતકેવળી ભદ્રબાહુના સ્વર્ગસ્થ થયા પછી ૪૨૦ થી ૪૨૭ વર્ષના મધ્યવર્તી કાળમાં આર્યરક્ષિત દ્વારા કરવામાં આવ્યું છે.' ૧૦. શ્રુતકેવળી આચાર્ય ભદ્રબાહુ નિર્યુક્તિકાર નથી, એ પક્ષની પુષ્ટિમાં દશાશ્રુત સ્કંધ નિયુક્તિની એક વધુ ગાથા પ્રમાણ રૂપથી પ્રસ્તુત કરવામાં આવેલી છે : એગભવિએ ય બદ્ધાઉએ ય અભિમુહિય નામ ગોએ યાં એતે તિત્રિ વિ દેસા, દધ્વમિ ય પોંડરીયસ II૪૬ll આ ગાથામાં દ્રવ્ય નિક્ષેપના ત્રણ આદેશોનું વિવેચન કરવામાં આવ્યું છે. બૃહત્કલ્પ સૂત્રના ચૂર્ણિકારના કથનાનુસાર એ ત્રણે જ સ્થવિર આર્ય મંગૂ, આર્ય સમુદ્ર ને આર્ય સુહસ્તિની પૃથક પૃથક્ ત્રણ માન્યતાઓ છે. (નિષ્કર્ષ) ઉપર્યુક્ત વિસ્તૃત વિવેચનમાં પ્રમાણ પુરસ્સર જે વિપુલ સામગ્રીપ્રસ્તુત કરવામાં આવી છે, એનાથી ચોક્કસ પણે નિર્વિવાદ રૂપથી એ સિદ્ધ થાય છે કે આ નિયુક્તિઓ અંતિમ ચતુદર્શપૂર્વધર આચાર્ય ભદ્રબાહુની કૃતિઓ નથી, પરંતુ ભદ્રબાહુ નામના કોઈ અન્ય આચાર્યની કૃતિઓ છે. | ૧૫૦ 969696969696969696969ણે જૈન ધર્મનો મોલિક ઇતિહાસ (ભાગ-૨) Page #160 -------------------------------------------------------------------------- ________________ (નિયુક્તિકાર કોણ?) ચતુર્દશ પૂર્વધર આચાર્ય ભદ્રબાહુ ઉપલબ્ધ નિયુક્તિઓના કર્તા નથી, એ સિદ્ધ કરી દીધા પછી એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે અંતે આ નિર્યુક્તિઓ કોની કૃતિઓ છે? એને ઉકેલવાનો પ્રયાસ કરવા પહેલા આપણે એ જોવું પડશે કે ભદ્રબાહુ નામના કેટલા આચાર્યો થયા અને તે કયા - કયા સમયમાં થયા છે? ( દિગંબર અને શ્વેતાંબર બંને જ પરંપરાના ગ્રંથો અને શિલાલેખોને જોવાથી જાણ થાય છે કે કેટલાયે ભદ્રબાહુ થયા છે. દિગંબર પરંપરામાં વિભિન્ન સમયમાં થયેલ ૫ ભદ્રબાહુ નામના આચાર્યોનું વિવરણ આપવામાં આવી ચૂક્યું છે. પરંતુ શ્વેતાંબર પરંપરાના ગ્રંથોમાં ભદ્રબાહુ નામના બે આચાર્યો હોવાનો જ ઉલ્લેખ ઉપલબ્ધ થાય છે. એક તો ચતુર્દશ પૂર્વધર આચાર્ય ભદ્રબાહુ અને બીજા નૈમિત્તિક ભદ્રબાહુ. નૈમિત્તિક ભદ્રબાહુ સંબંધમાં નિમ્નલિખિત જનપ્રિય ગાથા પ્રસિદ્ધ છે. પાવયણી ૧, ધમકહી ૨, વાઈ ૩, ણેમિત્તિઓ ૪, તવસ્સીય ૫, વિજ્જા ૬, સિદ્ધો ૭, ય કઈ ૮, અફેવ પભાવગા ભણિયા વિના અજ્જરહ્મ ૧, નદિરોણો ૨, સિરિગુણ વિણેય 3, ભદ્રબાહુય ૪, ચખવગ પ, ફ્લખવુડ ૬, સમિયા ૭, દિવાયરો ૮, વા ઈહાહરણા રા. આઠ પ્રભાવકોમાં નૈમિત્તિક ભદ્રબાહુને ચોથો પ્રભાવક માનવામાં આવ્યો છે, શ્વેતાંબર પરંપરામાં ઘણા પ્રાચીન સમયથી એવી માન્યતા સર્વસંમત રૂપથી પ્રસિદ્ધ છે કે દશાશ્રુતસ્કંધ, કલ્પ સૂત્ર, વ્યવહાર સૂત્ર અને નિશીથ સૂત્ર - આ ચાર છેદસૂત્ર આવશ્યક નિર્યુક્તિ વગેરે ૧૦ નિયુક્તિઓ, ઉવસગ્ગહર સ્તોત્ર તથા ભદ્રબાહુ સંહિતા - એ ૧૬ ગ્રંથ ભદ્રબાહુ સ્વામીની કૃતિઓ છે. આ ૧૬ કૃતિઓમાંથી ૪ છેદસૂત્ર શ્રુતકેવળી બદ્રબાહુ દ્વારા નિર્મિત છે, એવું સપ્રમાણ સિદ્ધ કરી ચૂક્યા છીએ. એવી સ્થિતિમાં અનુમાનતઃ શેષ ૧૨ કૃતિઓ નૈમિત્તિક ભદ્રબાહુની હોઈ શકે છે, કારણ કે બે ભદ્રબાહુના અતિરિક્ત ત્રીજા ભદ્રબાહુનું હોવાનો શ્વેતાંબર વામયમાં ક્યાંયે કોઈ ઉલ્લેખ ઉપલબ્ધ નથી થતો. - શ્વેતાંબર પરંપરાના અનેક પ્રાચીન ગ્રંથોમાં ભદ્રબાહુ અને વરાહમિહિરને સહોદર માનીને એમનો વિસ્તૃત પરિચય સંયુકત રૂપે આપવામાં આવ્યો જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૨) 999999999992 ૧૫૧] Page #161 -------------------------------------------------------------------------- ________________ છે. એવી સ્થિતિમાં વરાહમિહિરનો સમય નિશ્ચિત થઈ જવાથી ભદ્રબાહુનો સમય પણ સ્વતઃ જ નિશ્ચિત થઈ જાય છે. વરાહમિહિર એમના ‘પંચસિદ્ધાંતિકા’ નામક ગ્રંથના અંતમાં લખેલ એક શ્લોકથી ગ્રંથ રચનાનો સમય શક સં. ૪૨૭ આપવામાં આવ્યો છે. એના આધારે વરાહમિહિરની સાથે-સાથે નૈમિત્તિક આચાર્ય ભદ્રબાહુનો સમય પણ શક સં. ૪૨૭(વી. સં. ૫૬૨ અને વી. નિ. સં. ૧૦૩૨)ની આસપાસનો નિશ્ચિત થઈ જાય છે. આ વાતો ઉપર ગંભીરતાપૂર્વક વિચાર કરવાથી એવો નિષ્કર્ષ નીકળે છે કે વી. નિ. સં. ૧૫૬ થી ૧૭૦ સુધી આચાર્યપદ ઉપર રહેનારા શ્રુતકેવળી ભદ્રબાહુ અને વી. નિ. સં. ૧૦૩૨ની આસપાસ થયેલા મહાન પ્રભાવક નૈમિત્તિક ભદ્રબાહુના જીવનકાળને કાલાન્તરમાં એક બીજાની સાથે જોડીને પ્રથમ ભદ્રબાહુને જ સ્મૃતિપટલ ઉપર અંકિત કરી દીધા. દ્વિતીય ભદ્રબાહુને એકદમ ભૂલી ગયા. બે આચાર્યોના જીવનપરિચયના આ સંમિશ્રણના ફળસ્વરૂપ એવી ભ્રાંત ધારણાએ જન્મ લીધો કે ચતુર્દશ પૂર્વધર ભદ્રબાહુ જ નિર્યુક્તિકાર, ઉપસર્ગહર સ્તોત્રકાર અને ભદ્રબાહુ સંહિતાકાર હતા. આ પ્રકારના ભ્રમનું નિરાકરણ થઈ જવા પછી સ્થિતિ સ્પષ્ટ થઈ જાય છે કે ચતુદર્શ પૂર્વધર આચાર્ય ભદ્રબાહુ છેદસૂત્રકાર હતા અને નૈમિત્તિક ભદ્રબાહુ દ્વિતીય, નિર્યુક્તિઓ, ઉપસર્ગહર સ્તોત્ર અને ભદ્રબાહુ સંહિતાના રચયિતા (રચનાકાર) હતા. શ્રુતકેવળીકાળની ઐતિહાસિક ઘટનાઓ પ્રમુખ રાજવંશઃ - વી. નિ. સં. ૬૦માં શિશુનાગવંશી રાજા ઉદાયી પછી નંદિવર્ધન પાટલીપુત્રના રાજસિંહાસન પર આરૂઢ થયા. નંદિવર્ધનથી લઈ અંતિમ નંદ ધનનંદ સુધી પાટલીપુત્રના રાજાઓને જૈન અને જૈનેતર સાહિત્યમાં ‘નવનંદો’ના નામથી અભિહિત કરવામાં આવ્યા છે. જ્યારે શ્રુતકેવળીકાળ પ્રારંભ થયો એ સમયે પ્રથમ નંદને પાટલીપુત્રના શાસનની ધુરા સંભાળવાનાં ૪ વર્ષ વીતી ચૂક્યાં હતાં. એ ૯ નંદો માંથી કોનું-કોનું કેટલાં-કેટલાં વર્ષો સુધી શાસન રહ્યું, એ સંબંધમાં ‘દુષ્યમા શ્રમણસંઘ સ્તોત્ર'ની અવસૂરિમાં નિમ્નલિખિત રૂપથી વિવરણ આપવામાં આવ્યું છે. ૧૫૨ ૩૭ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) Page #162 -------------------------------------------------------------------------- ________________ ક્રમ શાસક | શાસકકાળ આચાર્ય અને આચાર્યકાળ વી. નિ. સં. વર્ષ ૧. નિંદ પ્રથમ | ૬૦-૭૦ ૧૧ આર્ય જમ્બ ૪ વર્ષ + પ્રભવ ૭ વર્ષ (નંદિવર્ધન) ૨. નંદ દ્વિતીય | ૭૧-૮૧ ૧૦ પ્રભવ ૪ વર્ષ + સäભવ ૬ વર્ષ ૩. નંદ તૃતીય | ૮૧-૯૪ ૧૩ સથંભવ ૧૩ વર્ષ ૪. નંદ ચતુર્થ| ૯૪-૧૧૯ ૨૫ સäભવ ૪ વર્ષ+ યશોભદ્ર ૨૧ વર્ષ પ. નંદ પંચમ ૧૧૯-૧૪૪ ૨૫ યશોભદ્ર ૨૫ વર્ષ ૬. નંદ ષષ્ઠ ૧૪૪-૧૫૦ ૬ યશોભદ્ર ૪વર્ષ+સંભૂતવિજય ૨ વર્ષ ૭. નંદ સપ્તમ્ ૧૫૦-૧૫૬ ૬ સંભૂતિવિજય ૬ વર્ષ |૮. નંદ અષ્ઠમ્ ૧પ૬-૧૬૦ ૪ ભદ્રબાહુ ૪ વર્ષ નંદ નવમ્ ૧૬૦-૨૧૫ ૫૫ ભદ્રબાહુ ૧૦ વર્ષ+સ્થૂલભદ્ર ૪૫ વર્ષ | |(ધનનંદ) | કુલ ૧૫૫ ઉપર વર્ણિત વિવરણથી એવું સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે કે શ્રુતકેવળી કાળના પ્રારંભ થવાના ૪ વર્ષ પૂર્વે પ્રથમ નંદ નંદિવર્ધન પાટલીપુત્રના રાજસિંહાસન પર આસન્ન થયો અને શ્રુતકેવળીકાળની સમાપ્તિ સમયે વી. નિ. સં. ૧૭૦માં અંતિમ નવમ્ નંદ ધનનંદના શાસનકાળમાં ૧૦ વર્ષ વીતી ચૂક્યાં હતાં, તથા શ્રુતકેવળીકાળની સમાપ્તિનાં ૪પ વર્ષ પછી ૧૫૫ વર્ષના નંદોના શાસનકાળની સમાપ્તિની સાથે પાટલિપુત્રના રાજસિંહાસન ઉપર મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત આસન્ન થયો. વી. નિ. સં. ૬૪ થી ૧૭૦ સુધીના ૧૦૬ વર્ષના શ્રુતકેવળીકાળમાં એક પ્રકારે પ્રાય: નંદ રાજાઓનું જ પ્રભુત્વ રહ્યું. પ્રથમ નંદ નંદિવર્ધને અનેક રાજ્યોને જીતીને મગધ રાજ્યની સીમાઓ અને શકિતમાં અભિવૃદ્ધિ કરી. નંદિવર્ધનના રાજ્યકાળથી જ અવંતી, કૌશાંબી અને કલિંગના રાજા મગધના આજ્ઞાવર્તી શાસક બની ચૂક્યા હતા. (ઉપકેશગચ્છ) ઉપકેશગચ્છ પટ્ટાવલી અનુસાર વિ. નિ. સં. ૭૦માં આચાર્ય રત્નપ્રભસૂરિ દ્વારા ઉપકેશ નગર (ઓસિયા)માં ચાતુર્માસ કરવાનો અને ત્યાંના ક્ષત્રિયોને ઓસવાલ બનાવવાનો ઉલ્લેખ મળે છે. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 96969696969696969696963 ૧૫૩ Page #163 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વ પરંપરાના આચાર્ય સ્વયંપ્રભસૂરિની પાસે વિદ્યાધર રાજા મણિરત્ન ભિશમાળમાં વંદન કરવા આવ્યો અને એમનો ઉપદેશ સાંભળી પોતાના પુત્રને રાજ્ય સોંપી આચાર્યશ્રીની પાસે દીક્ષિત થઈ ગયો. એમની સાથે અન્ય ૫૦૦ વિદ્યાધર પણ દીક્ષિત થઈ ગયા. દીક્ષા લીધા પછી આચાર્ય સ્વયંપ્રભએ એમનું નામ રત્નપ્રભ રાખ્યું. વી. નિ. સં. ૫૨માં મુનિ રત્નપ્રભને આચાર્યપદ પ્રદાન કરવામાં આવ્યું, આચાર્ય રત્નપ્રભ અનેક ક્ષેત્રોનાં વિચરણ કરતા-કરતા એક સમયે ઉપકેશ નગરમાં પધાર્યા. એ સમયે આખા નગરમાં એક પણ જૈનધર્માવલંબી ગૃહસ્થ ન હોવાના કારણે એમને અનેક કષ્ટોનો સામનો કરવો પડ્યો: ભિક્ષા ન મળવાના કારણે એમણે અને એમના શિષ્યોને ઉપવાસ પર ઉપવાસ કરવા પડ્યા, છતાં પણ એમણે ૩૫ સાધુઓની સાથે ઉપકેશ નગરમાં ચતુર્માસ કરવાનો નિર્ણય લીધો અને બાકીના શેષ શિષ્યોએ કોરન્ટ આદિ અન્ય નગરો અને ગ્રામોમાં ચતુર્માસ કરવા માટે ઉપકેશ નગરથી વિહાર કરાવી દીધો. ઉપકેશ નગરમાં ચાતુર્માસ કર્યા પછી રત્નપ્રભસૂરિ આહાર-પાણીની અનુપલબ્ધિ આદિ અનેક ઘોર મુસીબતોને સમભાવથી સહન કરતાકરતા આત્મસાધનામાં તલ્લીન રહેવા લાગ્યા. આ પ્રકારે ચતુર્માસનો કેટલોક સમય ગાળ્યા પછી એક દિવસ ઉપકેશ નગરના રાજા ઉત્પલના જમાઈ ત્રૈલોક્યસિંહને એક ભયંકર વિષધરે (સાપે) ડંખ માર્યો. ઉપચારના રૂપમાં કરવામાં આવેલા બધા પ્રયત્ન નિષ્ફળ રહ્યા અને કુમારને મૃત સમજી દાહ-સંસ્કાર માટે સ્મશાન તરફ લઈ ગયા. ત્યાં આચાર્ય રત્નપ્રભસૂરિ દ્વારા ચરણોદક સીંચવાથી કુમારનું ઝેર ઊતરી ગયું અને એણે નવજીવન પ્રાપ્ત કર્યું. શોકમાં ડૂબેલા રાજપરિવાર અને સમસ્ત ઉપકેશ નગર પુનઃ આનંદિત થઈ ઊઠ્યાં. આ અદ્ભુત ઘટનાથી પ્રભાવિત થઈ રાજા, મંત્રી, એમનાં પરિજનો અને પુરજનો આદિએ ઘણી મોટી સંખ્યામાં જૈન ધર્મનો સ્વીકાર કર્યો અને એ બધા ઓસિયા નિવાસી હોવાના કારણે એ નવા જૈન બનેલા લોકોની ‘ઓસવાલ’ નામથી ખ્યાતિ થઈ, કહેવામાં આવે છે કે એમણે, ૧,૮૦,૦૦૦ અજૈનોને જૈન ધર્માવલંબી બનાવ્યા અને વી. નિ. સં. ૮૪માં સ્વર્ગગમન કર્યું. રત્નપ્રભસૂરિ પછી યક્ષદેવસૂરિ આદિના ક્રમથી ઉપકેશ ગચ્છની આચાર્ય પરંપરા અદ્યાવિધ અવિચ્છિન્ન (સાંગોપાંગ) રૂપથી ચાલી આવતી બતાવવામાં આવેલી છે. ૧૫૪ ૭૭ © જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) Page #164 -------------------------------------------------------------------------- ________________ દશપૂર્વધર કાળ (વી. નિ. સં. ૧૦૦ થી ૫૮૪)ના આચાર્યો ( ૮. આચાર્ય પૂળભદ્ર આચાર્યકાળ - વિ. નિ. સં. ૧૭૦ થી ૨૧૫ ૯. આચાર્ય મહાગિરિ આચાર્યકાળ - વિ. નિ. સં. ૨૧૫ થી ૨૪૫ ૧૦. આચાર્ય સુહસ્તી આચાર્યકાળ - વિ. નિ. સં. ૨૪૫ થી ૨૯૧ ૧૧. આચાર્ય ગુણસુંદર આચાર્યકાળ - વિ. નિ. સં. ૨૯૧ થી ૩૩૫ ૧૨. આચાર્ય શ્યામ (કાલકાચાર્ય પ્રથમ) આચાર્યકાળ - વિ. નિ. સ. ૩૩૫ થી ૩૭૬ ૧૩. આચાર્ય શાંડિલ્ય (સ્કંદિલ) આચાર્યકાળ - વી. નિ. સં. ૩૭૬ થી ૪૧૪ ૧૪. આચાર્ય રેવતીમિત્ર આચાર્યકાળ - વિ. નિ. સં. ૪૧૪ થી ૪૫૦ - ૧૫. આચાર્ય ધર્મ આચાર્યકાળ - વી. નિ. સં. ૪૫૦ થી ૪૯૪ ૧૬. આચાર્ય ભદ્રગુપ્ત - આચાર્યકાળ - વી. નિ. સં. ૪૯૪ થી ૫૩૩ ૧૭. આચાર્ય શ્રી ગુપ્ત આચાર્યકાળ - વિ. નિ. સં. ૧૩૩ થી ૫૪૮ ૧૮. આચાર્ય આર્ય વજ આચાર્યકાળ - વિ. નિ. સં. ૫૪૮ થી ૫૮૪ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 96969696969696969696962 ૧૫૫ Page #165 -------------------------------------------------------------------------- ________________ દશપૂર્વધરકાળ અંતિમ ચતુર્દશ પૂર્વધર આચાર્ય ભદ્રબાહુના સ્વર્ગારોહણની સાથે જ વી. નિ. સં. ૧૭૦માં શ્રુત-કેવળીકાળ સમાપ્ત થઈ દશપૂર્વધરોનો કાળ પ્રારંભ થાય છે. વી. નિ. સં. ૧૭૦ થી ૫૮૪ સુધીનો કુલ મેળવીને ૪૧૪ વર્ષ શ્વેતાંબર પરંપરા અને વી. નિ. સં. ૧૬૨ થી ૩૪૫ સુધીના કુલ ૧૮૩ વર્ષ દિગંબર પરંપરા દશપૂર્વધરકાળ ગણે છે. ૮. આર્ય સ્થૂળભદ્રે જન્મ દીક્ષા આચાર્યપદ સ્વર્ગારોહણ : વી. નિ. સં. ૧૧૬ વી. નિ. સં. ૧૪૬ વી. નિ. સં. ૧૭૦ : વી. નિ. સં. ૨૧૫ : : ગૃહસ્થપર્યાય સામાન્ય મુનિપર્યાય : આચાર્યપર્યાય : ૩૦ વર્ષ ૨૪ વર્ષ : ૪૫ વર્ષ કુલ આયુષ્ય : ૯૯ વર્ષ અંતિમ શ્રુતકેવળી આચાર્ય ભદ્રબાહુ પછી ભ..મહાવીરના આઠમા પટ્ટધર આચાર્ય સ્થૂળભદ્ર થયા. કામવિજયી આર્ય સ્થૂળભદ્રની ગણના વીરલા નરપુંગવોમાં કરી શકાય છે. આર્ય સ્થૂળભદ્રએ મેળવેલી કામ પરની અલૌકિક વિજયથી પ્રેરણા લઈ અનેક કવિઓએ એમના જીવનચરિત્રને ધ્યાનમાં લઈ અનેક ભાષાઓમાં કાવ્ય લખ્યાં છે. શૃંગાર અને વૈરાગ્ય બંનેની પરાકાષ્ઠાનો અપૂર્વ અને અદ્ભુત સમન્વય (સંગમ) આર્ય સ્થૂળભદ્રના જીવનમાં જોવા મળે છે. મેશના કોઠારમાં રહીને પણ કોઈ વ્યક્તિ એના તન પર જરાપણ કાળાશ ન લાગવા દે, એ અશક્ય છે. પણ આર્ય સ્થૂળભદ્રએ લાગલગાટ ચાર મહિના સુધી એમના સમયની સર્વોત્કૃષ્ટ સુંદરી કામિની કોશા વૈશ્યાના ઘરે રહીને પણ તદ્દન નિષ્કામ રહી આ અશક્યને શક્ય કરી બતાવ્યું. ૧૫૬ ૭૭૭ ઊજી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) Page #166 -------------------------------------------------------------------------- ________________ જન્મ, માતા-પિતા આચાર્ય-સ્થૂળભદ્રનો જન્મ વી. નિ. સં. ૧૧૬માં એક એવા સંસ્કારી બ્રાહ્મણ કુટુંબમાં થયો, જે જૈન ધર્મનું દૃઢ આસ્તિક અને રાજમાન્ય હતું. મગધસમ્રાટ ઉદાયીના દેહાંત પછી આ પરિવારના પૂર્વપૂરુષ ‘કલ્પક’ને પ્રથમ નંદ દ્વારા મગધ સામ્રાજ્યના મહામાત્ય નીમવામાં આવ્યા, ત્યારથી જ અર્થાત્ પ્રથમ નંદના સમયથી નવમા નંદના સમય સુધી અવિરત આ જ બ્રાહ્મણ કુટુંબના મોભી મગધના મહામાત્યપદને શોભાવતા રહ્યા. નવમા નંદના મહામાત્યનું નામ શકટાર અથવા શકડાલ હતું. આર્ય સ્થૂળભદ્ર આ જ ગૌતમ-ગૌત્રીય બ્રાહ્મણ શકડાલના પુત્ર હતા. એમની માતાનું નામ લક્ષ્મીદેવી હતું. મંત્રીશ્વર શકડાલ એમના સમયના ઉચ્ચ કોટિના રાજનીતિજ્ઞ, શિક્ષા વિશારદ અને કુશળ પ્રશાસક હતા. શકડાલના મહામાત્યકાળમાં મગધ દેશની ઉલ્લેખનીય સીમાંવૃદ્ધિની સાથે-સાથે રાજસી ખાતામાં અભૂતપૂર્વ અભિવૃદ્ધિ થઈ. આવા નામચીન મહામાત્યના ઘરે સ્થૂળભદ્રનો જન્મ થયો. સ્થૂળભદ્રના લઘુબંધુ સહોદરનું નામ શ્રીયક હતું. સ્થૂળભદ્ર અને શ્રીયકની સાત બહેનો હતી. જેમનાં નામ ક્રમશ યક્ષા, યક્ષદિશા, ભૂતા, ભૂતદિશા, સૈણા, મૈણા તથા રૈણા હતાં. મંત્રીશ્વરે એમનાં આ બે પુત્રો અને સાત પુત્રીઓની ઉચ્ચ કેળવણી માટે યોગ્ય આયોજન કરી બધી વિદ્યાઓમાં એમને પારંગત કર્યાં. કોશાને ત્યાં બધી વિદ્યાઓમાં નિપુણ હોવા છતાં પણ યુવાન સ્થૂળભદ્ર ભોગમાર્ગથી તદ્દન અનભિજ્ઞ રહ્યાં, અતઃ એમના પિતાએ સંસારથી વિરક્ત સ્થૂળભદ્ર માટે વ્યાવહારિક શિક્ષા અને ગૃહસ્થજીવન તરફ આકર્ષિત કરવા માટે કોશા નામની એક ઘણી ચતુર-બુદ્ધિશાળી વેશ્યાને ત્યાં એમને રાખ્યા. થોડા જ દિવસોના સંસર્ગથી શિક્ષિકા કોશા અને શિક્ષાર્થી સ્થૂળભદ્ર એકબીજાના ગુણો પર એટલા મુગ્ધ-(મોહિત) થયાં કે એક પળ માટે પણ એકબીજાથી દૂર રહેવું એમનાં માટે પ્રાણઘાતક જેવું અસહ્ય જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૭ ૧૫૭ Page #167 -------------------------------------------------------------------------- ________________ થઈ પડ્યું. આ પરસ્પરનું આકર્ષણ આખરે એ ચરમ સીમાએ પહોંચ્યું કે બાર-બાર વર્ષો સુધી એકબીજામાં રમમાણ (રત) રહેવાને લીધે એમણે એમની દાસીઓ સિવાય કોઈનું પણ મોઢું જોયું નહોતું. આ તરફ, શ્રીયક એના પિતાની સાથે નવમા નંદના રાજદરબારમાં જવા લાગ્યો, તેમજ એના પિતાના રાજકાજમાં પણ મદદ કરવા લાગ્યો. (વરરુચિની પ્રતિસ્પધી ) નવમ્ નંદનું રાજ્યતંત્ર શકટારના બુદ્ધિકૌશલ્યથી સ્વચાલિત યંત્રની જેમ વ્યવસ્થિત રીતે જાણે જાતે જ ચાલુ રહ્યું હોય એવું સંચાલન થઈ રહ્યું હતું. રાજ્યના નાનાં-મોટાં તમામ કાર્યોમાં શકટારનું જ પ્રભુત્વ હતું. શકટારના પ્રબળ પ્રભાવને જોઈ વરરુચિ નામના એક વિદ્વાનના મનમાં દ્વેષ જાગ્યો અને શને શનૈ (ધીરે ધીરે) વિદ્વાન વરરુચિ, મહામાત્ય શકટારનો કટ્ટર પ્રતિસ્પર્ધી બની ગયો. પોતાના પ્રકાંડ પાંડિત્યના માધ્યમે રાજા અને પ્રજાના મનમાં પોતાનું સ્થાન બનાવવાની ગણતરીથી વરરુચિ રાજાની પ્રશંસામાં દરરોજ નવાં-નવાં કાવ્યોની રચના કરી રાજાને સંભળાવી એમની પાસેથી પ્રતિષ્ઠાની સાથે-સાથે અર્થપ્રાપ્તિનો પણ પ્રયાસ કરવા લાગ્યો, પરંતુ શકટારના મોઢેથી એના વખાણના એક પણ બોલ ન નીકળતા. નંદે ના તો ક્યારેય વરરુચિનાં કાવ્યોની પ્રશંસા કરી, ન તો ક્યારેય ખુશ થઈ ધન આપ્યું. અતઃ વરરુચિ સ્થિતિનો તાગ પામી ઘણો વિચાર કર્યા પછી સાહિત્યની મર્મજ્ઞા (જાણકાર) શકટારની પત્ની લક્ષ્મીદેવીને પોતાનાં કાવ્યો વડે ખુશ કરવાનો પ્રયત્ન આદર્યો. પોતાના પદલાલિત્યથી લક્ષ્મીદેવીને પ્રસન્ન કરી વરચિએ એને વિનવણી કરી કે મંત્રીશ્વર શકટારને કહીને મહારાજ નંદની રાજસભામાં એની કાવ્યકૃતિઓની પ્રશંસા કરાવે. છેવટે લક્ષ્મીદેવીએ એમના પતિને વિનંતી કરી કે - “વરરુચિને ધનપ્રાપ્તિ થાય એ હેતુથી તેઓ એની કાવ્યકૃતિની રાજસભામાં પ્રશંસા કરે.' પોતાની વિદુષી પત્નીના આગ્રહને વશ થઈ બીજા દિવસે શકટારે વરરુચિનાં કાવ્યોની રાજસભામાં પ્રશંસા-શ્લાઘા કરી, ફળસ્વરૂપ નંદે પ્રસન્ન થઈ વરરુચિને એના કાવ્યપઠનને ધ્યાનમાં લઈ ૧૦૮ સ્વર્ણમુદ્રાઓ આપી. - ૧૫૮ 96969696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #168 -------------------------------------------------------------------------- ________________ વરરુચિ દરરોજ એનાં નવીન કાવ્યો નંદના દરબારમાં સંભળાવતો, જેથી એને તરત જ રાજાના રાજકોશમાંથી ૧૦૮ સ્વર્ણમુદ્રાઓ મળતી. આ ક્રમ અવિરત ઘણા દિવસો સુધી ચાલતો રહ્યો. આટલા મોટા પ્રમાણમાં રાજકોશમાંથી ધનરાશિના વ્યયને રોકવું જરૂરી સમજી મહામંત્રી શકટારે એક દિવસ નંદને કહ્યું કે - “જે કાવ્યો વરરુચિ તમને સંભળાવે છે તે એના પોતાનાં બનાવેલાં નથી, પણ બીજા કોઈ કવિઓની રચના આપણી સામે વાંચે છે, એના દ્વારા સંભળાવાયેલી કાવ્યરચના તો મારી યક્ષા, ક્ષદિન્ના આદિ સાત પુત્રીઓ પણ સંભળાવી શકે છે, કાલે સવારમાં જ એનું પ્રત્યક્ષીકરણ થઈ જશે.” મહારાજ નંદને આ સાંભળી ઘણું આશ્ચર્ય થયું. બીજા દિવસે સવારે રાજસભામાં પડદા પાછળ મહામાત્યની સાતેય પુત્રીઓને બેસાડવામાં આવી. વરરુચિએ મહારાજની સ્તુતિ માટે પોતાના ૧૦૮ નવા શ્લોકો રાજસભામાં સંભળાવ્યા. વરરુચિના સંભળાવ્યા પછી યક્ષાએ એમના દ્વારા બોલાયેલા ૧૦૮ શ્લોકોને યથાવત્ રીતે સંભળાવી દેતા વરરુચિ સહિત આખી રાજસભા આશ્ચર્યચકિત થઈ ગઈ. ત્યાર બાદ અનુક્રમે યાદિજ્ઞા, ભૂતા, ભૂતદિન્ના, સૈણા, મૈણા અને રણાએ પણ એક પછી એક ઊભા થઈ એ શ્લોકોને રાજસભામાં સંભળાવી દીધા. ખરેખર તો એ કન્યાઓ ક્રમશઃ એકપાઠી, (એક વખત સાંભળવામાત્રથી મોટામાં મોટા ગદ્ય અથવા પદ્યને કંઠસ્થ કરનારી) ક્રિપાઠી, ત્રિપાઠી, ચતુર્પોઠી, પંચપાઠી, પપાઠી અને સપ્તપાઠી હતી. રાજસભામાં આ તથ્ય કોઈ જાણતું ન હતું, એને લીધે બધાના મનમાં વરરુચિ પ્રત્યે જુગુપ્સા (નફરત) થઈ ગઈ. પળમાત્રામાં એની પ્રતિષ્ઠા ધૂળધાણી થઈ ગઈ. તે હતપ્રભ અને લજ્જિત થઈ ગયો. (શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયો.) - મહામંત્રીની એક જ ચાલથી એની પ્રતિષ્ઠા ધૂળમાં મળી ગયેલી જોઈ એને હૃદયમાં શકટારને પ્રત્યે બદલાની આગ સળગવા લાગી. એને ગમે તે પ્રકારે પોતાની ખોવાયેલી પ્રતિષ્ઠાને પુનઃ પ્રાપ્ત કરવા શકટારથી બદલો લેવાનો નિર્ધાર કર્યો. ઘણા વિચાર-મનન પછી એણે એક રસ્તો (ઉપાય) શોધી કાઢ્યો. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 36369696969696969696969 ૧૫૯ | Page #169 -------------------------------------------------------------------------- ________________ (રહસ્યપૂર્ણ - ચમત્કાર ) કાર્યને સિદ્ધ કરવા માટે યોગ્ય પ્રબંધ કર્યા પછી વરરુચિએ એના શિષ્યોના માધ્યમથી પાટલીપુત્રના નાગરિકોમાં એ પ્રમાણેનો પ્રચારપ્રસાર કરાવ્યો કે - “અમુક તિથિએ સવારે સૂર્યોદયના સમયે વરરુચિ સ્વનિર્મિત કાવ્યપાઠોથી ગંગાને પ્રસન્ન કરશે અને ગંગા સ્વયં એના હાથો વડે એને ૧૦૮ સ્વર્ણમુદ્રાઓ આપશે. નિયત તિથિએ સૂર્યોદય પહેલાં જ વિશાળ જનમેદની ગંગાના કિનારે ઉપસ્થિત થઈ ગઈ. વરરુચિ ગંગામાં સ્નાન કર્યા પછી ઉચ્ચ સ્વરે ગંગાની સ્તુતિ કરવા લાગ્યો. સૂર્યોદય થતા-થતા હજારો નર-નારીઓએ જોયું કે અચાનક જ ગંગાના વહેણમાંથી એક નારીનો હાથ ઉપર આવ્યો અને વરરુચિના હાથમાં એક થેલી મૂકી પાછો ગંગાના વહેણમાં વિલીન થઈ ગયો. થેલી બધાની સામે ખોલી સ્વર્ણમુદ્રાઓ ગણી તો તે પૂરી ૧૦૮ નીકળી. વરચિના જયઘોષના નાદથી ગગન ગાજી ઊઠ્યું. વીજળીવેગે આ વાત બધે ફેલાઈ ગઈ. થોડા જ દિવસોમાં વરરુચિની કીર્તિ દૂર-દૂર સુધી ફેલાઈ ગઈ. એક દિવસ રાજાએ શકટારને ગંગાકિનારે જઈ પ્રત્યક્ષ આ ચમત્કાર જોવાની ઇચ્છા વ્યકત કરી. મહામંત્રી શકટારે ગુપ્તચર વિભાગના એક અત્યંત બુદ્ધિશાળી અને કુશળ અધિકારીને સાચી હકીકતનો પત્તો લગાડવાનો આદેશ આપ્યો, જેના પરિણામે શકટારને ખબર પડી કે વરરુચિ રાતના સમયે ત્યાં જઈ સ્વર્ણમુદ્રાની થેલી ગંગાની અંદર લગાડાયેલા યંત્ર ઉપર મૂકી દેતો હતો અને સવારે એના પર પગ વડે વજન આપવાથી એ થેલી ઉપર આવતા તે મેળવી જનતાની આંખોમાં ધૂળ નાંખતો હતો. આ હકીકતને જાણ્યા પછી શકટારે આગલી રાત્રે વરરુચિ વડે મુકાયેલી સ્વર્ણમુદ્રાની થેલી ગંગામાંથી એના ગુપ્તચરો પાસે કઢાવી નાંખી. બીજા દિવસે સવારે સૂર્યોદય પહેલાં જ વિપુલ માનવ-મહેરામણ ગંગાકિનારે એકઠું થઈ ગયું. યથા સમયે મહારાજ નંદ એમના મહામાત્ય અને અન્ય અધિકારીઓની સાથે ત્યાં આવ્યા. વરરુચિએ ગંગાસ્થાન કર્યા પછી ગંગાની સ્તુતિ કરવી શરૂ કરી. સ્તુતિપાઠના અંતે વરરુચિએ | ૧૦૦ 9િ6969696969696969696 જન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) Page #170 -------------------------------------------------------------------------- ________________ દરરોજની જેમ યંત્ર પર પગ મૂકી દબાવ્યો. અચાનક ગંગાની ધારામાંથી એક હાથ ઉપર આવ્યો, પણ તે હાથ ખાલી હતો. એમાં સ્વર્ણમુદ્રા ભરેલી થેલી ન હતી. વરરુચિએ ગંગામાં ડૂબકી લગાવી પાણીમાં એ થેલી શોધવા ઘણા ફાંફા માર્યા, પણ એની બધી મહેનત એળે ગઈ. તે ઊતરેલ મોઢે ચુપચાપ ઊભો રહી ગયો. આ લે તારી એ ૧૦૮ સ્વર્ણમુદ્રાઓ ભરેલી થેલી, જેને તે રાતના સમયે ગંગામાં થાપણના રૂપે મૂકી હતી.” આમ બોલી મહામાત્ય શકટારે સ્વર્ણમુદ્રાઓથી ભરેલી થેલી વરરુચિના હાથમાં મૂકી દીધી. એનાથી લોકોની આંખોમાં વૃણા અને તિરસ્કાર ફૂટી નીકળેલો જોઈ વરરુચિએ પ્રાણઘાતક પીડા કરતા પણ વધુ અસહ્ય પીડાનો અનુભવ કર્યો. તે એના આ પયંત્રના ખુલ્લા પડી જવાથી એટલો બધો ક્ષોભ પામ્યો કે કેટલાય દિવસો સુધી પોતાના આવાસમાંથી બહાર સુધ્ધાં ન નીકળ્યો. પોતાના આ જાહેર અપમાનનું કારણ મહામાત્ય શકટારને માની વરરુચિ હંમેશાં એનો બદલો લેવા માટે શકટારની નબળી કડીને શોધવાના પ્રયત્નમાં લાગી રહ્યો. એક દિવસ શકટારની એક દાસી દ્વારા વરરુચિને એવી સૂચનાજાણકારી મળી કે એના પુત્ર શ્રીયકના વિવાહ પ્રસંગે શકટાર મહારાજ નંદને ભેટ સ્વરૂપે આપવા માટે ઉત્તમ પ્રકારના તેમજ બહુમૂલ્ય છત્ર, ચામર વગેરે સમસ્ત રાજચિહ્નો અને અત્યાધુનિક વિશિષ્ટ પ્રકારનાં સંહારક શસ્ત્રાસ્ત્ર બનાવડાવી રહ્યા છે. (વરરુચિનું શકટાર વિરુદ્ધ ષડ્યુંત્રા ઉપર્યુક્ત સૂચનાને શકટારથી બદલો લેવા માટે પોતાના ભાવિ પડ્યુંત્રની કામની પૃષ્ઠભૂમિ સમજી એક શ્લોકની રચના કરી, જેનો અર્થ હતો - “મહામંત્રી શકટાર જે કંઈ પણ કરવા માંગે છે, અને મહારાજ નંદ નથી જાણતા. નંદને મારીને શકટાર એક દિવસે પોતાના પુત્ર શ્રીયકને મગધના રાજસિંહાસન પર બેસાડી દેશે.” - વરરુચિએ ઘણાં બધાં બાળકોને મીઠાઈઓ આપીને ભેગાં કર્યા, એમને આ શ્લોક કંઠસ્થ કરાવી કહ્યું કે - “તેઓ આ શ્લોક ગલીઓમાં, બજારોમાં, ચાર રસ્તાઓ પર, રમવાનાં સ્થળોએ અને ઉદ્યાનો વગેરેમાં જૈિન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૨) 2996969696969696999 ૧૬૧] Page #171 -------------------------------------------------------------------------- ________________ વારંવાર ઊંચા સાદે બોલે.' આના કારણે પાટલીપુત્રનાં બધાં જાહેર સ્થળોએ આ રહસ્યપૂર્ણ શ્લોકનો ગુંજારવ થવા લાગ્યો. સેવકોના માધ્યમથી દરેક જગ્યાએ જાણીતો આ શ્લોક રાજા નંદ પાસે પહોંચ્યો. નંદ ચમકી ગયો, પણ એને દૃઢ વિશ્વાસ હતો કે શકટાર કોઈ પણ સ્થિતિમાં આ રીતનું ઘૃણાસ્પદ કાર્ય કરી જ ન શકે, છતાં પણ હકીકતનો તાગ મેળવવા નંદે એની એક વિશ્વાસુ વ્યક્તિને મહામંત્રીના આવાસમાં થઈ રહેલાં કાર્યોની વિસ્તૃત માહિતી મેળવવા હેતુ આદેશ આપ્યો. તે વ્યક્તિ તરત જ શકટારના નિવાસસ્થાને પહોંચ્યો. સંજોગવશાત્ એ સમયે મહારાજને ભેટમાં આપવા માટેના છત્ર, ચામર, તલવાર અને નવા આવિષ્કાર કરેલાં શસ્ત્રાસ્ત્ર ભંડારમાં મુકાવવામાં આવી રહ્યાં હતાં. નંદની વિશ્વાસુ વ્યક્તિએ તરત જ નંદની પાસે જઈ એની આંખે જે પણ જોયું તે બધું જ નંદને જણાવ્યું. નંદ શકટારના આગમનની પ્રતીક્ષા કરવા લાગ્યો. નિયત સમયે મહામાત્ય નંદની સેવામાં હાજર થયા અને એણે રાજાને પ્રણામ કર્યા. ઘણા પ્રયત્નો છતાં પણ નંદ એનો ક્રોધ છુપાવી ન શક્યો અને એણે વક્ર અને ક્રોધિત નજરોથી શકટાર તરફ જોતાં પોતાનું મોઢું ફેરવી લીધું. પ્રાણ આપી પરિવારની રક્ષા નંદની ખેંચાયેલી ભ્રમરો અને વક્ર દૃષ્ટિ જોઈ શકટાર સમજી ગયો કે એના વિરુદ્ધ કરવામાં આવેલું કોઈ ભયંકર ષડ્યુંત્ર સફળ થઈ ચૂક્યું છે. ઝડપથી પોતાના ઘરે પરત ફરી શકટારે શ્રીયકને કહ્યું : “વત્સ ! મહારાજ નંદને કોઈ ષડ્યુંત્રકારીએ વિશ્વાસ અપાવી દીધો છે કે હવે હું એમના પ્રત્યે વફાદાર રહ્યો નથી. આ સ્થિતિમાં કોઈ પણ સમયે આપણા સમસ્ત પરિવારનો સમૂળગો નાશ થઈ શકે છે. માટે આપણા કુળની રક્ષા માટે હું તને આદેશ આપું છું કે - ‘જે સમયે પ્રણામ કરવા રાજા નંદની સામે હું શીશ નમાવીશ, એ જ સમયે તું કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર તારી તલવારથી મારું માથું કાપી ધડથી અલગ કરી નાખજે અને રાજા પ્રત્યે સ્વામીભક્તિ પ્રગટ કરીને કહેજે - ૐ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૧૬૨૭૭ Page #172 -------------------------------------------------------------------------- ________________ સ્વામીદ્રોહી ભલે પિતા જ કેમ ન હોય, એનો તત્કાળ વધ કરી દેવો જોઈએ.” માત્ર આ જ ઉપાયથી આપણા પરિવારની રક્ષા થઈ શકે છે, અન્યથા સર્વનાશ સન્મુખ છે.” શ્રીયક આ જઘન્ય કૃત્ય માટે તૈયાર ન થતા શકટારે શ્રીયકને આશ્વાસન આપતા કહ્યું કે - “આવેલા સંકટની સામે આ કાર્યને કરવા માટે તૈયાર ન થતા શત્રુઓના મનોરથ પૂર્ણ કરવામાં તું સહાયતામદદ જ કરીશ. રાજાને પ્રણામ કરતી વખતે હું મારા મોઢામાં તાલકૂટવિષઝેર મૂકી દઈશ. આ સ્થિતિમાં માથું વાઢવાનો પિતૃહત્યાનો દોષ પણ તને લાગશે નહિ. નંદ આપણા સમસ્ત કુટુંબને મોતના ઘાટ ઉતારી દે, એના પહેલાં જ તું આપણા વંશનો વિનાશ થતો બચાવવા માટે મારું માથું કાપી નાખ. મારી આજ્ઞાનું પાલન કરી આપણા વંશની રક્ષા કર.” .. શ્રીયકને સાથે લઈ શકટાર રાજભવનમાં નંદની સામે હાજર થયા અને એમને પ્રણામ કરવા માથું નમાવ્યું. શ્રીયકે તરત જ ખગ્ર(તલવાર)ના ઘાથી શકટારનું માથું કાપી નાંખ્યું. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના વી. નિ. સં. ૧૪૬માં ઘટેલી. નંદે હડબડાઈને આશ્ચર્યથી કહ્યું : “દીકરા શ્રીયક ! તે આ શું કરી નાંખ્યું?” - શ્રીયકે અત્યંત ગંભીર મુદ્રામાં કહ્યું: સ્વામિનું! જ્યારે મને એવું જણાઈ ગયું હતું કે મહામાત્ય સ્વામીદ્રોહી છે, તો આવા સંજોગોમાં મેં એમને મારીને સેવકને યોગ્ય જ કર્મ કર્યું છે.” નંદ અવાક થઈ શ્રીયકની તરફ જોતો જ કરી ગયો. એણે પૂર્વ રાજકીય સન્માનની સાથે પોતાના સ્વર્ગસ્થ મહામાત્યના અંતિમ સંસ્કાર પૂરા કરાવ્યા. ત્યાર પછી નંદે શ્રીયકને મગધ રાજ્યના મહામાત્યપદને સ્વીકારવા અભ્યર્થના કરી. શ્રીયકે વિનમ્ર સ્વરે કહ્યું: “મગધેશ્વર ! મારા મોટા ભાઈ સ્થૂળભદ્ર મારા પિતાના સમાન જ યોગ્ય છે. અતઃ તમે મહામાત્યપદ એમને જ પ્રદાન કરો. તેઓ છેલ્લાં ૧૨ વર્ષોથી કોશા વેશ્યાના નિવાસસ્થાને જ રહેતા આવ્યા છે.” જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 6969696969696969696962 ૧૬૩] Page #173 -------------------------------------------------------------------------- ________________ મહામાત્યપદ શ્રીયકના કહેવાથી મહારાજ નંદે એમના ઉચ્ચાધિકારીઓને મોકલીને સ્થૂળભદ્રને ઘણા આદરપૂર્વક રાજભવનમાં બોલાવ્યા અને એને મહામાત્યપદ સ્વીકારવાની પ્રાર્થના કરી. આ વિષયમાં ઊંડાણપૂર્વક વિચારવા સ્થૂળભદ્ર રાજભવનના અશોકવનમાં બેઠા. આમ તો તેઓ કોશા વેશ્યા પાસે રહી શારીરિક વાસનાયુકત જીવન વ્યતીત કરી રહ્યા હતા, પણ એમનું વિવેકશીલ અંતર્મન પૂર્ણપણે જાગૃત હતું. એમણે વિચાર્યું - “જે રાજસત્તા અને રાજવૈભવે મારા દેવતુલ્ય પિતાને વગરવાંકે અકાળ મૃત્યુની ગહન ગર્તામાં ધકેલી દીધા, એવા પ્રભુત્વ અને સત્તાસંપન્ન મહામાત્યપદને મેળવીને હું સુખી થઈ શકીશ નહિ. એકાદ દિવસે મારી પણ આવી દુર્દશા થઈ શકે છે. આવી સંશયાસ્પદ સ્થિતિમાં મારા માટે એ જ શ્રેયસ્કર છે કે હું એવા પ્રકારની સંપત્તિ અને સત્તાને વરુ જે હંમેશ માટે મને સુખી બનાવી ચિરકાળ સુધી સંગાથે રહે.” આ પ્રમાણેના મનોમંથન પછી ચૂળભદ્રને સાંસારિક વૈભવો, પ્રપંચો અને બંધનોથી વૈરાગ્ય ભાવ જાગ્યો. આ વાસ્તવિક બોધે સ્થૂળભદ્રના જીવનમાં આમૂલ પરિવર્તન આણ્યું, જેનાથી એમની જીવનદિશા જ બદલાઈ ગઈ, એમણે મનોમન વિચાર્યું કે - “મહામાત્યનો હોદો નિઃશંક ઘણો ઉચ્ચ હોદ્દો છે, પણ એ પણ એટલું જ સાચું છે કે એ સેવકકર્મ, દાસત્વ અને પારતંત્ર્ય (પરાધીન) પણ છે. પરાધીન વ્યક્તિ સ્વપ્નમાં પણ સુખ અનુભવી શકતો નથી. રાજા, રાજ્ય અને રાષ્ટ્રની ચિંતાઓથી સંપૂર્ણરૂપે ઘેરાયેલા એક મૃત્ય(સેવક)ના ચિત્તમાં પોતાનાં સુખ-દુઃખને વિચારવાનો તો કોઈ અવકાશ જ નથી રહી જતો. રાજા અને રાજ્યના હિતમાં પોતાના બૌદ્ધિક અને શારીરિક શક્તિનો વ્યય કર્યા છતાં પણ બધું જ છીનવાઈ જવાનો ભય હંમેશાં રહે છે. એ બધી શક્તિના વ્યયનું ફળ શૂન્ય સમાન છે. આ પરિસ્થિતિમાં બુદ્ધિશાળી વ્યક્તિની ફરજ બને છે કે તે માત્ર રાજાના હિતમાં જ પોતાની શક્તિનો ખોટો ઉપયોગ ન કરી આત્મકલ્યાણ માટે શક્તિનો ઉપયોગ કરે.” આ રીતે વિચારીને સ્થૂળભદ્ર ઝડપથી એક નિર્ણય પર આવ્યા. એમણે સંસારના સંપૂર્ણ પ્રપંચોનો છેદ ઉડાડી આત્મકલ્યાણ કરવાનો દઢ સંકલ્પ કરી લીધો. એમણે તે જ ક્ષણે પંચમુઠી લુંચન કરી એમના ૧૬૪ 9999999999 જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #174 -------------------------------------------------------------------------- ________________ રત્નકાંબળા પરથી રત્નો દૂર કરી રજોહરણ બનાવી સાધુવેશ ધારણ કરી લીધો. પછી તે સાધુવેશે જ રાજસભામાં બધાની સામે ઉપસ્થિત થઈ બોલ્યા : “રાજનું ! મેં ઘણા વિચાર-મંથન પછી એવો નિર્ણય લીધો છે કે મને ભવપ્રપંચ વધારનાર મહામાત્યપદ નહિ, પરંતુ શાશ્વત વૈરાગ્યસાધક દર્શાસન જોઈએ છે. હું રાગનો નહિ, ત્યાગનો ઉપાસક બનવા માંગુ છું.” આટલું બોલી આર્ય સ્થૂળભદ્ર રાજભવનમાંથી બહાર નીકળી ગયા. મહારાજ નંદ સહિત સમગ્ર રાજસભા સ્થૂળભદ્રના ઓચિંતા લેવાયેલા નિર્ણયથી સ્તબ્ધ થઈ ગઈ. (પૂળભદ્રની દીક્ષા) સ્થૂળભદ્રએ ભવ્ય મહેલ, અપ્સરા સમાન કોશા અને નવ્ય-ભવ્ય ભોગોને તે જ ક્ષણે એવી રીતે ત્યાગી દીક્ષા, જેમ સાપ કાંચળી ઉતારે છે. તેઓ તન, ધન, પરિજનોનું મમત્વ છોડી સંપૂર્ણ વૈરાગ્ય ભાવથી નગરની બહાર વિરાજમાન આચાર્ય સંભૂતિવિજયની પાસે પહોંચ્યા અને સાદર પ્રણામ કર્યા પછી એમનાં ચરણોમાં સમર્પિત થઈ. વિ. નિ. સં. ૧૪૬માં શ્રમણદીક્ષા ધારણ કરી લીધી. પૂર્ણ શ્રમણચર્યાનું નિર્દોષ રૂપે પાલન કરવાની સાથે-સાથે, સાદર ગુરુ-પરિચર્યા, સ્થવિર શ્રમણોની સેવા, શુક્રૂષા, અને તપ દ્વારા પોતાનાં કર્મબંધનો નાશ કરતા-કરતા મુનિ સ્થૂળભદ્ર પોતાના ગુરુ આર્ય સંભૂતવિજયની પાસે ઘણા તન્મય થઈ શાસ્ત્રોનું અધ્યયન કરવા લાગ્યા. મહારાજ નંદે આર્ય સ્થૂળભદ્રના ચાલી જવાથી એમના નાના ભાઈ શ્રીયકને મગધના માહામાત્ય નીમ્યા. પોતાના પિતાની જેમ જ ઘણી કુશળતાથી કુશળ રાજનીતિજ્ઞ શ્રીયકે રાજ્યનું સંચાલન કરીને મગધની લક્ષ્મીશ્રીમાં અભિવૃદ્ધિ કરવાનો પ્રારંભ કર્યો. મહારાજ પણ પોતાના સ્વર્ગસ્થ મહામાત્ય શકટારની માફક જ પોતાના યુવા મહામાત્ય શ્રીયકનો પણ સમાદર કરતા હતા. (સ્થૂળભદ્ર દ્વારા (વડે) અતિદુષ્કર અભિગ્રહ) આ તરફ મુનિ સ્થૂળભદ્રએ એમના આરાધ્ય ગુરુદેવની છત્રછાયામાં અથાગ પરિશ્રમ કરીને સંપૂર્ણ એકાદશાંગી ઉપર અધિકારિક રૂપે નિપુણતા મેળવી લીધી. જૈિન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) 999999999961 ૧૦૫] Page #175 -------------------------------------------------------------------------- ________________ ચોમાસું આવતા આર્ય સંભૂતિવિજયની પાસે એમના બીજા ત્રણ શિષ્યોએ ઘોર-ભીષણ અભિગ્રહોને ધારણ કરવાની ઇચ્છા દર્શાવી. પ્રથમ શિષ્યએ ચાર મહિના સુધી અવિરત ઉપવાસની સાથે સિંહની ગુફાના દ્વાર ઉપર ધ્યાનમગ્ન રહેવાની, બીજા શિષ્યએ ચાર માસ સુધી નિર્જળ અને નિરાહારી રહીને ઝેરીલા સાપોના રાફડા પાસે ઊભા રહી કાયોત્સર્ગ કરવાની અને ત્રીજા શિષ્યએ કુવાની પારોડી (પાળ) ઉપર પોતાનું આસન જમાવી ઉપવાસપૂર્વક નિરંતર ચાર મહિના સુધી ધ્યાનમગ્ન રહેવાની ઇચ્છા દર્શાવી. આર્ય સંભૂતિવિજયે એમના ત્રણેય શિષ્યોને એમના દ્વારા લીધેલાં કઠિન કાર્યોને નિષ્પાદન કરવા યોગ્ય સમજી એમની ઇચ્છા પ્રમાણે દુષ્કર તપ કરવાની અનુમતિ આપી. એ જ સમયે આર્ય સ્થૂળભદ્ર મુનિએ એમનાં ચરણોમાં નતમસ્તક થઈ હાથ જોડી એવી ઈચ્છા પ્રગટ કરી કે - “તેઓ કોશા વેશ્યાના ભવનના કામોત્તેજક અનેક આકર્ષક ચિત્રોથી શોભાયમાન ચિત્રશાળામાં ષરસ વ્યંજનોનો આહાર કરી ચાર માસ સુધી રહી સમસ્ત વિકારોથી નિર્લિપ્ત રહેવાની સાધના કરશે.' આર્ય સ્થૂળભદ્રને આ કઠિન સાધનામાં સમુત્તીર્ણ થવાને યોગ્ય સમજી આચાર્ય સંભૂતિવિજયે એમને કોશા વેશ્યાની ચિત્રશાળામાં ચતુર્માસ પસાર કરવાની અનુમતિ આપી. આર્ય સંભૂતિવિજયની આજ્ઞા મેળવી ચારેય શિષ્યો પોત-પોતાનાં ધારેલાં સ્થાન તરફ આગળ વધ્યા. પ્રથમ ત્રણ મુનિઓએ ધીમે-ધીમે એ ત્રણ સ્થાનોએ ચાર મહિના માટે અશન-પાન આદિનો ત્યાગ કરી ધ્યાન કરવાનું આરંભ કર્યું. આર્ય સ્થૂળભદ્ર પણ કોશા વેશ્યાના મહેલના પ્રાંગણમાં પહોંચ્યા. લાંબા સમય સુધી સાથે રહેનારા પોતાના જીવન ધનને જોતાં જ કોશા અત્યંત આનંદિત થઈ હાથ જોડીને ઝડપથી મુનિ સ્થૂળભદ્રની સામે ઊભી રહી. એણે મનોમન વિચાર્યું કે - “જન્મજાત સુકુમાર સ્થૂળભદ્ર સંયમના ઊંચકી ન શકાય એવા દુષ્કર ભારથી કંટાળી (અભિભૂત) જઈ હરહંમેશને માટે મારી પાસે આવ્યા છે, એણે મુનિનું સુમધુર સ્વરે સ્વાગત કર્યું. ૧૦૬ 93969696969696962 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #176 -------------------------------------------------------------------------- ________________ મુનિ સ્થૂળભદ્રએ કહ્યું : “શ્રાવિકે ! ચાર મહિના સુધી તારી ચિત્રશાળામાં રહેવાની પરવાનગી આપ.” સ્વામિન્ ! ચિત્રશાળા હાજર છે, એમાં તમે બિરાજો, અને દાસીને ધન્ય કરો.” હર્ષના અતિરેકમાં કોશાએ કહ્યું. પોતાના આત્મબળ ઉપર પૂર્ણરૂપે આશ્વસ્ત આર્ય સ્થૂળભદ્રએ ચિત્રશાળામાં પ્રવેશ કરી ત્યાં એમનું સ્થાન ગ્રહણ કર્યું. મધુકરી (જમવાના) સમયે કોશાએ મુનિને સ્વાદિષ્ટ પડુસ ભોજન કરાવ્યું. ભોજન બાદ સોળ શણગાર સજીને કોશા મુનિની સમક્ષ હાજર થઈ, એમને પ્રણામ કરી અતિ સંમોહક સ્વરે કહ્યું : “મારા જીવન ધન ! તમારા વિરહ(વિયોગ)ની અગ્નિમાં ઝૂરતી આ કામવલ્લરીને તમારા મીઠા-મધુરા સ્મિતના અમૃતથી ફરી જીવંત કરો.” આમ સાંભળ્યા છતાં મુનિ પૂર્ણતઃ નિર્વિકાર અને મૌન રહ્યા. પોતાની કરુણાસભર કામયુક્ત પ્રાર્થનાનો આર્ય પર કોઈ પ્રભાવ ન થતો જોઈ કોશાની અંદરનો સૂતેલો નારીત્વનો અહમ્ જાગી ગયો. એણે ત્રિયાચરિત્રના વિવિધ અધ્યાયોને ખોલીને આર્ય સ્થૂળભદ્ર ઉપર ક્રમશઃ પોતાના અમોઘ, કટાક્ષથંગબાણો, વિવિધ હાવ-ભાવોનાં મોહક શસ્ત્રો અને હૃદયને હઠપૂર્વક બાંધનારા કરુણ આક્રંદ, મૂચ્છ (બેશુદ્ધિ), પ્રલાપ, વિવિધ આસનો આદિ નાગપાશોનો ફરી-ફરીને પ્રયોગો કરવા શરૂ કર્યા. પરંતુ એકાન્તતઃ આત્મનિષ્ઠ મહામુનિ સ્થૂળભદ્ર પર કોશા વડે કરવામાં આવેલા બધા જ કામોત્તેજક કટાક્ષપ્રહાર, લંગોક્તિ બધી રીતે નિષ્ફળ થયા. સ્થૂળભદ્રને સાધનામાર્ગથી અસ્થિર કરવાના ઉદ્દેશ્યથી જેમ-જેમ કોશા કામોત્તેજવાર વાર પ્રહારોમાં તીવ્રતા લાવતી ગઈ, તેમ-તેમ મુનિની ધ્યાનની એકાગ્રતા-તલ્લીનતા ઉત્તરોત્તર વધતી જ ગઈ. કોશા દરરોજ મુનિને સ્વાદિષ્ટ વ્યંજનો ખવડાવી અને વિષયસુખોના ઉપભોગો માટે આમંત્રિત કરતી રહીને નિત નવા તુક્કાઓને અજમાવી પોતાના તરફ આકર્ષિત કરવાના સતત પ્રયત્નો કરી રહી, પણ સ્થૂળભદ્ર મુનિ લેશમાત્ર પણ ચલિત થયા વગર નિરંતર ઇન્દ્રિય દમન કરતા રહીને સાધનામાર્ગે વધુ ને વધુ પ્રગતિ કરતા રહ્યા. આખરે ચતુર્માસ પૂર્ણ થતા થતા કોશાએ પોતાની હાર માની હતાશ (નિરાશ) જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ ઃ (ભાગ-૨) 99999999999 ૧૦૦] Page #177 -------------------------------------------------------------------------- ________________ થઈ મુનિને આકર્ષવાના પ્રયત્નો બંધ કરી દીધા. મહાયોગી સ્થૂળભદ્રનું ઇન્દ્રિયદમનમાં અદ્ભુત અલૌકિક સામર્થ્ય જોઈ કોશા એમની સામે નત મસ્તકે પશ્ચાત્તાપભર્યા સાદે ક્ષમાપરાધની યાચના કરવા લાગી. પછી મુનિ સ્થૂળભદ્રના ઉપદેશથી કોશાએ ધર્મમાં એની અગાધશ્રદ્ધા અભિવ્યક્ત કરીને એમની પાસે શ્રાવિકાધર્મ અંગીકાર કરી તે સંપૂર્ણ વિશુદ્ધ-નિર્મળ ભાવે એમની સેવા કરવા લાગી. ચતુર્માસ સંપન્ન થતા પ્રથમ ત્રણ શિષ્ય પોત-પોતાના અભિગ્રહોનું સંપૂર્ણ પાલન કર્યા પછી આચાર્ય સંભૂતવિજયની સેવામાં હાજર થયા. સંભૂતિવિજયે એમના આસનથી થોડા ઉપર ઊઠીને એ ઘોર તપસ્વીઓનું સ્વાગત કરતા બોલ્યા : “કઠિન સાધના કરનારા તપસ્વીઓ ! તમારું સ્વાગત છે.’’ કોશા વેશ્યાના ઘરેથી આવી રહેલા પોતાના શિષ્ય સ્થૂળભદ્રને જોઈ આચાર્ય અચાનક એમના આસન પરથી ઊભા થઈને મુનિ સ્થૂળભદ્રનું સ્વાગત કરતા બોલ્યા : “દુષ્કરથી પણ અતિદુષ્કર કાર્યને કરનારા સાધક શિરોમણિ ! તમારું સ્વાગત છે.” મુનિ સ્થૂળભદ્રને ગુરુ પાસેથી પોતાના કરતાં વધુ સન્માન મળેલું જોઈ ત્રણેય સાધુઓનાં મનમાં દ્વેષભાવ જાગ્યો. એ ત્રણેય મુનિઓ આર્ય સ્થૂળભદ્ર પ્રત્યે ઈર્ષ્યાભાવ વ્યક્ત કરતા વાંતો કરવા લાગ્યા ‘આર્ય સ્થૂળભદ્ર મંત્રીપુત્ર છે, આ કારણે જ ગુરુદેવ આપણી સાથે પક્ષપાત કરીને એને દુષ્કર - દુષ્કરકારી'ના સંબોધનથી સર્વાધિક માન આપ્યું. ભવ્ય ભવનમાં રહીને ષડ્સ ભોજન કરીને પણ જો ‘દુષ્કર- દુષ્કરકારી’ની ઉપાધિ મેળવી શકાય છે, તો આગામી ચતુર્માસમાં આપણે પણ જરૂરથી આ કાર્ય કરી ‘દુષ્કર-દુષ્કરકારી’ની દુર્લભ ઉપાધિ પ્રાપ્ત કરીશું.’ ત્યાર બાદ આચાર્ય એમના શિષ્યવૃંદની સાથે અન્યત્ર વિહાર કરી ગયા. આઠ મહિના સુધી અનેક ક્ષેત્રોમાં વિચરણ કરતા રહી એમણે અનેક ભવ્ય આત્માઓનું કલ્યાણ કર્યું, અને ત્યાર બાદ ફરી ચતુર્માસનો સમય નિકટ આવ્યો. ૧૬૮ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) Page #178 -------------------------------------------------------------------------- ________________ (સ્થૂળભદ્ર સાથે હરીફાઈ) સિંહ-ગુફાના દ્વાર પર ચાતુર્માસ ગાળનારા મુનિએ ગુરુની સામે પ્રગટ થઈ આ ચતુર્માસ કોશા વેશ્યાની ચિત્રશાળામાં રહી પસ ભોજન આરોગીને ગાળવાની ઇચ્છા પ્રગટ કરી આજ્ઞા માંગી. આર્ય સંભૂતવિજય તરત જાણી ગયા કે - “આ શિષ્ય મુનિ આર્ય સ્થૂળભદ્ર પ્રત્યે દ્વેષાવેશથી આ પ્રકારનો અભિગ્રહ ધારણ કરી રહ્યો છે. એમણે એમના વિશિષ્ટ જ્ઞાનની મદદથી જાણ્યા પછી કહ્યું : “વત્સ ! તું આ પ્રમાણેને અતિ દુષ્કર અભિગ્રહ કરવાનો વિચાર છોડી દે, આ રીતના અભિગ્રહને ધારણ કરવા માટે મક્કમ મનોબળવાળા મુનિ સ્થૂળભદ્ર જ સમર્થ છે.” શિષ્યએ હઠ્ઠાગ્રહથી ઉત્તર આપ્યો : “ગુરુદેવ! આ કાર્ય મારા માટે દુષ્કર નહિ પરંતુ સહજ-સુકર છે. હું આ અભિગ્રહને જરૂર ગ્રહણ કરીશ.” આચાર્યએ એને આવું દુઃસાહસ ન કરવા ફરી સમજાવ્યો, પણ ઈર્ષાથી બળી રહેલા એ મુનિને પોતાના ગુરુના હિતકારી વચન પણ રુચિકર ન લાગ્યા. તે ગુરુઆજ્ઞાને અવગણીને કોશા વેશ્યાના ભવન તરફ જવા લાગ્યો. - પોતાના આંગણે આવેલા મુનિને જોઈ કોશા તરત સમજી ગઈ કે - આર્ય સ્થૂળભદ્ર સાથે હરીફાઈ કરવાની પ્રેરણા લઈ આ મુનિ અહીં ચાતુર્માસ માટે પધાર્યા છે. આ ક્યાંક ભવસાગરના વમળમાં ફસાઈ ન જાય. એ આશંકાને ધ્યાનમાં રાખી એની રક્ષા કરવાનો યત્ન કરવો જરૂરી છે.” એવો વિચાર કરી કોશાએ પ્રણામ કરીને મુનિને પૂછ્યું : મહામુને ! આદેશ આપો, હું તમારા કયા અભિષ્ટનું નિષ્પાદન કરું?” (તમારી કઈ ઇચ્છા પૂરી કરું?) ભદ્ર! હું આર્ય સ્થૂળભદ્રની જેમ તારી ચિત્રશાળામાં ચતુર્માસ ગાળવા માંગુ છું, અતઃ તું મને તારી ચિત્રશાળામાં રહેવાની અનુમતિ આપ.” (કોશા દ્વારા મુનિને પ્રતિબોધ) ' કોશાએ મુનિને ચિત્રશાળામાં રહેવાની પરવાનગી આપી. બસ ભોજન કરાવ્યું. બપોરના સમયે મુનિની કસોટી કરવાના આશાયે કોશા અત્યંત મનોહારી અને આકર્ષક વેશભૂષાનો શણગાર સજી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 9િ6969696969696969630 ૧૦૯ | Page #179 -------------------------------------------------------------------------- ________________ ચિત્રશાળામાં પ્રવેશી. કોશાને એક પણ કટાક્ષ-નિક્ષેપની જરૂર ન પડી. કારણ કે આકર્ષક વસ્ત્રાભૂષણોથી સજેલી એ રૂપકામિનીને જોતાં જ મુનિ કામુક થઈ માંગણયાચકની જેમ એની પાસે અભ્યર્થના કરવા લાગ્યો. (માગણી કરવા લાગ્યો) પરસ ભોજન પછી સુંદર નારીના દર્શનમાત્રથી કામાંધ બન્યો. મુનિને વિષય-વાસનાઓના ઘોર અંધકારભર્યા કૂવામાં પડવાથી બચાવવાના આશયથી કોશાએ મુનિ પાસે દ્રવ્ય(ધન)ની માગણી કરી. મુનિએ કહ્યું : “મારા જેવી વ્યક્તિ પાસે દ્રવ્યની આશા રાખવી ખોળમાંથી તેલ કાઢવા જેવી વ્યર્થ આશા માત્ર છે. તું મારી દયનીય (દારુણ) દશા પર દયા કરી મારી મનોકામના (વાંચ્છા) પૂર્ણ કર.” ચતુર કોશાએ દેઢ સ્વરમાં કહ્યું: “મહાત્મન્ ! મુનિ ભલે પોતાનો નિયમ તોડી નાખે, પણ વેશ્યા એના પરંપરાગત નિયમોનું ઉલ્લંઘન નથી કરી શકતી. તમે તમારી મનોકામના પૂરી કરવા માંગતા હોવ તો તમને એક ઉપાય હું બતાવી શકું છું. તે એ છે કે નેપાળ દેશના ક્ષિતિપાલ નવાગત સાધુઓને રત્નકાંબળો દાનમાં આપે છે, તમે ત્યાં જાઓ અને રત્નકાંબળો લઈ આવો.” વિષયમાં અંધ બનેલો મુનિ રત્નકાંબળાને પ્રાપ્ત કરવા માટે તરત જ નેપાળ તરફ ચાલી નીકળ્યા. એમણે એટલું પણ ન વિચાર્યું કે - “ચતુર્માસના સમયે વિહાર કરવું શ્રમણ કલ્પ માટે પ્રતિકૂળ છે.” પોતાની કામાગ્નિને શાંત કરવાની અભિલાષા લઈ એ મુનિ હિંસક પશુઓથી ભરેલા સઘન વનો અને પાર ન કરી શકાય એવા પર્વતોને પાર કરી નેપાળ પહોંચ્યા. ત્યાંના રાજા પાસેથી રત્નકાંબળો પ્રાપ્ત કર્યો. એ કાંબળાને એમણે વાંસની નળીમાં સંતાડી લીધો અને પ્રસન્ન મુદ્રામાં પાછા પાટલીપુત્ર નગર તરફ ફર્યા. રત્નકાંબળો લઈ એ મુનિ કોશાની સામે ઊભા રહ્યા અને લાલચ આંખો વડે પોતાની આંતરિક ઇચ્છાને પ્રગટ કરતા એમણે કઠોર પરિશ્રમ વડે મેળવેલ એ રત્નકાંબળો કોશાના હાથોમાં મૂકી દીધો. કોશાએ રત્નકાંબળા વડે પોતાના પગ સાફ કરીને એને ફેંકી દીધો. અથાક પ્રયત્ન અને અનેક મુસીબતોનો સામનો કરીને લાવેલા એ રત્નકાંબળાની આ રીતની દુર્દશા જોઈ મુનિએ અત્યંત ખિન્ન અને આશ્ચર્યપૂર્ણ સ્વરમાં કહ્યું : “મીનાક્ષી ! આટલા મોંઘા. રત્નકાંબળાને તે કીચડ-કાદવમાં ફેંકી દીધો, તું ઘણી મૂર્ખ છે.” | ૧૦૦ 369696969696969696969જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #180 -------------------------------------------------------------------------- ________________ કોશાએ એ જ ક્ષણે જવાબ આપ્યો : “તપસ્વિન્ ! તમે એક મહામૂર્ખ વ્યક્તિની જેમ કાંબળાની ચિંતા કરી રહ્યા છો, પણ તમને એ વાતનો લેશમાત્ર રેંજ નથી કે તમે તમારા ચારિત્ર્યરૂપી રત્નને અત્યંત અશુચિપૂર્ણ (અપવિત્ર) કાદવના ઊંડા ખાડામાં ધકેલી રહ્યા છો.” કોશાની ઉપદેશાત્મક કટુવાણીને સાંભળતાં જ મુનિના મન ઉપર ઘેરાયેલાં કામ-સંમોહનાં વાદળો તરત જ વિખરાય ગયાં. એમને પોતાના પતન ઉપર ઘણો અફસોસ થયો. ખરા અર્થમાં શિક્ષા આપી ભવસાગરમાં ડૂબતા બચાવી લેવાથી કોશા પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરી. ત્યાર બાદ મુનિ કોશાના ઘરેથી વિદાય લઈ આચાર્યની સેવામાં હાજર થયા અને એમણે એમના પતનનો સાચો વૃત્તાંત સંભળાવીને ક્ષમા-પ્રાર્થનાની સાથે-સાથે કરવાયોગ્ય પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરી પોતાનું શુદ્ધીકરણ કર્યું. એમણે ખુલ્લા હૃદયે મુનિ સ્થૂળભદ્રના વખાણ કરતા કહ્યું કે - “તેઓ દુષ્કર દુષ્કરકારક'ની સર્વોત્તમ ઉચ્ચ ઉપાધિથી સન્માનિત કરવાને યોગ્ય જ છે.” શ્રીયક ને વિરક્તિ શકટારપુત્ર સ્થૂળભદ્રની જેમ જ શકટારની યક્ષા, યક્ષદિશા, ભૂતા, ભૂતદિશા, સેના, મૈના અને રૈણા નામની સાતેય પુત્રીઓએ પણ એમના પિતાના અવસાન બાદ સંસારથી વિરક્ત થઈ દીક્ષા ધારણ કરી લીધી હતી. વર ુચિએ પણ એના દુષ્કર્મને અનુરૂપ ગરમ સીસું પીને મરવું પડ્યું. આ રીતની કર્મની વિચિત્ર લીલાઓ જોઈ શ્રીયકને પણ સંસાર અસાર લાગતા વૈરાગ્ય ભાવ જાગ્યો અને એણે પણ લગભગ ૭ વર્ષ સુધી મગધના મહામાત્યપદનો કારભાર સંભળાવીને છેલ્લે વી. નિ. સં. ૧૫૩માં આચાર્ય સંભૂતવિજયની પાસે જઈ શ્રમણદીક્ષા લઈ લીધી. આચાર્ય સંભૂતવિજય અને આચાર્ય ભદ્રબાહુના સંયુક્ત આચાર્યકાળમાં પણ એક લાંબા સમયનો ભયંકર દુકાળ પડ્યો. એ ભયાનક દુકાળની ભયંકર સ્થિતિના સમયે આચાર્ય સંભૂતવિજયનો વી. નિ. સં. ૧૫૬માં સ્વર્ગવાસ થયો. એમની પછી આચાર્ય ભદ્રબાહુ સંઘ-સંચાલનના સૂત્રધાર બન્યા. આર્ય સ્થૂળભદ્ર આચાર્ય ભદ્રબાહુની આજ્ઞા પ્રમાણે વિભિન્ન ક્ષેત્રોમાં ધર્મનો પ્રચાર-પ્રસાર કરતા રહીને વિચરણ કરવા લાગ્યા. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૭૭ ૧૦૧ Page #181 -------------------------------------------------------------------------- ________________ (પાટલીપુત્રમાં પ્રથમ આગમ-વાચના) (વી. નિ. સં. ૧૬૦) આચાર્ય સંભૂતવિજયના સ્વર્ગારોહણ પહેલાં મધ્યપ્રદેશમાં અનાવૃષ્ટિજન્ય જે ભીષણ દુકાળ પડ્યો હતો, એના પ્રત્યાઘાતોથી બચવા માટે ઘણા બધા શ્રમણ દુષ્કાળથી સંતપ્ત ક્ષેત્રોનો ત્યાગ કરી ઘણા દૂરનાં ક્ષેત્રો તરફ ચાલ્યા ગયા હતા. આચાર્ય ભદ્રબાહુ પણ કેટલાક શ્રમણોની સાથે નેપાળ તરફ જતા રહ્યા. દુકાળને લીધે અન્નના અભાવમાં અનેક આત્માર્થી મુનિઓએ સંયમ-આરાધનાના ભયથી ભક્ત-પ્રત્યાખ્યાન (અનશન) અને સમાધિપૂર્વક દેહનો ત્યાગ કરી પોતાનું જીવન સફળ કર્યું. દુભિક્ષના અંત અને સુભિક્ષ થઈ જતા વિવિધ ક્ષેત્રોમાં ગયેલાં શ્રમણ-શ્રમણીના સમૂહો ફરી પાટલીપુત્રમાં આવ્યાં. ઘણા સમયની વેઠેલી ભૂખ-તરસ અને યુગો સુધી ભૂલી ન શકાય એવાં પ્રાણઘાતક સંકટોને કારણે શ્રતનું પરાવર્તન ન થઈ શકવાના લીધે ઘણું - બધું શ્રુત વિસ્મૃત થઈ ગયું. ત્યારે અંગશાસ્ત્રોની રક્ષા માટે એમણે એવું જરૂરી સમક્યું કે વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, એકાદશાંગીના પારગામી સ્થવિર એક જગ્યાએ ભેગા થઈ સમસ્ત અંગોની વાચના કરે અને દ્વાદશાંગીને જીર્ણક્ષીણ થતા બચાવે. આ પ્રમાણેનો નિર્ણય લીધા પછી આગમોની પહેલી બૃહદ્વાચના પાટલીપુત્રમાં લગભગ વી. નિ. સં. ૧૬૦માં કરવામાં આવી. ત્યાં હાજર રહેલા બધા જ શ્રમણોએ વાચનામાં સાથે જોડાયા. આચાર્ય ભદ્રબાહુ તે સમયે નેપાળમાં મહાપ્રાણ ધ્યાનની સાધનાનો પ્રારંભ કરવા ગયા હતા. અતઃ આચાર્ય સ્થૂળભદ્રના તત્ત્વાવધાન (માર્ગદર્શન)માં આ વાચના થઈ. દ્વાદશાંગીના ક્રમાનુસાર એક-એક અંગની વ્યવસ્થિત રૂપથી વાચનામાં શ્રમણોના પરસ્પરના આંતરિક સહયોગથી વિસ્મૃત-પાઠોને યથાતથ્ય રૂપે સંકલિત કરી લેવામાં આવ્યા. જે સાધુઓને આ પાઠો કંઠસ્થ હતા, તેમની પાસેથી બાકીના સાધુઓ જે ભૂલી ગયા હતા, તેઓએ ફરીથી એ પાઠો કંઠસ્થ કરી લીધા. આ રીતે શ્રમણ સંઘની દૂરદર્શિતા અને પારસ્પરિક સહયોગ અને આદાન-પ્રદાનની સવૃત્તિ એ એકાદશાંગીને નષ્ટ થતા ઉગારી લીધી. [ ૧૦૨ 99999999999]ન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૨) Page #182 -------------------------------------------------------------------------- ________________ એક વિશિષ્ટ સમસ્યા એકાદશાંગીની વાચના સૂખપૂર્વક સંપૂર્ણ થતા જ શ્રમણસંઘની સન્મુખ શ્રુતની રક્ષાના વિષયમાં એક વિકટ સમસ્યા ઉપસ્થિત થઈ. ઉપસ્થિત શ્રમણોમાં દૃષ્ટિવાદના જ્ઞાતા એક પણ શ્રમણ વિદ્યમાન ન હતા. માટે શ્રમણોને ચિંતા થઈ કે દૃષ્ટિવાદ વગર ભગવાન મહાવીર દ્વારા પ્રરૂપિત પ્રવચનોના સારને કઈ રીતે ધારણ કરી શકાય ? સંઘ પાસે કેટલાક શ્રમણોએ એવી વાત મૂકી કે સમસ્ત શ્રમણસંઘમાં માત્ર આચાર્ય ભદ્રબાહુ જ ચતુર્દશ પૂર્વધર છે. તેઓ હમણાં નેપાળમાં મહાપ્રાણ ધ્યાનની સાધનામાં લીન છે. માત્ર તેઓ જ ચતુર્દશ પૂર્વોની સંપૂર્ણ વાચનાઓ શ્રમણોને આપી દૃષ્ટિવાદનો નાશ થતો બચાવી શકે છે. આખરે શ્રમણસંઘે એવો નિર્ણય કર્યો કે - ‘શ્રમણોના એક મોટા સમૂહ(વૃંદ)ને ભદ્રબાહુ પાસે નેપાળ મોકલીને સંઘ તરફથી પ્રાર્થના કરવામાં આવે કે તેઓ સાધુઓને ચતુર્દશ પૂર્વોની વાચનાઓ આપી શ્રુત-સાગરની રક્ષા કરે.' શ્રમણસંઘના આ નિર્ણયાનુસાર સ્થવિરોના માર્ગદર્શનમાં શ્રમણોનો એક મોટાસમૂહે (જૂથ) પાટલીપુત્રથી નેપાળ તરફ પ્રયાણ કર્યું. થોડા જ સમયમાં તેઓ આચાર્ય ભદ્રબાહુની સેવામાં નેપાળ પહોંચી ગયા. સાદર પ્રણામ કર્યા પછી સમૂહના પ્રમુખ સ્થવિરોએ સંઘવતી નિવેદન કર્યું : “કેવળીતુલ્ય પ્રભુ ! પાટલીપુત્રમાં એકત્રિત શ્રમણસંઘની એકાદશાંગીની વાચના કર્યા પછી તમારી સેવામાં યાચના કરીને આ સંદેશો મોકલ્યો છે કે - ‘આજે શ્રમણસંઘમાં તમારા સિવાય કોઈ પણ ચતુર્દશ પૂર્વોનો જ્ઞાતા બાકી રહ્યો નથી. આથી શ્રુતરક્ષા માટે આપ યોગ્ય શ્રમણોને ચૌદ પૂર્વેનું જ્ઞાન પ્રદાન કરો.’” ‘આવશ્યક ચૂર્ણિ અને ધર્મસાગર તપાગચ્છ પટ્ટાવલી' અનુસાર પાટલીપુત્રનો એક સાધુઓનો સંઘ ભદ્રબાહુને લઈ આવવા માટે નેપાળ મોકલવામાં આવ્યો. મહાપ્રાણ-ધ્યાનમાં રત હોવાના લીધે ભદ્રબાહુએ સંઘની આજ્ઞા અસ્વીકારતા સંઘે બીજો સમૂહ મોકલ્યો. એ સમૂહે . ભદ્રબાહુને પૂછ્યું : “સંઘની આજ્ઞા ન માનનાર માટે કયા પ્રકારના પ્રાયશ્ચિત્તનું વિધાન છે ?’’ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૩૧ ૧૩ Page #183 -------------------------------------------------------------------------- ________________ ભદ્રબાહુએ કહ્યું : “બહિષ્કાર ! પણ હું મહાપ્રાણની ધ્યાનની સાધના આરંભ કરી ચૂક્યો છું, માટે સંઘ મારા પર અનુગ્રહ કરી કૃપા કરી સુયોગ્ય શિક્ષાર્થી શ્રમણોને અહીં મોકલી દે. હું એમને દરરોજ ૭ વાચનાઓ આપતો રહીશ.” ત્યાર બાદ સંઘે સ્થૂળભદ્ર આદિ ૫૦૦ શ્રમણોને ભદ્રબાહુ પાસે પૂર્વજ્ઞાનના અભ્યાસ માટે મોકલ્યા, આ પ્રમાણેનો ઉલ્લેખ ઉપરોક્ત ગ્રંથોમાં કરવામાં આવ્યો છે. તિત્વોગાલી અનુસાર આવેલા શ્રમણો પાસેથી સંઘનો સંદેશો સાંભળી આચાર્ય ભદ્રબાંહુએ કહ્યું : “પૂર્વોના પાઠો ઘણા લાંબા છે, એમની વાચના આપવા માટે પર્યાપ્ત સમય જોઈશે. પણ મારા જીવનનો સંધ્યાકાળ સામે જ હોવાના લીધે પર્યાપ્ત સમયના અભાવને લીધે હું શ્રમણોને પૂર્વેની વાચનાઓ આપવામાં અસમર્થ છું. હવે મારી ઘણી ઓછી આયુ બાકી છે. હું આત્મ-કલ્યાણમાં વ્યસ્ત છું. આવી સ્થિતિમાં આ વાચનાઓને આપવાથી મારું કયું આત્મપ્રયોજન સિદ્ધ થશે ?’’ સંઘની વિનંતીનો આ રીતે આચાર્ય દ્વારા અસ્વીકાર કરાતા સંઘ દ્વારા નિમાયેલા શ્રમણોએ કંઈક આવેશપૂર્ણ સ્વરમાં ભદ્રબાહુને કહ્યું : “આચાર્ય પ્રવર ! અમારે ઘણા દુ:ખ સાથે તમને પૂછવાની ફરજ પડી રહી છે કે સંઘઆશા ન માનવાનું પરિણામ રૂપે કો દંડ મળે છે ?” આચાર્ય ભદ્રબાહુએ ગંભીર સ્વરે કહ્યું કે - “વીર શાસનના નિયમ પ્રમાણે આ પ્રકારના જવાબ આપનારા સાધુને શ્રુતનિહ્નવ સમજીને સંઘમાંથી બહિષ્કૃત કરી દેવો જોઈએ.” આથી સાધુ-સમૂહના પ્રમુખે કહ્યું : “તમે સંઘના સર્વોચ્ચ નાયક છો. આવી હાલતમાં બાર પ્રકારના સંભોગવિચ્છેદના નિયમોને જાણવા છતાં પણ તમે પૂર્વેની વાચના આપવાનો અસ્વીકાર કેવી રીતે કરી રહ્યા છો ?’’ આચાર્ય ભદ્રબાહુએ દૃઢ નિર્ણયયુક્ત સ્વરમાં કહ્યું : “એક શરતે હું વાચના આપવા તૈયાર છું, તે એ છે કે જે સમયે હું મહાપ્રાણ જી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૧૪ Page #184 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન વડે આત્મસાધનામાં લીન હોઈશ એ સમયે કોઈની સાથે વાત કરીશ નહિ, અને કોઈએ મારી સાથે વાત કરવી નહિ. ધ્યાનના પારણા કર્યા પછી હું સાધુઓને પૂર્વોની દરરોજ ૭ વાચના આપીશ. એક વાચના ગોચરીથી આવ્યા પછી, ત્રણ વાચનાઓ કાળવેળાઓમાં અને ત્રણ વાચન સંધ્યાકાળે પ્રતિક્રમણ કર્યા પછી આપીશ. આ રીતે મારા ધ્યાનમાં પણ કોઈ વિદન આવશે નહિ અને સંઘના આદેશનો પણ અમલ થશે.” શ્રમણ-સમૂહના પ્રમુખોએ ભદ્રબાહુની આ શરત સ્વીકારી લીધી અને આર્ય સ્થૂળભદ્ર આદિ ૫૦૦ મેધાવી શ્રમણોને આચાર્યએ એમની પ્રતિજ્ઞા પ્રમાણે પૂર્વોની વાચના આપવી શરૂ કરી. વિષયની જટિલતા, દુષ્કરતા અથવા ઈચ્છા પ્રમાણેની ધારેલી વાચનાઓ ન મળવાના કારણે ધીમે-ધીમે ૪૯૯ શિક્ષાર્થી-શ્રમણ હતાશનિરુત્સાહ થઈ ભણવાનું બંધ કરી ત્યાંથી પાટલીપુત્ર પાછા ફર્યા, પણ આર્ય સ્થૂળભદ્ર પૈર્ય, લગન અને ઘણા પરિશ્રમથી નિરંતર આચાર્ય ભદ્રબાહુની પાસે પૂર્વોનું અધ્યયન કરતા રહ્યા. આ રીતે પોતાના ૧૨ વર્ષના મહાપ્રાણ-ધ્યાનના બાકીના સમયમાં આચાર્યએ આર્ય પૂળભદ્રને અવિરત ૮ વર્ષ સુધી વાચનાઓ આપી અને આ અવધિમાં આર્ય સ્થૂળભદ્ર આઠ પૂર્વેના જ્ઞાતા બની ગયા. ત્યાર બાદ સ્થૂળભદ્રએ ભદ્રબાહુને પૂછ્યું : “ભગવન્! હવે મારું કેટલું અધ્યયન બાકી છે?” - આચાર્ય ભદ્રબાહુએ ઉત્તરમાં કહ્યું : “સૌમ્ય ! સાગરના અમાપ જળમાંથી એક ટીપા સમાન તારું અધ્યયન પૂર્ણ થયું છે. આ એક બિંદુ સિવાયનું આખા સાગર સમાન જ્ઞાનનું અધ્યયન બાકી છે.” પોતાના શિષ્યના ઉજળા વદન પર નિરાશાની હલકી કાળી છાયા જોઈ આચાર્યએ એમને આશ્વાસન આપતાં કહ્યું : “હતાશ-નિરાશ ન થઈશ. સૌમ્ય ! હું તને બાકીના પૂર્વોનું અધ્યયન ઘણી ઝડપથી કરાવી દઈશ.” જૈિન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 26969696969696969696; ૧૦૫ | Page #185 -------------------------------------------------------------------------- ________________ મહાપ્રાણ-ધ્યાન પૂર્ણ થતા-થતા આચાર્યએ આર્ય સ્થૂળભદ્રને દશ પૂર્વેમાં બે વસ્તુઓ ઓછીનું જ્ઞાન કરાવી દીધું. ધ્યાનના સમાપ્ત થતા જ આચાર્ય ભદ્રબાહુએ એમના શિષ્ય પરિકર સહિત નેપાળથી પાટલીપુત્ર તરફ પ્રસ્થાન કર્યું. નગરની બહાર ઉદ્યાનમાં પહોંચી આચાર્યએ બૃહદ્દન સમૂહની સામે ધર્મોપદેશ આપ્યો. આચાર્ય ભદ્રબાહુ અને આર્ય સ્થૂળભદ્ર આદિ મહર્ષિઓનાં દર્શન માટે સ્થૂળભદ્રની યક્ષા આદિ ૭ બહેન સાધ્વીઓ પણ નગરની બહાર એ ઉદ્યાનમાં આવી. આચાર્યશ્રીને પ્રણામ કરી મહાસતી યક્ષાએ એમને પૂછ્યું: “ભગવન્! અમારા જ્યેષ્ઠ બંધ આર્ય સ્થૂળભદ્ર ક્યાં છે?” આચાર્યશ્રીએ જણાવ્યું : “આર્ય સ્થૂળભદ્ર પેલી તરફ જીર્ણક્ષીણ ખંડેર બનેલા ચૈત્ય દેરાસરમાં સ્વાધ્યાય કરી રહ્યા હશે.” આર્યા યક્ષા વગેરે સાતેય બહેનો એમના કહેવા પ્રમાણેના ખંડેરની તરફ ગઈ. દૂરથી પોતાની બહેનોને આવતી જોઈ છૂળભદ્રના મનમાં એમની બહેનોને પોતાની વિદ્યાનો ચમત્કાર બતાવવાની જિજ્ઞાસા થઈ. એમણે તરત જ વિદ્યાના પ્રભાવથી કદાવર સિંહનું રૂપ ધરી લીધું. એ ખંડેર જેવા દેરાસરની અંદર જઈ સાધ્વીઓએ જોયું કે ત્યાં એક ભયંકર સિંહ બેઠેલો છે અને એમના અગ્રજ યેષ્ઠ બંધુ ક્યાંય દેખાતા નથી. તો તેઓ તે જ પળે આચાર્યશ્રીની પાસે જઈ કહેવા લાગી : “પ્રભુ ! ત્યાં તો એક કેસરી બેઠેલો છે, આર્ય ક્યાંય દૃષ્ટિગોચર નથી થઈ રહ્યા. અમે એવી આશંકાથી વ્યાકુળ છીએ કે ક્યાંક એ હોશિયાર વિદ્વાન શ્રમણને સિંહ ખાઈતો નથી ગયો ને ?” આચાર્યશ્રીએ જ્ઞાનોપયોગથી તરત જ વસ્તુસ્થિતિનો તાગ મેળવી આશ્વાસન કહ્યું : “વત્સાઓ ! પાછા જઈને જુઓ, હવે ત્યાં કોઈ સિહ નથી, પરંતુ તમારો મોટો ભાઈ જ બેઠેલો છે. જેને તમે સિંહ સમજી લીધો હતો તે સિંહ નહિ, પણ તમારો ભાઈ જ હતો.” | ૧૦૬ 2296969696969696969 જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #186 -------------------------------------------------------------------------- ________________ યક્ષા વગેરે બહેનો જ્યારે ચૈત્યમાં ગઈ તો ત્યાં સિંહની જગ્યાએ એમના ભાઈને જોઈને ઘણી ખુશ થઈ. પ્રણામ કર્યા પછી એમણે ઉત્સાહિત થઈ પૂછ્યું : “જ્યેષ્ઠાર્ય ! હમણાં થોડી વાર પહેલાં તો તમારી જગ્યાએ સિંહ બેઠેલો હતો, તે ક્યાં ગયો ?” આર્ય સ્થૂળભદ્રએ હસીને કહ્યું : “અહીં કોઈ સિંહ ન હતો, એ તો મેં મારી વિદ્યાનું પરીક્ષણ કર્યું હતું ?” પોતાના અગ્રજ ને અદ્ભુત વિદ્યાઓનો ભંડાર સમજી બધી જ બહેનો અપાર આનંદિત થઈ. ત્યાર બાદ સાધ્વી યક્ષાએ એમના અનુજ મુનિ શ્રીયકને એકાશન અને પછી ઉપવાસ કરવાની પ્રેરણા આપવા તથા સમયાવધિ પૂર્ણ થતા શ્રીયકના દિવંગત થવાની દુઃખદ ઘટના મુનિ સ્થૂળભદ્રને કહી. સાધ્વીઓના ગયા પછી વાચનાનો સમય થતા આર્ય સ્થૂળભદ્ર આચાર્યશ્રીની સેવામાં પહોંચ્યા, તો આચાર્યએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું : “વત્સ ! જ્ઞાનોપાર્જન કરવું ઘણું મુશ્કેલ કાર્ય છે, પણ ઉપાર્જિત કરેલા જ્ઞાનને પચાવવું એના કરતાં પણ વધુ મુશ્કેલ છે. તું ગોપનીય (ગુપ્ત) વિદ્યાને પચાવી ન શક્યો. તું તારા શક્તિ-પ્રદર્શનના લોભને રોકી ન શક્યો. તેં તારી બહેનોની સામે પોતાની ગુરુતા અને વિદ્યાનો ચમત્કાર પ્રગટ કરી દીધો. આ સ્થિતિમાં તું હવે આગળના પૂર્વોની વાચના માટે યોગ્ય પાત્ર નથી. જેટલું તેં પ્રાપ્ત કર્યું છે, એટલામાં જ સંતોષ મેળવ.’’ આચાર્યશ્રીની વાત સાંભળી આર્યને એમની ભૂલ પર ઘણો પસ્તાવો થયો. એમણે ગુરુનાં ચરણોમાં એમનું માથું મૂકીને અનેકવાર ક્ષમા માંગી અને વારંવાર આ પ્રતિજ્ઞાને ઉચ્ચારી કે ‘તેઓ ભવિષ્યમાં આ રીતની ભૂલ ક્યારેય નહિ કરશે.' પણ આચાર્યે એવું કહીને વાચના આપવાની મના કરી કે - ‘અંતિમ ચાર પૂર્વેની અનેક દિવ્ય વિદ્યાઓ અને ચમત્કારપૂર્ણ લબ્ધિઓથી ઓતપ્રોત જ્ઞાનને પામવા માટે તેઓ યોગ્ય પાત્ર નથી.’’’ વાસ્તવિકતાની જાણ થતાં જ સમસ્ત શ્રીસંઘ પણ આચાર્ય ભદ્રબાહુની સેવામાં હાજર થયો અને એમને ઘણા અનુનય વિનયથી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૭૩ ૧૦૭ Page #187 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના કરવા લાગ્યો કે - ‘આર્ય સ્થૂળભદ્રના અપરાધને ક્ષમા કરી અથવા એનો યોગ્ય દંડ આપી આગળના પૂર્વોની વાચના આપવામાં આવે.’ સંઘની પ્રાર્થનાને ધ્યાનથી સાંભળીને આચાર્યએ કહ્યું : “વસ્તુતઃ પૂર્વજ્ઞાનના યોગ્ય પાત્ર સમજીને મેં આર્ય સ્થૂળભદ્રને દશ પૂર્વોમાં બે વસ્તુ ઓછી જેટલો અર્થ અને પૂર્ણ વિવેચન સહિત જ્ઞાન આપી દીધું છે. હું આગળના જે ચાર પૂર્વેની વાચનાઓ એમને નથી આપી રહ્યો, એની પાછળ એક ઘણું મોટું કારણ છે. અજય કામદેવ ઉપર સ્થૂળભદ્રના મહાન વિજયને ધ્યાનમાં લઈને આચાર્ય સંભૂતવિજયે એમને ‘દુષ્કર દુષ્કરકારક'ની ઉપાધિથી નવાજ્યા હતા. આ પ્રકારના ત્યાગી, ઉચ્ચકોટિના મનોવિજયી દશપૂર્વેના જ્ઞાતા આ કુળ-સંપન્ન વ્યક્તિ પણ પોતાની શક્તિ-પ્રદર્શનને રોકી ન શક્યો, તો અન્ય સાધારણ લોકો તો આ દિવ્ય વિદ્યાઓ, શક્તિઓ અને લબ્ધિઓને મેળવી કેવી રીતે પચાવી શકશે, એની કલ્પના પણ નથી થઈ શકતી.” હવે ભવિષ્યમાં જેમ-જેમ સમય પસાર થતો જશે તેમ-તેમ પળેપળે રિસાઈ જવાવાળા, અવિવેકી અને ગુરુની અવજ્ઞા કરનારા સ્વલ્પ સત્ત્વધારી શ્રમણ હશે. એ મુનિઓની પાસે જો આ પ્રકારની મહાશક્તિશાળી વિદ્યાઓ જતી રહી, તો તેઓ ક્ષુદ્ર બુદ્ધિવાળા શ્રમણ સામાન્યથી સામાન્ય વાત પર કોઈ પર ક્રોધિત થઈ ચાર પ્રકારની વિદ્યાઓના બળપ્રયોગથી લોકોનું અનિષ્ટ કરી પોતાના સંયમથી પતીત થઈ સર્વનાશ સુધ્ધાં કરવા પર ઊતરી આવશે અને આ પ્રમાણે એ દુષ્કર્મોનાં ફળસ્વરૂપે અનંતકાળ સુધી સંસારમાં ભ્રમણ કરતા રહેશે. આ દશામાં બધી રીતે એ જ શ્રેયસ્કર રહેશે કે આ શેષ ચાર પૂર્વેનું જ્ઞાન હવે ભવિષ્યમાં લોકોને આપવામાં ન આવે.” એથી આર્ય સ્થૂળભદ્રએ કહ્યું : “તમે જે કહી રહ્યા છો, તે બરાબર છે, પણ આવનારી પેઢીઓ એમ જ કહેશે કે સ્થૂળભદ્રની ભૂલના કારણે અંતિમ ચાર પૂર્વ નષ્ટ થઈ ગયા. આ અપયશની કલ્પનામાત્રથી હું ધ્રૂજી ઊઠું છું. અતઃ આપ મને ભલે શેષ- પૂર્વોનો અર્થ છે જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૧૦૮ [૭૩ Page #188 -------------------------------------------------------------------------- ________________ અને વિશિષ્ટ વિવેચન ન જણાવો, પણ મૂળરૂપથી તો એની વાચના આપવાની મારા પર કૃપા કરો.” આચાર્યએ એવું ધારી લીધું હતું કે સંપૂર્ણ ચતુર્દશે પૂના જ્ઞાનમાંથી અંતિમ ચાર પૂર્વોનું જ્ઞાન એમની સાથે જ સમાપ્ત થઈ જશે. પણ આખરે એમણે આર્યને બાકીના ચાર પૂર્વોની માત્ર મૂળ વાચનાઓ આપી. શ્વેતાંબર અને દિગંબર બંને પરંપરાઓનો આ વિષયમાં એકમત છે, અને તે છે આચાર્ય ભદ્રબાહુ ભગવાન મહાવીરના શાસનમાં અંતિમ ચતુર્દશ પૂર્વધર અથવા શ્રુતકેવળી થયા. વિ. નિ. સં. ૧૭૦માં (ઈ.સ.થી ૩૫૭ વર્ષ પહેલાં) આચાર્ય ભદ્રબાહુના સ્વર્ગગમન પછી આર્ય સ્થૂળભદ્ર ભ. મહાવીરના આઠમા પટ્ટધર આચાર્ય બન્યા. - આચાર્ય સ્થૂળભદ્ર અનેક ક્ષેત્રોના ભવ્યજીવોનો ઉદ્ધાર કરતા-કરતા વિહારનુક્રમે એક દિવસ શ્રાવસ્તીમાં પધાર્યા. ત્યાં એમણે બાળપણના મિત્ર ધનદેવને સાચાધર્મના અનુયાયી અને ઉપાસક બનાવી એને ભવભ્રમણથી બચવાનો પ્રશસ્ત રસ્તો બતાવ્યો. આચાર્ય સ્થૂળભદ્રના આચાર્યકાળનાં ૪૪ વર્ષ વિત્યા પછી વિ. નિ. સં. ૨૧૪માં શ્વેતાંબિકા નગરીમાં અષાઢાચાર્યના શિષ્યોથી ત્રીજા નિનવ અવ્યક્તવાદીની ઉત્પત્તિ થઈ. આર્ય સ્થૂળભદ્ર ૩૦ વર્ષ સુધી ગૃહસ્થપર્યાયમાં રહ્યા. વિ. નિ. સં. ૧૭૦ થી ૨૧૫ સુધી એમણે આચાર્યપદ પર રહીને વીરશાસનની સેવાઓ કરી. અંતે ૯૯ વર્ષનું આયુષ્ય ભોગવી વી. નિ. સં. ૨૧૫માં રાજગૃહ નગરની નજીક વૈભારગિરિ ઉપર ૧૫ દિવસના અનશન અને સંથારા બાદ એમણે દેવલોકગમન કર્યું. ભારતીય ઇતિહાસની દૃષ્ટિથી આર્ય સ્થૂળભદ્રનો યુગ રાજ્યપરિવર્તન અથવા રાજ્ય-વિપ્લવનો યુગ રહ્યો. ભારત ઉપર યુનાનીઓનું આક્રમણ, મહાન રાજનીતિજ્ઞ ચાણક્યનો અભ્યદય, નંદ રાજ્યનું પતન અને મૌર્ય રાજ્યનો ઉદય - આ એમના સમયની પ્રમુખ-મુખ્ય રાજનૈતિક ઘટનાઓ છે. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 269099969696969696969] ૧૦૯ ] Page #189 -------------------------------------------------------------------------- ________________ (ભારત ઉપર સિકંદરનું આક્રમણ) આચાર્ય સ્થૂળભદ્રના આચાર્યકાળ (વી. નિ. સં. ૧૭૮ થી ૨૧૫)માં લગભગ વી. નિ. સં. ૨૦૦(ઈ.સ. પૂર્વે ૩૨૭)માં ભારતવર્ષના ઉત્તરપશ્ચિમી પ્રદેશો ઉપર યુનાનના શાહ સિકંદરે (એલેકઝાન્ડર ધી ગ્રેટ) એક પ્રબળ સેના લઈ આક્રમણ કર્યું. એ સમયે ભારતના ઉત્તરપશ્ચિમી ભાગોમાં નાનાં-નાનાં રાજ્યો તથા પંજાબમાં વિવિધ જાતિઓનાં ગણરાજ્ય વિદ્યમાન હતાં. મગધસમ્રાટ ધનનંદ (નવમ્ નંદ) પોતાની અત્યંત લોભી પ્રકૃતિ અને જનતા પર વધુમાં વધુ કરભાર વધારતા રહેવાની પ્રવૃત્તિઓના કારણે પોતાની પ્રત્યે પ્રજાનો પ્રેમ અને વિશ્વાસ ગુમાવી ચૂક્યો હતો. એના અધીનસ્થ અનેક રાજાઓ અને સામંતોએ એના પ્રત્યેનો વિદ્રોહનો ઝંડો ઉઠાવી પોતાની જાતને સ્વતંત્ર ઘોષિત કરી દીધા હતા. ગૃહક્લેશના કારણે રાજાગણ એકબીજાને નીચા દેખાડવાના પ્રયત્નોમાં લાગેલા હતા. દેશમાં સાર્વભૌમ સત્તાસંપન્ન શક્તિશાળી રાજ્યના અભાવમાં સિકંદરને શરૂઆતના તબક્કામાં એના અભિયાનમાં સફળતા મળી. એણે હિન્દુકુશ, કાબુલની ઘાટીથી લઈને સિંધુ નદીના પૂર્વનાં ક્ષેત્રો તથા કાશ્મીર અને તક્ષશિલા આદિ ભારતીય પ્રદેશો ઉપર વિજય મેળવ્યો. આમ તો બધા રાજાઓ અને ગણરાજ્યોએ સિકંદરની સેનાની સાથે ઘણી શૌર્યતાથી યુદ્ધ કર્યું, પણ એમાંના રાજા પૌરવ (પોરસ) દ્વારા કરવામાં આવેલું યુદ્ધ ઇતિહાસમાં હંમેશાં વિશેષ ઉલ્લેખનીય રહેશે. રાજા પૌરવ(પોરસ)ની સેનાએ પ્રાણોને હોડમાં મૂકી ઘણાં શૌર્યથી સિકંદરની સેના સામે લડી, પરંતુ રાજા પૌરવને પરાજયનું મોઢું જોવું પડ્યું. વિજય પ્રાપ્ત થતા સિકંદરે રાજા પૌરવની શક્તિ અને વીરતા જોઈને એની સાથે મિત્રતા કરવી જરૂરી સમજી અને એનું જિતાયેલું રાજ્ય એને ફરી સોંપીને તે વિજય-અભિયાનમાં આગળ વધી ગયો. સિકંદરનું લશ્કર આગળ વધવા માંગતું હતું, પણ શુદ્રક અને માલવ ગણતંત્રોની સંયુક્ત સેનાએ એને સિંધુ અને ચિનાબના સંગમના રણક્ષેત્રમાં લલકાર્યો. અહીં યુનાની લશ્કરને ઘણું ગુમાવવું પડ્યું. આ યુદ્ધમાં માલવો સાથે લડતા-લડતાં સિકંદર પોતે ઘાયલ થયો. આ ૧૮૦ 696969696969696969696969 જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #190 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધમાં ઘાવ લાગવાના કારણે સિકંદરની મૃત્યુની અફવા ફેલાઈ ગઈ. આથી ઘણા બધા યુનાની સૈનિકો ગભરાઈને મોટા પાયે યુનાન તરફ ભાગી છૂટ્યા. એના સૈનિકનું મનોબળ તૂટી ગયું. પોતાની અને પોતાના સૈનિકોની વાસ્તવિક સ્થિતિને ધ્યાનમાં રાખી સિકંદર સેના સહિત વિજય-અભિયાનને બંધ કરી ફરી પોતાના દેશ પરત ફર્યો. જેમ-જેમ યુનાન તરફ જઈ રહેલો સિકંદર ભારતીય પ્રદેશને પોતાની પાછળ છોડતો ગયો, તેમ-તેમ એ ભારતીય પ્રદેશો વિદેશી શાસનની ચુંગાળમાંથી દૂર થઈ સ્વતંત્ર થતા ગયા. બેબિલોન પહોંચતા - પહોંચતા સિકંદર ઈ.સ. પૂર્વે જૂન-૩૨૩માં મૃત્યુ પામ્યો. સિકંદરના અવસાન બાદ એના સામ્રાજ્યમાં સર્વત્ર અંધકાર અને અરાજકતાએ શાસન જમાવી દીધું. સિકંદર નિઃસંતાન હતો, માટે એના સેનાપતિઓએ સિકંદરના રાજ્યનો માંહોમાંહે (પરસ્પર) ભાગ વહેંચી લીધો. પહેલા ભાગલા સિકંદરના મૃત્યુ પછી તરત જ ઈ.સ. પૂર્વ ૩૨૩માં અને બીજા ભાગલા ત્રિયાશ ડિસસ નામક સ્થળે ઈ.સ. પૂર્વ ૩૨૧માં થયો. સિકંદરના આ આક્રમણથી ભારતીયોમાં એક નવીન ચેતનાનો સંચાર થયો અને ભારતમાં એક મહાન શક્તિશાળી મોટી રાજ્યસત્તાને જન્મ આપવાની પૂર્વભૂમિકાનું નિર્માણ થયું. વસ્તુતઃ સિકંદરના આ સૈનિક અભિયાન વડે ભારતીયોની રણક્ષમતા અને વીરતા આ સંસાર સમક્ષ પ્રગટ થઈ. માત્ર પુરુષો જ નહિ, પણ અહીંની સ્ત્રીઓ વિરાંગનાઓએ પણ યુદ્ધ-મેદાનોમાં રણચંડી રૂપે જોરદાર પ્રદર્શન કરી માતૃભૂમિની રક્ષા કરતા-કરતા જીવ જોખમમાં મૂક્યો. ૩૨૭ ઈ.સ. પૂર્વ સિકંદર વડે ભારત પર કરાયેલા આક્રમણ દરમિયાન ઈ.સ. પૂર્વ ૩૨૩માં સિકંદરની મૃત્યુ પછી ૩૦૪ ઈ.સ. પૂર્વમાં યુનાની શાસક સેલ્યુકસ દ્વારા પુનઃ ભારત પર કરવામાં આવેલ આક્રમણ સમયે તથા ૩૨૭ ઈ.સ. પૂર્વથી ૩૦૪ ઈ.સ. પૂર્વ સુધી વિદેશી આક્રમણોને નિષ્ફળ કરવા તથા ભારતને એક સશક્ત રાષ્ટ્ર બનાવવામાં ચંદ્રગુપ્ત મૌર્યએ ઘણી મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. આ સંદર્ભમાં સંક્ષિપ્તરૂપે એનું જીવનવૃત્તાંત અહીં આપવામાં આવી રહ્યું છે. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૧૮૧ Page #191 -------------------------------------------------------------------------- ________________ મૌર્ય રાજવંશનો અભ્યુદય (ઉદ્ભવ) વી. નિ. સં. ૨૧૫(ઈ.સ. પૂર્વ ૩૧૨)માં નંદ રાજવંશ નાશની સાથે ભારતમાં મૌર્યવંશ નામના એક શક્તિશાળી રાજવંશનો અભ્યુદય (ઉદય) થયો. આ રાજવંશે એની માતૃભૂમિ આર્ય ધરા ઉપરથી યુનાનીઓના શાસનનું નામોનિશાન દૂર કરી, ન માત્ર સંપૂર્ણ ભારત પર જ, પરંતુ ભારતની બહારના અનેક પ્રાંતોમાં પણ પોતાની વિજય પતાકા ફરકાવી એક સશક્ત અને વિશાળ રાજસત્તાના રૂપમાં ૧૦૮ વર્ષ (વી. નિ. સં. ૨૧૫ થી ૩૨૩ સુધી) શાસન કર્યું. આ રાજવંશના શાસનકાળમાં બહુમુખી પ્રગતિ થઈ. આ રાજ્યવંશના સંસ્થાપક મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્તના જીવનની સાથે એ સમયના મહાન રાજનીતિજ્ઞ ચાણક્યનો સંબંધ છે, જેને આ શક્તિશાળી રાજ્યવંશના સંસ્થાપક અને અભિવાહક કહી શકાય છે. વિદ્વાન બ્રાહ્મણ ચાણક્યના બુદ્ધિ-કૌશળના જોરે જ આ મહાન રાજ્યની સ્થાપના થઈ. મૌર્ય રાજવંશના સંસ્થાપક ચાણક્ય ગોલ્લ-પ્રદેશના ચણક નામના ગામમાં ચણી નામક એક બ્રાહ્મણ રહેતો હતો. એની પત્ની(ભાય)નું નામ ચણકેશ્વરી હતું. આ બ્રાહ્મણદંપતી જૈન ધર્મના પરમ અનુયાયી હતા અને શ્રાવકવ્રતનું પાલન કરતા રહીને શ્રમણોની સેવા કરતું હતું. બ્રાહ્મણી ચણકેશ્વરીએ કાલાન્તરમાં એક પુત્રને જન્મ આપ્યો, એ સમયે ચણી બ્રાહ્મણના એક એકાંત ઓરડામાં કેટલાક સ્થવિર શ્રમણ રોકાયેલા હતા. ચણીએ પોતાના નવજાત શિશુને એ સ્થવિરો સમક્ષ લાવી બતાવ્યું કે - “આ નવજાત શિશુના મોઢામાં જન્મથી જ દાંત છે.’ એના પર શ્રમણ સ્થવિરે કહ્યું કે - “સુશ્રાવક ! તારો પુત્ર એક મહાન પ્રતાપી રાજા હશે.’ મારો પુત્ર રાજ્યસત્તાનો સ્વામી થઈ ક્યાંક નરકનો અધિકારી ન બની જાય.' એવો વિચાર કરી ચણીએ બાળકને ઘરે લઈ જઈ રેતીથી એના દાંત ઘસી નાખ્યા. જ્યારે ચણીએ એના બાળકના દાંત ઊ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૧૮૨ ૩૩ ૩ Page #192 -------------------------------------------------------------------------- ________________ ઘસી નાખવાની વાત મુનિઓને કહી તો તેમણે કહ્યું કે - “દાંતોને ઘસી નાખવાથી હવે. આ બાળક કાલાન્તરમાં સમ્રાટ નહિ પણ સમ્રાટના સમાન (અન્ય વ્યક્તિને રાજા બનાવી એના માધ્યમથી રાજ્યસત્તાનું સંચાલન કરવાવાળો) થશે.” ચણીએ એના પુત્રનું નામ “ચાણક્ય” રાખ્યું. સમય જતાં ઘણી તન્મયતાથી અધ્યયન કરતા રહીને કુશાગ્ર બુદ્ધિવાળા ચાણક્યએ વિવિધ પ્રકારની વિદ્યામાં પારંગતતા મેળવી. વિદ્વાન ચાણક્ય સંતોષને જ મોટું ધન સમજી શ્રાવકોનાં વ્રતનું સમ્યકરૂપે પાલન કરતો હતો. ચાણક્યના યુવાન થતા તેના એક કુળવાન કન્યા સાથે લગ્ન થયાં. પોતાનાં માતા-પિતાના સ્વર્ગે સિધાવતાં ચાણક્યએ પોતાની નાની અમથી ગૃહસ્થીનું કાર્ય સંભાળ્યું. પણ સંતોષી હોવાના લીધે ક્યારેય ધનનો સંચય કરવા પર ધ્યાન ન આપ્યું. ચાણક્યની ભાર્યા એક દિવસ એના સહોદરના લગ્નપ્રસંગે પોતાના માતૃગૃહે (પિયર) ગઈ. ચાણક્યની બધી જ સાળીઓનાં સગપણ મહાસંપત્તિશાળી સંપન્ન ઘરોમાં થયાં હતાં, માટે તેઓ બધાં કીમતી ઘરેણાં અને વસ્ત્રોથી સજ્જ હતી. અને હંમેશાં દાસીગંણોથી ઘેરાયેલી રહેતી હતી. જ્યારે ચાણક્યની પત્ની પાસે આભૂષણના નામે કંઈ જ ન હતું. એ રાત-દિવસ એની જૂની સાડી અને કંચૂકી પહેરી રાખતી હતી. એની એ દીન અવસ્થા જોઈ એની બહેનો તથા અન્ય હાજર સ્ત્રીઓએ વિવિધ વ્યંગથી એની હાંસી ઉડાવી. આ વાત જ્યારે ચાણક્યને ખબર પડી તો એણે ધન પ્રાપ્ત કરવાનો દઢ સંકલ્પ કર્યો. એને એ ખબર હતી કે મગધપતિ નંદ બ્રાહ્મણોને દક્ષિણા સ્વરૂપે પર્યાપ્ત-માત્રામાં ધન આપે છે, માટે એ ધન મેળવવાની કામના લઈ પાટલીપુત્ર પહોંચ્યો અને બધાથી આગળ રાખેલ એક ઉચ્ચ આસન પર બેસી ગયો અને અન્ય આસનો ઉપર દંડ, જયમાળા આદિ સાધનો મૂકી દીધાં. ખરેખર તો તે જે આસન પર બેઠેલો, ત્યાં તો નંદ હંમેશાં બેસીને દક્ષિણાઓ આપ્યા કરતો હતો; એટલે નંદ-પુત્રના કહેવાથી દાસીએ ચાણક્યને તેના પરથી ઊઠી બીજા આસન પર બેસવા કહ્યું. એનાથી ચાણક્યને અપમાન જેવું લાગ્યું. તે ઊક્યો નહિ, માટે દાસીએ પથ્થર વડે પ્રહાર કરી ચાણક્યને એ આસન પરથી ઉઠાડી દીધો. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) 9696969696969696969699 ૧૮૩ | Page #193 -------------------------------------------------------------------------- ________________ દાસી દ્વારા થયેલા આ અપમાનથી ક્રોધિત થઈ એણે હાજર વિશાળ જનસમૂહની સામે દૃઢ અને અત્યંત ઉચ્ચ સ્વરમાં પ્રતિજ્ઞા કરી : “હું આ નંદનો, એના સૈન્ય, પુત્ર, મિત્ર અને કોષની સાથે સર્વનાશ કરીને જ વિરામ લઈશ.” આવી પ્રતિજ્ઞા બાદ ભ્રમરો તંગ કરીને લાલ-લાલ આંખો વડે નંદની તરફ દૃષ્ટિ કરતા ક્રોધથી ધ્રૂજતો ચાણક્ય મહેલમાંથી નીકળી નગરની બહાર જતો રહ્યો. ચાણક્યને એનાં માતા-પિતા પાસે સાંભળેલી સ્થવિરોની એ ભવિષ્યવાણીનું સ્મરણ થયું. જેમાં એમણે કહ્યું હતું કે - ‘આગળ જતા આ સમ્રાટ નહિ, પણ સમ્રાટ સમાન પ્રભાવશાળી બનશે.' નિઃસ્પૃહ શ્રમણનું કથન ક્યારેય અસત્ય નથી હોતું.’ એવું વિચારી ચાણક્યએ રાજા બનવાપાત્ર કોઈ વ્યક્તિને શોધી એના માધ્યમથી નંદ, એના વંશ અને રાજ્યનો નાશ કરવાનો દૃઢ સંકલ્પ કર્યો. ચંદ્રગુપ્તનો પરિચય એકાદ સુપાત્ર વ્યક્તિની શોધમાં સંન્યાસીનો ભેખ ધરી ભટકતાભટકતા ચાણક્ય એક દિવસ એવા ગામમાં ભિક્ષા માટે ગયો, જ્યાં રાજા નંદના મોરોની જાળવણી તેમજ રખેવાળી કરવાવાળા લોકો વસતા હતા. મયૂરપોષકોના પ્રમુખે પરિવ્રાજક વેશમાં ચાણક્યને જોઈને કહ્યું : “મહાત્મન ! મારી પુત્રીને ચંદ્રપાનનું એક ઘણું જ અદ્ભુત વિસ્મયકારક દોહદ (ઇચ્છા) થયું છે. આ અશક્ય કાર્યને કેવી રીતે શક્ય બનાવી શકાય છે ? ગર્ભવતી સ્ત્રીની ઇચ્છા પૂરી ન થવાની હાલતમાં ગર્ભસ્થ બાળકની સાથે-સાથે મારી પુત્રીનો જીવ જોખમમાં મુકાય શકે છે. આ ચિંતા મને રાત-દિવસ કોરી ખાય છે. જો તમે આ અદ્ભુત દોહદને તૃપ્ત કરવા માટે કોઈ ઉપાય કરશો તો અમારા પર તમારો ઘણો મોટો ઉપકાર થશે.” વિદ્વાન ચાણક્યને સમજતા વાર ન લાગી કે જે સુપાત્રની શોધમાં તે પરિશ્રમ કરી રહ્યો છે, તે પાત્ર મયૂરપોષક(પાલક)ની પુત્રીના કૂખમાં છે. ચાણક્યે એમને કહ્યું : “ગર્ભમાં રહેલા બાળકને મોટા થયા પછી જો તમે મને આપવાનું વચન આપો તો હું.તમારી પુત્રીનાં દોહદને પૂર્ણ કરી શકું છું.' 99 ૧૮૪ છેલ્લે જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) Page #194 -------------------------------------------------------------------------- ________________ મયૂરપાલકના પ્રમુખે ચાણક્યની શરતને ખુશીથી માની લીધી. પછી બુદ્ધિશાળી ચાણક્યએ ઘાસની એક ઝૂંપડી તૈયાર કરાવી. એ ઝૂંપડીના ઉપરના ભાગમાં એક મોટું કાણું રખાવ્યું. એ ઝૂંપડીમાં રાતના વખતે કાણામાંથી આખા ચંદ્રનો પડછાયો પડવા લાગ્યો. ત્યારે ચાણક્યએ ખાનગીમાં એક વ્યક્તિને ઉપર ચઢાવી દીધો અને એને સમજાવી દીધું કે - ‘એમનો ઇશારો મળતાં જ તે એ કાણાને ધીમે-ધીમે તણખલાઓ વડે ઢાંકવાનું શરૂ કરી દે.’ આ બધી ગોઠવણો કર્યા પછી ચાણક્યે ગર્ભવતી સ્ત્રીને બોલાવી એ ઝૂંપડીમાં એક જગ્યાએ બેસાડી, એના હાથમાં પાણીથી ભરેલી એક થાળી આપી દીધી. એ થાળીમાં પૂર્ણ ચંદ્રનું પ્રતિબિંબ (પડછાયો) પડી રહ્યું હતું. ચાણક્યે એને સંબોધિત કરતા કહ્યું : “દીકરી ! આ ચંદ્રને પી જા.'' ગર્ભવતીએ થાળીમાંનું પાણી પીવાનું શરૂ કર્યું. જેમ-જેમ એ પાણી પી રહી હતી, તેમ-તેમ ઝૂંપડીની ઉપર બેઠેલો માણસ ઝૂંપડીની ઉપરનું કાણું તણખલાંઓ વડે ઢાંકતો જઈ રહ્યો હતો. આ થાળીનું પાણી પી લેતાં એ ગર્ભિણીને ચંદ્ર દેખાતો બંધ થઈ ગયો અને એ એમ સમજી બેઠી કે એણે ચંદ્રપાન કરી લીધું છે, એનું દોહદ (ઇચ્છા) પૂરું થયું. આમ ઇચ્છાપૂર્તિ થતા ગર્ભ કોઈ પણ જાતની તકલીફ વગર મોટું થવા લાગ્યું અને યોગ્ય સમયે મયૂરપાલકની એ પુત્રીએ એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. દોહદની વાત ધ્યાનમાં રાખીને એ બાળકનું નામ ચંદ્રગુપ્ત રાખવામાં આવ્યું. દૂરદેશી ચાણક્યે ભાવિ રાજાની સેના માટે સોનું એકઠું કરવાની ધૂનમાં ધાતુ-વિશેષજ્ઞોની તપાસ ચાલુ કરી દીધી અને આમ-તેમ ભટકવા લાગ્યો. જ્યારે આ તરફ થોડોક મોટો થતા બાળક ચંદ્રગુપ્ત એના જેટલાં જ બાળકોની સાથે રમતી વખતે રાજાઓ જેવી ચેષ્ટાઓ કરવા લાગ્યો. જગ્યે-જગ્યે ભટકતો ચાણક્ય એક દિવસ મયૂરપાલકોના એ ગામમાં આવી પહોંચ્યો, એ સમયે ચંદ્રગુપ્ત બીજા બાળકો સાથે રમતાંરમતાં અનેક જાતની રાજ-લીલાઓ કરી રહ્યો હતો. એ બાળકનો જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૭ ૧૮૫ Page #195 -------------------------------------------------------------------------- ________________ આમ રાજાઓ જેવો વ્યવહાર જોઈ અને સાથે-સાથે રમતાં બાળકોની વાતચીત સાંભળીએ જાણી ગયો કે આ એ જ બાળક છે, જેની માતાના દોહકને ચંદ્રપાન કરાવીને એણે પૂરું કર્યું હતું. ચાણક્ય ચંદ્રગુપ્તના માથા અને મોઢા પર લાડેથી હાથ ફેરવતા પોતાની ઓળખ આપી અને કહ્યું : “મારી સાથે ચાલ, હું તને રાજા બનાવી દઈશ.” મહત્ત્વાકાંક્ષી બાળક ચંદ્રગુપ્ત તરત જ ચાણક્યની આંગળી પકડી લીધી અને એના મનમાં ભવિષ્યના સામ્રાજ્યનાં સુંદર મનોહારી ચિત્રોની કલ્પના કરતો એમની સાથે ચાલવા લાગ્યો. પોતાનાં સપનાં સાકાર કરનારા આ સ્વર્ણિમ સુયોગમાં ક્યાંક કોઈક પ્રકારનું વિદન ન આવે, એવી આશંકાથી ચાણક્ય બાળકના માતા-પિતા, વડીલો વગેરેને પૂછ્યા વગર એ ગામમાંથી કોઈક અચોક્કસ સ્થાને જવા માટે તરત જ ચાલી નીકળ્યો. ચાણકયે જે કામને પૂરું કરવા બીડું ઝડપ્યું હતું, તે વસ્તુતઃ ઘણું જ મોટું અને અસાધ્ય કામ હતું. ચાણક્યનાં કાર્યોની મુલવણી કરતા સ્પષ્ટ રીતે એ જાણી શકાય છે કે માત્ર પોતાના અપમાનના બદલા માટે વેરની ભાવનાથી દોરાઈને એણે આટલો મોટો સંઘર્ષ કર્યો ન હતો, પણ આ મહાન સંઘર્ષની પાછળ એના મનમાં અનેક ઉદ્દેશ્યો હતા. તત્કાલીન દેશવ્યાપી વિઘટનકારી પ્રવૃત્તિઓએ એના માનસમાં તીવ્ર અસંતોષ પેદા કર્યો. કરબોજથી લદાયેલી અને કુશાસનથી પીડિત જનતાને તે એક સાર્વભૌમ સત્તા સંપન્ન સુશાસન આપવા માંગતો હતો. બનવાજોગ છે કે નંદના રાજમહેલમાં થયેલાં અપમાને એના અંતરમાં સંતાયેલા એ વિચારોને પ્રચંડ રૂપ આપી એને રાજ્યક્રાંતિ માટે અનુપ્રેરિત કર્યો હોય. એ વખતે ભારતવર્ષમાં બે મહાન વિશ્વ વિદ્યાલયો હતાં. એક તો તક્ષશિલા અને બીજું નાલંદા. નંદના નાકની નીચે રહેલા નાલંદા વિશ્વવિદ્યાલયમાં ચંદ્રગુપ્તને શિક્ષા અપાવવાનું જોખમ ન લેતા ચાણક્ય ચોક્કસ તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાં એના માટે શિક્ષાની ગોઠવણ કરી હશે, એવું અનુમાન તર્કસંગત ઠરાવી શકાય છે. * ૧૮૬ 963969696969696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #196 -------------------------------------------------------------------------- ________________ તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાં રાજકુમારો માટે ઉત્તમ પ્રકારના સૈનિક પ્રશિક્ષણની યોગ્ય ઉચિત વ્યવસ્થા હતી. જેમાં સિદ્ધાંત અને વ્યવહારની સાથે-સાથે ધનુષવિદ્યા, હાથીવિદ્યા અને હથિયારો સંબંધી વિદ્યાઓ પણ શીખવવામાં આવતી હતી. એ વિશ્વવિદ્યાલય સિવાય પણ ત્યાં એક શિક્ષાશાસ્ત્રી દ્વારા સ્વતંત્ર રૂપે પણ રાજકુમારને સૈનિક પ્રશિક્ષણ આપવામાં આવતું હતું. જેવો એ પ્રતિભાશાળી બાળક ચંદ્રગુપ્તને મળ્યો કે એણે તરત જ એને તક્ષશિલા પહોંચાડી દીધો અને ત્યાં એના અભ્યાસ (શિક્ષા) માટેની જરૂરી વ્યવસ્થા કરી દીધી. જેમ આગળ જણાવવામાં આવ્યું છે કે સિકંદરે એક મોટી વિશાળ સેનાની સાથે યુનાનથી લઈને ભારતની પશ્ચિમોત્તર હદ સુધીના દેશોને ફત્તેહ કર્યા પછી ઈ.સ. પૂર્વે ૩૨૭માં ભારત પર આક્રમણ કર્યું. સિકંદરની બળવાન વિશાળ સેનાની સામે ભારતની પશ્ચિમોત્તર હદનાં નાનાં-નાનાં રાજ્યો તથા ગણરાજ્યોની સેના અથાગ સંઘર્ષ કરવા છતાં પણ હારતી ગઈ. આ દારુણ દશાને જોઈને દેશના આબાલ-વૃદ્ધ દરેકના અંતર્મનમાં પેદા થયેલા ક્ષોભ (ગ્લાનિ) એ પ્રત્યેક ભારતવાસીને પોતાની માતૃભૂમિની રક્ષા માટે કંઈક કરી છૂટવાની પ્રેરણા આપી. જુવાનિયાઓ પોતાના દેશની સ્વતંત્રતા માટે બલિદાન આપવા માટે તત્પર થયા. ચંદ્રગુપ્ત જેવો મહત્ત્વાકાંક્ષી યુવક જે એ સમય સુધીમાં તક્ષશિલામાં પર્યાપ્ત સૈનિક પ્રશિક્ષણ તાલીમ મેળવી ચૂક્યો હતો, દેશ પર આવેલી સંકટની ઘડીઓમાં શાંતિથી બેસી ન શક્યો. માટે ચંદ્રગુપ્ત પણ એક સૈનિકની ટુકડી બનાવી એનો સેનાપતિ બની સિકંદરની સેનાની સામે ટક્કર લેવા માટે ઉદ્યત થયો. એમના સમયના અજોડ કૂટનીતિજ્ઞ અને રાજનીતિ વિશારદ ચાણક્યના દૂરદર્શિતાપૂર્ણ નિર્દેશનમાં સાહસિક નવયુવક ચંદ્રગુપ્ત પોતાની માતૃભૂમિ ભારતને વિદેશી યુનાનીઓના દાસત્વમાંથી મુક્ત કરાવવાનું બીડું ઝડપ્યું અને અભુત વૈર્ય, સાહસ અને પરાક્રમ વડે એણે યુનાનીઓને ભારતવર્ષની હદ બહાર બંદેડી મૂકવામાં સફળતા મેળવી. એ રાજનૈતિક વિપ્લવના સમયે ચંદ્રગુપ્ત ન તો કોઈ રાજ્યનો રાજા હતો કે નહિ કોઈ નિયમિત સેના હતી, છતાં પણ એણે દેશની જિન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) 200999999999 ૧૮૦] Page #197 -------------------------------------------------------------------------- ________________ ઇજ્જત-આબરૂ જાળવવા યુવકોને ભેગા કરી આ અત્યંત દુષ્કર કાર્યને શક્ય કર્યું હતું. પોતાના દેશમાંથી વિદેશી શાસનનો અંત આણ્યા પછી ચંદ્રગુપ્ત પોતાના પાલક એટલે કે ભાગ્ય-ઘડવૈયા ચાણક્યની આજ્ઞા પ્રમાણે પાટલિપુત્ર પર આધિપત્ય જમાવવા માટે અથાગ પરિશ્રમ વડે એક શક્તિશાળી સેનાનું નિર્માણ કર્યું. પર્યાપ્ત શક્તિશાળી સેના એકઠી થઈ જતા તેમજ તમામ પ્રકારની સૈનિક તૈયારીઓ થઈ જતા ચાણક્યએ ચંદ્રગુપ્તને પાટલિપુત્ર ઉપર પ્રચંડ ગતિએ આક્રમણ કરવાનો આદેશ આપ્યો. ચંદ્રગુપ્ત એમની આજ્ઞા માની તરત જ પોતાની સેના સાથે પાટલિપુત્ર તરફ યુદ્ધ માટે પ્રયાણ કર્યું. આ સૈનિક અભિયાનમાં ચાણક્ય પણ ચંદ્રગુપ્તની સાથે જ હતો. બંને સેનાઓ ઘણી શૂરવીરતાથી લડી. પણ મગધની સુસંગઠિત અને વિશાળ સેનાની સામે ચંદ્રગુપ્તની સેના ટકી ન શકી. આખરે ચંદ્રગુપ્ત અને ચાણક્યએ એમનો જીવ બચાવવા માટે યુદ્ધસ્થળ છોડી ભાગવું પડ્યું. ધનનંદના આદેશથી મગધ સૈનિકોએ ચંદ્રગુપ્ત અને ચાણક્યનો પીછો કર્યો. પણ ચતુર ચાણક્ય ચંદ્રગુપ્તને લઈ દુર્ગમ અરણ્યો, દુર્લધ્ય પર્વતો અને વેગીલી નદીઓને ગુપ્ત વેશ ધારણ કરી પાર કરતો જઈ રહ્યો હતો. (ગ્રામીણ મહિલા પાસેથી ચાણક્યને શિક્ષા) નંદવંશને નેસ્ત-નાબૂદ કરવાની પોતાની પ્રતિજ્ઞાને પૂરી કરવા માટે જીવતા રહેવાનો દઢ સંકલ્પ હૃદયમાં ધરોબીને ચાણક્ય એક રાતના વિસામા માટે ચંદ્રગુપ્તને સાથે લઈ એકાંત ઝૂંપડીમાં રોકાયા. એ ઝૂંપડીની માલિકી એક વૃદ્ધાની હતી. તે ગરમ-ગરમ રાબ થાળીમાં પીરસીને એનાં બાળકોને આપી. તે થાળીમાં તેમાંના એક બાળકે હાથ નાંખ્યો અને દાઝી જવાથી કરંજવા (રડવા) લાગ્યો. ત્યારે એ વૃદ્ધાએ ખીજવાઈને બાળકને કહ્યું : “મારા દીકરા ! તું પણ ચાણક્યની જેમ અત્યંત મૂરખ જ દેખાય છે.” વૃદ્ધાની વાત સાંભળી ચાણક્ય ચમક્યો. એણે વૃદ્ધાને પૂછ્યું : ચાણક્યએ એવી તો કેવી મૂર્ખતા કરી છે કે જેના લીધે તું આ બાળકને એની જેમ જ મૂર્ખ ગણી રહી છે?” ૧૮૮ 96969696969696969696969 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #198 -------------------------------------------------------------------------- ________________ વૃદ્ધાએ જવાબ આપ્યો : “પાન્થ ! જે રીતે ચાણક્યએ મગધના છેવાડાનાં ક્ષેત્રોને જીત્યા વગર જ એકદમ વિશાળ સામ્રાજ્યની વચ્ચે રહેલ પાટલિપુત્ર નગર ઉપર આક્રમણ કરીને ભયંકર પરાજયની સાથોસાથ જીવ જોખમમાં મૂકવાની મૂર્ખતા કરી, એ જ રીતે આ મૂર્ખ બાળકે પણ થાળીના કિનારેની રાબ ન ખાઈને ગરમ-ગરમ રાબની વચ્ચે હાથ નાખી એનો હાથ દઝાડી મૂક્યો છે.” - ચાણક્યએ એ ગામડિયણ વૃદ્ધ વડે કરાયેલા મેંણાથી બોધપાઠ લીધો. મનોમન તે વૃદ્ધાનો ઉપકાર માનતો ત્યાંથી પોતાનો ભાવિ કાર્યક્રમ નક્કી કરીને સૂર્યોદય થવા પહેલાં જ અજ્ઞાત સ્થળે જતો રહ્યો. અનેક વિપદાઓને વેક્યા પછી ચાણક્ય ચંદ્રગુપ્તની સરહદોથી કુશળ બહાર નીકળવામાં સફળ રહ્યો. સુરક્ષિત જગ્યાએ પહોંચ્યા પછી ચાણક્યએ ફરી સૈન્ય સંગઠનનું કાર્ય આરંભી દીધું. આ વખતે એણે હિમાલયની તળેટીના રાજા પર્વતકની સાથે મિત્રતા કરી એને નંદનું અડધુ રાજ્ય આપવાનો વિશ્વાસ અપાવી ધનનંદના રાજ્ય - ઉપર ચઢાઈ કરવા માટે રાજી કરી લીધો. થોડાક જ સમયમાં ચંદ્રગુપ્ત પણ સશક્ત સેના સંગઠિત કરી લીધી. ચાણક્યના નિર્દેશ પ્રમાણે ચંદ્રગુપ્ત અને પર્વતકની સેનાઓએ સાથે મળીને મગધ રાજ્ય પર ચઢાઈ કરી દીધી અને મગધના એક પછી એક સરહદી વિસ્તારો અને નગરો પર આધિપત્ય મેળવતા જઈ અંતે પાટલિપુત્ર ઉપર આક્રમણ કરી દીધું. ઘમાસણ યુદ્ધ થયા પછી મગધની સેના યુદ્ધસ્થળ છોડી પલાયન કરી ગઈ. પાટલિપુત્રનું પતન થતાં જ ચંદ્રગુપ્ત ધનનંદને જીવતો જ પકડી પાડ્યો. આ સૈનિક અભિયાનની સફળતાનો બધો જ શ્રેય ચાણક્યને આપી શકાય છે. જેની ગૂઢ ફૂટનીતિક ચાલોને લીધે ચંદ્રગુપ્ત અને પર્વતકની સેનાઓએ નિરંતર સફળતા મેળવી. (નંદવંશનો અંતઃ મૌર્યવંશનો અભ્યદય) ચંદ્રગુપ્ત એના ગુરુ ચાણક્ય સામે બંદીવાન બનાવેલા ધનનંદને હાજર કર્યો. ધનનંદે ચાણક્ય સામે જીવનની ભીખ માંગતા કહ્યું કે - “હવે તે એકાંતમાં ધર્મ-સાધના કરવા માંગે છે. ચાણક્યએ એની પ્રાર્થના સાંભળી એને કહ્યું કે - “તે એની બંને રાણીઓ, પુત્રી અને જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 9995639696969696962{ ૧૮૯ ] Page #199 -------------------------------------------------------------------------- ________________ જરૂરિયાત પ્રમાણેની ધન-સંપદાની સાથે એક રથમાં બેસી જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે.” ચાણક્યની આજ્ઞા લઈ ધનનંદ એની બે પત્નીઓ અને પુત્રીને રથમાં બેસાડી જીવન-નિર્વાહ માટે યોગ્ય પર્યાપ્ત સંપત્તિ લઈને રથમાં સવાર થઈ રથ હંકારી ગયો. જે સમયે નંદ એનો રથ હાંકી રહ્યો હતો, દૈવયોગે એ જ સમયે ચંદ્રગુપ્તનો રથ એની સામેની તરફથી આવ્યો. રથમાં બેઠેલા તેજસ્વી યુવક ચંદ્રગુપ્ત પર નજર પડતાં જ ધનનંદની રાજકુમારી એની સાન-ભાન-કુળનું માન ભૂલી ગઈ. જે રીતે ચાતક ચંદ્રની તરફ ફાટી આંખે જોઈ રહે છે, એ જ રીતે ધનનંદની કન્યા પણ એની શુદ્ધ-બુધ ભૂલી એકીટસે ચંદ્રગુપ્તને જોતી જ રહી ગઈ. અનુભવી વૃદ્ધ ધનનંદને સમજતા વાર ન લાગી કે એની પુત્રી ચંદ્રગુપ્ત પર ઓવારી ગઈ છે. એણે રથ રોકી એની પુત્રીને કહ્યું : “વત્સ ! ક્ષત્રિયકન્યા માટે સ્વયંવર જ વરચયન-પસંદગી માટેનું શ્રેષ્ઠ માધ્યમ ગણવામાં આવ્યું છે. તું તારી મરજી પ્રમાણે ખુશી-ખુશી ચંદ્રગુપ્ત પર પસંદગીનો કળશ ઉતાર. હવે તું મારા રથ પરથી ઊતરીને ચંદ્રગુપ્તના રથમાં સવાર થઈ જા અને આ રીતે મને તારા માટે સુયોગ્ય પાત્ર શોધવાની ચિંતામાંથી હંમેશને માટે મુક્ત કર.” પોતાના પિતાની વાત સાંભળી એ રાજકન્યા મંત્રમુગ્ધની જેમ તરત જ ધનનંદના રથમાંથી ઊતરી ચંદ્રગુપ્તના રથ પર ચઢવા લાગી. જેવો એણે રથમાં એક પગ મૂક્યો જ હતો કે રથના પૈડાના ૬ આરકા ચરચર્સ અવાજ કરતા તૂટી ગયા. આ જોતાં જ - “અરે, મારા રથ પર આ મહાઅમંગળકારિણી કોણ આરૂઢ થઈ રહી છે, જેના વડે રથમાં એક પગ રાખવામાત્રથી મારા રથના આરકા તૂટી ગયા. જો આ આખે-આખી રથમાં બેસી જશે તો મારા રથનું જ નહિ સંભવતઃ મારું પોતાનું જ અસ્તિત્વ જોખમાઈ જશે.” આમ બોલતા ચંદ્રગુપ્ત નંદની લાડકીને પોતાના રથમાં બેસતા રોકી. ત્યારે અધવચ્ચે જ ચંદ્રગુપ્તને રોકતા ચાણક્યએ કહ્યું : “નહિ, નહિ ચંદ્રગુપ્ત ! એવું કરીશ મા ! તું નિઃસંકોચપણે રાજકુમારીને ( ૧૯૦ છ969696969696969699જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #200 -------------------------------------------------------------------------- ________________ તારા રથમાં બેસવા દે. રથના પૈડાના છ આરા તૂટવા એ તારા માટે અને તારી ભાવિ પેઢીઓ માટે મહાન શુભ શુકન છે, તારી છે પેઢીઓ અખંડપણે રાજ્ય કરતી રહેશે.” જેવી તમારી આજ્ઞા દેવ !” કહીને ચંદ્રગુપ્ત ચાણક્યની આજ્ઞાને શિરોધાર્ય કરી ધનનંદની પુત્રીને પોતાના રથમાં બેસાડી દીધી. ત્યાર બાદ ચંદ્રગુપ્ત અને રાજા પર્વતકે ધનનંદની અપાર ધનસંપદાનું પરસ્પર વિભાજન કરવું શરૂ કર્યું. એ સમયે ધનનંદના રાણીવાસમાંની એક અત્યંત અદ્ભુત સૌંદર્ય-લાવણ્યા સુંદરી ચંદ્રગુપ્ત અને પ્રવર્તકની સામે હાજર કરવામાં આવી. રાજા પવર્તક એને જોતાં જ એના પર મોહી પડ્યો. ચાણક્યની સલાહ મુજબ એ કન્યાના લગ્ન પર્વતક સાથે કરવાનું નક્કી થયું. વર-વધૂનાં પરસ્પર કર ગ્રહણ કરવાના સમયે લગ્ન વેદીની આગના તાપથી બંનેના હાથોમાં પરસેવો વળ્યો, અને વધૂ વિષકન્યા હોવાને લીધે એના હાથનો પરસેવો લાગતા જ પર્વતક ઉપર ઝડપથી વિષનો પ્રભાવ થવા લાગ્યો. અંતે એ વિષકન્યાના ઝેરીલા પસીનાથી પર્વતક મૃત્યુ પામ્યો. આ રીતે ચંદ્રગુપ્ત વડે કોઈ પણ જાતના પ્રયત્ન કર્યા વગર જ પર્વતકના જાતે જ મૃત્યુ પામવાથી ચંદ્રગુપ્ત એકલો જ બધી ધન-સંપત્તિ અને રાજ્યનો સ્વામી બની ગયો. જે વર્ષે આચાર્ય સ્થૂળભદ્રનો સ્વર્ગવાસ થયો, એ જ વર્ષે નંદવંશનો અંત, પર્વતકનું અવસાન અને પાટલિપુત્રનું વિશાળ સામ્રાજ્ય તેમજ પર્વતકના રાજ્ય ઉપર ચંદ્રગુપ્ત મૌર્યનો રાજ્યાભિષેક થયો. આ રીતે ચંદ્રગુપ્ત વી. નિ. સં. ૨૧૫(ઈ.સ.પૂર્વ ૩૧૨)માં નંદ રાજવંશને સમાપ્ત કરી પાટલિપુત્રમાં મૌર્ય રાજ્યવંશની સ્થાપના કરી. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 96969696969696969696969 ૧૯૧) Page #201 -------------------------------------------------------------------------- ________________ 'આર્ય મહાસંરિ અoો સહસ્તી ભગવાન મહાવીરના સાતમા પટ્ટધર અને આઠમા આચાર્ય સ્થૂળભદ્ર પછીના નવમા આચાર્ય આર્ય મહાગિરિ અને દસમા આચાર્ય સુહસ્તિી થયા. મા આચાર્ય મહાગિરિ ૧૦મા આચાર્ય સહસ્તી જન્મ : વી. નિ. સં. ૧૪૫ વી. નિ. સં. ૧૯૧ દીક્ષા : વી. નિ. સં. ૧૭૫ વી.નિ.સં. ૨૨૧ (વિકલ્પ વી.નિ.સં. ૨૧૪) આચાર્ય પદ : વી. નિ. સં. ૨૧૫ વી. નિ.સં. ૨૪૫ સ્વગારોહણ સ્વર્ગવાસઃ વી. નિ. સં. ર૪૫ વી. નિ. સં. ૧૯૧ ગૃહસ્થપર્યાય : ૩૦ વર્ષ ૩૦ વર્ષ (વિકલ્પ ૨૩ વર્ષ) સામાન્ય મુનિપર્યાય ૪૦ વર્ષ ૨૪ વર્ષ (વિકલ્પ ૩૧ વર્ષ) આચાર્યકાળ : ૩૦ વર્ષ ૪૬ વર્ષ પૂર્ણ વય : ૧૦૦ વર્ષ ૧૦૦ વર્ષ એલાપત્ય વાશિષ્ઠ ગોત્ર (ગૃહસ્થજીવન આર્ય મહાગિરિ અને સુહસ્તી બંને બાળપણથી જ આર્યા કક્ષાની રખેવાળીમાં રાખવામાં આવ્યા. એ બંનેનું લાલન-પાલન અને શિક્ષણ વગેરે આર્યા યક્ષાના તત્ત્વાવધાનમાં જ સંપન્ન થયું. (શ્રમણદીક્ષા) આર્ય મહાગિરિની દીક્ષા વિ. નિ. સં. ૧૭૫માં અને આર્ય સુહસ્તીની વિ. નિ. સં. ૨૨૧માં થઈ. જ્યાં સુધી આર્ય મહાગિરિનો સંબંધ છે, ઉપરોક્ત કાળ-ગણતરીમાં કોઈ વિદન નથી નડતું. પણ ઉપર બતાવેલા આંકડાઓ પ્રમાણે આર્ય સુહસ્તીનો દીક્ષાકાળ વી. નિ. સં. ૨૨૧માં આવે છે, એમાં સૌથી મોટી તકલીફ એ ઊભી થાય છે કે આર્ય સુહસ્તીને આર્ય સ્થૂળભદ્રના હાથે દીક્ષિત થયેલા માનવામાં આવ્યા છે અને આચાર્ય સ્થૂળભદ્ર વી. નિ. સં. ૨૧૫માં જ સ્વર્ગસ્થ થયા હતા. ૧૯૨ 90333339999 ન ધર્મનો મોલિક ઇતિહાસ (ભાગ-૨) Page #202 -------------------------------------------------------------------------- ________________ આવા સંજોગોમાં આચાર્ય સ્થૂળભદ્રની પાસે વી.નિ. સં. ૨૨૧માં એમના દીક્ષિત થવાની વાત તર્કસંગત તેમજ સાચી બંધબેસતી નથી. આથી એવું લાગે છે કે આર્ય સુહસ્તિી ૨૩ વર્ષની ઉંમરમાં દીક્ષિત થયા હોય અને કોઈક લિપિકારની બેદરકારીથી ર૩ની જગ્યાએ ૩૦ની સંખ્યા જાણીતી બની હોય. ૨૩ વર્ષની વયે એમના દીક્ષિત થવાની વાત માની લેવાથી આચાર્ય સ્થૂળભદ્રની પાસે વિ. નિ. સં. ૨૧૪૨૧૫માં એમના દીક્ષિત થવાની કડી બંધ બેસે છે. આ બંને મહાપુરુષોએ અનુક્રમે ૧૪ અને ૩૧ વર્ષના એમના સામાન્ય મુનિપર્યાયની વખતે કઠોર તપસ્યાનું આચરણ નિરતિચાર વિશુદ્ધ સંયમપાલન અને સ્થવિર શ્રમણોની સેવા-સુશ્રુષાની સાથોસાથ અવિરત અભ્યાસ અને પૂર્ણનિષ્ઠા સાથે જ્ઞાન મેળવ્યું. આ બંને મહાશ્રમણ ૧૦મા બે ઓછા પૂર્વેના જ્ઞાતા હતા - જાણકાર હતા. આચાર્યપદ ) વી. નિ. સં. ૨૧પમાં એમના સ્વર્ગે સિધાવવા સમયે આચાર્ય સ્થૂળભદ્ર એમના આ બંને સુયોગ્ય શિષ્ય - આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તીને પોતાના ઉત્તરાધિકારીના રૂપમાં આચાર્યપદે નીમ્યા. આર્ય સુહસ્તી આચાર્ય સ્થૂળભદ્ર પાસે દીક્ષિત થઈ શક્ય છે કે એકાદશાંગીનું અધ્યયન પૂરું ન કરી શક્યા હશે કે સ્થૂળભદ્રનું દેહાંત થયું, આર્ય સહસ્તીનું પૂર્વશ્રુતનું અધ્યયન આર્ય મહાગિરિના સાંનિધ્યમાં એમની જ કૃપા વડે પૂર્ણ થયું, જેવું કે પરિશિષ્ટ પર્વકારે સ્વયં આર્ય સુહસ્તીના મોઢે આર્ય મહાગિરિ માટે કહેવડાવ્યું છે - “મમૈતે ગુરવઃ ખલું - એ મારા ગુરુ છે. આ સંજોગોમાં વી. નિ. સં. ૨૧૫માં સ્વલ્પ દિક્ષાકાળવાળા આર્ય સુહસ્તીને આચાર્ય સ્થૂળભદ્ર દ્વારા મહાગિરિની સાથે આચાર્યપદે નીમવાની વાત તર્ક-યુક્તિસંગત નથી ઠરતી. આ બધાં તથ્થોનું સમ્યક પર્યાલોચન કરવાથી એમ થવાની શક્યતા પૂરેપૂરી દેખાય છે કે આર્ય મહાગિરિને પોતાના અનુગામીઉત્તરાધિકારી નીમવાની વખતે આચાર્ય સ્થૂળભદ્ર એમના વિશિષ્ટ જ્ઞાન વડે આર્ય સુહસ્તીને શાસનના સંચાલનમાં વિશેષ કુશળ અને જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) Dt96969696969696969). ૧૯૩] Page #203 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાશાળી સમજીને આર્ય સુહસ્તીને કાળાન્તરમાં આચાર્યપદ સોંપવાનો એમને આદેશ આપ્યો હોય. આ બંને આચાર્યોના આચાર્યકાળમાં જૈન ધર્મનો પ્રચાર અને પ્રસાર ભારતવર્ષના દૂર-સુદૂરનાં ક્ષેત્રોમાં થયો. અવંતી પ્રદેશ પણ જૈન પરંપરાનું એક સુદૃઢ કેન્દ્ર એમના સમયમાં જ બન્યું. આર્ય મહાગિરિની વિશિષ્ટ સાધના આર્ય મહાગિરિએ એમના અનેક શિષ્યોને આગમોની વાચનાઓ આપી એમને એકાદશાંગીના દક્ષ વિદ્વાન બનાવ્યા. ત્યાર બાદ એમણે એમનો ગચ્છ-સંઘ પણ આર્ય સુહસ્તીને સોંપી દીધો અને ગચ્છની નિશ્રામાં રહી ઉત્કૃષ્ટ જિનકલ્પના શ્રમણાચારનું પાલન કરવું શરૂ કર્યું. જિનકલ્પી આચાર ધારણ કર્યા પછી પણ ગચ્છાવાસ છોડ્યું નહિ. એમનું વિચરણ તો આર્ય સુહસ્તી અને પોતાના શ્રમણોની સાથે જ થતું હતું, પણ તેઓ ભિક્ષા માટે એકલા જ જતા હતા અને નિર્જન એકાંત સ્થળે એકલા જ ધ્યાનસ્થ રહેતા. એમણે એ ઘોર (ભીષણ) અભિગ્રહ લીધો હતો કે - જે સૂકું-પાકું બચેલું અન્ન ગૃહસ્થો દ્વારા બહાર ફેંકવા જેવું હશે, ભિક્ષામાં એ જ અન્નને સ્વીકારશે.’ તત્કાલીન શ્રમણસંઘમાં આર્ય મહાગિરિનું પદ સર્વોચ્ચ શિખરે માનવામાં આવેલું છે. તેઓ પૂર્વજ્ઞાનના વિશિષ્ટ અભ્યાસુ હોવાની સાથે-સાથે વિશુદ્ધ શ્રમણાચારના પણ પ્રબળ સમર્થક હતા. એમને આહાર-વિહાર અને સંયમમાં લેશમાત્ર પણ ઢીલાશ સહન થતી ન હતી. આ રીતે ઉત્કૃષ્ટ જિનકલ્પ પ્રમાણે સાધુચર્યાનું પાલન કરતા રહીને આર્યમહાગિરિએ અનેક વર્ષો સુધી ઘણી ઉગ્ર તપસ્યાઓ કરીને એમના સમયના ઉચ્ચકોટિના શ્રમણજીવનનું માપદંડ સ્થાપિત કર્યું. તેઓ એમના સમયના અદ્વિતીય ચારિત્રનિષ્ઠ અને ઉચ્ચ કોટિના શ્રમણશ્રેષ્ઠ હતા. આખરમાં એલકચ્છ(દશાર્ણપુર)ની પાસે ગજાગ્રપદ નામના સ્થળે ગયા અને ત્યાં એમણે અનશન કરી વી. નિ. સં. ૨૪૫ માં ૧૦૦ વર્ષનો જીવનકાળ પૂર્ણ કરી સમાધિપૂર્વક સ્વર્ગગમન કર્યું. ૧૯૪ ૭૭ ઊઊઊ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) Page #204 -------------------------------------------------------------------------- ________________ (આર્ય મહાગરિકાલીન રાજવંશ) આગળ જણાવવામાં આવ્યું જ છે કે આર્ય સ્થૂળભદ્રના આચાર્યકાળના છેવટના દિવસોમાં (વી. નિ. સં. ૨૧૫ માં) મૌર્ય રાજ્યવંશનો ઉદ્ભવ થયો. આર્ય મહાગિરિના આચાર્યકાળમાં આ રાજવંશના પ્રથમ રાજા ચંદ્રગુપ્ત મૌર્યએ એમના પ્રેરણાસ્ત્રોત મહામાત્ય ચાણક્યના પરામર્શ પ્રમાણે અનેક વર્ષો સુધી વિદેશી તેમજ પ્રાદેશિક રાજસત્તાઓની સાથે સંઘર્ષ કરતા રહીને સમગ્ર ભારતને પોતાના સુદઢ શાસનસૂત્રમાં બાંધીને એક સાર્વભૌમસત્તા સંપન્ન, સશકત અને વિશાળ સામ્રાજ્ય સ્થાપ્યું. એણે કાબુલ અને કંધારમાંથી પણ યુનાની વિજેતા સેલ્યુકસને ખદેડીને એ પ્રદેશોને બૃહત્તર ભારતની રાજ્ય સરહદમાં જોડી દીધા. અનેક પ્રાચીન ગ્રંથોમાં આ પ્રમાણેના ઉલ્લેખો મળે છે કે - “જે સમયે ચંદ્રગુપ્ત મૌર્ય પાટલિપુત્રના રાજસિંહાસન પર આસન્ન થયો એ વખતે તે જૈન ધર્માવલંબી ન હતો, પણ ચાણક્ય વિવિધ યુક્તિઓ વડે જૈન ધર્મ અને જૈન શ્રમણોનું મહત્ત્વ સાબિત કરી ચંદ્રગુપ્તને જૈન ધર્માવલંબી બનાવ્યો. એના ફળસ્વરૂપે આગળ જતા ચંદ્રગુપ્ત જૈન ધર્મ પ્રત્યે અત્યંત આસ્તિક પરમ - શ્રદ્ધાળુ શ્રાવક બની ગયો અને એણે જિનશાસનની નોંધપાત્ર સેવાઓ કરી. ક્યાંક કોઈ કાવતરાખોર દગાથી ઝેર વગેરેના ઉપયોગથી ચંદ્રગુપ્તની હત્યા ન કરી દે, એ દૃષ્ટિએ દૂરંદેશી ચાણક્ય ચંદ્રગુપ્તને પાટલિપુત્રની રાજગાદી પર બેસાડ્યા પછી ધીમે-ધીમે ખોરાકમાં એકદમ થોડા જ પ્રમાણમાં ઝેર ખવડાવવાનું શરૂ કરી દીધું હતું. ધીમે-ધીમે વધારવામાં આવેલું એ પ્રાણઘાતક વિષ ચંદ્રગુપ્ત માટે અમૃત સમાન અત્યંત આવશ્યક પૌષ્ટિક ઔષધ - દવાનું કામ કરવા લાગ્યું. અનુક્રમે આ રીતે ચંદ્રગુપ્તના દરરોજના ભોજનમાં વિષની માત્રાપ્રમાણ એટલું વધારી દેવામાં આવ્યું કે જો ચંદ્રગુપ્ત માટે બનેલું એ ભોજન કોઈ બીજી વ્યક્તિ જરા-અમથું પણ ચાખી લે તો એના માટે આ ઝેરીલું ભોજન તત્કાળ પ્રાણઘાતક સાબિત થતું હતું. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 99999999998 ૧૯૫ Page #205 -------------------------------------------------------------------------- ________________ (બિંદુસારનો જન્મ) એક દિવસ મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત જે વખતે ભોજન લઈ રહ્યો હતો, એ જ સમયે ગર્ભવતી રાજમહિષી ત્યાં ઉપસ્થિત થઈ. મહારાણીએ ચંદ્રગુપ્તની સાથે ભોજન લેવાની ઇચ્છા દર્શાવી. ચંદ્રગુપ્ત જેમ-જેમ ના પાડી, તેમ-તેમ રાજરાણીની જીદ વધતી જ ગઈ અને છેલ્લે મહારાણીએ ચંદ્રગુપ્તની થાળીમાંથી એક કોળિયો ઝૂંટવીને એના. મોઢામાં મૂકી જ દીધો. ઝેરીલા ભોજને તરત જ એની અસર દેખાડી અને જોત-જોતામાં મહારાણી બેભાન થઈ જમીન પર ઢળી પડી. તરત જ રાજપ્રાસાદમાં બધે હાહાકાર મચી ગયો. એ જ વખતે મહામાત્ય ચાણક્ય ઘટનાસ્થળે હાજર થયા. “હવે મહારાણીનો જીવ કોઈ પણ ઉપાયે બચાવી નહિ શકાય.” એમ કહીને ચાણક્યએ શલ્યચિકિત્સકો - વૈદ્યોને આદેશ આપ્યો કે - તેઓ જેમ બને તેમ જલદીથી મહારાણીના પેટને ચીરીને ગર્ભસ્થ બાળકના પ્રાણોની રક્ષા કરે.” તરત જ શલ્યક્રિયા-વાઢકાપ વડે ગર્ભસ્થ શિશુને ગર્ભમાંથી બહાર કાઢવામાં આવ્યો. માતા દ્વારા લેવાયેલા ભોજનની બાળક પર કંઈ ખાસ અસર થઈ ન હતી. માત્ર એના કપાળ ઉપર ભૂરા રંગની ટીલીનું ચિહ્ન જ અંકિત થયું હતું, વિષયુકત ટીલીના કારણે રાજકુમારનું નામ બિંદુસાર રાખવામાં આવ્યું. વિ. નિ. સં. ૨૧૫ થી ૧૮ વર્ષ સુધી ભારતના ઘણા મોટા વિસ્તાર પર શાસન કર્યા પછી મૌર્ય સામ્રાજ્યના સંસ્થાપક સમ્રાટ ચંદ્રગુપ્ત વી. નિ. સં. ૨૩૩માં જીવનલીલા સંકેલી પરલોકવાસી બન્યા. (મૌર્ય સમ્રાટ બિંદુસાર) ચંદ્રગુપ્તના દેહાવસાન પછી એનો પુત્ર બિંદુસાર ભારતના બૃહદ્ સામ્રાજ્યનો સ્વામી બન્યો. વિભિન્ન ગ્રંથોમાં બિંદુસારનાં વિભિન્ન નામ ઉપલબ્ધ થાય છે. “વાયુપુરાણ વગેરે પુરાણગ્રંથોમાં એને ભદ્રસાર અને વારિસારના નામથી, “મહાવંશ” તથા “દીપવંશ'નામના બૌદ્ધ ગ્રંથોમાં બિંદુસારના નામથી અને યુનાની અભિલેખો અને પુસ્તકોમાં અમિત્રચેટસ અને અમિત્રઘાતના નામથી અભિહિત કરવામાં આવ્યો છે. [ ૧૯૬ 9639696969999999ન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #206 -------------------------------------------------------------------------- ________________ બૃહત્કલ્પભાષ્ય'ના ઉલ્લેખ પ્રમાણે સમ્રાટ બન્યા પછી બિંદુસારે એના પિતા પાસેથી મળેલ સામ્રાજ્યની હદોમાં અભિવૃદ્ધિ કરી. તે ઘણો ન્યાયપ્રિય, દયાળુ અને જૈન ધર્મ પ્રત્યે આસ્તિક પ્રજાવત્સલ સમ્રાટ હતો. એના શાસનકાળમાં પડેલા દુકાળના સમયે એણે દાનશાળાઓ અને સાર્વજનિક ભોજનશાળાઓ ખોલીને એની દુકાળગ્રસ્ત પ્રજાની ખુલ્લાહાથે મદદ કરી. બિંદુસારના દરબારમાં સેલ્યુકસના પુત્ર ઐટિઓકોસ પ્રથમના તરફથી ડાઈમૈક્સ નામનો યુનાનનો એક રાજદૂત રહેતો હતો. - બિંદુસારનું અપર નામ અમિત્રઘાત (શત્રુ-સંહારક) ઉપલબ્ધ થાય છે. એનાથી વિદ્વાનોએ અનુમાન લગાવ્યું છે કે એને લાંબા સમય સુધી યુદ્ધ કરવું પડ્યું હશે અને શત્રુઓ ઉપર વિજય મેળવવાને લીધે એને અમિત્રઘાત'ની ઉપાધિ મળી હશે. બિંદુસારના શાસનસમયમાં અંતિમ ચરણમાં એના સામ્રાજ્યના ઉત્તર-પશ્ચિમી પ્રદેશ તક્ષશિલામાં વિદ્રોહ ઉત્પન્ન થયો હતો. એ વિદ્રોહને દબાવવા માટે એક ઘણી મોટી સેનાની સાથે રાજકુમાર અશોકને મોકલવો પડ્યો. (ચાણક્યનું અવસાન) પોતાના પરમ અનુયાયી મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્તના દેહાંત પછી ચાણક્યએ શ્રમણધર્મમાં દીક્ષિત થઈ આત્મકલ્યાણ કરવાનું નક્કી કર્યું હતું. પણ બિંદુસાર વડે વારંવાર વિનયપૂર્વક આગ્રહ કરવાના લીધે એમણે થોડા સમય સુધી મહામાત્યપદ ઉપર રહીને કાર્ય કરવાનું માન્ય રાખ્યું. હરહંમેશ મગધ સામ્રાજ્યના મહામાત્યપદને મેળવવાનાં સપનાં જોતો સુબંધુ નામનો એક અમાત્ય, રાજા, રાજ્ય અને પ્રજા ઉપર ચાણક્યના વર્ચસ્વ અને સર્વગામી પ્રભાવને જોઈને મનોમન ચાણક્યથી બળવા લાગ્યો, ઈર્ષા કરવા લાગ્યો. એણે યોગ્ય તક ઝડપીને યેન-કેન પ્રકારેણ બિંદુસારને ચાણક્યની વિરુદ્ધમાં ભડકાવવાનું શરૂ કર્યું. એક દિવસ સુબંધુએ બિંદુસારની સામે એની માતાના મૃત્યુની ઘટનાનું બઢાવી-ચઢાવીને એ રૂપે ચિત્ર પ્રસ્તુત કર્યું કે જાણે ચાણક્યએ જ બિંદુસારની માતાની હત્યા કરી હોય. આ રીતે બિંદુસારના મગજમાં ચાણક્ય પ્રત્યે રાગદ્વેષ પેદા કરવામાં અંતે સુબંધુ કામિયાબ થયો. બિંદુસારની આંતરિક ભાવનાઓને દૂરંદેશી મુત્સદ્દી ચાણક્ય તરત જ જિન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) 2969696969696969696969] ૧૯૦] Page #207 -------------------------------------------------------------------------- ________________ પામી ગયા અને તેઓ સંસારથી વિરક્ત થઈ અન્ન-જળ ત્યજી નગરની બહાર એકાંત સ્થળે ધ્યાનમાં બેસી ગયા. પોતાની ધાત્રીમા પાસેથી સચ્ચાઈ જાણીને બિંદુસાર ઘણો પશ્ચાત્તાપ કરવા લાગ્યો. એણે ચાણક્ય સામે જઈને વારંવાર માફીની માગણી કરીને એમને ફરીથી એ જ મહામાત્યપદના કારભાર સંભાળવાની વિનવણી કરી, પણ ચાણક્ય સમસ્ત ઐહિક આકાંક્ષાઓને ત્યજીને આત્મચિંતનમાં તલ્લીન થઈ ચૂક્યા હતા, જેથી બિંદુસાર નિરાશ થઈ ખાલી હાથે પાછો ફર્યો. જેને વાલ્મયનમાં એવો ઉલ્લેખ મળે છે કે - “સુબંધુ સેવા કરવાના બહાને ચાણક્ય પાસે રહેવા લાગ્યો અને રાતના સમયે એણે એ ઘાસના ખડકલામાં આગ ચાંપી દીધી, જેના ઉપર ચાણક્ય ધ્યાનમગ્ન થઈ બેઠેલા હતા. એ આગથી બચવા માટે ચાણક્યએ કોઈ પણ જાતનો પ્રયત્ન ન કર્યો અને સમાધિની સ્થિતિમાં જ સ્વર્ગગમન ક્યું.” સુબંધુ દ્વારા કરાયેલા આ ધૃણિત અને જઘન્ય અપરાધ આમ જનતા અને બિંદુસારથી અજાણું ન રહ્યું. રાજા અને પ્રજા વડે વારાફરતી પદથી વ્યુત અને અપમાનિત થયા પછી સુબંધુ વિક્ષિપ્ત થઈ ગયો. એની ઘણી ખરાબ દશા થઈ અને વિવિધ પ્રકારનાં ભીષણ દુઃખોથી પીડાઈને અંતે મરણને શરણ થયો. (સુહસ્તીના આચાર્યકાળનો રાજવંશ) વી. નિ. સં. ૨૪પમાં આર્ય મહાગિરિના સ્વર્ગે સિધાવ્યા પછી જે સમયે આર્ય સુહસ્તી આચાર્ય બન્યા એ વખતે મૌર્ય સમ્રાટ બિંદુસારના શાસનકાળનું લગભગ ૧૨મું વર્ષ ચાલી રહ્યું હતું. ૨૫ વર્ષ સુધી શાસક રહ્યા પછી વી. નિ. સં. ૨૫૮માં બિંદુસાર ઐહિક લોકને છોડી પરલોકના માર્ગે પ્રયાણ કર્યું. (મૌર્ય સમ્રાટ અશોક) - આર્ય સુહસ્તીના આચાર્યકાળમાં બિંદુસારના અવસાન પછી એનો પુત્ર અશોક (વી. નિ. સં. ૨૫૮માં) મગધના વિશાળ સામ્રાજ્યનો શાસક બન્યો. અશોકના પિતા બિંદુસાર તેમજ દાદા (પિતામહ) ચંદ્રગુપ્ત બંને જ જૈન ધર્માવલંબી હતા, તેથી અશોક પણ શરૂઆતમાં જૈન ૧૯૮ 999999999999 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #208 -------------------------------------------------------------------------- ________________ ધર્માવલંબી જ હતો. પોતાના રાજ્યના ૯મા વર્ષ(વી. નિ. સં. ૨૬૬)માં અશોકે કલિંગ પર ચઢાઈ કરી. કલિંગપતિ ક્ષેમરાજ એની શક્તિશાળી વિશાળ સેના લઈને રણભૂમિમાં આવી ચઢ્યો. બંને તરફથી ભયંકર યુદ્ધ થયું. ક્ષેમરાજના વીર સૈનિકોએ કલિંગની રક્ષા માટે ઘણી શૂરવીરતાથી યુદ્ધ કર્યું. પણ મગધ સામ્રાજ્યની અત્યંત બળવાન વિશાળ સેના દ્વારા ભયંકર રક્તપાત પછી આખરે એમણે હાર સ્વીકારવી પડી. કલિંગના આ યુદ્ધમાં દોઢ લાખ સૈનિકોને બંદી બનાવવામાં આવ્યા, એક લાખ યોદ્ધા હણાયા તેમજ એનાથી પણ વધુ કેટલાયે યોદ્ધા યુદ્ધમાં લાગેલા ઝખમો - ઘાના પરિણામે યુદ્ધ પૂરું થયા પછી મૃત્યુ પામ્યા. આ ભીષણ નરસંહારથી અશોકના હૃદય પર ઊંડો આઘાત લાગ્યો. એણે પોતાના ૧૩મા શિલાલેખમાં એના માટે સ્વયંને દોષી જણાવતા એવી ઘોષણા કરાવી દીધી કે - “હવે ભવિષ્યમાં એ ક્યારેય આ રીતનો નરસંહાર અને રક્તપાત વડે કોઈ પણ દેશ ઉપર વિજય અભિયાન નહિ કરે.' જે વખતે અશોક પશ્ચાત્તાપની આગમાં બળી રહ્યો હતો. એ જ વખતે શક્ય છે કે બૌદ્ધ ભિક્ષુસંઘના આચાર્યના સંપર્કમાં આવ્યો અને એમનાથી પ્રભાવિત થઈ બૌદ્ધધર્માવલંબી બની ગયો. બૌદ્ધ ધર્મ સ્વીકાર્યા પછી અશોકે એનું બાકીનું આયખું બૌદ્ધ ધર્મના પ્રચારપ્રસાર અને વિકાસમાં પૂરું કર્યું. એણે ભારતના પાડોશી દેશોમાં પોતાના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બોદ્ધ ધર્મના પ્રચાર માટે બૌદ્ધશ્રમણ અને શ્રમણીના રૂપમાં દીક્ષિત કરાવી લંકામાં મોકલ્યા. અશોકે માત્ર ધર્મનો પ્રચાર જ ન કર્યો, પરંતુ પ્રજાના હિત માટે પણ અનેક લોકકલ્યાણનાં કાર્યો કર્યા અને શિલાલેખો કંડરાવ્યા, જેમાં જનકલ્યાણની દષ્ટિએ અનેક રીતની ધાર્મિક અને સાંસ્કૃતિક આજ્ઞાઓ પ્રસારિત કરવામાં આવી હતી. આમ બૌદ્ધ ધર્મના પ્રચાર-પ્રસારમાં અશોકે જે નામાંકિત કાર્યો કર્યા છે, એના લીધે બૌદ્ધ ધર્મના ઇતિહાસમાં અશોકનું નામ દીર્ઘકાળ સુધી આદર સાથે યાદ કરવામાં આવશે. ૨૪ વર્ષ સુધી મગધના સામ્રાજ્યનો રાજ્ય વહીવટ કર્યા પછી વિ. નિ. સં. ૨૮૨માં મૌર્ય સમ્રાટ અશોકનું દેહાંત થયું. કેટલાક ઇતિહાસકારોની માન્યતા છે કે અશોક એના આયખાના છેલ્લાં ચાર વર્ષોમાં ફરી જૈન ધર્માવલંબી બની ગયો હતો. અશોક પછી એનો પૌત્ર સમ્મતિ મગધ સામ્રાજ્યનો અધિપતિ બન્યો. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 999969696969696998 ૧૯૯] Page #209 -------------------------------------------------------------------------- ________________ (સુહસ્તી દ્વારા સસ્પતિને પ્રતિબોધ ) કલ્પચૂર્ણિ'ના ઉલ્લેખાનુસાર આર્ય સુહસ્તી એમના જીવંત સ્વામીને પ્રણામ કરવા માટે એક વખત ઉજ્જયિની ગયા અને રથયાત્રાની સાથે ચાલતા રહીને રાજમહેલના આંગણે પહોંચ્યા. રાજપ્રસાદની અટારીએ બેઠેલા રાજા સમ્મતિએ જ્યારે એમને જોયા તો એમને એવું લાગ્યું કે જાણે એમણે એમને પહેલા ક્યાંક જોયા હોય. મનમાં દ્વન્દયુદ્ધ ચાલતા રાજાને જાતિસ્મરણનું જ્ઞાન થયું. એણે એના સેવકોને આચાર્ય સુહસ્તીના વિષયમાં જાણકારી મેળવવાનો આદેશ આપ્યો, પોતાના સેવકો પાસેથી આચાર્યશ્રીના રોકાવાના સ્થળની જાણ થતા રાજા એમની સેવામાં ગયો અને ઉપદેશ-શ્રવણ પછી એણે આચાર્યશ્રીને પ્રશ્ન કર્યો : “ભગવન્! ધર્મનું ફળ શું છે?” આચાર્યશ્રીએ જવાબ આપ્યો : “રાજન્ ! અવ્યક્ત વગર સમયે સામાયિક ધર્મનું ફળ રાજ્યપદની પ્રાપ્તિ વગેરે છે.” “સાચું કહો છો ભગવન્!” આમ કહેતાં સમ્મતિએ આર્ય સુહસ્તિીને પ્રશ્ન કર્યો: મહારાજ ! શું તમે મને ઓળખો છો?” જ્ઞાનોપયોગ વડે સમ્પતિનો પૂર્વભવ જાણી આચાર્યશ્રીએ જવાબ આપ્યો : “તું મારો જાણીતો-પરિચિત છે. આના પહેલાના તારા જન્મમાં તું મારો શિષ્ય હતો. ત્યાર બાદ રાજા સમ્મતિ પાંચ અણુ વ્રતધારી, ત્રસ્ત જીવોની હિંસાને ત્યાગીને અને શ્રમણસંઘનો વિકાસ કરવાવાળો મહાન પ્રભાવક થઈ ગયો.” (સમ્મતિનો પૂર્વભવ રાજા સમ્મતિના સવાલના જવાબરૂપે એના પૂર્વભવનો વૃત્તાંત સંભળાવતા આર્ય સુહસ્તીએ કહ્યું : “રાજન્ ! તારા આ જન્મથી પહેલાંની વાત છે, એક વખત વિચરણ કરતા-કરતા હું મારા શ્રમણ શિષ્યોની સાથે કૌશાંબી નામના એક નગરમાં ગયો. એ વખતે ત્યાં દુકાળ પડ્યો હતો. માટે સામાન્ય લોકો માટે અન્ન મળવું દુર્લભ હતું. શ્રમણો પ્રત્યે ઊંડી શ્રદ્ધા અને ભક્તિને લીધે શ્રદ્ધાળુ ગૃહસ્થ એમને ભિક્ષાટનમાં પર્યાપ્ત માત્રામાં અન્નજળ આદિ આપતાં હતાં. એક વખતે ૨૦૦ 999999999999ન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૨) Page #210 -------------------------------------------------------------------------- ________________ કૌશાંબીમાં ભિક્ષા માંગવા માટે મારો એક શિષ્ય એક ગૃહસ્થને ઘરે ગયો. એમની પાછળ-પાછળ એક દીન-દરિદ્રય અને ભૂખ્યો ભિક્ષુક પણ "ગયો. એ ગૃહસ્થ સાધુઓને યોગ્ય રૂપે અન્નજળ આપ્યું, પણ એ ભિક્ષુકને એમણે કંઈ પણ આપ્યું નહિ. એ ભૂખ્યો ભિક્ષુક સાધુઓની પાછળ-પાછળ ચાલવા માંડ્યો અને એમની પાસે ભોજનની માગણી કરવા લાગ્યો. સાધુઓએ એને કહ્યું કે - “તે લોકો પોતાના સાધુઆચાર પ્રમાણે કોઈ ગૃહસ્થને કંઈ પણ આપી નથી શકતા. ભૂખથી રિબાતો એ ભિક્ષુક મારા શિષ્યોનું અનુસરણ કરતો-કરતો મારા નિવાસસ્થળે પહોંચી ગયો. એણે મારી પાસે પણ ભોજનની માગણી કરી. મને જ્ઞાનોપયોગથી એવી ખબર પડી કે હવે પછીના આગલા જન્મમાં આ ભિક્ષુક જિનશાસનનો પ્રચાર-પ્રસારનો માધ્યમ બનશે. મેં એને કહ્યું કે - “જો તું શ્રમણધર્મમાં દીક્ષિત થઈ જાય તો તારી ઇચ્છા પ્રમાણે જરૂરી ભોજન આપી શકીએ છીએ.” ભિક્ષકે વિચાર્યું કે - “આવી દારુણ દશાની તોલે તો શ્રમણજીવનનાં કષ્ટો સહેવા સહેલા છે, તરત જ તે મારી પાસે આવ્યો અને દીક્ષા લઈ લીધી. દીક્ષિત થયા પછી તે અમારા ભોજનનો હક્કદાર બન્યો.' માટે એની ઇચ્છા પ્રમાણે ભોજન કરાવવામાં આવ્યું. ખરેખર તો તે ઘણા દિવસોનો ભૂખ્યો હતો, તેથી પેટભરીને એણે ભોજન લીધું. રાત્રે એ નવા દીક્ષિત થયેલા ભિક્ષુકના પેટમાં દુઃખાવો થવાના લીધે તેનું મૃત્યુ થઈ ગયું અને તે અશોકના આંધળા રાજકુમાર કુણાલને ત્યાં પુત્રરૂપે જન્મ્યો. રાજનું ! તું એ જ ભિક્ષુક છે, જે તારા આ સમ્મતિના જન્મના પહેલાના જન્મમાં મારી પાસે દીક્ષિત થયો હતો. આ બધો તારો એક દિવસના શ્રમણજીવનનો પ્રતાપ છે કે આજે તું મોટો રાજા બન્યો છે.” (રાજા સસ્પતિ વડે જૈન ધર્મનો પ્રચાર) - જેને સાહિત્યમાં મૌર્ય સમ્રાટ સમ્પતિનું એ જ સ્થાન છે, જે મૌર્ય સમ્રાટ અશોકને બૌદ્ધ સાહિત્યમાં. અનેક જૈનગ્રંથોમાં આ રીતના ઉલ્લેખો જોવા મળે છે કે - “રાજા સમ્મતિએ આર્ય સુહસ્તિી પાસે ઉપદેશ-બોધ સાંભળ્યા પછી સમગ્ર ભારતવર્ષ તેમજ અનેક અન્ય બીજા દેશોમાં પણ પોતાના પ્રતિનિધિઓ, કર્મચારીઓ, અધિકારીઓ, સૈનિકો અને પુત્ર-પુત્રીઓને જૈન-સાધુઓના વેશમાં મોકલી જૈન ધર્મનો બધે જિન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) 999999999999 ૨૦૧] Page #211 -------------------------------------------------------------------------- ________________ પ્રચાર-પ્રસાર કર્યો તેમજ એણે એના બધા જ સામંતોને દૃઢ જૈનધર્મી બનાવ્યા. સાધુવેશે સમ્મતિના કર્મચારીઓએ અનાર્ય દેશોમાં વિચરણ કરી ત્યાંની અનાર્ય જનતાને શ્રાવકનાં કર્તવ્યો અને શ્રમણાચારથી પરિચિત કરાવતા એ અનાર્ય દેશોને શ્રમણોના વિહાર કરવાના યોગ્ય બનાવ્યા. રાજા સમ્મતિની વિનંતીથી આર્ય સુહસ્તીએ એમના કેટલાક શ્રમણોને અનાર્યભૂમિમાં ધર્મના પ્રચાર માટે મોકલ્યા અને એમણે ત્યાં જૈન ધર્મ પ્રત્યે લોકોની અદ્ભુત શ્રદ્ધા જોઈ આનંદ અનુભવ્યો. સાધુઓએ આર્યદેશની જેમ જ ઘણી સરળતાથી ત્યાંના પ્રદેશોમાં વિહાર કરીને જૈન ધર્મનો વધુમાં વધુ પ્રસાર અને પ્રચાર કર્યો.' એ પ્રદેશોના રહેવાસીઓએ ઘણી મોટી સંખ્યામાં શ્રાવકધર્મ પ્રત્યે દૃઢ શ્રદ્ધાનું વિવરણ સંભળાવ્યું, જે સાંભળી આર્ય સુહસ્તી ઘણા ખુશ થયા. સમ્મતિના વિષયમાં કેટલાક જૈનગ્રંથોમાં એ પ્રમાણેનો ઉલ્લેખ પણ મળે છે કે - એણે ભારતના આર્ય તેમજ અનાર્ય પ્રદેશોમાં એટલાં બધાં જિનમંદિરો બંધાવ્યાં છે કે એ બધા પ્રદેશો જિનમંદિરોથી શોભી ઊઠ્યાં. પણ વી. નિ. સં. ૮૮૨ના પહેલાં આ રીતનાં મંદિરોની વાત ઇતિહાસના દસ્તાવેજોમાં સામેલ નથી.’ ઉત્કૃષ્ટ સાધક અવંતિ સુકુમાલ આર્ય મહાગિરિના સ્વર્ગવાસ પછી અનેક ક્ષેત્રોમાં વિહાર કરીને આર્ય સુહસ્તી એક વખત ફરી ઉજ્જયિની ગયા અને નગરની બહાર એક બગીચામાં રોકાયા. ત્યાર બાદ તેઓ એમના શિષ્યવૃંદ સહિત ભદ્રા નામની એક અત્યંત સમૃદ્ધિશાળી શ્રેષ્ઠી સ્ત્રીની વાહનકુટીમાં રોકાયા. બીજા દિવસે પ્રદોષ વેળાએ આચાર્ય સુહસ્તી નલિનીગુલ્મ નામના અધ્યયનનું સસ્વર પાઠ કરી રહ્યા હતા. એ સમયે ભવનના સાતમા માળે પોતાની ૩૨ સુકુમાર પત્નીઓની સાથે સૂતેલા ભદ્રાના પુત્ર અવંતિ સુકુમાલના કાને આચાર્યશ્રીનો મીઠો-મધુરો અવાજ સંભળાયો. તે તન્મય થઈ સાંભળવા લાગ્યો. એ પાઠ એને એટલો બધો કર્ણપ્રિય લાગ્યો કે એને હજી પણ વધુ સ્પષ્ટ રીતે સાંભળવા અને સમજવા માટેની ઉત્કટ ઇચ્છાથી દોરાઈને તે મંત્રમુગ્ધ બની એના મહેલમાંથી ૨૦૨ ૭૭૭ DOG જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)| Page #212 -------------------------------------------------------------------------- ________________ ઊતરીને આચાર્યશ્રી પાસે આવી એકદમ ધ્યાનથી સાંભળવા લાગ્યો. પાઠ સાંભળતા કુમારના મનમાં વંટોળ જાગ્યો અને એને જાણે એવું લાગ્યું કે આ પાઠમાં વર્ણવેલાં સુખોનો એણે ક્યાંક અનુભવ કરેલો છે. તર્ક-વિતર્ક કરતા એણે સ્મૃતિ ઉપર જોર આપ્યું તો એને તરત જ જાતિસ્મરણશાન થઈ ગયું. અવંતિ સુકમાલ આચાર્યશ્રીની નજીક જઈ ઊભો રહી ભક્તિભાવે નમસ્કાર કરી કહેવા લાગ્યો : “ભગવન્! હું ગૃહસ્વામિની ભદ્રાનો પુત્ર છું. તમારા આ પાઠને સાંભળતાં જ મને જાતિસ્મરણશાન પ્રાપ્ત થયું છે. હું મારા આ જન્મની પહેલાં નલિની ગુલ્મ નામના વિમાનમાં દેવતા હતો. હવે ફરી પાછા ત્યાં જવા માટે મારું મન ઉત્કટ રીતે લાલાયિત થયું છે. તમારી પાસે શ્રમણત્વ સ્વીકારી હું કરી ત્યાં જ જવા માંગુ છું, તો દયા કરી મને પ્રવજયા પ્રદાન કરો.” આચાર્ય સુહસ્તીએ એને શ્રમણજીવનની આપદાઓથી માહિતગાર કરાવ્યો. - અવંતિ સુકુમાલે કહ્યું: “ભગવન્! સાધુ સમાચારી પ્રમાણે તો દીર્ઘ સમય સુધી હું નિરતિચાર શ્રમણ્યનું પરિપાલન નહિ કરી શકીશ, માટે હું શરૂઆતમાં જ અનશન સહિત શ્રમણત્વ ગ્રહણ કરીશ અને થોડા સમય માટે અત્યંત દુષ્કર કષ્ટને પણ વીરતાથી સહન કરી લઈશ.” આ રીતે પોતાના નિશ્ચય પર અડગ રહેલા એને જોઈ આર્ય સુહસ્તીએ એને એનાં સ્વજનો પાસેથી અનુમતિ લેવા માટે કહ્યું. ત્યાર પછી અવંતિ સુકમાલે એની માતા અને પત્નીઓ વડે એને દીક્ષા માટે અનુમતિ આપવા માટે કહ્યું, તો એને અનુમતિ મળી નહિ. આખરે એણે જાતે જ કેશ લુંચન કરી શ્રમણવેશ ધારણ કર્યો અને આચાર્યની સેવામાં હાજર થયો. આર્યએ પોતાના શરીરથી પણ નિર્મમત્વ અને સંસારથી સર્વથા વૈરાગી અતિ સુકુમાલને સ્વયંગ્રહીત સાધુવેશમાં જોઈ વિધિપૂર્વક શ્રમણદીક્ષા આપી. ત્યાર બાદ અવંતિ સુકુમાલે આર્ય સુહસ્તી પાસે આમરણ અનશનપૂર્વક સાધના કરવાની આજ્ઞા પ્રદાન કરવાની પ્રાર્થના કરી. - આર્ય પાસે આજ્ઞા મેળવી અવંતિ સુકમાલ નગરની બહાર નિર્જન સ્મશાનભૂમિમાં ગયો અને કાયોત્સર્ગ કરી ઊભો રહી ગયો. અત્યંત જિન ધર્મનો મૌલિક ઈતિહાસઃ (ભાગ-૨) 99999999999 ૨૦૩] Page #213 -------------------------------------------------------------------------- ________________ કોમળ એવા એણે પહેલીવાર જ ઉઘાડા પગે આટલી દૂર ચાલીને ગયો કે કાંકરા તેમજ કાંટાઓથી એના પગનાં તળિયાં છોલાઈ ગયાં અને તેમાંથી લોહી નીકળવા લાગ્યું. ઘણી ધીરજથી આ દુ:ખાવાનો તેમજ ભૂખ-તરસને સહન કરતા-કરતા તે આત્મચિંતનમાં તલ્લીન થઈ ગયો. સૂરજની તેજ ગરમીથી સ્મશાનભૂમિ આગની જેમ તપવા લાગી. પણ તે ઘણી શાંતિપૂર્વક એને સહન કરતો રહ્યો. દિવસ પૂરો થતા, સૂર્યાસ્ત થયો, ધીમે-ધીમે તમસે અધિપત્ય જમાવ્યું. એ ભયંકર રાત સાક્ષાત્ કાળરાત્રિની જેમ ભયજનક બની ગઈ હતી. પણ સઘઃ પ્રવ્રુજિત સુકુમાર શ્રમણ અવંતિ સુકુમાલ સ્મશાનમાં વિરક્તિની સ્થિતિમાં એકચિત્તે ધ્યાનમગ્ન ઊભો રહ્યો. એમનાં પગલાંના લોહીવાળા રજકણોની ગંધને સૂંઘતી-સૂંઘતી એક માદા શિયાળ એનાં કેટલાંક બચ્ચાઓને લઈને અવંતિ સુકુમાલ મુનિ પાસે આવી પહોંચી. મુનિના પગમાંથી નીતરતા લોહીની વાસ આવતા એ મુનિના પગ ચાટવા લાગી. આત્મધ્યાનમાં રમમાણ મુનિ અડગપણે ઊભા રહ્યા. મુનિ તરફથી કોઈ પણ રીતનો પ્રતિકાર ન થતો જોઈ માદા શિયાળની હિંમત વધી. એણે મુનિના પગની માંસલ પિંડીમાં દાંત ખોસી દીધા. ગરમ લોહીની ટસર ફૂટી નીકળી. પોતાનાં બચ્ચાંઓ સાથે માદા શિયાળ લોહીની સાથોસાથ મુનિના પગને પણ કરડીને ખાવા લાગી. અનુક્રમે મુનિનું ધ્યાન ઉચ્ચથી ઉચ્ચતર શિખરો સર કરવા લાગ્યું. કોઈ પણ પ્રકારનો પ્રતિરોધ કર્યા વગર મુનિ શાંતચિત્તે વિચારવા લાગ્યા, આ માદા શિયાળ મારા કર્મકલુષને કાપી-કાપીને મારા માટે નલિનીગુલ્મ વિમાનના દરવાજા ખોલી રહી છે. માદા શિયાળ અને એનાં બચ્ચાંઓએ મુનિનો બીજો પગ પણ બચકા ભરીને ખાવાનો શરૂ કરી દીધો. મુનિનું શરીર જમીન ઉપર ઢળી પડ્યું. પણ એમનું ધ્યાન વધુ ને વધુ ઊંચાઈએ જવા લાગ્યું. મુનિની બંને જાંઘો અને હાથોને ખાધા પછી શિયાળ-પરિવારે એમના પેટને ફાડીને ચીરી નાંખ્યું અને ખાવા લાગ્યા. મુનિનું આત્મ-ધ્યાન શુભ્રથી શુભ્રતર અને શુભ્રતમ થતું ગયું અને આખરે સમાધિપૂર્વક પ્રાણોત્સર્ગ કરી મુનિ અવંતિ સુકુમાલ પોતાના પ્રિય ધ્યેયસ્થાન નલિનીગુલ્મ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. બીજા દિવસે આર્ય સુહસ્તી પાસેથી બધું જાણીને મુનિ અવંતિની માતા ભદ્રાએ એમની એક ગર્ભિણી પુત્રવધૂને છોડીને બાકીની ૩૧ પુત્રવધૂઓની સાથે શ્રમણીધર્મની દીક્ષા અંગીકાર કરી લીધી. ૨૦૪ ૐ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) Page #214 -------------------------------------------------------------------------- ________________ (આર્ય મહાગિરિના શિષ્ય) કલ્પસૂત્ર પ્રમાણે આર્ય મહાગિરિના શિષ્ય અનુક્રમે આ પ્રમાણે છે : ૧. સ્થવિર ઉત્તર (બહુલ) ૫. સ્થવિર કૌડિન્ય ૨. સ્થવિર બલિસ્સહ ૬. સ્થવિર નાગ ૩. સ્થવિર ધનાઢ્ય (ધનગુપ્ત) ૭. સ્થવિર નાગમિત્ર ૪. સ્થવિર શ્રી આર્ચ ૮. કૌશિક-ગૌત્રીય રોહગુપ્ત સ્થવિર ઉત્તર અને સ્થવિર બલિસ્સહથી ઉત્તર બલિસ્સહ નામનો ગણ નીકળ્યો. જેની ચાર શાખાઓ છેઃ ૧. કૌશાંબિકા, ૨. શુક્તિવતિકા, ૩. કોઠંબાણી અને ૪. ચંદનાગરી. (આર્ય સહસ્તીની શિષ્ય પરંપરા) આર્ય સુહસ્તીનો શિષ્ય-પરિવાર ઘણો બૃહદ્ હતો. એમના ૧૨ પ્રમુખ શિષ્ય હતા, જેમનાં નામ આ રીતે છે : ૧. સ્થવિર આર્ય રોહણ ૭. આચાર્ય રક્ષિત ૨. આચાર્ય યશોભદ્ર. ૮. આચાર્ય રોહગુપ્ત ૩. મેઘગણી ૯. આચાર્ય ઋષિગુપ્ત ૪. આચાર્ય કામર્ધિગણી ૧૦. આચાર્ય શ્રીગુપ્ત (હારિત-ગોત્રીય) ૫. આચાર્ય સુસ્થિત સૂરિ ૧૧. આચાર્ય બ્રહ્મગણી દિ આચાર્ય સુપ્રતિબદ્ધ સૂરિ ૧૨. આચાર્ય સોમગણી (ચોથો નિહનવ - અશ્વામિત્ર) આર્ય મહાગિરિના આચાર્યકાળમાં પાંચમા વર્ષે અર્થાત્ વી. નિ. સં. ૨૨૦માં સમુચ્છેદવાદી (ક્ષણિકવાદી) અમિત્ર નામનો ચોથો નિદ્ભવ થયો. તે આર્ય મહાગિરિના કોડિલ્સ નામના શિષ્યનો શિષ્ય હતો. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) [96969696969696969696969તે ૨૦૫ | Page #215 -------------------------------------------------------------------------- ________________ તેઓ એવું માનતા હતા કે વર્તમાન સમયમાં જે નારકીય છે, તે બીજા સમયમાં વિનાશ પામે છે. આવી હાલતમાં પહેલાના સમયનો નારકીયનો જે પર્યાય હતો, તે નાશ પામે છે અને બીજા સમયે વિશિષ્ટ બીજો પર્યાય થઈ જાય છે. રાજગૃહ નગરમાં એ વખતે ચૌકી-ચેંગી વિભાગના એક અધિકારી શ્રમણોપાસકે અશ્વમિત્રને સાચામાર્ગે દોર્યો. અશ્વમિત્ર તરત જ એના ગુરુ પાસે જઈ એમની માફી માંગી તેમજ પોતાના મિથ્યાત્વ માટે પ્રાયશ્ચિત્ત કરી ફરી શ્રમણસંઘ સાથે જોડાઈ ગયો. પાંચમો નિહ્નવ - ગંગ વી. નિ. સં. ૨૨૮માં ભગવાન મહાવીરના શાસનનો પાંચમો નિહ્નવ દ્વિક્રિયાવાદી ગંગ નામનો અણગાર થયો. નિદ્ભવ ગંગ અથવા ગંગદેવ, આચાર્ય મહાગિરિના શિષ્ય ધનાઢચ(ધનગુપ્ત)નો શિષ્ય હતો. તે એવી માન્યતા ધરાવતો હતો કે એક જ સમયે બે રીતની ક્રિયાઓ અને બે રીતના ઉપયોગ થઈ શકે છે. ભગવાન મહાવીરનું એવું કથન છે કે - ‘એક સમયે એક જ ક્રિયા અને એક જ ઉપયોગ થાય છે - વસ્તુતઃ અસત્ય છે.' આર્ય ધનગુપ્તે ગંગના મનમાં ઉદ્ભવેલી શંકાના નિરાકરણ માટે પૂરતો પ્રયત્ન કર્યો. પોતાના ગુરુ ધનગુપ્તના મોઢેથી અનેક જાતના હૃદયંગમ, તર્કસંગત, સૂક્ષ્મ વિવેચન સાંભળ્યા છતાં પણ અણગાર ગંગે એનો દૂરાગ્રહ છોડ્યો નહિ. આખરે એનો સંઘમાંથી બહિષ્કાર કરવામાં આવ્યો. સંઘ વડે તરછોડાયા પછી ગંગે ‘દ્વિક્રિય’ નામનો એક નવો મતનો ધારો પાડ્યો. પણ આ મત લાંબો ચાલ્યો નહિ અને ગંગને પોતાની ખામી દેખાઈ. એણે એના ગુરુ પાસે જઈ ક્ષમાયાચના કરી પ્રાયશ્ચિત્ત કરી ફરી સંયમમાર્ગે વળ્યો. સુહસ્તી પછીની સંઘ-વ્યવસ્થા સંઘ-વ્યવસ્થામાં આચાર્યનું સ્થાન ઘણું મહત્ત્વનું તેમજ દરેક દૃષ્ટિએ - (રીતે) સર્વોપરી માનવામાં આવે છે. આર્ય સુધર્માથી આર્ય ૭ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૨૦૬ | Page #216 -------------------------------------------------------------------------- ________________ મહાગિરિ અને આર્ય સુહસ્તી સુધી લગભગ ૩૦૦ વર્ષ સુધી જિનશાસનનું સમ્યકરૂપે સંચાલન અને સંરક્ષણ આચાર્યો વડે જ થયું છે. આચાર્ય સિવાયના ઉપાધ્યાય, ગણી, ગણાવચ્છેદક, સ્થવિર, પ્રવર્તક આદિ હોદા(પદ)નાં નામો પણ શાસ્ત્રોમાં જોવા મળે છે. પણ આચાર્ય, ગણધર અને સ્થવિર સિવાય તીર્થકરકાળથી મહાગિરિ સુધીના કાળમાં કોઈ અન્ય પદ અથવા એનાં કાર્યોનો ઉલ્લેખ દષ્ટિગોચર થયો નથી. - આચાર્ય યશોભદ્રના વખતથી કુળ, ગણ અને શાખાઓનો ઉદ્દભવ થવા લાગ્યો, પણ ભદ્રબાહુ અને સ્થૂળભદ્ર જેવા પ્રતિભાશાળી આચાર્યોના પ્રભાવથી શ્રમણસંઘમાં કોઈ મતભેદ ઊભો થઈ શક્યો નહિ. આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તીએ પણ મતભેદની તિરાડો ઊભી થતા તરત જ તેને પૂરીને પોતાની હયાતીમાં જિનશાસનમાં એકતા અકબંધ રાખી. ભવિષ્યમાં કદાચ પરંપરાભેદ પણ ક્યાંક ઉગ્ર સ્વરૂપ ધારણ ન કરી લે તેમજ શ્રતધર્મ અને ચારિત્રધર્મની વિશુદ્ધ પરંપરા ક્યાંક નાશ પામે અથવા પોતાના સાચા સ્વરૂપથી સ્નલન ન પામે, એ દૃષ્ટિએ એમણે આચાર્યપદનાં આવશ્યક કર્તવ્યો અને અધિકારોને (૧) ગણાચાર્ય, (૨) વાચનાચાર્ય અને (૩) યુગપ્રધાનાચાર્ય એમ ત્રણ ભાગમાં વહેંચી દીધા. આ વ્યવસ્થાને પરિણામે નીચે પ્રમાણેની પરંપરાઓ પ્રચલિત થઈ. ૧. ગણધરવંશ : આમાં ગણના અધિનાયક એ આચાર્યોની પ્રતિષ્ઠાપના કરવામાં આવી. જે ગુરુશિષ્ય ક્રમથી એ ગણની પરંપરાનું સંચાલન કરતા રહ્યા. એમની પરંપરા ચીરકાળ સુધી ચાલતી રહી. વર્તમાનમાં ગણપતિ એમના જ અવશેષ કહી શકાય છે. ૨. વાચકવંશ : વાચકવંશના આચાર્ય તેઓ કહેવાતા હતા, જે આગમજ્ઞાનની વિશુદ્ધ પરંપરાના પૂર્ણ મર્મજ્ઞ (જાણકાર) અને વાચના આપવામાં નિષ્ણાત હતા. તેમની હદ પોતાના ગણ સુધી જ સીમિત ન રહેતા આખા સંઘમાં માન્ય રહેતી હતી. જિન ધર્મનો મૌલિક ઈતિહાસઃ (ભાગ-૨) છિછછ999999999 ૨૦૦૩ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૩. યુગપ્રધાન પરંપરા ઃ આ પરંપરાની અંતર્ગત યુગપ્રધાનાચાર્ય એમને જ બનાવવામાં આવતા હતા. જે વિશિષ્ટ પ્રતિભા અને યોગ્યતાને લીધે માત્ર જૈન ધર્મમાં જ નહિ, પણ બીજે પણ પ્રભાવશાળી વર્ચસ્વ ધરાવતા હતા. વાચનાચાર્ય અથવા યુગપ્રધાનાચાર્ય માટે કોઈ ગણ કે પરંપરાના નિયમો લાગુ પડતા ન હતા કે તે કોઈ ચોક્કસ ગણ અથવા પરંપરાના જ હોય. એક યુગપ્રધાન પછી એના સ્થાને કોઈ જુદો અથવા પરંપરાનો સુપાત્ર શ્રમણ પણ એ પદ માટે હક્કદાર દાવેદાર થઈ શકતો હતો. ભ. મહાવીર પછી લગભગ અઢી-પોણાત્રણસો વરસ સુધી સંઘનું સંચાલન અને વાચના-પ્રદાનનું કાર્ય એક જ ગણાચાર્ય વડે નિષ્પન્ન થતું રહ્યું. એક એવું અનુમાન પણ કરવામાં આવે છે કે - ‘આર્ય સુહસ્તીના સમયમાં લાંબા સમયથી ચાલતી આવી રહેલી એ વ્યવસ્થાને બદલીને સંઘ-સંચાલન માટે ગણાચાર્ય તેમજ આગમવાચના માટે વાચનાચાર્યને નીમીને એકની જગ્યાએ બે આચાર્યોની અને ત્યાર બાદ યુગપ્રધાનાચાર્યની પરંપરા પ્રચલિત કરવામાં આવી. દૂરંદેશી આચાર્યોએ કાળ-પ્રભાવથી થનારા ગણભેદ, સંપ્રદાયભેદ, માન્યતાભેદ આમ વિવિધ ભેદોમાં અભેદને લાંબો સમય ટકાવી રાખવા માટે આ રસ્તો શોધી કાઢ્યો.’ આચાર્ય સુહસ્તીએ આર્ય મહાગિરિ પછી શાસ્રીય પરંપરામાં એકવાક્યતા અને એકરૂપતા બનાવી રાખવાની શાસનહિતની ભાવનાથી બંને ગણો દ્વારા માન્ય એમના શિષ્ય બલિસ્સહને વાચનાચાર્યપદ પર નીમીને એક નવીન પરંપરાની શરૂઆત કરી. ગણાચાર્યની સાથે-સાથે વાચનાચાર્યની સ્વતંત્ર નિર્યુક્તિને લીધે બંને વિચારધારાઓના શ્રમણોમાં હંમેશાં નજીકનો સંપર્ક બનેલો રહેતો. શ્રમણસંઘમાં એકતા અકબંધ રહી. જ્યાં સુધી યુગપ્રધાનાચાર્ય પરંપરાનો સવાલ છે, તો એવું જણાય છે કે આર્ય સુહસ્તીના વખતમાં મૌર્ય સમ્રાટ સમ્મતિ વડે કરાયેલ ઉત્કટ નિષ્ઠા અને લગનીપૂર્વકની શાસનનાં સેવાકાર્યોથી જૈન ધર્મના © જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૨૦૮ ૭૭૭૮ Page #218 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ પ્રચાર-પ્રસારની સાથોસાથ શ્રમણસંઘ પણ ઘણો અભિવૃદ્ધિ પામ્યો. શ્રમણોનો સંઘ દેશ-વિદેશના દૂર-સુદૂરના પ્રદેશોમાં જઈ ધર્મપ્રચાર કરવા લાગ્યો, પરિણામે આર્ય સુહસ્તિીની સર્વતોમુખી પ્રતિભા બેવડાઈને ચમકી ઊઠી અને મહાન પ્રભાવક હોવાને લીધે સમગ્ર સંઘમાં યુગપ્રધાનાચાર્ય રૂપે નામચીન બન્યા. ત્યારથી યુગપ્રધાનાચાર્યની ત્રીજી પરંપરા પણ વધારે સ્પષ્ટપણે ઊપસીને બહાર આવી. વાચનાચાર્ય અને યુગપ્રધાનાચાર્ય આ બંને પદ કોઈક ગણવિશેષ સુધી સીમિત ન રહેતા યોગ્યતા-વિશેષથી સંલગ્ન રહ્યા. એટલા માટે જ આ બંને પદ ઉભય પરંપરાઓ અને કાલાન્તરમાં બધા ગણો માટે માન્ય રહ્યા. યુગપ્રધાનાચાર્યનું મુખ્ય કર્તવ્ય બધા ગણોને એક તાંતણે બાંધી રાખીને મૂળ રીતિ-નીતિ ઉપર ચલાવવા, કપરા સંજોગોમાં શાસન સંરક્ષણની સાથોસાથ જૈન ધર્મની ગૌરવ અભિવૃદ્ધિમાં પોતાની યોગ્યતા અને પ્રતિભાનો પરિચય આપવો હતો. એમના વડે લેવાયેલો નિર્ણય જૈનેત્તર સમાજમાં પણ પ્રમાણભૂત માનવામાં આવતો હતો. દુષમકાળ શ્રમણ સંઘ સ્તોત્ર પ્રમાણે ભ. મહાવીરના ધર્મશાસનમાં દુષમકાળના અંત સુધી સુધર્મા આદિ ૨૦૦૪ આચાર્યોને યુગપ્રધાન ગણવામાં આવ્યા છે. વાચનાચાર્ય અને યુગપ્રધાનાચાર્યની નવી વ્યવસ્થાનો તાત્કાલિક લાભ એ થયો કે ગણ, કુળ વગેરેના પ્રાદુર્ભાવ થવા છતાં પણ સંઘ એકસૂત્રે બંધાયેલું રહેવાને લીધે વેર-વિખેર થતો બચ્યો. ઉપરની ત્રણેય પરંપરાઓના આચાર્યોના કાળની ઐતિહાસિક ઘટનાઓનો દેવદ્ધિક્ષમાશ્રમણ સુધીનો પરિચય આપતા પહેલાં અહીં ત્રણેય પરંપરાઓના આચાર્યોની નામસૂચિ પ્રસ્તુત કરવામાં આવી રહી છે. અહીં સર્વપ્રથમ, વાચકવંશ પરંપરાના નામથી પ્રસિદ્ધ આર્ય મહાગિરિની આચાર્ય પરંપરાની નામસૂચિ આપવામાં આવી રહી છે. જિન ધર્મનો મોલિક ઇતિહાસ ઃ (ભાગ-૨) 999999999999 ૨૦૯ ] Page #219 -------------------------------------------------------------------------- ________________ આર્ચ મહાગિરિની આચાર્ય પરંપરા (વાચકવંશ - પરંપરા) ૧. આર્ય સુધર્મા ૨. આર્ય જમ્મૂ ૩. આર્ય પ્રભવ ૪. આર્ય સય્યભવ ૫. આ યશોભદ્ર ૬. આર્ય સંભૂતવિજય ૭. આર્ય ભદ્રબાહુ ૮. આર્ય સ્થૂળભદ્ર ૯. આર્ય મહાગિરિ ૧૦. આર્ય સુહસ્તી ૧૧. આર્ય બલિસ્સહ ૧૨. આર્ય સ્વાતિ ૧૩. આર્ય શ્યામ ૧૪. આર્ય શાંડિલ્ય ૧૫. આર્ય સમુદ્ર ૧૬. આર્ય ગંગુ વાચકવંશ સમકાલીન ૧. આર્ય સુધર્મા સ્વામી ૨. આર્ય જમ્મૂ સ્વામી ૩. આર્ય પ્રભવ સ્વામી ૪. આર્ય સËભવ સ્વામી ૧૭. આર્ય ધર્મ ૧૮. આર્ય ભદ્રગુપ્ત ૧૯. આર્ય વજ ૨૦. આર્ય રક્ષિત ૨૧. આર્ય આનંદિલ ૨૨. આર્ય નાગહસ્તી ૨૩. આર્ય રેવતિનક્ષત્ર ૨૪. આર્ય બ્રહ્મદીપક સિંહ ૨૫. આર્ય સ્કંદિલ ૨૬. આર્ય હિમવંત ૨૭. આર્ય નાગાર્જુન ૨૮. આર્ય ગોવિંદ ૨૯. આર્ય ભૂતદિશ ૩૦. આર્ય લૌહિત્ય ૩૧. આર્ય દૂષ્યગણિ ૩૨. આર્ય દેવદ્ધિગણિક્ષમાશ્રમણ, યુગપ્રધાનાચાર્ય પરંપરા ૮. આર્ય સ્થૂળભદ્ર ૯. આર્ય મહાગિરિ ૧૦. આર્ય સુહસ્તી ૧૧. આર્ય ગુણસુંદર ૧૨. આર્ય શ્યામાચાર્ય ૫. આર્ય યશોભદ્ર સ્વામી ૬. આર્ય સંભૂતવિજય ૭. આર્ય ભદ્રબાહુ ૧૩. આર્ય સ્કંદિલાચાર્ય ૨૧૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦C જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) (કાલકાચાર્ય પ્રથમ) Page #220 -------------------------------------------------------------------------- ________________ ન ૧૪. આર્ય રેવતી મિત્ર ૨૧. આર્ય વજસેન ૧૫. આર્ય ધર્મ ૨૨. આર્ય નાગહસ્તી ૧૬. આર્ય ભદ્રગુપ્ત ૨૩. આર્ય રેવતી મિત્ર ૧૭. આર્ય શ્રીગુપ્ત ૨૪. આર્ય સિંહ ૧૮. આર્ય વજ સ્વામી ૨૫. આર્ય નાગાર્જુન ૧૯, આર્ય રક્ષિત ૨૬. આર્ય ભૂતદિન્ન ૨૦. આર્ય દુબલિકા પુષ્યમિત્ર ૨૭. આર્ય કાલકાચાર્ય (ચતુર્થ) (કલ્પસૂત્ર - સ્થવિરાવલી (ગણાચાર્ય પરંપરા)) ૧. આર્ય સુધર્મા ૧૭. આર્ય ધનગિરિ ૨. આર્ય જબ્બે ૧૮. આર્ય શિવભૂતિ ૩. આર્ય પ્રભાવ - ૧૯. આર્ય ભદ્ર ૪. આર્ય સયંભવ ૨૦. આર્ય નક્ષત્ર ૫. આર્ય યશોભદ્ર ૨૧. આર્ય દક્ષ ૬. સંભૂતિવિજય - ભદ્રબાહુ ૨૨. આર્ય નાગ ૭. આર્ય સ્થૂળભદ્ર ૨૩. આર્ય જેહિલ ૮. આર્ય સુહસ્તી ૨૪. આર્ય વિષ્ણુ ૯. આર્ય સુસ્થિત-સુપ્રતિબુદ્ધ ૨૫. આર્ય કાલક ૧૦. આર્ય ઇન્દ્રદિન્ન ૨૬. આર્ય સંપલિતભદ્ર ૧૧. આર્ય દિન ૨૭. આર્ય વૃદ્ધ ૧૨. આર્ય સિંહગિરિ ૨૮. આર્ય સંઘપાલિત ૧૩. આર્ય વજ ૨૯, આર્ય હસ્તી ૧૪. આર્ય રથ ૩૦. આર્ય ધર્મ ૧૫. આર્ય પુણ્યગિરિ ૩૧. આર્ય સિંહ ૧૬. આર્ય ફલ્યુમિત્ર ૩૨. આર્ય ધર્મ ૩૩. આર્ય શાંડિલ્ય - આર્ય મહાગિરિની પરંપરા મુખ્ય હોવાના લીધે પહેલા નંદીસૂત્રની સ્થવિરાવલી પ્રમાણે મહાગિરિની પરંપરાના આચાર્યો તથા ત્યાર બાદ બીજી પરંપરાના આચાર્યોનો પરિચય આપવામાં આવશે. જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ ઃ (ભાગ-૨) booooooooooo ૨૧૧ Page #221 -------------------------------------------------------------------------- ________________ " (આર્ય બલિસહ અને અન્ય આચાર્ય) વિ. નિ. સં. ૨૪પમાં આર્ય મહાગિરિના સ્વર્ગારોહણ પછી એમના ૮ પ્રમુખ સ્થવિરોમાંથી બલિસ્સહ ગણાચાર્ય બન્યા. એમના ગણનું નામ “ઉત્તર બલિસ્સહ રાખવામાં આવ્યું. આચાર્ય બલિસ્સહના જન્મ, દીક્ષા, માતા-પિતા વગેરેનો પરિચય ઉપલબ્ધ નથી થતો. તેઓ કૌશિક-ગૌત્રીય બ્રાહ્મણ હતા. આર્ય મહાગિરિની પાસે શ્રમણદીક્ષા ગ્રહણ કરી એમણે દશપૂર્વોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. આર્ય મહાગિરિની જેમ જ બલિસ્સહ આચાર-સાધનામાં પણ વિશેષ નિષ્ઠાવાન હતા. આ જ કારણે આર્ય મહાગિરિ પછી તેઓ આ પરંપરામાં પ્રમુખ ગણાચાર્ય મનાયા. આર્ય સુહસ્તીએ સંઘની એકતા કાયમ રાખવા માટે ગણાચાર્ય સિવાય વાચનાચાર્ય અને યુગપ્રધાનાચાર્યની નવી પરંપરા પ્રચલિત કરી, અને તે પ્રમાણે એમણે બંને પરંપરાઓમાં સામંજસ્ય - તાલમેળ અને સહયોગ બનાવી રાખવાની દૃષ્ટિએ આગમના વિશિષ્ટ જ્ઞાતા બલિસ્સહને સંપૂર્ણ સંઘના વાચનાચાર્ય નિયુક્ત કર્યા. આર્ય બલિરૂપે સંપૂર્ણ સંઘમાં આગમજ્ઞાનનો પ્રચાર-પ્રસાર કરતા રહીને જિનશાસનની પ્રશંસાપાત્ર સેવા કરી અને પોતાના સમયમાં થયેલ શ્રમણસંઘની વાચનામાં ૧૧ અંગો અને ૧૦ પૂર્વેના પાઠોને વ્યવસ્થિત કરવામાં પણ પોતાનો પૂર્ણ યોગદાન આપ્યો. બલિસ્યહે વાચનાના પ્રસંગ ઉપર વિદ્યાનુવાદ પૂર્વથી અંગ-વિદ્યા જેવા શાસ્ત્રની રચના કરી. એમના શિષ્યોથી ઉત્તર બલિસ્સહ ગણની ચાર શાખાઓ પ્રગટી - ૧. કોલંબિયા, ૨. સોતિરિયા, ૩. કોઠંબાણી અને ૪. ચંદનાગરી. આ રીતે આર્ય બલિસ્સહ, મહાગિરિ પરંપરાના ગણાચાર્ય અને સમસ્ત સંઘના વાચનાચાર્ય - આ બંને પદોને દીર્ઘકાળ સુધી શોભાવતા રહ્યા. એમનો આચાર્યકાળ અનુમાને વી. નિ. સં. ૨૪૫ થી ૩૨૯ સુધીનો માનવામાં આવે છે. ૨૧૨ 999999999999જન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) Page #222 -------------------------------------------------------------------------- ________________ '૧૧મા યુગમયાણાયાર્ચ ગુણાસુંદર યુગપ્રધાનાચાર્ય પરંપરા પ્રમાણે આર્ય બલિસ્સહના સમયમાં આર્ય ગુણસુંદર(અમરનામ-ગુણાકર, મેઘગણિ, ઘનસુંદર)ને અગિયારમાં યુગપ્રધાનાચાર્ય ગણવામાં આવ્યા છે. જન્મ : વી. નિ. સં. ર૩૫ દીક્ષા : વી. નિ. સં. ૨૫૯ યુગપ્રધાનાચાર્યપદ : વી. નિ. સં. ૨૯૧ સ્વર્ગારોહણ : વી. નિ. સં. ૩૩૫ ગૃહસ્થપર્યાય : ૨૪ વર્ષ સામાન્ય સાધુપર્યાય : ૩૨ વર્ષ યુગપ્રધાનાચાર્યપર્યાય : ૪૪ વર્ષ કુલ આયુષ્ય : : ૧૦૦ વર્ષ (ગણાચાર્ય સુસ્થિત - સુપ્રતિબુદ્ધ) આર્ય સુસ્થિતનો વિગતવાર-તથ્યવાર પરિચય આ પ્રમાણે છે : જન્મ * : : વી. નિ. સં. ૨૪૫ વી. નિ. સ. દીક્ષા : વી. નિ. સં. ૨૦૪ ગણાચાર્યપદ : વી. નિ. સં. ૨૯૧ સ્વર્ગારોહણ : વી. નિ. સં. ૩૩૯ ગૃહસ્થપર્યાય : ૩૧ વર્ષ સામાન્ય સાધુપર્યાય : ૧૭ વર્ષ ગણાચાર્યપર્યાય : ૪૮ વર્ષ કુલ આયુષ્ય : ૯૬ વર્ષ આર્ય સુહસ્તિ પછી એમની પરંપરામાં આર્ય સુસ્થિત અને આર્ય સુપ્રતિબુદ્ધ ગણાચાર્ય નીમવામાં આવ્યા. સુસ્થિત અને સુપ્રતિબુદ્ધ બંને સહોદર ભ્રાતા હતા. એમનો જન્મ કાકંદી નગરીના વ્યાઘાપત્ય-ગોત્રીય રાજકુળમાં થયો હતો. બંને આચાર્યોએ સૂરિમંત્રનો એક કરોડનાર જાપ કર્યો હતો. એના લીધે એમનો ગચ્છ કૌટિક-ગચ્છના નામે પ્રખ્યાત થયો. એ પહેલાં આર્ય સુધર્માથી લઈ આર્ય સુહસ્તિી સુધીનો ભગવાન મહાવીરનો ધર્મસંઘ નિગ્રંથ ગચ્છના નામે જાણીતો હતો. જન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 969696969696969696969692 ૨૧૩] Page #223 -------------------------------------------------------------------------- ________________ કુમારગિરિ પર્વત ઉપર કલિંગપતિ મહામેઘવાહન ખારવેલ વડે આગમવાચના માટે જે ચતુર્વિધસંઘ એકઠો કરવામાં આવ્યો હતો, એમાં એ બંને આચાર્યો પણ હાજર હતા. આર્ય સુસ્થિત અને સુપ્રતિબુદ્ધના ૫ શિષ્યો હતા : (૧) ગણાચાર્ય આર્ય ઇન્દ્રદિશ, (૨) મંત્રવાદી આર્ય પ્રિયગ્રંથ, (૩) આર્ય વિદ્યાધર ગોપાલ, (૪) આર્ય ઋષિદત્ત અને (૫) આર્ય અર્હદુત. સુપ્રતિબુદ્ધનો નામોલ્લેખ સિવાય બીજો કોઈ પરિચય નથી મળતો. બલિસ્સહકાલીન રાજવંશ આર્ય મહાગિરિના સ્વર્ગવાસ પછી આર્ય બલિસ્સહ વીં. નિ. સં. ૨૪૫માં આર્ય મહાગિરિના ગણના ગણાચાર્ય બન્યા. એના પછી તેઓ સંઘના વાચનાચાર્ય બન્યા. પણ આ રીતનો ઉલ્લેખ ક્યાંયે નથી મળતો કે આર્ય બલિસ્સહનો આચાર્યકાળ ક્યાં સુધી રહ્યો. આ વિષયમાં બલિસ્સહ વિષયક જે-જે ઉલ્લેખ વિભિન્ન પુસ્તકોમાં ઉપલબ્ધ છે, એના આધારે જ અનુમાનનો આશરો લેવો પડશે. હિમવંત-સ્થવિરાવલીના ઉલ્લેખ પ્રમાણે કલિંગપતિ મહામેઘવાહન ભિક્ષુરાયે પૂર્વજ્ઞાન અને એકાદશાંગીના પુનરુત્થાન માટે કુમારગિરિ ઉપર ચતુર્વિધસંઘોને એકત્રિત કર્યા હતા, જેમાં આર્ય બલિસ્સહ પણ હાજર હતા. આ એક ઐતિહાસિક તથ્ય છે કે વી. નિ. સં. ૩૨૩માં મૌર્યવંશના અંતિમ રાજા બૃહદ્રથને મારીને એના સેનાપતિ પુષ્યમિત્ર શૃંગ મગધના સિંહાસન પર બેસી ગયો. પુષ્યમિત્રના અત્યાચારોથી ત્રાસી જઈને મગધની જૈન ધર્મનિષ્ઠ જનતાની પોકાર સાંભળી, ભિક્ષુરાયે મગધ ઉપર આક્રમણ કરી. પુષ્યમિત્રને બે વાર હરાવ્યો. ત્યાર પછી ભિન્નુરાયે કુમારિગિર ઉપર આગમોના ઉદ્ધાર માટે શ્રમણ, શ્રમણીઓ, શ્રાવક અને શ્રાવિકાઓને ભેગાં કર્યાં અને અંગશાસ્ત્રો તથા પૂર્વજ્ઞાનનું સંકલન, સંગ્રહ અથવા પુનરોદ્ધાર કરાવ્યો. અંગશાસ્ત્રોના સંકલન, સંગ્રહ અથવા સંરક્ષણ માટે ખારવેલ દ્વારા કરવામાં આવેલા ઉપરોક્ત સંઘ સંમેલનનો સમય વી. નિ. સં. ૩૨૩ ના પછીનો ૩૨૭ થી ૩૨૯ ની વચ્ચેનો રહેલો છે. કારણ કે વી. નિ. સં. ના પછી ૬૦ વર્ષ સુધી પાલકનું ત્યાર બાદ ૧૫૫ વર્ષ સુધી નંદવંશનું પછી ૧૦૮ વર્ષ સુધી મૌર્યવંશનું રાજ્ય રહ્યું. આ રીતે વી. નિ. સં. ૩૨૩માં પુષ્યમિત્ર પાટલિપુત્રના સિંહાસન પર આસીન થયો. ૨૧૪ ૭૭ 200 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) Page #224 -------------------------------------------------------------------------- ________________ એ વખતના જૈનોના ભયંકર શત્રુ પુષ્યમિત્રને ઉચિત શિક્ષા આપ્યા પછી વી. નિ. સં. ૩૨૭ થી ૩૨૯ની વચ્ચેના સમયમાં ખારવેલના કુમારગિરિ ઉપર શ્રમણસંઘ આદિ ચતુર્વિધ સંઘને એકઠા કરી દ્વાદશાંગીના પાઠોને સુવ્યવસ્થિત કરાવ્યા હશે. ઉપરોક્ત તથ્યોને ધ્યાનમાં રાખીને આર્ય બલિસ્સહના વાચનાચાર્ય સમયમાં નિમ્નલિખિત પ્રમુખ રાજાઓનો રાજ્યકાળ હોવાનું અનુમાન કરી શકાય છે : 0 મૌર્ય સમ્રાટ બિંદુસારના વિ. નિ. સં. ૨૩૩ થી ૨૫૮ સુધી ૨૫ વર્ષના રાજ્યકાળમાંથી ૧૩ વર્ષ (વી. નિ. સં. ૨૪૫ થી ૨૫૮) સુધીનો રાજ્યકાળ. 0 મૌર્ય સમ્રાટ અશોકનો વિ. નિ. સં. ૨૫૮ થી ૨૮૩ સુધીનો શાસનકાળ. a મૌર્ય સમ્રાટ સમ્પતિનો વી.નિ.સં. ૨૮૩ થી ૨૯૩ સુધીનો શાસનકાળ. એમાંના પ્રથમ ૨ વર્ષ પાટલિપુત્રમાં અને બાકીના ૯ વર્ષ ઉજ્જયિનીમાં. જૈન પરંપરા પ્રમાણે રાજા પુણ્યરથ તથા વૃહદ્રથનો, હિન્દુ પરંપરા પ્રમાણે શાલિશૂક, દેવશર્મા, શતધનુષ અને વૃહદ્રથનો આશરે વી. નિ. સં. ૨૯૩ થી ૩૨૩ સુધીનો રાજ્યકાળ મૌર્યસમ્રાટ સમ્મતિ પછી આ રાજાઓનો ઉજ્જૈન ઉપર પણ અધિકાર રહ્યો. a કલિંગમાં ભિકબુરાય અથવા મહામેઘવાહન ખારવેલનો અનુમાને વિ. નિ. સં. ૩૧૬ થી ૩૨૯ સુધીનો શાસનકાળ. 0 પુષ્યમિત્ર શૃંગના વી. નિ. સં. ૩૨૨ થી ૩૫ર સુધીના ત્રીસ વર્ષના શાસનકાળમાં વી. નિ. સં. ૩૨૭-૩૨૯ની વચ્ચે સુધીનો સમય. પુષ્યમિત્રની રાજધાની પણ પાટલિપુત્રમાં રહી અને ઉર્જનનું રાજ્ય પણ એને આધીન રહ્યું. આ રીતે જો આર્ય બલિસ્સહનો વાચનાચાર્યકાળ વી. નિ. સં. ૨૪૫ થી ૩૨૯ સુધીનો અર્થાત્ ૮૪ વર્ષનો માનવામાં આવે તો એવું કહેવું પડશે કે એમના આચાર્યકાળમાં બિંદુસારનું ૧૩ વર્ષ અને શેષ ૭ મૌર્ય રાજાઓનું ૬૫ વર્ષ સુધી શાસન રહ્યું. (કલિંગપતિ મહામેઘવાહન ખારવેલ) - કલિંગનરેશ ભિખુરાવ ખારવેલ(વી. નિ. સં. ૩૧૬ થી ૩૨૯)નું સ્થાન કલિંગના ઇતિહાસમાં તો અનેરું છે જ, સાથે જૈન ઇતિહાસમાં પણ એમનું નામ સોનેરી અક્ષરોથી મઢાયેલું છે. પોતાના રાજ્યની અભિવૃદ્ધિ જૈન ધર્મનો મૌલિક ઈતિહાસઃ (ભાગ-૨) 90000000000 ૨૧૫ Page #225 -------------------------------------------------------------------------- ________________ માટે સૈનિક અભિયાન ચલાવનારા રાજાઓના તો ઘણા બધા દાખલા મળી જશે, પણ બીજા રાજ્યના શક્તિશાળી રાજાએ ગુજારેલા અત્યાચારોથી ત્રાહિમામ્ પોકારેલી સ્વધર્મી પ્રજાના હિત માટે યુદ્ધનું જોખમ ઉઠાવનારા તો કોક વિરલા જ હોય છે, જેનું તેઓ શ્રેષ્ઠ ઉદાહરણ છે. મહારાજ ખારવેલે ન માત્ર જૈન ધર્મ અને જૈન સંસ્કૃતિના વિકાસમાં પોતાનો સિંહફાળો આપ્યો, જેનાથી કલિંગની કીર્તિ ચરમસીમાએ પહોંચી; પરંતુ એમણે મગધ રાજ્યની જૈન પ્રજા અને નિગ્રંથ શ્રમણો ઉપર પશુતુલ્ય અત્યાચાર કરનારા મગધપતિ પુષ્યમિત્ર શૃંગ ઉપર બે વાર આક્રમણ કરી એને દંડિત કરી હરાવ્યો. શિલાલેખના આધારે કેટલાક વિદ્વાન કલિંગપતિ ખારવેલને ચેદીવંશનો તો કેટલાક વિદ્વાન ચેત્રવંશનો માને છે. “હિમવંત સ્થવિરાવલી'માં ખારવેલને ચેટકવંશી જણાવી લખેલું છે કે - “ણિકની સાથે યુદ્ધમાં ચેટકની હાર અને ચેટકના સ્વર્ગગમન પછી એમનો શોભનરાય નામનો પુત્ર એના શ્વસુર કલિંગપતિ સુલોચનની પાસે જતો રહ્યો. સુલોચનનો કોઈ પુત્ર ન હોવાને લીધે, એણે એના જમાઈ શોભનરાયને પોતાનો ઉત્તરાધિકારી ઘોષિત કર્યો. સુલોચનના અવસાન પછી શોભનરાય કલિંગના સિંહાસન ઉપર બેઠો, ચેટકનો પુત્ર શોભનરાયની દસમી પેઢીમાં ખારવેલ થયો.” અંગશાસ્ત્રોના ઉદ્ધારના વિષયમાં કુમારગિરિ ઉપર ખારવેલ વડે . આયોજિત ચતુર્વિધ સંઘના સંમેલનમાં આર્ય બલિસ્સહ આદિ જિનકલ્પીઓ સમાન ૨૦૦ શ્રમણો, આર્ય સુસ્થિત આદિ ૩૦૦ સ્થવિરકલ્પી સાધુઓ, આર્યા પોયણી આદિ ૩૦૦ શ્રમણીઓ, ભિક્ષુરાજ, સવંદ, ચૂર્ણક, સેલક વગેરે ૭૦૦ શ્રાવકો અને પૂર્ણમિત્રા (ખારવેલીની મહારાણી) આદિ ૭૦૦ શ્રાવિકાઓએ ભાગ લીધો. ભિખુરાયની વિનંતીથી એ સ્થવિર શ્રમણો અને શ્રમણીઓએ અવશિષ્ટ જિનપ્રવચનને સર્વસંમત રૂપમાં ભોજપત્ર, તાડપત્ર, વલ્કલ વગેરે ઉપર લખ્યા અને એ રીતે તેઓ સુધર્મા દ્વારા રચેલા દ્વાદશાંગીના રક્ષણહાર બન્યા. બૌદ્ધો અને જૈનો પર અત્યાચાર ગુજારનાર પુષ્યમિત્ર પર ખારવેલે પોતાના રાજ્યકાળના આઠમા વર્ષમાં (વી. નિ. સ. ૩૨૪માં) પહેલા ચઢાઈ કરી તથા રાજ્યકાળના ૧૨મા વર્ષમાં (વી. નિ. સં. ૩૨૮માં) બીજી વાર પુષ્યમિત્રને પરાજિત કર્યો. એનાથી એવું સાબિત થાય છે કે ખારવેલ વી. નિ. સં. ૩૧૬માં કલિંગના રાજસિંહાસન પર બેઠા. - તત્કાલીન ઐતિહાસિક ઘટનાઓથી એવું સિદ્ધ થાય છે કે ખારવેલનો જન્મ વી. નિ. સં. ર૯૨માં, યુવરાજપદ ૩૦૭માં અને | ૨૧૬ ઉ6969696969696969690 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #226 -------------------------------------------------------------------------- ________________ રાજ્યાભિષેક ૩૧૬માં તેમજ દેહાવસાન વી. નિ. સં. ૩૨૯માં થયું. હાથીગુફાના શિલાલેખ ખારવેલના અવસાનનાં ૫૦ વર્ષ પછી વી. નિ. સં. ૩૭૯ (ઈ.સ. પૂ. ૧૪૮)માં કોતરાવવામાં આવ્યા. (પુષ્યમિત્ર શુંગ) આર્ય બલિસ્સહના આચાર્યકાળમાં પુષ્યમિત્ર શુંગનો પણ રાજ્યકાળ રહ્યો. વી. નિ. સં. ૩૨૩માં અંતિમ મૌર્યરાજા બૃહદ્રથની હત્યા કરી પુષ્યમિત્ર પાટલિપુત્રની રાજગાદી પર બેઠો. એનું અપરનામ બૃહસ્પતિ- મિત્ર હતું. પુષ્યમિત્રનો શાસનસમય મગધ રાજ્યમાં જૈન તેમજ બૌદ્ધોના અપકર્ષનો અને વૈદિક કર્મકાંડના ઉત્કર્ષનો સમય રહ્યો. વી. નિ. સં. ૩૨૩માં પાટલિપુત્રના રાજસિંહાસનને તફડાવતા જ પુષ્યમિત્રએ બૌદ્ધો અને જૈનો પર જુલમ કરવાનો શરૂ કરી દીધો અને એની સૂચના મળતા જ ખારવેલે વી.નિ. સં. ૩૨૪માં પુષ્યમિત્ર ઉપર પહેલી ચઢાઈ કરી દીધી. પાછળથી વી. નિ. સં. ૩૨૮માં બીજી વાર એને પરાસ્ત કર્યો. આર્ય બલિસ્સહ અને કલિંગનરેશના દેહાવસાન પછી આર્ય ગુણસુંદર (યુગપ્રધાનાચાય) અને આર્ય સુસ્થિત-સુપ્રતિબુદ્ધ(ગણાચાર્ય)ના આચાર્યકાળમાં મગધના જૈન ધર્માવલંબીઓને જેનોના પ્રબળ વિરોધીપુષ્યમિત્રના રાજ્યકાળમાં અનેક કઠણાઈઓનો સામનો કરવો પડ્યો. (બારમા વાચનાચાર્ય આર્ય સ્વાતિ) (અનુમાને આચાર્યકાળ વી. નિ. સં. ૩૨૯ થી ૩૩૫) આચાર્ય બલિસ્સહ પછી આર્ય સ્વાતિ આચાર્ય થયા. આર્ય સ્વાતિનો જન્મ હારીત-ગોત્રીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. આર્ય બલિસ્સહનો ત્યાગસભર ઉપદેશ સાંભળી એમને સંસાર અસાર લાગતા વૈરાગ્યભાવ જાગ્યો. એમણે યુવાનવયમાં જ આચાર્યશ્રીનાં ચરણોમાં શ્રમણદીક્ષા સ્વીકારી. દીક્ષિત થયા પછી આર્ય સ્વાતિએ ગુરુની સેવામાં રહીને નિષ્ઠાપૂર્વક અનુક્રમે એકાદશાંગી અને દશપૂર્વોનો સમ્યકરૂપે અભ્યાસ કર્યો. ઇતિહાસકારોએ આર્ય સ્વાતિને વાચક ઉમાસ્વાતિથી જુદા માન્યા છે. સંભવ છે કે નામના સરખાપણાને લીધે પટ્ટાવલીકારે બંનેને એક જ માની લીધા હોય. વિ. નિ. સં. ૩૩૫માં તેઓ સ્વર્ગે સિધાવ્યા. એમના વાચનાચાર્યકાળમાં આર્ય ગુણસુંદર યુગપ્રધાનાચાર્ય અને આર્ય સુસ્થિત-સુપ્રતિબદ્ધ ગણાચાર્ય રહ્યા. જિન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૨) 2999999999ceed ૨૧૦] Page #227 -------------------------------------------------------------------------- ________________ 'ચામાચાર્ય (કાલકાયાટ્ય પ્રથમ) જન્મ : વી. નિ. સં. ૨૮૦ દીક્ષા : વી. નિ. સં. ૩00 વાચનાચાર્ય/યુગપ્રધાનાચાર્ય : વી. નિ. સં. ૩૩૫ સ્વર્ગગમન : વી. નિ. સં. ૩૭૬ ગૃહસ્થપર્યાય : ૨૦ વર્ષ સામાન્ય સાધુપર્યાય, : ૩૫ વર્ષ આચાર્યકાળ : ૪૧ વર્ષ કુલ આયુષ્ય : ૯૬ વર્ષ નંદી સૂત્રની સ્થવિરાવલી'માં વાચનાચાર્ય સ્વાતિ પછી અનુક્રમે એમના જ શિષ્ય આર્ય શ્યામાચાર્યને તેરમા વાચનાચાર્ય માનવામાં આવ્યા છે. પ્રભાવક ચરિત્ર” તેમજ “કાલકાચાર્ય પ્રબંધ'માં શ્યામાચાર્યને આચાર્ય ગુણાકર પછીના બારમા યુગપ્રધાનાચાર્ય બતાવાયા છે. શ્યામાચાર્ય પોતાના સમયના દ્રવ્યાનુયોગના પ્રકાંડ વિદ્વાન હતા. નિગોદના વિશિષ્ટ વ્યાખ્યાનકારના રૂપમાં તેઓ વિખ્યાત થયા છે. શ્યામાચાર્ય પન્નવણા સૂત્ર'ના પણ રચનાકાર છે. આ સૂત્ર ૩૬ પ્રકરણોમાં વિદ્યમાન છે. જીવાજીવાદિ સમસ્ત પદાર્થોના પ્રસ્તુતીકરણની દૃષ્ટિથી આ શાસ્ત્રને તત્ત્વજ્ઞાનનો અનુપમ ભંડાર કહી શકાય છે. જૈનદર્શનના ગહન તત્ત્વજ્ઞાનને સમજવા માટે આ સૂત્રનું અધ્યયન ઘણું મદદગાર માનવામાં આવ્યું છે. શ્યામાચાર્યને કાલકાચાર્ય(પ્રથમ)ના નામથી પણ ઓળખવામાં આવે છે. થોડા-થોડા સમયના અંતરે કાલભાચાર્ય નામવાળા ચાર આચાર્યો થયા. (આર્ય શ્યામના આચાર્યકાળની રાજનૈતિક ને ધાર્મિક સ્થિતિ) તેરમા વાચનાચાર્ય અને બારમા યુગપ્રધાનાચાર્ય આમ બેવડાં પદોને શોભાવનારા આર્ય શ્યામના આચાર્યકાળમાં પુષ્યમિત્રએ વૈદિક ધર્મને રાજ્યાશ્રય આપ્યો, પરિણામે વૈદિક કર્મકાંડોનું પ્રભુત્વ વધ્યું. પુષ્યમિત્રે આશરે વી. નિ. સં. ૩૩૦ થી ૩૪૦ની વચ્ચેના ગાળામાં અશ્વમેધ યજ્ઞ કર્યો. ગ્રીક ઇતિહાસવિદો અનુસાર પુષ્યમિત્ર વડે કરાયેલા આ યજ્ઞનો સમય વી. નિ. સં. ૩૪૭ (ઈ.સ. પૂ. ૧૭૦)ની આજુબાજુનો રહેલો છે. ૨૧૮ 9696969696969696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #228 -------------------------------------------------------------------------- ________________ પુષ્યમિત્રએ કરેલા અશ્વમેધ યજ્ઞની સાથે જ દેશમાં યજ્ઞોની એક લહેર પ્રસરી ગઈ. દેશનાં વિભિન્ન ક્ષેત્રોમાં નાના-મોટા અનેક યજ્ઞ થવા લાગ્યા. આ જ કારણે શુંગોના રાજ્યકાળમાં યત્ર-તત્ર-સર્વત્ર અનેક યજ્ઞ કરવામાં આવ્યાના શિલાલેખ જોવા મળે છે. - આર્ય બલિસ્સહના વાચનાચાર્યકાળમાં શુંગોને શાસનકાળ વિ. નિ. સં. ૩૨૩માં શરૂ થયો. વિ. નિ. સં. ૩૫૩માં પુષ્યમિત્ર શુંગના નિધન પછી એનો પુત્ર અગ્નિમિત્ર શુંગ મગધની રાજગાદી પર બેઠો. આ વંશના અન્ય રાજાઓ અને એમના રાજ્યકાળનો જૈન સાહિત્યમાં વિશેષ પરિચય મળતો નથી. પુરાણ ગ્રંથોમાં શુંગવંશના રાજાઓ અને એમના રાજ્યકાળના નિમ્નલિખિત ઉલ્લેખ ઉપલબ્ધ થાય છે : (૧) પુષ્યમિત્ર ૩૬ વર્ષ (૬) પુલિંદક ૦૩ વર્ષ (૨) અગ્નિમિત્ર ૦૮ વર્ષ (૭) ઘોષ ૦૩ વર્ષ (૩) વસુયેષ્ઠ ૦૭ વર્ષ (૮) વજમિત્ર ૦૧ વર્ષ (૪) વસુમિત્ર ૧૦ વર્ષ (૯) ભાગવત ૩૨ વર્ષ (૫) ભદ ૦૨ વર્ષ (૧૦) દેવભૂતિ ૧૦ વર્ષ શુંગવંશી રાજાઓના રાજ્યકાળ ઉપર ધ્યાનપૂર્વક નજર નાંખતા એવું માલુમ પડે છે. કે - “આ વંશના ૯મા રાજા ભાગવત સિવાય બીજા કોઈ પણ રાજાનું રાજ્ય સુદૃઢ અને શાંતિપૂર્વક રહ્યું ન હતું. પમાંથી લઈ ૮માં સુધીને ચાર શુંગવંશી રાજાઓનો રાજ્યકાળ તો એક પ્રકારે નગણ્ય જ રહ્યો.' આ વંશના શાસનકાળમાં ધાર્મિક અસહિષ્ણુતા એની ચરમતાએ આવી પહોંચી હતી. પુષ્યમિત્ર વડે બૌદ્ધ ભિક્ષુઓનો થયેલો નરસંહાર એનું પ્રમાણ છે. . (ગણાચાર્ય આર્ય ઇન્દ્રદિm) આર્ય સુહસ્તિીની પરંપરામાં આર્ય સુસ્થિત-સુપ્રતિબુદ્ધના સ્વર્ગારોહણ પછી વિ. નિ. સં. ૩૩૯માં કૌશિક-ગોત્રીય આર્ય ઈન્દ્રદિન્ન ગણાચાર્ય નિયુક્ત કરવામાં આવ્યા. એમના સંબંધમાં આના સિવાય બીજી કોઈ જાણકારી મળતી નથી. એમના ગણાચાર્યકાળમાં એમના ગુરુભાઈ આર્ય પ્રિયગ્રંથ ઘણા જ મંત્રવાદી પ્રભાવક શ્રમણ બતાવવામાં આવ્યા છે. આર્ય ઇન્દ્રદિન પછી આર્ય દિન્ન ગણાચાર્ય થયા. તે ગૌતમ-ગોત્રીય બ્રાહ્મણ હતા. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) છ99999999990 ૨૧૯ ] Page #229 -------------------------------------------------------------------------- ________________ | યુગપ્રધાનાયાર્ય આર્ય શાંડિલ્ય જન્મ : વી. નિ. સં. ૩૦૬ દીક્ષા : વી. નિ. સં. ૩૨૮ આચાર્યપદ : વિ. નિ. સં. ૩૭૬ સ્વર્ગારોહણ : વી. નિ. સં. ૪૧૪ ગૃહસ્થપર્યાયઃ ૨૨ વર્ષ સામાન્ય સાધુપર્યાયઃ ૪૮ વર્ષ આચાર્યપર્યાય : ૩૮ વર્ષ કુલ આયુષ્ય : ૧૦૮ વર્ષ શ્યામાચાર્ય પછી કૌશિક-ગોત્રીય આર્ય શાંડિલ્ય ચૌદમા વાચનાચાર્ય અને તેરમા યુગપ્રધાનાચાર્ય બન્યા. એમને કંદિલાચાર્ય પણ કહેવામાં આવે છે. ઓથાર્ય દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે “વંદે કોસિયગોત સાંડિલ્લે અજજીયધર' આ પદથી કૌશિક-ગોત્રીય શાંડિલ્યને પ્રણામ કર્યા છે. ગાથામાં પ્રયોજેલા “અજયધરથી સ્પષ્ટ થાય છે કે આચાર્ય શાંડિલ્ય જીતવ્યવહાર પ્રત્યે ઘણા અધિક નિષ્ઠાવાન હતા. તપાગચ્છ પદાવલીમાં એમને “જીતમર્યાદા' નામના શાસ્ત્ર રચયિતા બતાવવામાં આવ્યા છે. એવું અનુમાન લગાવવામાં આવે છે કે આચાર્ય વૃદ્ધચારી એમના શિષ્ય હતા. આચાર્ય શાંડિલ્યથી શાંડિલ્યગચ્છ નીકળ્યો, જે આગળ જતા ચંદ્રગચ્છમાં સમાઈ ગયો. વી. નિ. સં. ૩૭૬ થી ૪૧૪ સુધી આર્ય શાંડિલ્ય વાચનાચાર્યપદની સાથોસાથ યુગપ્રધાનાચાર્યના પદે પણ રહ્યા. તે રીતે તેઓ વાચકવંશ પરંપરાના ચૌદમા આચાર્ય અને યુગપ્રધાનાચાર્ય પરંપરાના તેરમાં આચાર્ય રહ્યા. | ૨૨૦ ઉ99999999999] જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)| Page #230 -------------------------------------------------------------------------- ________________ (વાચનાચાર્ય આર્ય સમુદ્ર) આર્ય સમુદ્ર આર્ય શાંડિલ્ય પછીના વી. નિ. સં. ૪૧૪માં પંદરમાં વાચનાચાર્ય બન્યા. આચાર્ય દેવવાચકના અનુસાર તેઓ તત્ત્વજ્ઞાની, ક્ષેત્ર વિભાગ(દ્વીપ-સમુદ્ર)ના વિશિષ્ટ જ્ઞાતા અને ભૂગોળના વિશેષજ્ઞ હતા. એમને ઉપદેશ પરમ પ્રભાવશાળી હતો. એમનું વિચરણ દૂર-સુદૂરનાં ક્ષેત્રોમાં પણ રહેતું હતું. પ્રતિકૂળ સંજોગોમાં પણ એમનું મન લેશમાત્ર પણ ક્ષુબ્ધ થતું ન હતું. આર્ય મંગુ જેવા વિવિધ વિદ્યાઓના જાણકાર મુનિ એમના જ શિષ્ય હતા. જીવનનાં છેલ્લાં વર્ષોમાં આર્ય સમુદ્રના પગોમાં જોર ન રહેતા અશક્ત થઈ તેઓ વિહાર કરવા માટે સમર્થ ન રહ્યા. લગભગ ૪૦ વર્ષ સુધી આચાર્યપદ પર વિરાજીને વીરશાસનની સેવા કર્યા બાદ વી. નિ. સં. ૪૫૪માં એમણે જીવનલીલા સંકેલી લઈ ઈહલોકમાંથી પરલોકગમન કર્યું. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 969696969696969696969૭ ૨૨૧ Page #231 -------------------------------------------------------------------------- ________________ 'કાલકાયા (દ્વિતીય) આર્ય સમુદ્રના આચાર્યકાળના અંતિમ સમયમાં તેમજ પ્રથમ કાલભાચાર્યથી લગભગ એક સદી પછી વી. નિર્વાણની પાંચમી સદીમાં દ્વિતીય કાલકાચાર્ય થયા. ધારાવાસના રાજા વૈરસિંહ અને રાણી સુરસુંદરીના પુત્રનું નામ કલક અને પુત્રીનું નામ સરસ્વતી હતું. બંને ભાઈ-બહેનમાં એટલી ભારે પ્રીતિ હતી કે બંને હંમેશાં સાથે જ રહેતાં હતાં. કોઈ એક વખતે નગરની બહાર બગીચામાં એક જૈનમુનિ ધમપદેશ આપી રહ્યા હતા, ત્યારે કાલક અને સરસ્વતી ત્યાં ગયાં અને એમનો ઉપદેશ સાંભળ્યો. તો એ સાંભળતાંની સાથે જ બંનેના મનમાં વૈરાગ્યનો દીપક પ્રગટી ઊઠ્યો, અને માતા-પિતા પાસે પરવાનગી માંગીને બંનેએ જૈનમુનિ પાસે શ્રમણદીક્ષા સ્વીકારી. - આર્ય કાલકે ટૂંક સમયમાં જ ગુરુ પાસેથી શાસ્ત્રાભ્યાસ કરીને વી. નિ. સં. ૪પ૩માં આચાર્યપદ મેળવ્યું. કાલકાચાર્ય એમના સમયના એક લબ્ધપ્રતિષ્ઠ વિદ્વાન હતા. પણ કહેવામાં આવે છે કે એમની વડે દીક્ષિત કરાયેલા એમના શિષ્યો એમની પાસે વધુ સમય સુધી ટકી શકતા ન હતા. એમણે એમના મુહૂર્તજ્ઞાનની ખામી સમજીને એમણે વિશિષ્ટ મુહૂર્તજ્ઞાન માટે આજીવકો પાસે નિમિત્તજ્ઞાનનો અભ્યાસ કર્યો. આ રીતે આચાર્ય કાલક જેનામો સિવાય જ્યોતિષ અને નિમિત્ત. વિદ્યાના પણ ખાસ જાણકાર બન્યા. એક વખત આર્ય કાલક એમના શ્રમણ સંઘની સાથે વિહાર કરતા-કરતા ઉજ્જૈનમાં ગયા. નગરની બહાર બગીચામાં આર્યના દર્શન માટે અન્ય શ્રમણીઓની સાથે આવેલી સાધ્વી સરસ્વતીને રાજા ગર્દભિલ્લે રસ્તામાં જોઈ, એના અવર્ણનીય રૂપસૌંદર્યથી મુગ્ધ થઈ રાજાએ એમના રાજપુરુષો દ્વારા સાધ્વી સરસ્વતીનું અપહરણ કરાવી પોતાના અંતઃપુરમાં મોકલી દીધી. ગર્દભિલ્લના આ ઘોર અનાચારપૂર્ણ પાપની ખબર પડતાં જ આર્ય કાલક અને ઉજ્જૈનના સંઘે રાજાને સમજાવવાનો યથાશક્ય પૂરો પ્રયત્ન કર્યો, પણ એ કામાંધે સાધ્વી સરસ્વતીને પરત કરી નહિ. એથી ક્રોધે ભરાઈને આચાર્ય કાલકે ગર્દભિલ્લને રાજ્યમાંથી હાંકી કાઢવાની પ્રતિજ્ઞા લીધી. ૨૨૨ 9િ9999999999જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૨) Page #232 -------------------------------------------------------------------------- ________________ ભવિષ્યમાં આવનારા સંકટથી ગર્દભિલ્લ ક્યાંક સાવધાન ન થઈ જાય, આ દૃષ્ટિથી દૂરદર્શી આચાર્ય કાલક ગાંડાની જેમ ઉજ્જૈનના . રાજમાર્ગો તેમજ ચાર રસ્તાઓ ઉપર ફાવેતેમ નકામો લવારો કરતાકરતા ભટકતા રહ્યા. જ્યારે એમણે જોયું કે ગઈભિલ્લને એમના ગાંડા થઈ જવાનો પૂરેપૂરો વિશ્વાસ થઈ ગયો છે, તો તેઓ ઉજ્જૈનમાંથી જતા રહ્યા. તે વખતે ભરોંચમાં રાજા બલમિત્ર અને ભાનુમિત્ર નામના ભાઈઓનું રાજ તપતું હતું. તેઓ સાધ્વી સરસ્વતી અને આર્ય કાલકના બહેનના પુત્રો હતા. પોતાની બહેનને છોડાવવા તેમજ ગર્દભિલ્લને રાજ્યપદથી પદભ્રષ્ટ કરવા માટે પોતાના ભાણેજ બલમિત્ર સિવાય શકોની પણ મદદ લીધી. ત્યાર બાદ શકો અને બલમિત્ર, ભાનુમિત્રની સેનાઓએ એકસાથે જ ઉજ્જૈન ઉપર આક્રમણ કરી ગઈભિલ્લને હરાવીને સાધ્વી સરસ્વતીને મુક્ત કરાવી. . જે શકરાજને ત્યાં આર્ય કાલક રોકાયા હતા, એને ઉજ્જૈનની રાજગાદી પર બેસાડવામાં આવ્યો. એનાથી શકવંશ વિખ્યાત થયો. આ રીતે વી. નિ. સં. ૪૬૬માં ઉજ્જૈન ઉપર થોડા સમય માટે શકોનું શાસન પ્રસ્થાપિત થયું. - આર્ય કાલકે સંઘ, સત્ય અને ન્યાયની રક્ષા માટે આરંભેલા આ પાપના સમૂળગા પ્રાયશ્ચિત્ત માટે શુદ્ધિ કરી અને એમની બહેન સરસ્વતીને પણ ફરીવાર દીક્ષિત કરી સંયમમાર્ગ સ્થાપિત કરી. તાપૂર્વક સંયમ સાધીને તેઓ ફરી જિનશાસનની સેવામાં નિરત થઈ ગયા. એમણે જૈન ધર્મના પ્રચાર-પ્રસાર માધ્યમે અનેક ભવ્યજીવોનો ઉદ્ધાર કર્યો. તો આ તરફ, શક રાજાઓને પારસ્પરિક વૈમનસ્યને લીધે ઉજ્જૈનમાં શકોનું રાજ્ય ધીમે-ધીમે સામર્થ્ય ગુમાવવા લાગ્યું. ૪ વર્ષ પણ થયા ન હતા કે વિક્રમાદિત્યએ એક શકિતશાળી સેના સાથે વિ. નિ. સં. ૪૭૦માં ઉજ્જૈનના શકરાજા પર ભીષણ આક્રમણ કરી આધિપત્ય જમાવ્યું. એ જ વર્ષે એટલે કે વી. નિ. સ. ૪૭૦માં ઉજ્જૈનના રાજસિંહાસન પર આરૂઢ થતાં જ વિક્રમાદિત્યએ પોતાના નામનો સંવત્સર કાર્યરત કર્યો. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 393969696969696969૭ ૨૨૩ | Page #233 -------------------------------------------------------------------------- ________________ (પાંચમના સ્થાને ચોથના દિવસે સંવત્સરી) આર્ય કાલકે પાંચમની જગ્યાએ ચોથના રોજ પર્યુષણ પર્વની આરાધના પ્રચલિત કરી. “નિશીથચૂર્ણિ” પ્રમાણે એકવાર આર્ય કાલક ભડોંચ ગયા હતા અને ત્યાં વર્ષાવાસ કર્યો. એ સમયે ત્યાં બલમિત્રનું રાજ્ય હતું અને એમના અનુજ ભાનુમિત્ર યુવરાજ હતા. બલમિત્ર-ભાનુમિત્રની “ભાનુશ્રી' નામની એક બહેન હતી. એનો પુત્ર બલભાનુ સ્વભાવે ઘણો જ સરળ અને વિનમ્ર હતો. તે સાધુસાધ્વીઓ પ્રત્યે ભારે શ્રદ્ધાળુ હતો. સંજોગવશાત્ કાલકાચાર્યનો ઉપદેશ સાંભળીને તે પ્રતિબદ્ધ થઈ ગયો અને સંસારથી વિરક્ત થઈ એમની પાસે દીક્ષિત થઈ ગયો. આ ઘટનાથી બલમિત્ર અને ભાનુમિત્રે રિસાઈને કાલકાચાર્યને વર્ષાકાળમાં જ ભંડોચથી વિહાર કરી અન્ય સ્થાને જવા માટે વિવશ કરી દીધા. પ્રશાસન તરફથી ઉત્પન્ન થયેલ પ્રતિકૂળ સંજોગોમાં આચાર્ય કાલકે પોતાના શિષ્યસમૂહ સાથે ભંડોચથી પ્રતિષ્ઠાનપુર તરફ પ્રયાણ કર્યું અને પ્રતિષ્ઠાનપુરના શ્રમણસંઘને સંદેશો મોકલ્યો કે - “તેઓ પર્યુષણ પહેલાં જ પ્રતિષ્ઠાનપુરમાં આવી રહ્યા છે. આથી પર્વની આરાધના સંબંધી આવશ્યક કાર્યક્રમ એમને ત્યાં પહોંચ્યા પછી જ નક્કી કરવામાં આવશે.” પ્રતિષ્ઠાનપુરના રાજા સાતવાહન જૈન ધર્મમાં આસ્થાવાન તેમજ શ્રદ્ધાળુ શ્રમણોપાસક હતો. તે ત્યાંના સંઘ, રાજન્યવર્ગ, મૃત્યગણ, પરિજન અને પ્રતિષ્ઠિત પુરવાસીઓની સાથે સ્વાગત માટે આચાર્યશ્રીની સામે ગયો અને સાદર આનંદ વ્યક્ત કરી કાલભાચાર્યનો નગરપ્રવેશ કરાવ્યો. નગરમાં આવ્યા પછી કાલકાચાર્યએ સંઘની સામે કહ્યું કે - “ભાદ્રપદ શુક્લ પંચમીએ સામૂહિકરૂપે પર્યુષણની પર્વારાધના કરવામાં આવે.” શ્રમણોપાસક સંઘે આચાર્યના આ નિર્દેશને સ્વીકાર્યો, પણ એ જ વખતે રાજા સાતવાહને કહ્યું : “ભગવન્! પંચમીના દિવસે લોક પરંપરા પ્રમાણે મારે ઇન્દ્ર મહોત્સવમાં જોડાવું પડશે. આ સંજોગમાં જો પાંચમના દિવસે પર્યાધાન કરવામાં આવ્યું તો હું સાધુવંદન, ધર્મશ્રવણ અને ૨૨૪ 969696969696969696969Sજન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #234 -------------------------------------------------------------------------- ________________ સુચારુરૂપ પર્વારાધનાથી વંચિત રહી જઈશ, માટે છઠ્ઠના દિવસે પર્વારાધના કરવામાં આવે તો સારું રહેશે.” આચાર્યએ કહ્યું: “પર્વતિથિનું અતિક્રમણ તો નથી થઈ શકતું.” રાજા સાતવાહને કહ્યું : “આવા સંજોગમાં એક દિવસ પહેલા આગળ પર્વારાધના કરી લેવામાં આવે તો શું નુકસાન થવાનું ?” પોતાની સંમતિ દર્શાવતા કાલકાચાર્યએ કહ્યું: “વારુ ત્યારે, એવું થઈ શકે છે.” આ રીતે પ્રભાવશાળી હોવાના લીધે કાલકાચાર્યએ દેશ-કાળ આદિની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ભાદ્રપદ શુક્લ ચતુર્થીએ પર્યુષણ (સંવત્સરી) પર્વારાધન પ્રારંભ કર્યું. (કાલકાચાર્ય (દ્વિતીય) સ્વર્ણભૂમિમાં) પોતાના જીવનના આખરના પડાવમાં એક વખત કાલક આચાર્ય (દ્વિતીય) એમના સુવિશાળ શિષ્ય પરિવારની સાથે ઉજ્જૈનમાં વિચરી રહ્યા હતા. વૃદ્ધાવસ્થા હોવા છતાં પણ તેઓ એમના શિષ્ય-સમૂહને આગમ-વાચના આપવા માટે હંમેશાં તત્પર રહેતા હતા. એ જ દિવસોમાં આર્ય કાલકના પ્રશિષ્ય સુત્રાર્થજ્ઞાતા આર્ય સાગર સ્વર્ણભૂમિમાં વિચરણ કરી રહ્યા હતા. પોતાના અંગત શિષ્યોમાં આગમોના અધ્યયન પ્રત્યે જોઈએ એટલી રૂચિ અને તત્પરતાનો અભાવ જોઈ આચાર્ય એક દિવસ ઘણા ખિન્ન થયા. તેઓ વિચારવા લાગ્યા - “આ મારા શિષ્યો મનોયોગથી અનુયોગ શ્રવણ નથી કરી રહ્યા (મનથી ન કરવું), આવી સ્થિતિમાં એમની વચ્ચે રોકાવાથી શો ફાયદો ? મારે એવી જગ્યાએ જ રહેવું જોઈએ જ્યાં અનુયોગોની પ્રવૃત્તિ સારી રીતે થતી હોય. શક્ય છે, મારા બીજે ક્યાંક જતા રહેવાથી શિષ્યો પણ શરમના માર્યા અનુયોગ ધારણ કરવા માટે ઉત્સાહિત થઈ જાય.” આમ વિચારી આર્ય કાલકે શય્યાતરને કહ્યું: “હું સ્વર્ણભૂમિ તરફ જઈ રહ્યો છું, તું મારા શિષ્યોને એમ આસાનીથી આ વાત જણાવીશ નહિ. જ્યારે તેઓ ખૂબ જ આગ્રહ કરે તો કહી દેજે કે – “આચાર્ય સ્વર્ણભૂમિમાં સાગર પાસે ગયા છે.” જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 2629999999999 ૨૨૫] Page #235 -------------------------------------------------------------------------- ________________ આમ શય્યાતરને જણાવી રાતના સમયે શિષ્યોના જાગવા પહેલાં જ કાલકાચાર્ય સ્વર્ણભૂમિ તરફ પ્રયાણ કરી ગયા અને સ્વર્ણભૂમિમાં જઈ સાગરના ગચ્છમાં સામેલ થઈ ગયા. આર્ય સાગરે પણ - “આ કોઈ ખંત છે' એમ સમજી ઉપેક્ષાથી અત્થાનાદિ કર્યું નહિ. અર્થ-પૌરુષીના સમયે તત્ત્વોનું વ્યાખ્યાન આપતી વખતે નવા આવેલા આગંતુક વૃદ્ધ સાધુ(કાલકાચાય)ને પૂછ્યું: “ખંત ! શું તમે આ બધું સમજો છો ?” આચાર્યએ જવાબ આપ્યો : “હા.” સાગરે ગર્વભર્યા સ્વરમાં તો પછી સાંભળો એમ કહીને અનુયોગ શરૂ કર્યો. આ તરફ ઉજ્જૈનમાં રહેલા શિષ્યોએ જ્યારે આચાર્યને ન જોયા અને બધી બાજુ શોધી વળવા છતાં પણ એમનો પત્તો ન લાગતા શય્યાતરને પૂછ્યું. શય્યાતરે કહ્યું: “જ્યારે તમારા આચાર્યએ તમને લોકોને પણ નથી જણાવ્યું તો પછી મને કેવી રીતે જણાવતા.” પોતાના આચાર્યની આ રીતની અચાનક ગેરહાજરીથી ચિંતાતુર થયેલા શિષ્યોએ વારંવાર અતિ આગ્રહથી પૂછ્યું તો શય્યાતરે કહ્યું : “આગમોના અધ્યયનમાં તમારા લોકોની મંદ-પ્રવૃત્તિને જોઈને આચાર્ય ઘણા દુઃખી થયા છે. માટે તેઓ આર્ય સાગર પાસે સ્વર્ણભૂમિમાં જતા રહ્યા છે.” આમ કહી શય્યાતરે અધ્યયન પ્રત્યે ઘોર ઉપેક્ષા માટે એ શિષ્યોની કડવા શબ્દોમાં ટીકા કરી. (ઝાટકણી કાઢી). એનાથી શરમિંદા થઈ શિષ્યો પણ એ જ સમયે સ્વર્ણભૂમિ તરફ નીકળી પડ્યા. રસ્તામાં જ્યારે લોકો પૂછતા કે - “આ કોણ આચાર્ય જઈ રહ્યા છે?” તો તેઓ જવાબ આપતા “આચાર્ય કાલકા” આ રીતે આ સૂચના વાયુવેગે સ્વર્ણભૂમિમાં સર્વત્ર ફેલાઈ ગઈ અને લોકોએ સાગરને કહ્યું: “બહુશ્રુત અને બહોળા પરિવારવાળા આચાર્ય કાલક અહીં પધારી રહ્યા છે.” ૨૨૬ 9િ696969696969696969ણ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #236 -------------------------------------------------------------------------- ________________ આ સાંભળી આર્ય સાગર ઘણા ખુશ થયા અને એમના શિષ્યોને કહેવા લાગ્યા : “મારા શ્રદ્ધેય દાદાગુરુ આવી રહ્યા છે. એમને હું કેટલીક જાણવાયોગ્ય જ્ઞાતવ્ય વાતો પૂછીશ.” સાગર એમના અનેક શિષ્યોને સાથે લઈને એ યુગના મહાન આચાર્ય પોતાના દાદાગુરુ આર્ય કાલકના આદરસત્કાર માટે સામેથી ગયા. આવેલા શિષ્ય-સમૂહે પૂછ્યું: “શું અહીં આચાર્ય આવ્યા છે?” એમણે ઉત્તર આપ્યો : “નહિ, એક અન્ય ખંત તો આવેલા છે.” ઉપાશ્રયમાં જઈને ઉર્જનથી આવેલા સાધુ-સમૂહે જ્યારે ભાવવિભોર થઈ અસીમ શ્રદ્ધાથી આચાર્યનાં ચરણોમાં વંદન કર્યા, ત્યારે આર્ય સાગરને ખબર પડી કે આ ખંત એમના દાદાગુરુ આચાર્ય આર્ય કાલક છે. તેઓ શરમના માર્યા નીચું જોઈ ગયા. તેઓ પશ્ચાત્તાપ કરતા કહેવા લાગ્યા : “અહો! હું ઘણું બોલ્યો! પ્રલાપ કર્યો અને ક્ષમાશ્રમણથી નમન પણ કરાવ્યું.” ત્યાર બાદ અશાતનાની શુદ્ધિ માટે આર્ય સાગરે અપરાદ્ધમાં મિથ્યાદુષ્કર્મ કર્યું અને આચાર્યનાં ચરણોમાં શીષ ઝુકાવી વિનમ્રભાવે પૂછ્યું: “ક્ષમાશ્રમણ હું કેવો અનુયોગ કરું છું?” - આચાર્યે કહ્યું: સારુ છે, પણ ક્યારેય ભૂલથી પણ ગર્વ ન કરીશ.” આર્ય કાલકે મુઠ્ઠીમાં ધૂળ લઈને એક જગ્યાએ મૂકી. એને ફરી ઊંચકી-ઊંચકીને વારાફરતી ત્રણેય જગ્યાઓ પર મૂકી અને સમાજને દેખાડ્યું કે જે રીતે આ ધૂળનું પ્રમાણ માપ એક જગ્યાએ નાંખ્યા - મૂક્યા પછી ત્યાંથી બીજી, ત્રીજી વગેરે જગ્યાઓએ મૂકવા અને ઊંચકવાથી નિરંતર ઓછી થતી જાય છે, એ જ રીતે અર્થ પણ તીર્થકરોથી ગણધરોને, ગણધરોથી આપણા પૂર્વવર્તી અનેક આચાર્યઉપાધ્યાયોને પરંપરાથી મળ્યો છે. આ રીતે એક સ્થળેથી બીજા સ્થળે આવતા-આવતા આ અર્થના કેટલાયે પર્યાય નીકળી ગયા છે, છૂટી ગયા છે, વિલીન થઈ ગયા છે, એની કલ્પના સુધ્ધાં કરવી મુશ્કેલ છે. અતઃ જ્ઞાનના સંબંધમાં ક્યારેય ગર્વ-ઘમંડ કરવો ઉચિત નથી.” આમ આચાર્ય કાલકે એમના પ્રશિષ્ય સાગરને પ્રતિબુદ્ધ કર્યા. (પ્રશિષ્ય એટલે શિષ્યનો શિષ્ય) એક માન્યતા અનુસાર દ્વિતીય કાલકાચાર્યની પરંપરામાંથી શાંડિલ્ય ગચ્છ નીકળ્યો. જિન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૨) 999999999999 ૨૨૦ | Page #237 -------------------------------------------------------------------------- ________________ | આચાર્ય વૃદ્ધવાદી અને સિદ્ધસેન ] વિક્રમની પહેલી સદીના આચાર્યોમાં વૃદ્ધવાદીનું એક ખાસ સ્થાન છે. તેઓ સિદ્ધસેનના ગુરુ અને અત્યંત પ્રભાવશાળી, દઢ સંકલ્પવાન તેમજ સમયજ્ઞ સંત હતા. ગૌડદેશના કૌશલ ગામમાં એમનો જન્મ થયો. તેઓનું જન્મ-સમયનું નામ મુકુંદ હતું. વિદ્યાધર વંશના આચાર્ય સ્કંદિલસૂરિના ઉપદેશથી વૈરાગ્ય પામી મુકુંદે એમની પાસે શ્રમણદીક્ષા અંગીકાર કરી. જૈફવયે દીક્ષિત થવા છતાં પણ તેઓ જ્ઞાનાધ્યયનના ઘણા રસિયા હતા. તેઓ જ્ઞાનની પિપાસા ધરાવી દિવસ-રાત ઘણી લગનીથી વિદ્યાભ્યાસ કરતા. ઉચ્ચ સ્વરે અભ્યાસ કરતા રહેવાના લીધે અન્ય સાધુઓને અડચણ આવવા લાગી, તેથી એમણે એમને સવારે જલદી ઊઠી પઠન કરવાની મનાઈ કરી. બીજા સાધુઓના વખતોવખત આ રીતે અભ્યાસ કરવાની ના પાડવા છતાં પણ જ્ઞાનપ્રાપ્તિની તીવ્ર ધૂનના લીધે એમનાથી રહેવાયું નહિ. એક દિવસ કોઈ એક સાધુએ એમને કહી દીધું: આટલા ઊંચા અવાજે વાંચીને શું તું સાંબેલા પર ફૂલ ઉગાડવા માંગે છે ?” - મુકુંદ મુનિના મનમાં આ વાત કાંટાની જેમ વાગી અને એમણે ગુરુકૃપાથી સરસ્વતી મંત્ર મેળવી ૨૧ દિવસ સુધી અવિરત આચાર્લી વત સાથે એમની સાધના કરી. મંત્રસિદ્ધિના ફળસ્વરૂપે સરસ્વતી પ્રસન્ન થઈ બોલી: “સર્વવિધા-સિદ્ધો ભવ.” : આમ દૈવી પ્રભાવથી કવીન્દ્ર થઈ મુનિ મુકુંદ ગુરુ પાદપંકજમાં ઉપસ્થિત થયા અને ઊંચા સ્વરે સંઘની સમક્ષ બોલ્યા : “જેઓ મારી એમ કહી મજાક ઉડાવે છે કે - “શું વૃદ્ધાવસ્થામાં આ સાંબેલા પર ફૂલ ઉગાડશે?” તેઓ બધા જુએ કે આજે હું વસ્તુતઃ સાંબેલાને પુષ્પિત કરી દઉં છું.” - એમ કહી મુકુંદમુનિએ મેદાનમાં ઊભા થઈ પોતાની વિદ્યાના જોરે બધાના જોત-જોતામાં અભિમંત્રિત જળ વડે સીંચીને સાંબેલાને ફૂલોથી પલ્લવિત કરી દીધું, અને એમ સાબિત કરી દીધું કે - દઢ સંકલ્પવાળા મનુષ્ય માટે કોઈ પણ કાર્ય અશક્ય નથી.” વૃદ્ધ મુનિ મુકુંદની અવર્ણનીય વિદ્વત્તાને લીધે કોઈ પણ પ્રતિવાદી એમની સામે ટકી શકતો ન હતો, માટે વૃદ્ધવાદીના નામથી એમની કીર્તિ ચારેય તરફ પ્રસરી ગઈ. ૨૨૮ 999999999£900 જન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૨) Page #238 -------------------------------------------------------------------------- ________________ બધી રીતે યોગ્ય સમજીને આર્ય સ્કંદિલે એમને આચાર્ય બનાવ્યા. એક વખત વિહારકમે ફરતા-ફરતા વૃદ્ધવાદી ભૃગુપુરની તરફ જઈ રહ્યા હતા. ત્યારે સિદ્ધસેન નામના એક વિદ્યાન, જે પોતાના પ્રજ્ઞાબળબુદ્ધિબળની સામે સંસારના અન્ય વિદ્વાનોને તણખલા સમાન ગણતા હતા, શાસ્ત્રાર્થ કરવાની મનસા લઈ દેશ-દેશાંતરથી ફરતા-ફરતા ભૃગુપુર તરફ આવી પહોંચ્યા. વૃદ્ધવાદીની વિદ્વત્તાની યશકીર્તિ સાંભળી તેઓ એમની પાછળ ચાલી નીકળ્યા. એ વખતે વૃદ્ધવાદી વિહાર કરી રહ્યા હતા. સિદ્ધસેન પણ એમની પાછળ-પાછળ ગયા અને રસ્તામાં બંનેનો મિલાપ થયો. મળતાની સાથે જ સિદ્ધસેને વૃદ્ધવાદીને કહ્યું : “હું તમારી સાથે શાસ્ત્રાર્થ કરવા માંગુ છું.” આચાર્ય વૃદ્ધવાદીએ કહ્યું: “સારી વાત છે, પણ અહીં શાસ્ત્રાર્થની મધ્યસ્થતા કરનારા કોઈ વિદ્વાન સભ્ય નથી. આવી સ્થિતિમાં સભ્યો વગર વાદમાં જય-પરાજયનો નિર્ણય કોણ કરશે ?” વાદ કરવા માટે અત્યંત ઉતાવળા થયેલા સિદ્ધસેને ગોવાળોની તરફ ઇશારો કરતા કહ્યું: “આ ગોવાળો જ સભ્ય બને.” - વૃદ્ધવાદીએ સિદ્ધસેનનો આ પ્રસ્તાવ હર્ષથી સ્વીકાર્યો. ગોવાળોની સામે શાસ્ત્રાર્થ શરૂ થયો. જેમાં સિદ્ધસેને પહેલ કરી. એમણે સભ્ય ગોવાળોને સંબોધીને ઘણા લાંબા સમય સુધી પદલાલિત્યપૂર્ણ સંસ્કૃત ભાષામાં બોલીને પોતાનો પૂર્વપક્ષ પ્રસ્તુત કર્યો. પણ સિદ્ધસેનની એક પણ વાત એ ગોવાળિયાની સમજમાં આવી નહિ. જ્યારે સિદ્ધસેન પોતાનો પક્ષ પૂર્ણ કરી વિરમ્યા ત્યારે અવસરજ્ઞ વૃદ્ધવાદીએ દબાવીને કચ્છ બાંધી સંગીતમય તાનમાં બોલવાનું શરૂ કર્યું, જેનો ભાવાર્થ છે - જે કોઈ જીવને નથી મારતો, ચોરી નથી કરતો, પરસ્ત્રીગમનનો પરિત્યાગ કરે છે અને યથાશક્તિ થોડું-થોડું દાન કરે છે, તે ધીમે-ધીમે સ્વર્ગધામ પ્રાપ્ત કરી લે છે.” વૃદ્ધવાદીની વાત સાંભળી ગોવાળિયાઓ ઘણા ખુશ થયા અને બોલ્યા: “ઓ હો ! બાબાજી મહારાજે કેટલો શ્રુતિ સુખદ, સુંદર અને સાચો માર્ગ બતાવ્યો છે. આ સિદ્ધસેનજી તો શું બોલ્યા, શું નહિ બોલ્યા, એ પણ યાદ નથી. માત્ર જોર-જોરમાં બોલીને એમણે અમારા કાનમાં પીડા પેદા કરી છે.” જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૨) 969696969696969696969 ૨૨૯ Page #239 -------------------------------------------------------------------------- ________________ . ગોવાળોનો આ નિર્ણય સાંભળી સિદ્ધસેને પોતાની હાર સ્વીકારી લીધી અને કહ્યું : “ભગવન્! તમે મને દીક્ષિત કરી તમારો શિષ્ય બનાવી લો, કારણ કે સભ્યોએ તમારા વિજયની ઘોષણા કરી છે.” આચાર્ય વૃદ્ધવાદીએ કહ્યું: “સિદ્ધસેન ! ભૃગુપુરમાં જઈને રાજ્યસભામાં આપણે બંને શાસ્ત્રાર્થ કરીશું, આ ગોવાળિયાઓની સામે કરાયેલા વાદનું શું મહત્ત્વ?” સિદ્ધસેન છતાં પણ એમના વચન પર અટલ રહ્યા અને બોલ્યા: “મહારાજ! તમે કાળજ્ઞાની છો, માટે મને દીક્ષિત કરશે.” સિદ્ધસેનનો દઢ નિશ્ચય જોઈ આચાર્ય વૃદ્ધવાદીએ એમને દીક્ષિત કર્યા અને ત્યાર બાદ એમનું નામ કુમુદચંદ્ર રાખ્યું. કાલાન્તરમાં આચાર્યપદે નિયુક્ત કરાયા પછી કુમુદચંદ્રની આચાર્ય સિદ્ધસેન દિવાકરના નામથી પ્રસિદ્ધિ થઈ. પોતાના સુયોગ્ય શિષ્ય સિદ્ધસેનને આચાર્યપદે સ્થાપી વૃદ્ધવાદી અન્યત્ર વિહાર કરી ગયા અને સિદ્ધસેને અવંતી તરફ પ્રયાણ કર્યું. અવંતીના સંઘે આચાર્યનું સાદર સ્વાગત કર્યું અને “સર્વજ્ઞપુત્ર આદિ બિરુદ આપી એમનો જયજયકાર કરતા નગરપ્રવેશ કરાવ્યો. સંજોગવશાત્ એ સમયે મહારાજ વિક્રમાદિત્ય હાથી પર સવાર થઈને એમની તરફ આવી રહ્યા હતા. “સર્વજ્ઞપુત્ર'નું બિરુદ સાંભળતાં જ એમણે કસોટી કરવા માટે હાથી ઉપર બેઠા-બેઠા જ મનોમન સિદ્ધસેનને પ્રણામ કર્યા. એના પ્રત્યુત્તરમાં સિદ્ધસેને હાથ ઊંચો કર્યો. રાજાએ આચાર્યને પ્રશ્ન કર્યો : “શું તમારું આશીર્વચન એટલું સસ્તું છે કે વંદન ન કરનાર વ્યક્તિને પણ વંદન કર્યા વગર જ તે આપી દેવામાં આવે છે ?” જવાબમાં આચાર્યએ કહ્યું : “રાજન ! તમે તનથી ભલે નહિ, પણ મનથી તો વંદન કર્યું છે.” આથી પ્રસન્ન થઈ મહારાજ વિક્રમાદિત્યએ સર્વજન સમક્ષ હાથી ઉપરથી ઊતરીને એમને પ્રણામ કર્યા અને એમનાં ચરણોમાં એક કરોડ મુદ્રાઓની ભેટ ધરી દીધી. ધન-ધાન્ય આદિ પરિગ્રહના સંપૂર્ણ ત્યાગી આચાર્યએ વિક્રમાદિત્યને સમજાવતા કહ્યું: રાજનું! કંચન-કામિનીને ગ્રહણ કરવી તો દૂર, જૈન મુનિ એમને સ્પર્શતા સુધ્ધાં નથી.” ૨૩૦ 99999999999માં જન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #240 -------------------------------------------------------------------------- ________________ રાજાએ પણ એવો જ વિચાર કર્યો કે - “આ દ્રવ્ય મુનિના નિમિત્તે આપી દેવામાં આવ્યું છે, માટે એનો ફરી સ્વીકાર કરી શકાતો નથી અને આમ આ રાશિને જનકલ્યાણનાં શુભકાર્યોમાં ખર્ચ કરવામાં આવી.” આચાર્ય સિદ્ધસેન દિવાકરની વિદ્વત્તા અને એમના ચમત્કારોને વિષયમાં ઘણી બધી જનશ્રુતિઓ - લોકવાયકાઓ જાણીતી છે. એમાંની એકમાં કહેવામાં આવ્યું છે કે - “ચિત્રકૂટના માનસ્તંભ પાસેથી સિદ્ધસેને મંત્ર-વિદ્યાનો એક પત્ર મેળવ્યો. જેમાં બે વિદ્યાઓ હતી. પહેલી હેમ- સિદ્ધિ વિદ્યાથી જોઈએ એટલું ઈચ્છા પ્રમાણેનું સ્વર્ણ તૈયાર કરી શકાતું હતું અને બીજી “સર્સપ-વિદ્યા વડે રાયના દાણાની જેમ અગણિત સૈનિકો ઉત્પન્ન કરી શકાતા હતા.” ઉપરની બંને વિદ્યાઓ લઈ આચાર્ય સિદ્ધસેન કુર્માડપુર ગયા અને ત્યાંના રાજા દેવપાલને પોતાની વિદ્યાના જોરે વિજયવર્મા સાથેના યુદ્ધમાં વિજયી કર્યો. કૃતજ્ઞતાવશ રાજા દેવપાલ સિદ્ધસેનનો પરમ ભક્ત બની ગયો અને એમને શ્રેષ્ઠ કોટિનું સન્માન અને “દિવાકર” પદ વડે વિભૂષિત કરી દરરોજ વંદન કરવા જતો. રાજભકિતથી પ્રભાવિત થઈ આચાર્ય સિદ્ધસેન પણ પાલખીમાં બેસી રાજાને દર્શન આપવા જવા લાગ્યા. રાગોના અતિરેકથી માનવમન સહજ જ પ્રભાવિત થઈ જાય છે. આચાર્ય સિદ્ધસેન પણ એમાં અપવાદરૂપ રહ્યા નહિ. રાજા અને પુરમાન્ય ભક્તજનોની ભક્તિથી તેઓ સંયમસાધનામાં થોડા શિથિલ થઈ ગયા, પ્રમાદી થઈ ગયા. આરામ અને આળસમાં જ એમનો મોટા ભાગનો સમય વહી જવા લાગ્યો. તેઓ એમના શ્રમણવર્ગને પણ સાધનાની પ્રેરણા આપી શકતા નહિ. પ્રબંધકોષકારે' લખ્યું છે - જ્યાં ગુરુ નચિંત થઈ સૂતેલા રહેતા હોય, ત્યાં શિષ્યવર્ગ પણ પાછળ શા માટે રહે ! એમના શિષ્યો પણ ખાઈપીને આરામથી રાત-દિવસ સૂતેલા જ રહેતા હતા; અને આમ ઊંઘ અને મોક્ષની હરીફાઈમાં ઊંઘ આગળ અને મોક્ષ પાછળ રહી જાય છે. આ વૃદ્ધવાદીએ જ્યારે સિદ્ધસેનની કીર્તિની સાથે-સાથે ઉપરોકત શિથિલાચારના સમાચાર જાણ્યા, તો એમને ખેદ થયો અને તેઓ સિદ્ધસેનને પ્રતિબોધ આપવા માટે યોગ્ય સાધુઓને ગચ્છની જવાબદારી સોંપી એકલા જ કૂર્મારપુર તરફ ગયા. ત્યાં જઈને તેઓ પાલખી ઊંચકનારાઓ સાથે જોડાઈ ગયા અને સિદ્ધસેનને પાલખીમાં બેસાડી ચાલવા લાગ્યા. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 2909999999 ૨૩૧] Page #241 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધસેને ડગુમગુ થતી ચાલ જોઈને વૃદ્ધ પાલખીવાહકને પૂછ્યું : “ભૂરિભાર ભરાક્રાન્ત, બાધતિ સ્કન્ધ એષ તે?” ' વૃદ્ધવાદીએ ઉત્તરમાં કહ્યું: “તથાન બાધતે સ્કન્ધા, યથા બાધતિ બાધતે.” જાણીતા અવાજમાં જવાબ સાંભળી સિદ્ધસેન ચમકી ઊઠ્યા અને વિચારવા લાગ્યા - “મારી ભૂલ બતાવનારા આ કોણ છે ? આ ક્યાંક મારા ગુરુ વૃદ્ધવાદી તો નથી ને?” એમણે તરત જ પાલખીમાંથી નીચે ઊતરીને જોયું અને વૃદ્ધવાદીને ઓળખી જઈને શરમાઈને મનથી એમની માફી માંગી. પ્રસંગવશ સિદ્ધસેનને સાધનામાં હજી વધુ સ્થિર કરવા માટે વૃદ્ધવાદીએ નિમ્નલિખિત ગાથા ગાઈને એમની પાસેથી એનો અર્થ માંગ્યો. અણકૂલિપ ફુલ્લ મ તોડઈ, માં રોવા મોડહિં I. મણકુસુમેહિં અચ્ચિ નિરંજણ, હિંડહિ કાંઈ વણેણવણુ II ઘણું વિચાર્યા પછી પણ સિદ્ધસેન આ શ્લોકનો યથાર્થ ભાવ સમજી ન શક્યા, ત્યારે વૃદ્ધવાદીએ સ્પષ્ટીકરણ કરતા કહ્યું: - “અણકુલ્લિય ફુલ્લ મ તોડઈ - અર્થાત્ - સિદ્ધસેન ! યોગરૂપી વૃક્ષના યશ, કીર્તિ અને પ્રતાપ આદિ જે ફૂલ છે, એમને કેવળજ્ઞાન રૂપ ફળ મેળવ્યા વગર જ અવિકસિત દશામાં તોડીશ નહિ.” મા રોવા મોડહિં - અર્થાતુ મહાવ્રતોના છોડોને વ્યર્થ જ ન મચકોડીશ ન કચડીશ ન છૂંદીશ.” “મણકુસુમહિ અચ્ચિ નિરંજણુ - અર્થાત્ સદ્ભાવનારૂપી મનનાં કુસુમો-ફૂલો-પુષ્પોથી નિરંજન જિનેન્દ્રદેવની પૂજા કર, અથવા સિદ્ધિ પ્રાપ્ત નિરંજન પ્રભુની મનકુસુમોથી પૂજા કર.” - “હિંડહિ કાંઈ વણેણવણ - અર્થાતું વ્યર્થ જ વનથી વનમાં ભટકવાની જેમ રાજરંજન આદિ નિરર્થક કાર્ય શા માટે કરે છે?” કેટલી સુંદર શિક્ષા છે? વૃદ્ધવાદીની શિક્ષાને સાંભળી સિદ્ધસેને આલોચનાપૂર્વક શુદ્ધિ કરી, અને સંયમ-સાધનામાં પૂર્ણપણે સ્થિર થયા. તેમજ રાજાને પૂછીને વૃદ્ધવાદીની સાથે કઠોર સાધના કરતા રહીને વિચરણ કરવા લાગ્યા. જૈનશાસ્ત્રોની ભાષાના પ્રશ્નોને લઈને બ્રાહ્મણ વિદ્વાન પ્રાયઃ કહેતા હતા કે - “જૈન પરંપરાના આચાર્ય સંસ્કૃતના જાણકાર ન હતા, અન્યથા | ૨૩૨ 99999999999]ન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #242 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રોની રચના પ્રાકૃત જેવી સરળ ભાષામાં કરવામાં આવતા નહિ. એટલું જ નહિ એમનો મહામંત્ર પણ સાધારણ માણસોની ભાષાપ્રાકૃતમાં બોલવામાં આવે છે.” જાતિગત સંસ્કાર અને બાળપણથી સંસ્કૃતના અભ્યાસને લીધે સિદ્ધસેનને એમનું આ કથન ખરાબ લાગ્યું. “નમોડહંત સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્ય:' આ રીતના નમસ્કારમંત્રનો એમણે સંસ્કૃતમાં ઉચ્ચાર કરી વિદ્વત્સમાજને સંભળાવ્યો અને ઉપાશ્રમમાં આવી પોતાના ગુરુની સામે નમસ્કારમંત્રનું સંસ્કૃત રૂપાંતર સંભળાવતા જૈનશાસ્ત્રોને સંસ્કૃત ભાષામાં રચવાનો વિચાર પ્રસ્તુત કર્યો. આથી સંઘે કહ્યું: “સિદ્ધસેન ! તમે વાણીના દોષથી પાપનું ઉપાર્જન કરી લીધું છે. તીર્થકર ભગવાન અને ગણધર સંસ્કૃતથી અનભિજ્ઞ ન હતા. આમ કરવાથી તીર્થકર-ગણધરોની અવગણના થાય છે. તમે અનાદિ શાશ્વત નમસ્કારમંત્રનો સંસ્કૃત ભાષામાં અનુવાદ કરી અપરાધ કર્યો છે. તમે એની શુદ્ધિ માટે દશમા પારાચિક પ્રાયશ્ચિત્તના ભાગીદાર થાઓ છો.” આ સાંભળી સિદ્ધસેને સંઘ અને ગુરુની સાક્ષીમાં ૧૨ વર્ષ સુધી મુહપત્તી-મુખવસ્ત્રિકા રજોહરણરૂપ સાધુવેશને ગુપ્ત રાખી શાસનની સેવા કરવાનું પ્રાયશ્ચિત્ત સ્વીકાર્યું. તેઓ ગુપ્ત રૂપે શાસનની સેવામાં તલ્લીન થઈ ગયા અને અનેક રાજાઓને પ્રતિબોધ આપતા રહીને સાતમા વર્ષ પછી ઉર્જન ગયા. કહેવામાં આવે છે કે અવધૂત વેશમાં તેઓ મહાકાલેશ્વરના મંદિરમાં જઈ, શિવલિંગની તરફ પગ પસારીને સૂઈ ગયા. પ્રાતઃકાળે જ્યારે પૂજારીએ એમને શિવલિંગની તરફ પગ રાખેલા જોઈ એમને ત્યાંથી ખસી જવા માટે ઘણું કહ્યું - સંભળાવ્યું, પણ એમના બધા જ પ્રયત્નો નિષ્ફળ રહ્યા. અંતે એમણે રાજાને ટહેલ નાંખી. રાજાએ ગુસ્સે ભરાઈ એમના સેવકોને આદેશ આપ્યો કે - “તેઓ તત્કાળ એ યોગીને ચાબુક વડે ફટકારી ત્યાંથી ખદેડી દે.' રાજપુરુષોએ ત્યાં જઈ એ યોગીને ઘણા સમજાવ્યા, ડરાવ્યા, ધમકાવ્યા અને આમ કરતાં પણ એના ના ખસવાથી એને ચાબુક મારવાનું શરૂ કર્યું. બધા લોકો આ જોઈ આશ્ચર્ય પામ્યા કે એ યોગીના શરીર ઉપર એક પણ ચાબુક વાગી નહિ. આ જોઈ રાજસેવકો અવાક રહી ગયા. એમણે રાજાને જાણ કરી. આ અદ્ભુત ઘટનાથી આશ્ચર્યચકિત થઈ રાજા વિક્રમાદિત્ય સ્વયં તરત જ મહાકાલના મંદિરમાં ગયા અને યોગીને કહેવા લાગ્યા : “મહાત્મન્ ! તમને આ રીતે જૈિન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 26969696969696969696969] ૨૩૩] Page #243 -------------------------------------------------------------------------- ________________ શિવલિંગ તરફ પગ રાખીને સૂવું શોભા નથી આપતું. તમારે તો જગતવંદ્ય શિવને પ્રણામ કરવા જોઈએ.” યોગીએ કહ્યું: “રાજનું! તમારા આ દેવશિવલિંગ મારા નમસ્કાર સહન કરી શકશે નહિ.” રાજા વડે વારંવાર આગ્રહ કરાતા સિદ્ધસેને મહાદેવના સાચા સ્વરૂપની સ્તુતિ આરંભી. સિદ્ધસેન માત્ર થોડાક જ શ્લોકો સ્તુતિ માટે ઉચ્ચારી શક્યા હતા કે અભુત તેજ સાથે ત્યાં ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ થઈ. રાજા વિક્રમાદિત્ય અચિંત્ય આત્મશક્તિના અનેક ચમત્કારોને જોઈ સિદ્ધસેનના પરમ ભક્ત બની ગયા. આ રીતે સિદ્ધસેને ૭ વર્ષોમાં ૧૮ રાજાઓને પ્રતિબોધ આપી જૈન બનાવ્યા. કહેવામાં આવે છે કે પ્રાયશ્ચિત્ત, કાળના ૫ વર્ષ બાકી રહેવા છતાં પણ શ્રીસંઘે સિદ્ધસેનનાં અત્યંત પ્રભાવશાળી કાર્યોથી પ્રસન્ન થઈ એમના પ્રાયશ્ચિત્તના બાકીના કાળને ક્ષમા કરી દીધા. મહારાજ વિક્રમાદિત્ય અને એમનાં ધર્મકૃત્યો પર આચાર્ય સિદ્ધસેનનો ગાઢ પ્રભાવ માનવામાં આવે છે. સિદ્ધસેનના પ્રભાવથી જ મહારાજ વિક્રમાદિત્યએ જૈનધર્માનુયાયી બનીને અનેક પરોપકારનાં કાર્યો કર્યા આચાર્ય સિદ્ધસેન ઉદ્ભટ વિદ્વાન, મહાપ્રભાવક, મધુર વક્તા, કુશળ સંઘ-સંચાલક અને ઉત્તમ કોટિના સાહિત્યકાર હતા. એમની બહુમુખી પ્રતિભાની સાબિતી આપતું એમનું વિશાળ સાહિત્ય આજે પણ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. તેઓને ન્યાયાવતાર, સન્મતિતર્ક, બત્રીસ કાત્રિશિકાઓ, નયાવતાર, કલ્યાણમંદિર સ્તોત્ર અને આચારાંગ ઉપર ગંધહસ્તીના વિવરણની ટીકા આદિ પ્રમુખ ગ્રંથોના રચયિતા માનવામાં આવ્યા છે. પ્રભાવક ચરિત્ર, પ્રબંધકોશ વગેરેના ઉલ્લેખોથી એમનો કાળ વિક્રમની પહેલી સદી જ પ્રમાણભૂત થાય છે. એમના પિતાનું નામ દેવર્ષિ અને માતાનું નામ દેવશ્રી હતું. જન્મથી કાત્યાયન બ્રાહ્મણ હતા. કહેવામાં આવે છે કે દીક્ષિત થતા પહેલાં તેઓ પાંડિત્યના ઘમંડથી પેટ ઉપર લોખંડનો પટ્ટો, એક હાથમાં કોદાળી અને બીજા હાથમાં નિસરણી રાખીને ચાલતા હતા. ઘટનાચક્રના ચિત્રણ ઉપર નિષ્પક્ષ તટસ્થ રીતે વિચાર કરતા એવો આભાસ થાય છે કે ગ્રંથકારો વડે અનેક જગ્યાએ સાહિત્યિક અલંકારના રૂપે અતિશયોક્તિ સાથે પણ કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. | ૨૩૪ 3636969696969696999) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) Page #244 -------------------------------------------------------------------------- ________________ આર્ય ખપુટ આર્ય ખપૂંટનો યુગ (જમાનો) સંભવતઃ વિશેષ ઉત્કૃષ્ટ વિદ્યાઓનો યુગ રહ્યો છે. એક સમયે આર્ય ખપુટ ભૃગુકચ્છપુર ગયા. ત્યાં એમનો ભાણેજ ભુવન એમના ઉપદેશોથી પ્રભાવિત થઈ એમના શિષ્યરૂપે શ્રમણધર્મમાં દીક્ષિત થઈ ગયો. તેને બુદ્ધિશાળી સમજી આર્યએ કેટલીક વિદ્યાઓ શીખવી. સંજોગવશાત્ ભૃગુપુરમાં બૌદ્ધ ભિક્ષુઓએ રાજા બલમિત્રના સન્માનથી ઘમંડી બની જૈનશ્રમણોના ઉપાશ્રયોમાં ઘાસની પૂણીઓ નાંખીને એમને પશુવત્ જણાવી દ્વેષ પ્રગટાવવો શરૂ કર્યો. એનાથી ભુવન મુનિ ઘણા ગુસ્સે ભરાયા અને શ્રાવક સમુદાયને લઈને રાજા બલમિત્રની સભામાં ગયા. ત્યાં એમણે ઊંચા અવાજે કહ્યું : “હે રાજન્ ! તમારા ગુરુ જૈનશ્રમણોની નિંદા કરે છે, અમે એમની સાથે શાસ્ત્રાર્થ કરવા માટે આવી ગયા છીએ. તમે એમને એકવાર બોલાવી મારી સાથે શાસ્ત્રાર્થ કરાવી દો. જેનાથી બધા જ સાચી પરિસ્થિતિથી માહિતગાર થાય.'' મુનિના આહ્વાનથી રાજાએ બૌદ્ધભિક્ષુઓને બોલાવ્યા અને મુનિ ભુવન સાથે શાસ્ત્રાર્થ કરાવ્યો. બૌદ્ધભિક્ષુ ભુવનના કાપી ન શકાય એવી અકાટ્ય યુક્તિઓની સામે ચર્ચામાં હારી ગયા. મુનિ ભુવનના વિજયથી જૈનસંઘમાં ખુશીની લહેર ફરી વળી. પણ બૌદ્ધસંઘ આ અપમાનથી ઘણો દુ:ખી થયો. એમણે ગુડશસ્ત્રપુરથી બૌદ્ધાચાર્ય વુદ્ઘકર(વૃદ્ધકર)ને બોલાવ્યા અને ભુવન મુનિને એમની સાથે શાસ્ત્રાર્થ કરવા માટે કહ્યું. ભુવન મુનિએ વિદ્યાબળ અને તર્કશક્તિ વડે એને પણ હરાવી દીધો. આ અપમાનથી દુઃખી થઈ વૃદ્ધકર થોડાક જ દિવસોમાં કાળધર્મ પામી ગુડ઼શસ્ત્રપુરમાં યક્ષરૂપે ઉત્પન્ન થયો. પૂર્વજન્મના વેરને લીધે તે જૈનસંઘ અને શ્રમણોને ગભરાવવા અને વિવિધ યાતનાઓ-દુઃખો પહોંચાડીને સતાવવા લાગ્યો. સંઘે આર્ય ખપુટને ત્યાંની આખી પરિસ્થિતિનો ચિતાર આપી ગુડશસ્ત્રપુર પધારવાની વિનંતી કરી. આર્ય ખપુટ ગચ્છના અન્ય સાધુઓની સાથે ભુવન મુનિને ત્યાં જ ભૃગુપુરમાં રહેવાનો આદેશ આપી પોતે ડશસ્ત્રપુર ગયા. જતી વખતે આર્ય ખપુટે એક કપર્દી (જંત્રી-પટ્ટ) ભુવન મુનિને આપીને એને સોંપીને એને સાવધાનીથી રાખવા અને ક્યારેય ન ખોલવાનો આદેશ આપ્યો. ૩૭ ૨૩૫ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) Page #245 -------------------------------------------------------------------------- ________________ ગુડશસ્ત્રપુર જઈને આર્ય ખપૂટે યક્ષને એમના પ્રભાવથી ભક્ત બનાવી લીધો અને રાજા સહિત સમસ્ત પ્રજાને પણ પ્રભાવિત કરી દીધા. આર્ય ખપુટ ગુડશસ્ત્રપુરમાં જ વિરાજમાન હતા કે એમની પાસે ભૃગુપુરથી બે સાધુ આવ્યા અને એમણે નિવેદન કર્યું કે – “ભગવદ્ તમારા અહીં ચાલ્યા આવ્યા પછી ભુવન મુનિએ તમારી સંભાળવા આપેલી ગુપ્ત કપર્દીને ખોલીને એમાંથી એક પત્ર કાઢ્યો, જેમાંથી એના પઠનમાત્રથી સિદ્ધ થતી આકર્ષિણી વિદ્યા મેળવી લીધી છે. તે એ વિદ્યાના પ્રભાવથી દરરોજ શ્રેષ્ઠતમ ભોજન મંગાવીને ખાવા લાગ્યો. આમ થતું જોઈ સ્થવિરોએ એને અટકાવ્યો, તો તે ક્રોધે ભરાઈ બોદ્ધોના વિહારમાં જતો રહ્યો. વિદ્યાના પ્રભાવથી ખાલી પાત્રો આકાશમાર્ગે જતા અને . ભોજનસામગ્રીથી ભરાઈને પાછાં ફરતાં હતાં. આ રીતના પ્રભાવને જોઈને શ્રાવક પણ ભુવન મુનિની તરફ આકર્ષાયા. આવી સ્થિતિમાં તમારે ત્યાં આવી સંઘને આશ્વસ્ત કરવો જોઈએ.” એ બંને મુનિઓની વાત સાંભળી આર્યખપુટ કંઈક વિચારી ગુડશસ્ત્રપુરથી ભૃગુકચ્છપુર તરફ જવા લાગ્યા. ત્યાં પહોંચી તેઓ ક્યાંક ગુપ્તરૂપે - ભેદી રીતે રોકાયા અને ભુવન મુનિ દ્વારા આકર્ષિણી વિદ્યાથી મંગાવેલા અન્નથી ભરેલાં પાત્રોને આકાશમાર્ગમાં જ પથ્થરો વડે ફોડીને પાડવા લાગ્યા. પાત્રોમાંના મીઠાઈ વગેરે ખાદ્યપદાર્થો લોકોનાં માથાં પર પડવા લાગ્યા. પોતાની મહેનતને નિષ્ફળ થતી જોઈ મુનિ ભવન તરત જ સમજી ગયો કે આર્ય ખપુટ ત્યાં આવી ચૂક્યા છે. ગભરાઈને તે ભૃગુપુરથી ભાગી ગયો. આર્ય ખપુટ મુનિમંડળ સાથે બોદ્ધવિહારમાં ગયા અને પોતાની વિદ્યાના પ્રભાવથી બધાને પ્રભાવિત કરી એમણે અન્ય પ્રદેશની તરફ વિહાર કર્યો. વિશિષ્ટ વિદ્યાઓના માધ્યમથી ચમત્કાર-પ્રદર્શનથી એ યુગમાં આર્ય ખપૂટે જિનશાસનની ઉલ્લેખનીય-પ્રશંસનીય સેવાઓ કરી. તપાગચ્છ પટ્ટાવલી' પ્રમાણે આર્ય ખપૂટાચાર્યનો સમય વિ. નિ. સં. ૪પ૩ જણાવવામાં આવ્યો છે અને પ્રભાવક ચરિત્રમાં વિ. નિ. સં. ૪૮૪ જણાવવામાં આવ્યો છે. આ બંને ઉલ્લેખોને એકબીજાના પૂરક, એટલે કે વી. નિ. સં. ૪૫૩માં એમના આચાર્યકાળમાં પ્રારંભ અને વી. નિ. સં. ૪૮૪માં નિધન માની લેવામાં આવે તો ઉપરોક્ત બંને ગ્રંથકારોના ઉલ્લેખ સંગત અને આર્ય ખપુટના આચાર્યકાળના નિર્ણાયક બની શકે છે. [ ૨૩૬ 090999999999ન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૨) Page #246 -------------------------------------------------------------------------- ________________ યુગઋધાનાચાર્ય આર્ય રેવતીમિત્ર સ્કંદિલાચાર્ય પછી આર્ય રેવતીમિત્ર ચૌદમા યુગપ્રધાનાચાર્ય થયા. એમના કુળ, જન્મ, જન્મસ્થાન આદિનો પરિચય મળતો નથી. યુગપ્રધાન યંત્ર અને મેરુતુંગાચાર્ય વિરચિત વિચાર શ્રેણીમાં યુગપ્રધાનાચાર્યની ગૃહસ્થપર્યાય, સામાન્ય તિપર્યાય, યુગપ્રધાનપર્યાય અને પૂર્ણ આયુષ્યનું વિવરણ પ્રસ્તુત કરનારી ૯ ગાથાઓ અનુસાર આર્ય રેવતીમિત્રનો પરિચય આ પ્રમાણે છે : વી. નિ. સં. ૩૫૨ વી. નિ. સં. ૩૬૬ : વી. નિ. સં. ૪૧૪ વી. નિ. સં. ૪૫૦ ૧૪ વર્ષ ૪૮ વર્ષ : ૩૬ વર્ષ ૫ મહિના ૫ દિવસ ૯૮ વર્ષ આર્ય મંગુ તેમજ અન્ય આચાર્ય આચાર્ય સમુદ્ર, જેમનો પહેલો પરિચય આપી દેવામાં આવ્યો છે, એમને રસોસ્વાદમાં એટલી બધી અનાસક્તિ હતી કે સરસ-નીરસ જે પણ આહાર એમને ભિક્ષામાં મળતો હતો, એને સ્વાદની અપેક્ષા વગર જ એકસાથે ભેગા કરી પ્રશાંતભાવે આરોગી લેતા હતા. એમને એ વાતનું હંમેશાં ધ્યાન રહેતું હતું કે રસોમાં આસક્તિને લીધે ક્યાંક આત્મા કર્મપાશમાં બંધાઈને ભારી ન બની જાય. જન્મ દીક્ષા આચાર્યપદ સ્વર્ગારોહણ ગૃહસ્થપર્યાય સામાન્ય સાધુપર્યાય આચાર્યપર્યાય. કુલ આયુષ્ય : : :: : : એમની આ રીતની સ્વાદ-વિજય અને લાભ પ્રત્યેની અનાસક્તિને લીધે આચાર્ય દેવર્દ્રિએ ‘અશ્રુધ્મિય સમુદ્રગંભીર' આ પદથી એમની સ્તુતિ કરી છે. આર્ય મંગ્ આ જ આર્ય સમુદ્રના શિષ્ય હતા. આચાર્ય સમુદ્રના સ્વર્ગવાસ પછી એમના શિષ્ય આર્ય મંગૂ વી. નિ. સં. ૪૫૪મા છત્રીસમા વાચનાચાર્ય બન્યા. તેઓ ઘણા જ્ઞાની, ધ્યાની જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૩૭૧ ૨૩૦ Page #247 -------------------------------------------------------------------------- ________________ અને સમ્યગ્દર્શનના પ્રબળ પ્રચારવાદી હતા. તેઓ ભક્તિભાવથી સેવા કરનારા શિષ્યોને કુશળતાપૂર્વક સૂત્રાર્થ પ્રદાન કરતા અને સધર્મની દેશના દ્વારા સહસ્ત્રો ભવ્યજનોને પ્રતિબોધ આપી જિનશાસનની મહત્ત્વપૂર્ણ સેવા કરતા હતા. નિશીથ ભાષ્ય અને ચૂર્ણિ' પ્રમાણે આર્ય મંગૂ બહુશ્રુત અને બહુશિષ્ય પરિવારવાળા હોવા છતાં પણ ઉદ્યાવિહારી હતા. એક સમયે વિહારક્રમે વિચરણ કરતા-કરતા આચાર્ય મંગૂ મથુરા ગયા અને પોતાના મૃદુ, મનોહર અને વૈરાગ્યપૂર્ણ ઉપદેશો વડે મથુરાવાસીઓને પ્રતિબુદ્ધ કરવા લાગ્યા. આચાર્યનાં જ્ઞાન અને વૈરાગ્યપૂર્ણ પ્રવચનોના પ્રભાવથી પ્રભાવિત થઈ ત્યાંના શ્રદ્ધાળુ ભક્તોએ વસ્ત્રાદિ વગેરેથી એમની ઘણી ભક્તિ કરી. દૂધ, દહીં, ઘી, ગોળ આદિ સ્વાદિષ્ટ પદાર્થોની દરરોજ ભેટ ધરતા હતા. આચાર્યના મનમાં મોહભાવ જાગ્યો અને . એમણે સાતા-સુખમાં પ્રતિબદ્ધ થઈ ત્યાં જ સ્થિરવાસ કરી લીધો. સાથે આવેલા બાકીના મુનિ ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા. - નિમિત્તનો પણ ઘણો પ્રભાવ હોય છે. ઉપાદાન અર્થાત્ આત્મા સામર્થ્યમાં લેશમાત્ર પણ દુર્બળતા - શિથિલતા આવતાં જ નિમિત્તને એની અસર બતાવતા વાર નથી લાગતી. સ્થિરવાસમાં રહેવાને લીધે આચાર્યનાં તપ, સંયમ, સાધનામાં શિથિલતા આવી ગઈ. એમની ચારિત્ર પ્રત્યેની આરાધના ઓછી થતી ગઈ અને ઋદ્ધિ, રસ, સાતા-ગૌરવનું જોર વધ્યું. ભક્તજનો વડે ધરવામાં આવેલ સ્વાદિષ્ટ આહાર અને પ્રેમપૂર્વક સેવાથી ઉગ્રવિહાર ત્યજીને ત્યાં જ પ્રમાદભાવે રહેવા લાગ્યા. જીવનના અંતિમ તબક્કામાં પોતાના સદોષ આચરણની આલોચના કર્યા વગર અને આળસને ન છોડતા કાળધર્મ પામ્યા, તેથી ચારિત્ર્યધર્મની વિરાધનાને લીધે યક્ષયોનિમાં જન્મ લીધો. જ્ઞાન દ્વારા જ્યારે એમણે એમના પૂર્વભવનો પરિચય મેળવ્યો તો તેઓ પશ્ચાત્તાપ કરવા લાગ્યા - “અહો ! મેં દુર્બુદ્ધિને લીધે પૂર્વપુણ્યથી મેળવવાપાત્ર મહાનિધાનની જેમ દુર્ગતિહારી જિનમત મેળવીને પણ પોતાનું જીવન વિફળ-નિષ્ફળ કરી દીધું.” સાચું જ કહેવાયું છે કે - | ૨૩૮ 99999999999ી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #248 -------------------------------------------------------------------------- ________________ ‘ચતુર્દશ પૂર્વના જ્ઞાતા પણ પ્રમાદને લીધે અનંતકાયમાં જઈને ઉત્પન્ન થાય છે.’ આ રીતે પરમનિર્વેદભાવથી તેઓ એમના પૂર્વકૃત - પહેલા કરાયેલાં પ્રમાદ - આળસની નિંદા કરતા રહ્યા - વખોડતા રહ્યા. એક વખત એમણે સ્થંડિલ - ભૂમિ તરફ જતા એમના પૂર્વભવના શિષ્યોને જોયા તો એમને પ્રતિબોધ આપવા માટે વિચિત્ર વેશ ધરીને લાંબી જીભ કાઢી રસ્તામાં ઊભા રહી ગયા. યક્ષને જોઈને એક સાત્ત્વિક ભાવવાળા શિષ્યએ કહ્યું : “દેવાનુપ્રિય ! તમે દેવ, યક્ષ અથવા જે પણ હોવ પ્રત્યક્ષ આવી બોલો. આ રીતે તો અમે લોકો તમારો લેશમાત્ર પણ આશય સમજી નથી રહ્યા.” યક્ષે ખેદપૂર્વક અવાજે કહ્યું : “હે તપસ્વીઓ ! હું એ જ તમારો ગુરુઆર્ય મંગૂ છું.” સાધુઓએ પણ ખિન્ન મને કહ્યું : “દેવ ! તમે આ રીતની દુર્ગતિ કેવી રીતે મેળવી ?” યક્ષે કહ્યું : “પ્રમાદના તાબામાં આવી ચારિત્રમાં શિથિલતા લાવનારાની આવી જ ગતિ થાય છે. અમારા જેવા શિથિલ વિહારીઓની આવી જ ગતિ થાય, એમાં આશ્ચર્ય શું છે ? તમે લોકો જો આવી દુર્ગતિથી બચવા અને સુગતિની તરફ આગળ વધવા ઇચ્છતા હોવ તો આળસ ત્યજીને ઉદ્યત-વિહારથી વિચરણ કરતા રહીને નિર્મમત્વ ભાવે તપ-સંયમની આરાધના કરતા રહેજો.' સાધુઓએ કહ્યું : “ઓ દેવાનુપ્રિય ! તમે અમને યોગ્ય જ પ્રતિબુદ્ધ કર્યા છે.” આમ કહી તેઓએ તપસ્યાની સંગાથે સંયમધર્મની આરાધના કરવી પણ શરૂ કરીને ઉઘતવિહારથી વિચરવા લાગ્યા. ‘નંદી સૂત્રની સ્થવિરાવલી’માં આચાર્ય દેવવાચકે ‘ભણગં’ આ પદથી કાલિક આદિ સૂત્રોને વાંચવાવાળો, ‘કરગં'થી સૂત્રોક્ત ક્રિયાકલાપને કરવાવાળા અને ‘ઝરગ' પદથી ધર્મધ્યાનવાળા વગેરે વિશેષણોથી આર્ય મંગૂની સ્તુતિ કરતા એમને શ્રુતસાગરના પારગામી આચાર્ય બતાવ્યા છે. એમની દ્વારા કહેવાયેલા - ‘પભાવગં નાણદંસણગુણાણં’ આ પદથી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ♠૭૭ ૨૩૯ Page #249 -------------------------------------------------------------------------- ________________ એવું પ્રતીત થાય છે કે આર્ય મંગૂ જ્ઞાનદર્શનના પ્રબળ પ્રભાવક હતા. આગળ જતા આચાર્ય દેવવાચકે તો અહીં સુધી લખ્યું છે કે - શ્રુતસાગરના પારગામી અને ધીર આર્ય મંગૂને નમસ્કાર હો. દિગંબર પરંપરા દ્વારા માન્ય શાસ્ત્ર “કસાય-પાહુડ'ની ટીકા જયધવલા અનુસાર આર્ય મં! અને આર્ય નાગહસ્તીને કસાય પાહુડના ચૂર્ણિકાર આચાર્ય યતિવૃષભના વિદ્યાગુરુ માનવામાં આવ્યા છે. જયધવલાકારે લખ્યું છે કે - “આચાર્ય મં! અને આચાર્ય નાગહસ્તી દ્વારા આચાર્ય યતિવૃષભને દિવ્યધ્વનિ રૂપ કિરણ પ્રાપ્ત થઈ.” વાચક પરંપરાના આર્ય મંગૂ પછીના આર્ય ધર્મ, આર્ય ભદ્રગુપ્ત, આર્ય વજ અને આર્ય રક્ષિત - આ ચાર યુગપ્રધાનાચાર્યને વાચનાચાર્ય પણ બતાવવામાં આવ્યા છે. આ ચાર યુગપ્રધાનાચાર્યોમાંથી આર્ય વજ સ્પષ્ટ રૂપે આર્ય સુહસ્તીની પરંપરાના આચાર્ય છે. બાકીના ત્રણ આચાર્ય આર્ય મહાગિરિની પરંપરાના આચાર્ય છે અથવા સુહસ્તીની પરંપરાના, આ સંબંધમાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી મળતો. અનેક પ્રાચીન ગ્રંથોના ઉલ્લેખો તથા યુગપ્રધાનાચાર્ય પટ્ટાવલીથી એવું સાબિત થાય છે કે - “આ ચારેય આચાર્ય એમના સમયના મહાન પ્રભાવક અને આગમોના પરમ જ્ઞાતા હતા. એમની વિશિષ્ટ પ્રતિભાને લીધે જ એમને યુગપ્રધાનાચાર્યની સાથે-સાથે વાચનાચાર્ય પણ માનવામાં આવ્યા છે.” આ ચારેય આચાર્યોનો પરિચય વાચનાચાર્ય પરંપરામાં ન આપતા યુગપ્રધાનાચાર્ય પરંપરામાં આપવામાં આવી રહ્યો છે. [ ૨૪૦ 969696969696969696969 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #250 -------------------------------------------------------------------------- ________________ 'યુગમયાનાકાર્ય આર્ય ધર્મ આર્ય રેવતીમિત્ર પછી વી. નિ. સં. ૪૫૦માં આર્ય ધર્મ પંદરમા યુગપ્રધાનાચાર્ય થયા. ૧૮ વર્ષની ઉંમરે તેઓ દીક્ષિત થયા. ૪૦ વર્ષ સુધી શ્રમણધર્મની સાધના કરી યુગપ્રધાનપદ પર વિરાજ્યા. ૪૪ વર્ષ સુધી યુગપ્રધાન પદને શોભાવતા એમણે વીરશાસનની પ્રભાવશાળી સેવા કરી. ૧૦૨ વર્ષ, ૫ મહિના, ૫ દિવસનું પૂર્ણ આયુષ્ય ભોગથી તેઓનું વી. નિ. સં. ૪૯૪માં દેહાંત થતા સ્વર્ગે સિધાવ્યા. (ગણાચાર્ય આર્ચ સિંહગિરિ) આર્ય સુહસ્તિીની પરંપરામાં આર્ય દિન્ન પછી આર્ય સિંહગિરિ ગણાચાર્ય થયા. એમના વિષયમાં માત્ર એટલી જ માહિતી મળે છે કે તેઓ વિશિષ્ટ પ્રતિભાવંત અને જાતિસ્મરણ-જ્ઞાનસંપન્ન પ્રભાવશાળી આચાર્ય હતા. “ખુશાલ પટ્ટાવલી' પ્રમાણે વી. નિ. સં. ૫૪૭-૫૪૮માં એમનું દેહાવસાન થયું. વિ. નિ. સં. ૪૯૬માં આર્ય વજનો જન્મ થયો, એનાં ઘણાં વર્ષો પહેલાં આર્ય સમિત સિંહગિરિની પાસે દીક્ષિત થઈ ચૂક્યા હતા. એનાથી ધારણા કરી શકાય છે કે આર્ય સિંહગિરિ વિ. નિ. સં. ૪૯૦માં આચાર્ય રહ્યા હોય. એમના બૃહદ્ બહોળા શિષ્યવૃંદમાંથી માત્ર આર્ય સમિત, આર્ય ધનગિરિ, આર્ય વજ અને આર્ય અહંદત આ ચાર પ્રમુખ શિષ્યોનાં જ નામ ઉપલબ્ધ થાય છે. એમનો પરિચય અહીં આપવામાં આવી રહ્યો છે. . (આર્ય સમિતિ) A આર્ય સમિતનો જન્મ વૈભવશાળી અવંતી પ્રદેશના તુંબવન નામના ગામમાં થયો હતો. ગૌતમ-ગોત્રીય વૈશ્ય શ્રેષ્ઠી ધનપાલ એમના પિતા હતા, જે ઘણા મોટા વેપારી હતા. એ સમયના મુખ્ય કરોડપતિઓમાં એમની ગણતરી કરવામાં આવતી હતી. આર્ય સમિતની જેમ ધનપાલને એક પુત્રી પણ હતી, જેનું નામ સુનંદા હતું. શ્રેષ્ઠી ધનપાલે પોતાના કાબેલ પુત્ર સમિતિની યોગ્ય સમયે શિક્ષાદીક્ષાની સમુચિત ગોઠવણ કરી. આર્ય સમિત નાનપણથી જ વૈરાગીની જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) 233333333339 ૨૪૧] Page #251 -------------------------------------------------------------------------- ________________ જેમ રહેતા હતા. ઐહિક-સુખો પ્રત્યે એમના મનમાં લેશમાત્ર પણ ઝંખના ન હતી. તરુણવય ધારણ કરતા જ એમણે વિપુલ વૈભવ અને દરેક પ્રકારની પ્રચુર ભોગસામગ્રીને તિલાંજલિ આપી આચાર્ય સિંહગિરિની પાસે શ્રમણદીક્ષા અંગીકાર કરી લીધી. એ જ તુંબવન ગામના રહેવાસી શ્રેષ્ઠી ધનના પુત્ર-ધનગિરિની સમિત સાથે પાકી ભાઈબંધી હતી. શ્રેષ્ઠી ધનપાલે પોતાના પુત્રના પ્રવ્રજિત થતા એના મિત્ર ધનગિરિની સન્મુખ પોતાની પુત્રી સુનંદાની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. યદ્યપિ ધનગિરિ ઐહિક-સુખો પ્રત્યે ઉદાસીન હતો. તથાપિ પોતાના મિત્રના પિતા દ્વારા અત્યાગ્રહ કરવાના લીધે આખરે એણે સુનંદા સાથે લગ્ન કર્યા. આર્ય સમિતિની બહેને વખત જતા એક મહાન પ્રતાપી અને પ્રભાવશાળી આચાર્ય વજને જન્મ આપ્યો. આર્ય સમિતે દીક્ષિત થયા પછી ગુરુસેવામાં રહીને ઘણી તન્મયતાથી વિધિપૂર્વક શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. તેઓ મંત્રવિદ્યાના પણ નિષ્ણાત હતા. એ દિવસોમાં અચલપુરની નજીક કૃષ્ણા અને વેણા નદીઓથી ઘેરાયેલા એક આશ્રમમાં ૫૦૦ તાપસ વાસ કરતા હતા. એમના કુલપતિનું નામ દેવશર્મ હતું. બે નદીઓની વચ્ચે આવેલું હોવાના લીધે એ આશ્રમ બ્રહ્મદ્વિીપકના નામથી વિખ્યાત હતું. સંક્રાંતિ આદિ કેટલાક તહેવારો પ્રસંગે દેવશર્મ પોતાના મતની પ્રભાવના કરવાના ઉદ્દેશ્યથી પગ ઉપર એક વિશિષ્ટ પ્રકારનો લેપ લગાવી બધા તાપસો સાથે કૃષ્ણા નદીના પાણી ઉપર ચાલતા જઈને અચલપુર પહોંચતા. આ રીતનું ચમત્કારિક અદ્ભુત દૃશ્ય જોઈ ભલાભોળા અને ભાવુક લોકો ઘણા પ્રભાવિત થતા અને અશનપાનાદિથી એ તાપસોની ઘણી આગતા-સ્વાગતા કરતા. તાપસીના ભક્તગણ ઘણા ગર્વથી શ્રાવકો સામે પોતાના ગુરુના વખાણ કરતા એમને પૂછતા : “શું તમારા કોઈ ગુરુમાં આવું અદ્ભુત સામર્થ્ય છે ?” શ્રાવકોને મૌન જોઈ એ લોકો વધુ ને વધુ ઉત્સાહથી અભિમાન-ભર્યા સ્વરે કહેતાઃ “અમારા ગુરુની. તપસ્યાનો જે અદ્ભુત અને પ્રત્યક્ષ ચમત્કાર છે, એ જ રીતનો ચમત્કાર અને અતિશય, ન તમારા ધર્મમાં છે અને ન તમારા ગુરુઓમાં; પણ | ૨૪ર 0િ99999999999 જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)| Page #252 -------------------------------------------------------------------------- ________________ વસ્તુતઃ અમારા ગુરુ પ્રત્યક્ષ દેવ છે, એમને નતમસ્તક થઈ શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરો.” તાપસીના ભક્તોના આ રીતનાં કટાક્ષપૂર્ણ વચનોથી શ્રાવકોનાં અંતર્મન ઉપર ઊંડો આઘાત લાગ્યો. એ જ દિવસો દરમિયાન આર્ય સિંહગિરિના શિષ્ય અને આર્ય વજના મામા આર્ય સમિતિસૂરિનું અચલ-પુરમાં આવવાનું થયું. શ્રાવકોએ આર્ય સમિતને વંદન-નમન કર્યા પછી જમીન ઉપર ચાલવાની જેમ જ નદી ઉપર પણ ચાલવાફરવાની તાપસોની આખી ઘટના વર્ણવી. આર્ય સમિત થોડીવાર સુધી મૌન રહ્યા. શ્રાવકોએ ફરી નિવેદન કર્યું: “દેવ ! લોકોમાં જૈનમતનો પ્રભાવ ઓછો થતો જઈ રહ્યો છે, કૃપા કરીને કંઈક એવો ઉપાય કરો કે જેનાથી જૈન ધર્મનો પ્રભાવ વધે.” આર્ય સમિતસૂરિએ સસ્મિત સ્વરમાં કહ્યું: “તાપસ પાણી ઉપર ચાલે છે, એમાં તપસ્યાનો કોઈ પ્રભાવ નથી, આ તો એમની દ્વારા પગો ઉપર કરવામાં આવતા લેપનો પ્રભાવ છે. ભલા-ભોળા લોકોને વ્યર્થ જ ભ્રમમાં નાખવામાં આવી રહ્યા છે.” શ્રાવકોએ તાપસો દ્વારા ફેલાયેલા માયાજાળ અને ભ્રમને આમજનતામાં ખુલ્લો પાડવાનો દઢ સંકલ્પ કરી કુલપતિ સહિત બધા તાપસીને પોતાને ત્યાં ભોજન માટે આમંત્રિત કર્યા. જ્યારે બીજા દિવસે બધા તાપસો જમવા માટે શ્રાવકોને ત્યાં ગયા તો શ્રાવકોએ ગરમ પાણી વડે બધા તાપસોના પગ ધોવાના ચાલુ કર્યા. કુલપતિએ શ્રાવકોને રોકવા માટે ઘણો પ્રયત્ન કર્યો, પણ શ્રાવકોએ એમની એક પણ વાત ન સાંભળી. “તમારા જેવા મહાત્માઓનાં ચરણકમળોને ધોયા વગર જો અમે તમને ભોજન કરાવીશું તો અમે બધા જ મહાન પાપના ભાગીદાર થઈ જઈશું.' આમ કહીને શ્રાવકોએ ઘણી તત્પરતાથી એ. બધા તાપસોના પગોને ખૂબ ચોળી-ચોળીને ધોઈ નાખ્યા. ભોજન પત્યા પછી તાપસ પોતાના આશ્રમ તરફ જવા માટે રવાના થયા. શ્રાવકોએ એમને સન્માનપૂર્વક વિદાય આપવાના બહાને હજારો સ્ત્રી-પુરુષોને ત્યાં પહેલેથી જ એકઠા કરી લીધા હતા. તાપસીની પાછળ વિશાળ જનમેદની જયઘોષ કરતી ચાલવા લાગી. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 963969696969696969699 ૨૪૩] Page #253 -------------------------------------------------------------------------- ________________ વેણાના કિનારે પહોંચતા જ કુલપતિની સાથે-સાથે આખો તાપસ સમુદાય અચકાયો - ખેંચકાટ અનુભવ્યો. એમની સામે ઘણી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ હતી. એક તરફ નદીમાં ડૂબી જવાનો ભય હતો તો બીજી તરફ અથાગ પરિશ્રમ વડે મેળવેલી કીર્તિની ધૂળધાણી થઈ જવાની બીક. ‘લેપની થોડી-ઘણી અસર તો ચોક્કસ રહી હશે' એમ વિચારી કુલપતિ વેણાના પાણીમાં ઊતર્યો. વેણાનો પ્રવાહ - વહેણ જોરમાં હતો અને કુલપતિના પગ ઉપરનો લેપ પહેલેથી જ ગરમ પાણીને લીધે ધોવાઈ ગયો હતો. આથી તાપસોનો કુલપતિ વેણાના ઊંડા અને તીવ્ર પ્રવાહવાળા પાણીમાં ડૂબવા લાગો. એ જ પળે આર્ય સમિતસૂરિ વેળા-તટે પહોંચ્યા અને તાપસોના કુલપતિને નદીમાં ડૂબતા જોઈને બોલ્યા : “વેણે ! અમને પેલેપાર જવા માટે રસ્તો જોઈએ.” અને એ જ ક્ષણે નદીનું પાણી સંકોચાઈ ગયું અને એ નદીના બંને કિનારા નજીક-નજીક દેખાવા લાગ્યા. એ જોઈ એકઠી થયેલી જનમેદની સ્તબ્ધ થઈ ગઈ. આર્ય સમિત એક જ ડગલે વેણાના બીજા કિનારે પહોંચી ગયા. સમિતસૂરિની અનુપમ આત્મશક્તિથી બધા તાપસ અને હાજર રહેલાં સ્ત્રી-પુરુષો ઘણા પ્રભાવિત થયા. આર્ય સમિતસૂરિએ એ બધાને ધર્મનું સાચું સ્વરૂપ સમજાવતા સ્વ-પરનું કલ્યાણ કરવા માટે પ્રેરિત કર્યાં. આર્ય સમિતના હૃદયસ્પર્શી ઉપદેશને સાંભળી તાપસ કુલપતિ એના ૪૯૯ શિષ્યો સાથે નિગ્રંથ શ્રમણધર્મમાં દીક્ષિત થઈ ગયા. તે ૫૦૦ શ્રમણ પહેલાં બ્રહ્મદ્વીપક આશ્રમમાં રહેતા હતા, હવે શ્રમણધર્મમાં દીક્ષિત થઈ ગયા પછી એમની બ્રહ્મદીપિકા શાખા'ના નામથી લોકમાં ખ્યાતિ થઈ. આર્ય સમિત પોતાના સમયના મહાન પ્રભાવક આચાર્ય હતા. એમણે આત્મકલ્યાણની સાથોસાથ અનેક જીવોને સાધનામાર્ગે દોરીને જિનશાસનની અનુપમ સેવા કરી. આર્ય ધનગિરિ આર્ય સિંહગિરિના બીજા પ્રમુખ શિષ્ય આર્ય ધનગિરિએ જુવાનીમાં અઢળક વૈભવ અને પોતાની પતિપરાયણ ગર્ભવતી પત્નીનો મોહ ત્યજી જે ઉત્કટ ત્યાગ-વૈરાગ્યનું અનુપમ ઉદાહરણ દાખવ્યું, એવું અન્યત્ર ઊઊઊ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૨૪૪ ૭૭૭ Page #254 -------------------------------------------------------------------------- ________________ દુર્લભ છે. એમનો પરિચય આર્ય વજના પરિચય સાથે આપવામાં આવી રહ્યો છે. સિંહગિરિના શિષ્ય આર્ય અહંદુતનો કોઈ પરિચય મળતો નથી. (આર્ય મંગૂના સમયનો મુખ્ય રાજવંશ) આર્ય મંગૂના વાચનાચાર્યકાળમાં (વી. નિ. સં. ૪૭૦માં તે પ્રમાણે ઈ.સ.થી પ૭ વર્ષ પહેલાં તથા શક સંવત થી ૧૩૫ વર્ષ પહેલાં) અવંતીના રાજસિંહાસન ઉપર મહાન પ્રતાપી તેમજ પરમ પ્રજાવત્સલ વિક્રમાદિત્ય નામના ગણ-રાજા બેઠા. જે દિવસે વિક્રમાદિત્ય ઉજ્જૈનની રાજગાદી પર બેઠો, એ જ દિવસે અવંતી રાજ્યમાં અને એના ૧૭ અથવા ૧૩ વર્ષ પછી સંપૂર્ણ ભારતવર્ષમાં એના નામથી સંવત પ્રચલિત થયું, જે ક્રમશઃ કૃત સંવત, માલવ સંવત અને વિક્રમ સંવતના નામથી વ્યવહારમાં આવ્યું. . જૈન ગ્રંથોમાં વિક્રમાદિત્યનો પરિચય મળે છે. એ પ્રમાણે માલવ પ્રદેશની અવંતી નગરીમાં ગર્દભિલ્લ નામનો રાજા રાજ્ય કરતો હતો. એની પહેલી રાણી ધીમતીથી ભર્તુહરિ અને ત્યાર બાદ બીજી રાણી શ્રીમતીથી વિક્રમનો જન્મ થયો. બંને રાજકુમાર અનુક્રમે તરુણ થયા. ગર્દભિલ્લે એના મોટા પુત્રનાં લગ્ન રાજા ભીમની રાજકુમારી અંગસેના સાથે કરાવ્યું. ત્યાર બાદ ગર્દભિલ્લે અનેક દેશોને જીતીને એમના પર પોતાનો કબજો જમાવ્યો. - કાલાન્તરમાં હૃદયરોગથી રાજા ગર્દભિલ્લનું અવસાન થયું અને મંત્રીઓએ ભતૃહરિને અવંતીના રાજસિંહાસન ઉપર અભિષિક્ત કર્યો. એક વખત પોતાના મોટા ભાઈ વડે કોઈક કારણસર અપમાનિત થતા વિક્રમાદિત્ય ક્રોધે ભરાઈને ખગ લઈને એકલો જ અવંતી રાજ્યથી દૂર જતો રહ્યો. આ રીતે મોટા ભાઈ ભતૃહરિ અવંતી પર રાજ્ય કરવા લાગ્યો અને એનો અનુજ વિક્રમાદિત્ય દેશ-દેશાંતરોમાં પરિભ્રમણ કરવા લાગ્યો. શુભશીલગણિએ વિક્રમાદિત્યનાં માતા-પિતા, ભાઈ વગેરેનો ઉપરોક્ત પરિચય આપ્યા પછી - “યાં ચિંતયામિ સતત મયિ સા વિરકતા” આ લોક-વિશ્રુત શ્લોક આપતા અમરફળવાળો વૃત્તાંત આપ્યો છે, જેમાં જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 969696969696969696969 ૨૪૫ Page #255 -------------------------------------------------------------------------- ________________ એક બ્રાહ્મણ વડે અમરફળ પ્રાપ્ત કરવું, એને રાજા ભર્તુહરિને આપવું, રાજા દ્વારા એની રાણીને આપવું, રાણી દ્વારા કુબડા અથવાહકને, અથવાહક દ્વારા ગણિકાને અને ગણિકા દ્વારા ફરી રાજા ભર્તુહરિને એ ફળ આપવાનો ઉલ્લેખ છે. એમાં જણાવવામાં આવ્યું છે કે - “વસ્તુસ્થિતિની ખરી જાણ થતા જ ભર્તુહરિ સંન્યાસ ધારણ કરી વનમાં જતો રહ્યો અને એના પછી વિક્રમાદિત્ય ઉર્જનની રાજગાદી પર બેઠો. . (હિમવંત સ્થવિરાવલી અને વિક્રમાદિત્ય), “હિમવંત સ્થવિરાવલી'માં વિક્રમાદિત્યને મૌર્યવંશી બતાવવામાં આવ્યો છે. આ સ્થવિરાવલી પ્રમાણે અવંતીમાં સમ્મતિના નિઃસંતાન અવસાન પછી અશોકના પૌત્ર તેમજ તિષ્યગુપ્તના પુત્ર બલમિત્ર અને ભાનુમિત્ર નામના રાજકુમાર અવંતીના રાજસિંહાસન પર આરૂઢ થયા. બંને બંધુ આર્ય કાલકની બહેનના પુત્ર (ભાણેજ) ભૃગુકચ્છ રાજ્યના અધિપતિ બલમિત્ર - ભાનુમિત્રથી અલગ (જુદા) છે. એમનો શાસનકાળ વી. નિ. સં. ૩૫૩ થી ૪૧૩ સુધીનો છે, જ્યારે કે ભડાઁચના બલમિત્ર ભાનુમિત્રનો સમય વી. નિ. સં. ૪૫૪ પછીનો છે. એ બંને ભાઈ જૈન ધર્મના પરમોપાસક હતા. એમના દેહાંત પછી બલમિત્રનો પુત્ર નભોવાહન અવંતી રાજ્યનો સ્વામી બન્યો. નભોવાહન પણ જૈન ધર્મના અનુયાયી હતો. એનું મૃત્યુ થયા પછી એનો પુત્ર ગર્દભિલ્લ રાજા બન્યો. ગર્દભિલ્લના મૃત્યુ પછી શકોએ ઉજ્જૈન પર આધિપત્ય જમાવ્યું. આવી હાલતમાં યુવા રાજપુત્ર વિક્રમાદિત્યની પાસે ન તો કોઈ સંગઠિત સેના રહી કે ન કોઈ નાનું-મોટું રાજ્ય. પોતાના પૈતૃક રાજ્ય પર અધિકાર મેળવવા માટે એની પાસે ચોક્કસપણે વિદેશી શકોની વિરુદ્ધ પ્રજામાં વિદ્રોહ ભડકાવવા તથા અન્ય બીજી કોઈ શકિતની મદદ લેવા સિવાય બીજું કોઈ સાધન હાથવગું ન હતું. આવી દશામાં વિક્રમે એ સમયની એક વીર અને યૌદ્ધા જાતિના માલવોની સાથે વૈવાહિક અથવા બીજા કોઈક પ્રકારના માધ્યમે મૈત્રી કરી માલવોની મદદથી શકોને પરાસ્ત કરી અવંતીના પોતાના પિતૃક રાજ્ય ઉપર ૨૪૦ 99999999999છે જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #256 -------------------------------------------------------------------------- ________________ અધિકાર મેળવી લીધો. માલવોના આ અપાર ઉપકાર પ્રત્યે પોતાની કૃતજ્ઞતા પ્રગટ કરવા માટે વિક્રમાદિત્યએ અવંતી પ્રદેશનું નામ માલવ અને માલવોની સાથે થયેલ મૈત્રીને અમર બનાવવા માટે પ્રારંભમાં માલવ રાજ્યમાં અને કાલાન્તરે આખા ભારતમાં કૃત સંવત અથવા માલવ સંવત ચાલુ કર્યો, જેને વિક્રમ સંવતના નામથી જાણવામાં આવે છે. બધા જૈન ગ્રંથોમાં વિક્રમાદિત્યને જૈન ધર્માનુયાયી બતાવવામાં આવ્યો છે. (વાચનાચાર્ય આર્ય નંદિલ (આનંદિલ)) આર્ય મંગૂ પછી વાચક પરંપરામાં આર્ય નંદિલ સત્તરમાં વાચનાચાર્ય થયા. પ્રભાવક ચરિત્ર પ્રમાણે તેઓ વૈરોચ્યા દેવીના પ્રતિબોધ માનવામાં આવ્યા છે. આચાર્ય નંદિલે વૈરોસ્થાના અશાંત જીવનમાં જ્ઞાનોપદેશ વડે શાંતિ પ્રદાન કરી હતી. આથી વૈરોચ્યા ધરણેન્દ્રની મહારાણીના રૂપે જન્મ લીધા પછી આચાર્ય નંદિલ પ્રત્યે ભક્તિ તેમજ આદર કરવા લાગી. ભ. પાર્શ્વનાથનાં ચરણોમાં ભક્તિ ધરાવનારા ભક્તોનાં કષ્ટોના નિવારણ માટે તે સમયે-સમયે એમની મદદ કરવા લાગી. - આચાર્ય નંદિલે વૈરોચ્યાના સ્તુતિપરક “નમિઊણ જિર્ણ પાસ” આ મંત્રગર્ભિત સ્તોત્રની રચયિતા વૈરાટ્યાની સ્મૃતિને યાદગાર બનાવી દીધી. જિન ધર્મનો મોલિક ઇતિહાસ (ભાગ-૨) 99999999999 ૨૪૦ ] Page #257 -------------------------------------------------------------------------- ________________ | યુગપ્રધાનાચાર્ય આર્ય ભદ્રગુપ્ત આર્ય ધર્મના સ્વર્ગે સિધાવ્યા પછી વિ. નિ. સં. ૪૯૪માં આર્ય ભદ્રગુપ્ત સોળમા યુગપ્રધાનાચાર્ય બન્યા. દશપૂર્વધર આર્ય ભદ્રગુપ્ત આગમજ્ઞાનના પારગામી અને અપ્રતિમ વિદ્વાન હતા. એમણે વજ સ્વામી જેવા મહાન યુગપ્રધાન આચાર્યના શિક્ષાગુરુ હોવાનું સૌભાગ્ય મેળવ્યું છે. જે સ્વામીએ એમની પાસેથી દશપૂર્વોનું જ્ઞાન મેળવ્યું છે. જન્મ : વ. નિ. સં. ૪૨૮ દીક્ષા : વી. નિ. સં. ૪૪૯ આચાર્યપદ : વી. નિ. સં. ૪૯૪ સ્વર્ગગમન : વી. નિ. સં. પ૩૩ ગૃહસ્થપર્યાય : ૨૧ વર્ષ સામાન્ય સાધુવર્ષ : ૪૫ વર્ષ આચાર્યપદ ૩૯ વર્ષ કુલ આયુષ્ય : ૧૦૫ વર્ષ ૪ મહિના ૪ દિવસ. આર્ય રક્ષિતસૂરિએ એમની નિર્ધામણા (અંતિમ આરાધના) કરાવી. (વાચનાચાર્ય નાગહસ્તી) આચાર્ય આર્ય નંદિલ પછી નાગહસ્તી અઢારમા વાચનાચાર્ય થયા. “નંદીસૂત્રની સ્થવિરાવલી'માં આચાર્ય દેવદ્ધિ ક્ષમાશ્રમણએ એમને કર્મ પ્રકૃતિના પ્રધાન જ્ઞાતા તેમજ જિજ્ઞાસુઓની જિજ્ઞાસાઓનું એકદમ યોગ્ય અને સંતોષકારક સમાધાન કરવામાં દક્ષ બતાવ્યા છે. પૂર્વજ્ઞાન'ના ધારક હોવાને લીધે દ્રવ્યાનુયોગ અને કર્મવિષયક જ્ઞાનના તેઓને મર્મજ્ઞ માનવામાં આવ્યા છે. એમના શિષ્યોમાં આર્ય પાદલિપ્ત ઘણા જ પ્રભાવશાળી આચાર્ય થયા છે. (આર્ય પાદલિપ્ત) કોશલા નગરીમાં મહારાજ વિજયવર્માના રાજ્યમાં ફૂલ્લ નામનો એક બુદ્ધિશાળી અને દાનવીર શ્રેષ્ઠી રહેતો હતો. એની પત્નીનું નામ પ્રતિમાના હતું. તે રૂપ, ગુણ, શીલની આધારભૂમિ હોવા છતાં પણ ૨૪૮ 999999999999) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) Page #258 -------------------------------------------------------------------------- ________________ નિઃસંતાન હતી. કોઈકના કહેવાથી એણે વૈરોટ્યા દેવીની સાધના કરીને પુત્ર મેળવ્યો. જેનું નામ નાગેન્દ્ર રાખવામાં આવ્યું. પ્રતિમાનાએ એને ગુરુની નિધિ માનીને ૮ વર્ષ સુધી ઘણા લાડકોડથી એનું લાલન-પાલન કરીને એને ગુરુચરણોમાં ભેટરૂપે મૂકી દીધો. ૮ વર્ષનો જાણી ગુરુએ એને દીક્ષિત કર્યો અને મંડન નામના મુનિની દેખરેખ હેઠળ એની કેળવણીની ગોઠવણ કરી. પ્રખર બુદ્ધિશાળી હોવાને લીધે એ બાળકે ટૂંકા ગાળામાં જે સર્વ વિદ્યામાં વિશારદતા મેળવી લીધી. એની સેવાથી પ્રસન્ન થઈ ગુરુએ એને પાદલેપની વિદ્યા પ્રદાન કરી. આથી એમનું નામ પાદલિપ્ત વિખ્યાત થયું. પાટલિપુત્રમાં મુરુંડના રાજ્યના સમયની એક ઘટના છે કે મુરુંડ રાજાના માથામાં ૬ મહિનાથી અસહ્ય દુઃખાવો થઈ રહ્યો હતો. સંજોગવશાત્ પાદલિપ્ત પણ આચાર્યપદથી સંઘની જવાબદારી ઉપાડ્યા પછી પાટલિપુત્ર ગયા હતા, ત્યારે રાજાના માથાનો દુઃખાવો વિવિધ મંત્ર-તંત્ર, ઔષધ વગેરેથી ઓછો થતો ન હતો. રાજાએ એમનાં મંત્રીને આચાર્ય પાદલિપ્ત પાસે મોકલીને પોતાની શિરોવેદના દૂર, કરવાની પ્રાર્થના કરી; તેથી આચાર્યશ્રી રાજમહેલમાં ગયા અને પોતાની મંત્રશક્તિ વડે રાજાની શિરોવેદના સંપૂર્ણપણે શાંત પાડી. શિરશૂળ દૂર થતાં જ રાજા ઘણો ખુશ થયો અને આચાર્યશ્રીની કેટલીક કસોટીઓ કર્યા બાદ એમનો પરમ ભક્ત બન્યો. - આચાર્ય પાદલિપ્તની અવર્ણનીય પ્રતિભાના વિષયમાં જૈન સાહિત્યમાં અનેક કથાઓ પ્રચલિત છે. એમના વિષયમાં જણાવાયું છે કે - તેઓ ઔષધિઓના પાદલપ વડે ગગનમાર્ગથી વિચરણ કરતા હતા.' એમનો વિહાર-પ્રદેશ ઘણો મોટો જણાય છે. માન્યખેટનો રાજા કૃષ્ણ; કારપુરનો રાજા ભીમ આદિ અનેક રાજા-મહારાજા એમના અનુયાયી હતા. પાટલિપુત્ર ભૃગુકચ્છપુર આદિમાં એમણે એમના પ્રભાવના પ્રયોગ વડે અન્ય મત ધરાવનારા વર્ગ વડે જૈન ધર્માવલમ્બિયો વિરોધમાં પેદા કરાયેલ વાતાવરણને શાંત પાડી અનેક લોકોને જૈન ધર્મના અનુયાયી બનાવ્યા. - આર્ય નાગહસ્તીના વાચનાચાર્યકાળમાં ક્રમશઃ આર્યગુપ્ત, વજ અને રક્ષિત આ ત્રણ યુગપ્રધાનાચાર્ય થયા. જેમનો પરિચય આપવામાં આવી રહ્યો છે. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 863696969ચ્છ69696368 ૨૪૯ Page #259 -------------------------------------------------------------------------- ________________ 'યુગમયાનnયાર્ચ આયથા શ્રીરાપ્ત આર્ય ભદ્રગુપ્તના સ્વર્ગે સિધાવ્યા પછી આર્ય શ્રીગુપ્ત સત્તરમાં યુગપ્રધાનાચાર્ય થયા. એમનો કોઈ ખાસ પરિચય મળતો નથી. જન્મ ': વી. નિ. સં. ૪૪૮ દીક્ષા : વી. નિ. સં. ૪૮૩ આચાર્યપદ : વી. નિ. સં. ૧૩૩ સ્વર્ગારોહણ : વિ. નિ. સં. ૧૪૮ ગૃહસ્થપર્યાય : ૩૫ વર્ષ સામાન્ય સાધુપર્યાય : ૫૦ વર્ષ યુગપ્રધાનાચાર્યપર્યાય : ૧૫ વર્ષ કુલ આયુષ્ય : ૧૦૦ વર્ષ ૭ મહિના ૭ દિવસ. . છઠ્ઠો નિતંવ રોહગુપ્ત એમનો જ શિષ્ય હતો. (નિલવ રોહગુપ્ત) વી. નિ. સં. ૧૪૪માં રોહગુપ્તથી ઐરાશિક દૃષ્ટિની ઉત્પત્તિ બતાવવામાં આવી છે. ભગવદ્વચનના એક દેશના અપલાપ કરવાના લીધે રોગગુપ્તને નિવ માનવામાં આવ્યા છે. ઐરાશિક મતના ઉદ્ભવના વિષયમાં બતાવવામાં આવ્યું છે કે એક વખતે અંતરંજિકા નગરીની બહાર ભૂતગુહા ચૈત્ય(દેરાસર)માં શ્રીગુપ્ત નામના આચાર્ય એમના શિષ્યવૃંદ સાથે પધાર્યા. અંતરંજિકામાં રાજા બલશ્રીનું રાજ્ય હતું. આચાર્ય શ્રીગુપ્તના અનેક શિષ્યોમાંનો એક રોહગુપ્ત ઘણો બુદ્ધિશાળી શિષ્ય એમના ગામમાંથી આચાર્યની સેવામાં અંતરંજિકા જઈ ચઢ્યો. રસ્તામાં એણે એક પરિવ્રાજકને જોયો, જે એના પેટ ઉપર લોખંડનો પટ્ટો બાંધીને હાથમાં જાંબુની ડાળખી લઈને ઊભેલો હતો. જ્ઞાનની અધિકતાના લીધે ક્યાંક પેટ ફાટી ન જાય, એ માટે એ સંન્યાસીએ એના પેટ ઉપર લોખંડનો પટ્ટો બાંધેલો હતો; અને એ જ કારણે એ પોટ્ટસાલ નામથી પ્રખ્યાત થયો. પરિવ્રાજક પોતાના હાથમાં જાંબુની ડાળી લઈને જાણે એમ જણાવી રહ્યો ૨૫૦ ઉછ969696969696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) Page #260 -------------------------------------------------------------------------- ________________ હતો કે સમસ્ત જદ્વીપમાં એની સાથે વાદમાં ઊતરી શકે એવો કોઈ પ્રતિવાદી નથી. શાસ્ત્રાર્થ કરવા માટે વિદ્વાનોને લલકારતો તે ઢોલ વગાવડાવી રહ્યો હતો. રોહગુપ્ત પરિવ્રાજક દ્વારા કરાવેલી ઘોષણા સાંભળી. તેમજ એના અત્યંત વધુ અભિમાનને જોઈ ઢંઢેરો રોકાવ્યો. એણે કહ્યું : “હું પરિવ્રાજક સાથે શાસ્ત્રાર્થ કરીશ.” - ત્યાર બાદ રોહગુપ્ત ગુરુની સેવામાં ગયો અને પ્રણામ કર્યા પછી આચાર્યશ્રીની સેવામાં નિવેદન કર્યું : “ભગવન્! મેં પોટ્ટસાલ પરિવ્રાજક સાથે વાદ કરવાનું સ્વીકાર્યું છે.” આચાર્ય શ્રીગુખે કહ્યું : “પરિવ્રાજક સાથે વાદ કરવાનું સ્વીકારી તે બરાબર નથી કર્યું. પરિવ્રાજક વિદ્યાઓનો બળિયો છે. જો તે વાદમાં હારી જશે, તો પણ વિદ્યાઓનો પ્રયોગ કરી તને હરાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશે.” રોહગુપ્ત બોલ્યાં : “મેં તો વાદ કરવાનું સ્વીકારી લીધું છે. આથી હવે એને કેવી રીતે હરાવી શકાય, તે જણાવવાની કૃપા કરો.” આથી આચાર્ય શ્રીગુપ્ત સિદ્ધમાત્ર વિદ્યાઓ આપી રોહગુપ્તને પોતાનું રજોહરણ પણ આપ્યું અને કહ્યું : “જો વિદ્યાઓ સિવાય પણ કોઈ ઉપદ્રવ્ય થાય તો આ રજોહરણને ફેરવી દેજે, તને કોઈ જીતી નહિ શકે.” રોહગુપ્ત ગુરુ પાસેથી મેળવેલી વિદ્યાઓ અને રજોહરણ લઈને રાજસભામાં હાજર થયો અને બોલ્યો : પરિવ્રાજિક! પોતાનો પૂર્વપક્ષ ઉપસ્થિત કરે.” પરિવ્રાજકે વિચાર્યું કે - “આ શ્રમણો ઘણા હોશિયાર હોય છે, માટે એમના સિદ્ધાંતોને હું મારી તરફથી પૂર્વપક્ષના રૂપે પ્રસ્તુત કરું.” આમ વિચારી તે બોલ્યો: “સંસારમાં બે રાશિઓ છે - જીવરાશિ અને અજીવરાશિ.” રોહગુપ્ત પ્રતિપક્ષમાં કહ્યું : “નહિ, ત્રણ રાશિઓ હોય છે. જીવ, અજીવ અને નો જીવ. જીવ અર્થાત્ ચેતનાવાળા પ્રાણી, અજીવ ઘટ-પટ વગેરે જડ પદાર્થ અને નોજીવ - ગરોળીની કપાયેલી પૂંછડી.” - “સંસારમાં ત્રણ પ્રકારના પદાર્થ હોય છે. દંડના પણ ત્રણ ભાગ હોય છે, આદિ, મધ્ય અને અંત, લોક પણ ઊર્ધ્વલોક, અધોલોક અને જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 96969696969696969696969 ૨૫૧ | Page #261 -------------------------------------------------------------------------- ________________ મધ્યલોક - આ પ્રમાણે ત્રણ હોય છે. માટે એમ કહેવું ઉચિત નથી કે રાશિઓ બે જ હોય છે.” રોહગુપ્તનો જોરદાર તર્ક સાંભળી પરિવ્રાજક બિસિયાણો પડી ગયો અને તે પોતાની વિદ્યાના જોરે રોહગુપ્તને જીતવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પરિવ્રાજકે ક્રમશઃ વૃશ્ચિકી, સર્પિકી, મૂષિકી, કાકી અને મૃગી વિદ્યાઓનો રોહગુપ્ત ઉપર પ્રયોગ કર્યો. રોહગુપ્ત મયૂરી, નકુલી, માર્જરી, વ્યાઘી અને ઉલૂકી વિદ્યાઓ વડે પરિવ્રાજકની એ બધી વિદ્યાઓને પ્રભાવહીન બનાવી દીધી. વિદ્યાબળના પ્રયોગમાં પણ રોહગુપ્તથી પરાજિત થઈ જતા પરિવ્રાજક બોખલાઈ ગયો. એણે છેલ્લે પોતાના આખરી શસ્ત્રના રૂપમાં સુરક્ષિત ગર્દભી વિદ્યાનો રોહગુપ્ત ઉપર પ્રયોગ કર્યો. રોહગુપ્ત પાસે એને કાપનારી કોઈ વિદ્યા ન હોવાથી, એણે ગુરુ પાસેથી મેળવેલ રજોહરણના માધ્યમથી ગર્દભી વિદ્યાને પ્રભાવહીન કરી પરિવ્રાજકને હરાવી દીધો. રાજા અને સભ્યો દ્વારા રોહગુપ્તને વિજેતા અને પરિવ્રાજકને પરાસ્ત ઘોષિત કરવામાં આવ્યો. આમ વિજેતા રોહગુપ્ત પોતાના ગુરુની સેવામાં પાછો ફર્યો અને એણે આખી ઘટના અક્ષરશઃ એમને જણાવી. ત્રણ રાશિઓના નિરૂપણની વાત સાંભળી આચાર્ય શ્રીગુખે કહ્યું : “વત્સ ! વધારાનું સૂત્ર નિરૂપીને વિજય મેળવવો યોગ્ય નથી. સભામાંથી ઊઠતા જ તારે આનું સ્પષ્ટીકરણ કરી દેવું જોઈતું હતું કે આપણા સિદ્ધાંતમાં ત્રણ રાશિઓ નથી. મેં તો ફક્ત વાદીની બુદ્ધિને પરાભૂત કરવા માટે જ ત્રણ રાશિઓ પ્રયોજી છે. ખરેખર તો બે જ રાશિઓ છે. જીવરાશિ અને અજીવરાશિ. હજી પણ સમય છે, તું તરત જ રાજસભામાં જઈ સત્યવ્રતની રક્ષા માટે સ્પષ્ટીકરણની સાથે યથાર્થ સ્થિતિ જણાદી દે.” પરંતુ રોહગુખે ગુરુની આજ્ઞા વણસાંભળી કરી. તે મૌન ધારણ કરી પોતાની જગ્યાએ બેસી રહ્યો. આચાર્યશ્રી એ રાજ્યસભામાં જવા માટે વારંવાર દબાણ કર્યું, તો રોહગુપ્ત એમની સામે વાદ કરવા ઊભો થઈ ગયો. એણે એની વાત સાચી કરાવવાનો પ્રયત્ન કર્યો. ૨૫૨ 969696969696999 જેન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) Page #262 -------------------------------------------------------------------------- ________________ રોહગુપ્તને પોતાની સાથે વાદ કરતો જોઈ આચાર્યશ્રીએ રાજકુળમાં જઈ કહ્યું : “રાજન્ ! મારા શિષ્ય રોહગુપ્તે જે તમારી રાજસભામાં ત્રણ રાશિઓનું નિરૂપણ કર્યું છે, ખરેખર તો તે સિદ્ધાંત વિરુદ્ધ છે. હકીકતમાં બે જ રાશિઓ છે. તમે અમારા બંને વચ્ચે થનારા વાદ-પ્રતિવાદને સાંભળી સત્યનો નિર્ણય કરો." રાજા એ માટે તૈયાર થતા ગુરુ-શિષ્યની વચ્ચે વાદ-વિવાદ શરૂ થયો અને અવિરત છ મહિના સુધી ચાલતો રહ્યો. એનાથી રાજ્યના કારભારમાં વિક્ષેપ પડવાના કારણે રાજાએ આચાર્યશ્રીને વાદને શીઘ્ર સમાપ્ત કરવાની વિનંતી કરી. અતઃ બીજા દિવસે આચાર્ય શ્રીગુપ્તે છ મહિનાઓથી ચાલતા રહેલા શાસ્ત્રાર્થને નિર્ણાયક સ્થિતિમાં લાવવા માટેનો પ્રયાસ કરતા રાજસભાની સામે રાજાને કહ્યું : “રાજન્ ! કુત્રિકાપણમાં સંસારમાં રહેલા બધાં જ દ્રવ્ય (પદાર્થ) મળે છે; ત્યાંથી જીવ, અજીવ અને નોજીવ આ ત્રણેય દ્રવ્યોને મંગાવો.” રાજાએ તરત જ રાજ્યાધિકારીઓને કુત્રિકાપણ પર મોકલ્યા. ત્યાં જીવ અને અજીવ તો મળ્યા, પણ નોજીવ માંગવા છતાં કોઈ વસ્તુ ન મળી. રાજાએ પોતાનો નિર્ણય સંભળાવતા કહ્યું : “સંસારમાં જીવઅજીવ આ બે જ રાશિઓ છે, નોજીવ નામની ત્રીજી કોઈ રાશિ નથી.” આ પરિસ્થિતિમાં આચાર્યશ્રીને વાદમાં વિજેતા જાહેર કરવામાં આવે છે અને રોહગુપ્તને પરાજિત ! રોહગુપ્તે પોતાનો દુરાગ્રહ છોડ્યો નહિ. આથી આચાર્ય શ્રીગુપ્તે એને શ્રમણસંઘમાંથી બહિષ્કૃત કરી દીધો. રોહગુપ્તે વૈશેષિક દર્શનનું પ્રણયન કર્યું. 卐 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૨૫૩ Page #263 -------------------------------------------------------------------------- ________________ યુગપ્રધાનાચાર્ય આર્ય વજ્ર સ્વામી ભગવાન મહાવીરના શાસનમાં થયેલા પ્રભાવશાળી આચાર્યમાંના એક વજ સ્વામીનું ઘણું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. તેઓ અઢારમા યુગપ્રધાનાચાર્ય હતા. એમના જીવનની સૌથી મોટી વિશેષતા એ છે કે એમને જન્મ પછી તરત જ જાતિ-સ્મરણજ્ઞાન થતા એમના જન્મની પહેલા દિવસથી જ સંસારથી સમગ્રતયા વિરક્ત અને વૈરાગ્ય ભાવનાઓથી ઓળઘોળ થઈ આજીવન સ્વ-પર કલ્યાણમાં મચી રહ્યા. આર્ય વજ સ્વામીના પિતામહ શ્રેષ્ઠી ધન અવંતી પ્રદેશના તુંબવન નામના નગરના રહેવાસી હતા. એમની ગણતરી અવંતી રાજ્યના અત્યંત સમૃદ્ધિશાળી, પ્રતિષ્ઠિત અને પ્રમુખ શ્રેષ્ઠીઓમાં કરવામાં આવતી હતી. તેઓ દાનવીર, દયાળુ તેમજ ઉદાર સ્વભાવ ધરાવનારા હતા, તેથી તેમનું યશોગાન દૂર-સુદૂર સુધી ગવાતું હતું. એ દિવસોમાં તુંબવન નગરમાં ધનપાલ નામનો એક વેપારી રહેતો હતો, જે અઢળક ધનસંપદાનો સ્વામી હતો. શ્રેષ્ઠી ધનપાલનો સમિત નામનો પુત્ર અને સુનંદા નામની સર્વગુણસંપન્ન અત્યંત રૂપસૌંદર્યા પુત્રી હતી. શ્રેષ્ઠીપુત્ર સમિતે આર્ય સિંહગિરિના ઉપદેશથી પ્રતિબોધિત થઈ કિશોરાવસ્થામાં જ પોતાના પિતૃક અતુલ વૈભવને ત્યજીને ઉત્કૃષ્ટ વૈરાગ્યની સાથે સિંહગિરિની પાસે શ્રમણધર્મની દીક્ષા અંગીકાર કરી લીધી. આ તરફ સુનંદા વિવાહયોગ્ય છંતાં ધનપાલ ચિંતિત રહેવા લાગ્યો. પોતાની જેમ જ કુળ, શીલ અને વૈભવશાળી શ્રેષ્ઠી ધનના પુત્ર ધનગિરિને પોતાની પુત્રી માટે સુપાત્ર સમજીને ધનપાલે એની સામે સુનંદા સાથે પાણિગ્રહણ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. ભોગો પ્રત્યે અનિચ્છા હોવા છતાં પણ ધનપાલના અત્યાધિક પ્રેમપૂર્વક આગ્રહ સામે ધનિરિએ નમવું પડ્યું. આખરે એક દિવસે સારું મુહૂર્ત જોઈ બંનેના વિવાહ ઘણા હર્ષોલ્લાસ અને ધામધૂમથી ઉજવાયા. નવદંપતી સહજ-સુલભ સાંસારિક ભોગોપભોગોનો મર્યાદામાં રહીને ઉપભોગ કરવા લાગ્યા. થોડા જ દિવસો પછી સુનંદાની કુક્ષિમાં એક ભાગ્યશાળી જીવે અવતાર લીધો. ૨૫૪ | ૭૩ ઊઊઊ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) Page #264 -------------------------------------------------------------------------- ________________ ગર્ભસૂચક શુભ-સ્વપ્નથી ધનગિરિ અને સુનંદાને વિશ્વાસ બેસી ગયો કે એમને એક અત્યંત સૌભાગ્યશાળી પુત્રરત્ન પ્રાપ્ત થવાનો છે. ગર્ભના વધવાની સાથે-સાથે સુનંદાનો આનંદ પણ વધવા લાગ્યો. “જ્ઞાતે તત્ત્વક સંસાર' આ ઉક્તિ પ્રમાણે જ્ઞાતતત્ત્વા વૈરાગી ધનગિરિના મનમાં સાંસારિક ભોગો પ્રત્યે કોઈ પણ રીતનું આકર્ષણ બાકી ન રહ્યું. તેઓ ઘર, પરિવાર અને વૈભવ આદિને દીર્ઘ બંધનકર્તા સમજતા હતા. એમણે આત્મકલ્યાણ માટે યોગ્ય અવસર આવેલો જોઈ પોતાની પત્નીને ખુશીમાં જોઈ એનો ફાયદો લેવાનું નક્કી કર્યું. ધનગિરિએ એક દિવસ સુનંદાને કહ્યું : “સરલે ! તું એ જાણે જ છે કે હું સાધનામાર્ગનો માર્ગ બની આત્મહિત-સાધના કરવા માગું છું. સદ્નસીબે તને તારા જીવનનિર્વાહ માટે જલદી જ પુત્ર મળવાનો છે. હવે હું પ્રવ્રજિત થઈ સ્વકલ્યાણ કરવા માંગુ છું. તારા જેવી સન્નારીઓ પોતાના પ્રિયતમના કલ્યાણમાર્ગને સુખકારી બનાવવા માટે મહાનથી પણ મહાન ત્યાગ આપવા માટે હંમેશાં ખુશી-ખુશી તૈયાર રહે છે. આથી તું મારા આત્મસાધનાના માર્ગમાં મદદનીશ બની મને પ્રવ્રજિત થવાની અનુમતિ આપ, આ મારી હાર્દિક ઇચ્છા છે.” આર્ય ધનગિરિના અંતસ્તલસ્પર્શી ઉદ્ગારોથી સુનંદાનું સુષુપ્ત આર્ય-નારિત્વ પોતાના સ્વરૂપમાં અચાનક જાગી ગયું. એણે શાંત, ધીમા પણ સુદઢ સ્વરમાં કહ્યું : “પ્રાણાધાર ! તમે ખુશી-ખુશી પોતાનો પરમાર્થ સિદ્ધ કરો. હું તમારા વડે અપાયેલા જીવનાધારના સહારે આર્યનારીને છાજે એવું ગૌરવપૂર્ણ જીવન ગાળી લઈશ.” સુનંદા પાસેથી અનુમતિ મેળવી ધનગિરિ મહાભિનિષ્કમણયાત્રા માટે ઘરેથી નીકળ્યા. એ વખતે સંજોગવશાત્ આર્ય સિંહગિરિ તુંબવનમાં પધારેલા હતા. ધનગિરિએ આચાર્ય સિંહગિરિની સેવામાં હાજર થઈ નિગ્રંથપ્રવ્રજ્યા ગ્રહણ કરી અને ગુરુચરણોમાં આગમોનો અભ્યાસ કરવાની સાથે-સાથે કઠોર તપનું આચરણ અને સંયમ-સાધના કરવા લાગ્યા. આર્ય વૈરાગ્યના રંગે એટલા બધા રંગાઈ ગયા હતા કે એમને એક પળ માટે પણ પત્નીની યાદ સુધ્ધાં ન આવી. ' સુનંદાએ ગર્ભાવસ્થાનો સમય પૂરો થતા વી. નિ. સં. ૪૯૬માં એક અત્યંત તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. અને આ સમાચાર જેને-જેને જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 9969696969696969696969 ૨૫૫ | Page #265 -------------------------------------------------------------------------- ________________ મળ્યા, તેમણે હાર્દિક આનંદ અનુભવ્યો. કુટુંબી સ્ત્રીઓ અને સુનંદાની બહેનપણીઓએ ઘણા આનંદ અને ઉલ્લાસથી એ પુત્રનો જન્મોત્સવ ઉજવ્યો. એ શુભપ્રસંગે કોઈકે કહ્યું કે - “જો આ બાળકના પિતા પ્રવ્રજિત ન થયા હોત તો આજે એનો જન્મોત્સવ હજી પણ વધુ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવતો.” ઉપર બોલાયેલાં વાક્યો કાનોમાં પડતાં જ પૂર્વજન્મના સંસ્કારથી બાળકને જાતિસ્મરણજ્ઞાન થઈ ગયું. નવજાત શિશુએ મનોમન વિચાર કર્યો : “અહો ! મારા પિતા ઘણા પુણ્યશાળી છે કે એમણે શ્રમણત્વ સ્વીકાર કરી લીધું. મારે પણ કાળાતરમાં જેમ બને તેમ જલદી સંયમ ધારણ કરવો છે, કારણ કે સંયમના પરિપાલનથી જ મારો ભવસાગરથી ઉદ્ધાર થઈ શકે છે.” એની માતાનું મમત્વ વધે નહિ અને એના વર્તનથી દુઃખી થઈ માતા એનો તરત જ ત્યાગ કરે એના માટે રડવું એક અકસીર ઉપાય છે એમ સમજી બાળકે તરત જ રડવાનું ચાલુ કર્યું. બાળકને રડતું બંધ કરવા માટે સુનંદાએ, એની બહેનપણીઓએ અને બધી જ મોટી, વડીલ, વૃદ્ધા, સમજુ સ્ત્રીઓએ દરેક પ્રકારના ઉપાયો કર્યા, પણ બાળકનું રુદન તો નિરંતર ચાલતું જ, રહ્યું. પોતાના પુત્રના આમ અવિરત રુદન-કંદનથી સુનંદા ઘણી દુઃખી રહેવા લાગી. એને ન તો રાતે શાંતિ હતી કે ન દિવસે. તે વારંવાર ઊંડા નિઃસાસા નાખીને કહેતી: “પુત્ર! આમ તો તું ઘણો નયનાભિરામ છે, તેને જોઈને મારી આંખોને ઠંડક મળે છે, પણ તારું આ હંમેશાંનું રડવું ઘણું કર્કશ લાગે છે. આ મારા હૃદયમાં શૂળની જેમ ભોંકાય છે. આમ જેમ-તેમ કરીને સુનંદાએ ૬ મહિના ૬ વર્ષની જેમ પસાર કર્યા. સંયોગથી એ સમયે આર્ય સિંહગિરિનું તુંબવનમાં આગમન થયું.” મધુકરીના સમયે જે વખતે આર્ય ધનગિરિ મધુકરી માટે પોતાના ગુરુ પાસે આજ્ઞા લઈ જવા લાગ્યા, તે જ સમયે પક્ષીવિશેષનો અવાજ સાંભળી નિમિત્તજ્ઞ આર્ય સિંહગિરિએ એમના શિષ્ય ધનગિરિને સાવધાન કરતા કહ્યું કે - “વત્સ ! આજે ભિક્ષામાં તને સચિત્ત, અચિત્ત અથવા મિશ્રિત જે પણ વસ્તુ મળે, એને કોઈ પણ જાતનો વિચાર કર્યા વગરનું સ્વીકારી લેજે.” ( ૨૫૬ 999999993399/ન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૨) Page #266 -------------------------------------------------------------------------- ________________ યથાજ્ઞાપતિ દેવ' કહીને આર્ય ધનગિરિ આર્ય સમિત સાથે ભિક્ષા માટે ભ્રમણ કરતા-કરતા બધાથી પહેલા સુનંદાના ઘરે પહોંચ્યા. આર્ય ધનગિરિ અને સમિતને સુનંદાના ઘરે ભિક્ષા માટે આવતા જોઈ સુનંદાની અનેક સહેલીઓ સુનંદા પાસે જઈને કહેવા લાગી : “સુનંદે ! તું તારો આ પુત્ર ધનગિરિને આપી દે.” સુનંદા એના પુત્રના ક્યારેય પણ બંધ ન થનારા રુદનથી દુઃખી તો હતી જ, એણે તરત જ પોતાની સહેલીઓની વાત સાંભળીને પોતાના પુત્રને બંને હાથોથી ઊંચકીને ધનગિરિને વંદન કરતા કહ્યું : “તમારા આ પુત્રના એકધારા રુદનથી હું ઘણી જ દુઃખી થઈ છું. કૃપા કરી તમે એને લઈ જાઓ અને તમારી પાસે જ રાખો. જો એ તમારી પાસે રહીને સુખી રહેશે, તો એનાથી મને સુખનો જ અનુભવ થશે.” - આર્ય ધનગિરિએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું : “શ્રાવિકે ! હું એને લેવા માટે તૈયાર છું, પણ સ્ત્રીઓની વાતનો વિશ્વાસ કરી શકાતો નથી. ભવિષ્યમાં કોઈ પણ રીતનો વિવાદ ન જાગે, એ માટે તે અનેક વ્યક્તિઓને સાક્ષીમાં રાખીને એમની સામે પ્રતિજ્ઞા કરી કે - “ભવિષ્યમાં તું ક્યારેય તારા આ પુત્રના વિષયમાં કોઈ પણ રીતની કોઈ વાત નહિ કહીશ.” સુનંદાએ અત્યંત ખિન્ન વદને કહ્યું: “એક તો આર્ય સમિત (સાંસારિક પક્ષે સુનંદાના સહોદર) મારા સાક્ષી છે અને એમના સિવાય મારી આ બધી જ બહેનપણીઓ સાક્ષી છે. આ બધાને સાક્ષીમાં રાખી હું સ્વીકારું છું કે આ ક્ષણ પછી હું મારા આ પુત્રના સંબંધમાં ક્યારેય કોઈ વાત કહીશ નહિ.” - ત્યાર બાદ સુનંદાએ એના પુત્રને મુનિ ધનગિરિના પાત્રમાં મૂકી દીધો. બાળકે તરત જ અત્યંત સંતોષ અનુભવી રડવાનું બંધ કરી દીધું. મુનિ ધનગિરિએ ઝોળીના વસ્ત્રને બાંધી લઈ જમણા હાથથી દઢતાપૂર્વક પાત્રબંધને ઝાલીને સુનંદાના ઘરેથી નીકળી આર્ય સિંહગિરિ પાસે ગયા. સુનંદાના આંગણેથી નીકળીને ઉપાશ્રય સુધી પહોંચતા સુધીમાં તો મુનિની બાંયો એ શિશુના વજનથી એટલી ભારે થઈ ગઈ કે જાણે હમણાં જ તૂટી પડશે. જેમ-તેમ કરીને એ વજનને ઊંચકીને તેઓ ગુરુ પાસે પહોંચ્યા. વજનને લીધે એક તરફ નમી પડેલા ધનગિરિને દૂરથી જોતાંની સાથે જ આર્ય સિંહગિરિ એમની પાસે આવીને એમના જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) 96969696969696969696962 ૨૫o | Page #267 -------------------------------------------------------------------------- ________________ હાથમાંથી એ બંધ ઝોલીને પોતાના હાથોમાં લઈ લીધી. એ ઝોળીને હાથમાં લેતાંની સાથે જ આર્ય સિંહગિરિએ ધનગિરિને અચરજપૂર્ણ સ્વરમાં પૂછ્યું : “મુને ! તમે આ વજરાય સમાન અત્યંત ભારી આજે શું લાવ્યા છો ? આ તો મારા હાથની પકડમાંથી પણ છૂટી રહ્યું છે.” આમ કહેતાં આર્યે પોતાના આસન ઉપર એ પાત્રને રાખી ઝોળીને ખોલીને જોઈ. પાત્રમાં ચંદ્ર સમાન કાંતિયુક્ત પરમ તેજસ્વી બાળકને જોઈ આર્ય સિંહગિરિએ એ બાળકનું નામ વજ રાખ્યું અને કહ્યું : “આ બાળક પ્રવચનનો આધાર હશે, એનું સંરક્ષણ કરવામાં આવે.” આચાર્ય સિંહગિરિએ સાધ્વીઓના ઉપાશ્રયમાં શય્યાતરીની દેખરેખમાં બાળક વજને સોંપી દીધો અને પોતે ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા. શય્યાતરી શ્રાવિકા પોતાનાં બાળકોની સંભાળ રાખતા પહેલાં બાળક વજના દૂધ, સ્નાન, મર્દન વગેરેનું પૂરેપૂરું ધ્યાન રાખતી અને આખો દિવસ ઉપાશ્રયમાં રાખીને રાત્રે પોતાના ઘરે લઈ જતી. બાળક પણ મળમૂત્રની શંકા થતા મોઢાના હાવભાવ વડે અથવા તો રડીને શય્યાતરીને સચેત કરી દેતો અને એમને તકલીફ આપતો ન હતો. બાળકની આ બદલાયેલી પરિસ્થિતિ અને શ્રાવિકા શય્યાતરીની ઘણી લગનથી કરાયેલી સેવા-શુશ્રૂષાને લીધે એની હૃષ્ટ-પૃષ્ટ થવાની વાત સાંભળી સુનંદા એના પુત્રને જોવા માટે એક દિવસ ઉપાશ્રયમાં જઈ પહોંચી. પોતાના સુંદર અને સ્વસ્થ પુત્રને પ્રસન્ન મુદ્રામાં જોઈ સુનંદાના હૃદયમાં માતૃસ્નેહ - મમતા ઉછાળા મારતા દરિયાની જેમ ઊમટી પડ્યો. એણે શય્યાતરીને આગ્રહ કર્યો કે - ‘તે એનો પુત્ર પાછો એને આપી દે,' પણ શય્યાતરીએ વાત માની નહિ. સુનંદા માતૃસ્નેહના લીધે બાળક વજને સમયે-સમયે આવી સ્તનપાન કરાવી જતી. આમ આ રીતે બાળક વજ્ર ૩ વર્ષનો થઈ ગયો. તે જાતિસ્મરણજ્ઞાનના લીધે પ્રાસુક ભોજન જ લેતો અને સાધ્વીઓના મોઢેથી શાસ્ત્રો સાંભળવામાં ઘણો રસ દાખવતો હતો. ભવિષ્યમાં અનેક પ્રદેશોમાંથી વિચરણ કરીને આર્ય સિંહગિરિ પોતાના શિષ્યો સાથે તુંબવનમાં પધાર્યા. સુનંદાએ આર્ય ધનગિરિ પાસે જઈ એમની પાસે પોતાના પુત્રને પરત કરવા માટે વિનંતી કરી. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૨૫૮ Page #268 -------------------------------------------------------------------------- ________________ આર્ય ધનગિરિએ સુનંદાને સાધુ-આચાર સંબંધમાં સમજાવતા કહ્યું કે - “શ્રાવિકે ! અમે સાધુ લોકો સાધુ-કલ્પ પ્રમાણે જે રીતે એકવાર સ્વીકારાયેલ વસ્ત્ર-પાત્ર આદિ વસ્તુને ફરી આપી શકતાં નથી, બરાબર એ જ પ્રમાણે એકવાર સ્વીકારી લીધેલા બાળક વજને પણ તને પાછો આપી શકતા નથી. તું તો પોતે જ ધર્મની જાણકાર છે, આથી એકવાર સ્વીકારેલી વાતથી ફરી જવાની ઉચિત ન લાગતી વાત તને શોભતી નથી. તે આર્ય સમિત અને તારી બહેનપણીઓને સાક્ષી બનાવીને બાળક વજને મને આપતી વખતે કહેલું હતું કે - ‘આ બાળક હું તમને આપું છું, હવે હું ક્યારેય પણ આ બાળક સંબંધમાં કોઈ પણ પ્રકારની વાત કરીશ નહિ.' આથી હવે તારે તારી એ પ્રતિજ્ઞાને પાળવી જોઈએ.” આર્ય ધનિગિર વડે બધી રીતે સમજાવવા-મનાવવા છતાં પણ સુનંદાએ પોતાની આ અવિચારી જીદ છોડી નહિ, તો સંઘના મુખ્ય સદસ્યોએ પણ એને સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ તેમ છતાં સુનંદા એની હઠ પર વળગી રહી અને એણે રાજદ્વારમાં ટહેલ નાંખી અને પોતાની વાત આગળ ધરી ઉચિત ન્યાયની માગણી કરી. ન્યાયાધિકારીઓએ બંને પક્ષો પાસેથી પૂરેપૂરી જાણકારી મેળવી ને એ જટિલ સમસ્યાનો નિર્ણય લાવવા રાજાને જણાવ્યું. બંને પક્ષોના મોઢેથી વારાફરતી બાળકને આપવા અને લેવાની વાત સ્વીકારવાની સાંભળી રાજા સહિત ન્યાયાધીશ પણ ઘણા અસમંજસમાં પડી ગયા કે - ‘એક તરફ તો માતા એના પુત્રને મેળવવા માટે માગણી કરી રહી છે, તો બીજી તરફ સ્વયં સુનંદાએ સ્વેચ્છાએ પોતાનો એ પુત્ર મુનિને આપી દીધેલો છે, જે પુત્રનો પિતા અને સુનંદાનો પતિ રહેલો છે. સાધુને આપી દીધા પછી એ બાળક સંઘનો થઈ ચૂક્યો છે. ખરેખર તો જોવા જતા સંઘ જ સર્વોપરી છે, કારણ કે તીર્થંકરોએ પણ સંઘને સન્માન આપ્યું છે.' આખરે ઘણો વિચાર-વિમર્શ કર્યા પછી રાજાએ એમ નિર્ણય,આપ્યો કે - ‘આ બાળક બંને પક્ષોમાંથી જે પક્ષ પાસે સ્વેચ્છાએ જતો રહેશે, એની પાસે જ રહેશે.’ ' રાજાની આજ્ઞા પ્રમાણે પ્રથમ અવસર માતાને આપવામાં આવ્યો. સુનંદાએ બાળકને લલચાવવા માટે આકર્ષક એવા અનેક જાતનાં સુંદર જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૩૭૭૭ ૨૫૯ Page #269 -------------------------------------------------------------------------- ________________ અને મનોરમ્ય રમકડાં, બાળકોને ખૂબ ભાવતા મિષ્ટાન્ન આદિ બાળક વજની સામે હાજર કરતાં, એને પોતાની પાસે બોલાવવા માટે ઘણીવાર મીઠાં હુલામણાં સંબોધનો અને હાથ-તાળીના અવાજ સાથે હાથોને ફેલાવીને એને બોલાવવાનો પ્રયત્ન કર્યો, પણ બધું જ નિરર્થક રહયું. એક પ્રબુદ્ધચેતા યોગીની જેમ વજ પ્રલોભનોથી લેશમાત્ર પણ આકર્ષાયો નહિ. તે પોતાના સ્થાનેથી લેશમાત્ર પણ ડગ્યો નહિ. ત્યાર બાદ રાજાએ બાળકના પિતા મુનિ ધનગિરિને અવસર આપ્યો. આર્ય ધનગિરિએ પોતાનું રજોહરણ બાળક વજની સામે ઊંચકતા કહ્યું: “વત્સ ! જો તું તત્ત્વજ્ઞ અને સંયમ ગ્રહણ કરવા માટે ઇચ્છા ધરાવતો હોય, તો તારી કર્મ-રજ(ધૂળ)ને ઝાટકવા માટે આ રજોહરણ લઈ લે.” આર્ય ધનગિરિ પોતાનું વાક્ય પૂરું પણ કરી શક્યા ન હતા કે બાળક પોતાના સ્થાનેથી કૂદીને એમના ખોળામાં જઈને બેસી ગયો અને એમના હાથમાંથી રજોહરણ લઈ એની સાથે રમત રમવા લાગ્યો. સમસ્ત પરિષદ આ જોઈ પળવાર માટે તો સ્તબ્ધ થઈ જોતી જ રહી. ધર્મના નારાથી ગગનચુંબી રાજમહેલ ગાજી ઊઠ્યો - “બાળક વજ સંઘની પાસે જ રહેશે.” આ રાજાજ્ઞા સંભળાવતા રાજાએ સાધુઓ અને સંઘના પ્રત્યે ભાવભીનો સન્માન દર્શાવ્યો. ત્યાર પછી બધાં પોતપોતાનાં સ્થળે જતાં રહ્યાં. સુનંદા મનોમન વિચારવા લાગી - “મારા સહોદર ભાઈ આર્ય સમિત દીક્ષિત થઈ ગયા, મારા પતિદેવ પણ દીક્ષિત થઈ ગયા અને હવે પુત્ર પણ દીક્ષિતની જેમ છે. આ હાલતમાં મારે પણ શ્રમણીધર્મમાં દીક્ષિત થઈ જવું જોઈએ.” બરાબર વિચારી-સમજીને એણે દીક્ષા લેવાનો મક્કમ નિર્ધાર કર્યો અને સાધ્વીઓની સેવામાં જઈ એણે શ્રમણીધર્મની દીક્ષા અંગીકાર કરી. ત્યાં સુધીમાં બાળક વજ ત્રણ વર્ષનો થઈ ચૂક્યો હતો. જેવો બાળક આઠ વર્ષનો થયો કે તરત જ આર્ય સિંહગિરિએ સાધ્વીઓની છત્રછાયામાંથી તેને દૂર કરી શ્રમણદીક્ષા પ્રદાન કરી અને પોતાની પાસે રાખવાનું શરૂ કર્યું. ત્યાર સુધીમાં તો બાળકે સાધ્વીઓના મોઢેથી સાંભળી-સાંભળીને અગિયાર અંગ પહેલેથી જ મોઢે કરી લીધા હતા. પોતાના શિષ્ય પરિવાર સાથે અનેક પ્રદેશોમાં વિચરણ કરતાકરતા કાલાન્તરમાં આર્ય સિંહગિરિ એક દિવસ એક પર્વત પાસે પહોંચ્યા. ૨૬૦ 6969696969696969696969]ન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)| Page #270 -------------------------------------------------------------------------- ________________ મુનિ વજની પરીક્ષા લેવાના ઇરાદાથી ત્યાં એમના પૂર્વજન્મના મિત્ર જંભક દેવોએ પોતાની વૈક્રિય-શક્તિથી ઘોર ગર્જના કરતા ઘનઘોર વાદળોનું સર્જન કર્યું. વરસાદ પડવાનાં લક્ષણો જણાતાં આર્ય સિંહગિરિએ પોતાના શિષ્યો સહિત એ પર્વતની ગુફામાં ગયા. એમના ગુફામાં પહોંચતા-પહોંચતાં સુધીમાં તો વાદળોની ગડગડાટ ને વીજળીના ચમકારા સાથે મુસળધાર વરસાદ થવા લાગ્યો. થોડીવારમાં ચારેય તરફ પાણી-પાણી થઈ ગયું. વરસાદ બંધ ન થવાના લક્ષણ જોઈ સાધુઓએ ઉપવાસનું વ્રત ગ્રહણ કરી લીધું અને પરમ સંતોષની સાથે આત્મચિંતનમાં મગ્ન થઈ ગયા. સાંજ પડતા-પડતા વરસાદ બંધ પડ્યો. આથી આર્ય સિંહગિરિએ એમના શિષ્યો સાથે રાત એ જ ગુફામાં વિતાવી. બીજા દિવસે બપોરના ગાળામાં આર્ય વજ મુનિ એમના ગુરુ પાસેથી આજ્ઞા મેળવી ભિક્ષા માટે વસ્તી તરફ જવા લાગ્યા. થોડેક દૂર જવા પછી મુનિ વજીએ એક નાની અમથી સુંદર વસ્તી જોઈ ને એમણે ભિક્ષા માટે એક ઘરમાં પ્રવેશ કર્યો. આ ઘરમાંના અત્યંત મૃદુ-સૌમ્ય આકૃત્તિવાળા કેટલાક ભદ્રપુરુષોએ મુનિ વજને પ્રણામ કરી એમને કુષ્માંડપાક (કોળાનો હલવો) ભિક્ષામાં આપવા માટે આગળ વધ્યા. નાની ઉંમર હોવા છતાં પણ વિચક્ષણ વજ મુનિએ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દૃષ્ટિએ વિચાર કરતા મનોમન વિચાર્યું કે - “આ દ્રવ્ય કુષ્માંડપાક, ક્ષેત્ર-માલવ પ્રદેશ, કાળ-ગ્રીષ્મકાળ અને ભાવની દૃષ્ટિએ અમ્લાન (મલિન નહિ એવા) ફૂલોના હાર પહેરેલા દિવ્ય દાનકર્તા, જેમના પગ હલન-ચલન દરમિયાન પૃથ્વીની સપાટીનો સ્પર્શ સુધ્ધાં નથી કરતા, એવી હાલતમાં ચોક્કસરૂપે આ લોકો મનુષ્ય નહિ, પણ દેવ હોવા જોઈએ. દેવતાઓ વડે આપવામાં આવેલ દાન સાધુ માટે કોઈ પણ પરિસ્થિતિમાં કલ્પનીય નથી માનવામાં આવ્યું.' આ રીતે જ્યારે એવું નક્કી થઈ ગયું કે આપવામાં આવનાર ભિક્ષા સદોષ છે, તો મુનિ વજએ સ્વીકાર નહિ કરવાના સ્વરમાં એ મનુષ્યરૂપ ધરેલા દેવોને કહ્યું : “ધુસદો ! આ કુષ્માંડપાક દેવપિંડનો હોવાને લીધે શ્રમણો માટે અગ્રાહ્ય છે.” વજમુનિના વિચક્ષણ બુદ્ધિકૌશલને જોઈને જંભક દેવ ઘણા અચંબામાં પડ્યા અને ખુશ થયા. એમણે વાસ્તવિક સ્વરૂપમાં પ્રગટ થઈ ન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) 2396969696969696969] ૨૦૧] Page #271 -------------------------------------------------------------------------- ________________ વજ મુનિને ભક્તિપૂર્વક નમસ્કાર કર્યા અને એમના વિશુદ્ધ શ્રમણાચાર માટે એમની ખૂબ-ખૂબ પ્રશંસા કરતા પોતાના સ્થાને પરત ફર્યા. કાલાન્તરમાં એ જ જંભક દેવોએ એક વખત ફરી વજે મુનિની પરીક્ષા કરવાનો વિચાર કર્યો. એક દિવસ ગ્રીષ્મકાલીન (ઉનાળા) બપોરની કાળઝાળ ગરમીમાં વજ મુનિ ભિક્ષાટન કરી રહ્યા હતા. પરીક્ષા માટેની યોગ્ય તક મળેલી જોઈ જૂભક દેવોએ પોતાની વૈક્રિયશક્તિ વડે સદ્ગસ્થોનું રૂપ ધરી દેવામાયાથી રચેલા પોતાના ઘરમાંથી વજ મુનિને ભિક્ષા સ્વીકારવાની પ્રાર્થના કરી. વ્રજ મુનિ ભિક્ષા માટે ઘરમાં દાખલ થયા. ગૃહસ્થરૂપ ધરેલા જંભકોએ મીઠાઈ- (સૂતરફેણી)થી ભરેલી થાળી મુનિની સામે ધરતા, એને ગ્રહણ કરવાની વિનંતી કરી. શરદઋતુમાં બનાવવામાં આવતા મિષ્ઠાન્નને મધ્યગ્રીષ્મ ઋતુમાં જોઈ વજમુનિએ આપવામાં આવેલ વસ્તુ, આપનાર દાતા વગેરે સંબંધમાં બારીકાઈથી નિરીક્ષણ કર્યું અને એ ભિક્ષાને દેવપિંડ બતાવતા અસ્વીકાર , કર્યો. વજ મુનિની વિશુદ્ધ આચારનિષ્ઠા અને ભિક્ષાત્રની પૂર્ણ જાણકારીથી પ્રસન્ન થઈ એમણે વજ મુનિને આકાશગામિની વિદ્યા પ્રદાન કરી. “આવશ્યક નિર્યુક્તિ'માં મહાપરિજ્ઞા અધ્યયન વડે પણ આર્ય વર્જએ આકાશગામિની વિદ્યા મેળવેલી બતાવવામાં આવેલી છે. - આર્ય વજ નાનપણથી જ ઘણા જ્ઞાનરસિયા અને સેવાભાવવાળા હતા. તેમણે ટૂંક સમયમાં જ પોતાના શમ, દમ, વિનય અને ગુણ ધારણ કરવાની વૃત્તિ આદિ અનુપમ ગુણોના લીધે ગુરુદેવ અને અન્ય બધા જ શ્રમણોના પ્રેમપાત્ર બની ગયા. ગુરુદેવ પાસે એમણે અંગશાસ્ત્રના જ્ઞાનને સંપન્ન કરી એમાંના ગૂઢ રહસ્યોને હૃદયંગમ કર્યા. (આર્ય વજની પ્રતિભા અને વિનયશીલતા) ઉપર વર્ણવેલી ઘટનાના બીજા જ દિવસે જ્યારે આર્ય સિંહગિરિ શૌચત્યાગ માટે જંગલ તરફ અને અન્ય સાધુ ગોચરી તેમજ બીજાં આવશ્યક કાર્યો માટે ઉપાશ્રયની બહાર ગયેલા હતા, એ વખતે એકાંત પામી વજ મુનિના મનમાં બાળસુલભ ચંચળતા જાગી. એમણે બધા સાધુઓના વિંટનો (વસ્ત્રો)ને ગોળાકારમાં ગોઠવી વર્તુળ બનાવી એની વચ્ચે બેસીને વારાફરતી અંગ અને પૂર્વોની વાચનઃ આપવા લાગ્યા. ૨૨ 96969696969696969696) જૈન ધર્મનો મોલિક ઇતિહાસ : (ભાગ-૨) Page #272 -------------------------------------------------------------------------- ________________ અખલિત મેઘ જેવા ગંભીર અવાજમાં આર્ય વજ વડે શાસ્ત્રોની વાચનાનો ક્રમ ચાલી રહ્યો હતો, બરાબર એ જ સમયે આર્ય સિંહગિરિ જંગલમાંથી આવી ગયા. આર્ય વજનો અવાજ ઓળખીને આર્ય સિહગિરિ દરવાજા પાસેની દીવાલની ઓથે ઊભા રહી ગયા. બાળક મુનિના મોઢેથી શાસ્ત્રના એકે-એક સૂત્રનું અત્યંત સ્પષ્ટ અને સુંદર વિવેચન સાંભળી આર્ય સિંહગિરિ આનંદિત થઈ ગદ્ગદ થઈ ગયા. પરમાનંદ અનુભવતા એમના હૃદયમાંથી અચાનક આ પ્રકારના ઉદ્ગાર સરી પડયા - “ધન્ય છે ભગવાન મહાવીરનું આ શાસન, ધન્ય છે આ ગચ્છ, જેમાં આ પ્રકારના અલૌકિક શિશુ મુનિ વિદ્યમાન છે.” બાળક-મુનિ ક્યાંક શરમાઈ ન જાય અથવા આઘાત ન પામે, એમ જોઈ આર્ય સિંહગિરિએ મોટા અવાજે આગમસૂચક “નિસિહીનિસ્સિહી' શબ્દોનું ઉચ્ચારણ કર્યું. પોતાના ગુરુનો અવાજ ઓળખાતા જ વજ મુનિને શરમની સાથે ડર પણ લાગ્યો. એમણે ઝડપથી સાધુઓને વિંટણો (વસ્ત્રો)ને એમની જગ્યાએ ગોઠવી દીધાં અને તેઓ નતમસ્તકે ગુરુ પાસે પહોંચ્યા. આર્ય વજએ સાદર પ્રણામ કર્યા પછી ગુરુના પગોને કપડાં વડે લૂછીને સાફ કર્યા. પોતાના ગુરુ સ્નેહનીતરતી મર્માળુ સ્મિતવાળા દેષ્ટિ પ્રપાતથી વજમુનિ અજાણ ન રહ્યા કે એમના વડે થયેલું કાર્ય ગુરુથી છાનું નથી રહ્યું. આર્ય સિંહગિરિએ રાતના પોતાના શિષ્ય વજ મુનિની અદ્ભુત પ્રતિભા ઉપર વિચાર કરતા મનોમન વિચાર્યું કે - “ઉંમરમાં નાના પણ જ્ઞાનમાં વૃદ્ધ આ બાળક મુનિની એમનાથી દીક્ષામાં જ્યેષ્ઠ મુનિઓ વડે સેવા-સુશ્રુષા કરવામાં જે અવજ્ઞા થઈ રહી છે, એને ભવિષ્યમાં રોકવી જોઈએ. સમજી-વિચારીને એમણે એનો માર્ગ શોધી કાઢ્યો. સવારના સમયે સિંહગિરિએ એમના શિષ્યવૃંદને એકઠો કરી કહ્યું : “હું આજે અહીંથી વિહાર કરી રહ્યો છું. શિક્ષાર્થી બધા શ્રમણો અહીં જ રહેશે.” અંગશાસ્ત્રોનો અભ્યાસ કરવાવાળા શ્રમણોએ અત્યંત વિનમ્ર અને જિજ્ઞાસાભર્યા સ્વરે પૂછ્યું : “ભગવદ્ ! અમને શાસ્ત્રોની વાચના કોણ આપશે ?” - આર્ય સિંહગિરિએ શાંત, ધીર-ગંભીર, દેઢ સ્વરમાં ટૂંકમાં જવાબ આપ્યો : “લઘુ-મુનિ વજ.” જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 969696969696969696969694 ૨૬૩ Page #273 -------------------------------------------------------------------------- ________________ જો એ વખતમાં આજની જેમ દૂષણયુક્ત વાતાવરણ હોત તો ચોક્કસપણે શિષ્યો વડે ગુરુના ધજાગરા ઉડાવી દેવામાં આવતા, પણ તે વિનયશીલ શિષ્ય ગુરુવાક્યને ઈશ્વરવાક્ય સમજતા હતા. સહજ મુદ્રામાં યથાજ્ઞાપતિ દેવ” કહીને બધા શ્રમણોએ ગુરુના આદેશને શિરોધાર્ય કર્યો. ત્યાર પછી આચાર્ય સિંહગિરિએ કેટલાક સ્થવિર સાધુઓ સાથે ત્યાંથી અન્યત્ર સ્થળે વિહાર કર્યો. વાચનાનો વખત થતા જ સાધુઓએ એક પાટલા ઉપર વજ મુનિનું આસન પાથરી એના પર વજ મુનિને બેસાડ્યા. બધાં સાધુઓએ એમની પ્રત્યે ઉચિત સન્માન દાખવી પોત-પોતાની જગ્યા લીધી. વજ મુનિએ એમને વાચના આપવી શરૂ કરી. પ્રત્યેક સૂત્રની, પ્રત્યેક ગાથાની સુચારુ રૂપે વિસ્તારપૂર્વક વ્યાખ્યા આપતા જઈને મુનિએ આગમોનાં નિગૂઢથી નિગૂઢ રહસ્યોને એ રીતે સરળતાથી સમજાવ્યા કે પ્રત્યેક સાધુના મગજમાં એમનો સ્પષ્ટ અર્થ કાયમ માટે કંડારાઈ ગયો. દરરોજ . શાસ્ત્રોની વાચનાનો કાર્યક્રમ ચાલતો રહ્યો. એમની પાસેથી શાસ્ત્રોની વાચના મેળવતી વખતે દરેક સાધુને અમૃત સમાન રસનો આસ્વાદ થયાની લાગણી થઈ. થોડા દિવસો પછી સિંહગિરિ પાછા ફર્યા. બધા શ્રમણોએ ગુરુને ભક્તિભાવે પ્રણામ કર્યા. ગુરુએ એમના શિષ્યોને પ્રશ્ન કર્યો : “કહો શ્રમણો ! તમારું આગમોનું અધ્યયન કેવું ચાલી રહ્યું છે?” બધા સાધુઓએ એકસાથે અત્યાધિક આનંદિત સ્વરમાં ઉત્તર આપ્યો : “ગુરુદેવ ! ગુરુકૃપાથી ઘણું જ સુંદર, અત્યંત વ્યવસ્થિત, સુચારુરૂપે વાચના ગ્રહણ કરતી વખતે અમને પરમાનંદની અનુભૂતિ થઈ રહી હતી. ભગવન્! હવેથી હંમેશ માટે આર્ય વજ જ અમારા વાચનાચાર્ય રહે.” અપાર સંતોષ અનુભવીને ગુરુએ કહ્યું : “પ્રત્યક્ષ અનુભવ વડે મેં આ બધું જાણી લીધું હતું. એટલા માટે આ બાળ-મુનિની અનુપમ ગુણ ગરિમાથી તમને બધાને અવગત કરાવવા માટે જ મેં જાણી જોઈને અહીંથી વિહાર કર્યો હતો.” અનેક રીતના તપના આચરણની સાથોસાથ મુનિ વજ સાધુસંઘને પણ વાચના આપતા રહ્યા અને પોતાના ગુરુ પાસે પણ અધ્યયન કરતા | ૨૬૪ 36969696969696969696969જેન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) Page #274 -------------------------------------------------------------------------- ________________ રહ્યા. ટૂંક સમયમાં જ એમણે ગુરુ પાસે જેટલું આગમજ્ઞાન હતું, તે બધું ગ્રહણ કરી લીધું. ત્યાર પછી આચાર્યએ આર્ય વજને બાકીનાં શ્રુતશાસ્ત્રના અભ્યાસ માટે કોઈ સુયોગ્ય વિદ્વાન મુનિની સેવામાં મોકલવાનો વિચાર કર્યો. વિહારક્રમે એક દિવસ તેઓ દશપુર નામના નગરમાં પહોંચ્યા. ત્યાંથી એમણે આર્ય વજને અવંતી(ઉજ્જૈન)માં વિરાજેલા દશપૂર્વધર આર્ય ભદ્રગુપ્તની પાસે વિદ્યા માટે મોકલ્યા. ગુરુ આજ્ઞાને શિરોધાર્ય કરી આર્ય વજ મુનિ ઉગ્ર વિહાર કરતા અવંતી નગરમાં પહોંચ્યા. સાંજ પડી જવાના લીધે આર્ય વજે રાત નગરની બહાર જ એક સ્થળે વિતાવી. સવાર પડતા આવશ્યક કાર્યોથી પરવારી મુનિ વજ દશપૂર્વધર આર્ય ભદ્રગુપ્ત પાસે જવા રવાના થયા. એ સમયે ભદ્રગુપ્ત પોતાના શિષ્યોને કહ્યું : “વત્સો ! મેં રાત્રે એક સપનું જોયું કે ખીરથી ભરેલું મારું પાત્ર એક સિંહ-બાળ (સાવઝ) આવીને પી ગયો અને જીભ વડે ચાટી ગયો. આ સ્વપ્નદર્શનથી એવું જણાય છે કે દશપૂર્વોનું જ્ઞાન મેળવવા માટે તત્પર કોઈ એક મહાન બુદ્ધિશાળી વ્યક્તિ આવવાની તૈયારીમાં છે.” * - આર્ય ભદ્રગુપ્ત એમની વાત પૂરી કરી જ હતી કે મુનિ વજ એમની આગળ આવીને ઊભા રહ્યા અને ભક્તિભાવે વંદન-નમન કર્યા પછી પોતાના આગમનનું પ્રયોજન (કારણ બતાવતા શ્રુતશાસ્ત્રનું અધ્યાપન કરવાની પ્રાર્થના કરી. શરીરના હાવભાવ અને લક્ષણોથી વજ મુનિને સુયોગ્ય પાત્ર જાણી આર્યે એમને પૂર્વજ્ઞાનની વાચના આપવી શરૂ કરી. આમ દશપૂર્વોનું અર્થ સહિત અધ્યાપન કરાવ્યા પછી આર્ય ભદ્રગુપ્ત ફરી આર્ય સિંહગિરિની સેવામાં જવાની પરવાનગી આપી. વજ મુનિ પોતાના ગુરુની સેવામાં પાછા ફર્યા. આચાર્યો ખુશ થઈ દશપુરમાં આવી એમને વાચકપદે સુશોભિત કર્યા. " પોતાના પ્રિય શિષ્ય મુનિ વજને દશપૂર્વધરના રૂપમાં જોઈ સિંહગિરિએ પરમ સંતોષ મેળવ્યો અને પોતાના જીવનના સંધ્યાકાળને નજીક જાણી એમણે વી. નિ. સં. ૫૪૮માં આર્ય વજને પોતાના ઉત્તરાધિકારી રૂપે આચાર્યપદે પ્રસ્થાપિત કર્યા. બધાએ ભેગા મળીને આર્ય વજ સ્વામીને જિન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) DE969696969696969696969 ૨૫ | Page #275 -------------------------------------------------------------------------- ________________ આચાર્યપદ અપાયાની ખુશીના પ્રસંગે ઘણો અદ્ભુત મહોત્સવ ઉજવ્યો. આ સમયે આચાર્ય વજ પ૦૦ સાધુઓ સાથે વિચારી રહ્યા હતા. દશપૂર્વધર આર્ય વજ સ્વામીએ પોતાના ગુરુ સિંહગિરિના અંતિમ દિવસોમાં ઘણી તન્મયતાથી એમની સેવા-સુશ્રુષા કરી. ગુરુદેવના સ્વર્ગે સિધાવ્યા પછી આચાર્ય વજ સ્વામીએ ઘણા સુચારુરૂપે સંઘનું સંચાલન કરતા જિનશાસનની સેવા કરી. વિવિધ પ્રદેશોમાં ધર્મનો પ્રચાર કરતા-કરતા એક વખત તેઓ પાટલિપુત્ર ગયા. ત્યાં નગરની બહાર એક બગીચામાં રોકાયા. એમના તાત્ત્વિક ઉપદેશોથી પોતાના માનસને અને દર્શન વડે આંખોને પવિત્ર કરવા માટે હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ત્યાં ઊમટી પડ્યું. એમની અત્યંત રોચક અને અભુત વ્યાખ્યાનશૈલીથી પ્રભાવિત થઈ અનેક નર-નારીઓએ સમ્યકત્વ, વ્રત, નિયમો વગેરે ધારણ કરી પોતાનું આત્મકલ્યાણ સાધ્યું. પાટલિપુત્ર નગરના રહેવાસી ધન નામના એક અપાર સમૃદ્ધ શ્રેષ્ઠીની પુત્રી રુકિમણીએ એમની વાહનશાળામાં રહેલી સાધ્વીઓના મોઢેથી આર્ય વજના ગુણોના વખાણ સાંભળ્યા. જ્યારે એણે અખંડ બ્રહ્મચર્યના અપૂર્વ તેજથી ઝગમગતા આર્ય વજના સૌમ્ય મુખમંડળને જોયું અને ઉપદેશ આપતી વખતની એમની અમૃતમય મધુર વાણીને સાંભળી, તો તે એમના પર મંત્રમુગ્ધ બની. એણે પ્રતિજ્ઞા લીધી - “જો આર્ય વજ મારા પતિ થાય તો હું આ સંસારમાં રહીશ, નહિ તો ભોગોને સંપૂર્ણપણે ત્યજી દઈશ.' કહેવામાં આવે છે કે રુક્મિણીએ એની સહેલીઓના માધ્યમે પોતાના પિતાને સંદેશો મોકલ્યો કે - “એણે વજ સ્વામીને પોતાના પતિના રૂપમાં વરી લીધા છે, આથી જો વજ સ્વામીની સાથે એનાં લગ્ન ન કરવામાં આવ્યાં તો તે ચોક્કસપણે અગ્નિમાં દેહવિલોપન કરી દેશે.” પિતા પોતાની પુત્રીની દઢ પ્રતિજ્ઞા અને હઠ સારી રીતે જાણતો હતો. આથી તે પુત્રીની સહેલીઓના મોઢેથી એના આ દૃઢ નિશ્ચયની વાત સાંભળી ઘણો ગભરાયો. ઘણું વિચાર્યા પછી અનેક મોંઘાદાટ રત્ન અને પોતાની અનુપમ સુંદર પુત્રીને પોતાની સાથે લઈને એ બગીચામાં ગયો, જ્યાં આચાર્ય વજ સ્વામી એમના શિષ્યો સાથે વિરાજેલા હતા. શ્રેષ્ઠી ધને વજ સ્વામીને વંદન કર્યા પછી નિવેદન કર્યું ૨૦૯ 36363636363636363263 જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૨) Page #276 -------------------------------------------------------------------------- ________________ “આચાર્ય પ્રવર ! આ મારી અત્યંત રૂપ ગુણ સંપન્ન કન્યા તમારા ગુણો ઉપર મુગ્ધ થઈ પોતાના પતિના રૂપમાં તમારું વરણ કરવા માંગે છે, મારી પાસે એક અરબ રૂપિયાનું ધન છે. મારી કન્યાની સાથે હું આ બધું જ ધન તમને સમર્પિત કરવા માંગુ છું. આ ધન વડે તમે આજીવન વિવિધ ભાગોપભોગ, દાન, ઉપકાર વગેરેનો આનંદ માણી શકો છો, આપ કૃપા કરીને મારી આ કન્યા સાથે પાણિગ્રહણ કરી લો.” આચાર્ય વજે સહજ શાંત - મંદ સ્મિત સાથે કહ્યું: “ભદ્ર ! તમે અત્યંત સરળ પ્રકૃતિના છો. તમે પોતે તો સાંસારિક બંધનોમાં બંધાયેલાં છો જ, બીજાને પણ એ બંધનોમાં બાંધવા માંગો છો. તું નથી જાણતો કે સંયમના માર્ગમાં કેટલો અભુત અલૌકિક આનંદ છે. આ પથ કાંટાળો કેમ ન હોય, પણ એનો સાચો પથિક સંયમ અને જ્ઞાનની મસ્તીના જે અનિર્વચનીય આનંદ અનુભવે છે, એની સામે આ ક્ષણિક મળેલું સુખ નિતાંત, નગણ્ય, તુચ્છ, ક્ષુલ્લક અને સુખનો આભાસ માત્ર છે. સંયમથી પ્રાપ્ત થતું અનિર્વચનીય આધ્યાત્મિક આનંદનું મૂલ્ય રત્નરાશિથી પણ અનંતગણું છે. તું કલ્પવૃક્ષ સમા સંયમના સુખની તુચ્છ તણખલા સમાન ઇન્દ્રિયસુખ સાથે સરખામણી કરવા માંગે છે. સૌમ્ય ! હું તો નિષ્પરિગ્રહી સાધુ છું. મને સંસારની કોઈ પણ જાતની સંપત્તિ અથવા વિષય-વાસનાની કામના નથી. જો આ તારી કન્યા સાચે જ મારા પ્રત્યે અનુરાગ રાખે છે, તો મારા વડે સ્વીકારાયેલ પરમ સુખપ્રદ સંયમમાર્ગે પ્રવૃત્ત થઈ જાય.” આચાર્ય વજની ત્યાગ તેમજ તપોભૂત વિરક્તિપૂર્ણ સયુક્તિક વાણી સાંભળી શ્રેષ્ઠી કન્યા રુકિમણીના અંતર્મન પર છવાયેલો અજ્ઞાનનો કાળો પડદો ખસી ગયો. એના અંતર્થક્ષ ખૂલી ગયાં. એણે તરત જ સંયમ ધારણ કરી લીધો અને સંયમનું નિર્દોષપણે પાલન કરતા-કરતા સાધ્વીઓ સાથે વિચરણ કરવા લાગી. આર્ય વજ સ્વામીના પૂર્વભવના મિત્ર જંભક દેવોએ એમને પ્રસન્ન થઈને જે ગગનગામિની વિદ્યા આપી હતી, તે વિદ્યાને એમણે અથાગ આગમજ્ઞાનની મદદ વડે આચારાંગ સૂત્રના મહાપરિજ્ઞા અધ્યયન વડે શોધી કાઢી અને ભયંકર સંક્રાંતિકાળમાં અનિવાર્ય જરૂરિયાત ઊભી જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૨) 36969696969696969696969 ર૦૦ | Page #277 -------------------------------------------------------------------------- ________________ થતા અન્યના હિતનો વિચાર કરતા અનુકંપાથી પ્રેરાઈને એમણે એ ગગનગામિની વિદ્યાનો પ્રયોગ કરી અનેક લોકોના પ્રાણ બચાવ્યા. આમ અનેક વિદ્યાઓથી સંપન્ન આચાર્ય વજ પોતાના આચાર્યકાળમાં વિચરણ કરતા-કરતા પૂર્વભાગમાંથી ઉત્તરપ્રદેશમાં પધાર્યા. ભારતના બધા જ ઉત્તરી ભાગોમાં ઘોર અનાવૃષ્ટિને લીધે ભયંકર દુકાળ પડ્યો. ખાદ્યસામગ્રીના અભાવને લીધે, અભિયોગોથી ત્રાસેલી પ્રજામાં બધે હાહાકાર ફેલાઈ ગયો. ઘાસ-ફળ-ફૂલ વગેરેના અભાવમાં પશુપક્ષી અને અન્નના અભાવથી આબાલ-વૃદ્ધ મનુષ્યો ભૂખથી રિબાઈરિબાઈને કાળનો કોળિયો થવા લાગ્યા. એ પ્રકોપથી ત્રાસેલા સંઘે આચાર્યના શરણમાં જઈ ત્રાહિમામ પોકાર્યો. આચાર્યે એમનો કરુણ પોકાર સાંભળી દયાથી પીગળી જઈ વિશાળ જનસમૂહના પ્રાણોની રક્ષા માટે, સમષ્ટિના હિતની સાથે-સાથે ધર્મના હિતને ધ્યાનમાં રાખી, સાધુઓ માટે વર્જિત હોવા છતાં પણ આકાશગામિની વિદ્યાના પ્રયોગથી સંઘને માહેશ્વરીપુરીમાં પહોંચાડ્યો. ત્યાંના રાજા બૌદ્ધધર્માનુયાયી હોવાના લીધે જૈન ઉપાસકોનો વિરોધ કરતો હતો, પણ આર્ય વજના પ્રભાવથી તે પણ શ્રાવક બન્યો અને એનાથી ધર્મની ઘણી પ્રભાવના થઈ. દુષ્કાળોની હારમાળા માત્ર ભારતમાં જ નહિ, અન્ય અનેક દેશોમાં પણ પહેલેથી જ ચાલતી આવી છે. દુકાળ વખતો-વખત માનવતાને ઘણી ખરાબ રીતે ઝંઝોળી છે. દુકાળને લીધે માનવ સંસ્કૃતિ સદીઓના અથાગ પરિશ્રમ અને અનુભવે મેળવેલા જ્ઞાન-વિજ્ઞાન તેમજ માનવતામૂલક ધર્મની ઘણી જ હાનિ થઈ છે. પણ આ રીતના સંકટના સમયમાં પણ આચાર્ય વજ સ્વામી જેવા મહાન આત્માઓએ પોતાના અસીમ આત્માના બળ વડે સંયમ અને આધ્યાત્મિક જ્ઞાનના દીપકને પ્રજ્વલિત રાખ્યો. આ પ્રકારના આધ્યાત્મિક સત્પુરુષોના કૃપાપ્રસાદથી આપણો ધર્મ, આધ્યાત્મિક જ્ઞાન ને સંસ્કૃતિ આદિ સદીઓથી ભયંકર દુકાળો, રાજ્યક્રાંતિઓ, ધર્મવિપ્લવોની લપડાકો ખાવા છતાં પણ આજ સુધી જીવંત રહી માનવતાને નવજીવન આપતા રહ્યા છે. આચાર્ય વજ સ્વામીની એવી આંતરિક અભિલાષા હતી કે મૃતગંગાની પાવનધારા અબાધ અને અવિચ્છિન્ન રૂપે પ્રવાહિત થતી રહે, ૨૮ 999999999999]ન ધર્મનો મૌલિક ઈતિહાસઃ (ભાગ-૨) Page #278 -------------------------------------------------------------------------- ________________ પણ દશપૂર્વેનું જ્ઞાન ધારણ કરી શકે એવા કોઈ સુયોગ્ય પાત્રના અભાવમાં તેઓ એમના જીવનના સંધ્યાકાળમાં ચિંતામગ્ન રહેવા લાગ્યા કે – “ક્યાંક દશપૂર્વોનું જ્ઞાન એમની સાથે જ વિલીન ન થઈ જાય. મહાન વિભૂતિઓની આધ્યાત્મિક ચિંતા વધુ સમય સુધી ટકી નથી શકતી, આ પારંપરિક જનશ્રુતિ પ્રમાણે આર્ય તોષલિપુત્રના આદેશથી યુવા મુનિ આર્ય રક્ષિત આચાર્ય વજ સ્વામીની સેવામાં હાજર થયા. એમણે આચાર્ય પાસેથી સાડા નવ પૂર્વોનું જ્ઞાન મેળવ્યું. ત્યાર બાદ વિવિધ પ્રદેશોમાં ભ. મહાવીરના ધર્મશાસનને ફેલાવતા રહીને આચાર્ય વજ સ્વામી આર્યવર્તના દક્ષિણી ક્ષેત્રમાં ગયા. એક વખત કફના શમન માટે વજ સ્વામીએ એમના કોઈક શિષ્ય પાસે સૂઠ મંગાવી ઉપયોગ કર્યો. પછી બાકી રહેલ સૂંઠને વજ સ્વામીએ પોતાના કાનની ઉપરના ભાગમાં ખોસી દીધી અને ભૂલી ગયા. બપોર પછીના સમયે પ્રતિલેખન વખતે મુખવસ્ત્રિકા (મુહપત્તી) ઉતારતાની સાથે જ સૂંઠ જમીન ઉપર પડી. આ જોઈ વજ સ્વામીએ મનમાં વિચાર કર્યો - “મારા જીવનના અંતિમ છેડા પર આવી પહોંચેલો હું આળસુ થઈ ગયો છું. એના લીધે જ કાન ઉપર સૂંઠ મૂકીને હું ભૂલી ગયો. આળસમાં સંયમ ક્યાં ? આથી મારા માટે ભક્ત પ્રત્યાખ્યાન કરી લેવું જ કલ્યાણકારી છે.' તરત જ એમણે જ્ઞાનના ઉપયોગથી જોયું કે નજીકના સમયમાં જ એક ઘણો ભીષણ બાર વર્ષનો દુકાળ પડવાનો છે, જે પહેલા દુકાળ કરતાં પણ વધુ ભયંકર હશે. એ ભયંકર દુકાળને લીધે ક્યાંક એવું ન થાય કે એક પણ સાધુ જીવતો ન રહે. આ દૃષ્ટિએ સાધુવંશની રક્ષા માટે વજ સ્વામીએ એમના શિષ્ય વજસેનને કેટલાક સાધુઓની સાથે કોંકણ પ્રદેશ તરફ વિહાર કરી જઈ સુભિક્ષ ન થાય ત્યાં સુધી એ જ ક્ષેત્રમાં વિચરણ કરવાની આજ્ઞા આપી. એમણે વજસેનને એમ પણ કહ્યું કે – “જે દિવસે એક લાખ મુદ્રાઓના કિંમતના ચોખા(ભાત)ના આહારમાં ક્યાંક ઝેર મેળવવાની તૈયારી કરવામાં આવી રહી હોય, એ દિવસે તું સમજી જજે કે એ દુકાળનો છેલ્લો દિવસ છે. એના બીજા દિવસે સુકાળ (સુભિક્ષ) થઈ જશે.” ગુરુના આદેશને માન્ય રાખી આર્ય વજસેના કેટલાક સાધુઓની સાથે કોંકણ તરફ વિહાર કરી ગયા અને ધન-ધાન્યથી ભરપૂર એ ક્ષેત્રમાં વિચરણ કરવા લાગ્યા. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 96969696969696969696969 ૨૬૯ ] Page #279 -------------------------------------------------------------------------- ________________ આર્ય વજ સ્વામી જે ક્ષેત્રમાં વિચરી રહ્યા હતા, એ ક્ષેત્રમાં ધીમેધીમે દુકાળનો દુષ્યભાવ ભીષણથી ભીષણતમ થવા લાગ્યો. કેટલાયે દિવસો સુધી ભિક્ષા ન મળવાને લીધે ભૂખથી પીડાતા સાધુઓને વજ સ્વામીએ એમની વિદ્યાના બળે દરરોજ આહાર આપતા કહ્યું : “આ વિદ્યાપિંડ છે, ને આ રીતે ૧૨ વર્ષ વિતાવવાના છે. જો સંયમગુણની વૃદ્ધિ જણાય તો આ પિંડ ગ્રહણ કરો અને જો સંયમ ગુણમાં કોઈ પણ પ્રકારનો લાભ ન દેખાતો હોય તો આપણે આજીવન અનશન (સંથારો) કરી લેવો જોઈએ. તમે લોકો સ્વેચ્છાથી આ બેમાંથી કોઈ પણ એક માર્ગ જે તમને શ્રેયસ્કર લાગતો હોય, તે માર્ગને સ્વીકારી શકો છો.” વજ સ્વામીની વાત સાંભળી બધા જ ૫૦૦ સાધુઓ એકમત થઈ આમરણ અનશન માટે તૈયાર થઈ ગયા. પોતાના બધા જ શિષ્યનો દઢ નિશ્ચય સાંભળી આચાર્ય વજ સ્વામીએ એમની સાથે દક્ષિણ પ્રદેશના માંગિયા નામના એક પર્વત તરફ પ્રયાણ કર્યું. એમણે એમના એક નાની વયના સાધુને અનશન માટે સાથે ન આવવા સમજાવ્યો, પણ માન્યો નહિ. ત્યારે રસ્તામાં આચાર્યે એને કોઈક કામસર એક ગામમાં મોકલી દીધો અને પોતાના બાકીના સાધુઓ સાથે એ પર્વત ઉપર જતા રહ્યા. ત્યાં ગયા પછી એમણે એમના બધા શિષ્યો સાથે ભૂમિનું પ્રતિલેખન કર્યું અને બધાએ આજીવન દરેક પ્રકારે અશનપાનાદિનો ત્યાગ કરી અનશન ધારણ કર્યું. . આ તરફ તે યુવા-સાધુ ગામમાંથી ફરી એ જ જગ્યાએ ગયો, જ્યાંથી ગુરુએ એને મોકલ્યો હતો. પણ ત્યાં કોઈને જ ન જોતાં એ સમજી ગયો કે - “ગુરુએ જાણી જોઈને એને સાથે નથી રાખ્યો.” એણે મનમાં વિચાર્યું - ગુરુદેવ મને સત્વહીન સમજી પાછળ છોડી ગયા છે. શું હું ખરેખર નિઃસત્ત્વ છું? નિઃવીર્ય છું? શક્ય છે કે મને અનશનને અયોગ્ય સમજીને જ ગુરુદેવે પાછળ છોડી દીધો છે. સંયમની રક્ષા માટે ગુરુદેવ બીજા બધા સાધુઓની સાથે અનશન લઈ રહ્યા છે, તો મારે પણ એમના પગલે જ ચાલવું જોઈએ.' આમ વિચારી એ યુવાન - સાધુએ ઉત્કટ વૈરાગ્ય સાથે પર્વતની તળેટીમાં પડેલા એક મોટા ખડક ઉપર પાદપોપગમન અનશન લઈ લીધું. તપતી શિલા-ખડક અને સૂર્યની પ્રખર-તેજકિરણો મુનિને આગની | ૨૦૦ 0962629396969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #280 -------------------------------------------------------------------------- ________________ જેમ બાળવા લાગી. પણ અનિત્ય ભાવથી ઓતપ્રોત મુનિએ પોતાના શરીરની સાથે મનને પણ સંપૂર્ણપણે નિશ્ચલ રાખ્યું અને અંતર્મુહૂર્તકાળમાં જ પોતાના ક્ષણભંગુર દેહને ત્યજીને સ્વર્ગે સિધાવ્યા. દેવોએ દિવ્ય જયઘોષની સાથે મુનિના ધેર્ય, વીર્ય અને ગાંભીર્યનું ગુણગાન કર્યું. દક્ષિણ ક્ષેત્રના જે માંગિયા નામના પર્વત ઉપર વજ સ્વામી અને એમના સાધુગણ અનશનપૂર્વક નિશ્ચલ આસનથી આત્મચિંતનમાં લીન હતા, એ જ પર્વતના નીચેના વિસ્તારમાં દેવતાઓ વડે ઉજવાઈ રહેલા મહોત્સવની દિવ્ય ધ્વનિ સાંભળી એક વૃદ્ધ સાધુએ વજ સ્વામીને એનું કારણ પૂછ્યું. આચાર્યો નવયુવાન-મુનિ દ્વારા તપતી શિલા ઉપર પાદપાગમન અનશન ગ્રહણ કરવું અને એના સ્વર્ગગમન આદિનો વૃત્તાંત સંભળાવતા કહ્યું કે - “આ મુનિના સ્વર્ગગમનના ઉપલક્ષ્યમાં દેવગણ મહોત્સવ ઉજવી રહ્યા છે.” નિતાંત નવવયના એ મુનિના અભુત આત્મબળથી પ્રેરણા લઈ બધા મુનિ ઉચ્ચ અધ્યવસાયો સાથે આત્મચિંતનમાં તલ્લીન - એકાગ્ર થઈ ગયા. એ મુનિઓની સામે વ્યંતર દેવોએ અનેક પ્રકારના ઉપસર્ગ હાજર કર્યા, પણ તે બધા મુનિઓએ પ્રલોભનોથી લેશમાત્ર પણ ચલિત થયા નહિ. વજ સ્વામીએ એમનાએ બધા મુનિઓની સાથે નજીકના બીજા પર્વતના શિખર પર જઈને ભૂમિનું પ્રતિલેખન કર્યું તેમજ ત્યાં એમણે પોત-પોતાનાં આસન જમાવ્યાં. ત્યાં આધ્યાત્મિક ચિંતન(સમાધિભાવ)માં રમમાણ એ બધા સાધુઓએ પોત-પોતાની અવધિ પૂરી કરી સ્વર્ગગમન કર્યું. - અનશનધારક પોતાના બધા શિષ્યોના દેહાંત પછી આર્ય વજ સ્વામીએ પણ એકાગ્ર અને નિષ્કપ ધ્યાનમાં લીન થઈ પોતાના પ્રાણ વિર્સજિત કર્યા. આ રીતે જિનશાસનની મહાન વિભૂતિ આર્ય વજ સ્વામીનું વી. નિ. સં. ૧૮૪માં સ્વર્ગગમન થયું. આચાર્યના સ્વર્ગવાસ સાથે જ દશમપૂર્વ અને ચતુર્થ સંહનન(અર્ધનારા સંતનન)નો છેદ થયો. આચાર્ય વજ સ્વામીનું જ્ઞાન કેટલું અગાધ હતું, એનો માપદંડ આજના યુગમાં અમારી પાસે નથી. જે પુણ્યાત્મા વજ સ્વામી એ જન્મ પછી તરત જ જાતિસ્મરણ જ્ઞાન મળી જવાના લીધે ધાવવાની જૈન ધર્મનો મોલિક ઇતિહાસ : (ભાગ-૨) D 9999999999£99 ૨૦૧] Page #281 -------------------------------------------------------------------------- ________________ (સ્તનપાન)એ અવસ્થામાં સ્તનપાનની જગ્યાએ સાધ્વીઓના મોઢેથી ઉચ્ચારાયેલ તીર્થેશ્વરની વાણીનું પાન કરતા રહીને એકાદશાંગીને કંઠસ્થ કરી લીધું હોય, જેમણે બાળપણથી જ સંસારમાં સમસ્ત પ્રપંચો-ઝંઝટોથી સર્વથા દૂર રહીને નિરંતર સમર્થ ગુરુઓની સાંનિધ્યમાં રહીને એકધારી જ્ઞાનારાધના કરી હોય, એમના અપાર જ્ઞાનનો તાગ મેળવવો અત્યંત કઠિન છે. ચીરકાલીન અંધકારભર્યા અતીત સિવાય પણ આવી મહાન વિભૂતિઓનાં તપ, ત્યાગ, વૈરાગ્ય અને જ્ઞાનની આત્મા તેજથી જિનશાસન ઝગમગી રહ્યું છે. આચાર્ય વજ સ્વામીએ ૮૦ વર્ષ સુધી વિશુદ્ધ સંયમપાલન વડે ધર્મનો પ્રસાર કર્યો. ખરેખર તેઓ જન્મજાત યોગી હતા. એમની વક્તૃત્વશૈલી હૃદયસ્પર્શી, પ્રભાવશાળી અને અત્યંત આકર્ષક હતી. એ મહાન આચાર્યની સ્મૃતિને યાદગાર બનાવવા માટે વી. નિ. સં. ૧૮૪માં એમના સ્વર્ગવાસ પછી વજ્જીશાખાની સ્થાપના કરવામાં આવી. દશપૂર્વધર વિષયક દિગંબર માન્યતા દિગંબર પરંપરાના માન્ય-ગ્રંથોમાં ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૬૨ વર્ષનો તેમજ કેટલાક ગ્રંથોમાં ૬૪ વર્ષનો કેવળીકાળ માનવામાં આવ્યો છે. ઇન્દ્રભૂતિ, સુધર્મા અને જમ્બુસ્વામી આ ત્રણ અનુબદ્ધ કેવળીઓ પછી દિગંબર પરંપરામાં પણ ૫ શ્રુતકેવળી અર્થાત્ એકાદશાંગી અને ચૌદપૂર્વોના જ્ઞાતા માનવામાં આવ્યા છે. પણ બંને પરંપરાઓ વડે માનવામાં આવેલા, શ્રુતકેવળીઓમાં તથા સત્તાકાળમાં થોડી ભિન્નતા છે. માત્ર પાંચમા શ્રુતકેવળી આચાર્ય ભદ્રબાહુના નામ સંબંધમાં બંને પરંપરાઓમાં મતૈક્ય છે. શ્વેતાંબર પરંપરામાં આર્ય પ્રભવ, સËભવ, યશોભદ્ર, સંભૂતવિજય અને ભદ્રબાહુ આ પ્રમાણેના ૫ શ્રુતકેવળી અને એમનો શ્રુતકેવળીકાળ ૧૦૬ વર્ષનો માનવામાં આવ્યો છે; જ્યારે દિગંબર પરંપરામાં વિષ્ણુ, નંદીમિત્ર, અપરાજિત, ગોવર્ધન અને ભદ્રબાહુઆ ૫ શ્રુતકેવળીઓનો ૧૦૦ વર્ષનો સમય માનવામાં આવ્યો છે. શ્વેતાંબર પરંપરા વડે માન્ય દશપૂર્વધરોનો પરિચય આપી ચૂક્યા છીએ. કેવળીકાળના ૬૪ વર્ષ, શ્રુતકેવળીકાળના ૧૦૬ વર્ષ અને જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૨૦૨૭૭૯ Page #282 -------------------------------------------------------------------------- ________________ દશપૂર્વધરકાળના ૪૧૪ વર્ષ - એમ કુલ મેળવીને ૫૮૪ વર્ષ થાય છે. આ રીતે શ્વેતાંબર પરંપરાની માન્યતા પ્રમાણે વી. નિ. સં. ૧૮૪ સુધી દશપૂર્વેનું જ્ઞાન વિદ્યમાન રહ્યું. પણ દિગંબર પરંપરાની માન્યતા પ્રમાણે ભ. મહાવીરના નિર્વાણ પછી ૬૨ વર્ષ સુધી કેવળીકાળ, પછી ૧૦૦ વર્ષ સુધી શ્રુતકેવળીકાળ અને ત્યાર બાદ ૧૮૩ વર્ષ સુધી દશપૂર્વધરોનો કાળ રહ્યો. આ પ્રમાણે દિગંબર માન્યતાનુસાર વી. નિ. સં. ૩૪૫ સુધી જ દશપૂર્વોનું જ્ઞાન વિદ્યમાન રહ્યું. દિગંબર પરંપરા દ્વારા માન્ય દશપૂર્વધરોનાં નામ આ પ્રમાણે છે : ૧. વિશાખાચાર્ય, ૨. પ્રોષ્ઠિલ, ૩. ક્ષત્રિય ૪. જય, ૫. નાગસેન, ૬. સિદ્ધાર્થ, ૭. કૃતિષેણ, ૮. વિજય, ૯. બુદ્ધિલ, ૧૦. ગંગદેવ અને ૧૧. ધર્મસેન. આ અગિયાર આચાર્યોને ગુણભદ્રાચાર્યએ દ્વાદશાંગના અર્થમાં પ્રવીણ તેમજ દશપૂર્વધર બતાવ્યા છે. આચાર્ય વજ્ર અને નાગહસ્તીના વખતની રાજનૈતિક સ્થિતિ અહીં આગળ બતાવી ચૂક્યા છીએ કે વી. નિ. સં. ૪૭૦ થી ૫૩૦ સુધી દેશમાં વિક્રમાદિત્યનું શાસન રહ્યું. વિક્રમાદિત્યના સમયમાં ભારત રાજનૈતિક, આર્થિક, સામાજિક, બૌદ્ધિક અને સૈનિકશક્તિની દૃષ્ટિએ બળવાન, સુ-સમૃદ્ધ અને વિકાસશીલ રહ્યું. એના બાદ એના પુત્ર વિક્રમસેનના રાજ્યકાળમાં પણ સાધારણ રીતે દેશ સમૃદ્ધ અને શક્તિશાળી રહ્યો. વિક્રમસેનના શાસનના છેવટના દિવસોમાં શકો દ્વારા ફરીથી આક્રમણ થવાનું શરૂ થયું અને વિદેશી શકોએ ભારતના પશ્ચિમોત્તર પ્રદેશના કેટલાયે પ્રદેશો ઉપર પોતાનું આધિપત્ય જમાવી દીધું. વિક્રમસેનના નિધન પછી શકોનાં આક્રમણોનું દબાણ વધતું જ ગયું. 卐 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૭૭૭ ૨૦૩ Page #283 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય પૂર્વધરકાળ(વી. નિ. સં. ૧૮૪-૧૦૦૦)ના આચાથી આચાર્ય રક્ષિત આચાર્યકાળ - વિ. નિ. સં. ૫૮૪ થી ૫૯૭ આચાર્ય દુર્બલિકા પુષ્યમિત્ર આચાર્યકાળ - વિ. નિ. સં. ૧૯૭ થી ૬૧૭ આચાર્ય વ્રજસેન આચાર્યકાળ - વિ. નિ. સં. ૬૧૭ થી ૬૨૦ - આચાર્ય નાગહસ્તી (નાગેન્દ્ર) આચાર્યકાળ - વિ. નિ. સં. ૬૨૦ થી ૬૮૯ આચાર્ય રેવતીમિત્ર આચાર્યકાળ - વિ. નિ. સં. ૬૮૯ થી ૭૪૮ - આચાર્ય સિંહ આચાર્યકાળ - વિ. નિ. સં. ૭૪૮ થી ૮૨૬ આચાર્ય નાગાર્જુન આચાર્યકાળ - વિ. નિ. સં. ૮૨૬ થી ૯૦૪ આચાર્ય ભૂતદિન્ન આચાર્યકાળ - વિ. નિ. સં. ૯૦૪ થી ૯૮૩ આચાર્ય કાલક(ચતુર્થ) આચાર્યકાળ - વિ. નિ. સં. ૯૮૩ થી ૯૯૪ આચાર્ય સત્યમિત્ર આચાર્યકાળ - વિ. નિ. સં. ૯૯૪ થી ૧૦૦૧ ૨૦૪ 990999999999ી જેન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) Page #284 -------------------------------------------------------------------------- ________________ [ સામાન્ય પૂર્વધરકાળ] વી. નિ. સં. ૧૭૦ થી ૫૮૪ સુધીના દશપૂર્વધરકાળના આચાર્યોનો પરિચય આપી ચૂક્યા છીએ. વી. નિ. સં. ૧૮૪ થી ૧૦૦૦ સુધી સામાન્ય પૂર્વધરકાળ રહ્યો. આ સમયગાળા(અવધિ)માં આર્ય રક્ષિત સાáનવપૂના (સાઢાનવ પૂર્વેના) જાણકાર આચાર્ય થયા. આર્ય રક્ષિત્પછી બનેલા આચાર્યોમાં કયા-કયા આચાર્ય કેટલા પૂર્વેના જ્ઞાતા રહ્યા, એ વિષયમાં કોઈ ઉલ્લેખ મળતો નથી. આવી પરિસ્થિતિમાં એમ જ કહી શકાય છે કે વી. નિ. સં. ૧૦૦૦ સુધી પૂર્ણપણે ૧ પૂર્વનું અને બાકીના પૂર્વોનું આંશિક જ્ઞાન વિદ્યમાન રહ્યું. 'યુગમયાબાવાર્ય આર્ય રક્ષિત આર્ય વજ સ્વામી પછીના ઓગણીસમા યુગપ્રધાન આચાર્ય આર્ય રક્ષિત થયા. એમના દીક્ષાગુરુ આચાર્ય તોષલિપુત્ર અને વિદ્યાગુરુ આચાર્ય વજ માનવામાં આવ્યા છે. એમનો પરિચય આ પ્રમાણે છે : જન્મ : વિ. નિ. સં. પર૨ | ગૃહસ્થપર્યાય : રર વર્ષ દીક્ષા : વ. નિ. સં. ૧૪૪ સામાન્ય સાધુપર્યાયઃ ૪૦ વર્ષ આચાર્યપદ વિ. નિ. સં. ૫૮૪ | આચાર્યપર્યાય : ૧૩ વર્ષ સ્વર્ગારોહણઃ વિ. નિ. સં. ૧૯૭ | પૂર્ણ આયુષ્ય : ૭૫ વર્ષ આવશ્યક ચૂર્ણિ' આદિ પ્રાચીન ગ્રંથોમાંથી મળેલ એમના જીવન પરિચય પ્રમાણે માલવપ્રદેશના દશપુર (મંદસૌર) નામના નગરમાં સોમદેવ નામનો એક બ્રાહ્મણ પુરોહિત રહેતો હતો. એની ધર્મપત્ની રુદ્રસોમા જૈન ધર્મની ઉપાસના કરતી હતી. સોમદેવના મોટા પુત્રનું નામ રક્ષિત અને બીજાનું નામ ફલ્યુરક્ષિત હતું. સોમદેવે રક્ષિતને દશપુરમાં શિક્ષા અપાવ્યા પછી ઉચ્ચ શિક્ષણ માટે પાટલિપુત્ર મોકલ્યો. ત્યાં એ ટૂંકા ગાળામાં જ વેદ-વેદાંગાદિ ૧૪ વિદ્યાઓમાં પારંગત થયો અને શિક્ષણ પૂરું થયા પછી પાછો ફર્યો. રાજા અને નગરજનોએ રક્ષિતનું ભવ્ય સ્વાગત કર્યું. પણ એની માતાએ કોઈ પણ પ્રકારની ખુશી દર્શાવી નહિ તેમજ એની ઉપેક્ષા કરી. આમ કરવાનું કારણ પૂછતાં જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 2669696969696969696969 ૨૦૫ Page #285 -------------------------------------------------------------------------- ________________ માતાએ કહ્યું : પુત્ર ! તે હિંસામાં વધારો કરનારા ગ્રંથ વાંચ્યા છે, એનાથી તો જન્મ-મરણરૂપી ભવના ફેરામાં જ વધારો થઈ શકે છે. આ સ્થિતિમાં મને કેવી રીતે સંતોષ થાય? સ્વ-પરનું કલ્યાણ કરનારા દૃષ્ટિવાદની શિક્ષા લઈને આવ્યો હોત તો મને સંતોષ મળત.” પુત્રે દષ્ટિવાદ અને એના જ્ઞાન સંબંધમાં માતાને પૂછતાં માતાએ કહ્યું કે - “ઇશુવાટિકામાં વિરાજેલા આચાર્ય તોષલિપુત્ર દષ્ટિવાદના જ્ઞાતા છે.” રક્ષિતે માતાને આશ્વાસન આપીને બીજા દિવસે માતા પાસેથી અનુમતિ મેળવીએ ઈશુવાટિકા તરફ જવા આગળ વધ્યો.” નગરની બહાર નીકળતા જ સામેથી સોમદેવના બાળમિત્ર એક વૃદ્ધ રક્ષિતને ૯ પૂર્ણ અને એક વો - એમ સાડાનવ ઇક્ષ દંડ આપ્યાં. એનો સંકેત એવો હતો કે રક્ષિત સાડાનવપૂર્વનું જ્ઞાન મેળવશે. ઇશુવાટિકામાં ગયા પછી રક્ષિતે એક શ્રાવકનું અનુસરણ કરીને ઉપાશ્રયમાં પ્રવેશ કરી આચાર્ય તોષલિપુત્રને વિધિવત્ પ્રણામ કર્યા. ત્યાર બાદ આચાર્યએ આગમનનું કારણ પૂછતાં રક્ષિતે સવિનય નિવેદન કર્યું : “ભગવાન ! હું દૃષ્ટિવાદનું અધ્યયન કરવા માટે તમારી સેવામાં આવ્યો છું.” જ્યારે આચાર્યએ જણાવ્યું કે - “દૃષ્ટિવાદનું જ્ઞાન તો માત્ર દીક્ષિત થયા પછી જ આપી શકાય છે.” ત્યારે રક્ષિત તરત જ દીક્ષા ગ્રહણ કરવા માટે રાજીખુશીથી તૈયાર થઈ ગયો. શ્રમણદીક્ષા લઈ લીધા પછી રક્ષિત મુનિએ પોતાના ગુરુ-આચાર્ય તોષલિપુત્રની છત્રછાયામાં ઘણી તન્મયતાપૂર્વક અભ્યાસ કરીને અલ્પ સમયમાં જ આચારાંગ આદિ અગિયાર અંગોનું પૂર્ણ અધ્યયન કરી લીધું અને દૃષ્ટિવાદનું જેટલું પણ જ્ઞાન આચાર્ય તોષલિપુત્ર પાસે હતું, એનું અધ્યયન કરી લીધું. - ત્યાર બાદ આચાર્ય તોબલિપુત્રએ મુનિ રક્ષિતને પૂર્વોના આગળના અધ્યયન માટે દશપૂર્વધર આચાર્ય વજ સ્વામી પાસે મોકલ્યો. આર્ય વજની સેવામાં જતી વખતે મુનિ રક્ષિત ઉજ્જૈનમાં પહોંચ્યા. ત્યાં સ્થવિર ભદ્રગુપ્તએ એમનો અંત-સમય નજીક આવેલો જાણી મુનિ રક્ષિતને એમના નિર્યાપક બની એમની સંલેખના પૂરી થવા સુધી એમની પાસે રોકાવાની મનેચ્છા જાહેર કરી. તપોધન શ્રમણશ્રેષ્ઠ વિરની અંતિમ સેવાના સોનેરી અવસરને પોતાનું અહોભાગ્ય ૨૦૬ 6969696969999999જન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨). Page #286 -------------------------------------------------------------------------- ________________ સમજી મુનિ રક્ષિત ઉજ્જૈનમાં સ્થવિર ભદ્રગુપ્તની પાસે રહ્યા અને એમણે ઘણી લગનથી એમની સેવા કરી. સ્થવિર ભદ્રગુપ્તના સમાધિપૂર્વક સ્વર્ગારોહણ પછી આર્ય રક્ષિતે આર્ય વજની સેવામાં હાજર થવા માટે ઉજ્જૈનથી વિહાર કર્યો. આર્ય વજ્ર પાસે પહોંચી વિધિવતુ ભક્તિભાવે પ્રણામ કર્યાં. આચાર્ય વજ સ્વામીના પૂછતાં રક્ષિત મુનિએ જણાવ્યું કે - “તેઓ આર્ય તોષલિપુત્રને ત્યાંથી આવ્યા છે.” ત્યાર બાદ આચાર્ય વજ્રએ આર્ય રક્ષિતને પૂર્વેની શિક્ષા આપવાની શરૂઆત કરી. અત્યંત મેધાવી રક્ષિતે ઘણી લગન ને ઉત્સુકતાથી અધ્યયન કરીને ટૂંક સમયમાં જ નવપૂર્વેનું શિક્ષણ મેળવી લીધું અને દશમાપૂર્વનું અધ્યયન આરંભ્યું. અહીં આર્ય રક્ષિતની માતા પુત્રવિરહમાં વ્યાકુળ થઈ. એમણે આર્ય રક્ષિતને બોલાવી લાવવા માટે પોતાના નાના પુત્ર ફલ્ગુરક્ષિતને મોકલ્યો. ફલ્ગુરક્ષિતે આર્ય રક્ષિત પાસે જઈને કહ્યું : “માતા તમને એકધારા યાદ કરતી રહે છે. જો તમે એકવાર દશપુરમાં આવો તો માતા-પિતા આદિ બધાં સ્વજન પ્રવ્રજ્યા ધારણ કરી લેશે.’ આર્ય રક્ષિત સંપૂર્ણપણે અધ્યાત્મજ્ઞાનમાં પલોટાઈ ચૂક્યા હતા (રમમાણ હતા). તેઓને સમજાઈ ગયું હતું કે - ‘સંસારના બધા જ સંબંધો નશ્વર છે. તન, ધન, સ્નેહીજનો આદિ કોઈ મારું નથી. હું શરીરથી અલગ શુદ્ધચેતન છું. જ્ઞાન મારો સ્વભાવ અને વિવેક જ મારો મિત્ર છે.’ એમણે ફલ્ગુરક્ષિતને કહ્યું : “વત્સ ! જો મારા આવવાથી માતાપિતા આદિ પ્રવ્રજ્યા ધારણ કરવા માટે તત્પર છે, તો પહેલાં તું તો પ્રવ્રજ્યા ગ્રહી લે ?” ફલ્ગુરક્ષિતે તે જ સમયે દીક્ષા લઈ લીધી. તેઓ મુનિધર્મનું અનુપાલન કરતા રહીને આર્ય રક્ષિતને દશપુર આવવા માટે યાદ અપાવતા રહ્યા. એક દિવસ આર્ય રક્ષિતે આચાર્ય વજ્રને પૂછ્યું : “ભગવન્ ! હવે દશમો પૂર્વ હજી કેટલો ભણવાનો બાકી છે ?' આચાર્ય વજ્રએ કહ્યું : “વત્સ ! હજી તો સિંધુમાંથી બિંદુ જેટલું થયું છે અને સમુદ્ર જેટલું બાકી છે.” જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૩૭. ૨૦૦ Page #287 -------------------------------------------------------------------------- ________________ આર્ય રક્ષિતે આટલું વિશાળ જ્ઞાન અર્ચન કરવું પોતાના સામર્થ્યથી બહારનું સમજી વજી પાસેથી દશપુર જવા માટે રજા માંગી, પણ આર્ય વજે એમને આશ્વસ્ત કરતા કહ્યું: “વત્સ ! ધીરજ રાખ, હજી વધુ ભણ.” યથાજ્ઞાપતિ દેવ !” કહી આર્ય રક્ષિતે ફરી આગળ ભણવાનું શરૂ કર્યું. જો કે હવે એમને પહેલાં જેવો આત્મવિશ્વાસ રહ્યો ન હતો કે તેઓ બાકીના અથાગ જ્ઞાનને આત્મસાત્ કરી શકશે, આથી ફરીફરીને વારંવાર તેઓ આચાર્ય વજ પાસેથી દશપુર જવાની રજા માંગવા લાગ્યા, તેથી આચાર્યએ એમના જ્ઞાનના ઉપયોગ વડે જોયું - વસ્તુતઃ હવે આર્ય રક્ષિત દશપુર ગયા પછી પાછા આવશે નહિ, નહિ કોઈ એવો અન્ય સુપાત્ર દેખાઈ રહ્યો કે જે સમસ્ત, પૂર્વજ્ઞાનને ધારણ કરી શકે અને હવે ના તો મારું આયુષ્ય એટલું બાકી છે. આવા સંજોગોમાં દશમો પૂર્વ મારા જીવનની સાથે જ ભરતક્ષેત્રમાંથી નાશ પામશે.” આ રીતે ભવિષ્યમાં ઘટનારા પ્રસંગોને જોઈ આચાર્ય વજએ આખરે આર્ય રક્ષિતને દશપુર જવાની પરવાનગી આપી દીધી. આમ આર્ય રક્ષિત નવપૂર્વોનું સંપૂર્ણ અને દશમાપૂર્વનું અપૂર્ણ જ્ઞાન જ મેળવી શક્યા. આચાર્ય વજની રજા મળતાં જ તેઓ એમના નાના ભાઈ મુનિ ફલ્યુરક્ષિતની સાથે દશપુર તરફ અગ્રેસર થયા. દશપુર ગયા પછી આર્ય રક્ષિતે એમનાં માતા-પિતા આદિ સ્વજનોને ઉપદેશ આપી પ્રવ્રજિત કર્યા, જેના પરિણામે તેઓ બધાં શ્રમણધર્મમાં દીક્ષિત થઈ ગયાં. રક્ષિતના પિતા ખંત (વૃદ્ધમુનિ) સોમદેવ પુત્રમોહવશ એમની સાથે વિચરતા રહ્યા, પણ નિગ્રંથ માટે વિહિત લિંગવેશ ધારણ કરી શક્યા નહિ. એમને આરંભે છત્ર, ઉપાનતુ, યજ્ઞોપવીત આદિ ધારણ કરવાની છૂટ આપી, પછી ધીમે-ધીમે પૂર્ણરૂપે સાધુ માર્ગમાં સ્થિર કર્યા | નવદીક્ષિત સાધુઓને લઈને આર્ય રક્ષિત એમના ગુરુ આર્ય તોષલિપુત્રની સેવામાં ગયા. સાડાનવપૂર્વેના જ્ઞાનધારી પોતાના શિષ્ય આર્ય રક્ષિતને જોઈને આચાર્ય તોષલિએ પરમ સંતોષ અનુભવ્યો અને એમને દરેક પ્રકારે યોગ્ય સમજી પોતાના ઉત્તરાધિકારી આચાર્ય બનાવ્યા. આર્ય રક્ષિતે વિવિધ પ્રદેશોમાં વિચરણ કરી અનેક ભવ્ય જનોને પ્રબોધ આપ્યો. ૨૦૮ 9999£99696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #288 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક નિર્યુક્તિ'માં આર્ય રક્ષિતને અનુયોગોમાં પૃથક્કર્તા જણાવવાની સાથે-સાથે બતાવવામાં આવ્યું છે કે - “સીમંધર સ્વામીના મુખારવિંદથી આર્ય શ્યામ(પ્રથમ કાલકાચાર્ય)ની જેમ જ આર્ય રક્ષિતની નિગોદ-વ્યાખ્યાનકારના રૂપમાં વખાણ સાંભળી શક્રેન્દ્ર આર્ય રક્ષિતની પરીક્ષા કરવા માટે આવ્યા અને એમના મોઢેથી નિગોદની સૂક્ષ્મતમ વ્યાખ્યા સાંભળી ઘણા પ્રસન્ન થયા.” (અનુયોગોનું પૃથક્કરણ) આર્ય રક્ષિતનાં ધર્મશાસનમાં જ્ઞાની, ધ્યાની, તપસ્વી અને વાદી દરેક પ્રકારના સાધુ હતા. આર્ય-રક્ષિતના એ શિષ્યોમાં પુષ્યમિત્ર નામના ત્રણ શિષ્ય વિશિષ્ટ ગુણવાન તેમજ મેધાવી હતા. એમાંના એકને દુર્બલિકા પુષ્યમિત્ર, બીજાને ધૃતપુષ્યમિત્ર અને ત્રીજાને વસ્ત્ર પુષ્યમિત્રના નામે સંબોધવામાં આવતા હતા. બીજા અને ત્રીજા પુષ્યમિત્ર મુનિ લબ્ધિધારી હતા. દુર્બલિકા પુષ્યમિત્ર સ્વાધ્યાયના ઘણા રસિયા હતા. તેથી હંમેશાં સ્વાધ્યાયમાં જ નિરત રહેતા હતા. નિરંતર સ્વાધ્યાયને લીધે તેઓ ઘણા દુર્બળ (દુબળા) થઈ ગયા હતા. એમણે નવપૂર્વોનું જ્ઞાન મેળવી લીધું હતું. આર્ય રક્ષિતના ગણમાં દુર્બલિકા પુષ્યમિત્ર, વૃત પુષ્યમિત્ર, વસ્ત્ર પુષ્યમિત્ર, વિશ્વ, ફલ્યુરક્ષિત અને ગોષ્ઠામાહિલ આ છ મુનિઓ બધાથી વધારે પ્રતિભાવંત અને યોગ્યતાસંપન્ન મુનિ માનવામાં આવતા હતા. તેઓનો પ્રભાવ અન્ય મુનિઓ ઉપર પણ ઘણો પડ્યો હતો. એમાંના વિન્દમુનિ પરમ મેધાવી અને સૂત્રાર્થને ધારણ કરવામાં પૂર્ણપણે સમર્થ હતા. અધ્યયનના સમયે અન્ય શિક્ષાર્થી સાધુઓની સાથે એમને જેટલો સૂત્રપાઠ આચાર્ય પાસેથી મળતો હતો, એનાથી તેઓને આત્મસંતોષ થતો ન હતો. મુનિ વિધે એક દિવસ આચાર્યશ્રીની સેવામાં જઈ નિવેદન કર્યું: “ભગવન્! જરૂરિયાત પ્રમાણે સૂત્રપાઠ ન મળવાના લીધે હું વાંચ્છિત અધ્યયન કરી નથી શક્યો, માટે કૃપા કરી મારા માટે એક પૃથક (અલગ) વાચનાચાર્યની વ્યવસ્થા કરો.” જૈન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૨) 26969696969696969696969ી ૨૦૯ | Page #289 -------------------------------------------------------------------------- ________________ આચાર્યએ એમની પ્રાર્થના સ્વીકારી આર્ય દુર્બલિકા પુષ્યમિત્રને આજ્ઞા આપી કે - “તેઓ વિશ્વ મુનિને વાચના આપે. કેટલાક દિવસો સુધી વિન્દ મુનિને વાચના આપ્યા પછી દુર્બલિકા પુષ્યમિત્રએ એમની સેવામાં હાજર થઈ નિવેદન કહ્યું : “ગુરુદેવ! મુનિ વિશ્વને વાચના આપવામાં વ્યસ્ત હોવાને લીધે હું વાંચન કરેલા જ્ઞાનનું પુનરાવર્તન નથી કરી શકતો. આથી અનેક સૂત્રપાઠ મારા સ્મૃતિપટ પરથી ભૂંસાઈ રહ્યા છે. પહેલા પરિવારના લોકોને આવનજાવનના લીધે પણ પુનરાવર્તન નહિ થઈ શક્યું હતું. આમ, આ રીતે મારું નવપૂર્વોનું જ્ઞાન નાશ પામી રહ્યું છે.” * પોતાના મેધાવી શિષ્ય દુર્બલિકા પુષ્યમિત્રના મોઢેથી વિસ્મરણ(ભુલાઈ જવાની)ની વાત સાંભળી આચાર્ય રક્ષિતે વિચાર્યું - “જ્યારે આવા પરમ મેધાવી મુનિને પણ વાંચેલું યાદ ન કરવાને લીધે વિસ્મૃતિ થઈ રહી છે, તો બીજા લોકોની શી હાલત હશે? ઉપયોગબળથી આચાર્ય આર્ય રક્ષિતે ભવિષ્યકાળના સાધુઓની ધારણાશક્તિને મંદ જાણી એમની ઉપર દયા કરતા કહ્યું : “તેઓ સુખેથી ગ્રહણ અને ધારણ કરી શકે એ માટે પ્રત્યેક સૂત્રના અનુયોગોને અલગ (પૃથક) કરી દીધા. અપરિણામી અને અતિપરિણામી શિષ્ય નય દૃષ્ટિનો મૂળ ભાવ નહિ સમજીને ક્યાંક ક્યારેક એકાંતજ્ઞાન, ક્યારેક એકાંતક્રિયા અથવા એકાંતનિશ્ચય અથવા એકાંતવ્યવહારને જ ઉપાદેય ન માની લે, તેમજ સૂક્ષ્મ વિષયમાં મિથ્યાભાવ (ખોટો અથ) ગ્રહણ ન કરે, એ માટે નયના વિભાગ કરવામાં આવ્યા નહિ. અનુયોગોના પૃથક્કર્તાના રૂપમાં આચાર્ય આર્ય રક્ષિતનું નામ જૈન ઇતિહાસમાં હરહંમેશ માટે અમર રહેશે. (ગણાચાર્ય આર્ય રથ) આર્ય વજના આર્ય વજસેન, આર્ય પા અને આર્ય રથ - આ ત્રણ મુખ્ય શિષ્ય હતા. આર્ય વજસેનને કાળાન્તરમાં આર્ય રક્ષિત તેમજ આર્ય દુર્બલિકા પુષ્યમિત્ર પછી યુગપ્રધાનાચાર્યના પદે નીમવામાં આવ્યા. આર્ય પાથી પદ્માશાખા તથા આર્ય રથથી જયંતીશાખા અને ગૌતમ-ગોત્રીય આર્ય વજથી વજી શાખા પ્રગટી. [ ૨૮૦ 9999999999ણન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #290 -------------------------------------------------------------------------- ________________ (સાતમા નિહનવ ગોષ્ઠામાહિલ) સાતમા અને અંતિમ નિદ્ભવ ગોષ્ઠામાહિલ વી. નિ. સં. ૧૮૪માં થયા. ગોષ્ઠામાહિલે ભ. મહાવીરના સિદ્ધાંતોથી વિપરીત (વિરોધી) પોતાના સિદ્ધાંત “અબદ્ધિક દર્શન'નું પ્રરૂપણ તેમજ પ્રવર્તન કર્યું. એથી તેઓ નિનવ કહેવાયા. ગોષ્ઠામાહિલ અને એમના વડે પ્રરૂપિત અબદ્ધિક દર્શનનો અહીં સંક્ષેપમાં પરિચય આપવામાં આવી રહ્યો છે. પોતાના જીવનના અંતિમ વર્ષમાં આર્ય રક્ષિત ઉદ્યત વિહાર વડે અનેક પ્રદેશોમાં વિચરણ કરતા-કરતા એક દિવસ પોતાના શિષ્યસમૂહ સાથે દશપુર નગરના બહિરાંચલમાં રહેલ ઇક્ષુધર નામના સ્થળે પધાર્યા. એ દિવસોમાં મથુરામાં અક્રિયાવાદીઓનું વર્ચસ્વ વધી રહ્યું હતું. એમણે બધા ધર્માવલંબીઓને શાસ્ત્રાર્થ માટે લલકાર્યા, પણ એમની સાથે વાદ-વિવાદ કરવાનું સામર્થ્ય કોઈ પણ વિદ્વાનમાં ન હતું. જૈન ધર્મની લાંબા સમયથી અજિત થયેલી પ્રતિષ્ઠાની રક્ષા માટે સંઘે એકઠા થઈ વિચાર-વિમર્શ કર્યો. અન્ય કોઈ વિદ્વાનને અક્રિયાવાદીઓની સાથે શાસ્ત્રાર્થ કરવા માટે સમર્થ ન જોતાં સંઘે આર્ય રક્ષિત પાસે દશપુરમાં સંદેશો મોકલી એમને મથુરા આવી અક્રિયાવાદીઓને હરાવવા પ્રાર્થના કરી. તેઓ ઘણા વૃદ્ધ થઈ ગયા હતા અને તેઓ જાણતા હતા કે - “તેમનો અંતિમ સમય હવે નજીક આવી ગયો છે. આવી હાલતમાં એમણે એમનું જવું યોગ્ય ન લાગતાં શાસ્ત્રાર્થમાં પારંગત પોતાના શિષ્ય ગોષ્ઠામાહિલને મથુરા મોકલ્યા. ગુરુ આજ્ઞા માથે ચઢાવી ગોઠામાહિલ મથુરા ગયા. અક્રિયાવાદીઓની સાથે એમણે શાસ્ત્રાર્થ શરૂ કર્યો. ગોષ્ઠામાજિલના શક્તિશાળી તક અને અતોડ યુક્તિઓની સામે અક્રિયાવાદીઓ પોકળ સાબિત થયા. મધ્યસ્થીઓ તેમજ સભ્યોએ સર્વસંમત એકસૂરે અક્રિયાવાદીઓને હારેલા અને ગોષ્ઠામાહિલને વિજેતા જાહેર કર્યા. જિનશાસનની ઘણી મહાન પ્રભાવના થઈ અને સંઘમાં સર્વત્ર ખુશીની લહેર દોડી ગઈ. જીતીને ગોષ્ઠામાહિલ ગુરુસેવામાં દશપુર પાછા ફર્યા. એમની સાથે મથુરાસંઘના પ્રતિષ્ઠિત પ્રતિનિધિ પણ હતા. એમણે આર્ય રક્ષિતને પ્રાર્થના કરી કે - “તેઓ મુનિ ગોષ્ઠામાહિલને મથુરામાં ચતુર્માસ જિન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 99996969696969696962 ૨૮૧ Page #291 -------------------------------------------------------------------------- ________________ કરવાની આજ્ઞા આપે.” સંઘના આગ્રહને સ્વીકારી એમણે ગોષ્ઠામાહિલને ફરી મથુરા મોકલ્યા. ચતુર્માસની અવધિમાં જ્યારે આર્ય રક્ષિત દશપુરમાં અને શિષ્ય ગોષ્ઠામાહિલ મથુરામાં હતા, એ વખતે આર્ય રક્ષિતે પોતાના શરીરની જર્જરાવસ્થા તેમજ જીવનનો છેવટનો સમય સમીપ જાણી સંઘની સામે ઉત્તરાધિકારીના વિષયમાં વિચાર-વિમર્શ કર્યો. આર્ય રક્ષિતના શિષ્યવૃંદે વૃત પુષ્યમિત્ર, વસ્ત્ર પુષ્યમિત્ર, દુર્બલિકા પુષ્યમિત્ર, વિશ્વ, ફશુરક્ષિત અને ગોષ્ઠામાહિલ આ ૬ શિષ્યો ઘણા પ્રતિભાશાળી હતા. આર્ય રક્ષિતના મુનિમંડળમાંથી કેટલાક મુનિ આર્ય ફલ્યુરક્ષિત તો કેટલાક મુનિ ગોષ્ઠામાહિલને ઉત્તરાધિકારી બનાવવાના પક્ષમાં હતા. પણ આર્ય રક્ષિત માત્ર દુર્બલિકા પુષ્યમિત્રને જ પોતાના ઉત્તરાધિકારીના રૂપે યોગ્ય ગણતા હતા. પોતાના ઉત્તરાધિકારીના વિષયમાં શિષ્યસમૂહ વચ્ચેનો મતભેદ જોઈ એમણે સમજદારીથી કામ લીધું. બધાને ભેગા કરીને તેઓ બોલ્યા : “કલ્પના કરો કે કેટલાક ઇંગિતજ્ઞ શ્રાવકોએ અહીં ત્રણ ઘડા હાજર કર્યા છે. એમાંથી એક ઘડામાં અડદ, બીજામાં તેલ અને ત્રીજામાં ધૃત (ઘી) ભરેલું છે, અને સાધુવંદ તેમજ સમસ્ત સંઘની સામે એ ત્રણેય ઘડાઓને બીજા ત્રણ ઘડાઓમાં વારાફરતી ઊંધા કરી દીધા. એ ત્રણેય ખાલી ઘડાઓમાં કેટલી અડદ, તેલ અને ઘી બાકી રહેશે?” આર્ય રક્ષિતનો સવાલ સાંભળી શિષ્યો તેમજ શ્રાવક પ્રમુખોએ જવાબ આપ્યો - “ભગવાન ! જે અડદથી ભરેલો હતો, તે એકદમ ખાલી થઈ જશે, તેલના ઘડામાં થોડું ઘણું તેલ રહી જશે, જ્યારે ઘીના ઘડામાં ઘી આમતેમ ચારેય બાજુ ચોંટી રહેવાના લીધે વધારે પ્રમાણમાં બાકી રહી જશે.” આર્ય રક્ષિતે હાજર રહેલા બધાને સંબોધીને નિર્ણાયક સૂરમાં કહ્યું : “અડદ ધાન્યના ઘટની જેમ હું મારું સંપૂર્ણ જ્ઞાન દુર્બલિકા પુષ્યમિત્રમાં ઊંધુ વાળી ચૂક્યો છું. જે રીતે આખું ઊંધું કરી દેવા છતાં પણ તેલ અને ઘી થોડા પ્રમાણમાં બાકી રહી જાય છે. તેમ બાકીના શિષ્ય મારા પૂર્ણજ્ઞાનને ગ્રહણ કરી શક્યા નથી.” ૨૮૨ 9696969696969696969696) જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ : (ભાગ-૨) Page #292 -------------------------------------------------------------------------- ________________ આમ, આર્ય રક્ષિતના ચાતુર્યપૂર્ણ નિર્ણયથી ઉત્તરાધિકારીનો પ્રશ્ન નિર્મૂળ થયો, તેમજ બધાએ સર્વસંમતિથી દુર્બલિકા પુષ્યમિત્રને ઉત્તરાધિકારીના રૂપમાં સ્વીકાર્યા. આર્ય રક્ષિતે નવા બનેલા આચાર્ય દુર્બલિકા પુષ્યમિત્રને તેમજ સંઘને સંઘ-સંચાલનના વિષયમાં નિર્દેશો આપ્યા. ત્યાર પછી આત્મધ્યાનમાં લીન થઈ સમાધિપૂર્વક સ્વર્ગગમન કર્યું. એમના સ્વર્ગગમનના સમાચાર સાંભળી ગોષ્ઠામાહિલ પણ ચાતુર્માસ પત્યા પછી સાધુસંઘ પાસે આવ્યા અને આર્ય દુર્બલિકા પુષ્યમિત્રના ગણાચાર્યપદે નિયુક્ત થવાના સમાચાર સાંભળી ઘણા ખિન્ન થયા. શ્રમણસંઘ તેમજ શ્રાવકસંઘે એમને સમજાવવાનો પૂરતો પ્રયાસ કર્યો, પણ એમણે કોઈની વાત પર ધ્યાન ન આપ્યું અને બધા સાધુઓથી ધીમે-ધીમે અલગ થઈ જુદા જ ઉપાશ્રયમાં રહીને “સૂત્રપૌરુષી'ની વખતે એકલા જ સ્વાધ્યાય કરવા લાગ્યા. “અર્થ-પૌરુષીના સમયે જ્યારે ગણાચાર્ય આર્ય દુર્બલિકા પુષ્યમિત્ર સાધુસમૂહને આગમવાચના આપતા તે વખતે પણ ગોષ્ઠામાહિલ હાજર થતા નહિ. તેઓ મનમાં ને મનમાં ગણાચાર્ય પ્રત્યે દ્વેષ રાખી ઈર્ષા કરવા લાગ્યા. ગણાચાર્યએ આપેલી વાચના પછી મુનિ વિન્દ્ર જ્યારે અર્થવાચના કરતા, ત્યારે ગોષ્ઠામાહિલ ત્યાં હાજર થતા અને આઠમાપૂર્વની વ્યાખ્યા સાંભળતા. પોતાના અંતરમાં પેદા થયેલ ગણાચાર્ય પ્રત્યેના વિદ્વેષ અને મહત્ત્વાકાંક્ષાઓના મોહને લીધે તેઓ આઠમાપૂર્વના ભાવોને સાચારૂપે ગ્રહણ ન કરતા એમના વિપરીત (ઊંધા) અર્થ જ ગ્રહણ કરવા લાગ્યા. આઠમા કર્મપ્રવાદપૂર્વની વાચના સમયે આર્ય વિન્ધએ કર્મબંધના સ્વરૂપનું વર્ણન કરતા કહ્યું : “આત્માની સાથે કર્મના ત્રણ પ્રકારના બંધ હોય છે - બદ્ધ, બદ્ધ - સ્પષ્ટ અને નિકાચિત. જીવપ્રદેશોની સાથે કર્મ-પરમાણુઓના સંબંધમાત્રને બદ્ધ કહે છે. જેમ કષાયરહિત જીવન ઈર્યાપથિક કર્મને બંધ કરી દીવાલ (ભીત) ઉપર નાંખવામાં આવેલ ધૂળની મુઠ્ઠીની જેમ જ કાળાન્તરમાં સ્થિતિ (અસ્તિત્વ) પામ્યા વગર જ અલગ થઈ જાય છે. બીજો બદ્ધસ્કૃષ્ટ - જે કર્મની ભીની દીવાલ ઉપર નાંખવામાં આવેલ સ્નેહયુક્ત જૈન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૨) 23969696969696969633 ૨૮૩] Page #293 -------------------------------------------------------------------------- ________________ ચૂર્ણ (ધૂળ)ની જેમ થોડા સમય સુધી આત્મપ્રદેશોની સાથે મળેલી રહી પછી અલગ થઈ જાય છે. ત્રીજો નિકાચિત કર્મ - એ જ બદ્ધ સ્પષ્ટ કર્મ જ્યારે અધ્યવસાયો અને રસની અત્યંત તીવ્રતાને લીધે જૂનાધિક્યના રૂપમાં પરિવર્તનની સ્થિતિને પાર કરી લે છે, તેમજ ફળભોગો પછી જ જે કર્મથી છુટકારો થઈ શકે છે, એ કર્મબંધને નિકાચિત બંધ કહ્યો છે.” બદ્ધ, બદ્ધ-સ્પષ્ટ અને નિકાચિત કર્મના બંધને સરળતાથી સમજાવવા માટે સૂચિકાનું દૃષ્ટાંત આપવામાં આવે છે. બદ્ધકર્મનો આત્મા સાથે દોરામાં પરોવેલી સોયની જેમ સંબંધ બતાવવામાં આવ્યો છે. જે રીતે જરાક જ પ્રયત્ન કરવાથી સોયને દોરાથી અલગ કરી શકાય છે, એ જ રીતે આત્માને બદ્ધકર્મથી સહજ જ અલગ કરી શકાય છે. બુદ્ધ-સ્પષ્ટ કર્મને લોખંડના પતરાથી તૈયાર કરેલી સોયની જેમ બતાવવામાં આવ્યો છે. જે રીતે લોખંડના પતરામાંથી બનાવેલી સોયને છૂટી પાડવામાં ખાસ મહેનત કરવી પડે છે, તેમ બદ્ધ-સ્પષ્ટ કમને આત્મપ્રદેશોથી વિભાજિત કરવામાં થોડા પુરુષાર્થની જરૂરત પડે છે. ત્રીજા નિકાચિત કર્મબંધની સોયના એ સમૂહ સાથે તુલના કરવામાં આવી છે, જેને તપાવીને હથોડાના માર વડે એક જ બનાવી દીધી હોય. જેમ તપાવીને હથોડાના પ્રહાર વડે પરસ્પર ભેગી કરી દીધેલી સોયોને ફરી ગાળીને બીબામાં ઢાળવાથી જ એને ફરી પૂર્વરૂપમાં લાવી શકાય છે, એ જ રીતે નિકાચિત કર્મના ફળ ભોગ્યા પછી જ એને આત્મપ્રદેશોથી અલગ કરી શકાય છે. વિન્દ મુનિએ આપેલ ઉપરોકત કર્મબંધના વિવેચનને સાંભળી ગોષ્ઠામાહિલે કહ્યું : “મુને ! જો કર્મની આ રીતની જ વ્યાખ્યા કરશો કે જીવપ્રદેશોની સાથે અવિભક્ત રૂપથી કર્મનો બંધ થાય છે, તો એ સ્થિતિમાં આત્મા ક્યારેય કર્મબંધથી મુક્ત થઈ શકશે નહિ. કંચૂકી અને પુરુષની જેમ આત્માની સાથે કર્મનો બંધ હોય છે. કંચૂકી પુરુષને સ્પષ્ટ કરતો રહે છે, બદ્ધ કરીને નહિ. બરાબર એ જ રીતે કર્મ પણ આત્માની સાથે દૂધ-પાણીની જેમ ઓગળીને બદ્ધ નથી થતો. માત્ર સ્પષ્ટ થઈને જ રહે છે.” ૨૮૪ 26969696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) Page #294 -------------------------------------------------------------------------- ________________ ગોષ્ઠામાહિલની વાત સાંભળી વિન્ધએ કહ્યું: “અમને ગુરુએ આ જ પ્રમાણે કહ્યું છે.” ગોષ્ઠામાહિલે કહ્યું : “તેઓ સ્વયં જાણતા નથી તો શું વ્યાખ્યાન કરશે ?” આના ઉપરથી સરળ મનના વિશ્વમુનિ શંકાશીલ થઈ આચાર્યનાં ચરણોમાં જઈ કર્મબંધના વિષયમાં ઉપરોક્ત વિવેચન તેમજ ગોષ્ઠામાહિલનો અભિમત સંભળાવતા એમણે સ્પષ્ટીકરણ માંગ્યું કે - ખરેખરા સૂત્રનો કયો અર્થ છે?' | દુર્બલિકા પુષ્યમિત્રએ કહ્યું: “સૌમ્ય! જે તું કહે છે એ જ બરાબર છે. આ વિષયમાં ગોષ્ઠામાહિલનું કહેવું બરાબર નથી. એણે, આત્માની સાથે બદ્ધ, બદ્ધ-સ્કૃષ્ટ અને નિકાચિત સંબંધ માનતા જીવથી કર્મના અલગ ન હોવાની વાત રાખી, તે પ્રત્યક્ષ વિરોધી છે. આયુષ્ય કર્મના અંત અથવા વિયોજન મરણના રૂપમાં પ્રત્યક્ષ છે. લોખંડના ગોળા અને અગ્નિનો અવિભક્ત સંબંધ પણ આ જ રીતે અલગ પડતો જોવામાં આવે છે. જેમ આગમાં તપાવેલા લોખંડના ટુકડાના કણેકણમાં પ્રત્યેક પ્રદેશમાં અગ્નિ પ્રસરી ઊઠે છે અને ઠંડા પાણી આદિના પ્રયોગથી ફરીથી તે લોખંડની ગોળો ઠંડો - અગ્નિરહિત થઈ જાય છે, એમ જીવના આત્મપ્રદેશોમાં હળી-મળીને રહેલો કર્માણ પણ સમ્યકજ્ઞાન અને ક્રિયાના યોગ વડે અલગ કરવામાં આવે છે અને જીવ કર્મરહિત થઈ પોતાના “સત્યમ્ શિવમ્ સુંદરમ્” સ્વરૂપને મેળવી લે છે.” વિન્દ મુનિએ ગોષ્ઠામાહિલને વીતરાગ પ્રભુએ આપેલ તે વિષયનો અર્થ સમજાવવાનો પ્રયત્ન કર્યો. પણ ગોષ્ઠામાહિલ પોતાના એકાંત અભિમત ઉપર જ અડી રહ્યો. વિ મુનિએ આ વસ્તુસ્થિતિ ગણાચાર્યની સામે રાખી. આચાર્ય દુર્બલિકા પુષ્યમિત્રએ પણ શાસ્ત્રીય પ્રમાણો અને યુક્તિઓ વડે ગોષ્ઠામાહિલને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પણ બધું જ વ્યર્થ. પછી આર્ય દુર્બલિકા પુષ્યમિત્રએ બીજા ગચ્છોના સ્થવિરો અને શાસનાધિષ્ઠાત્રી દેવીના માધ્યમે પણ ગોષ્ઠામાહિલને આત્મા સાથેના કર્મના બંધના વિષયમાં સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ એણે હઠાગ્રહ (જીદ) છોડ્યો નહિ. ગોષ્ઠામાહિલે આપેલી સૂત્ર વિપરીત પ્રરૂપણાથી ખિન્ન થઈ ધર્મસંઘે એને સાતમો નિનવ ઘોષિત કરીને સંઘમાંથી બહિષ્કૃત કર્યો. આર્ય રક્ષિતના સ્વર્ગે સિધાવ્યા પછી આ ઘટના બનેલી. જિન ધર્મનો મોલિક ઇતિહાસ (ભાગ-૨) [9969696969696969696907 ૨૮૫ | Page #295 -------------------------------------------------------------------------- ________________ ( યુગપ્રધાનાચાર્ય દુર્બલિકા યુષ્યમિત્ર વિ. નિ. સં. ૧૯૭માં આર્ય રક્ષિતના સ્વર્ગે સિધાવ્યા પછી આર્ય દુર્બલિકા પુષ્યમિત્ર વીસમા યુગપ્રધાનાચાર્ય બન્યા. એમનો જન્મ વી. નિ. સં. પ૫૦માં એક સુસંપન્ન બૌદ્ધ પરિવારમાં થયો હતો. વિ. નિ. સં. પ૬૭માં એમણે ૧૭ વર્ષની વયે આર્ય રક્ષિત પાસે નિગ્રંથ શ્રમણદીક્ષા લીધી. દીક્ષિત થયા પછી વર્ષો સુધી વિનમ્રભાવે ગુરુસેવા કરતા રહીને એકધારા પઠન, મનન અને પુનરાવર્તનથી, એમણે એકાદશાંગી અને સાદ્ધનવપૂર્વોનું જ્ઞાન મેળવ્યું. જેમ અડદથી ભરેલા પાત્રને ઊંધું વાળતા પાત્રમાં એક પણ દાણો બાકી રહેતો નથી, એ જ રીતે મેં મારું સંપૂર્ણજ્ઞાન આર્ય દુર્બલિકા પુષ્યમિત્રને શીખવી દીધું છે.” આર્ય રક્ષિત વડે પોતાની જીવનની છેલ્લી ઘડીએ સંઘની સામે ઉચ્ચારેલા આ ઉદ્ગારોથી એમ સ્પષ્ટ થઈ જાય છે કે સાદ્ધનવ-પૂર્વધર આર્ય રક્ષિત પાસેથી દુબલિકા પુષ્યમિત્રએ સાડાનવપૂર્વોનું પૂર્ણજ્ઞાન મેળવી લીધું. ' ' આર્ય દુર્બલિકા પુષ્યમિત્ર પ્રબળ આત્મબળના ધણી હોવા છતાં પણ શારીરિક દૃષ્ટિએ ઘણા દુબળા (દુર્બળ) રહેતા હતા. તેઓ અધ્યયન, ચિંતન, મનનમાં એટલા બધા તલ્લીન રહેતા હતા કે અહર્નિશ કરવામાં આવેલા એ પરિશ્રમને લીધે સ્નિગ્ધ અને ગરિષ્ઠથી ગરિષ્ઠતમ ભોજન વડે પણ એમના શરીરમાં આવશ્યક રસોનું નિર્માણ થતું ન હતું. આ જ શારીરિક દુર્બળતાને લીધે તેઓ સંઘમાં દુર્બલિકા પુષ્યમિત્રના નામથી વિખ્યાત થયા. ભારતીય ઇતિહાસ અને જૈન ઇતિહાસ - આ બંને દૃષ્ટિઓથી દુર્બલિકા પુષ્યમિત્રાનો આચાર્યકાળ મહત્ત્વપૂર્ણ સ્થાન રાખે છે. એમના આચાર્યકાળમાં ઐતિહાસિક મહત્ત્વની બે ઘટનાઓ ઘટેલી : ૧. એમના આચાર્યકાળ(વી. નિ. સં. ૬૦૫)માં શાક સંવત્સર શરૂ થયો, જેનું વિવેચન આગળ આપવામાં આવી રહ્યું છે. ૨. એમના આચાર્યકાળ(વી. નિ. સં. ૬૦૯)માં જૈનસંઘ શ્વેતાંબર અને દિગંબર આ બે ભાગોમાં વિભક્ત થઈ ગયો. | ૨૮૬ 969696969696969696969) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) Page #296 -------------------------------------------------------------------------- ________________ એવું બતાવી ચૂક્યા છે કે આર્ય રક્ષિતે આર્ય દુબલિકા પુષ્યમિત્ર વડે પુનરાવર્તનના અભાવમાં પઠન કરેલું ભુલાઈ જવાની વાત સાંભળી કાળપ્રભાવથી ભાવિ શિષ્ય સંતતિની ઘટતી સ્મરણશકિત (યાદશક્તિ)ને લક્ષ્યમાં રાખીને જ અનુયોગોનું પૃથક્કરણ કર્યું. જૈન ઇતિહાસની નજરથી અત્યંત મહત્ત્વપૂર્ણ, અનુયોગોના પૃથક્કરણની ઘટનામાં પણ આર્ય દુર્બલિકા પુષ્યમિત્રને જ નિમિત્ત માનવામાં આવ્યા છે. - ત્રીસ વર્ષ સુધી સામાન્ય વ્રતપર્યાયમાં રહ્યા બાદ વી. નિ. સં. ૫૯૭માં તેઓ યુગપ્રધાનાચાર્ય બન્યા. આ રૂપે જિનશાસનની ૨૦ વર્ષ સુધી પ્રશંસાપાત્ર ઉલ્લેખનીય સેવા અને પ્રભાવના કર્યા પછી વી. નિ. સં. ૬૧૭માં એમણે ઈહલોકની લીલા સંકેલી પરલોક સિધાવ્યા. એમની પૂરી વય ૬૭ વર્ષ ૭ મહિના એ ૭ દિવસની માનવામાં આવી છે. દુષ્યમકાળ શ્રમણ સંઘ સ્ત્રોતની તાલિકામાં પક્ષાન્તરનો ઉલ્લેખ કરીને એમનો યુગપ્રધાનાચાર્યકાળ ૨૦ની જગ્યાએ ૧૩ વર્ષનો અને પૂર્ણ આયુષ્ય ૬૦ વર્ષ, ૭ મહિના તેમજ ૭ દિવસ બતાવવામાં આવ્યું છે. (શાલિવાહન શાક-સંવત્સર) પ્રતિષ્ઠાન રાજ્યના સ્વામી સાતવાહન - વંશીય ગૌતમીનો પુત્ર સાતકર્ણીએ બળવાન શકશાસક નક્શાનને મારીને (સંહાર કરીને) તેમજ ભારતના દક્ષિણ ભાગ સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના શિક મહાક્ષત્રપોનું ઉમૂલન કરી શકારિ વિક્રમાદિત્યનું બિરુદ ધારણ કરવાની સાથે-સાથે વી. નિ. સં. ૬૦૫(વિ. સં. ૧૩૫ તેમજ ઈ.સ. ૭૮)માં શાક - સંવત પ્રચલિત કર્યો. શાલિવાહન શાક-સંવત્સર આ પદમાં “શાક' શબ્દને જોઈને કેટલાક સામાન્ય માણસોને એવો ભ્રમ થવો સહજ જ છે કે - “શું આ સંવત્સર કોઈક વિદેશી શકરાજા દ્વારા ચલાવેલ સંવત્સર છે ?' ખરેખર તો અહીં “શાક' શબ્દ શક્તિનો દ્યોતક છે. શાલિવાહન-શાક સંવત્સરનો શાબ્દિક અર્થ છે - “શાલિવાહન વડે ચલાવવામાં આવેલ શક્તિ સંવત્સર' સાધારણ રીતે બધા પ્રામાણિક શબ્દકોશોમાં “શાક” શબ્દનો અર્થ શક્તિ, ઊર્જા તેમજ વર્ષ ખાસ કરીને શાલિવાહન સંવત્સર કરવામાં આવેલો છે. જેન કાળગણનામાં વી. નિ. સં.ના પછી સૌથી વધુ મહત્ત્વ શાલિવાહન - શાક સંવત્સરને આપવામાં આવ્યું છે. | જૈન ધર્મનો મોલિક ઇતિહાસ ઃ (ભાગ-૨) ૬૩૬૩૬2€963363 3624 ૨૮૦ | Page #297 -------------------------------------------------------------------------- ________________ જૈનશાસનમાં સંપ્રદાયભેદ આર્ય સુધર્માથી લઈને આર્ય વજ સ્વામી સુધી જૈનશાસન કોઈ પણ પ્રકારના સંપ્રદાયના ભેદ વગર નિર્વિઘ્નપણે ચાલતું રહ્યું. આમ તો ગણભેદ અને શાખાભેદની શરૂઆત આચાર્ય યશોભદ્રના વખતથી જ થઈ ચૂકી હતી અને આર્ય સુહસ્તીના વખતે તો ગણભેદ પરંપરાભેદના રૂપમાં જ પરિણમી હતી, પણ ત્યારે પણ તેમાં સંપ્રદાયભેદનું સ્થૂળરૂપ દેશ્યમાન થઈ શક્યું ન હતું. સમસ્ત જૈનસંઘ શ્વેતાંબર, દિગંબર આદિ, કોઈ પણ જાતના ભેદભાવ વગર ‘નિગ્રંથ' નામથી જ ઓળખાતો રહ્યો. જરૂરિયાત પ્રમાણે વસ્ત્ર રાખનારા અને જિનકલ્પની સરખામણી કરનારા બંને જ વીતરાગભાવની સાધનાને લક્ષ્યમાં રાખી એકબીજા સાથે અથડાયા વગર ચાલતા રહ્યા. એક તરફ મહાગિરિ જેવા આચાર્ય જિનકલ્પ તુલ્ય સાધના કરવાની ભાવનાથી એકાંતવાસને સ્વીકારતા, તો બીજી તરફ આર્ય સુહસ્તી ભવ્યજનોને પ્રતિબોધ આપવા તેમજ જિનશાસનનો પ્રચાર-પ્રસાર કરવાની ભાવનાથી પ્રેરિત થઈ ગ્રામ-નગર આદિમાં ભવ્ય ભક્તજનોની સાથે સંપર્ક જાળવી રાખી વિચરણ કરતા. છતાં પણ બંનેનો અન્યોન્ય પ્રેમસંબંધ અકબંધ રહ્યો. એ સમય સુધી વસ્ત્રધારી મુનિ અને નિર્વસ્ત્ર મુનિ સમાનપણે સન્માનનીય, વંદનીય તેમજ`મુક્તિના અધિકારી ગણાતા રહ્યા. મુનિત્વ અને મુક્તિપથ માટે નહિ તો સવસ્રતા બાધક ગણાતી અને નહિ નિર્વસ્ત્રતા. એકાંત-મુક્તિ મદદગાર-વસ્ત્રધારી શ્રમણોનો એવો કોઈ આગ્રહ ન હતો કે - ધર્મનાં ઉપકરણો વગર મુક્તિ નથી.' તેમજ નિર્વસ્ત્ર-મુનિઓનો પણ એવો આગ્રહ ન હતો કે - ‘વસ્ત્ર રાખવાવાળો મુનિ, મુનિ નથી.' ટૂંકાણમાં કહીએ તો એ સમય સુધી સવસ્રતા અને નિર્વસ્ત્રતા મુનિની મહાનતા અથવા લઘુતાનું માપદંડ ન હતી. જ્ઞાન, દર્શન, ચારિત્રની સમ્યક્ આરાધના જ ખરેખર તો મુનિત્વનો સાચો માપદંડ માનવામાં આવ્યો છે. પરંતુ વી. નિ. સં. ૬૦૯માં આ સ્થિતિ નામશેષ થઈ અને શ્વેતાંબર તેમજ દિગંબરના નામથી જૈનસમાજમાં સંપ્રદાયભેદ સ્પષ્ટપણે ઊઊઊઊ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૨૮૮ ૩૩ Page #298 -------------------------------------------------------------------------- ________________ ઉજાગર થયો. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે કહ્યું છે : “વી. નિ. સં. ૬૦૯ વર્ષ વીત્યા પછી રથવીરપુરમાં બોટિક (દિગંબર) મતની ઉત્પત્તિ થઈ.” આ સંપ્રદાયના ઉદ્દભવવાની બીનાનો જે ઉલ્લેખ વિશેષાવશ્યક ભાષ્ય, આવશ્યક ચૂર્ણિ આદિ ગ્રંથોમાં જોવા મળે છે, એનો સારાંશ નીચે પ્રમાણે છે : એક વાર રથવીરપુરના દીપ નામક બાગમાં આચાર્ય કૃષ્ણનું આગમન થયું. ત્યાં શિવભૂતિ નામનો એક રાજપુરોહિત રહેતો હતો. રાજાની વિશેષ કૃપા હોવાને લીધે તે નગરના વિવિધ ભોગવિલાસોને માણતો રહીને મરજી પ્રમાણે ફરતો રહેતો અને અડધી રાત પછી પોતાના ઘરે જતો હતો. એક દિવસ શિવભૂતિની ભાર્યાએ પોતાનું આ દુઃખ રડીને એની સાસુને કહ્યું : “તમારો પુત્ર રાતે ક્યારેય સમયસર નથી આવતા, હંમેશાં અડધી રાત પછી જ આવે છે, તેથી ભૂખ અને ઉજાગરાના સંતાપના લીધે હું દુઃખી છું.” સાસુએ એને સાંત્વના આપી તેમજ બીજા દિવસે એણે વધૂને સુવડાવીને જાતે જાગરણ કર્યું. અડધી રાત પછી જ્યારે શિવભૂતિએ આવીને ઘરનું બારણું ખખડાવ્યું તો એની વૃદ્ધ માતાએ ગુસ્સે થઈને ખીજવાઈને કહ્યું : “જ્યાં આ સમયે દરવાજા ખુલ્લા રહેતા હોય, ત્યાં ચાલ્યો જા; અહીં તારી પાછળ કોઈ મરવા માટે તૈયાર નથી.’” આમ આ રીતે પોતાની ઉંમરલાયક માતાના ધમકાવવાથી તે અહંકારવશ તરત જ જતો રહ્યો. નગરમાં ફરતા-ફરતા જ્યારે એણે ઉપાશ્રયના દરવાજા ખુલ્લા જોયા તો ત્યાં જતો રહ્યો અને બીજા દિવસે આચાર્ય કૃષ્ણ પાસે દીક્ષિત થઈ એમની સાથે તે અલગ અલગ સ્થળોએ વિચરણ કરવા લાગ્યો. કાલાન્તરમાં આચાર્ય કૃષ્ણ પોતાના શિષ્યવૃંદ સાથે ફરી ૨થવીરપુરમાં ગયા, એ વખતે ત્યાંના રાજાએ એમના પહેલાના સ્નેહના લીધે મુનિ શિવભૂતિને એક મોંઘોદાટ રત્નકાંબળો ભેટરૂપે આપ્યો. આચાર્યને ખબર પડતા એમણે કહ્યું : “સાધુએ આ રીતે કીમતી વસ્ત્ર પાસે રાખવું યોગ્ય નથી.'' જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૨૮૯ Page #299 -------------------------------------------------------------------------- ________________ ગુરુ પાસેથી આમ નિર્દેશ મળવા છતાં પણ શિવભૂતિ લાગણીવશ એ વસ્ત્રને ત્યજી ન શક્યો અને સાવધાનીપૂર્વક એણે એની પોટલી બાંધીને સાથે રાખ્યું. એક દિવસ તક મેળવી આચાર્યએ એ રત્નકાંબળાના અનેક ટુકડા કરીને બધા સાધુઓમાં વહેંચી દીધા. જ્યારે શિવભૂતિએ આ વાત જાણી, તો એ ઘણો દુઃખી થયો. આ ઘટના પછી શિવભૂતિએ આચાર્ય પ્રત્યે પોતાના મનમાં દ્વેષ (ખાર) રાખવા લાગ્યો. એક વખત આચાર્ય કૃષ્ણ એમના શિષ્યગણ સમક્ષ જિનકલ્પધારી સાધુઓના આચારનું વર્ણન કરી રહ્યા હતા. એમણે કહ્યું : “જિનકલ્પી બે પ્રકારના હોય છે - પાણીપાત્ર અને પાટાધારી. એમના પ્રત્યેકના વસ્ત્ર અને નિર્વસ્ત્ર એમ બે ભેદ હોય છે. ઉપધિની અપેક્ષાએ જિંનકલ્પમાં આઠ વિકલ્પ હોય છે. જિનકલ્પી ઓછામાં ઓછા રજોહરણ અને મુખવસ્ત્રિકા, (મુહપત્તી) આ બે ઉપકરણો સાથે રાખે છે આમ ૩ થી લઈને ૧૨ ઉપધિ સુધીના અન્ય ૭ વિકલ્પો બતાવવામાં આવ્યા છે.” આ રીતે જિનકલ્પનું વર્ણન સાંભળી શિવભૂતિએ કહ્યું : “જો આમ જ હોય તો આજે ઔધિક તેમજ ઔપગ્રહિકના નામથી આટલાં ઉપકરણો શા માટે રાખવામાં આવે છે ?” આચાર્યએ કહ્યું : “જબૂ સ્વામીના નિર્વાણ પછી સંહનનની મંદતાથી જિનકલ્પ પરંપરા વિચ્છિન્ન માનવામાં આવી છે.” શિવભૂતિ એના રત્નકાંબળાના છિનવાઈ જવાથી ખિન્ન તો હતો જ, એણે કહ્યું: “મહારાજ! મારા જીવતા જીવત તો જિનકલ્પનો વિચ્છેદ નહિ થાય. પરલોકાર્થીએ માયા-મૂચ્છ અને કષાયને વધારનારા સંપૂર્ણ પરિગ્રહથી દૂર જ રહેવું જોઈએ.” ગુરુએ કહ્યું : “વત્સ ! વસ્ત્ર આદિ ઉપકરણ એકમાત્ર કષાયવૃદ્ધિના કારણ નથી. શરીરની જેમ જ આ વસ્ત્ર આદિ ઉપકરણ ધર્મમાં પણ મદદગાર સાબિત થાય છે. જે રીતે ધર્મસાધના માટે મમતામૂચ્છરહિત થઈને શરીર ધારણ કરવામાં આવે છે, એ જ રીતે વસ્ત્ર આદિ આવશ્યક ઉપકરણ પણ ધર્મસાધનાની ભાવનાથી રાખવું ખોટું ૨૯૦ 26303039696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૨) Page #300 -------------------------------------------------------------------------- ________________ નથી. કોઈ પણ પ્રકારની મમતા-મૂચ્છ રાખ્યા વગર માત્ર સાધ્યની સિદ્ધિ માટે ઉપકરણ માત્ર સમજીને રાખવું જોઈએ.” આમ આચાર્યએ એને સાબિતી સાથે અનેક યુક્તિ-પ્રયુક્તિઓથી સમજાવ્યો, પણ શિવભૂતિ એના આગ્રહ ઉપર અડગ રહ્યો અને એણે વસ્ત્ર વગેરે બધાં ઉપકરણોને ત્યજીને નગ્નત્વ ધારણ કર્યું. તે પોતાના ગુરુ તેમજ સાધુ પરિવારથી અલગ થઈ નગરની બહાર એક ઉદ્યાનમાં રહેવા લાગ્યો. તેની ઉત્તરા નામની એક બહેન (ભગિની) પણ પોતાના ભાઈનું અનુસરણ કરી દીક્ષિત થઈ ગઈ. એણે પાછાં વસ્ત્ર ધારણ કરી લીધાં. આ રીતે શિવભૂતિ, જેમને સહસ્ત્રમલ્લ પણ કહેવામાં આવે છે, એમનાથી શ્વેતાંબર પરંપરા અનુસાર દિગંબર મતની ઉત્પત્તિ માનવામાં આવે છે. શિવભૂતિના કોંડિન્ય અને કોટ્ટવર નામના બે શિષ્ય થયા અને આમ શિવભૂતિથી વોટિક મતની પરંપરા ચાલી. શ્વેતાંબર પરંપરાના બધા ગ્રંથોમાં પ્રાયઃ આવા જ હળતા-મળતા ઉલ્લેખ છે. શ્વેતાંબર પરંપરાના જે રીતે વી. નિ. સં. ૬૦૯માં દિગંબર મતની ઉત્પત્તિ બતાવવામાં આવી છે, એ જ રીતે દિગંબર પરંપરામાં વી. નિ. સં. ૬૦૬માં સેવકસંઘ-જેતપટ્ટસંઘ(શ્વેતાંબરસંઘ)ની ઉત્પત્તિની વાત કહેવામાં આવી છે. - “ભાવસંગ્રહ'ના રચનાકાર દેવસેનસૂરિએ લખ્યું છે - “વિક્રમાદિત્યની મૃત્યુના ૧૩૬ વર્ષ પછી સૌરાષ્ટ્રની વલ્લભી નગરીમાં શ્વેતપટ્ટ-શ્વેતાંબર સંઘની ઉત્પત્તિ થઈ.” આ વિષયમાં (સંબંધમાં) વિશેષ પરિચય આપતા દેવસેનસૂરિએ લખ્યું છે કે - “વિક્રમની બીજી સદીમાં નિમિત્તજ્ઞાની ભદ્રબાહુએ પોતાના શ્રમણસંઘને કહ્યું કે - “નજીકના સમયમાં જ ૧૨ વર્ષનો દુકાળ પડવાનો છે, માટે તમે લોકો પોતાના સંઘની સાથે દૂર દેશોમાં જતા રહો. બધા ગણધર ભદ્રબાહુના વચન પ્રમાણે પોતપોતાના સાધુ-સમુદાયને લઈને દક્ષિણની તરફ વિહાર કરી ગયા પણ શાંતિ નામના એક આચાર્યએ પોતાના ઘણાખરા શિષ્યોની સાથે સૌરાષ્ટ્ર પ્રદેશના વલ્લભી નગર તરફ પ્રયાણ કર્યું, જ્યાં એમણે ભયંકર દુકાળનો સામનો કરવો પડ્યો. વલ્લભીમાં ભીષણ દુકાળનાં લીધે એવી બિભત્સ સ્થિતિ પેદા થઈ કે ભૂખ્યા-તરસ્યા દીન લોકો બીજાના પેટને જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 96969696969696969699 ૨૯૧] Page #301 -------------------------------------------------------------------------- ________________ ચીરી-ચીરીને એમાં રહેલું અન્ન કાઢીને પોતાની ભૂખ ભાંગવા લાગ્યા. તત્કાલીન ભયંકર સ્થિતિથી વિવશ-લાચાર થઈ આચાર્ય શાંતિના સાધુદંડ, કાંબળો, પાત્ર તેમજ ઢાંકવા માટે વસ્ત્ર ધારણ કરવા લાગ્યા. તેઓ વસ્તીઓમાં ઇચ્છા પ્રમાણે જઈને ત્યાં ગૃહસ્થોના ઘરે બેસી ભોજન કરવા લાગ્યા. જ્યારે દુષ્કાળ પૂરો થયો તો આચાર્ય શાંતિએ સંઘના બધા શ્રમણોને સંબોધીને કહ્યું : “હવે સુકાળ થઈ ગયો છે, માટે આ હીન આચારને છોડી દો અને દુષ્કર્મની આલોચના કરી સાચા શ્રમણધર્મને ગ્રહણ કરો.” આથી અનેક શિષ્યોએ કહ્યું : “એ પ્રમાણેનો કઠોર આચાર આજે કોણ પાળી શકે છે ? આ વખતે અમે લોકોએ જે માર્ગ ગ્રહણ કર્યો છે, એ સુખકર છે, આથી એને છોડવો અમારા માટે શક્ય નથી.” જ્યારે આચાર્ય શાંતિએ વારંવાર એમના શિષ્યોને કહ્યું તો એમના મુખ્ય શિષ્યએ એમના માથા પર દંડા વડે જોરથી ફટકો માર્યો. જેનાથી આચાર્ય શાંતિ તરત જ મૃત્યુ પામ્યા અને તેઓ વ્યંતર રૂપે પેદા થયા. ‘ભાવસંગ્રહ'માં આચાર્ય દેવસેને શાંત્યાચાંર્યના શિષ્ય જિનચંદ્ર વડે જ શ્વેતપટ્ટસંઘની ઉત્પત્તિ બતાવી છે. રત્નનંદીના ‘ભદ્રબાહુ ચરિત્ર'માં અને હરિષણના ‘બૃહત્કથા કોષ'માં પણ થોડા-ઘણા હેર-ફેર સાથે શ્વેતાંબર સંપ્રદાયની ઉત્પત્તિનો કંઈક આ પ્રમાણે જ ઉલ્લેખ મળે છે. ત્યાં સ્થૂલાચાર્ય અને સ્થૂળભદ્રથી શ્વેતાંબર મતની પ્રચલિત થવાની વાત કહેવામાં આવી છે. ‘બૃહતકથાકોષ'માં બતાવવામાં આવ્યું છે કે - ‘દુર્ભિક્ષના સમયે શ્રુતકેવળી ભદ્રબાહુની આશા પ્રમાણે કેટલાક સાધુ વિશાખાચાર્યની સાથે દક્ષિણના પુન્નાટ પ્રદેશમાં જતા રહ્યા, તથા રામિલ્લ, સ્થૂલાચાર્ય અને સ્થૂળભદ્ર પોત-પોતાના સાધુસંઘની સાથે સિંધુપ્રદેશ તરફ ગયા. રામિલ્લ આદિને ભયંકર દુષ્કાળનો સામનો કરવો પડ્યો. તેઓ શ્રદ્ધાળુ શ્રાવકોના આગ્રહથી ભિખારીઓના સંકટથી બચવા માટે ત્યાં રાતના સમયે ભિક્ષા લેવા જતા અને એને દિવસમાં ખાઈ લેતા હતા. શ્રાવકોની પ્રાર્થનાથી તેઓ ડાબા ખભા ઉપર.એક વસ્ત્ર પણ રાખવા લાગ્યા. દુષ્કાળ પછી બંને તરફના શ્રમણસંઘોનો મધ્યપ્રદેશમાં ૭૭ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૨૯૨ ૩૭ Page #302 -------------------------------------------------------------------------- ________________ ફરી મેળાપ થયો. એ વખતે રામિલ્લ, સ્થૂલાચાર્ય અને સ્થૂળભદ્રએ તો ભવભ્રમણના ભયથી વસ્ત્ર ત્યાગીને નિગ્રંથ રૂપ ધારણ કરી લીધું. પણ કેટલાક સીધુ જે કષ્ટ વેઠતા ગભરાતા હતા. એમણે, જિનકલ્પ અને સ્થવિરકલ્પની કલ્પના કરી નિગ્રંથ પરંપરાથી વિપરીત વિરકલ્પને પ્રચલિત કર્યો. આમાં એવું બતાવવામાં આવ્યું નથી કે – “ભૂલાચાર્ય આદિ આચાર્યોમાંથી કયા આચાર્યના કયા શિષ્યથી શ્વેતાંબર મતની ઉત્પત્તિ થઈ.” રત્નનંદીએ પોતાના “ભદ્રબાહુ ચરિત્ર'માં અદ્ધફાલક મતથી શ્વેતાંબર મતની ઉત્પત્તિ બતાવી છે. એ પ્રમાણે વલ્લભીપુરના મહારાજ લોકપાલે મહારાણી ચંદ્રલેખાની પ્રાર્થનાથી ઉજ્જૈનમાં વિરાજમાન એના ગુરુ જિનચંદ્રને વલ્લભીમાં બોલાવ્યા. જિનચંદ્રના શરીર ઉપર માત્ર એક જ વસ્ત્ર જોઈને વલ્લભીનરેશ અસમંજસમાં પડી ગયા અને એમને નમસ્કાર કર્યા વગર જ પોતાના રાજમહેલમાં જતા રહ્યા. ત્યારે રાણીએ પોતાના પતિના ભાવોને પામીને જિનચંદ્ર મુનિની પાસે વસ્ત્ર મોકલી એમને એ ધારણ કરવાની પ્રાર્થના કરી. સાધુઓ વડે વસ્ત્રધારણની વાત સાંભળી રાજાએ ભક્તિભાવે એમનું પૂજન-અર્ચન કર્યું. એ જ દિવસથી શ્વેતવસ્ત્ર ધારણ કરવાને લીધે અદ્ધફાલક મત શ્વેતાંબર મતના નામથી વિખ્યાત થયો. આ મત રાજા વિક્રમની મૃત્યુથી ૧૩૬ વર્ષ પછી પ્રચલિત થયો. દિગંબર પરંપરાના ગ્રંથો “ભાવસંગ્રહ, બૃહત્કથાકોષ અને રત્નનંદીના ભદ્રબાહુ ચરિત્ર' - આ ત્રણેયમાં ભિન્ન-ભિન્ન પ્રકારે શ્વેતાંબર મતની ઉત્પત્તિના ઉલ્લેખો ઉપલબ્ધ થાય છે. શ્વેતાંબર પરંપરામાં બોટિક મત (દિગંબર મત)ની ઉત્પત્તિના વર્ણનમાં વિશેષાવશ્યક ભાષ્ય, આવશ્યક ચૂર્ણિ અને સ્થાનાંગ' આદિમાં મૂળ ઘટનાની, પૂર્ણરૂપે સમાનતા અને વૈષમ્યરહિત મનઃસ્થિતિને પરિચય મળે છે, જ્યારે કે દિગંબર પરંપરાના ગ્રંથોમાં વિવિધ રૂપતા તેમજ વિષમ મનઃસ્થિતિનો પડઘો પડે છે. બંને પરંપરાઓના ગ્રંથોના વિષય ઉપરના ઉલ્લેખો પરથી એટલું તો સ્પષ્ટ થઈ જાય છે કે વી. નિ. સં. ૬૦૬ અથવા ૬૦૯ થી લગભગ શ્વેતાંબર - દિગંબરનો સંપ્રદાયભેદ પ્રગટ થયો. જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ : (ભાગ-૨) 96969696969696969696969). ૨૯૩ Page #303 -------------------------------------------------------------------------- ________________ (દિગંબર પરંપરામાં સંઘભેદ) શ્વેતાંબર પરંપરામાં ચંદ્ર, નાગેન્દ્ર, નિવૃત્તિ અને વિદ્યાધર - આ ચાર શાખાઓ તેમજ વિવિધ કુળ પ્રગટ થયાં. આ જ રીતે દિગંબર પરંપરામાં પણ કાષ્ઠાસંઘ, મૂળસંઘ, માથુરસંઘ અને ગોપ્યસંઘ આદિ અનેક સંઘ તથા નંદીગણ, બલાત્કારગણ અને વિભિન્ન શાખાઓના ઉત્પન્ન થવાનો ઉલ્લેખ મળે છે. એનો સંક્ષિપ્ત (ટૂંકાણમાં) પરિચય અહીં આપવામાં આવી રહ્યો છે. દિગંબર પરંપરાના સાહિત્યકારોનું એવું મંતવ્ય છે કે - “ભગવાન મહાવીરના નિર્વાણ પછી આચાર્ય અહંબલિ સુધી મૂળસંઘ અવિચ્છિન્ન રૂપે ચાલતો રહ્યો, પરંતુ વિ. નિ. સં. ૧૯૩માં જ્યારે આચાર્ય અહંબલિએ પંચવર્ષીય યુગ પ્રતિક્રમણના પ્રસંગે મહિમા નગરમાં એકઠા કરવામાં આવેલા મહાન યતિ-સંમેલનમાં આચાર્યો તેમજ સાધુઓમાં પોત-પોતાના શિષ્યો પ્રત્યે કેટલોક પક્ષપાત જોયો, તો એમણે મૂળસંઘને અનેક ભાગોમાં વહેંચી દીધો. ત્યાર બાદ મૂળસંઘના એ બધા ભાગ સ્વતંત્રપણે પોતપોતાના અલગ અસ્તિત્વ ધરાવવા લાગ્યા. એમણે એ વખતે જિનસંઘોનું નિર્માણ કર્યું, એમાંના કેટલાકનાં નામ આ પ્રમાણે છે : ૧. નંદીસંઘ ૪. પંચસ્તૂપસંઘ ૭. ગુણધરસંઘ . વિરસંઘ ૫. સેનસંઘ ૮. ગુપ્તસંઘ ૩. અપરાજિતસંઘ ૬. ભદ્રસંઘ ૯. સિહસંઘ ૧૦. ચંદ્રસંઘ દિગંબર પરંપરાના કેટલાક માન્ય ગ્રંથોમાં આ પ્રકારનો ઉલ્લેખ ઊપલબ્ધ થાય છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ભિન્ન-ભિન્ન સમયમાં થનારા અનેક સંઘમાંથી કેટલાક સંઘોમાં શિથિલાચાર પ્રસરી ગયો. આથી એ સંઘોની જેનભાસોમાં ગણના થવા લાગી. આચાર્ય દેવસેને આ પ્રમાણેના પાંચ સંઘોની ઉત્પત્તિનો ઉલ્લેખ કર્યો છે. એનાં નામ નીચે પ્રમાણે છે : ૨૯૪ 3903332330639 જેન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૨) Page #304 -------------------------------------------------------------------------- ________________ ૧. દ્રાવિડસંઘ ૩. કાષ્ઠાસંઘ ૨. યાપનીયસંઘ ૪. માથુરસંઘ ૫. ભિલ્લક સંઘ આચાર્ય નંદીએ “નીતિસાર' ગ્રંથમાં ૧. ગોપુચ્છક ૨. શ્વેતાંબર ૩. દ્રાવિડ ૪. યાપનીય ૫. નિષ્પિચ્છક એમ પંચ જેનાભાસ બતાવ્યા છે. જૈનેન્દ્ર સિદ્ધાંત કોશ પ્રમાણે સંઘોનાં નામ આ પ્રકારે છે : ૧. અનંતકીર્તિસંઘ ૯. દ્રાવિડસંઘ ૧૭. ભિલ્લકસંઘ ૨. અપરાજિતસંઘ ૧૦. નંદીસંઘ ૧૮. માઘનંદીસંઘ ૩. કાષ્ઠાસંઘ ૧૧. નંદીતરસંઘ ૧૯. માથુરસંઘ ૪. ગુણધરસંઘ : ૧૨. નિઠિયાચ્છિકસંઘ ૨૦. યાપનીયસંઘ ૫. ગુપ્તસંઘ ૧૩. પંચપસંઘ ૨૧. લાડબાગાસંઘ ૬. ગોપુચ્છસંઘ ૧૪. પુન્નાટસંઘ ૨૨. વિરસંઘ ૭. ગોપ્યસંઘ - ૧૫. બાગાસંઘ ૨૩. સિંહસંઘ ૮. ચંદ્રસંઘ ૧૬. ભદ્રસંઘ ૨૪. સેનસંઘ (ચાપનીયસંઘ) વર્તમાન સમયમાં જૈન સમાજમાં શ્વેતાંબર અને દિગંબર - આ બે સંપ્રદાયો જ મુખ્ય રૂપે પ્રસિદ્ધ છે. પણ પૂર્વકાળમાં “પાપનીયસંઘ નામનો એક ત્રીજો સંપ્રદાય પણ ભારતવર્ષમાં એક મોટા સંઘના રૂપે વિદ્યમાન હતો. વિક્રમની બીજી સદીથી ચૌદમી-પંદરમી સદી સુધી થાપનીયસંઘ જૈન ધર્મના એક સંપ્રદાયના રૂપે અસ્તિત્વ ધરાવતો હતો. યાપનીયસંઘના આપુલીયસંઘ અને ગોપ્યસંઘ આ બીજાં બે નામોનો પણ ઉલ્લેખ મળે છે. યાપનીયસંઘની ઉત્પત્તિ સંબંધમાં જ્યાં કેટલાક શ્વેતાંબર પરંપરાના આચાર્યોએ એવો અભિમત વ્યક્ત કર્યો છે કે - “દિગંબર સંપ્રદાયોથી યાપનીયસંઘની ઉત્પત્તિ થઈ, ત્યાં ભદ્રબાહુ ચરિત્રના જિન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) 99999999999 ૨૫ Page #305 -------------------------------------------------------------------------- ________________ રચનાકાર આચાર્ય રત્નનંદીએ શ્વેતાંબર સંપ્રદાયથી એનો ઉદ્ભવ થયેલો બતાવ્યો છે.' શ્વેતાંબર પરંપરાના આચાર્ય મલધારી રાજશેખરે પોતાના ગ્રંથ ‘ગ્દર્શન - સમુચ્ચય’માં ગોપ્યસંઘ અર્થાત્ યાપનીયસંઘને દિગંબર પરંપરાનો ગણાવ્યો છે. જ્યારે કે આચાર્ય રત્નનંદીએ ‘ભદ્રબાહુ ચરિત્ર'માં ઉલ્લેખ કર્યો છે કે - ‘વિક્રમ સંવત ૧૩૭(વી. નિ. સં. ૬૦૬)માં સૌરાષ્ટ્રના વલ્લભી નગરમાં શ્વેતાંબરોની ઉત્પત્તિ થઈ અને કાળાન્તરમાં શ્વેતાંબરોથી કરહાટાક્ષ નગરમાં યાપનીયસંઘની ઉત્પત્તિ થઈ. દિગંબરાચાર્ય દેવસેને દર્શનાચાર નામની પોતાની નાની અમથી પુસ્તિકામાં શ્રીકળશ નામક શ્વેતાંબર આચાર્યથી વિક્રમ સંવત ૨૦૫માં યાપનીયસંઘની ઉત્પત્તિ થવાનો ઉલ્લેખ કર્યો છે. યદ્યપિ આજે ભારતવર્ષમાં યાપનીયસંઘનું ક્યાંયે અસ્તિત્વ નથી અને નથી આ સંઘના કોઈ અનુયાયી, તથાપિ ઉપલબ્ધ અનેક ઉલ્લેખોથી એવું સિદ્ધ થાય છે કે ભારતમાં લગભગ ૧૨૦૦-૧૩૦૦ વર્ષો સુધી યાપનીય એક પ્રમુખ ધર્મસંઘના રૂપે રહ્યો. યાપનીય આચાર્ય શકટાયન(પાલ્યકીર્તિ)ની અમોઘાવૃત્તિમાં આપવામાં આવેલ અનેક ઉદાહરણોથી એવું સાબિત થાય છે કે યાપનીયસંઘ શ્વેતાંબરોના આગમગ્રંથોને પોતાના પ્રામાણિક ધર્મગ્રંથો માનતો હતો.' ‘ષગ્દર્શન સમુચ્ચય’ની ટીકામાં ગુણરત્નએ લખ્યું છે કે 'યાપનીયસંઘના મુનિ નગ્ન રહે છે, મોરની પીંછી રાખે છે. પાણીતલ ભોજી છે, નગ્ન મૂર્તિઓની પૂજા કરે છે, તેમજ વંદન કરવાથી શ્રાવકોને ધર્મલાભ' કહે છે. યાપનીયસંઘનો કર્ણાટક અને એની આસપાસના પ્રદેશોમાં ઘણો પ્રભાવ હતો. આ સંઘ પૂર્વકાળમાં એક પ્રભાવશાળી સંઘ રહ્યો છે. વિક્રમની પંદરમી સદી સુધી યાપનીયસંઘ રાજમાન્ય સંપ્રદાય રહ્યો છે. ૨૯૬ 卐 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) Page #306 -------------------------------------------------------------------------- ________________ 'યુગમયાણાયાર્ય આર્ય વજસેન જન્મ. : વિ. નિ. સં. ૪૯૨ | ગૃહસ્થપર્યાય : ૯ વર્ષ દીક્ષા ઃ વી. નિ. સં. ૫૦૧ | સામાન્ય સાધુપર્યાયઃ ૮૩ વર્ષ ગણાચાર્યપદ : વી. નિ. સં. ૫૮૪ | ગણાચાર્યકાળ : ૩૩ વર્ષ યુગપ્રધાનાચાર્યઃ વી. નિ. સં. ૬૧૭ | યુગપ્રધાનાચાર્ય : ૩ વર્ષ સ્વર્ગારોહણ : વી. નિ. સં. ૬૨૦ | કુલ આયુષ્ય : ૧૨૮ વર્ષ વજસેને આર્ય વજથી પહેલા જ આર્ય સિંહગિરિ પાસે દીક્ષા લઈ લીધી હતી. વિશિષ્ટ પ્રતિભા અને અતિશય વિદ્યાસંપન્ન હોવાના લીધે આર્ય વજને આર્ય સિંહએ પોતાની હયાતીમાં જ આચાર્યપદનો કાર્યભાર સોંપી દીધો હતો અને સ્વર્ગગમન વખતે એમને વિધિવત્ આચાર્યપદ પ્રદાન કર્યું. . સંભવ છે કે આર્ય વજના અતિજ્ઞાનના સન્માન માટે વજસેને એમની હયાતીમાં આચાર્યપદ સ્વીકાર્યું નહિ હોય. એમનો આર્ય વજ સાથેનો સંબંધ ગુરુ-શિષ્ય જેવો પ્રતીત થાય છે. જેમ કે - આર્ય વજ દ્વારા ૫00 સાધુઓની સાથે અનશન કરવાના પહેલા ભાવિ દુષ્કાળની સમાપ્તિના પૂર્વલક્ષણના રૂપમાં સોપારકના શ્રેષ્ઠી જિનદત્તને ત્યાં અત્યંત મોંઘા અન્નમાં વિષ ભેળવવાની વજસેનને આપવામાં આવેલી પૂર્વસૂચનાથી સાબિત થાય છે. આ રીતે દીક્ષાપર્યાયથી કનિષ્ઠ હોવા છતાં પણ જ્ઞાનપર્યાયની જ્યેષ્ઠતા અને શ્રેષ્ઠતાની દૃષ્ટિથી આર્ય વજ જ દશપૂર્વધર હોવાને લીધે આચાર્યપદ માટે સર્વાધિક યોગ્ય માનવામાં આવ્યા છે. વી. નિ. સં. ૫૮૪માં આર્ય વજસેન ગણાચાર્ય ઘોષિત કરવામાં આવ્યા અને દશમાં કેટલાંક ઓછાં વર્ષ પૂર્વના જ્ઞાતા આર્ય રક્ષિત વિજ પછી વાચનાચાર્ય અને યુગપ્રધાનાચાર્ય નિયુક્ત કરવામાં આવ્યા. - આર્ય વજસેન સંઘ-વ્યવસ્થાનાં કાર્યોમાં કુશળ અને પ્રતિભાશાળી હોવા છતાં પણ આર્ય વજ આદિની જેમ સમાન પૂર્વજ્ઞાનના જાણકાર ન હતા. આ કારણે આર્ય રક્ષિત પછી પૂર્વજ્ઞાની દુર્બલિકા પુષ્યમિત્રને યુગપ્રધાન-આચાર્યપદે નિયુક્ત કરવાનું પગલું યોગ્ય ઠર્યું તેમજ એ સમય સુધી વજસેન ગણાચાર્યપદનું સુચારુંપણે સંચાલન જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 896396969696969696969 ૨૯૦ | Page #307 -------------------------------------------------------------------------- ________________ કરતા રહ્યા. ૧૨ વર્ષના દુષ્કાળના અંતિમ દિવસોમાં જ્યારે વિહારક્રમથી અનેક ક્ષેત્રોમાં વિચરણ કરતા-કરતા આર્ય વજસેન સોપારક નગરમાં આવ્યા ત્યારે ત્યાંના શ્રેષ્ઠી જિનદત્ત અને શ્રેષ્ઠી પત્ની ઈશ્વરીએ પોતાના ચારેય પુત્રોની સાથે વી. નિ. સં. પ૯રમાં આર્ય વજસેન પાસે શ્રમણદીક્ષા લીધી. શ્વેતાબંર પરંપરાની માન્યતા પ્રમાણે વજસેનના સમયમાં વિ. નિ. સં. ૬૦૯માં આચાર્ય કૃષ્ણના શિષ્ય શિવભૂતિથી દિગંબર મતનો પ્રાદુર્ભાવ થયો. વી. નિ. સં. ૬૧૭માં દુબલિકા પુષ્યમિત્રના સ્વર્ગવાસ પછી, આર્ય વજસેન યુગપ્રધાનચાર્યપદ પર નિમાયાં. ત્રણ વર્ષ સુધી વ્યવસ્થિત રીતે જિનશાસનની સેવા કર્યા પછી વી. નિ. સં. ૬૨૦માં ૧૨૮ વર્ષની સુદીર્ઘ વયે સ્વર્ગગમન કર્યું. (ગણાચાર્ય આર્ય ચંદ્ર) આર્ય વજના સ્વર્ગગમન પછી આર્ય વજસેન એક વખત વિહારક્રમથી સોપારક નગરમાં ગયા. ત્યાં સ©ડ-ગોત્રીય શ્રેષ્ઠી જિનદત્ત પોતાની પત્ની ઈશ્વરી અને પરિવાર સાથે રહેતો હતો. સંજોગવશાતુ. આર્ય વજસેન ભિક્ષાટન કરતા-કરતા શ્રેષ્ઠી જિનદત્તના ઘરે ગયા. એ વખતે દુકાળનો પ્રકોપ એની ચરમસીમા પર હતો. સાધનોનો સર્વત્ર પૂર્ણ અભાવ હતો. અગણિત સંપદા હોવા છતા પણ અનાજના અભાવમાં તરસી-તરસીને પોતાના કુટુંબની મરવાની કલ્પનાથી જિનદત્ત કંપી ઊઠ્યો. પોતાની પત્ની સાથે પરામર્શ કર્યા પછી એણે એવું નક્કી કર્યું કે - “આમ ભૂખથી તરફડીને મરવા કરતા સહકુટુંબ ઝેરીલું ભોજન આરોગીને એક જ ઝાટકે જીવનલીલા સંકેલી લેવી.” ઝેર ભેળવવા માટે એક વખતની ભોજન સામગ્રીની વ્યવસ્થા કરવી પણ ઘણી મુશ્કેલ હતી. શ્રેષ્ઠી જિનદત્તે એક લાખ રૂપિયા ખર્ચીને જેમ-તેમ કરીને એક વખતની ભોજન-સામગ્રી ભેગી કરી. જે વખતે આર્ય વજસેન શ્રેષ્ઠી જિનદત્તના ઘરે ભિક્ષા માટે પહોંચ્યા, તે વખતે શ્રેષ્ઠીપત્ની ભોજનમાં ઝેર ભેળવવાની તૈયારી કરી રહી હતી. લાખ રૂપિયાના ભોજનમાં એ ગૃહિણીને ઝેર નાંખતા જોઈ આર્ય વજસેનને આર્ય વજે કહેલા ભવિષ્યકથનનું સ્મરણ થઈ ગયું. ૨૯૮ [9636969696969696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #308 -------------------------------------------------------------------------- ________________ એમણે શાંત-ધીર-ગંભીર સ્વરમાં તેણીને કહ્યું : “સુભિક્ષ ભાવિ સવિષે, પાર્ક મા કરૂ તદ્દવૃથા અર્થાત્ શ્રાદ્ધે ! હવે દુષ્કાળનો અંત નજીક જાણ. તું ભોજનમાં ઝેર મેળવીશ નહિ. કાલ સુધીમાં તો વિપુલ પ્રમાણમાં અન્ન ઉપલબ્ધ થશે.” ‘પરોપકારૈકવ્રતી મહાપુરુષોનાં વચન ખોટાં નથી હોતાં.' આ દેઢ વિશ્વાસથી શ્રેષ્ઠી-પત્ની ઈશ્વરીએ તરત જ હાજરમાં રહેલું ભોજન મુનિરાજને વહોરાવીને સંતોષ અનુભવ્યો. આર્ય વજ્રસેનના કથનાનુસાર બીજા જ દિવસે અનાજથી ભરેલાં ગાડા સોપારક નગરમાં આવ્યા. ભૂખથી બેહાલ દુકાળિયાઓના નિરાશ જીવનમાં નવીન આશાનો સંચાર થયો. આવશ્યક્તા પ્રમાણે દરેકને અશ મળવા લાગ્યું. આ જોઈ શ્રેષ્ઠીપત્ની ઘણી ખુશ થઈ. એણે શ્રેષ્ઠીને કહ્યું : “કાલે જો મુનિએ આપણને આશ્વસ્ત કર્યા ના હોત તો આજે આપણા કુટુંબનું એક પણ સદસ્ય જીવિત ન હોત. શ્રમણ-શ્રેષ્ઠ આપણે બધાને જીવનદાન આપ્યું છે, તો આ સ્થિતિમાં કેમ ન આપણે પણ જિનધર્મની શરણમાં જઈ પોતપોતાનાં જીવનને સફળ બનાવીએ !'' શ્રેષ્ઠીપત્ની ઈશ્વરીનો પરામર્શ બધાને ગમ્યો અને શ્રેષ્ઠી-દંપતીએ પોતાના ચારેય પુત્રો-ચંદ્ર, નાગેન્દ્ર, નિવૃત્તિ અને વિદ્યાધરની સાથે સંપૂર્ણ વૈભવનો ત્યાગ કરી નિગ્રંથ શ્રમણધર્મની દીક્ષા ધારણ કરી લીધી. ચારેય પુત્ર મુનિઓએ વિનમ્રતાથી એક પછી એક અંગશાસ્ત્રો અને પૂર્વોનું અધ્યયન કર્યું અને આચાર્યપદના અધિકારી થયા. આચાર્ય વજસેને પોતાની હયાતીમાં જ પોતાના આ ચારેય શિષ્યોને અલગ-અલંગ શ્રમણ-સમુદાય સોંપીને આચાર્યપદે નિમણૂક કરી. આર્ય ચંદ્રથી ચંદ્રકુળ, આર્ય નાગેન્દ્રથી નાઈલી શાખા (નાગેન્દ્રકુળ), આર્ય નિવૃત્તિથી નિવૃત્તિકુળ અને આર્ય વિદ્યાધરથી વિદ્યાધરકુળ નામનાં ૪ કુળ પ્રચલિત થયાં. ચંદ્રકુળ જ આગળ જતા ચંદ્રગચ્છના નામથી વિખ્યાત થયું. ચંદ્રાચાર્યનો જન્મ વી. નિ. સં. ૫૭૬, દીક્ષા વી. નિ. સં. ૫૯૩, ગણાચાર્યપદ વી. નિ. સં. ૬૨૦માં અને સ્વર્ગારોહણ વી. નિ. સં. ૬૪૩માં થયું. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) F ૭૭ ૨૯૯ Page #309 -------------------------------------------------------------------------- ________________ (તત્કાલીન રાજનૈતિક સ્થિતિ ) વિ. નિ.ની છઠ્ઠી સદીના પહેલા ચરણના અંત પછી (ઈ.સ.ની પ્રથમ સદીના પ્રારંભકાળમાં) પાર્થિયનોએ ઈરાનના અનેક પ્રદેશોને કલ્પે કર્યા પછી ભારત પર આક્રમણ કર્યું. જેને શકો સાથે ઘર્ષણ થયું. પાર્થિયનોએ શકોને કારમો પરાજય આપી ભારતનાં પશ્ચિમોત્તર સીમાવર્તી ક્ષેત્રો તેમજ પંજાબ પર અધિકાર જમાવ્યો, જેને પરિણામે શકોનું રાજ્ય ભારતના દક્ષિણ-પશ્ચિમી સૌરાષ્ટ્ર આદિ પ્રદેશોમાં જ રહી ગયું. પાર્થિયનોએ પંજાબ પર અધિકાર કર્યા પછી પોતાના રાજ્યનો વિસ્તાર કરવો શરૂ કર્યો. ગોંડા ફરનીજ નામક પાર્થિયન શાસકે તક્ષશિલા, મથુરા, ઉજજૈન આદિમાં પોતાની છાવણીઓ સ્થાપી. થોડા વખત પછી અધિકાંશ પાર્થિયન ક્ષત્રિયોએ પોતાની જાતને સ્વતંત્ર ઘોષિત કરી દીધા. એનાથી પાર્થિયનોની શક્તિ વિકેન્દ્રિત થવાને લીધે ધીમે-ધીમે ક્ષીણ થતી ગઈ. પ્રાયઃ બધા પાર્થિયન અને શક શાસકોએ ભારતીય ધર્મ સ્વીકારી ભારતીય સંસ્કૃતિને વિકસિત કરવાનો પ્રયત્ન કર્યો. એમણે ભારતીય શાસનપ્રણાલી પ્રમાણે રાજ્ય કરીને અનેક લોકકલ્યાણનાં કાર્યો કર્યા. ભારત ઉપર જ્યારે-જ્યારે પણ વિદેશી આક્રમણખોરોએ આક્રમણ કર્યા, ત્યારે-ત્યારે ભારતમાં ગણરાજ્યો, રાજાઓ અને જનતાએ એ વિદેશી બળિયાઓ સાથે ઘણી શૌર્યપૂર્ણ લડાઈઓ કરી. યદ્યપિ ભારતમાં સુદઢ કેન્દ્રીય રાજસત્તાના અભાવમાં અને વિદેશીઓની સુસંગઠિત વિશાળ સેનાઓના કારણે વિદેશીઓને ભારતનાં વિભિન્ન ક્ષેત્રો પર પોતાનું સ્વામિત્વ સ્થાપવામાં સફળતા મળી; પણ ભારતીય રાજ્યશક્તિઓ એ વિદેશીઓ સાથે હંમેશાં સંઘર્ષ કરતી રહી. ભારતીય જનતા અને રાજ્યશક્તિઓ વડે કરવામાં આવેલા એ સંઘર્ષો તેમજ વિદેશી આક્રમણકારોના પરસ્પર ઘર્ષણમાં આવવાના ફળસ્વરૂપ આખરે એ વિદેશી-શક્તિઓ ક્ષીણ થતા-થતા વિલીન જ થઈ ગઈ. જે રીતે યુનાનીઓના શાસનમાં પહેલી વખત ચંદ્રગુપ્ત મૌર્ય અને ત્યાર બાદ શકોએ, શકોના શાસનને વી. નિ. સં. ૪૭૦માં વિક્રમાદિત્યે અને ૩૦૦ ૬૬ 69696969696969696] જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #310 -------------------------------------------------------------------------- ________________ ત્યાર બાદ વી. નિ. સં. ૬૦૫માં ગૌતમીપુત્ર સાતકર્ણી(શાલિવાહન)એ સમાપ્ત કર્યો, એ જ રીતે ભારતના વિદેશી પાર્થિયનોના શાસનને વિદેશી યૂ-રી જાતિના કુષાણોએ સમાપ્ત કર્યું. આર્ય રેવતી નક્ષત્રના વાચનાચાર્ય-કાળથી પહેલા કુજુલ કેડફાઈસિસ (પ્રથમ) નામક કુષાણ સરદારે પાર્થિઓને હરાવી ગાંધાર (અફઘાનિસ્તાન) અને પંજાબના કેટલાક પ્રદેશો ઉપર પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું. એના પુત્ર વેમ કૈડફાઇસિસે ભારતમાં હજી પણ આગળ વધવાની શરૂઆત કરી. અને આર્ય દુર્બલિકા પુષ્યમિત્રના યુગપ્રધાનત્વકાળમાં આખા પંજાબ તેમજ દુઆબા ઉપર સ્વામિત્વ કર્યા પછી પૂર્વમાં વારાણસી સુધી પોતાના રાજ્યની હદનો વિસ્તાર કર્યો. વિદેશી આક્રમણોને લીધે દેશની સર્વતોમુખી હાનિ થઈ. વિદેશીઓના અત્યાચારોથી ત્રાહિમામ્ પોકારેલા જનમાનસમાં અસહિષ્ણુતા, પારસ્પરિક જાતિય, સામાજિક અને ધાર્મિક વિષે જોર પકડ્યું. વિદેશીઓ દેશ તેમજ દેશવાસીઓની જે દુર્દશા કરી રહ્યા હતા, એના માટે એક જાતિ બીજી જાતિને, એક ધર્માવલંબી બીજા ધર્માવલંબીઓને, એક વર્ગ બીજા વર્ગને દોષ આપવા લાગ્યા. દેશવાસીઓના મનમાં પેદા થયેલી આવી ઘાતક મનોવૃત્તિથી જે હદે દેશ પાયમાલ થયો, તેની ગણતરી થઈ શકતી નથી, કારણ કે વિદેશીઓએ પહોંચાડેલી હાનિ કરતાં પણ કંઈ કેટલાયે ગણી વધુ હતી. ઇતિહાસ સાક્ષી છે કે આ પ્રમાણેની વિકૃત મનોવૃત્તિનો નિહિત-સ્વાર્થી લોકોએ વખતો-વખત ગેરલાભ ઉઠાવ્યો. એનું પરિણામ એ આવ્યું કે હજારો સદીઓથી હળીમળીને સાથે રહેતા આવેલા વિભિન્ન વર્ગો, ધર્માવલંબીઓ અને જાતિઓએ પરસ્પર એકબીજાને નેસ્તનાબૂદ કરવાના અનેક પ્રયત્નો કર્યા. ભારતમાંથી બૌદ્ધ ધર્મના અંતમાં અનેક કારણોની સાથો-સાથ આ પ્રકારનો ધાર્મિક વિષ પણ મુખ્ય કારણ રહ્યુ. પુષ્યમિત્ર શૃંગ વડે બૌદ્ધો અને બૌદ્ધ ધર્મના વિરુદ્ધ કરાયેલા અભિયાન આ તથ્યના સાક્ષી છે. ભારતમાં વિદેશી આક્રમણકારોની સફળતાઓને પરિણામે ઉત્પન્ન થયેલી એ વિષમ પરિસ્થિતિઓમાં જૈન ધર્માવલંબીઓએ ઘણા કપરા જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 969696969696969696969 ૩૦૧ Page #311 -------------------------------------------------------------------------- ________________ સમયમાંથી પસાર થવું પડ્યું. મૌર્ય સમ્રાટ સમ્મતિના રાજ્યકાળમાં, જ્યાં ભારત અને ભારતના પાડોશી દેશોમાં પણ જૈન ધર્મનો અપૂર્વ પ્રચાર-પ્રસાર થયો, ત્યાં ઈ.સ.ની પહેલી સદીના પ્રથમ ચરણથી ભારત પર થનારાં આક્રમણો પછી જૈનોની સંખ્યામાં ઉત્તરોત્તર હૂાસ થતો ગયો. (વાચનાચાર્ય રેવતી નક્ષત્ર) આર્ય નાગહસ્તી પછી આર્ય રેવતી નક્ષત્ર ઓગણીસમા વાચનાચાર્ય થયા. વાચનાચાર્ય રેવતી નક્ષત્ર અને યુગપ્રધાનાચાર્ય રેવતીમિત્ર જુદાજુદા સમયમાં થયેલ બે આચાર્ય હતા. આર્ય રેવતી નક્ષત્રથી આર્ય રેવતી મિત્ર પર્યાપ્તકાળ પછી થયા. આર્ય વજસેનના સમયની આસપાસ હોવાના લીધે વાચનાચાર્ય રેવતી નક્ષત્રનો પરલોકગમન વધુથી વધુ વિ. નિ. સં. ૬૪૦-૬૫૦ની આસપાસ હોવું જોઈએ; જ્યારે કે યુગપ્રધાનાચાર્ય આર્ય રેવતીમિત્રનું પરલોકગમન વી. નિ. સં. ૭૪૮માં માનવામાં આવ્યું છે. જે આર્ય રેવતી નક્ષત્રના સ્વર્ગારોહણથી લગભગ ૧૦૦ વર્ષ પછીનું થાય છે. (વાચનાચાર્ય બ્રહ્મદીપકસિંહ) વાચનાચાર્ય આર્ય રેવતી નક્ષત્ર પછી આર્ય બ્રહ્મદીપકસિંહ વસમાં વાચનાચાર્ય થયા. ચોવીસમા યુગપ્રધાનાચાર્ય આર્ય સિંહની સાથેસાથે હોવાના લીધે વાચનાચાર્ય આર્ય બ્રહ્મદીપકસિંહ અને યુગપ્રધાનાચાર્ય સિંહને અનેક લેખકોએ એક જ આચાર્ય માની લીધા છે. વાચનાચાર્ય સિંહના પહેલાં “બ્રહ્મદીપક' વિશેષણથી એવું અનુમાન કરવામાં આવે છે કે યુગપ્રધાન-આચાર્ય સિંહથી તેઓ ભિન્ન અને પૂર્વવર્તી આચાર્ય છે. F [ ૩૦૨ 969696969696969696969છે જેન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) Page #312 -------------------------------------------------------------------------- ________________ 'યણમયાનાકાર્ય આર્ય લાગીદ્ધ યુગપ્રધાનાચાર્ય પરંપરામાં આર્ય વજસેન પછીનું નામ આર્ય નાગેન્દ્રનું આવે છે. નાગેન્દ્ર સોપારકપુરના જિનદત્તના દીક્ષિત ચાર પુત્રો પૈકીનો સૌથી મોટો હતો. દુકાળ વખતે શ્રમણ સંઘ સ્ત્રોત પ્રમાણે નાગેન્દ્રનો દીક્ષાકાળ વી. નિ. સં. ૧૯૨-૫૯૩ માનવામાં આવ્યો છે. દશપૂર્વમાં થોડા ઓછા પૂર્વ જાણનારા આર્ય નાગેન્દ્ર વજસેન પછીના બાવીસમા યુગપ્રધાનાચાર્ય નિયુક્ત કરવામાં આવ્યા. ૬૯ વર્ષના ચિરકાળ સુધી એમણે યુગપ્રધાનાચાર્યના હોદ્દાથી જિનશાસનની સેવા કરી. એમના જીવનની પ્રમુખ ઘટનાઓ નીચે પ્રમાણે છે : જન્મ : વી. નિ. સં. પ૭૩| ગૃહસ્થપર્યાયઃ ૨૦ વર્ષ દીક્ષા : વી. નિ. સં. ૧૯૩ | સામાન્ય સાધુપર્યાયઃ ૨૭ વર્ષ આચાર્યપદ : વિ. નિ. સં. ૬૨૦ આચાર્યપર્યાય : ૬૯ વર્ષ સ્વર્ગારોહણઃ વી. નિ. સં. ૬૮૯ સંપૂર્ણ આયુ = ૧૧૬ વર્ષ - નાગેન્દ્ર બાદ આર્ય રેવતીમિત્ર તેવીસમાં યુગપ્રધાનાચાર્ય થયા. - 1 (ગણાચાર્ય સામંતભદ્ર ) : વી. નિ. સં. ૬૪૩માં આર્ય ચંદ્રસૂરિના સ્વર્ગે સિધાવ્યા પછી સોળમા - ગણાચાર્ય થયા સામંતભદ્ર. પૂર્વશ્રુતના અભ્યાસી હોવા છતાં પણ અખંડ ચરિત્રની આરાધના કરનારા હતા. નિમોહભાવે વિચરણ કરીને તેઓ સંયમશુદ્ધિ માટે ખાસ કરીને વનો, ઉદ્યાનો, યક્ષાયતનો તેમજ શૂન્ય દેવલયોમાં જ રોકાતા હતા. એમના ઉત્કટ વૈરાગ્ય અને વનવાસને જોઈને લોકો એમને વનવાસી તેમજ એમના સાધુવંદને વનવાસી ગચ્છ કહેવા લાગ્યા. સૌધર્મકાળના નિગ્રંથ ગચ્છ'નું ચોથું નામ “વનવાસી-ગચ્છ' ગણવામાં આવે છે. “વનવાસી” શબ્દ સાપેક્ષ હોવાથી વસતિવાદની યાદ અપાવે છે. ભગવાન મહાવીર અને સુધર્માના સમય સુધીના સાધુઓનું રોકાણ ખાસ કરીને વનપ્રદેશોમાં જ રહેતું હતું, છતાં પણ એ વખતના શ્રમણ વનવાસી તરીકે ન ઓળખાતા નિગ્રંથ' તરીકે જ જાણીતા બન્યા, કારણ કે એમની સામે વનવાસીથી અલગ વસતિવાસી નામનો કોઈ જુદો શ્રમણવર્ગ હતો નહિ. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 2િ696969696969696969699 ૩૦૩ | Page #313 -------------------------------------------------------------------------- ________________ જ્યારે નિગ્રંથગચ્છ, કૌટિક ગચ્છ અને ચંદ્રગચ્છનાં વિવિધ નામોથી પસાર થતો થતો સાધુ-સમુદાય જનસંપર્કમાં આગળ વધ્યો, ત્યારે શ્રમણો પણ ખાસ કરીને વસ્તીઓમાં જ વાસ કરવા લાગ્યા. આમ થવું સ્વાભાવિક છે. શક્ય છે કે આર્ય રક્ષિત પછી સાધુવર્ગમાં નિષ્ક્રિયતા વધુ પ્રમાણમાં ફેલાયેલી જોઈ સંયમશુદ્ધિ અને ઉગ્ર સાધનાને ટકાવી રાખવા માટે સામંતભદ્રએ શિથિલાચારની વિરુદ્ધ વનવાસ સ્વીકાર્યો હોય. આ ઉગ્ર આચારનું અભિયાન થોડા સમય સુધી ચોક્કસપણે અસરકારક રહ્યું હશે, પણ એમાં ધારેલી સફળતા મળી ન શકી. (ગણાચાર્ય વૃદ્ધદેવ) આચાર્ય સામંતભદ્ર પછીના સત્તરમા ગણાચાર્ય થયા વૃદ્ધદેવ. જેફ વયે આચાર્યપદ મળવાના લીધે બધા એમને વૃદ્ધદેવસૂરિના નામે બોલાવવા લાગ્યા. એમને ઉગ્રક્રિયાના સમર્થક ગણવામાં આવ્યા છે. એમના પછી આર્ય પ્રદ્યોતનસૂરિ ગણાચાર્ય થયા. એમનો સ્વર્ગવાસ વિ. નિ. સં. ૬૯૮માં થયેલો બતાવવામાં આવ્યો છે. (ગણાચાર્ય માનદેવ) આચાર્ય પ્રદ્યોતનસૂરિના પટ્ટધર ગણાચાર્ય માનદેવ થયા. ત્યાગતપની વિશિષ્ટ સાધનામાં અગ્રેસર રહેવાના કારણે એમની નામના ચારેય દિશાઓમાં થતી હતી. નાડીલનિવાસી પ્રખ્યાત શ્રેષ્ઠી ધનેશ્વર એમના પિતા તેમજ ધારિણી માતા હતી. પોતાનો એકનો એક પુત્ર હોવાને લીધે માતા-પિતાએ એમનું નામ માનદેવ રાખ્યું. એક વખત આચાર્ય પ્રદ્યોતન વિહારક્રમે નાડૌલ ગયા. સૌભાગ્યથી માનદેવને પણ આચાર્યશ્રીનો ઉપદેશ સાંભળવા મળ્યો. આચાર્યની વૈરાગ્યયુક્ત વાણી સાંભળી માનદેવે અદ્ભુત લાગણી અનુભવી ને ગુરુચરણમાં પ્રવ્રયા ધારણ કરવાની ઈચ્છા દર્શાવી. ભારે જહેમત ઉઠાવ્યા બાદ માનદેવને એમનાં માતાપિતાની સંમતિ મળી અને શુભ સમયમાં શ્રમણદીક્ષા અંગીકાર કરી તેઓ વિનમ્રતાથી જ્ઞાનાભ્યાસની સાથો-સાથ કઠોર તપના પણ સાધક [ ૩૦૪ છ396339696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #314 -------------------------------------------------------------------------- ________________ બન્યા. થોડા જ સમયમાં એમણે ૧૧ અંગસૂત્ર, મૂળ, છેદ અને ઉપાંગ સૂત્રોનો સંપૂર્ણ અભ્યાસ કરી લીધો. ગુરુ એમને યોગ્ય જાણી આચાર્યપદે સ્થાપવા માંગતા હતા, પણ કહેવામાં આવે છે કે લક્ષ્મી (લાવણ્યશ્રી) અને સરસ્વતીનો પરસ્પર અત સંમેળાપ જોઈને ગુરુદેવ એ વાતને લઈ ચિંતાતુર થયા કે - “મુનિ માનદેવ ચારિત્રનું પાલન કઈ રીતે કરી શકશે? આમ ગુરુની ચિંતાથી માનદેવ ચારિત્ર પ્રત્યે વધુ આસ્તિક બન્યા. ગુરુદેવનો સ્નેહ સંપાદન કરવા એમણે સંપૂર્ણપણે વિકારવિકૃતિને તિલાંજલિ આપી અને ભક્તજનોને ત્યાંથી બહાર લાવવો પણ બંધ કરી દીધો. આત્મસાધના પ્રત્યે આવી સભાનતાથી માનદેવ પાસે કેટલીક દૈવીશક્તિ આવી ગઈ હતી. (આર્ય નાગેન્દ્રના સમયની રાજનૈતિક અને ધાર્મિક સ્થિતિ) આર્ય રેવતી નક્ષત્રના વાચનાચાર્યકાળમાં કુષાણવંશના રાજા વેમ કૈડફાઈસિસે પોતાના પિતા કુજુલ ફેડફાઇસિસ વડે ઈરાનની સીમાથી લઈને સિંધુ નદી સુધી સંસ્થાપિત રાજ્યની હદમાં વિસ્તાર કર્યો. તેને આખા પંજાબ તેમજ દોઆબાને જીતી લઈને વારાણસી સુધી પોતાના - રાજ્યનો વિસ્તાર કર્યો. તેમનું મરણ થતા એનો પુત્ર કનિષ્ક વિ. નિ. ની સાતમી સદીના પહેલા ચરણમાં, ત્યાર પછી શક સંવત્સરના પ્રચલિત થયા પછી રાજસિંહાસન પર આરૂઢ થયો. કનિષ્ઠ પુરુષપુર-પેશાવર નામનું એક નવીન નગર વસાવી ત્યાં પોતાની રાજધાની સ્થાપી. કનિષ્ક બૌદ્ધ ધર્મ સ્વીકારી વિજયનું અભિયાન શરૂ કર્યું. એણે પાર્થિયનોના શાસનને ભારતમાંથી જડમૂળમાંથી ઉખેડી નાંખ્યું. કાશ્મીર-જીત પછી કનિષ્ક ચીની સામ્રાજ્યના પ્રદેશો-ચીની તુર્કિસ્થાન, કાશગર, પારકંદ તેમજ પોતાન ઉપર પોતાનું સ્વામિત્વ કરી એક વિશાળ સામ્રાજ્યની સ્થાપના કરી. કનિષ્કનું સામ્રાજ્ય ઈરાનની હદોથી લઈ વારાણસી, ચીની તુર્કિસ્તાનથી કાશ્મીર અને દક્ષિણમાં વિન્દ પર્વત શૃંખલાઓ સુધી ફેલાયેલું હતું. કનિષ્ક કાશમીરમાં પોતાના નામે કનિષ્કપુર નામનું નગર વસાવ્યું. એણે જન્મજાત ભારતીયની જેમ ભારતીય સંસ્કૃતિને પણ સ્વીકારી. એણે વિદેશી હોવા છતાં પણ મૌર્ય જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) 969696969696969696969૭ ૩૦૫ Page #315 -------------------------------------------------------------------------- ________________ સમ્રાટ અશોક દ્વારા અપનાવેલી નીતિનું અનુકરણ કરીને બૌદ્ધ ધર્મના પ્રચાર-પ્રસારમાં ઘણો મોટો ફાળો આપ્યો. કનિષ્ક કાશ્મીરના કુંડલવન નામની જગ્યાએ બૌદ્ધ-સંગીતિ (બૌદ્ધભિક્ષુઓ, વિદ્વાનો તેમજ બૌદ્ધ ધર્માવલંબીઓનું ધર્મ-સંમેલન)નું આયોજન કર્યું. એ સંગીતિમાં બૌદ્ધ ધર્મના પ્રચાર ને એમાં નવા સુધારા સંબંધમાં અનેક મહત્ત્વપૂર્ણ વિષયો ઉપર નિર્ણય લેવામાં આવ્યા. ઇતિહાસકારોનું અનુમાન એવું છે કે – “કનિષ્ક કરેલી બૌદ્ધ-સંગીતિ પછી બૌદ્ધ ધર્મ હીનયાન અને મહાયાન - આ બે સંપ્રદાયોમાં વિભક્ત થઈ ગયો. બુદ્ધના નિરાડંબર, સહજ-સરળ ધર્મ તેમજ જીવનદર્શનને માનનારાઓની સંખ્યા બહુ થોડી હતી. આથી એ લોકોને સંપ્રદાયનું નામ હીનયાન પડ્યું. બુદ્ધને અવતારી પુરુષ માની એમની મૂર્તિની પૂજા કરનારાઓની સંખ્યા વધુ હતી, આથી એ લોકોનો સંપ્રદાય મહાયાન કહેવાયો. કનિષ્ક મહાયાન સંપ્રદાયને પસંદ કર્યો. કનિષ્કના શાસનકાળમાં બુદ્ધની પ્રતિમાઓની આડંબર સહિત પૂજા થવા લાગી અને દેશમાં મૂર્તિકારો-શિલ્પીઓનો ઘણો વિકાસ થયો. કનિષ્ઠ બૌદ્ધધર્માવલંબી હતો, છતાં પણ એણે અન્ય બધા ધર્માવલંબીઓની સાથે સૌહાર્દપૂર્ણ વ્યવહાર રાખ્યો. કનિષ્કના રાજ્યકાળમાં સંસ્કૃત સાહિત્યની નોંધનીય ઉન્નતિ થઈ. એના વડે સન્માનિત મહાકવિ અશ્વઘોષના બુદ્ધ ચરિત્ર', “સૌન્દરાનંદમ્ અને “વજસૂચી' નામના ઉત્તમ કોટિના સંસ્કૃત-ગ્રંથોની રચનાઓ કરી. કનિષ્ક એના વિશાળ સામ્રાજ્યના કારભારને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે ભારતનાં જુદાં-જુદાં ક્ષેત્રોમાં સૂબેદાર સ્થાપિત કર્યા. એમાંથી, મથુરા, વારાણસી, ગુજરાત, કાઠિયાવાડ તેમજ માળવાના સૂબેદારો અને એમના ખર૫લ્લાન, વનસ્ફર આદિ સૂબાઓનો ઉલ્લેખ મળે છે. શક્તિશાળી કુષાણવંશી મહારાજા કનિષ્કના દેશ-વિદેશમાં વ્યાપેલા વિજય-અભિયાનના સંક્રાંતિકાળમાં પણ કેટલાક ભારતીય રાજાઓએ ઘણી વીરતા અને ધીરજની સાથે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ટકાવી રાખ્યું, એવું જ્વલંત ઉદાહરણ છે. દક્ષિણાપથનો સાતવાહન રાજવંશ જેનું વિક્રમાદિત્યના સમયથી લઈ વી. નિ. સં. ૯૯૩ સુધી અખંડ રાજ્ય ચાલવાના અનેક ઉલ્લેખો જેન વામયમાં તેમજ અન્ય ઇતિહાસ-ગ્રંથોમાં | ૩૦૦ ઉ96969696969696969696ી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)| Page #316 -------------------------------------------------------------------------- ________________ મળે છે. કેટલાક સાતવાહનવંશી રાજાઓના જૈનધર્માવલંબી હોવાના સંબંધમાં અનેક ઉલ્લેખ જૈન સાહિત્યમાં ઉપલબ્ધ છે. મહારાજા કનિષ્કના વખતમાં કુષાણવંશી વિદેશી રાજસત્તા બૌદ્ધધર્માવલંબીઓની સાથે એટલી બધી ઓતપ્રોત થઈ ગઈ હતી કે બંને એક - બીજાના ઉત્કર્ષને પોતાનો જ ઉત્કર્ષ સમજવા લાગ્યા હતા. આ ઘનિષ્ઠ સંબંધને લીધે કુષાણ-સામ્રાજ્યના ઉત્કર્ષમાં બૌદ્ધસંઘનો સર્વાગી સહયોગ અને બૌદ્ધસંઘમાં કનિષ્કનું વર્ચસ્વ વધતું જ ગયું. બૌદ્ધ અને કુષાણોની આ રીતની ઘનિષ્ઠતા જ્યાં એક તરફ બૌદ્ધ ધર્મના તાત્કાલિક ઉત્કર્ષમાં ઘણી જ મદદગાર રહી, ત્યાં બીજી તરફ તે બૌદ્ધ ધર્મ જ માટે મહાન અભિશાપ પણ સાબિત થઈ. વિદેશી દાસત્વથી મુક્તિ મેળવવા માંગતી સમગ્ર ભારતીય પ્રજાના હૃદયમાં કુષાણો પ્રત્યે જે ધૃણા (ધિક્કાર) હતી, તે કુષાણોના રાજ્યને દઢતાપૂર્વક બનાવી રાખવામાં મદદગાર થયેલ બૌદ્ધ સંઘો, બૌદ્ધભિક્ષુઓ તેમજ બૌદ્ધ - ધર્માવલંબીઓ પ્રત્યે પણ ઉત્તરોત્તર વધવા લાગી. ભારતની સ્વતંત્રાવાંછુ પ્રજા બૌદ્ધસંઘને રાષ્ટ્રીયતાના ધરાતલથી શ્રુત, આધ્યાત્મિક સ્વતંત્રતાથી વિહીન અને આતંગના પ્રાણપ્રિયપોષ્ય-પુત્ર સમજવા લાગી. ભારતીય જનમાનસમાં પેદા થયેલી આ પ્રમાણેની ભાવના આખરે ભારતમાં બૌદ્ધ ધર્મના સર્વનાશનું કારણ બની. (નાગ ભારશિવ રાજવંશનો અભ્યદય) બૌદ્ધોના સર્વાગી સહયોગના જોરે વધી રહેલી વિદેશી દાસતાના એ ઉત્પીડને ભારશિવ નામક નાગ-રાજવંશને જન્મ આપ્યો. લકુલીશ નામના એક પરિવ્રાજકે વિદેશી દાસત્વના બંધનને ફગાવવા માટે થનગની રહેલા જનમાનસમાં શિવના સંહારક રૂપની ઉપાસનાના માધ્યમથી પ્રાણ ફૂંકવાના અભિયાનનો પ્રારંભ કર્યો. ભારશિવ નાગોએ લકુલીશને શિવનો અંશાવતાર માની એના પ્રત્યેક આદેશોનું પાલન કર્યું. કનિષ્કના મૃત્યુ પામતા જ ભારશિવ નાગવંશ એક રાજવંશના રૂપે ઊગ્યો. આગળ જતાં આ ભારશિવોએ કુષાણ રાજ્યનો અંત આણી વિશાળ ભારતીય સામ્રાજ્યની સ્થાપના કરી. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 23696969696969696969 ૩૦૦ | Page #317 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક તથ્યોના તલસ્પર્શી અન્વેષણથી કનિષ્કનો ગંધારના સિંહાસન પર આસન્ન થવાનો સમય વી. નિ. સં. ૬૦૫ (ઈ.સ. ૭૮) તેમજ અવસાનનો સમય વી. નિ. સં. ૬૩૩ (ઈ.સ.૧૦૬)નક્કી થાય છે. તે પ્રમાણે ભારશિવ નાગોના શરૂઆતના અભ્યદયનો સમય વી. નિ. સં. ૬૩૩ પછીનો કલ્પી શકાય છે. ભારશિવ નાગવંશી મૂળભૂત પદ્માવતી, કાંતિપુરી અને વિદિશાના રહેવાસી હતા. બ્રહ્માંડ પુરાણ” અને “વાયુ પુરાણ'માં નાગોને વૃક્ષ (શિવનો નંદી) નામથી સંબોધીને એમના વિશાળ સામ્રાજ્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં ભદ્ર (પૂર્વીય પંજાબ), રાજપુતાના, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, માળવા, બુંદેલખંડ તેમજ બિહાર આદિ પ્રદેશ ભળેલા હતા. શુંગકાળમાં શેષ, ભોગિન, રામચંદ્ર, ધર્મવર્મન અને બંગર આ પાંચ નાગવંશી રાજાઓનું વિદિશામાં રાજ્ય હોવાનું પ્રમાણ મળે છે. એ સિવાય શૃંગોત્તરકાળમાં ભૂતનંદી, શિશુનંદી, યશનંદી, પુરુષદાત, ઉસભદાત, કામદાત, ભવદાત તથા શિવનંદી નામક ૮ નાગરાજાઓનું વિદિશામાં રાજ્ય હોવાનું કેટલાક શિલાલેખો તેમજ મુદ્રાઓથી પ્રમાણિત થાય છે. કનિષ્ક દ્વારા કુષાણ રાજ્યના વિસ્તારનો સમય ઈ.સ.ની પ્રથમ સદીના અંતિમ ચરણમાં (તબ્બકામાં) નાગોએ પોતાના મૂળ નિવાસસ્થાન વિદિશા, પદ્માવતી તેમજ કાંતિપુરીને છોડીને મધ્યભારત તરફ સામૂહિક નિષ્ક્રમણ કરવું પડ્યું. એ લોકો વિજ્યના પાર્થવર્તી પ્રદેશોમાં શરણાર્થી તરીકે રહેવા લાગ્યા. વિદિશા, પદ્માવતી તેમજ કાંતિપુરી ઉપર કુષાણોએ પોતાનું સ્વામિત્વ જમાવ્યું. નાગલોકોએ કુષાણોની વધતી જતી પ્રબળ શક્તિને લીધે ત્યાંથી જવું પડ્યું તેમજ યોગ્ય તક મળતાં જ પોતાના પરંપરાગત રાજ્ય ઉપર ફરીથી અધિકારો મેળવી લેવાની અભિલાષા એમના અંતરમાં બળવાન બનાવી રહી. આથી એ લોકો મોકાની રાહ જોતાં શક્તિ ભેગી કરતા રહા. નિર્વાસનકાળમાં નાગપુર, પુરિકા, રીવાં આદિના શાસકોની સાથે એમણે ઘનિષ્ઠ સંપર્ક જાળવી રાખ્યો. કનિષ્કના દેહાવસાન પછી નાગોએ પોતાના મૂળ-રહેઠાણ વિદિશાને કુષાણોની ગુલામીમાંથી મુક્ત કરાવવાનો દઢ સંકલ્પ કર્યો. પોતાના લક્ષ્યની સિદ્ધિ માટે તેઓ સૈનિક-અભિયાનના હેતુથી બધી જ જરૂરિયાત પ્રમાણેની સામગ્રી એકઠી કરવામાં ઘણી તત્પરતાથી જોડાઈ ગયા. [ ૩૦૮ 969696969696969696969 જેન ધર્મનો મૌલિક ઈતિહાસઃ (ભાગ-૨) Page #318 -------------------------------------------------------------------------- ________________ (ભારશિવ અને કુષાણ મહારાજા હવિષ્ક) . રાજા કનિક જેવા પ્રતાપી રાજાના નિધન પછી એનો પુત્ર હવિષ્ક આશરે વી. નિ. સં. ૬૩૩(ઈ.સ. ૧૦૬)માં કુષાણવંશના રાજ્યનો રાજા બન્યો. હવિષ્કના શાસનકાળમાં નાગજાતિની ભારશિવશાખા ફરી એક રાજ્યશક્તિના રૂપમાં ઉદય પામી. ભારશિવોએ વિન્ધના નજીકના પ્રદેશોમાં પોતાની શકિત વધારવાની સાથે-સાથે કુષાણ સામ્રાજ્ય ઉપર પણ આક્રમણ કરવા શરૂ કર્યા. ઉત્તરપ્રદેશથી લઈ ચીની તુર્કિસ્તાન સુધી ફેલાયેલા કુષાણોના વિશાળ સામ્રાજ્ય સાથે ટક્કર લેવી ભારશિવોની નવોદિત રાજ્યશક્તિ માટે સાધારણ વાત ન હતી. મધ્યપ્રદેશથી લઈ બુંદેલખંડના માર્ગ ઉપર ભારશિવોએ કુષાણો વિરુદ્ધ પોતાના સૈનિક-અભિયાન વડે કુષાણ સામ્રાજ્યના સીમાવર્તી પ્રદેશોને પોતાના તાબામાં લેવા શરૂ કર્યા. ભારશિવોએ ઘણાં પરાક્રમ તેમજ રણચાતુર્ય વડે કામ કર્યું. આ રીતે હવિષ્કના શાસનકાળમાં જ કુષાણ સામ્રાજ્યનો ધીમે-ધીમે હાસ થવો શરૂ થઈ ગયો. (કુષાણ મહારાજા વાશિષ્ઠ) વી. નિ. સં. ૬૬પમાં હુવિષ્કના અવસાન પછી એનો પુત્ર વાશિષ્ઠ કુષાણવંશના હાસોન્મુખ સામ્રાજ્યના અધિપતિ બન્યો. વાશિષ્ય કાશ્મીરમાં પોતાના પિતાના નામથી હવિષ્કપુર નામનું એક નગર વસાવ્યું. વાશિષ્ઠનો શાસનકાળ વી. નિ. સં. ૬૬૫ થી ૬૭૯ તે પ્રમાણે ઈ.સ. ૧૩૮ થી ૧પ૨ સુધી રહ્યો. (ભારશિવો દ્વારા કુષાણ-સામ્રાજ્ય ઉપર પ્રહાર) વાશિષ્ઠના શાસનકાળમાં નવનાગના નેતૃત્વ હેઠળ ભારશિવ નાગોએ પોતાના છીનવાયેલા પરંપરાગત રાજ્યને ફરી હાંસલ કરવા માટે કુષાણ સામ્રાજ્ય ઉપર ઘણા શૌર્યથી જોરદાર આક્રમણો કર્યા. ઉત્તરપ્રદેશનાં અનેક ક્ષેત્રોમાંથી કુષાણશાસનના અંત પછી આખરે વી. નિ. સં. ૬૭૪ તે પ્રમાણે ઈ.સ. ૧૪૭ની આસપાસ નવનાગે કુષાણોનું દાસત્વ(ગુલામી)માંથી કાંતિપુરીના રાજ્યને મુક્ત (આઝાદ) કરી ત્યાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. જિન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૨) 23969696969696969696) ૩૦૯ ] Page #319 -------------------------------------------------------------------------- ________________ નાગવંશી પ્રથમ ભારશિવ રાજા નવાગે કાંતિપુરીમાં પોતાનું રાજ્ય સ્થાપ્યા પછી કુષાણ-સામ્રાજ્યને સમાપ્ત કરવાના ઉદ્દેશ્યથી માદ્રકો, યૌધેયો, માલવો તેમજ અન્ય ગણતંત્રપ્રિય-સંઘોને પોતાનું સંરક્ષણ પ્રદાન કર્યું. ભારશિવો પાસેથી આમ મદદ મેળવી એ ગણતંત્ર ફરી સક્રિય થયા. નવનાગ તેમજ માદ્રક, માલવ, યૌદ્ધેય આદિ ગણજાતિઓના ઓચિંતા આક્રમણથી કુષાણ-રાજ્ય અવિરત ક્ષીણ તેમજ આકારમાં નાનું થતું ગયું. (કુષાણ મહારાજા વાસુદેવ) વિ. નિ. સં. ૬૬૯માં વાશિષ્ઠના નિધન પછી એનો પુત્ર વાસુદેવ રાજા બન્યો. કાંતિપુરીના રાજા નવનાગ ભારશિવે પોતાના બાકીના જીવનકાળમાં વાસુદેવ સાથે યુદ્ધમાં વિતાવ્યા. વિ. નિ. સં. ૬૯૭ તે પ્રમાણે ઈ.સ. ૧૭૦ની આસપાસ નવનાગના મૃત્યુ પછી એનો પુત્ર વીરસેન ત્યાંનો રાજા બનતાની સાથે જ પ્રચંડ ગતિથી કુષાણ સામ્રાજ્ય ઉપર પ્રહાર કરવા લાગ્યો. વિરસેને અનેક યુદ્ધોમાં કુષાણોને હરાવ્યા. યૌધેય, માદ્રક, અર્જુનાયન, શિવિ તેમજ માલવ આદિ ગણરાજ્યોએ પણ ભારશિવના આ અભિયાનમાં ઘણો નોંધપાત્ર ભાગ ભજવ્યો, અને આખરે ભારશિવ રાજા વીરસેને ઈ.સ.ની બીજી સદી પૂરી થતા-થતા આર્યભૂમિ ઉપરથી કાયમને માટે કુષાણોના શાસનનો અંત આણ્યો. ભારશિવોએ પોતાના વિજયના સંદર્ભમાં કાશીમાં ગંગાકિનારે ૧૦ અશ્વમેધ યજ્ઞો કર્યા અને એ યજ્ઞોનાં સંભારણાંને કાયમી બનાવી રાખવા માટે એ જગ્યાએ દશાશ્વમેધ ઘાટનું નિર્માણ કરાવ્યું. આમ ભારશિવોએ કાયમને માટે કુષાણ રાજવંશના શાસનને ભારતભૂમિ ઉપરથી નેસ્તનાબૂદ કર્યું. પણ, ભારતના અંતિમ કુષાણ રાજા વાસુદેવ પછી પણ કુષાણવંશના કેટલાક બીજા પણ રાજા થયા. એમનાં રાજ્યો કાબુલની ઘાટી તેમજ સીમાંત પ્રદેશો સુધી જ સીમિત રહ્યાં. ગુપ્ત રાજવંશ ચરમસીમાએ પહોંચેલ કાળમાં કાબુલની ઘાટી અને છેવાડાના પ્રદેશોમાંના વધેલા-ઘટેલા કુષાણ રાજ્યનો પણ અંત આવ્યો. સમુદ્રગુપ્તના અલાહાબાદના સ્તંભલેખમાં ગાંધાર અને કાશ્મીરમાં કુષાણ રાજાઓ દ્વારા બહુમૂલ્ય કીમતી વસ્તુઓની ભેટની [ ૩૧૦ 999999999999ી જેન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) Page #320 -------------------------------------------------------------------------- ________________ સાથે સમુદ્રગુપ્તનું સ્વામિત્વ સ્વીકારવાનો પણ ઉલ્લેખ છે. કિદાર નામના એક કુષાણવંશી રાજાના સિક્કા પણ મળ્યા છે. આ તથ્યોથી એવું જણાય છે કે પાંચમી સદી સુધી ગાંધાર તેમજ કાશ્મીરમાં કુષાણોનું રાજ્ય રહ્યું. (ભારશિવ રાજવંશની શાખાઓ) વિદેશી કુષાણોના શાસનનો અંત આણ્યા પછી ભારશિવવંશી નાગરાજા વીરસેને પોતાના એક પુત્ર હયનાગને કાંતિપુરીના રાજ્યનો, બીજા પુત્ર ભીમનાગને પદ્માવતી રાજ્યનો તેમજ ત્રીજા પુત્રને, જેનું નામ અજ્ઞાત છે, મથુરાના રાજ્યનો અધિકારી બનાવ્યો. હયનાગ પછી કાંતિપુરીના રાજ્ય ઉપર ક્રમ પ્રમાણે ત્રયનાગ, બર્લિનનાગ, ચરજનાગ અને ભવનાગે શાસન કર્યું. ભવનાગે એના જીવનના અંતિમ સમયે પોતાના દોહિત્ર રુદ્રસેન(વાકાટક સમ્રાટ પ્રવરસેનનો પૌત્ર)ને પુરિકાનું રાજ્ય આપ્યું. આમ ભારશિવ રાજવંશની એક શાખાનું રાજ્ય વાકાટક રાજ્યના રૂપમાં રૂપાંતર પામ્યું. પદ્માવતીના રાજસિંહાસન ઉપર ભીમનાગ પછી ક્રમ પ્રમાણે સ્કંદનાગ, બૃહસ્પતિનાગ, વ્યાઘનાગ, દેવનાગ અને ગણપતિનાગ બેઠા. વાકાટકો અને ગુખોની સાથે ભારશિવોના વૈવાહિક સંબંધો સ્થપાયા. એ વૈવાહિક ગઠબંધનના ફળસ્વરૂપે આ ત્રણેય રાજવંશોએ ભારતને એક લાંબા સમય સુધી વિદેશી આક્રમણખોરોના આતંકથી એકદમ મુક્ત રાખ્યા. ભારશિવવંશની ત્રણ શાખાઓ માનવામાં આવી છે. એના રાજાઓનાં નામ આ પ્રમાણે છે : કાંતિપુરીની મુખ્ય શાખા : ૧. નવનાગ ૪. ત્રયનાગ ૭. ભવનાગ ૨. વીરસેન ૫. બર્લિનનાગ ૮. વાકાટક રાજા રુદ્રસેન ૩. હથનાગ ૬. ચરજનાગ પદ્માવતી શાખા : ૧. ભીમનાગ ૩. બૃહસ્પતિનાગ ૫. દેવનાગ ૨. સ્કંદમાગ ૪. વ્યાઘનાગ ૬. ગણપતિનાગ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) 90993303333339 ૩૧૧ Page #321 -------------------------------------------------------------------------- ________________ ગણપતિનાગ પછી શક્ય છે કે પદ્માવતી શાખામાં નાગસેન નામનો રાજા થયો હોય. જેને કવિ હરિપેણના અલાહાબાદસ્થિત સ્તંભલેખ પ્રમાણે સમુદ્રગુપ્ત પોતાના પહેલા વિજય અભિયાનમાં જ હરાવ્યો તેમજ પદભ્રષ્ટ કર્યો. મહાકવિ બાણે પણ “હર્ષ ચરિત્ર'માં નાગસેનને પદ્માવતીનો રાજા બતાવી એની મૂર્ખાઈનો ઉલ્લેખ કર્યો છે. ત્રીજી મથુરા શાખામાં રાજાઓનાં નામ ઉપલબ્ધ નથી થતા. (વાકાટક રાજવંશનો અભ્યદય) 'ગુપ્ત રાજવંશના ઉત્કર્ષથી પૂર્વભારતના ઘણા મોટા ભૂખંડ ઉપર વાકાટક રાજવંશનું વિશાળ સામ્રાજ્ય હતું. અર્જુનાયન, માદ્રક, યૌધેય, માલવ આદિ ગણરાજ્ય તેમજ પંજાબ, રાજપૂતાના, માલવા, ગુજરાત આદિ પ્રાંતના લગભગ બધા જ રાજાઓ વાકાટક સામ્રાજ્યના અધિકારમાં હતા. પુરાણોમાં વાકાટક રાજવંશને વિંધ્યકના નામથી નવાજવામાં આવ્યા છે. વાકાટક રાજવંશના અનેક સિક્કાઓ, શિલાલેખ તેમજ તામ્રપત્ર ઉપલબ્ધ થાય છે. અજંતાની ગુફાચિત્રો અને અભિલેખોથી પણ વાકાટક રાજવંશના ઇતિહાસ ઉપર પર્યાપ્ત પ્રકાશ પડે છે. ઇતિહાસકારોએ વિંધ્યશક્તિ નામના નાગને વાકાટક રાજવંશનો સંસ્થાપક માન્યો છે. પુરાણોમાં કોલિકિલ વૃષો(ભારશિવો)માંથી આ રાજવંશના સંસ્થાપક વિંધ્યશક્તિનો પ્રાદુર્ભાવ બતાવવામાં આવ્યો છે. તતઃ કોલિકિલેભ્યશ્ય, વિંધ્યશક્તિર્ભવિષ્યતિ ' આ અર્ધશ્લોકથી એવું સ્પષ્ટ થાય છે કે ભારશિવ નાગોની સાથે વિંધ્યશક્તિનો અત્યંત નજીકનો સંબંધ હતો. ભારશિવ પણ નાગવંશી હતા અને વિધ્યશક્તિ પણ નાગવંશની કોઈક શાખા વિશેષમાંથી ઉત્પન્ન થયા હતા. શક્ય છે કે ભારશિવ આદિ અનેક નાગવંશીઓથી પોતાની ભિન્નતા દેખાડવા માટે વિંધ્યશક્તિ અને એના વંશજોએ એમની શાખાનું નામ વાકાટક રાખ્યું હોય. ઉપર પ્રમાણેના શ્લોકના અંશના આધારે જ સંભવ છે કે કેટલાક ઇતિહાસણ પોતાની એવી માન્યતા દર્શાવતા હોય કે વિંધ્યશકિત ખરેખર તો ભારશિવોની સેનાનો સર્વોચ્ચ અધિકારી હતો અને એણે વિંધ્યપ્રદેશમાં પોતાની થોડી-ઘણી રાજસત્તા સ્થાપીને એનો વિસ્તાર કર્યો. ૩૧૨ 9696969696969696969 જૈન ધર્મનો મૌલિક ઈતિહાસઃ (ભાગ-૨) Page #322 -------------------------------------------------------------------------- ________________ આથી વિંધ્યથી નવોદિત શક્તિના રૂપમાં એ વિંધ્યશક્તિના નામે પ્રખ્યાત થયો. ઉપરોક્ત શ્લોકપદથી એવું તો નિર્વિવાદપણે સિદ્ધ થાય છે કે ભારશિવ નાગવંશથી જ વાકાટક રાજવંશ અસ્તિત્વમાં આવ્યો, જેના અનુક્રમે નીચે જણાવેલા રાજાઓ થયા. રાજાનું નામ શાસનકાળ ઈ.સ. વિંધ્યશક્તિ પ્રથમ પ્રવરસેન પ્રથમ (ગૌતમીપુત્ર) રુદ્રસેન પ્રથમ(ભારશિવ રાજ ભવનાગનો દોહિત્ર) પૃથ્વીષેણ પ્રથમ રુદ્રસેન દ્વિતીય (ચંદ્રગુપ્ત. દ્વિતીયના જમાઈ) દિવાકરસેનની અભિભાવિકા પ્રભાવતી ગુપ્તા દામોદરસેનની અભિભાવિકા પ્રભાવતી ગુપ્તા પ્રવરસેન દ્વિતીય નરેન્દ્રસેન પૃથ્વીષેણ દ્વિતીય દિવસેન હરિષેણ ૨૪૮-૨૮૪ ૨૮૪-૩૪૪ ૩૪૪-૩૪૮ ૩૪૮-૩૭૫ ૩૭૫-૩૯૫ ૩૯૫-૪૦૫ ૪૦૫-૪૧૫ ૪૧૫-૪૩૫ ૪૩૫-૪૭૦ ૪૭૦-૪૮૫ ૪૮૫-૪૯૦ ૪૯૦-૫૨૦ વાકાટકોની વત્સગુલ્મ શાખા : ૧. વિંધ્યશક્તિ ૨. પ્રવરસેન પ્રથમ, ૩. સર્વસેન જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) શાસનકાળ વી. નિ. સં. ૭૭૫-૮૧૧ ૮૧૧-૮૭૧ ૮૭૧-૮૭૫ ૮૭૫-૯૦૨ ૯૦૨-૯૨૨ ૯૨૨-૯૩૨ ૯૩૨-૯૪૨ ૯૪૨-૯૬૨ 022-232 ૯૯૭-૧૦૧૨ ૧૦૧૨-૧૦૧૭ ૧૦૧૭-૧૦૪૭ ૪. વિંધ્યસેન (વિંધ્યશક્તિ દ્વિતીય) ૫. પ્રવરસેન દ્વિતીય ૭. દેવસેન ૬. અજ્ઞાત નામ ૮. હરિષેણ ૩૭૭, ૩૧૩ Page #323 -------------------------------------------------------------------------- ________________ 'સુનામાનાયા આર્યસંહ આચાર્ય રેવતી નક્ષત્રના સ્વર્ગસ્થ થયા પછી આર્ય બ્રહ્મદીપકસિંહ વાચનાચાર્ય થયા. એમની શ્રમણદીક્ષા અચલપુરમાં થઈ. આચાર્ય દેવદ્ધિએ “નંદી સૂત્ર'ની સ્થવિરાવલીમાં બંભગદીવગસીહે' આ પદથી એમને બ્રહ્મદ્વિીપનો સિંહ તેમજ “કાલિક સૂત્ર'ની વ્યાખ્યા કરવામાં અત્યંત નિપુણ, ધીર તેમજ ઉત્તમ વાચકપદને મેળવનારા બતાવ્યા છે. શક્ય છે કે બ્રહ્મદીપકસિંહનો વાચનાચાર્યકાળ વી. નિ. સં.ની આઠમી સદીનો અંતિમકાળ હોય. ચોવીશમા યુગપ્રધાનાચાર્ય સિંહનો કાળ આ પ્રમાણે માન્ય રાખવામાં આવ્યો છે - વી. નિ. સં. ૭૧૦માં જન્મ, ૧૮ વર્ષ પછી ૭૨૮માં દીક્ષા, ૨૦ વર્ષ સામાન્ય સાધુપર્યાય તેમજ ૭૮ વર્ષ યુગપ્રધાનાચાર્યકાળ પૂર્ણ કરી વિ. નિ. સં. ૮૨૦(પૂર્ણ આયુષ્ય ૧૧૬ વર્ષ)માં સ્વર્ગવાસ.. (આચાર્ય માનતુંગ) આચાર્ય માનદેવ પછી આચાર્ય માનતુંગ મહાન પ્રભાવશાળી આચાર્ય થયા. તેઓ વારાણસીના બ્રહ્મક્ષત્રિય શ્રેષ્ઠી ધનદેવના પુત્ર હતા. એ વખતે વારાણસીમાં દિગંબર જૈન મુનિઓનું પદાર્પણ થયું હતું. માનતુંગ . એમનો ઉપદેશ સાંભળી ભોગ-વાસનાથી વિરક્ત થયા અને એમણે મુનિ ચારુકીર્તિની પાસે શ્રમણદીક્ષા અંગીકાર કરી. કાળાન્તરમાં એમણે આચાર્ય અજિતસિંહની પાસે શ્વેતાંબરી દીક્ષા ગ્રહી. એક વખત રાજા હર્ષે મયૂર અને બાણની વિદ્વત્તા તેમજ ચમત્કારપૂર્ણ ભક્તિને જોઈને આચાર્ય માનતુંગને સાદર આમંત્રણ મોકલાવ્યું. આચાર્ય માનતુંગ રાજભવનમાં પધાર્યા. મહારાજા હર્ષે અભિવાદન કરીને કહ્યું : “મહાત્મન્ ! ભૂમંડળ ઉપરના બ્રાહ્મણ કેટલા અતિશય સંપન્ન છે. એકે સૂર્યની આરાધનાથી પોતાના અંગના કોઢને દૂર કર્યો, જ્યારે બીજાએ (બાણે) ચંડિકાની ઉપાસનાથી કપાયેલા હાથ-પગ ફરી મેળવ્યા. જો તમારી પાસે પણ શક્તિ હોય તો કંઈક ચમત્કાર બતાવો.” આચાર્ય માનતુંગે કહ્યું: “ભૂપાલ! અમે ગૃહસ્થ નથી. જે ધન-ધાન્ય, પુત્ર, પત્ની, કુટુંબ આદિ માટે રાજાને ખુશ કરવા માટે ક્રિયા કરીએ. જનજીવનમાં નૈતિકતા અને આધ્યાત્મિકતાનો ઉત્કર્ષ જ અમારું કાર્ય છે.” રાજાએ કહ્યું : “આમને સાંકળો વડે બાંધીને અંધારી કોટડીમાં પૂરી દેવામાં આવે.” [ ૩૧૪ 9િ696969696969696969696ી જૈન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #324 -------------------------------------------------------------------------- ________________ રાજપુરુષોએ ૪૪ લોખંડની સાંકળો વડે આચાર્ય માનતુંગને બાંધીને અંધારા ઓરડામાં પૂરી તાળું મારી દીધું. આચાર્ય માનતુંગે કોઈ પણ રીતના ક્ષોભ કે ગ્લાનિ વગર એકાગ્ર ચિત્તે આદિનાથ ભગવાન ઋષભદેવની સ્તુતિરૂપ ‘ભક્તામર સ્તોત્ર'ની રચના કરવી શરૂ કરી. સ્તોત્રના ૪૪ શ્લોક પૂરા થતા-થતા તો તાળાંઓ અને ઓરડાના દરવાજા આપોઆપ જ ખૂલી ગયા. આચાર્ય માનતુંગના બધાં બંધનો કપાઈ ગયા. તેઓ રાજસભામાં હાજર થયા. આમ માનતુંગસૂરિના ત્યાગ-તપ અને પ્રતિભાના ચમત્કારથી રાજા પ્રભાવિત થયો અને એમનો પરમ ભક્ત બની ગયો. આચાર્ય માનતુંગ વડે રચાયેલ ‘ભક્તામર સ્તોત્ર'નું આજે પણ ઘણી જ શ્રદ્ધા-ભક્તિપૂર્વક ઘરે-ઘર નિત્ય પાઠ કરવામાં આવે છે. ભક્તામર સ્તોત્રના કુલ ૪૮ શ્લોક છે. ક્યાંક-ક્યાંક એવું બતાવાયું છે કે ૪૬મા શ્લોક પર બધાં બંધનો તૂટ્યાં હતાં. વખતોવખત સાધકોએ આ સ્તોત્રના પ્રત્યેક શ્લોક ઉપર યંત્ર તેમજ મંત્રનું નિર્માણ કર્યું છે. ભક્તામર સ્તોત્ર સાથે જોડાયેલા અનેક ચમત્કાર જનજીવનમાં પ્રસિદ્ધ છે. ‘ભયહર સ્તોત્ર’ પણ આચાર્ય માનતુંગની રચના માનવામાં આવે છે. ચિરકાળ સુધી જૈનશાસનની પ્રભાવના કરીને પોતાના સુયોગ્ય શિષ્ય ગુણાકર મુનિને આચાર્યપદ પર નિયુક્ત કરી સંલેખનાપૂર્વક તેઓ વી. નિ. સં. ૭૫૮માં સ્વર્ગસ્થ થયા. આર્ય સિંહના કાળમાં ગુપ્ત રાજવંશનો ઉદય ભારશિવોએ શરૂ કરેલા સ્વાતંત્ર્યસંગ્રામને વાકાટક રાજવંશે વધુ ને વધુ વ્યાપક બનાવ્યો. તેમજ એના પછી ગુપ્ત રાજવંશે એને આખરી અંજામ આપી સંપન્ન કરી અફઘાનિસ્તાન, કાશ્મીર, નેપાળ, આસામ તેમજ બંગાળથી લઈ સમુદ્ર સુધી સમસ્ત દક્ષિણ-પશ્ચિમી પ્રદેશો સુધી ભારતની ખૂણે-ખૂણે પથરાયેલી ભૂમિને એક સુર્દઢ શાસનસૂત્રમાં બાંધી સુવિશાળ ગુપ્ત સામ્રાજ્યની સંસ્થાપના કરી. ગુપ્ત રાજવંશના આદિ સંસ્થાપક હતા શ્રીગુપ્ત. ઈ.સ. ૬૭૨માં ઇત્સિંગ નામના એક ચીની યાત્રીના ભારતયાત્રાના વિવરણ પ્રમાણે શ્રીગુપ્તનો સત્તાકાળ સન ૧૯૦ની આસપાસ તેમજ એના રાજ્યની હદ નાલંદાથી આધુનિક મુર્શિદાબાદ સુધી હોવાનું અનુમાન કરી શકાય છે. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૭૭ ૩૧૫ Page #325 -------------------------------------------------------------------------- ________________ પ્રસિદ્ધ ઇતિહાસકાર રાધાકુમુદ મુકજીના અભિમત પ્રમાણે શ્રીગુપ્તનો સત્તાકાળ ઈ.સ. ૧૯૦ની જગ્યાએ ઈ.સ. ૨૪૦ થી ૨૮૦ સુધીનો રહ્યો. શ્રીગુપ્તના નિધન પછી એનો પુત્ર ઘટોત્કચ વિ. નિ. સં. ૮૦૭માં મગધની રાજગાદી પર બેઠો. એના અવસાન બાદ (વી. નિ. સં. ૮૪૬ થી થોડા સમય પહેલાં) એનો પુત્ર ચંદ્રગુપ્ત રાજગાદી પર બેઠો. (વાચનાચાર્ય આર્ય સ્કંદિલ) વાચક પરંપરામાં આર્ય સ્કંદિલ ઘણા પ્રભાવક તેમજ પ્રતિભાશાળી આચાર્ય થયા છે. એમણે અતિવિષમ સમયમાં શ્રુતજ્ઞાનની રક્ષા કરીને શાસનની જે સેવા કરી છે, એ હંમેશને માટે જૈન ઇતિહાસમાં સોનેરી અક્ષરોએ લખાતી રહેશે. મથુરાના બ્રાહ્મણ અને બ્રાહ્મણી મેઘરથ તેમજ રૂપસેનાને ત્યાં તેઓ જમ્યા. ગર્ભાવસ્થા વખતે માતાએ સ્વપ્નમાં ચંદ્રને જોયો, આથી પુત્રનું નામ સોમરથ રાખવામાં આવ્યું. એમનાં માતા-પિતા પહેલેથી જ જૈનધર્માવલંબી હતા. એક વખત આચાર્ય બ્રહ્મદીપકસિંહ વિહારક્રમે મથુરા ગયા. એમનો ઉપદેશ સાંભળીને સોમરથે શ્રમણદીક્ષા લઈ લીધી. દીક્ષા વખતે એમનું નામ સ્કંદિલ રાખવામાં આવ્યું. પોતાના ગુરુની સેવાની સાથોસાથ એમણે એકાદશાંગી તેમજ પૂર્વોનું જ્ઞાન મેળવી લીધું. આર્ય સિંહે સ્કંદિલને સુપાત્ર તેમજ પ્રતિભાશાળી સમજીને પોતાનો ઉત્તરાધિકારી જાહેર કર્યો. ત્યાર બાદ આર્ય સિંહના સ્વર્ગસ્થ થતા આર્ય સ્કંદિલને સંઘે વાચનાચાર્યપદે નિયુક્ત કર્યા. સંડિલ (ષાંડિલ્ય) અને સ્કંદિલને કેટલાક લેખકોએ એક જ ગણ્યા છે, પરંતુ આચાર્ય સ્કંદિલ, દશપૂર્વધર આર્ય શાંડિલ્યથી જુદા છે. સ્કંદિલનો આચાર્યકાળ વિ. નિ. સં. ૮૨૩ થી ૮૪૦ની આસપાસનો માનવામાં આવે છે. તે સમય ખૂબ જ વિષમ હતો. એક બાજુ સૌરાષ્ટ્રમાં બૌદ્ધો અને જૈનો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો હતો, તો બીજી બાજુ મધ્યભારતમાં હૂણો સાથે ગુખોનું ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું. તે જ વિષમકાળમાં ૧૨ વરસનો ભીષણ દુષ્કાળ પડ્યો અને તે લાંબાગાળાના દુકાળે ભયંકર સંઘર્ષોથી તે સંક્રાંતિકાળની વિભીષિકા(ધાસ્તી)ને વધુ વધારી દીધી. આ રીતના મુશ્કેલીભર્યા સમયમાં જૈન મુનિઓ અને ખાસ કરીને શ્રુતધરોની સંખ્યા ઘટતા-ઘટતા ખૂબ જ ઓછી રહી ગઈ, પરિણામે આગમવિચ્છેદની સ્થિતિ આવી ચૂકી ૩૧૬ 6969696969696969692 જેન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) Page #326 -------------------------------------------------------------------------- ________________ હતી. આ રીતની ઘણી વિકટ પરિસ્થિતિમાં સુભિક્ષ થવાથી વી. નિ. સં. ૮૩૦ થી ૮૪૦ના મધ્યવર્તી કોઈ વખતમાં કંદિલસૂરિએ ઉત્તરભારતના મુનિઓને મથુરામાં ભેગા કરીને આગમ વાચના કરી. આર્ય સ્કંદિલના તત્ત્વાવધાનમાં આગમોની વાચના થઈ અને અનુયોગ વ્યવસ્થિત કરવામાં આવ્યા, જે આજના સંઘમાં પ્રચલિત છે. મથુરામાં આ સંઘટના થઈ એટલા માટે એને માથુરી વાચના’ કહેવામાં આવે છે. અને આ એ સમયના યુગપ્રધાન સ્કંદિલાચાર્યએ માન્ય રાખી હતી, તેમજ અર્થરૂપથી એમણે જ શિષ્યોને એનો અનુયોગ આપ્યો હતો, એટલે આ દિલાચાર્યનો અનુયોગ કહેવાય છે. જે વખતે મથુરામાં આચાર્ય સ્કંદિલના નેતૃત્વમાં આગમ-વાચના થઈ, લગભગ એ જ સમયે દક્ષિણના શ્રમણોને એકઠા કરી આચાર્ય નાગાર્જુને પણ વલ્લભીમાં એક આગમ-વાચના કરી. મથુરા તેમજ વલ્લભીમાં અલગ-અલગ થયેલી આગમ-વાચનાઓમાં આગમોનો ઉદ્ધાર કર્યા પછી આર્ય સ્કંદિલ અને આર્ય નાગાર્જુન મળી શક્યા નહિ. એમનો સ્વર્ગવાસ થયો. એટલા માટે એમના વડે ઉદ્ધાર કરાયેલા સિદ્ધાંતોમાં સમાનતા હોવા છતાં પણ ક્યાંક-ક્યાંક જે વાચનાભેદ રહી જવા પામ્યો હતો, તે એવો જ રહ્યો. પશ્ચાદવર્તી આચાર્યોએ એને બદલ્યો નહિ. વિવરણકારોએ પણ ‘નાગાર્જુનીયાઃ પુનઃ એવું કથયન્તિ' આ પ્રમાણેના ઉલ્લેખ વડે વાચનાભેદ સૂચવ્યો છે. આગમજ્ઞાનનો નાશ થતો અટકાવી આર્ય સ્કંદિલે જિનશાસનની અમૂલ્ય સેવાની સાથે-સાથે મુમુક્ષો તેમજ સાધકો ઉપર જે અપાર ઉપકાર કર્યો છે, એના માટે જિનશાસનમાં પ્રગાઢ શ્રદ્ધા સહિત એમનું સ્મરણ થતું રહેશે. વી. નિ. સં. ૮૪૦ની આસપાસના સમયમાં એમણે આખરના વખતમાં અનશન તેમજ સમાધિપૂર્વક રીતે મથુરા નગરીમાં સ્વર્ગગમન કર્યું. વાચનાચાર્ય હિમવંત ક્ષમાશ્રમણ આર્ય સ્કંદિલ પછીના બાવીસમા વાચનાચાર્ય થયા આર્ય હિમવાન (હિમવંત) તેઓ આચાર્ય સ્કંદિલનાં શિષ્ય માનવામાં આવે છે. તેઓ કેટલાયે પૂર્વોના જ્ઞાતા તેમજ સમર્થ વ્યાખ્યાનકાર વાચનાચાર્ય હતા. એમણે જૈન ધર્મનો નોંધપાત્ર પ્રચાર-પ્રસાર કર્યો હતો, પ્રચારક્ષેત્રના માર્ગમાં આવનારાં કષ્ટોને પણ એમણે ઘણી ધીરજતાથી સહન કર્યાં. તેઓને વી. નિ.ની નવમી સદીના મધ્યવર્તીકાળના આચાર્ય માનવામાં આવે છે. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) 996 ૩૧૦ Page #327 -------------------------------------------------------------------------- ________________ યુગમાનાયાર્ચ નાગાર્જુન ત્રેવીસમા વાચનાચાર્ય થયા આર્ય નાગાર્જુન. તેઓ ઢંક નગરના ક્ષત્રિય સંગ્રામસિંહના પુત્ર હતા, તેમજ તેમની માતાનું નામ સુવ્રતા હતું. નાગાર્જુનના ગર્ભમાં આવતાંની સાથે જ એમની માતાએ સ્વપ્નમાં હજારો ફેણવાળો નાગ જોયો, એટલા માટે બાળકનું નામ નાગાર્જુન રાખવામાં આવ્યું. આચાર્ય પાદલિપ્તસૂરિના ચમત્કારોથી પ્રભાવિત નાગાર્જુન એમના સમયમાં પ્રસિદ્ધ રસાયણવત્તા હતા. તેઓ વિવિધ પ્રકારની વનસ્પતિઓના ઔષધીય ગુણધર્મોના પણ જાણકાર હતા. આપવામાં આવેલ કાળ તેમજ ક્રમને ધ્યાનમાં રાખી વિચારવાથી એવો આભાસ થાય છે કે વી. નિ. સં. ૮૨૬માં યુગપ્રધાનાચાર્ય સિંહના સ્વર્ગવાસકાળમાં આર્ય સ્કંદિલને વિશિષ્ટ પ્રતિભાશાળી તેમજ મોટા માની વાચકપદ પ્રદાન કરવામાં આવ્યું, તેમજ એ જ સમયે યુવા-મુનિ નાગાર્જુનને પચીસમા યુગપ્રધાચાર્યના પદે નીમવામાં આવ્યા. પછી લગભગ વી. નિ. સં. ૮૪૦ની આસપાસ વાચનાચાર્ય આર્ય સ્કંદિલના સ્વર્ગસ્થ થતા જ જ્યષ્ઠમુનિ હિમવાનને વાચનાચાર્યના પદે નિયુક્ત કરવામાં આવ્યા. હિમવાનના સ્વર્ગારોહણ પછી અન્ય વાચનાચાર્યના અભાવમાં નાગાર્જુનને જ યુગપ્રધાનાચાર્યને કાર્યભારની સાથે વાચનાચાર્યનું પદ પણ સોંપવામાં આવ્યું. આર્ય સ્કંદિલના પ્રકરણમાં બતાવવામાં આવ્યું છે કે જ્યારે મથુરામાં આર્ય સ્કંદિલે આગમ-વાચના કરી, એ વખતે નાગાર્જુને પણ, દક્ષિણા પથના શ્રમણસંઘને ભેગા કરી વલ્લભીમાં વાચના કરી. આ કથનથી નાગાર્જુન વડે આનુપૂર્વીથી વાચકપદ પ્રાપ્ત કરવાની વાતની સંગતિ પણ બરાબર બેસી જાય છે. યુગપ્રધાન-યંત્ર પ્રમાણે નાગાર્જુનના જીવનની મુખ્ય ઘટનાઓનો કાળક્રમ આ પ્રમાણે છે : જન્મ : વી. નિ. સં. ૭૯૩ | ગૃહસ્થપર્યાયઃ ૧૪વર્ષ દીક્ષા : વી. નિ. સં. ૮૦૭ સામાન્ય સાધુપર્યાય ઃ ૧૯ વર્ષ આચાર્યપદ : વી. નિ. સં. ૮૨૬ | આચાર્યપર્યાય : ૭૮ વર્ષ સ્વર્ગારોહણ વિ. નિ. સં. ૯૦૪ | પૂર્ણ આયુષ્ય ૧૧૧ વર્ષ [ ૩૧૮ દ696969696969696969696 જેન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #328 -------------------------------------------------------------------------- ________________ આર્ય નાગાર્જુનના યુગપ્રધાનત્વકાળમાં ગુપ્તવંશના મહારાજ ઘટોત્કચનો વિ. નિ. સં. ૮૪૬ સુધી રાજ્યકાળ રહ્યો. એના નિધન પછી એનો પુત્ર ચંદ્રગુપ્ત પ્રથમે ગુપ્તવંશનો રાજ્યવિસ્તાર વધાર્યો. (ચેત્યવાસ) આર્ય સુધર્માથી લઈ સામંતભદ્રસૂરિના પહેલાના વખત સુધી જૈનમુનિ પોતાનો અધિકાંશ સમય વનો તેમજ ઉદ્યાનોમાં જ ગાળતા રહ્યા, જેમ કે - “નિરયાવલિકા સૂત્રમાં સુધર્મા સ્વામીના ગુણશીલ ઉદ્યાનમાં અવગ્રહ લઈ વિચરણ કરવાનો ઉલ્લેખ મળે છે. અપવાદપણે ભલે ક્યાંક કોઈએ વસતિવાસ કર્યો હોય, પણ એ સમય સુધી સાધુઓનો નિવાસ ખાસ કરીને વનમાં જ રહેતો હતો. આટલું હોવા છતાં પણ એ સાધુ વનવાસી ગચ્છના નામે નહિ, પરંતુ નિર્ગથ પરંપરાના નામે જ ઓળખાતા રહ્યા. ત્યાર બાદ સામંતભદ્રનો સમય આવે છે. એ સમયમાં સામંતભદ્રનો સાધુ-સમુદાય “વનવાસી ગચ્છ'ના નામથી ઓળખાવા લાગ્યો. એમના સમયમાં વસ્તીવાસના વધતા જતા પ્રભાવને રોકવા માટે સામંતભદ્ર વનવાસનો પ્રચાર કરવો શરૂ કર્યો હોય. આ એક રીતે જોવા જઈએ તો ત્યાગીવર્ગમાં શિથિલતાના પ્રવેશને રોકવાનો એક શુભ પ્રયત્ન હતો, પણ સમયના પ્રભાવ અને મનોબળની ઓછપની સાધુસમુદાયમાં આ રીતની કડક વ્યવસ્થા લાંબો સમય ચાલી શકી નહિ. સામંતભદ્ર વડે ફરી જીવંત કરાયેલ વનવાસ લાંબો સમય ચાલી શક્યો નહિ. ટૂંકા ગાળામાં જ વસ્તીવાસમાં પરિવર્તન પામતા-પામતા વી. નિ. સં. ૮૦૦ની આસપાસ એણે ચૈત્યવાસનું રૂપ ધારણ કરી લીધું. જેમ-જેમ શ્રમણોમાં રાજનૈતિક સન્માનો પ્રત્યે આકર્ષણ વધતું ગયું, તેમ-તેમ મુનિગણ સંયમમાર્ગથી ઉત્તરોત્તર વિચલિત થતા ગયા. સ્વાધ્યાય પ્રત્યે તેઓ વધુ ને વધુ ઉદાસ થતા ગયા, પ્રમાદી બન્યા અને ધર્મના મૌલિક આચરણ એમના માટે માત્ર વાણીવિલાસના સાધન બનીને રહી ગયા. આ પ્રમાણે જીવનમાં સુખને ભોગવવાની વૃત્તિઓ સાકાર થવાના ફળસ્વરૂપે વનવાસથી વસતિવાસ, ત્યાર બાદ વસતીવાદથી ચૈત્યવાસ અસ્તિત્વમાં આવ્યો. તેમજ વિક્રમની પંદરમી સદી પછી આ જ ચૈત્યવાસનું રૂપાંતર થતા-થતા યતિ સમાજના મઠવાસ - ઉપાશ્રયવાસના રૂપમાં બદલાઈ ગયું. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 96969696969696969696969ી ૩૧૯] Page #329 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રકુળના આચાર્ય સામંતભદ્ર જે વખતે વનવાસ પ્રચલિત કર્યો, એ જ વખતે એમની સાથે નાગેન્દ્ર, ચંદ્ર, નિવૃત્તિ તેમજ વિદ્યાધર કુળના અન્ય શ્રમણો પણ વનમાં રહેવા લાગ્યા. ત્યારથી “વનવાસીગચ્છ નામની શરૂઆત થઈ. સમયની વિષમતાને લીધે વનમાં વસવાટ કરવામાં ઘણી અડચણો આવવા લાગી. રાજાઓના એકબીજા સાથેના ભયંકર યુદ્ધ, વારંવાર લાંબા સમયના દુકાળ, આહાર-પાણીનો અભાવ, પઠનપાઠનમાં અંતરાય-વિશેષ, શ્રુતનો હ્રાસ, શક્તિની ક્ષીણતા, લોકોની અપ્રીતિ તેમજ સંઘની અસ્તવ્યસ્તતા આદિ કારણોથી શ્રતધરોએ ગંભીર ચર્ચાવિચારણા પછી શ્રાવકોની વસ્તીમાં નહિ, પરંતુ મંદિરોની પાસે ઉપાશ્રયમાં ઊતરવાની મર્યાદા પ્રચલિત કરી. એની શરૂઆત વી. નિ. સં. ૮૮રમાં થઈ ગઈ; જેથી એ વખતે વનોની જગ્યાએ મુનિલોકો વસ્તીના ચૈત્ય તેમજ માત્ર ઉપાશ્રયમાં જ રોકાતા હતા, પણ ત્યાં સ્થિરવાસ કરતા ન હતા, તેઓ સતત વિહાર કરતા રહેવાના કારણે વિહરુક કહેવાતા હતા. પરંતુ સમયના પ્રભાવથી આ મર્યાદામાં પણ શિથિલતા આવી અને કેટલાયે મુનિઓએ સ્થાયી રૂપે. ચૈત્યવાસને સ્વીકારી લીધો. વી. નિ. સં. બારમી અર્થાત્ વિક્રમની આઠમી સદીના અંતમાં તો આ ચૈત્યવાસ વિકૃત થઈ ગૃહવાસ જેવો જ બની ગયો. જૈનશ્રમણ પોતાની નિર્ચથતા તેમજ વીતરાગભાવની સાધના માટે હર-હંમેશ ચોક્કસ એવું જ માનતા હતા કે - “જેમ બને તેમ ગૃહીજનોના સંસર્ગથી બચવું જોઈએ, જેથી એમના મનમાં રાગભાવ જન્મ નહિ. લાંબા સમય સુધી કોઈ એક જ જગ્યાએ રહેવાથી રાગવૃદ્ધિની સાથેસાથે નિગ્રંથતામાં વિકૃતિ આવવી શક્ય છે.” આ દૃષ્ટિથી એમણે એમનું રહેઠાણ પણ ગૃહસ્થોના સંપર્કથી દૂર તેમજ અસ્થાયી રાખ્યું. આ ભાવનાને લઈને ભગવાન મહાવીર પછી પણ જૈન શ્રમણ સંઘ જનસંપર્કથી દૂર વિવિત વાસ તેમજ “ગામે-ગામે એગે રાય નગર-નગર પંચ રાય” આ વચન પ્રમાણે અપ્રતિબદ્ધ ભાવે નવકલ્પી વિહાર કરતા રહ્યા. પરંતુ જ્યારે ચૈત્યવાસ રૂપે ગૃહીજનોના નજીકના સંપર્કમાં જૈનશ્રમણોનાં રહેઠાણ શરૂ થતાં તો એ ચોક્કસપણે નક્કી જ હતું કે આજુબાજુના ભક્તગણ સવાર-સાંજ જેટલું પણ વધુ હોય, સેવાભક્તિનો લાભ લેવા લાગે. ભાવુક ભક્તોના વારંવાર આવન-જાવન અને એમના વડે કરાતી ઉપાસનાથી શ્રમણવર્ગનું મન ભાવ-વિભોર થઈ ઊઠ્યું. ૩૨૦ 969696969696969696969 જેન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) Page #330 -------------------------------------------------------------------------- ________________ આ રીતે મુનિઓમાં સ્થિરવાસની પ્રવૃત્તિ પણ વધવા લાગી. રાગના અતિરેકથી કોઈ એક સ્થળે સ્થિરવાસ કરી લેવાથી સાધનામય જીવનમાં કેટલાયે પ્રકારની વિકૃતિઓએ સ્થાન લીધું. ચૈત્યવાસના કારણે જ આ બધું થયું. આચાર્ય હરિભદ્રે ચૈત્યવાસજન્ય એ વિકૃતિઓનું પોતાના ગ્રંથ ‘સંબોધ પ્રકરણ’માં એક માર્મિક ચિત્ર પ્રસ્તુત કર્યું છે. એનાથી ચૈત્યવાસનાં ખરાબ પરિણામોને સારી રીતે સમજી શકાય છે. આચાર્ય હરિભદ્રના એ વિચારો આ પ્રમાણે છે : “એ સાધુ લોચનહિ કરતા, પ્રતિમા વહન કરવાથી શરમાતા, શરીર ઉપરથી મેલ ઉતારતા, પાદુકા ઉપાનત આદિ પહેરીને ફરતા તેમજ કારણ વગર જ કટિવસ્ત્ર ધારણ કરે છે.” અહીં લોચ નહિ કરનારાઓને આચાર્યએ કાયર કહ્યા છે. એમણે ફરી આગળ લખ્યું છે : “આ સાધુ ચૈત્યો અને મઠોમાં રહે છે. પૂજા કરવાની શરૂઆત તેમજ દેવદ્રવ્યનો ઉપભોગ કરે છે. આ સાધુઓ મંદિર તેમજ શાળાઓ બંધાવતા, રંગબેરંગી, સુગંધિત તેમજ ધૂપવાસિત વસ્ત્ર પહેરતાં, માલિક વગરના બળદોની જેમ સ્ત્રીઓની આગળ ગાતા, આર્ટિકાઓ દ્વારા લવાયેલા પદાર્થ આરોગતા, જાત-જાતનાં ઊપકરણો રાખતાં, જળ, ફ્રૂલ, ફળ આદિ સચિત્ત દ્રવ્યોનો ઉપભોગ કરતા, બે-ત્રણ વાર ભોજન કરતા અને તાંબુલ-લવિંગ આદિ પણ ખાય છે. આ લોકો મુહૂર્ત કાઢતા, નિમિત્ત જણાવતા તેમજ ભભૂતિ-ભસ્મ પણ આપે છે. જમણવારમાં મીઠાઈ વગેરે ખાતા, ખોરાક માટે ખુશામદ કરતા અને પૂછવા છતાં પણ સાચો ધર્મ જણાવતા નથી. આ લોકો સ્નાન કરતા, તેલ લગાવતા, શૃંગાર કરતા અને અત્તરફૂલ વગેરેનો પણ ઉપયોગ કરે છે. સ્વયં સંયમમાં સ્થિર ન હોવા છતાં પણ બીજાની આલોચના (ટીકા) કરે છે.’’ આ પ્રમાણેની સ્થિતિમાં પણ જે લોકો તીર્થંકરોના અવતાર સમજી એ મુનિઓને વંદન કરે છે, એમના માટે પણ આચાર્ય હરિભદ્રએ ઘણી પીડાજનક ભાષામાં કહ્યું છે : “કેટલાક અણસમજુ લોકો કહે છે કે - ‘આ તીર્થંકરોના અવતાર છે, એમને પણ પ્રણામ કરવા જોઈએ.’ અહો ! ધિક્કાર છે એમને હું મારી વ્યથા દુ:ખ કોની સામે વ્યક્ત કરું ?' આચાર્ય જિનવલ્લભે પોતાના સંઘપટ્ટકની ભૂમિકામાં ચૈત્યવાસનો ઇતિહાસ દર્શાવતા લખ્યું છે : “વી. નિ. સં. ૮૫૦ના લગભગ કેટલાક જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) DIFF ૩૭ ૩૨૧ Page #331 -------------------------------------------------------------------------- ________________ મુનિઓએ ઉગ્ર વિહાર છોડી મંદિરમાં વાસ કરવાનું શરૂ કરી દીધું એમની સંખ્યામાં ધીમે-ધીમે વધારો થતો ગયો અને વખત જતા ઘણો પ્રબળ બન્યો. એમણે એવું વિચારી લીધું કે વર્તમાન-કાળમાં મુનિઓનું ચૈત્યમાં રહેવું યોગ્ય છે. એમણે પુસ્તક આદિ માટે જરૂરિયાત પ્રમાણે દ્રવ્ય ધન પણ રાખવું જોઈએ.” એમ પણ કહેવામાં આવે છે કે વિ. સં. ૮૦૨માં અણહિલપુર પાટણના રાજા વનરાજ ચાવડા વડે એમના ગુરુ શીલગુણસૂરિએ એવી આજ્ઞા પ્રસરાવી કે - “એમના નગર અણહિલપુર પાટણમાં ચૈત્યવાસી સાધુઓ સિવાય બીજા સાધુપ્રવેશ સુધ્ધાં કરી શકશે નહિ. આ અઘટિત આજ્ઞાને નાબૂદ કરવા માટે વિક્રમ સં. ૧૦૭૪માં જિનેશ્વર અને બુદ્ધિસાગર નામના બે વિધિમાર્ગી વિદ્વાન સાધુઓએ રાજા દુર્લભદેવની સભામાં ચૈત્યવાસીઓની સાથે શાસ્ત્રાર્થ કરી એમને પરાસ્ત કર્યા અને ત્યાર પછી પાટણમાં વિધિમાર્ગીઓનો પ્રવેશ શક્ય થયો.' વિભિન્ન પ્રાચીન ગ્રંથોના અવલોકનથી જણાય છે કે - “અલ્પસંખ્યક સુવિહિત મુનિઓની હાજરી હોવા છતાં પણ લાંબા સમય સુધી ચૈત્યવાસીઓની પ્રભુતા અકબંધ રહી. છતાં પણ શાસનપ્રેમી સુવિહિત મુનિઓએ શિથિલતા-પ્રમાદતાનો વિરોધ કરીને સિદ્ધાંત અનુગામીમાર્ગ ઉપર પોતાના ડગલા અડગ રાખ્યા. જિનવલ્લભ પછી આચાર્ય જિનદત્ત અને જિનપતિ તેમજ સૌરાષ્ટ્રમાં મુનિચંદ્ર અને મુનિસુંદર આદિ વિધિમાર્ગના વિદ્વાન મુનિ પણ પોતાની રચનાઓ અને ઉપદેશોના માધ્યમથી ચૈત્યવાસીઓની સાથે ટક્કર લેતા રહ્યા અને આખરે એમણે ચૈત્યવાસીઓને હતપ્રભ બનાવ્યા. વિક્રમની પંદરમી સદી પછી આ જ ચૈત્યવાસનું રૂપાંતર થતા પતિસમાજના રૂપમાં તાદેશ થયું. શ્વેતાંબર પરંપરાની જેમ દિગંબર પરંપરામાં પણ એની અસર સ્પષ્ટ દેખા દે છે. ભટ્ટારકોની ગાદીઓ એ ચેત્યવાસ અને મઠવાસની જ પ્રતિનિધિ કહી શકાય છે. આચાર્ય કુંદકુંદના લિંગ પાહુડીથી ખબર પડે છે કે - “એ સમયે એવા પણ જૈનસાધુ હતા જે ગૃહસ્થોનાં લગ્નો કરાવતાં અને કૃષિકાર્ય, વાણિજ્ય આદિ સાવધ કર્મ કરતા હતા.” ચૈત્યવાસના સમર્થક મુનિ શિવકોટી [ ૩૨૨ 96969696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #332 -------------------------------------------------------------------------- ________________ એ એમની ‘રત્નમાળા’માં લખ્યું છે કે - ‘ઉત્તમ મુનિઓએ કલિયુગમાં વનવાસ કરવો જોઈએ નહિ. જિનમંદિરો અને ખાસ કરીને ગ્રામ આદિમાં રહેવું જ એમના માટે યોગ્ય (ઉચિત) છે.’ અનુમાન કરવામાં આવે છે કે - દિગંબર મુનિઓએ વિ. સં. ૪૭૨માં વનવાસ છોડીને ‘નિસીહિ' આદિમાં રહેવાનો પ્રારંભ કર્યો હોય અને એમાં વિકૃતિ હોવાને લીધે વિ. સં. ૧૨૧૯ પછી મઠવાસ ચાલુ થયો હોય અને એમાં રહેનારા મઠવાસી ભટ્ટારક કહેવાયા હોય. વિ. સં. ૧૨૮૫માં ‘ચૈત્યવાસ’ સર્વથા બંધ થઈ ગયો અને મુનિઓએ ઉપાશ્રયમાં રોકાણ કરવાનું શરૂ કરી દીધું. ચંદ્રગુપ્ત પ્રથમ ઘટોત્કચના અવસાન પછી એનો પુત્ર ચંદ્રગુપ્ત (પ્રથમ) મગધની રાજગાદી પર બેઠો. ઇતિહાસવિદોનું અનુમાન છે કે ચંદ્રગુપ્ત પ્રથમનો શાસનકાળ ઈ.સ. ૩૧૯ થી ૩૩૫ (વી. નિ. સં. ૮૪૬ થી ૮૬૨) સુધી રહ્યો. ઇતિહાસના લબ્ધપ્રતિષ્ઠિત પાશ્ચાત્ય વિદ્વાન લીટે એવું સિદ્ધ (સાબિત) કર્યું છે કે - ઈ.સ. ૩૧૯ થી ૩૨૦માં ચંદ્રગુપ્ત પ્રથમે મહારાજાધિરાજ બિરુદ્ધ ધારણ કરી ‘ગુપ્તસંવત’ ચલાવ્યું. આવી હાલતમાં સહજ જ અનુમાની શકાય છે કે - મહારાજાધિરાજ'ની પદવી ધારણ કર્યા પહેલાં ચંદ્રગુપ્તને રાજા બન્યા પછી મહારાજાધિરાજ પદ ધારણ કરવા માટે મગધના આડોશ-પાડોશનાં રાજ્યો પર પોતાનો અધિકાર સ્થાપવા માટે ઓછામાં ઓછા ચાર-પાંચ વરસનો સમય તો ચોક્કસ જ લાગ્યો હશે. એક રાજા સિંહાસન પર આરૂઢ થતા જ તત્કાળ મહારાજાધિરાજનું બિરુદ ધારણ કરવા યોગ્ય વિશાળ ભૂખંડને થોડાક જ સમયમાં પોતાના અધીનસ્ય કરી લે, આ શક્ય નથી લાગતું. આ તથ્યો ઉપર વિચાર કરતા ચંદ્રગુપ્તના રાજા બનવાનો સમય ઈ.સ. ૩૧૯-૩૨૦ થી થોડાં વર્ષ પહેલાં અનુમાન કરવું જ વધુ યુક્તિસંગત થશે. એનાથી એમ જ નિષ્કર્ષ-તારણ નીકળે છે કે ઈ.સ. ૩૧૦ થી ૩૧૫ના મધ્યવર્તી કોઈક સમયમાં ચંદ્રગુપ્ત પ્રથમનો રાજ્યાભિષેક થયો અથવા એણે યુવરાજ અવસ્થામાં પોતાના પિતાના રાજ્યનો વિસ્તાર કરવો શરૂ કરી દીધો હોય. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૩૨૩ Page #333 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસજ્ઞોએ શ્રી ગુપ્તને ગુપ્ત રાજવંશનો અને ચંદ્રગુપ્ત પ્રથમને ગુપ્ત સામ્રાજ્યનો સંસ્થાપક માન્યો છે. અલાહાબાદના એક સ્તંભ ઉપર કોતરાયેલા સમુદ્રગુપ્તના અભિલેખ પ્રમાણે ચંદ્રગુપ્ત પ્રથમે પોતાના કનિષ્ઠપુત્ર(નાના પુત્ર)ને સૌથી વધુ સુયોગ્ય સમજીને પોતાની રાજ્યસભાની સામે એને પોતાના ઉત્તરાધિકારીના રૂપે ઘોષિત કરતા કહ્યું : “હવે તું આ પૃથ્વીનું ભરણ-પોષણ કર.” સમુદ્રગુપ્તે રાજસિંહાસન પર અધિકાર કરવામાં ગૃહકંકાસનો પણ સામનો કરવો પડ્યો. આર્ય નાગાર્જુનના સમયનો રાજવંશ પરમ ભટ્ટારક મહારાજાધિરાજ ચંદ્રગુપ્ત પ્રથમે પોતાના જીવનના અસ્તાચળકાળમાં પોતાના સૌથી નાના પુત્ર સમુદ્રગુપ્તને સર્વથા યોગ્ય સમજીને પોતાનો ઉત્તરાધિકારી ઘોષિત કર્યો. ચંદ્રગુપ્ત પ્રથમના દેહાંત બાદ ગૃહકંકાસનો ઘણી હિંમતપૂર્વક દમન કરી વી. નિ. સં. ૮૬૨ તે પ્રમાણે ઈ.સ. ૩૩૫માં સમુદ્રગુપ્ત મગધનરેશ થયો. કવિ હરિષેણ દ્વારા કોતરાયેલા અલાહાબાદસ્થિત કૌશાંબીના સ્તંભલેખમાં સમુદ્રગુપ્તના ત્રણ વિજય-અભિયાનોનું વિવરણ આપવામાં આવ્યું છે. ઉપરોક્ત ત્રણેય વિજય-અભિયાનોમાં સમુદ્રગુપ્તે પશ્ચિમી શકોના સિવાય ભારતના લગભગ બધા જ નાના-મોટા નિર્દયી રાજાઓને યુદ્ધમાં હરાવી એક સાર્વભૌમસત્તાસંપન્ન સુવિશાળ ગુપ્ત સામ્રાજ્યની સ્થાપના કરી. એવું અનુમાન લગાવવામાં આવે છે કે સમુદ્રગુપ્તે વી. નિ. સં. ૮૬૨ થી ૯૦૨ સુધી રાજ્ય કર્યું. વાચનાચાર્ય આર્ય ગોવિંદ આર્ય ગોવિંદ એક વિશિષ્ટ અનુયોગધર અને ચોવીશમા વાચનાચાર્ય થયા. આચાર્ય મેરુતંગની વિચારશ્રેણીમાં નાગાર્જુન અને ભૂતદિન્નની વચ્ચે આર્ય ગોવિંદનું નામ આવે છે. નિશીથ ચૂર્ણિકારે ‘ગોવિંદ નિર્યુક્તિ’નો ઉલ્લેખ કર્યો છે, એનાથી નિર્યુક્તિકાર તરીકે પણ ગોવિંદ પ્રમાણિત થાય છે. મુનિ પુણ્યવિજય અનુસાર આચાર્ય ગોવિંદને ‘નંદી સૂત્ર’માં અનુયોગધરના રૂપમાં અને યુગપ્રધાન પટ્ટાવલીના અઠ્યાવીસમાં યુગપ્રધાન હોવાની સાથે માથુરીવાચનાના પ્રવર્તક આર્ય સ્કંદિલથી ચોથા યુગપ્રધાન બતાવાયા છે. આર્ય ગોવિંદ એમના સમયના મહાન પ્રભાવક વાચનાચાર્ય થયા છે. ૩૨૪ ૭૭૭ ઉજૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) Page #334 -------------------------------------------------------------------------- ________________ 'યુગમાનાયાસ્ય ભૂતદિક્ષા આર્ય નાગાર્જુન પછી પચીસમા વાચનાચાર્ય થયા આર્ય ભૂતદિન્ન. નંદી સ્થવિરાવલી'માં આર્ય ભૂતદિને વાચક નાગાર્જુનને શિષ્ય બતાવવામાં આવ્યા છે. પણ દુષમકાળ “શ્રમણ સંઘ સ્તોત્ર'માં એમને છવ્વીસમા યુગપ્રધાનાચાર્ય માનવામાં આવ્યા છે. “સ્થવિરાવલી'માં આચાર્ય દેવવાચક દ્વારા દર્શાવાયેલ પરિચય પ્રમાણે - “તેઓ આચારાંગ આદિ અંગ તેમજ અંગબાહ્ય કૃતના વિશિષ્ટ અભ્યાસને લીધે ભારતવર્ષીય તત્કાલીન મુનિઓમાં પ્રમુખ મનાતા હતા. સંઘ-સંચાલનમાં દક્ષ હતા. એમણે અનેક યોગ્ય સાધુઓને સ્વાધ્યાય અને સેવા-ચાકરી આદિ કાર્યોમાં નિયુક્ત કર્યા.” યુગપ્રધાન યંત્ર પ્રમાણે એમનો તથ્થાત્મક પરિચય આપવામાં આવી રહ્યો છે - જન્મ : વી. નિ. સં. ૮૬૪ ગૃહસ્થપર્યાય : ૧૮ વર્ષ દીક્ષા : વિ. નિ. સં. ૮૮૨ સામાન્ય સાધુપર્યાયઃ ૨૨ વર્ષ આચાર્યપદ : વિ. નિ. સં. ૯૦૪ યુગપ્રધાનાચાર્યપર્યાયઃ ૭૯ વર્ષ સ્વર્ગારોહણઃ વી. નિ. સં. ૯૮૩ પૂર્ણ આયુષ્ય : ૧૧૯ વર્ષ (ચંદ્રગુપ્ત દ્વિતીય) (વી. નિ. સં. ૯૦૨ થી ૯૪૧) વી. નિ. સં. ૮૦૨ (ઈ.સ. ૩૭૫)માં સમુદ્રગુપ્તના દેહાવસાન પછી એનો પુત્ર ચંદ્રગુપ્ત દ્વિતીય વિશાળ ગુપ્ત-સામ્રાજ્યનો સ્વામી થયો. જે રીતે સમુદ્રગુપ્તના પિતાએ (ચંદ્રગુપ્ત પ્રથમે) પોતાના અનેક પુત્રોમાંથી સૌથી નાના પુત્ર સમુદ્રગુપ્તને સુપાત્ર જાણી પોતાનો ઉત્તરાધિકારી બનાવ્યો, એ જ પ્રમાણે સમુદ્રગુપ્ત પણ પોતાના અનેક પુત્રોમાંથી ચંદ્રગુપ્ત દ્વિતીયને સુયોગ્ય સમજીને એના પર પોતાના ઉત્તરાધિકારીના રૂપમાં પસંદગીનો કળશ ઢોળ્યો. કેટલાક વિદ્વાનોની એવી ધારણા છે કે સમુદ્રગુપ્ત અને ચંદ્રગુપ્ત દ્વિતીયના શાસનકાળની વચ્ચે બે-ત્રણ વર્ષના થોડાક સમય માટે રામગુપ્ત જેવા અકર્મણ્ય શાસકનું શિથિલ શાસન રહ્યું હતું. પણ ઐતિહાસિક જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) 96969696969696969696969 ૩૨૫ Page #335 -------------------------------------------------------------------------- ________________ તથ્યોના પરિપ્રેક્ષ્યમાં એવું નિર્વિવાદપણે સાબિત થઈ જાય છે કે ચંદ્રગુપ્ત દ્વિતીયને સ્વયં એમણા પિતા સમુદ્રગુપ્ત સામ્રાજ્યનો સ્વામી બનાવ્યો હતો. ચંદ્રગુપ્ત (દ્વિતીય) ઘણો પરાક્રમી તેમજ પ્રતાપી રાજા હતો. એણે માળવા, સૌરાષ્ટ્ર અને ગુજરાતના શક મહાક્ષત્રપોને હરાવીને તેમજ શક મહાક્ષત્રપ સત્યસિંહ(તૃતીય)ને મૃત્યુશધ્યાએ પહોંચાડી વી. નિ. સં. ૯૨૭(ઈ.સ. ૪૦૦)ની આસપાસ ભારતમાં શકોના શાસનનો હંમેશાં માટે અંત આણ્યો. શકોના રાજ્યનો અંત કરવાના લીધે પ્રજાજનોએ એને “શકારિ વિક્રમાદિત્ય'ના બિરુદથી અલંકૃત કર્યો. તે ઘણો ન્યાયપ્રિય, સચ્ચરિત્ર અને વિદ્વાન સમ્રાટ હતો. એણે સંપૂર્ણ ભારતને એક સાર્વભૌમસત્તાસંપન્ન શાસનસૂત્રમાં બાંધ્યું. (આર્ય ભૂતદિન્નના સમયની રાજનૈતિક સ્થિતિ) દ્વિતીય ચંદ્રગુપ્તના દેહાંત પછી એનો જયેષ્ઠ પુત્ર કુમારગુપ્ત (પ્રથમ) ગુપ્ત-સામ્રાજ્યનો સ્વામી થયો. એની માતાનું નામ ધ્રુવદેવી હતું. એવું અનુમાન લગાવવામાં આવે છે કે ઈ.સ.૪૧૪ થી ૪પપ (વી. નિ. સં. ૯૪૧ થી ૯૮૨) સુધી કુમારગુપ્તનું શાસન રહ્યું. કુમારગુપ્તના ૪૧ વર્ષના રાજ્યકાળમાં છેલ્લાં ૫ વર્ષોને છોડીને કોઈ વિશેષ રાજનૈતિક ઘટના ઘટવાનો કોઈ ઉલ્લેખ મળતો નથી. વી. નિ. સં. ૯૭૭ની આસપાસ નર્મદા નદીના તટવર્તી દક્ષિણી પ્રદેશની પુષ્યમિત્ર નામની જાતિએ કુમારગુપ્તના સામ્રાજ્યને ઉથલાવી નાખવા માટે શક્તિશાળી સેના સાથે કુમારગુપ્ત ઉપર આક્રમણ કરી દીધું. બંને તરફથી ભીષણ યુદ્ધ થયું. પ્રબળ સૈન્યબળના જોરે પુષ્યમિત્રોને આ યુદ્ધમાં એકધારી સફળતા મળતી ગઈ. કુમારગુપ્તની સેના ઢીલી પડી. પણ જય-પરાજયની નિર્ણાયક પળોમાં કુમારગુપ્ત (પ્રથમ)ના મોટા પુત્ર રાજકુમાર સ્કંદગુપ્ત અપૂર્વ ધીરજ અને વીરતાથી એ સ્થિતિને સંભાળી. નવા જોશની સાથે શત્રુસૈન્ય પર ભીષણ પ્રત્યાક્રમણ કરી પુષ્યમિત્રોને પરાસ્ત કર્યા. આ પ્રમાણે કુમારગુપ્તના સામ્રાજ્યની એના પુત્ર સ્કંદગુપ્ત સંકટની વિકટ ઘડીમાં રક્ષા કરી. | ૩૨૬ 96969696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)| Page #336 -------------------------------------------------------------------------- ________________ કુમારગુપ્ત અને પુષ્યમિત્રોની વચ્ચે થયેલ એ ભીષણ ગૃહયુદ્ધને લીધે ભારતની શક્તિ ક્ષીણ થઈ. જો આ ગૃહયુદ્ધ થયેલું ન હોત તો હૂણોમાં ભારત પર આક્રમણ કરવાનું સાહસ ક્યારેય આવત નહિ. (વાચનાચાર્ય આર્ય લોહિત્ય) આર્ય ભૂતદિન્ન પછી આર્ય લોહિત્ય છવ્વીસમા વાચનાચાર્ય થયા. આચાર્ય દેવદ્ધિક્ષમાશ્રમણે એમને સૂત્રાર્થના સભ્યધારક અને પદાર્થોના નિત્યાનિત્ય સ્વરૂપના પ્રતિપાદન કરવામાં અતિ કુશળ બતાવ્યા છે. દિગંબર પરંપરામાં પણ આર્ય લોહિત્યના નામ સાથે સામ્ય ધરાવનારા લોહાચાર્ય અથવા લોહાર્ય નામના અષ્ટાંગધારી આચાર્યની પ્રમુખ આચાર્યોમાં ગણતરી થાય છે. (વાચનાચાર્ય આર્ય દુષ્યગણિ) આર્ય દુષ્યગણિએ આર્ય લોહિત્ય પછીના સત્તાવીસમા વાચનાચાર્ય થયા. આચાર્ય દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ દ્વારા કરવામાં આવેલી સ્તુતિ પ્રમાણે આર્યદુષ્યગણિ એ સમયના વિશિષ્ટ વાચનાચાર્ય હતા. તેમજ હજારો અન્ય ગચ્છોના જ્ઞાનાર્થી શ્રમણ એમની સેવામાં શ્રુતજ્ઞાનના અભ્યાસાર્થે આવતા હતા. શ્રુતજ્ઞાનના વ્યાખ્યાનમાં દુષ્યગણિ એટલા સમર્થ વાચક હતા કે એમને ક્યારેય વ્યાખ્યાન કરતી વખતે શારીરિક તેમજ માનસિક થાક અનુભવાતો નહિ. : પ્રશસ્ત લક્ષણોથી સંયુક્ત સુકોમળ તળિયાવાળા આર્ય દુષ્યગણિના ચરણયુગલમાં પ્રણામ કરું છું.” આ શબ્દોમાં “સ્થવિરાવલીકાર દેવદ્ધિ ક્ષમાશ્રમણે જે પ્રણામ એમને કર્યા છે, એનાથી એવું સિદ્ધ થાય છે કે - દેવર્ધ્વિગણિ આચાર્ય દુષ્યગણના શિષ્ય હતા અને એ જ કારણે તેઓ એમના લક્ષણયુક્ત સુકોમળ તળિયાવાળાં ચરણોથી સારી રીતે પરિચિત હતા. વિ. નિ. સં. દશમી સદીના મધ્યભાગ એમનો આચાર્યકાળ રહ્યો. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 9696969696969696969૬૩૬૩ ૩૨૦] Page #337 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય દેવદ્ધિક્ષમાશ્રમણ શ્રમણ ભગવાન મહાવીરના ધર્મશાસનમાં થયેલ મહાન આચાર્યોમાંના અઠ્યાવીસમા વાચનાચાર્ય આર્ય દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણનું સ્થાન અત્યંત મહત્ત્વપૂર્ણ છે. વિ. નિ. સં. ૯૮૦માં ભવિષ્યદ્રષ્ટા આચાર્ય દેવદ્ધિ ક્ષમાશ્રમણે વલ્લભી નગરીમાં શ્રમણ સંઘનું સંમેલન યોજ્યુ. એમાં એમણે આગમ-વાચના દ્વારા દ્વાદશાંગીના ભુલાયેલા પાઠોને સુવ્યવસ્થિત, સુસંકલિત તેમજ સુગઠિત કર્યા, એટલું જ નહિ ભવિષ્યમાં હરહંમેશ માટે કોઈ પણ જાતની પરિહાનિ વગર એ આગમ ભંથાવતુ રહે, એ અભિપ્રાયથી એકાદશાંગી સહિત બધાં સૂત્રોને પુસ્તકોના રૂપમાં લિપિબદ્ધ કરાવી અપૂર્વ દૂરદર્શિતાનો પરિચય આપ્યો. એમના વડે કરાયેલા આ અનિર્વચનીય અપૂર્વ ઉપકાર પ્રત્યે પંચમ આરકની સમાપ્તિ સુધી અખંડ રૂપે ચાલી રહેલો પ્રભુ મહાવીરનો ચતુર્વિધ સંઘ સંપૂર્ણ રૂપે ઋણી રહેશે. સૌરાષ્ટ્ર પ્રાંતના વેરાવળ પાટણમાં એમનો જન્મ થયો. એ સમયે ત્યાંના રાજા અરિદમન હતા. એમના ઉચ્ચાધિકારી કાશ્યપ-ગોત્રીય કામદ્ધિ ક્ષત્રિયની પત્ની કલાવતીની કુખેથી દેવદ્ધિનો જન્મ થયો. તેઓ પૂર્વજન્મમાં હરિણગમેષી દેવ હતા. માતાના ગર્ભમાં જ્યારે એમણે પ્રવેશ કર્યો, ત્યારે ગર્ભના પ્રભાવ હેઠળ કલાવતીએ સ્વપ્નમાં ઋદ્ધિશાળી દેવને જોયા, આથી નામકરણ વખતે પુત્રનું નામ દેવદ્ધિ રાખવામાં આવ્યું. માતા-પિતાએ બાળક દેવદ્ધિને યોગ્ય શિક્ષક પાસે શિક્ષણ અપાવ્યું અને યુવાન થતા બે કન્યાઓ સાથે એનાં લગ્ન કરાવ્યાં. યુવક દેવદ્ધિ બાળપણની કુસંગતને લીધે આખેટ-ક્રીડાનો રસિયો બની ગયો અને મિત્રોની સાથે જંગલમાં જઈ શિકાર કરતો હતો. નવા ઉત્પન્ન થયેલ હરિણગમેષી દેવ, દેવદ્ધિને સન્માર્ગે લાવવા માટે જાત-ભાતના ઉપાયો વડે સમજાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. એમના વડે પ્રતિબોધિત થઈ દેવદ્ધિએ આચાર્ય લોહિત્યની પાસે શ્રમણદીક્ષા અંગીકાર કરી. ગુરુની સેવામાં નિરંતર જ્ઞાનારાધના કરતા રહીને એમણે એક દશાંગી અને એકપૂર્વનું જ્ઞાન અજિત કરી લીધું. [ ૩૨૮ 2696969696969696969699 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) Page #338 -------------------------------------------------------------------------- ________________ દેવદ્ધિ ક્ષમાશ્રમણને પહેલા ગણાચાર્યના પદે અધિષ્ઠિત કરવામાં આવ્યા અને ત્યાર પછી દુષ્યગણિના સ્વર્ગે સિધાવ્યા પછી એમણે વાચનાચાર્યપંદ શોભાવ્યું. કેટલાક લેખક એમને દુષ્યગણિના શિષ્ય માની એમના ઉત્તરાધિકારી બતાવે છે, તો કેટલાક લેખક લોહિત્યના શિષ્ય તેમજ ઉત્તરાધિકારી. મથુરામાં આર્ય સ્કંદિલ વડે અને વલ્લભીમાં નાગાર્જુન વડે કરવામાં આવેલી આગમ-વાચના પછી ૧૫૦ વર્ષથી પણ વધુ સમય વીતી જવા પછી આચાર્ય દેવર્દ્રિગણિએ જ્યારે જોયું કે શિષ્યવર્ગની ધારણાશક્તિ ઉત્તરોત્તર ક્ષીણ થતી જઈ રહી છે, શાસ્ત્રીય પાઠોની સ્મૃતિના અભાવથી શાસ્ત્રોના પાઠ પુનરાવર્તનમાં પણ આળસ તથા સંકોચ થતો જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં લખાણ વગર શાસ્ત્રોને સુરક્ષિત નહિ રાખી શકાય. શાસ્રલેખન દ્વારા પઠન-પાઠનના માધ્યમથી જીવનમાં એકાગ્રતા વધારતા જઈ પ્રમાદ-આળસને ઘટાડી શકાશે, અને જ્ઞાનપરંપરાને પણ સદીઓ સુધી અબાધપણે સુરક્ષિત રાખી શકાશે. આ પ્રકારે સંઘને જ્ઞાનહાનિ અને આળસથી બચાવવા માટે સંતોએ શાસ્ત્રોને લિપિબદ્ધ કરવાનો નિર્ણય લીધો. જૈન પરંપરા પ્રમાણે આર્ય રક્ષિત અને આર્ય સ્કંદિલના સમયમાં કેટલાક શાસ્ત્રીય ભાગોનું લેખન શરૂ થયેલ માનવામાં આવ્યું છે, પરંતુ આગમોનું સુવ્યવસ્થિત સંપૂર્ણ લેખન તો આચાર્ય દેવર્જિક્ષમાશ્રમણ દ્વારા વલ્લભીમાં જ સંપન્ન કરવામાં આવેલું માનવામાં આવે છે. zz 35 9 10 11 દેવદ્ધિક્ષમાશ્રમણે શ્રમણસંઘની અનુમતિથી વી. નિ. સં. ૯૮૦માં વલ્લભીમાં એક બૃહદ્ મુનિ-સંમેલન કર્યું, અને એમાં આગમવાચનાના માધ્યમથી, જેને જેવું યાદ હતું, એને સાંભળી ઉપલબ્ધ શાસ્ત્રોના પાઠોને વ્યવસ્થિત કરી આગમોને પુસ્તકનું સ્વરૂપ આપ્યું. જ્યાં કેટલાક વાચનાજન્ય-ભેદ સામે આવ્યા, ત્યાં નાગાર્જીનિયાવાચનાના જે મહત્ત્વપૂર્ણ પાઠ હતા, એમને પણ યથાવત્ વાચનાંત્તરના રૂપે સુરક્ષિત કરી બધાને પુસ્તકનું સ્વરૂપ આપ્યું. એમ માનવામાં આવે છે કે દેવદ્ધિક્ષમાશ્રમણની તપ, સંયમ અને શ્રુતની વિશિષ્ટ આરાધનાથી ચક્રેશ્વરી દેવી, ગોમુખ તેમજ કપર્દિ યક્ષ હંમેશાં એમની સેવામાં હાજર રહેતાં હતાં. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ: (ભાગ-૨) ૩૭ ૩૨૯ Page #339 -------------------------------------------------------------------------- ________________ વિભિન્ન ગ્રંથકારો અને ઇતિહાસના વિચારોનું અધ્યયન કરતા આપણે એ તારણ (નિષ્કર્ષ) પર પહોંચીએ છીએ કે - દેવર્ધિક્ષમાશ્રમણને દેવવાચક નામથી પણ સંબોધવામાં આવતા હતા. તેઓ ક્ષાન્તિ, ધીરતા, ગંભીરતા આદિ ગુણોના ધારક, એકપૂર્વના જ્ઞાતા તેમજ આચારનિષ્ઠ સમર્થ વાચનાચાર્ય હતા. દેવદ્ધિક્ષમાશ્રમણની ગુરુ પરંપરાના વિષયમાં ઇતિહાસ એકમત નથી. કેટલાક વિદ્વાન ‘કલ્પસૂત્ર સ્થવિરાવલી’ પ્રમાણે દેવર્દ્રિને સુહસ્તીશાખાના આર્ય શાંડિલ્યના શિષ્ય બતાવી રહ્યા છે, તો બીજા નંદી સૂત્રની સ્થવિરાવલી, જિનદાસ રચિત ચૂર્ણિ, હરિભદ્રીયા વૃત્તિ, મલયાગિરીયા ટીકા અને મેરુતંગિયા વિચારશ્રેણી'ના આધારે દેવર્તિને દુષ્યગણિના શિષ્ય બતાવે છે. ત્રીજો પક્ષ દેવર્દ્રિગણિને આર્ય લોહાર્યના શિષ્ય હોવાનો પણ ઉલ્લેખ કરે છે. પરંતુ બધાં ઐતિહાસિક તથ્યો ઉપર તટસ્થ ગવેષકની દૃષ્ટિથી ગંભીરતાપૂર્વક વિચાર કરતા દેવદ્ધિને દુષ્યગણિનો શિષ્ય માનવો જ યોગ્ય પ્રતીત થાય છે. દુષ્યગણિની સાથે દેવદ્ગિગણિનું ગણિપદાંત નામ પણ બંનેની વચ્ચે ગુરુ-શિષ્ય જેવો નિકટનો સંબંધ સૂચવે છે. ટીકાકાર આચાર્ય મલયગિરિ અનુસાર દુષ્યગણિને દેવદ્ધિના દીક્ષાગુરુ માનવામાં અને દેવદ્ધિગણિને મહાગિરિ-શાખાના વાચનાચાર્ય માનવામાં કોઈ પણ રીતની અડચણ આવતી નથી. દેવદ્ધિગણિનું સ્વર્ગગમન અને પૂર્વજ્ઞાનનો વિચ્છેદ પરંપરાગત માન્યતા પ્રમાણે આચાર્ય દેવર્ધિક્ષમાશ્રમણને અંતિમ પૂર્વધર માનવામાં આવ્યા છે. ‘ભગવતી સૂત્ર'ના ઉલ્લેખ પ્રમાણે ભગવાન મહાવીરના નિર્વાણથી ૧૦૦૦ વર્ષ પછી પૂર્વજ્ઞાનનો વિચ્છેદ માનવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં એક રીતે એવું સુનિશ્ચિત થઈ જાય છે કે અંતિમ પૂર્વધર આચાર્ય દેવદ્ધિક્ષમાશ્રમણ વી. નિ. સં. ૧૦૦૦માં સ્વર્ગસ્થ થયા. એમના પછી પણ કેટલાક પટ્ટાવલીકારોનો અભિમત છે કે અંતિમ પૂર્વધર યુગપ્રધાનાચાર્ય સત્યમિત્ર હતા તથા સત્યમિત્રનું વી. નિ. સં. ૧૦૦૦માં અને દેવર્ધિગણિક્ષમાશ્રમણનું એમના પહેલા વી. નિ. સં. ૯૯૦માં સ્વર્ગારોહણ થયું. 330 000 છ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) Page #340 -------------------------------------------------------------------------- ________________ તિસ્થાગાલી પઇશ્ય'ની એક ગાથામાં આર્ય સત્યમિત્રને અંતિમ દશપૂર્વધર બતાવવામાં આવ્યા છે. એવું પ્રતીત થાય છે કે તિથ્યોગાલી પઈન્નયંની એ ગાથામાં દશપૂર્વધર આર્ય સત્યમિત્ર માટે અભિવ્યક્ત કરાયેલા ભાવોને નામ-સામ્યના કારણે અઠ્યાવીસમા યુગપ્રધાનાચાર્ય સત્યમિત્રની સાથે જોડીને ભ્રાંતિવશ પટ્ટાવલીકારો દ્વારા એમને અંતિમ પૂર્વધર માની લેવામાં આવ્યા છે. વી. નિ. સં. ૯૯૪ થી ૧૦૦૧ સુધી યુગપ્રધાનપદ ઉપર રહેવાવાળા યુગપ્રધાનાચાર્ય આર્ય સત્યમિત્ર જો અંતિમ પૂર્વધર હોત તો ‘તિત્વોગાલી પત્રય”માં અંતિમ વાચક વૃષભ(દેવદ્ધિગણિ)ને અંતિમ પૂર્વધર ન બતાવતા આર્ય સત્યમિત્રને બતાવવામાં આવતા. આ પ્રમાણે ઉપર વર્ણવેલાં તથ્યો ઉપર વિચાર કરતા એવું સિદ્ધ થઈ જાય છે કે - વી. નિ. સં. ૯૮૦ થી લઈ પંચમ આરકની સમાપ્તિ સુધીના ૨૦૦૨૦ વર્ષો જેવા લાંબા ગાળામાં થવાવાળા કોટિ-કોટિ શ્રમણ-શ્રમણીઓ, શ્રમણોપાસકો-શ્રમણોપાસિકાઓ તેમજ સાધકો ઉપર આગમલેખન વડે અનંત ઉપકાર કર્યા પછી અંતિમ વાચક-વૃષભ દેવદ્ધિક્ષમાશ્રમણ વી. નિ. સં. ૧૦૦૦ ના પૂર્ણ થતા સ્વર્ગે સિધાવ્યા. (દેવદ્ધિકાલીન રાજનૈતિક સ્થિતિ) વિ. નિ. સં. ૯૮૨માં કુમારગુપ્તના નિધન પછી એનો મોટો પુત્ર સ્કંદગુપ્ત સુવિશાળ ગુપ્ત સામ્રાજ્યનો સ્વામી બન્યો. એનો રાજ્યકાળ વી. નિ. સં. ૯૮૨-૯૯૪ (ઈ.સ. ૪૫૫-૪૬૭) સુધી રહ્યો. તે ઘણો જ પરાક્રમી અને પ્રતાપી સમ્રાટ હતો. એ આખી જિંદગી સંઘર્ષરત રહ્યો. સ્કંદગુપ્ત પોતાના પિતાના શાસનકાળમાં પુષ્યમિત્રોની ઘણી બળવાન વિશાળ સેનાને હરાવી ગુપ્ત-સામ્રાજ્યની રક્ષા કરી હતી. ગુપ્ત-સામ્રાજ્યની ધુરા હાથમાં આવતાં જ સ્કંદગુપ્ત મધ્યએશિયાથી આવેલ બર્બર-હૂણ ઘૂસણખોરોથી પોતાની માતૃભૂમિ ભારતના રક્ષણ માટે ઘણી શૌર્યતાથી યુદ્ધ કર્યું. હૂણ સૈનિકોની સંખ્યા ઘણી વધારે હોવાની સાથે-સાથે તેઓ કુશળ ઘોડેસવાર હતા. હૂણોએ પોતાના જીવને દાવમાં મૂકી પૂરી તાકાતની સાથે આગળ વધવાનો પ્રયત્ન કર્યો. સ્કંદગુપ્ત ભારતીય સેનાનું સંચાલન જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 26969696969699999 ૩૩૧ Page #341 -------------------------------------------------------------------------- ________________ કરીને નૃશંશી હુણ આક્રમણખોરોનો સંહાર કર્યો અને એમને આગળ વધતા અટકાવ્યા. જાન-માલની પાર વગરની હાનિ (ખુવારી) થયા બાદ હૂણ સરદાર પોતાની વધેલી-ઘટેલી સેનાની સાથે રણમેદાન છોડીને ભાગી છૂટ્યો, સ્કંદગુપ્ત અદ્દભુત વીરતા અને સાહસથી દુનિત હૂણોને હરાવી ભારતનું એક મહાસંકટમાંથી રક્ષણ કર્યું. - એક તો યુદ્ધમાં હૂણોની શક્તિ પરવારી ચૂકી હતી, ઉપરથી પોતાની હારનો બદલો લેવા માટે હૂણોએ વારંવાર ભારત ઉપર આક્રમણ કર્યો. દરેક વખતે સ્કંદગુપ્ત રણક્ષેત્રમાં હૂણોને નાલેશી ભરેલ હારનો સ્વાદ ચખાડ્યો. હૂણોને હરાવ્યા પછી સ્કંદગુપ્ત પોતાના સામ્રાજ્યના બધા પ્રાંતોમાં પોતાના અત્યંત વિશ્વાસુ અને સુયોગ્ય શાસકોની નિમણૂક કરી, જેનાથી દેશના શત્રુઓને ઊગતા જ ડામી દેવાય. ' સ્કંદગુપ્ત જનકલ્યાણનાં અનેક કાર્યો કર્યા. મૌર્યસમ્રાટ ચંદ્રગુપ્તના શાસનકાળમાં વી. નિ. સં. ૨૨૭ની આસપાસ બનેલી સુદર્શન ઝલનો જીર્ણોદ્ધાર અઢળક ધન-સંપદા ખર્ચીને સ્કંદગુખે કરાવ્યો. સ્કંદગુપ્ત સ્વયં વિષ્ણુભક્ત હતો, પણ અન્ય બધા ધર્મો પ્રત્યે પણ સંભાવના રાખતો હતો. એના રાજ્યમાં શૈવ, જૈન અને બૌદ્ધોને પોતાના ધર્મના પ્રચાર-પ્રસાર કરવાની પૂર્ણપણે સ્વતંત્રતા હતી. વિ. નિ. સં. ૯૮૨ થી ૯૯૪ સુધીના પોતાના ૧૨ વર્ષના રાજ્યકાળમાં સ્કંદગુપ્ત અનેક યુદ્ધોમાં શત્રુઓને હરાવીને વિક્રમાદિત્યની ઉપાધિ ધારણ કરી. - સમુદ્રગુપ્તના શાસનકાળથી સ્કંદગુપ્તના શાસનકાળ સુધી અર્થાત્ વી. નિ. સં. ૮૬૨ થી ૯૯૪ સુધી ગુપ્ત સામ્રાજ્યનો ઉત્કર્ષકાળ રહ્યો. સ્કંદગુપ્તના દેહાવસાન પછી ગુપ્ત-સામ્રાજ્યનો અપકર્ષ શરૂ થઈ ગયો. સ્કંદગુપ્ત નિઃસંતાન હતો, આથી એના નિધન પછી એનો ભાઈ પુરુગુપ્ત સામ્રાજ્યનો શાસક બન્યો. સંભવતઃ દોઢ વર્ષ સુધી જ પુરુગુપ્તનું રાજ્ય રહ્યું. વિ. નિ. સં. ૮૯૬માં એના દેહાંત પછી એનો પુત્ર નરસિંહ ગુપ્ત અયોધ્યાની ગાદી પર બેઠો. વી. નિ. સં. ૧૦૦૦માં એ મરણ પામ્યો અને ત્યાર બાદ કુમારગુપ્ત (દ્વિતીય) ગુપ્ત રાજ્યનો સ્વામી થયો. ૩૩ર હિ૭૬96969696969696999 જેન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) * ; . . . t ". * Page #342 -------------------------------------------------------------------------- ________________ | સામાન્ય પૂર્વધરકાળ સંબંધી દિગંબર માન્યતા | એક જ મગના બે ફાડાની જેમ પ્રભુવીરના ઉપાસક શ્વેતાંબર અને દિગંબર આ બંને પરંપરાઓની માન્યતાઓમાં પરસ્પર પર્યાપ્ત અંતર છે. પૂર્વધરોનું નામ, એમની સંખ્યા તેમજ પૂર્વજ્ઞાનના અસ્તિત્વકાળ વિષયક ભેદને લીધે આ બંને પરંપરાઓનો માન્યતાભેદ આગળ ને આગળ વધતો જ ગયો છે. આ અંતરને સારિણી દ્વારા બતાવવામાં આવી રહ્યું છે : ' , , વિષય | શ્વેતાંબર પરંપરાની દિગંબર પરંપરાની આ માન્યતા પ્રમાણે | માન્યતા પ્રમાણે ચતુર્દશપૂર્વધરોની | વી. નિ. સં. ૬૪ થી ૧૭૦ વી. નિ. સં. ૬૨ થી વિદ્યમાનતા સુધી ૧૦૬ વર્ષ માં ૧૬૦ સુધી ૧૦૦ વર્ષ [(હયાતી). ચતુર્દશ પૂર્વધરોનીપ, અંતિમ ચતુર્દશપૂર્વધર ભદ્રબાહુ સંખ્યા સિવાયના ચારેય પૂર્વધરોનાં નામ બંને ( " | પરંપરાઓમાં જુદાં-જુદાં છે. દશપૂર્વધરોનો વિ. નિ. સં. ૧૭૦ થી ૫૮૪ વી. નિ. સં. ૧૬૨ થી કાળ છે | સુધી ૪૧૪ વર્ષ ૩૪૫ સુધી ૧૮૩ વર્ષ દશપૂર્વધરોની ૧૧, બંને પરંપરાઓમાં સંખ્યા સમાન છે, સંખ્યા પણ નામોમાં ભિન્નતા છે. સામાન્ય પૂર્વધરકાળવી. નિ. સં. ૫૮૪ થી ૧૦૦૦અંતિમ પૂર્વધર ધર્મ સુધી ૪૧૬ વર્ષ સેનનું સ્વર્ગગમન થતા ૧૦ આચાર્ય પૂર્વજ્ઞાનના જ વી. નિ. સં. ૩૪પમાં ધારક એમાંના આર્યરક્ષિતપૂર્વજ્ઞાનનો વિચ્છેદ સાડાનવ પૂર્વેના જ્ઞાતા.થઈ ગયો. ત્યાર બાદ દેવર્ધ્વિગણિ એકપૂર્વના અંતિમ પૂર્વજ્ઞાન એક દેશ જ્ઞાતા વી. નિ. સં. ૧૦૦૦ અર્થાત્ આંશિકરૂપે પછી પૂર્વજ્ઞાનનો વિચ્છેદ થયો. વિદ્યમાન રહ્યું. પૂર્વજ્ઞાનના અસ્તિત્વના વિષયમાં બંને પરંપરાઓની માન્યતામાં ૬પપ વર્ષનું અંતર છે, જે ચિંતનનો વિષય છે. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 969696969696969696969). ૩૩૩] Page #343 -------------------------------------------------------------------------- ________________ વિષય શ્વેતાંબર પરંપરાની |દિગંબર પરંપરાની માન્યતા પ્રમાણે | માન્યતા પ્રમાણે એકાદશાંગીનો કાળના પ્રભાવથી આગમ-વી.નિ. સં. ૬૮૩માં | વિચ્છેદ જ્ઞાન અંગોપાંગ આદિ વિચ્છેદ થયો. ત્યાર ઉત્તરોત્તર ક્ષીણ, અતિક્ષણ પછી એના માત્ર એક અને ક્ષીણત્તર થઈ જવા દેશ જ્ઞાન બાકી રહી છતાં પણ દુધ્ધમાકાળની ગયો. અંગબાહા સમાપ્તિ પર્યત વી.નિ. સંતના આદિ શેષ આગમોનું ૨૧૦૦૩ વર્ષ ૮ મહિના ૧૪ વિચ્છિન્ન થવાનો દિવસ વીતી જતા ૧૫મા ક્યાંયે ઉલ્લેખ નથી. દિવસના પ્રથમ પ્રહર સુધી પોતાના શુદ્ધ સ્વરૂપમાં અંશતઃ વિદ્યમાન રહેશે. આગમોની સંખ્યા મૂર્તિપૂજકમાં ૪૫ તેમજ આગમ ગ્રંથના રૂપમાં સ્થાનકવાસી અને તેરાપંથમાં ષખંડાગમ અને ૩૨ આગમોની સંખ્યા છે. કષાય-પાહુડનું સ્થાન સૌથી ઉપર છે. જો નિષ્પક્ષ (તટસ્થ) તેમજ સૂક્ષ્મ દૃષ્ટિએ આ બંને પરંપરાઓનાં આગમોનું તુલનાત્મક વિવેચન કરવામાં આવે તો સ્ત્રીમુક્તિ, કેવળીભક્તિ (કેવળી કવળાહાર) આદિ નાની-મોટી ૮૪ વાતોના માન્યતાભેદ સિવાય બાકી બધા સિદ્ધાંતોનું પ્રતિપાદન, તત્ત્વોનું નિરૂપણ વગેરે બંને પરંપરાઓમાં પર્યાપ્તપણે સરખું જ મળશે. (દિગંબર પરંપરાના આચાર્યોનો કાળનિર્ણચ) ઐતિહાસિક તથ્યોના પરિપ્રેક્ષ્યમાં વી. નિ. પછી ગૌતમથી લઈ અહબલિ સુધી થયેલા દિગંબર પરંપરાના આચાર્યોના ક્રમ તેમજ કાળ નિમ્નલિખિત રૂપે સિદ્ધ થાય છે ? [ ૩૩૪ 9696969696969696969696ી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)| Page #344 -------------------------------------------------------------------------- ________________ નામ જબૂ ૧૦૦ વર્ષ સમુચ્ચય કાળ શ્રુતપરંપરા કાળ ઇન્દ્રભૂતિ ગૌતમ કેવળી ૧૨ વર્ષ સુધર્મા (લૌહાય) કેવળી ૧૨ વર્ષ કેવળી ૩૮(૪૦ વર્ષ) ત્યારબાદ કેવળજ્ઞાન વિચ્છેદ ૬ર (૬૪) વર્ષ વિષ્ણુ(નંદી) શ્રુતકેવળી નંદીમિત્ર શ્રુતકેવળી અપરાજિત શ્રુતકેવળી ગોવર્ધન : શ્રુતકેવળી ભદ્રબાહુ શ્રુતકેવળી ત્યાર બાદ અંતિમ ૪ પૂર્વ વિચ્છેદ વિશાખ એકાદશાંગ તેમજ દશપૂર્વધર પ્રોષ્ઠિલ એકાદશાંગ તેમજ દશપૂર્વધર ક્ષત્રિય એકાદશાંગ તેમજ દશપૂર્વધર જય એકાદશાંગ તેમજ દશપૂર્વધર નાગ એકાદશાંગ તેમજ દશપૂર્વધર સિદ્ધાર્થ એકાદશાંગ તેમજ દશપૂર્વધર ધૃતિષેણ એકાદશાંગ તેમજ દશપૂર્વધર વિજય એકાદશાંગ તેમજ દશપૂર્વધર બુદ્ધિલ એકાદશાંગ તેમજ દશપૂર્વધર ગંગદેવ એકાદશાંગ તેમજ દશપૂર્વધર ધર્મસેન (વી. નિ. એકાદશાંગ તેમજ દશપૂર્વધર સં. ૩૪૫). ત્યાર બાદ પૂર્વજ્ઞાન વિચ્છેદ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 26396969696969696969694 ૩૩૫ સમુચ્ચય કાળ ૧૮૩ વર્ષ Page #345 -------------------------------------------------------------------------- ________________ નામ સુભદ્ર યશોભદ્ર નક્ષત્ર યશપાલ પાંડુ ધ્રુવસેન કંસાચાર્ય (વી. નિ. એકાદશાંગધર સં. ૧૬૫) યશોબાહુ લોહાર્ય (વી. નિ. સં. ૧૬૫) શ્રુતપરંપરા વિનયધર ગુપ્તઋષિ ગુપ્તશ્રુતિ શિવગુપ્ત અર્હલિ એકાદશાંગધર એકાદશાંગધર યોગ પૂર્ણ યોગઃ એકાદશાંગધર એકાદશાંગધર ત્યાર બાદ માત્ર આચારાંગ શેષ આચારાંગધર આચારાંગધર આચારાંગધર આચારાંગધર ત્યાર બાદ એકાદશાંગી વિચ્છેદ અંગ-પૂર્વના એક દેશધર અંગ-પૂર્વના એક દેશધર અંગ-પૂર્વના એક દેશધર અંગ-પૂર્વના એક દેશધર અંગ-પૂર્વના એક દેશધર અંગ-પૂર્વના એક દેશધર ૬૨+૧૦૦+૧૮૩+૨૨૦+૧૧૮+૧૦૦ = ૭૮૩ વર્ષ ૧૦૦ વર્ષ અર્હદ્બતિ પછીના આચાર્યોના ક્રમ અને કાળ આચાર્યનું નામ માઘનંદી (નંદીસંઘના આચાર્ય) ધરસેન કાળ પુષ્પદંત (ષખંડાગમના રચનાકાર) ભૂતબલ (પખંડાગમના રચનાકાર) યોગ પૂર્ણ યોગ 339 00000 સમુચ્ચયકાળ ૨૨૦ વર્ષ ૧૧૮ વર્ષ કુલકાળ ૨૦-૨૦ વર્ષ અનુમાનત કાળ ૨૧ વર્ષ ૧૯ વર્ષ ૩૦ વર્ષ ૧૦ વર્ષ ૮૦ વર્ષ ૮૬૩ વર્ષ જી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ: (ભાગ-૨) Page #346 -------------------------------------------------------------------------- ________________ કેવળીકાળથી પૂર્વધરકાળ સુધીની શ્રમણી પરંપરા અનાદિકાળથી જૈન ધર્મની વિશેષતા એવી રહી છે કે એમાં સ્ત્રીઓને પણ સાધનામાર્ગ ઉપર અગ્રેસર રહેવાનો સંપૂર્ણ અધિકાર મળ્યો છે. પુરુષોની જેમ જ દરેક વર્ગ, વર્ણ અથવા જાતિની સ્ત્રી પણ પોતાની શક્તિ તેમજ ઇચ્છા પ્રમાણે શ્રમણોપાસિકા-ધર્મ અથવા શ્રમણીધર્મ અંગીકાર કરી શકે છે. ‘સ્ત્રી શુદ્રૌ નાધીયેતામ' આ પ્રકારના પ્રતિબંધ માટે જૈન ધર્મમાં લેશમાત્ર સ્થાન નથી રહ્યું. અનાદિકાળથી તીર્થંકર તીર્થ સ્થાપના વખતે પુરુષવર્ગની જેમ નારીવર્ગને પણ સાધનાક્ષેત્રનો સુયોગ્ય તેમજ સક્ષમ અધિકારી સમજીને ચતુર્વિધ તીર્થમાં જોડતા આવ્યા છે. બધા તીર્થંકરો વડે અપાયેલા આ અમૂલ્ય અધિકારનો સદુપયોગ કરીને સ્ત્રીઓએ પણ પુરુષોની જેમ ઘણી હિંમતની સાથે સાધનામાર્ગ ઉપર અગ્રેસર થઈ અને એમણે આત્મકલ્યાણની સાથે-સાથે જનકલ્યાણ પણ કર્યું અને જૈન ધર્મના પ્રચાર-પ્રસાર તેમજ અભ્યુત્થાનમાં ઘણું મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. ચોવીસે-ચોવીસ તીર્થંકરોનાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓની સંખ્યાના તુલનાત્મક નિષ્કર્ષથી એવું સ્પષ્ટ રીતે દેખાય છે કે સાધનાપંથમાં મહિલાઓ હંમેશાં પુરુષોથી ૧ આગળ રહી છે. y દિગંબર પરંપરામાં તો (યાપનીયસંઘને છોડીને) શ્રીમુક્તિ માનવામાં આવી નથી, પરંતુ શ્વેતાંબર પરંપરાના આગમ ‘જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ'માં ભગવાન ઋષભદેવની સાધ્વીઓના મોક્ષગમનનો ઉલ્લેખ છે. એ જ રીતે ‘કલ્પસૂત્ર’માં ભગવાન અરિષ્ટનેમિ, પાર્શ્વનાથ તેમજ મહાવીરની અનુક્રમે ૩૦૦૦, ૨૦૦૦ તેમજ ૧૪૦૦ સાધ્વીઓના સિદ્ધ-બુદ્ધ-મુક્ત થવાના ઉલ્લેખો છે. આ ચારેય તીર્થંકરોના મુક્ત થયેલા સાધુઓની તુલનાએ સાધ્વીઓની મુક્ત થવાની સંખ્યા બમણી છે. ભ. મહાવીરે ધર્મતીર્થની સ્થાપના સમયે ચંદનબાલા આદિ સ્ત્રીઓના શ્રમણીધર્મમાં તેમજ અન્ય મુમુક્ષુ નારીવર્ગને શ્રમણોપાસિકા ધર્મમાં દીક્ષિત કરી નારીવર્ગને પણ પુરુષની સમોવડી જ સાધના દ્વારા સ્વ-પરકલ્યાણ કરવા માટે અધિકારી ઘોષિત કરી. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ઊઊઊઊ 004 330 Page #347 -------------------------------------------------------------------------- ________________ દ્વાલા ) આર્ય મહાગિરિ, આર્ય સુહસ્તિી, આર્ય વજ તેમજ યાકિની મહત્તાસૂન આચાર્ય હરિભદ્ર વગેરે મહાન પ્રભાવક આચાર્ય જે પ્રમાણે જિનશાસનની ઉત્કૃષ્ટ સેવા અને જનકલ્યાણના મહાન કાર્ય કરવામાં સફળ થયા, તે બધા મૂળથી તો સાધ્વીસમાજની જ દેન છે. નિર્વાણકાળ પહેલાં જ ચંદનબાલા, મૃગાવતી આદિ કેટલીક શ્રમણીઓનો પરિચય પ્રસ્તુત ગ્રંથમાળાના પ્રથમ ભાગમાં આપી ચૂક્યા છીએ. હવે નિર્વાણ પછી ૧૦૦૦ વર્ષના સમયગાળામાં થયેલી શ્રમણીઓમાંથી જેનો - જેનો જે રૂપે પરિચય ઉપલબ્ધ થાય છે, એને અહીં ટૂંકાણમાં આપી રહ્યા છીએ. (મહાસતી ચંદનબાલા) આર્યા ચંદનબાલા ભગવાન મહાવીરની પ્રથમ શિષ્યા અને પ્રભુના સુવિશાળ શ્રમણી-સમુદાયની પ્રમુખ તેમજ સંચાલિકા હતી. ચંદનબાલા ચંપા નગરીના મહારાજ દધિવાહન અને મહારાણી ધારિણીની પુત્રી હતી. પ્રભુ મહાવીરના છદ્મસ્વકાળમાં અત્યંત કપરા અભિગ્રહવાળા ઘણા લાંબા તપનું પારણું ચંદનબાલાના હાથે થયું, આથી વર્તમાન અવસર્પિણી કાળની સમગ્ર સાધ્વીઓમાં એમને સર્વાધિક પુણ્યશાળી કહેવામાં આવે તો અતિશયોકિત થશે નહિ. ચંપા નગરીમાં થયેલા ભયાનક રાજ્ય-વિપ્લવને પરિણામે બાળપણમાં એમણે વિષમ કણે સહન કરવાં પડ્યાં. આર્યા ચંદનબાલાના જીવનનો સંક્ષિપ્ત પરિચય પ્રસ્તુત ગ્રંથમાળાના પ્રથમ ખંડમાં આપવામાં આવી ચૂક્યો છે. બાળ બ્રહ્મચારિણી મહાસતી ચંદનબાલાએ રાજકુમારીઓ, શ્રેષ્ઠી કન્યાઓ, રાજરાણીઓ, ધનવાનની પત્નીઓ તેમજ દરેક વર્ગોની મુમુક્ષુ નારીઓને હજારોની સંખ્યામાં શ્રમણીધર્મમાં દીક્ષિત કરી કલ્યાણ માર્ગમાં એમનું નેતૃત્વ કર્યું એમણે સ્વયં પ્રભુ વડે અપાયેલા શ્રમણીસંઘની પ્રમુખા(પ્રવર્તિની)પદ ઉપર રહીને ૩૬000 સાધ્વીઓના અતિ વિશાળ સાધ્વીસંઘનો વહીવટ ઘણી નિપુણતાથી કર્યો. પ્રવતિની ચંદનબાલા શ્રમણાચારમાં નજીવા શૈથિલ્ય તેમજ નાનામાં નાની ભૂલને પણ અનર્થનું મૂળ માની અનુશાસન અને સાધ્વીસમાજના હિત માટે કોઈ પણ સાધ્વીને ભલે [ ૩૩૮ 09909996369696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #348 -------------------------------------------------------------------------- ________________ પછી તે કેટલી પણ મોટી કેમ ન હોય, પ્રેમપૂર્વક સાવધાન કરવામાં લેશમાત્ર સંકોચ કરતી નહિ. એમણે સાધ્વી મૃગાવતી જેવી ઉચ્ચ કોટિની સાધિકાને પણ પ્રભુના સમવસરણમાં અસમય સુધી બેસી રહેવા પર વખોડવામાં સંકોચ રાખ્યો નહિ. એ ટકોરથી મગાવતીએ પણ પોતાની ભૂલ માટે નિશ્છલ-ભાવ તેમજ વિશુદ્ધ અંતઃકરણથી પશ્ચાત્તાપ કર્યો અને તરત જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લીધું. એક લાંબા સમય સુધી જિનશાસનની સેવા તેમજ સ્વ-પરકલ્યાણ કરતા રહીને પ્રવર્તિની ચંદનબાલાએ ચાર ઘાતીકર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન અને ત્યાર બાદ, અવશિષ્ટ ચાર અઘાતીકર્મોનો નાશ કરી અંતે અખંડ, અવ્યાબાધ, અનંત આનંદસ્વરૂપ મોક્ષ મેળવ્યો. ભગવાનના સંઘની ૩૬૦૦૦ સાધ્વીઓમાંથી ચંદનબાલા સહિત ૧૪૦૦ સાધ્વીઓએ મોક્ષ મેળવ્યો. જમ્બુકુમારની માતા ધારિણી આદિ વી. નિ. સં. ૧ માં જ્યારે રાજગૃહીમાં આર્ય સુધર્માના ઉપદેશથી શ્રેષ્ઠીકુમાર જમ્મૂ ભવપ્રપંચથી વિરક્ત થઈ દીક્ષિત થયા, એ વખતે સત્તર (૧૭) ઉચ્ચકુળની નારીઓએ પણ આર્યા સુવ્રતાની સેવામાં શ્રમણીધર્મની દીક્ષા લીધી. તેઓનાં નામ આ પ્રમાણે છે : ૧. આર્યા ધારિણી (જબૂકુમારની માતા) જમ્બુકુમારની સાસુ-માતાઓ : ૨. પદ્માવતી, ૩. કમલમાલા, ૪. વિજયશ્રી, ૫. જયશ્રી, ૬. કમલાવતી, ૭. સુસેણા, ૮. વીરમતી, ૯. અજયસેના. જમ્બુની ધર્મપત્નીઓ ઃ ૧૦. સમુદ્રશ્રી, ૧૧. પદ્મશ્રી, ૧૨. પદ્મસેના, ૧૩. કનકસેના, ૧૪. નભસેના, ૧૫. કનકશ્રી, ૧૬. કનકવતી, ૧૭. જયશ્રી. પરમ વૈરાગી જબૂકુમારનાં વૈરાગ્ય જન્માવનારા તેમજ યુક્તિસંગત હિત-મિત વચનોથી પ્રભાવિત થઈ એ ૧૭ સ્ત્રીઓએ આર્યા સુવ્રતાની પાસે દીક્ષા ગ્રહણ કરી. જીવનપર્યંત (આજીવન) ઉત્તમ ભાવે વિશુદ્ધ તપ-સંયમની આરાધના કરી. જમ્બુકુમારની પત્નીઓએ ભરયુવાનીમાં સમસ્ત કામ-ભોગો, સુખ-સુવિધાઓ તેમજ અપાર સંપત્તિને ઠોકર મારી એકવાર મનથી માની લીધેલા પોતાના પતિ જમ્મૂકુમારની સાથે જે પ્રમાણે પોતાના અડગ પ્રેમનું છેલ્લે સુધી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) G LOGOGO/૩૩૯ Page #349 -------------------------------------------------------------------------- ________________ નિર્વહન કર્યું, તે વસ્તુતઃ અત્યંત મહાન, અદ્વિતીય, અનુપમ, અદ્ભુત તેમજ મુમુક્ષો માટે પ્રેરણાનું અખંડ સ્ત્રોત રહ્યું અને રહેશે. સાળ ન રહ્યું અને રામ અભ - - 1 1 1 ' + , r . ' ન ક '' ', , લ , ધારિણી અર્વતી રાજયના અધીશ્વર મહારાજે પાલકના નાના પુત્ર રાષ્ટ્રવર્ધનની પત્ની (ચંડપ્રદ્યોતની પૌત્રવધુ) હતી. સાધ્વી ધારિણીનું જીવનચરિત્ર જૈન ઇતિહાસમાં આદર્શ નારીનું પ્રતીક ગણવામાં આવે છે. શ્રમણી ધર્મમાં દીક્ષિત થતા પહેલાં જ એમણે પોતાના સતીત્વની રક્ષા માટે અતુલ ઐશ્વર્ય અને પોતાનાં સંતાનો સુધ્ધાંનો મોહ ત્યાગવો પડ્યો હતો. દીક્ષા પછી બે રાજ્યોમાં સંભવિત ભીષણ નરસંહારને રોકીને મહાસતી ધારિણીએ સંસારને અહિંસા અને અયુદ્ધનો પ્રેરક સંદેશ આપ્યો. એમનો સમય વી. નિ. સં. ૨૪-૬૦ની આસપાસનો માનવામાં આવે છે. (સાધ્વી વિજયવતી અને વિગતભયા) - “આવશ્યક ચૂર્ણિમાં મહત્તરા વિજયવતી અને એમની શિષ્યા વિગતભયાનો ઉલ્લેખ આવે છે. જે વખતે અવંતીસેને કૌશાંબી ઉપર આક્રમણ કર્યું, એના થોડા વખત પહેલાં સાધ્વી વિગતભયાએ કૌશાંબીમાં સંલેખનાપૂર્વક અનશન કર્યું હતું, એમના સંલેખનાના ઉપલક્ષ્યમાં કૌશાંબીના શ્રાવક-શ્રાવિકા સંઘે આધ્યાત્મિક મહોત્સવનું આયોજન કરી મહાસતી પ્રત્યે સન્માન દર્શાવ્યું હતું. એમનો સમય વિ. નિ. સં. ૪૪ની આસપાસનો માનવામાં આવે છે. (એક અજ્ઞાત સાધી અને મરંડ-રાજકુમારી) જે પ્રમાણે ભ. મહાવીરનાં શ્રીચરણોમાં એ સમયે વિદેશી ગણાતા ચિલોતરાજનો શ્રમણધર્મમાં દીક્ષિત થવાનો ઉલ્લેખ મળે છે, એ જ રીતે વીર નિર્વાણની પાંચમી-છઠ્ઠી સદીમાં પણ એક વિદેશી મહિલાનો શ્રમણીધર્મમાં દીક્ષિત થવાનો ઉલ્લેખ પણ ઉપલબ્ધ થાય છે. વિશેષાવશ્યક ભાષ્ય” અને “નિશીથ ચૂર્ણિ'ના ઉલ્લેખ પ્રમાણે વિદેશી શકશાસક મુડરાજની સામે એની વિધવા બહેને પ્રવ્રજિત થવાની ( ૩૪૦ 9િ9696969696969696969]ન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૨) Page #350 -------------------------------------------------------------------------- ________________ ઇચ્છા દર્શાવી. મુરુંડરાજે પોતાની બહેનને દીક્ષા માટે રજા આપતા પહેલાં પરીક્ષા કરવાનું વિચાર્યું કે કયો ધર્મ સર્વશ્રેષ્ઠ છે, જેમાં દીક્ષિત થઈ એની બહેન ખરા અર્થોમાં આત્માનો ઉદ્ધાર કરી શકે. એને પરીક્ષા કરવા માટે એક ઉપાય સૂક્યો. એણે હાથીશાળાના મહાવતને આજ્ઞા કરી કે - “તે હાથી શાળામાંના બધાથી મોટા વિશાળકાય હાથી ઉપર બેસીને રાજમહેલની નજીક રાજપથના ચાર રસ્તા ઉપર ઊભો રહી જાય. જ્યારે પણ ત્યાં કોઈ પણ ધર્મની કોઈ સાધ્વી આવે તો એની તરફ હાથીને તીવ્રગતિએ હંકારીને કઠોર શબ્દોમાં ચૈતવણી આપે કે - “તે બધાં જ વસ્ત્રોને તરત ઉતારીને નિર્વસ્ત્ર થઈ જાય, નહિ તો મદોન્મત્ત હાથી એને કચડી નાખશે.” મુરુંડરાજ રાજમહેલના ઝરૂખામાંથી જોઈ લેતો કે મહાવત એના આદેશનું યથાવતુ પાલન કરી રહ્યો છે અને એ તરફથી આવેલી સાધ્વીઓ ભીમકાય ગજરાજને પોતાની તરફ ઝડપથી વધતો જોઈ મહાવતની ચેતવણી પ્રમાણે પોતાનાં વસ્ત્ર ફેંકી દેતી હતી. આ જોઈ મુરુંડરાજ નિરાશ થયો કે એવી કોઈ સમર્થ સાધ્વી નથી, કે જેની પાસે એની સહોદરા પ્રવ્રજિત થઈ શકે. - - તે આ વિચારમાં જ હતો કે એને મહાવતની ચેતવણી સંભળાઈ. મુરુંડરાજે ઝરૂખા(છજ્જા)માંથી જોયું કે હાથી એક શ્વેતાંબરા કૃશકાય સાધ્વીની તરફ આગળ વધી રહ્યો છે. સાધ્વી શાંત, સહજ અને નીડરતાપૂર્વક પોતાના મંતવ્યની તરફ આગળ વધી રહી છે. જયારે હાથી થોડેક જ દૂર હતો તો સાધ્વીએ પોતાની મુહપત્તી (મુખવસ્ત્ર) હાથી તરફ નાંખી. એનાથી હાથી એકદમ ઊભો રહી ગયો, મુખપત્તીને સૂંઢ વડે પકડીને આમતેમ જોઈ અને એને એક તરફ નાખી ફરી સાધ્વીજી તરફ ભાગ્યો. મહાવત જોર-જોરથી બૂમો પાડીને સાધ્વીને ચેતવી રહ્યો હતો, આથી સાધ્વીએ પોતાનું રજોહરણ હાથી તરફ નાખ્યું. હાથી ફરી અટક્યો. એણે રજોહરણને પોતાની સૂંઢમાં પકડી હવામાં ફેરવ્યું અને પછી એક તરફ નાંખી દીધું. આમ આ રીતે ફરી હાથીના આગળ વધવાથી સાધ્વી પોતાના પાત્ર તેમજ ધર્મોપકરણો એક પછી એક એમ ફેકતી ગઈ અને હાથીની ગતિને રોકતી ગઈ. આ બધું જોઈ ત્યાં ઉપસ્થિત જનસમૂહ સ્તબ્ધ રહી ગયો જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૨) DDDDDDDDDD) ૩૪૧] Page #351 -------------------------------------------------------------------------- ________________ અને સાધ્વીના અનુપમ ધૈર્ય અને સાહસ પર આફરીન થઈ ગયા. છેલ્લે સાધ્વી પાસે પોતાનાં પહેરેલાં વસ્ત્રો સિવાય કંઈ પણ બાકી રહ્યું નહિ ત્યારે આ દશ્ય જોઈ રહેલી ગુસ્સાથી વ્યાકુળ ભીડે મહાવતને લલકાર્યો - બંધ કરો આ ધૃષ્ટતા ને !' મહાવતે મુરુડરાજની તરફ જોયું. મુરુડરાજનો સંકેત મળતાં જ મહાવતે હાથીને અંકુશમાં કરી લીધો. આ ઘટના ઘટવા પછી મુરુડરાજે એની બહેનને કહ્યું : - ‘સહોદરે ! આ અગાધ ધૈર્યશાલિની સમર્થ સાધ્વીની પાસે તું પ્રવ્રુજિત થઈ શકે છે. વસ્તુતઃ આ ‘સાધ્વીનો ધર્મ શ્રેષ્ઠ અને સર્વજ્ઞ પ્રરૂપિત છે.’ પોતાના ભાઈની પરવાનગી મેળવી મુરુડ રાજકુમારીએ એ તપોપૂતા જૈનસાધ્વી પાસે દીક્ષા લઈ લીધી. હજારો લોકોએ એમનો જળઘોષ કરીને સન્માન આપ્યું. એ બંને સાધ્વીઓએ જન-જનના મનમાં શ્રદ્ધાનો વણથંભ્યો સ્રોત પ્રવાહિત કરી દીધો. એ સાધ્વીઓનાં નામ ભલે અજ્ઞાત હોય, પણ એમનું જીવન સંયમ અને સાહસની પ્રેરણા આપતું રહેશે. પરમ પ્રભાવિકા યક્ષા આદિ સાધ્વીઓ આચાર્ય સંભૂતિવિજયના આચાર્યકાળ(વી. નિ. સં. બીજી-ત્રીજી સદી)માં મહામંત્રી શકડાલની ૭ પુત્રીઓના દીક્ષિત થવાનો ઉલ્લેખ મળે છે. યક્ષા આદિ સાતેય બેહેનોની યાદશક્તિ ઘણી પ્રખર અને પ્રબળ હતી. કઠોરથી કઠોર તેમજ કેટલાંયે લાંબાં ગદ્ય અથવા પદ્યને માત્ર એકવાર સાંભળીને જ યક્ષા એને પોતાના સ્મૃતિપટલ ઉપર અંકિત કરી તત્કાળ યથાવત્ સંભળાવી દેતી હતી. એ જ પ્રમાણે બીજી, ત્રીજી એમ સાતે સાત બહેનો ક્રમશઃ બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત વાર સાંભળી કોઈ પણ ગદ્ય-પદ્યને યથાવત્ સંભળાવી દેતી હતી. આ સાતેય બહેનોએ અંતિમ નંદની રાજસભામાં વરરુચિ જેવા પંડિતને પોતાની અદ્ભુત યાદશક્તિના ચમત્કારથી હતપ્રભ કરી એના ઘમંડને ઉતાર્યો હતો. આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તીએ બાળપણથી જ એ સમયની મહાન વિદુષી આર્યા યક્ષાના સાંનિધ્યમાં રહીને એકાદશાંગીનું જ્ઞાન મેળવ્યું હતું. ૩૪૨ ૭૭ 8 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) Page #352 -------------------------------------------------------------------------- ________________ આર્ય સ્થૂળભદ્ર અને ત્યાર બાદ યક્ષા આદિ સાત બહેનોના પ્રવ્રજિત થયાના થોડા સમય પછી સ્થૂળભદ્રના અનુજ શ્રીયકે પણ શ્રમણધર્મની દીક્ષા લીધી. સાધ્વી યક્ષાએ પોતાના નાના ભાઈ મુનિ શ્રીયકને એકાશન અને ઉપવાસ કરવાની પ્રેરણા આપી. દીર્ઘ ઉપવાસના ફળસ્વરૂપ પરમ સુકુમાર શ્રીયકના દેહાંતથી એમને ઘણું દુઃખ થયું. થક્ષાએ મુનિ શ્રીયકના સ્વર્ગસ્થ થવા માટે પોતાને દોષી ગણીને ઉગ્ર તપસ્યા કરવી શરૂ કરી, અનેક પૂર્વાચાર્યોએ એવી માન્યતા અભિવ્યક્ત કરી છે કે – “યક્ષાની કઠોર તપસ્યાથી ચિંતિત થઈ સંઘે શાસન દેવીની સાધના કરી. દેવી સહાયતા(મદદ)થી સાધ્વી યક્ષા મહાવિદેહક્ષેત્રમાં શ્રી સીમંધર સ્વામીની સેવામાં પહોંચી, ભગવાન સીમંધર સ્વામીએ સાધ્વી યક્ષાને નિર્દોષ ગણાવીને એને ચાર અધ્યયન ચૂલિકા રૂપે પ્રદાન કર્યા. આમ આર્ય સંભૂતિવિજયના આચાર્યકાળમાં દીક્ષિત થઈ આર્યા યક્ષા આદિએ સાધ્વીસંઘમાં પોતાનું વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું. (આય પોઈણી) વાચનાચાર્ય આર્ય બલિસ્સહના સમયમાં (વી. નિ. સં. ૩૦૦ થી ૩૩૦ની આસપાસ) વિદૂષી મહાસતી પોણી અને અન્ય ૩૦૦ નિગ્રંથિની સાધ્વીઓની હયાતીનો ઉલ્લેખ “હિમવંત સ્થવિરાવલી'માં ઉપલબ્ધ થાય છે. કલિંગ ચક્રવર્તી મહામેઘવાહન ખારવેલ દ્વારા વિ. નિ.ની ચોથી સદીના પ્રથમ ચરણમાં કુમારગિરિ ઉપર આયોજિત આગમ પરિષદમાં વાચનાચાર્ય આર્ય બલિસ્સહ અને ગણાચાર્ય આર્ય સુસ્થિત, સુપ્રતિબુદ્ધની પરંપરાઓના ૫૦૦ શ્રમણોના વિશાળ સમૂહની સાથે સાધ્વી પ્રમુખ પોઇણી આદિ ૩૦૦ નિગ્રંથ શ્રમણીઓના ઉપસ્થિત હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. - આગમના પાઠોને સ્થિર-સુનિશ્ચિત કરવામાં જે સાધ્વીની સહાયતા લેવામાં આવી હોય, એ સાધ્વી કેટલી મોટી જ્ઞાન-સ્થવિરા, આગમ - મર્મજ્ઞા, પ્રતિભાશાળી અને પ્રકાંડ વિદુષી હશે, એનું અનુમાન સહજ જ લગાવી શકાય છે. સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘ સાધ્વી પોઇણીની જ્ઞાન-ગરિમાનો ઘણો સમાદર કરતો હતો અને સંઘમાં એમનું સ્થાન ઘણું મહત્ત્વપૂર્ણ હતું. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 23969696969696969690 ૩૪૩ Page #353 -------------------------------------------------------------------------- ________________ ન (સાધ્વી સરસવતી) આ વી. નિ.ની પાંચમી સદીના પૂર્વાદ્ધ(આર્ય ગુણાકરના સમયમાં દ્વિતીય કાલકાચાર્યની સાથે એમની ભગિની (બહેન) સરસ્વતી દ્વારા શ્રમણી દીક્ષા ગ્રહણ કરી. દ્વિતીય કાલકાચાર્યના પ્રકરણમાં સાધ્વી સરસ્વતીનો પૂરો પરિચય આપી દેવામાં આવ્યો છે. સાધ્વી સરસ્વતીએ પોતાની ઉપર આવેલા સંકટમાં ઘણી હિંમતથી કામ લીધું. રાજા, ગર્દભિલ્લના રાજમહેલમાં બંદિનીની જેમ બંધ કરવામાં આવી, ગર્દભિલ્લ દ્વારા અનેક પ્રકારની યાતનાઓ, ભય અને પ્રલોભન આપવામાં આવ્યાં, છતાં પણ તેણી સત્યમાર્ગેથી ચલાયમાન થઈ નહિ. ગર્દભિલ્લના પાશથી મુક્ત થયા પછી આર્યા સરસ્વતીએ આત્મશુદ્ધિપૂર્વક આજીવન કઠોર તપ અને સંયમની સાધના કરી અને અંતમાં સમાધિપૂર્વક દેહ ત્યજીને સદ્ગતિ મેળવી. (સાધ્વી સુનંદા) વી. નિ.ની પાંચમી સદીના બીજા અને ત્રીજા ચરણમાં થયેલી. સાધ્વી સરસ્વતી પછી વી. નિ. સં. ૨૦૪ની આસપાસ આર્ય વજની માતા સુનંદાએ આર્ય સિંહગિરિની આજ્ઞાનુવર્તી સ્થવિરા સાધ્વીની પાસે શ્રમણીધર્મની દીક્ષા ગ્રહણ કરી. ધનગિરિ જેવા ભવવૈરાગી મહાન ત્યાગીની પત્ની અને આર્ય વજ જેવા મહાન યુગપ્રધાનાચાર્યની માતા સુનંદાનો ગરિમાભર્યો ઉલ્લેખ જૈન ઇતિહાસમાં હંમેશાં સુવર્ણ અક્ષરોમાં કરવામાં આવતો રહેશે. ભરજુવાનીમાં સુનંદાએ ગર્ભવતી હોવા છતાં પણ દીક્ષિત થવા માટે અધીરા થયેલા પોતાના પતિને પ્રજિત થવાની અનુમતિ આપી, જે આદર્શ ભારતીય નારીનું ઉદાહરણ પ્રસ્તુત કર્યું, જે અદ્વિતીય છે. આર્યા સુનંદાનો વિસ્તૃત પરિચય આર્ય સિંહગિરિના પ્રકરણમાં આવી ગયો છે. (બાળ બહાચારિણી સાધ્વી રુકિમણી) - વીર નિર્વાણની છઠ્ઠી સદીના પૂર્વાર્ધમાં થયેલ ઉચ્ચ કોટિનો ત્યાગ કરનારી મહા-મહિમાવાન સ્ત્રીઓમાં સાધિકા રુકિમણીનું પણ ઘણું ઊંચુ સ્થાન છે. વસ્તુતઃ રુક્મિણીનો ત્યાગ ઘણો અનોખો અને નિરાળો ૩૪૪ 9696969999999 રન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #354 -------------------------------------------------------------------------- ________________ છે. એક પળ પહેલાં તો મોહના માદક નશામાં ચૂર હતી, તો બીજી જ પળે તે ત્યાગમાર્ગની પથિક બની ગઈ. તે કરોડપતિ શ્રેષ્ઠીની એકમાત્ર પુત્રી હતી. આર્ય વજ્રના વિવેચનમાં આ ઘટનાનું વર્ણન થઈ ગયું છે. સાધ્વી રુદ્રસોમા જો કોઈક પરિવારમાં ધર્મ પ્રત્યે આંતરિક તેમજ અનન્ય નિષ્ઠા રાખનારો એક પણ સભ્ય હોય તો તે આખા કુટુંબનો ઉદ્ધાર કરી નાખે છે. ભવસાગર પાર કરાવી દે છે. સાધ્વી બનવા પહેલાં રુદ્રસોમાનું ગૃહસ્થજીવન આ તથ્યનું એક આદર્શ ઉદાહરણ માનવામાં આવે છે. રુદ્રસોમા દશપુરના વેદવિદ્ સોમદેવની પત્ની હતી. સોમદેવ દશપુરનરેશના રાજપુરોહિત હતા. એમનું રાજ્યકુટુંબ, રાજ્યસભા, સમાજ તેમજ સમગ્ર પ્રજાવર્ગમાં ઘણું માન-સન્માન હતું. રુદ્રસોમા જૈન ધર્મ પ્રત્યે પ્રગાઢ નિષ્ઠાવાન શ્રદ્ધાળુ શ્રાવિકા હતી. રુદ્રસોમાએ વી. નિ. સં. ૫૨૨માં એક મહાન ભાગ્યશાળી પુત્ર આર્ય રક્ષિતને જન્મ આપ્યો. આગળ જતા આર્ય રક્ષિત જૈન ધર્મના પરમ-દ્યોતક મહાન પ્રભાવક યુગપ્રધાનાચાર્ય થયા. રુદ્રસોમાના બીજા પુત્રનું નામ ફલ્ગુરક્ષિત હતું. શરૂઆતનું શિક્ષણ પૂરું થતાં સોમદેવે પોતાના પુત્ર રક્ષિતને ઉચ્ચ શિક્ષા માટે પાટલિપુત્ર મોકલ્યો. પાટલિપુત્રમાં અનેક વર્ષો સુધી વિદ્યાધ્યયન કરીને કુશાગ્ર બુદ્ધિ રક્ષિતે છ એ છ અંગો સહિત વેદોનો અભ્યાસ કર્યો. બધી વિદ્યાઓમાં દક્ષ થયા પછી વી. નિ. સં. ૫૪૪માં જ્યારે રક્ષિત પાટલિપુત્રથી દશપુર ગયો, તો રાજા અને પ્રજાએ ભવ્ય સમારંભ સાથે નગરપ્રવેશ કરાવીને સન્માન કર્યું. પરંતુ માતા રુદ્રસોમાએ આ વિદ્યા પ્રાપ્તિ માટે જરા પણ ખુશી બતાવી નહિ. રક્ષિતે માતાની ઉપેક્ષાનું કારણ પૂછ્યું, તો રુદ્રસોમાએ શાંત સ્વરે કહ્યું : ‘વત્સ ! અરે સંસારમાં એવી કઈ અભાગી મા હશે જે પોતાના પુત્રની સફળતા પર પ્રસન્ન ન થાય ! તારી સફળતાથી બધા રાજી છે, પણ તું જે વિદ્યામાં પ્રવીણ થઈને આવ્યો છે, એ વિદ્યાનું ફળ સાંસારિક ઉપભોગ કરવા તેમજ પોતાનું અને પોતાનાં પરિજનોનું ભરણ-પોષણ કરવા સુધી જ સીમિત છે. સ્વ-પર-કલ્યાણ અથવા જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૩૭૭૭૧ ૩૪૫ Page #355 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક ઉન્નતિમાં એ મદદગાર નથી. પુત્ર ! સાચું કહું છું મને ખરેખરો આનંદ તો ત્યારે થાત જ્યારે તું અધ્યાત્મવિદ્યાથી ઓતપ્રોત દૃષ્ટિવાદનું અધ્યયન કરીને આવતો.” માતાના હૃદયસ્પર્શી અમોઘ ઉદ્ગારો પુત્રના હૃદયમાં કંડારાઈ ગયા. “મને દૃષ્ટિવાદની શિક્ષા ક્યાં મળશે ?” એવું પૂછતાં રુદ્રસોમાએ નગરની બહાર ઇક્ષુવાટિકામાં વિરાજેલા આચાર્ય તોષલિપુત્રનું નામ જણાવ્યું. બીજા દિવસે સવાર થતાં જ રક્ષિત માતાની ચરણરજ કપાળ ઉપર લગાવીને દૃષ્ટિવાદના અધ્યયન માટે હોંશે-હોંશે આચાર્ય તોષલિપુત્રની સેવામાં ગયો. નિગ્રંથ શ્રમણની દીક્ષા ધારણ કર્યા પછી જ દૃષ્ટિવાદનું અધ્યયન શક્ય છે, અન્યથા નહિ,' એવું જાણી રક્ષિતે તરત જ કોઈ પણ જાતના સંકોચ વગર શ્રમણદીક્ષા એમની પાસે અંગીકાર કરી. આર્ય રક્ષિતે એમની પાસે ‘એકાદશાંગી'નું તલસ્પર્શી અધ્યયન કર્યા પછી આર્ય વજની સેવામાં હાજર થઈ સાડાનવપૂર્વનું જ્ઞાન મેળવ્યું. માતા-પિતાએ એમને પાછા લેવા મોકલેલા એમના નાના ભાઈ ફલ્ગુરક્ષિતને પણ શ્રમણધર્મમાં પ્રવ્રુજિત કર્યો. સાડા નવ પૂર્વનું જ્ઞાન મેળવી આર્ય રક્ષિત ફરી પાછા એમના ગુરુ આચાર્ય તોષલિપુત્રની સેવામાં પહોંચ્યા. ગુરુએ એમને સર્વથા યોગ્ય જાણી આચાર્યપદ પ્રદાન કર્યું અને ત્યાર બાદ તેઓએ સમાધિપૂર્વક સંલેખના કરી ઇહલોક ત્યાગી પરલોક સિધાવ્યા. પોતાના ગુરુના સ્વર્ગારોહણ પછી આચાર્યપદ ઉપર આસીન થઈ આર્ય રક્ષિતે પૂર્વમાં ફલ્ગુરક્ષિતના માધ્યમથી કરવામાં આવેલ માતા રુદ્રસોમાના અનુરોધ ઉપર અનેક દીક્ષાર્થીઓના હિતને નજર સમક્ષ રાખી દશપુર પહોંચ્યા. રુદ્રસોમાએ અને એમના વડે નિર્માણ પામેલ પ્રેરણાપ્રદ ભૂમિકાના પરિણામે રાજપુરોહિત સોમદેવ તેમજ એમના કુટુંબના અનેક મુમુક્ષુઓએ આચાર્ય રક્ષિત પાસે પાંચ મહાવ્રત સ્વરૂપ અણગાર ધર્મની દીક્ષા ગ્રહણ કરી. ૩૪૬૭૭૭૭૩©©ÐO© જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) Page #356 -------------------------------------------------------------------------- ________________ આર્યા રુદ્રસીમાએ કઠોર તપ કરીને અનેક વર્ષો સુધી વિશુદ્ધ સંયમની સાધના કરી આર્યા રુદ્ર સોમાના બંને જ જીવન - ગૃહસ્થજીવન અને સાધ્વીજીવન મનુષ્યમાત્રા માટે ઘણા પ્રેરણાદાયક છે. વંશ વિસ્તાર અને પોતાના વંશની પરંપરાની અખંડતા જાળવી રાખવી અર્થાત્ વંશનું નામ સ્થાપી રાખવાની લોકારૂઢ વાતનું સ્વ-પરકલ્યાણની તુલનામાં રુદ્રસીમાની સામે કોઈ મહત્ત્વ ન હતું. તેણી માનવજીવનની સફળતા, વંશ-વિસ્તારથી નહિ, પરંતુ સ્વ-પરકલ્યાણમાં માનતી હતી. એના વંશનું નામ આગળ ચાલશે કે નહિ, આ વાતની લેશમાત્ર પણ ચિંતા કર્યા વગર તેણીએ એના બેઉ પુત્રોમાં ઉચ્ચ કોટિના સંસ્કારોનું સિંચન કરી એમને અધ્યાત્મ-સાધનાપથના પથિક અને પથપ્રદર્શક બનવા તેમજ પોતાનું તેમજ બીજાનું કલ્યાણ કરવાની ઉમદા પ્રેરણા આપી. રુદ્રસોમાની પ્રેરણાના પ્રતિફળ રૂપે જ બાળક રક્ષિત આગળ જતા યુગપ્રધાનાચાર્ય આર્ય રક્ષિત બન્યો. આર્ય રક્ષિતની આધ્યાત્મિક સફળતાનું મૂળ શ્રેય રુદ્ર સોમાને જ જાય છે. જૈન ઇતિહાસમાં અનુયોગોના પૃથક્કર્તાઓના રૂપમાં આર્ય રક્ષિતના નામની સાથે-સાથે પુરોહિત સોમદેવ અને ખાસ કરીને રુદ્ર સોમાનું નામ અમર થઈ ગયું. (સાધ્વી ઈશ્વરી) * ગર્ભકાળથી લઈ મૃત્યુ સુધી દરેક મનુષ્ય નાના-મોટા કોઈ ને કોઈક પ્રકારનાં દુઃખથી ઘેરાયેલો રહે છે. દારુણ દુઃખની ઘડી વીતી જતા મનુષ્ય દુઃખના દિવસો ભૂલી જઈ ફરી મૃગજળ સમાન સુખની શોધમાં દોડવા લાગે છે. ફરી દુઃખ ઘેરી વળે છે, થોડા વખત પછી ફરી એમને ભૂલી જાય છે. લાખોમાંથી એકાદ એવો કોઈ વિરલી નીકળી આવે છે કે, જે પોતાની ઉપર આવેલાં દુઃખોમાંથી બોધપાઠ લઈ સદા-સર્વદા માટે દુઃખોથી છુટકારો મેળવવા માટે સાચો અને ખરો પ્રયાસ કરે છે. ' વિ. નિ.ની છઠ્ઠી સદીના અંતિમ દાયકામાં થયેલી સાધિકા ઈશ્વરીની ગણના એ વિરલાઓની શ્રેણીમાં અગ્રસ્થાને કરી શકાય છે. ભીષણ દુકાળજન્ય અન્નના અભાવની બીભત્સ સંકટજન્ય સ્થિતિમાં ભૂખથી રિબાઈ-રિબાઈને મરવાની જગ્યાએ સોપારક નગરના (અત્યંત સંપત્તિવાન) | જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) 969696969696969696969694 ૩૪૭ | Page #357 -------------------------------------------------------------------------- ________________ જિનદત્ત અને એની પત્ની ઈશ્વરીએ પોતાના ચારેય પુત્રો અને આખા કુટુંબ સહિત ઝેર મેળવેલા ભોજનને આરોગીને સ્વેચ્છા-મૃત્યુની પસંદગી કરવાનો નિર્ણય લીધો. એક લાખ મુદ્રાઓ ખર્ચાને પણ જિનદત્ત પોતાના પરિવારના અંતિમ (ઝેર ભેળવેલા) ભોજન માટે ઘણી મુશ્કેલીથી માત્ર બે મૂઠી અનાજ મેળવી શક્યો. ઈશ્વરીએ એ અન્નને વાટી(દળી)ને ભોજન બનાવ્યું. એ ભોજનમાં ઝેર મેળવવા માટે ઈશ્વરીએ તત્કાળ મોતને વરાય એવી ઝેરીલી પડીકી ખોલી, તે જ વખતે યુગપ્રધાનાચાર્ય વજસેને ત્યાં આગમન કર્યું. મૃત્યુની નજીકની ઘડીમાં મુનિદર્શનને પોતાનો પરમ પુણ્યોદય માની ઈશ્વરીએ ગદ્ગદ થઈ મુનિને ભક્તિભાવે ત્રણ પ્રકારે વંદન કર્યા. શ્રેષ્ઠીપત્નીના હાથમાં કાળકૂટ વિષ જોઈ આર્ય વજસેને કારણ પૂછ્યું. તેણીના મોઢેથી સાચી સ્થિતિની જાણ થતા જ આર્ય વજસેનને એમના ગુરુએ કરેલી ભવિષ્યવાણીનું સ્મરણ થયું. ગુરુની ભવિષ્યવાણીના આધારે આચાર્ય વજસેને ઈશ્વરીને કહ્યું: “શ્રાવિકે ! ભોજનમાં ઝેર મેળવવાની કોઈ જરૂરત નથી. કાલે અહીં પ્રચુર માત્રામાં અન્ન ઉપલબ્ધ થઈ જશે.” મુનિવચનોની અમોઘતામાં અનન્ય આસ્થાવાન ઈશ્વરીએ વિષની પડીકીને વાળી લઈ એનો નાશ કરવા માટે એક તરફ મૂકી દીધી. ઈશ્વરીના વારંવાર અનુરોધ કરવાથી આર્ય વજસેને વિશુદ્ધ આહારમાંથી બે કોળિયા ભોજન ગ્રહણ કર્યું. એ જ રીતે અનાજથી લદાયેલાં વહાણો સોપારકપુરના બંદર પર આવ્યાં. સૂર્યોદય થતા જ નાગરિકોને જરૂરિયાત પ્રમાણે અનાજ મળવા લાગ્યું. જીવસટોસટના ભીષણ સંકટ ટળી જતા બધાંએ રાહતનો દમ લીધો. ( શ્રેષ્ઠી જિનદત્તના ઘરે પણ અશ પહોંચ્યું, બધાંએ જઠરાગ્નિને શાંત કરી. શ્રેષ્ઠીપત્ની ઈશ્વરીએ વીતેલા પ્રાણઘાતક સંકટની ઘટના ઉપર વિચારવિમર્શ કરીને પોતાના પતિ અને ચારેય પુત્રોને સંબોધીને કહ્યું: “જો મહામુનિ વજસેને પળવારનો પણ વિલંબ કર્યો હોત તો ૩૪૮ 999999999999] જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ : (ભાગ-૨) Page #358 -------------------------------------------------------------------------- ________________ આપણે બધાં અવ્રતાવસ્થામાં જ અકાળ મૃત્યુના કોળિયા બનીને અધોગતિ પામતા. જીવન-મૃત્યુના સંધિકાળના અંતિમ ક્ષણમાં મુક્તિના દેવતાના રૂપમાં મુનિ હાજર થયા અને એમણે આપણને બધાંને મૃત્યુના મુખમાં જતા બચાવ્યાં. આથી આપણાં બધાં માટે શ્રેયસ્કર એ જ થશે કે આપણે લોકો આચાર્ય વજ્રસેન પાસે શ્રમણદીક્ષા ધારણ કરી તપ અને સંયમની ભઠ્ઠીમાં આપણાં કર્મોને બાળીને હંમેશાં માટે આ દારુણ દુ:ખ-દાવાનળથી બચવાનો પ્રયત્ન કરીએ.” ઈશ્વરીના આ અત્યંત સુંદર સુઝાવના વખાણ કરીને જિનદત્ત આદિ બધાંએ સંસારથી વિરક્ત થઈ પ્રવ્રુજિત થવાનો દૃઢ સંકલ્પ કર્યો. ધનિક જિનદત્ત, એમની પત્ની ઈશ્વરી તેમજ એમના નાગેન્દ્ર, ચંદ્ર, નિવૃત્તિ અને વિદ્યાધર આ ચારેય પુત્રોએ અપાર વૈભવ અને સમસ્ત સાંસારિક ભોગોને ઠોકર મારી આર્ય વજ્રસેન પાસે સર્વવિરતિ રૂપ અણગારધર્મની દીક્ષા અંગીકાર કરી લીધી. ઈશ્વરીએ એ સંક્ટકાળથી શિક્ષા (બોધ-પાઠ-લઈ) લીધી અને એના ચિંતનની સાચી દિશાએ એ દારુણ સંકટના અભિશાપને પણ સ્વયં તેમજ એના કુટુંબ માટે વરદાનરૂપે બદલી દીધો. સાધ્વી ઈશ્વરીનું જીવન બધાં માટે એક ઘણું જ પ્રેરણાત્મક છે. એ મનુષ્યમાત્રને નિરંતર એ જ પ્રેરણા આપતું રહે છે કે - ‘ઓ માનવ ! દુઃખની ઠોકર ખાઈને પોતાની જાતને સંભાળ, એ જ ક્ષણથી એવા પ્રયત્નમાં લાગી જા, જેનાથી તારે ક્યારેય દુઃખનો દિવસ જોવો ન પડે.’ 卐 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૭૭ ૩૪૯ Page #359 -------------------------------------------------------------------------- ________________ (ઉપસંહાર ) પ્રસ્તુત ગ્રંથમાં વિ. નિ. સં. ૧ થી લઈને ૧૦૦૦ સુધીના જૈન ધર્મને ઇતિહાસ આપવામાં આવ્યો છે, જેમાં ૧૦૦૦ વર્ષના સળગાળામાં થયેલ આચાર્યો, પ્રમુખ સાધુ-સાધ્વીઓ, મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓ, રાજવંશો, રાજય પરિવર્તનો વગેરેનાં યથાશક્તિ પ્રામાણિક વિવરણો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વિ. નિ. સં. ૧૦૦૦ પછી ના સમયનો ઇતિહાસ આગળના ભાગોમાં આપવામાં આવશે. ૩૫૦ 96969696969696969696969 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #360 -------------------------------------------------------------------------- ________________ આદર્શ ગુરુભક્ત, આદર્શ પિતા અને આદર્શ શ્રાવક શ્રી પારસમલજી સુરાણા સુશ્રાવક શ્રી પારસમલજી સુરાણા એમના ગુરુ પ્રાતઃસ્મરણીય આચાર્ય શ્રી હસ્તીમલજી મ.સા. પ્રત્યે પ્રગાઢ શ્રદ્ધા-ભક્તિ રાખતા હતા. એમના જીવનની મુખ્ય ત્રણ વિશેષતાઓ અહીં જણાવવામાં આવી રહી છે. અનુપમ ગુરુભક્તિઃ પારસમલજીનો એકનો એક પુત્ર શિખરમલ જ્યારે બે વર્ષનો બાળક હતો, ત્યારે એક બીના બનેલી. નો પુરિસવરગંધહત્થીણું’માં જતનરાજ મહેતા વડે લખાયેલ પૃષ્ઠ ૬૦૦ ઉપર “નવોજૂનો મત કરી જે” શીર્ષકથી એ ઘટના પ્રકાશિત છે, એને અહીં આપવામાં આવી રહી છે. ‘શ્રી પારસમલજી સુરાણા નાગૌરવાળા ગુરુદેવનાં દર્શન માટે જોધપુર ગયેલા હતા. અચાનક ઘરેથી ખબર (ટપાલ) આવી કે - માતા માંદા છે, જલદી આવી જાવ.' ટપાલ વાંચી સુરાણાજી અસ્વસ્થ થઈ ગયા અને આચાર્યશ્રીની સેવામાં આશીર્વાદ લેવા માટે હાજર થયા અને આખી ઘટના ગુરુદેવને જણાવી. આખી વાત સાંભળી ગુરુદેવે આશીર્વાદ આપી જતાં-જતાં કહ્યું કે - “કોઈ નવો-જૂનો મત કરી છૈ.” આખે રસ્તે પારસમલજી એ જ ગડમથલમાં રહ્યા કે કોઈ નવો-જુનો મત કરી જૈ’નું તાત્પર્ય શું હોઈ શકે છે ?' કંઈ સમજ પડી નહિ. ઘરે આવીને જોયું તો માતા તો સ્વસ્થ હતાં, પણ પત્ની અસ્વસ્થ હતી. યાદ રહે કે જૂના જમાનામાં પત્નીની માંદગી આવતા દીકરાને બોલાવવાનો હોય તો પત્નીની માંદગી ન લખતા માતાની માંદગી લખવામાં આવતી હતી. પારસમલજીએ પત્નીની દેખરેખ અને સાર-સંભાળ કરી અને બે-ચાર દિવસ પછી જ પત્ની અવસાન પામી. શોક બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આઠમા-નવમા દિવસે જ બિકાનેરથી કોઈ સજ્જન એમની કન્યાનું માંગુ લઈને આવ્યા, ત્યારે એમને આચાર્યશ્રીની રહસ્યમય વાતનો અર્થ સમજાયો. એમણે મનોમન આજીવન બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવાનો નિર્ણય લઈ લીધો. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૭૭૭૭ ૭૭૭૭૭ ૩૫૧ Page #361 -------------------------------------------------------------------------- ________________ એ વખતે પારસમલજી ૩૦ વર્ષના હતા. કેટલાંયે માંગાંઓ આવ્યાં તેમજ કુટુંબીઓનું કેટલુંયે દબાણ રહ્યું, પણ તેઓ ટસના મસ ન થયા. પોતાના ગુરુની વાતને પથ્થરની લકીર માની કુટુંબીઓના ઘણા આગ્રહ છતાં પણ પુનર્લગ્ન કર્યા નહિ. ગુરુના નાના અમથા વાક્યને શિરોધાર્ય કરી પારસમલજીએ પોતાના જીવનમાં પણ નવું સાંસારિક કાર્ય પણ કર્યું નહિ, કોઈ વ્યાપાર કર્યો નહિ, કોઈ જમીન-સંપત્તિ, સોનું, ચાંદી, ઘરેણાં વગેરે ખરીદ્યો નહિ. પોતાના જીવનનાં બાકીનાં ૫૪ વર્ષ ગુરુસેવા તેમજ સંયુક્ત પરિવારમાં રહીને ધર્મ-ધ્યાનમાં ગાળ્યા. ચાતુર્માસ સિવાય પણ મહિનાઓ સુધી તેઓ ગુરુસેવામાં રહ્યા અને એમની વિહાર યાત્રાઓમાં પણ સાથે જતા હતા. સત્સંગ, બ્રહ્મચર્ય, ધર્મધ્યાન વગેરેથી તેઓ નીરોગી રહેતા હતા. ગુરુના એક વચન ઉપર એમણે એમના જીવનની સમગ્ર સાંસારિક ઇચ્છાઓથી મોટું ફેરવી લીધું અને પાછળ ફરીને ક્યારેય પણ જોયું નહિ. આદર્શ પિતા: એ સમયે નાગૌરમાં આજની જેમ વિદ્યાલયો ન હતા. કિશનલાલ ગુરાંસાની પૌશાળા(પાઠશાળા)માં જ બાળકોને ભણવા માટે મોકલવામાં આવતાં હતાં. અભિભાવક એક નારિયેળ લઈ જતા અને પોતાના બાળકને શાળામાં પ્રવેશ અપાવી દેતા. પારસમલજી ભલે પોતે ભણી ન શક્યા, પણ દીકરાને સારું ભણાવવાની ગાઢ તમન્ના એમના મનમાં હતી. એમણે શિખરમલને જે સમયે પૌશાળામાં પ્રવેશ અપાવ્યો, એ વખતે શ્રીફળની સાથે ગુરાંસા ને સવા પાંચ રૂપિયા પણ ભેટમાં આપ્યા. એ વખતે સવાપાંચ રૂપિયાની ઘણી કિંમત હતી. તેઓ દરેક મહિને ગુરાસાને દીકરાના ભણતર વિશે પૂછતા હતા. એ પ્રમાણે શિખરમલ પ્રત્યે ગુરાંસા(ગુરુજી)ને વ્યકિતગત રસ પડવા માંડ્યો હતો. એમણે ઓછી વય હોવા છતાં પણ બે વર્ષ પછી શિખરમલને બમણો લાભ આપતા પાંચમા ધોરણમાં દાખલ કરી દીધો. આ તરફ પારસમલજીને એવી જાણકારી મળી કે મદ્રાસમાં સારું ભણતર થાય છે. એમણે મનમાં એવું નક્કી કરી લીધુ કે - “દીકરાને ભણવા માટે મદ્રાસ મોકલવો છે.” એ દિવસોમાં એમના નાના ભાઈ ૩૫ર 999999999999ીન ધર્મનો મોલિક ઇતિહાસ ઃ (ભાગ-૨) Page #362 -------------------------------------------------------------------------- ________________ સરદારમલજીના સાળાજી સૂરજમલજી બોહરાનો વ્યવસાય મદ્રાસમાં હતો. પારસમલજીએ એમની સાથે વાત કરી અને પોતાના પુત્ર શિખરમલને મદ્રાસ મોકલી દીધો. થોડા દિવસો પછી તેઓ પણ મદ્રાસ પહોંચી ગયા. મદ્રાસમાં એ વખતે એ.જી. જૈન હાઈસ્કૂલ હતી. પારસમલજી શિખરમલને એ સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં દાખલો અપાવવા માંગતા હતા, પણ શિખરમલને અયોગ્ય જણાવી પ્રિન્સિપલે સ્કૂલમાં દાખલો આપવાની ના પાડી. પારસમલજી ઇચ્છતા હતા કે દીકરાનું એક પણ વર્ષ બગડે નહિ અને એને છઠ્ઠા ધોરણમાં પ્રવેશ મળે. એમણે પુત્રને ટ્યુશન કરાવ્યું. સવારના ચાર વાગ્યે તેઓ શિખરમલને ઉઠાડી દેતા અને વાંચવા માટે કહેતા. દિવસમાં વારા પ્રમાણે અધ્યાપક ટ્યુશન કરાવવા આવતા. પિતાના સંકલ્પ અને શ્રમનું ફળ મળ્યું. દીકરો પ્રી-ટેસ્ટમાં પાસ થઈ ગયો અને એને છઠ્ઠા ધોરણમાં પ્રવેશ મળી ગયો. આ રીતે અગિયારમા સુધી શિખરમલ ત્યાં જ ભણ્યો. સ્કૂલ પછી એ. એમ. જૈન કૉલેજ મદ્રાસમાં બી. કૉમ. માટે પ્રવેશ થયો. બી. કૉમ. ભણતી વખતે શિખરમલને ભણતરનું મહત્ત્વ સમજાયું અને તેઓએ જાતે જ નિષ્ઠાપૂર્વક ખૂબ ભણવા લાગ્યા. એમની મહેનત રંગ લાવી અને સારા અંકોથી એમણે સ્નાતકની પરીક્ષા ઉત્તીર્ણ કરી. ત્યાર બાદ એમણે વકીલ બનવાનું નક્કી કર્યું અને ૧૯૭૧માં મદ્રાસ લૉ કૉલેજમાંથી સારા અંકોથી એલ. એલ. બી. ઉત્તીર્ણ કરી. આમ વકીલ બનીને એમણે વકીલાત શરૂ કરી દીધી. આજે લગભગ ૪૦ વર્ષોથી વકીલાત કરતા રહીને મદ્રાસ(ચેન્નઈ)માં સ્થિત લૉ-ફર્મ ‘સુરાણા એન્ડ સુરાણા ઇન્ટર નેશનલ એટોનીંજ' ભારતની દસ સર્વશ્રેષ્ઠ લૉ-ફર્મોમાં ગણવામાં આવે છે. . ૧૯૭૧માં મદ્રાસના રાજસ્થાની સમુદાયમાં ભણેલા-ગણેલા છોકરાઓ ઓછા હતા. મોટાભાગેના છોકરાઓ વ્યવસાયમાં લાગી જતા હતાં. પરંતુ પારસમલજીએ એમના દીકરાને જ્ઞાનાર્જન કરાવીને ધનાર્જન માટે યોગ્ય બનાવ્યો. છોકરીની પસંદગીમાં પારસમલજીના માત્ર બે જ આધારો હતા. સારુ કુળ અને ભણેલી-ગણેલી સંસ્કારી છોકરી. આ રીતે ૧૯૭૩માં શિખરમલજીનાં લગ્ન સારા ઘરની ભણેલી-ગણેલી દીકરી લીલાવતી સાથે થયાં. પિતાની દૂરદર્શિતા, શ્રમ અને ગુરુકૃપાના પરિપાકરૂપે શિખરમલજી આજે સફળતાના શિખર પર બેઠા છે. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૭૭ ૩૫૩ Page #363 -------------------------------------------------------------------------- ________________ દીકરાના જીવન-નિર્માણ માટે પારસમલજીએ એક તરફ ગૃહસ્થજીવનનાં બધાં સુખોને તિલાંજલિ આપી, તો બીજી તરફ મુનિજીવન પણ અપનાવ્યું નહિ. અગણ્ય તકલીફો પડવા છતાં પારસમલજીએ એક આદર્શ પિતાની શ્રેષ્ઠ ભૂમિકા અદા કરી, અહીં સુધી કે પોતાના પૌત્ર ડૉ. વિનોદ સુરાણાને પણ સંસ્કારો વડે સીંચીને એક આદર્શ દાદાની શ્રેષ્ઠ ભૂમિકા ભજવી. ડૉ. સુરાણાની ધર્મપત્ની રશ્મિ, પુત્રય ચિ. કીર્તિ અને દેવકાર્તિકનું જીવન પણ ધાર્મિક સંસ્કારોથી ઓતપ્રોત છે. ચાદગાર સંથારોઃ પારસમલજીના જીવનનો મહત્તમ સમય ગુરુ હસ્તીના પાવન આધ્યાત્મિક આભામંડળમાં જ વીત્યો. તેઓ એક રીતે ગૃહસ્થ સંત જ હતા. ૮૪ વર્ષની ઉંમરમાં પૂરા હોશમાં સ્વયંની પ્રબળ ભાવના તેમજ આચાર્ય હસ્તીના પટ્ટધર આચાર્ય હીરાચંદ્રજીની સ્વીકૃતિ મળ્યા બાદ, ચતુર્વિધ સંઘની સાક્ષીમાં સવિધિ સંથારો ધારણ કર્યો. પાંચ દિવસના સંથારાની સાથે ૧૩ જુલાઈ, ૨૦૦૧ના રોજ એમનું સમાધિ-અવસાન થયું. ચેન્નઈ નિવાસીઓનું કહેવું છે કે – “છેલ્લાં કેટલાંયે વર્ષોનાં સંભારણાંમાં ચેન્નઈમાં આવો સજાગપણે થયેલો સંથારો જોવા નથી મળ્યો.” પારસમલજી દિવાળીના દિવસે ક્યારેય ઘરે રહેતા ન હતા, કાં તો ગુરુદેવની સેવામાં કે પછી પૌષધોપવાસની સાથે સ્થાનકમાં. એમના નિધન પછી ૨૦૦૧ની દિવાળીના દિવસે શિખરમલજીને એવો ખ્યાલ આવ્યો કે એમણે સપરિવાર આચાર્યશ્રીની સેવામાં જવું જોઈએ. તેઓ સપરિવાર મુંબઈમાં વિરાજેલા આચાર્યશ્રી હીરાચંદ્રજીનાં દર્શને ગયા. આચાર્યશ્રીએ એમને સંથારાની અંતિમ સમયમાં એમણે પોતાના પિતાજીને એમની તીવ્ર અભિલાષા પ્રમાણે સંથારો અપાવી એમને ધ્યાન-ધર્મમાં સહયોગ આપ્યો. આવા પરમ ગુરુભકત શ્રી પારસમલજી સુરાણાની પુનિત સ્મૃતિઓમાં એમના પુત્ર શ્રી પી. શિખરમલજી સુરાણાને જૈન ધર્મનો મૌલિક ઈતિહાસના ચાર ભાગોના સંક્ષિપ્તી કરણ અને ગુજરાતી અનુવાદ કરાવનારા તથા એના પ્રકાશનનું સંપૂર્ણ શ્રેય જાય છે. સંપર્ક : ડો. વિનોદ સુરાણા, સુરાણા એન્ડ સુરાણા ઈન્ટરનેશનલ એર્ટીન, ૬૧-૬૩, ડો. રાધાકૃષ્ણન રોડ, મેલાપુર, ચેન્નઈ-૬૦૦૦૦૪ (ભારત) દૂરભાષઃ ૦૪૪-૨૮૧૨૦૦૦૦, ૨૮૧૨૦૦૦૨ તેમજ ૨૮૧૨૦૦૦૩. ૩૫૪ 9િ6969696969696969696) જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૨) Page #364 -------------------------------------------------------------------------- ________________ n અંગચૂલિયા (શ્રુત) - ૬૮૮ n અંગપણતિ - ૭૩, ૯૧, ૯૫, ૧૧૦, ૧૫૪, ૧૫૭, ૧૮૪, ૨૩૫, ૩૨૬, ૩૫૭, ૪૧૩ અંગસપ્તિક ગ્રંથ - ૪૮૪ અંગુત્તરનિકાય - ૧૨૦ - (ગ) સંદર્ભ સૂત્ર, ગ્રંથાદિ સૂચિ (અ) n અંતગડદસાણા - ૭૦ n અંતયડદસા - ૭૩ D અંતકૃત્કશા - ૧૫૨, ૧૫૪, ૧૫૬, ૧૭૪, ૧૭૮ ॥ અંતકૃત દશાંગ - ૬૮૮ n અંતગડ સૂત્ર - ૧૫૩, ૬૮૭ D અગ્રાયણી પૂર્વ - ૨૬ અગ્રાયણીય પૂર્વ - ૧૬૭, ૧૭૫ n અથર્વ-વેદ - ૭, ૪૯ D અધર્મ-દ્વાર - ૧૫૮ અધર્મ-સ્થાન - ૧૬૦ n અનંગાર-પ્રામૃત ટીકા - ૬૧૭ 2 અનુત્તરોપપાતિક દશાંગ - ૬૮૮ અનુત્તરોપપાતિક સૂત્ર - ૭૦, ૭૩, ૧૫૪, ૧૫૫, ૧૭૪, ૧૭૮ – અનુત્તરોવવાઇય દશા, અનુત્તરોવવાઇય દશાઓ - ૭૦, ૧૫૪, ૬૮૭ ॥ અનુયોગ દ્વાર - ૭૩, ૧૭૮, ૬૮૯, ૭૬૨ D અનુયોગ દ્વાર સૂત્ર, અણુયોગ દારાઈ - ૫૫૨, ૬૩૨, ૬૭૮, ૬૮૭ - અનુષઽપાદ - ૬૫૮ અનેકાક્ષરી - ૫૫૬ - અપાપાબૃહત્કલ્પ - ૫૨૦ અપૃથક્સ્પાનુયોગ વાચના ૫૯૫ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) n . © ૩૫૫ Page #365 -------------------------------------------------------------------------- ________________ a અભિધાનચિત્તામણિ - ૧૦૯ 2. અભિધાન રાજેન્દ્ર - ૫૧૩ a અમોઘવૃત્તિ - ૬૧૭ 3 અવગ્રહૈષણા નામક અધ્યયન - ૯૦ 3 અબધ્ધપૂર્વ - ૧૬૮, ૧૭૫ 2 અવસૂરિ - ૩૭૮ અશોકાવદાન - ર૭૪ 3 અષ્ટાંગધર - ૭૨૬ 9 અષ્ટાંગનિમિત્ત - ૭૩૮ 2 અસ્તિનાસ્તિપ્રવાદ પૂર્વ - ૨૬, ૧૬૭, ૧૭૫ 0 અહોરા કે શિલાલેખ - ૪૫૦ (આ) 0 આચારકલ્પ - ૯૦, ૩૬૦, ૫૩૪ 2. આચાર પ્રકલ્પ - ૯૦, ૯૮, ૯૯, ૧૦૧ 'n આચાર પ્રણિધાન (અધ્યયન) - ૩૨૧ 0 આચારકૃત અધ્યયન- ૧૧૩ 9 આચાર અંગાદિ - ૨૬, ૫૫ આચારાંગ સૂત્ર - ૭૦, ૭૩, ૭૫, ૭૭, ૭૯, ૮૦, ૮૨, ૮૩, ૮૫, ૮૬, ૮૯, ૧૦૦, ૧૦૨, ૧૦૭, ૧૦૯, ૧૧૦, ૧૨૩, ૧૨૫, ૧૨૭, ૧૭૦, ૧૭૨, ૧૭૪, ૧૭૭, ૧૮૦, ૧૮૨, ૧૮૪, ૩૨૫, ૩૩૩, ૩૭૦, પ૨૯, ૫૭૮, પ૯૨, ૬૧૮, ૬૩૪, ૬૮૮, ૭૦૧ 9 આચારાંગ-ટીકા - ૮૨ આચારાંગ ચૂણિ - ૮૬ આચારાંગ નિયુક્તિ - ૭૫, ૮૩, ૮૬, ૯૨, ૯૯, ૧૦૧, ૧૦૯ આચાર્યભાષિત અધ્યયન - ૧૫૭ 0 આઉર પચ્ચકખાણ - ૬૮૭ a આગમ અષ્ટોત્તરી - ૬૮૪ 2 આતુર પ્રત્યાખ્યાન - ૬૮૯ [ ૩૫૬ 09099999900 જન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૨) Page #366 -------------------------------------------------------------------------- ________________ આત્મનિન્દા ભાવના ૬૬૪ આત્મપ્રવાદપૂર્વ - ૨૬, ૧૬૭, ૧૭૫ આદાન અધ્યયન - ૧૧૨ n આદિ પુરાણ - ૧૮૪, ૧૮૫ આપ્તમીમાંસા - ૨૫ m n આદ્ધિક દર્શન - ૫૯૮ આયવિસોહિ (શ્રુતિ) - ૬૮૭ n આયારો - ૬૮૭ n આરાધના - ૪૪૯ - n આરાધનાકથાકોષ - ૪૪૯ a આર્દ્રકુમારના અધ્યયન - ૧૧૩ આવશ્યક કથા - ૨૮૦ ם n આવશ્યક ચૂર્ણિ - ૨૩, ૨૪, ૨૯, ૩૪, ૪૮, ૫૯, ૨૬૭, ૨૭૩, ૨૭૫, ૨૮૩, ૨૮૫, ૩૨૭, ૩૨૮, ૩૫૮, ૩૦૫, ૩૭૭, ૪૦૭, ૪૦૮, ૫૩૦, ૫૩૧, ૫૬૨, ૫૭૨, ૫૯૦, ૬૦૯, ૬૧૦, ૬૧૩, ૬૧૭, ૬૧૯, ૭૨૨, ૭૮૭, ૭૯૦, ૭૯૧ આવશ્યક નિયુક્તિ - ૭, ૫૦, ૫૩, ૫૮, ૫૯, ૬૧, ૬૨, ૬૪, ૬૮, ૬૯, ૨૪૯, ૩૬૪, ૩૬૫, ૩૬૮, ૩૦૦, ૩૭૩, ૫૯૪, ૭૦૪ આવશ્યક મલય વૃત્તિ - ૭, ૧૫, ૧૬, ૩૦, ૩૧, ૬૫, ૫૩૦, ૫૭૧, ૫૭૫, ૫૭૭, ૫૭૯, ૧૯૭ આવશ્યકમલય ગિરિ વૃત્તિ - ૫૯૫ આવશ્યક વૃત્તિ - ૧૧૧, ૨૬૭, ૨૭૩ ם n 2 આવશ્યકબૃહદ્ વૃત્તિ - ૧૦૦ D આવશ્યક સૂત્ર - ૧૭૮, ૩૨૫, ૬૮૯ O આવશ્યક હારિભદ્રીયા - ૨૪૯, ૨૬૭, ૨૭૩ આવશ્યક હારિભદ્રિયા ટીકા - ૩૭૫ આવશ્યક હારિભદ્રીયાવૃત્તિ - ૨૭૫, ૩૭૭ D. આસીવિસભાવણા (શ્રુત) - ૬૮૮ n આહાર પરિજ્ઞા અધ્યયન - ૧૧૨ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૩૭ © ૩૫ Page #367 -------------------------------------------------------------------------- ________________ 0 0 ઇન્વેજન ઑફ ઇંડિયા બાઈ અલેજ્જડર - ૪૨૧, ૪૨૨ . ઇલિયટ એન્ડ ડૉસન હિસ્ટ્રી ઑફ ઇન્ડિયા - ૬૭૦ 3 ઈસિભાસિયાઇ (શ્રુતિ) -૬૮૮ ઇસાવાસ્યોપનિષદ્ - ૨૦ (ઉ) 3 ઉત્કાલિક શ્રુત - ૬૮૭ a ઉત્પાદપૂર્વ - ૨૬, ૧૬૭, ૧૭૫ ઉત્તરપુરાણ - ૧૮૪, ૧૮૫, ૨૨૭, ૨૩૩, ૨૩૮, ૨૪૦, ૩૧૫, ૫૮૬, ૭૦૧, ૭ર૪, ૭૨૫, ૭૨૯, ૭૩૨, ૭૩૪, ૭૪૮, ૭પર D. ઉત્તરાધ્યયન સૂત્ર - ૧૭, ૭૦, ૧૨૫, ૩૨૫, ૩૬૧, ૩૬૪, ૩૬૬, ૩૬૭, ૫૧૦, ૬૦૮, ૬૧૮, ૬૮૯ 0 ઉત્તરઝયણાઈ (કૃત) - ૬૮૮ 3 ઉપકેશગડ્ડપટ્ટાવલી - ૩૭૯, ૩૮૦ . ઉપદેશપદ - ૪૦૫ 3 ઉપદેશમાલા-દોઘટ્ટી વૃત્તિ - ૧૮૮, ૨૦૬, ૩૦૧ 'ઉપધાન શ્રુત - ૭૫, ૮૯ a ઉપસર્ગહર સ્તોત્ર - ૩૨૫ ઉપાસક દશા સૂત્ર - ૩૫, ૩૬, ૭૩, ૧૪૯ 0 ઉવસગ્ગહર સ્તોત્ર - ૩૩૩, ૩૬૨, ૩૭૨, ૩૭૪, ૧૫ર, ૧૭૪, ૧૭૭, ૬૮૭, ૬૮૮ 0 ઉવવાહય (આગમ) - ૧૩૯, ૬૮૭ (૨) 0 ઋગ્વદ - ૭, ૪૯ a ઋષિભાષિત અધ્યયન - ૧૫૭, ૩૨૫ 0 ઋષિમડલ સ્તોત્ર - ૫૯૭ (એ) એપિટોમ - ૪૨૧, ૪૨૯ 2. એરણ કી પ્રશસ્તિ - ૬ ૬૫ [ ૩૫૮ 969696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) Page #368 -------------------------------------------------------------------------- ________________ S (ઓ) ઓધ-નિયુક્તિ - ૩૬૧, ૩૬૮, ૬૮૯, ૬૯૦, 3. ઓઘ (સૂત્ર) - ૩૬૯ | (ઓ) a ઔપપાતિક સૂત્ર - ૨૪૯, ૬૮૮ (ક) 2 કથાસરિત્સાગર - પ૩૯, ૫૪૨, ૫૪૬, ૫૪૭, કપ્રિયકપ્પિય (શ્રુત) - ૬૮૭ કપ્રિયા - ૬૮૮ 2. કપ્પવડંસિયા (શ્રત) - ૬૮૮ કમ્મપયડિ - ૭ર૪ કર્મગ્રન્થ - ૬૮૧ 3. કર્મગ્રન્થ સ્વોપજ્ઞ વૃત્તિ - ૬૮૧ 0 કર્મપ્રકૃતિપદ - ૭૦૪ 0 કર્મ પ્રવાદપૂર્વ - ૨૬, ૧૬૭, ૧૭૫, ૬૦૦ 0 કર્મ વિપાક - ૧૨૫ a કર્મવેદ બન્ધ પદ - ૭૦૪ a કલ્યાણવાદ પૂર્વ - ૧૬૮ 1 કલ્પ કિરણાવલી - ૫૧૯, ૨૨૦ 3 કલ્પચૂર્ણિ - ૩૭૫, ૪પ૩, ૪૫૪ કલ્પભાષ્ય - ૩૬૯ કલ્પ વ્યવહાર - ૬ ૧૭ 3 કલ્પ સુબોધિકા - ૮, ૧૩, ૧૪, ૩૮, ૫૦૮ p. કલ્પ સૂત્ર - ૫, ૨૭, ૩૨૪, ૩૨૫, ૩૭૨, ૪૧૦, ૪૬ ૩, ૫૧૯, પ૨૦, ૬૯૨, ૭૫૩, ૭૭૦ 0 કલ્પસૂત્રસ્થવિરાવલી - ૬ ૧, ૩૨૪, ૪૪૨, ૪૬૩, ૪૬૪, ૪૭૩, ' ૪૭૫, ૫૬૫, ૫૮૨, પ૯૭, ૫૯૮, ૬૪૪, ૬૪૫, ૬૪૮, ૬૭૫, ૬૭૬, ૬૮૧, ૬૮૪, ૬૯૨ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 9696969696969696969696માં ૩૫૯ 0 0 0 0 Page #369 -------------------------------------------------------------------------- ________________ n n કલ્પાન્તર્વાચ્યાનિ - ૨૦૮ કલ્પાવતંસિકા (ઉપાંગ) - ૬૮૮ 0 કલ્પિકા - ૬૮૮ કલ્યાણફલવિપાક - ૩૪ કલ્યાણ મન્દિર સ્તોત્ર - ૫૨૯ n કષાયપાહુડું - ૬૪, ૫૩૪, ૫૩૩, ૫૫૫, ૭૦૨, ૭૨૩; ૭૨૪ 0 કષાય-પ્રામૃત - ૭૫૪ n કહાવલી - ૩૦, ૩૬, ૩૭, ૫૦૫, ૫૦૬, ૫૧૩, ૫૪૨, ૬૫૧, ૬૫૨ ॥ કારપસઇન્સ્ક્રપશન ઇન્ડિકેરમ્ - ૬૭૨ . કાલસપ્તિકા સૂત્ર - ૫૧૯ - કાલિક સૂત્ર ૧૩૪, ૩૬૪, ૩૬૯, ૧૯૫ કાલિક શ્રુત - ૬૪૪, ૬૫૦, ૬૭૮, ૬૮૭ - કાલિક ઉત્કાલિક સૂત્ર - ૬૮૯ 0 કાવ્ય મીમાંસા - ૬૬૮ કાવ્યાલંકાર - ૬૫૯ ॥ કાષ્ઠાસંઘસ્યગુર્વાવલી - ૭૨૫, ૭૩૩ D કિતાબબુલહિન - ૫૫૦ કુન્દકુન્દ પ્રામૃત સંગ્રહ - ૭૬૦, ૭૬૧, ૭૬૩ D કુરલ (ગ્રંથ) - ૭૬૧ n કુવલયમાલા - ૭૧૨,૭૧૪ n કેવલી-ભુક્તિ - ૬૫, ૬૧૭ . કેમ્બ્રિજ હિસ્ટ્રી - ૪૧૯, ૫૪૯ n કોમલપ્રશ્ન અધ્યયન - ૧૫૭ કૌમુદીમહોત્સવ નાટક ૬૬૬ D ક્રિયાવિશાલપૂર્વ - ૨૬, ૧૬૮, ૧૭૫ ક્રિયાસ્થાન અધ્યાય - ૧૨૨ n ક્ષુલ્લકાચાર - ૩૨૧ 390 000 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) Page #370 -------------------------------------------------------------------------- ________________ m Q ખુણિયાવિમાણ પવિભત્તી - ૬૮૮ ૩ ખુશાલપટ્ટાવલી - ૫૩૬ ॥ ગણ્ડિકાનુયોગ - ૧૬૯ O - ખાતોદક અધ્યયન - ૧૪૬ ખારવેલનો શિલાલેખ - ૪૮૩ - n g (ખ) ગણિપિટક (સૂત્ર) - ૬૯, ૧૨૮, ૧૪૨, ૧૭૦ ગણિવિજ્જા (શ્રુતિ) - ૬૮૭ ગણિવિદ્યા - ૬૮૯ . ॥ ગલોવવાએ - ૬૮૮ ગર્ગસંહિતા - ૨૬૪, ૨૭૪ ગાર્ગી સંહિતા - ૪૯૦ ગાથાસપ્તશતી - ૫૪૫, ૫૪૬ jર્વાવલી - ૩૬૨, ૫૯૮ ગુરુપટ્ટાવલી - ૩૨૩, ૩૩૬ ગોમ્મટસાર - ૭૩, ૯૧, ૨૩૩ ગોવિંદ નિર્યુક્તિ - ૬૬૩ ગૌતમ ચરિત્ર - ૨૮, ૪૦, ૪૧ (ચ) n (ગ) ગન્ધ હસ્તીના વિવરણની ટીકા - ૫૨૯ ગચ્છાચાર પઇન્ના - ૩૨૭, ૩૨૯, ૩૩૩, ૩૬૨ ગણધરવાદની ટીકા - ૨૦ ગણહર સત્તરી - ૬૨ ચન્દ્ર અધ્યયન - ૧૪૬ ચન્દ્ર ગચ્છ - ૭૯૯ ચન્દ્ર પ્રજ્ઞપ્તિ - ૩૩૦, ૬૮૮ ચંદવિજ્જય - ૬૮૭ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૩૬૧ Page #371 -------------------------------------------------------------------------- ________________ 2 ચઉપન્ન મહાપુરિસ ચરિયું - ૧૧, ૧૭, ૧૮ 0 ચતુશરણપ્રકીર્ણક - ૬૮૯ 0 ચરણવિહિ - ૬૮૭ a ચુલ્લકપ્પસુય - ૬૮૭ 0 0 3 છિન્નછેદનય - ૬૮૭ છેદસૂત્ર - ૩૫૮, ૩૫૯, ૬૧૭ 0 જમ્બુ ચરિત્ર - ૨૦૪, ૨૦૬, ૨૧૫, ૨૨૨, ૨૨૮, ૨૩૧, ૨૩૩, ૨૩૪, ૨૩૭, ૨૩૮, ૨૪૦, ૨૯૪, ૩૦૧, ૩૭૯, ૩૧૫ 0 જમ્બુદ્વીપપર્ણોત્તી - ૬૮૮, ૩૨૪, ૭૩૪, ૭૪૮, ૭૬૯ 0 જમ્બુ સ્વામી ચરિતમ્ - ૬૫, ૬૭, ૧૯૦, ૧૯૪, ૨૩૩, ૨૩૫, ૨૩૬, ૨૪૦, ૨૪૨, ૨૪૭, ૨૪૮ , 3 જરનલ ઓફ ધ બિહાર એન્ડ ઉડીસા રિસર્ચ સોસાયટી - ૨૫૦ a જય ધવલા - ૭૨, ૯૧, ૧૧૦, ૫૩૪, ૫૩૫, પપ૩, પપ૪, ૭૦૨, ૭૧૪, ૭૨૪, ૭૨૫, ૭૪૮, ૭૫૨, ૭૫૬ જીતમર્યાદા - ૫૦૮. 3જીવાભિગમ - ૧૩૯, ૬૮૭, ૬૮૮ જૈન ઇતિહાસની પાંડુલિપિ - ૬૩૩ જૈન ગ્રંથ અને ગ્રંથકાર - ૭૧૪ . જૈન ધર્મનો પ્રાચીન ઇતિહાસ - ૧૬૯ જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ, પ્રથમ ભાગ - ૩૪, ૩૭, ૧૩૯, ૨૫૫, ૨૮૦, ૪૮૮, ૭૭૦, ૭૭૫ જૈન ધર્મનો પ્રાચીન સંક્ષિપ્ત ઇતિહાસ - ૫૧, પર 3. જેને પરંપરાનો ઇતિહાસ - ૨૮૬, ૬૨૩ . જૈન શિલાલેખ સંગ્રહ ભાગ ૧ - ૭૫૫, ૭૫૬, ૭૬૬, ૭૬૮ જૈન સાહિત્ય ઔર ઇતિહાસ - ૬૧૬, ૬૧૭ જેન સિદ્ધાન્ત ભાસ્કર ભાગ-૧ - ૭૨૫ જૈન સાહિત્ય સંશોધક - ૫૧, ૫૮૦, ૬૨૧, ૭૧૫, ૩૫૭, ૬૩૩, ૭૨૯ [ ૩૬૨ છ96969696969696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) S S T U O Page #372 -------------------------------------------------------------------------- ________________ a જૈનેન્દ્ર સિદ્ધાન્ત કોષ - ૩૫૭, ૬૧૪, ૬૩૩, ૭૨૮, ૭૨૯, ૭૪૦, ૭૫૫, ૭૬૩ 1 જ્ઞાતા ધર્મ કથા, પાયા ધમ્મ કહાઓ - પ૬, ૭૦, ૭૩, ૯૫, ૧૦૫, ૧૪૩, ૧૪૪, ૧૭૪, ૧૭૭, ૨૨૯, ૬૮૮ 1 જ્ઞાન પ્રવાદ પૂર્વ - ૨૬, ૧૬૭, ૧૭૫ 3. જ્યોતિષ કરણ્ડક - ૬પ૧, ૬૮૯, ૬પર a ઝાણવિભત્તી - ૬૮૭ a તંદુલયાલિય - ૬૮૭ તત્ત્વાર્થશ્લોકવાર્તિક - ૭૧ 2 તત્ત્વાર્થસૂત્ર - ૨૫, ૪૯૩, ૪૯૪ તપાગચ્છ, પટ્ટાવલી - ૫૧, ૨૩૧, ૩૨૩, ૩૩૬, ૩૬૪, ૫૦૪, પ૩૧, ૪૦૭, ૪પ૯, ૪૯૩, ૬૨૨, ૬૨૪, ૬૪૬, ૭૧૫ 3. તપાગચ્છવૃદ્ધ પટ્ટાવલી - ૫૧, ૫૮૦ 2તરંગવતી (કાવ્ય) - પપ૭ 3 તાત્પર્યવૃત્તિ - ૭પ૮ 2 તિત્વોગાલીપાઈન્ના - ૫, ૯૮, ૧૭૯, ૧૮૧, ૧૮૪, ૩૨૩, ૩૨૮, ૩૬૦, ૩૬૧, ૩૭૫, ૩૭૭, ૪૦૫, ૪૦૭, ૪૧૨, ૪૧૩, ૪૩૫, - ૪૩૬, ૫૧૯, ૬૯૦, ૬૯૧, ૭૦૦ 0 તિલોયપણdી - ૫, ૩૫, ૬૪, ૧૮૪, ૧૮૫, ૨૩૨, ૨૩૬, ૫૧૭, પપ૫, ૭૦૧, ૩૨૪, ૭૨૫, ૭૩૧, ૭૩૪, ૭૩૫, ૭૪૧, ૭૪૮, ૭પર 3 તેતલીપુત્ર અધ્યયન - ૧૪૭ 3ત્રિપદી (સૂત્ર) - ૭૨૨ 0 ત્રિલોકસાર - ૫૧૭ - a ત્રિષષ્ટિશલાકા પુરષ-ચરિત્ર - ૯, ૨૪, ૨૬, ૨૯, ૧૦૮, ૨૫૦, ૪૩૬ (દ) . દર્દૂર અધ્યયન - ૧૪૬ દર્શન શુદ્ધિ સટીક - પ૩૩ જિન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) 230333232233 ૩૬૩] Page #373 -------------------------------------------------------------------------- ________________ n દિòિવાય - ૧૬૬, ૬૮૭ દિવ્યાવદાન -૪૮૫, ૪૯૧ ם n ધી ગુપ્તા એમ્પાયર - ૬૩૫, ૬૩૬, ૬૪૨, ૬૪૭ O ધી જનરલ ઑફ ધી ઓરિસા બિહાર રિસર્ચ સોસાયટી - ૨૫૧ O n દર્શનસાર - ૩૩૭, ૩૪૪, ૬૧૬ દર્શનપ્રાભૂતની ટીકા - ૬૧૮ દશવૈકાલિક સૂત્ર - ૧, ૭૦, ૧૦૪, ૧૦૯, ૧૭૮, ૩૧૯, ૩૨૦, ૩૨૫, ૬૧૭, ૬૬૮, ૬૮૭, ૬૮૯ દશાશ્રુત સ્કંધ - ૧૮૦, ૩૨૫, ૩૨૬, ૩૬૦, ૩૬૩, ૩૬૯, ૩૭૨, ૩૭૪, ૫૧૪, ૫૨૦, ૬૮૮, ૬૮૯ ם દીર્ઘનિકાય - ૨૭૪ દીવસાગર પણત્તી - ૬૮૮ દુઃખ વિપાક - ૭૧, ૧૬૪ દુષ્ણમા શ્રમણ સંઘ સ્તોત્ર - ૩૭૮, ૪૪૧ દૃષ્ટિવાદ - ૭૦, ૭૩, ૯૭, ૧૦૯, ૧૬૬, ૧૬૯, ૧૭૪, ૧૭૫, ૧૭૮, ૪૦૬, ૫૯૭, ૫૯૧, ૫૯૫, ૭૦૩, ૭૦૭, ૭૨૧, ૭૩૦, ૭૯૫ - દેવીચન્દ્ર ગુપ્તમ્ (નાટક) - ૯૬૭, ૬૬૯ n n ધી હિન્દુ હિસ્ટ્રી ઑફ ઇન્ડિયા - ૨૫૧ દીપ વંશ (ગ્રંથ) - ૪૪૮ દીપાલિકા કલ્પ - ૪૮૦ - દેવિન્દણ્ડ - ૬૮૭, ૬૮૯ દોટ્ટીવૃત્તિ -૩૦૧, ૩૨૯ Dદ્રવશ્રુતાધિકાર સૂત્ર - ૬૭૮ - દ્રવ્યશ્રુત - ૬૭૮ દ્રવ્યાનુયોગ - ૪૯૪, ૪૯૫ (ધ) ધન્નાસાર્થવાહનું અધ્યયન - ૧૪૪ ધરણોવવાએ - ૬૮૮ ધર્મ અધ્યયન - ૧૧૧ ૩૪ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) Page #374 -------------------------------------------------------------------------- ________________ ધર્મ પ્રકરણ - ૧૦૧ . ધર્મ સંગ્રહ - ૧૨૦ O ધર્મોપદેશ માલા - ૬૮૧ - D - ધવલા ૭૦, ૯૧, ૯૫, ૧૧૦, ૧૫૪, ૧૫૭, ૨૩૩, ૬૧૩, ૭૦૧, ૭૦૨, ૭૦૮, ૭૦૯, ૭૨૩, ૭૨૮, ૭૩૦, ૭૩૧, ૭૩૪, ૭૪૧, ૭૪૮, ૭૫૧, ૭૫૨, ૭૫૬, ૭૬૩ (ન) નંદિ આમ્નાયની પટ્ટાવલી - ૭૩૫ નંદિ ચૂર્ણિ - ૯૧, ૧૬૭, ૧૬૯, ૧૮૧, ૪૪૪, ૬૫૩, ૬૫૫, ૬૮૦, ૬૮૫ નંદીફલ અધ્યયન - ૧૪૭ નંદી બાલાવબોધ - ૧૭૬ નંદી મલયવૃત્તિ - ૧૦૮, ૧૫૭ નંદી વૃત્તિ - ૧૭૪, ૪૭૩ નંદી સંઘની પ્રાકૃત પટ્ટાવલી - ૭૦૧, ૭૨૬, ૭૨૮, ૭૩૪, ૭૫૪, ૭૫૫, ૭૬૪, ૭૬૫ નંદીસૂત્ર - ૬૯, ૭૨, ૭૫, ૭૬, ૯૦, ૯૨, ૯૪, ૯૭, ૯૯, ૧૦૨, ૧૦૬, ૧૦૮, ૧૧૦, ૧૧૫, ૧૨૯, ૧૫૬, ૧૫૭, ૧૬૬, ૧૬૯, ૧૭૪, ૧૭૬, ૧૭૭, ૧૮૧, ૩૭૫, ૪૪૪, ૪૭૪, ૫૩૫, ૫૫૦, ૫૫૨, ૬૪૪, ૬૫૬, ૬૬૪, ૬૭૪, ૬૮૦, ૬૮૧, ૬૮૪, ૬૮૭, ૬૮૯, ૭૧૮, ૭૧૯, ૭૨૧, ૭૫૫ નંદી સ્થવિરાવલી - ૧૮૧, ૩૨૨, ૪૭૨, ૪૯૩, ૪૯૪, ૫૦૯, ૫૧૦, ૫૩૨, ૫૩૪, ૫૩૫, ૫૫૩, ૫૮૯, ૬૪૪, ૬૫૦, ૬૫૩, ૬૫૪, ૬૫૫, ૬૬૩, ૬૬૫, ૬૭૪, ૬૭૫, ૬૮૨, ૬૮૪. નન્દી હારિભદ્રીયા વૃત્તિ - ૨૬, ૬૮૦ નકુલી વિદ્યા - ૫૬૩ નયર્દષ્ટિ - ૫૯૬ નરક વિભક્તિ - ૧૧૧ નલિની ગુલ્મ અધ્યયન - ૪૬૦, ૪૬૨ n નવ બ્રહ્મચર્ય - ૭૫, ૯૨, ૯૩, ૯૫, ૯૬, ૧૦૩, ૧૨૫ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) 354 Page #375 -------------------------------------------------------------------------- ________________ U U V U 0 નાગપરિયાવલિયાઓ - ૬૮૮ 3 નાગાર્જુનીયાવાચના - ૬૭૮ નાટ્યદર્પણ - ૬૬૭, ૬૬૮ નાયાધમ્મ કહરઓ - ૭૧, ૧૪૩, ૨૨૯, ૨૩૦, ૬૮૭ નાલંદીય અધ્યયન - ૧૧૩, ૧૧૫ નિરયાવલિકા સૂત્ર - ૬૦, ૬૨૩, ૬૮૮ 0 નિર્વાણ કલિકા - ૫૫૮ 0 નિશીથ - ૯૦, ૯૬, ૧૦૩, ૧૦૬, ૧૦૯, ૩૨૫, ૩૬૦, ૩૭૨, ૩િ૭૫, ૪૪૩, ૪૪૪, ૪૫૫, ૪૫૭, ૫૧૦, ૫૧૨, ૫૧૩, ૫૧૫, પ૧૭, પ૧૯, પ૩૦, પ૩૨, ૫૩૩, ૫૩૮, પપ૯, ૬૬૩, ૬૭૮, ૬૮૮, ૬૮૯, ૭૯૧ In નિશીથ ભાષ્ય - ૪પ૬ a નિશીથભાષ્ય ચૂર્ણિ - ૪૫૫ 0 નીતિશાસ્ત્ર - ૨૧૨ 0 નીતિસાર - ૬૧૪ ન્યાયાવતાર - પ૨૯ 0 J 0 3પંચકલ્પ ચૂણિ - ૩૬૦, ૫૧૧ પંચકલ્પ ભાષ્ય - ૧૦૧ a પંચકલ્પ ભાષ્યની ચૂણિ - ૩૬૦ પંચકલ્પ મહાભાષ્ય - ૩૬૦ 3. પંચસિદ્ધાત્તિકા - ૩૭ર 3. પંચસ્કન્ધવાદ - ૧૧૧ પંચાસ્તિકાયની ટીકા - ૭૬૪, ૭૬૭ પંચાસ્તિકાય પ્રાભૃત - ૭૫૯ પંચાસ્તિકાય સંગ્રહ – ૭૬૦ 3 પતંજલિ વ્યાકરણ ભાષ્ય - ૪૯૧ 3 પતંજલિ વ્યાકરણ - ૪૮૫ [ ૩૬૬ 9696969696969696969696જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 0 0 D D Page #376 -------------------------------------------------------------------------- ________________ 2. પટ્ટાવલી સમુચ્ચય - ૫, ૩૨૩, ૩૩૬, ૩૭૮, ૪૯૩, ૫૨૦, ૫૯૮, ૬૧૬, ૬૪૯, ૬૫૦, ૭૧૫ 0 પહાવાગરણ - ૧૫૬, ૭૬૮ 0 પમિની ખંડ - ૫૫૦ પન્નવણા, પર્ણવણા - ૧૩૯, ૪૯૫, ૪૯૬, ૬૮૭, ૭૦૨, ૭૦૭, ૭૧૨, ૭૧૪, ૭૧૭, ૭૧૯, ૭૨૧, ૭૨૩, ૭૨૬, '3 પમાયપ્પમાય - ૬૮૭ 0 પરિકમે - ૧૬૬, ૭૫૪. ૭દર - 3. પરિશિષ્ટ પર્વ - ૨૨૧, ૨૨૩, ૨૨૫, ૨૨૬, ૨૩૨, ૨૫૭, ૨૬૨, ૨૬૭, ૨૬૮, ૨૬૯, ૨૭૩, ૨૭૫, ૩૨૨, ૩પ૯, ૩૭૫, ૪૧૩, ૪૨૩, ૪૨૮, ૪૩૫, ૪૪૨, ૪૪૫, ૪૪૯, ૪૫૫, ૪૫૭, ૪૬૫, ૫૪૨, ૫૮૧, ૫૯૩, પ૦૪, ૭૭૪ - a પાણિનિ વ્યાકરણ - ૪૯૦ a પાદલિપ્તસૂરિ ચરિતમ્ - પપ૬ 3 પારૈષણા – ૯૦ a પાર્શ્વનાથની પરમ્પરાનો ઇતિહાસ - ૩૮૦ 0 પાર્શ્વનાથ વસ્તીનો શિલાલેખ - ૩૫૮ 0 પિપ્પનિયુક્તિ - ૩૬૬, ૫૩૭, ૬૮૯, ૬૯૦ 0 પિણ્ડપાત અધ્યયન - ૧૦૪ - a પિàવણા - ૯૦, ૯૧, ૯૩, ૩૨૧ a પીયરાગસુર્ય - ૬૮૭ ' પુગ્ગસપણત્તી - ૧૨૦ a પુણ્ડરીક અધ્યયન - ૧૪૮ 0 પુન્નાટસંઘની પટ્ટાવલી - ૭૪૦, ૭૫૨ '0 પુષ્પચૂલિકા - ૬૮૮ 0 પૂર્વગત વિભાગ - ૧૬૭ 0, પોરિસિમંડલ - ૬૮૭ 2. પ્રકીર્ણક પ્રજ્ઞપ્તિ - ૩૫૭ જિન ધર્મનો મોલિક ઇતિહાસ (ભાગ-૨) 236969696969696969628 ૩૬૦] U Page #377 -------------------------------------------------------------------------- ________________ L O . પ્રત્યાખ્યાન પૂર્વ - ૨૬, ૯૮, ૯૯, ૧૧૩, ૧૨૪ પ્રત્યાખ્યાનપદ પૂર્વ - ૧૬૭, ૧૭૫ n પ્રબન્ધ કોશ - ૩૨૭, ૩૩૪, ૫૨૪, ૫૨૯, ૫૫૯, ૬૦૪, ૬૦૫, ૬૦૭ m પ્રભાવક ચરિત્ર - ૫૫, ૮૬, ૪૯૪, ૫૦૯, ૧૨૩, ૧૨૫, ૫૨૭, ૫૨૯, ૧૩૧, ૫૫૦, ૫૫૨, ૫૫૬, ૫૫૮, ૫૫૯, ૫૬૭, ૫૭૨, ૫૭૬, ૫૭૮, ૫૭૯, ૫૯૪, ૫૯૭, ૬૨૪, ૬૩૪, ૬૪૬, ૭૮૫, ૭૮૬ પ્રભુવીર પટ્ટાવલી - ૫૧, ૫૨ n પ્રવચનસાર - ૭૧૭, ૭૫૭, ૭૫૯, ૭૬૧ n પ્રવચન સારોદ્વાર - ૩૧, ૧૬૬ ם n પ્રજ્ઞાપના સૂત્ર - ૪૯૫, ૬૮૮, ૭૦૩, ૭૦૫, ૭૧૫, ૭૨૩ પ્રતિક્રમણ ગ્રંથત્રયી - ૧૧૦ ] ] - - પ્રાણવાય પૂર્વ - ૨૬ પ્રાણાયુ પૂર્વ - ૧૬૮, ૧૭૫ પ્રામૃત સંગ્રહ - ૭૨૩ પ્રોબલેમ ઑફ સકા એણ્ડ સાતવાહના હિસ્ટ્રી - ૫૪૫ (બ) - D પ્રશ્ન વ્યાકરણસૂત્ર - ૧, ૭૩, ૯૫, ૧૦૦, ૧૦૪, ૧૦૫, ૧૫૬, ૧૫૮, ૧૬૪, ૧૭૪, ૧૭૮, ૫૫૮, ૬૮૮ પ્રાકૃત પટ્ટાવલી - ૭૦૨, ૭૨૪, ૭૨૯, ૭૩૭, ૭૪૨, ૭૪૩, ૭૪૫, ૭૪૬, ૭૪૮, ૭૫૧, ૭૫૪ બત્તીસદ્ધાત્રિશિકાઓં - ૫૨૯ બલાત્કારગણની પટ્ટાવલી - ૩૫૭ - બાહુ પ્રશ્ન અધ્યયન - ૧૫૭ બુદ્ધ ચરિત્ર - ૬૩૫ બોધ પાહુડ - ૬૩૨, ૭૨૨, ૭૨૩ n n n O n બ્રહ્માણ્ડ પુરાણ - ૬૩૭ ૩૬૮ ૭ બ્રહ્મ શ્રુતાવતાર - ૭૩૨ બ્રહ્મ હેમચન્દ્ર કૃત શ્રુત સ્કંધ - ૭૩૨ ઊઊઊઊ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) Page #378 -------------------------------------------------------------------------- ________________ (ભ) ક 0 ભક્ત પ્રત્યાખ્યાન - ૬૮૯ n ભક્તામર સ્તોત્ર - ૬૪૫, ૬૪૬ ભગવતી આરાધના - ભગવતી - ૫૬ ભગવતી વ્યાખ્યા - ૧૪૨, ૧૭૦ n ભગવતી શતક - પ૬ ભગવતી સૂત્ર - ૩૫, ૩૬, ૪૦, ૪૩, ૬૫, ૧૩૦, ૧૩૧, ૧૪૦, ૧૪૧, ૧૭૨, ૬૮૮, ૯૯૦, ૭૦૦ 2 ભદ્રબાહુ ચરિત્ર - ૩૨૩, ૩૫૪, ૬૧૧, ૬૧૩, ૬૧૫ 0 ભદ્રબાહુ સંહિતા - ૩૨૫, ૩૭૨, ૩૭૪ 2 ભદ્રસાર - ૪૪૮ . ભયહર સ્તોત્ર - ૬૪૬ 9. ભરતેશ્વર બાહુબલિ વૃત્તિ - ૨૭૩ 0 ભવિષ્યપુરાણ - ૫૪૬ 2 ભાગવત - ૨૫૨, ૨૫૪, ૨૭૫, ૨૭૭, ૪૮૨, ૪૮૭, ૪૮૮, - ૪૯૧, ૪૯૨, ૪૯૮, ૧૪૭, ૫૬૧ 0 ભાગવત પુરાણ - ૨૫૦, ૨૫૪, ૨૫૬, ૨૭૬, ૨૭૮ 3 ભાવના - ૯૦, ૧૦૪ a ભાવપ્રાભૃત - ૬૩૨ a ભાવ સંગ્રહ - ૩૩૭, ૩૪૪, ૬૧૧, ૬૧૩ 0 ભાષેષણા - ૧૦૪ (મ) 0 મંગૂ કથા - ૫૩૩ 3. મંડલ પ્રવેશ (શ્રુતિ) - ૬૭૮ a મત્સ્ય પુરાણ - ૨૫૦, ૨પ૪, ૨૫૬, ૪૮૨, ૪૯૧, ૫૬૧, ૬૦૪ 0 મધુ બિન્દુનુ આખ્યાન - ૨૯૪ 0 મયૂરાડ અધ્યયન - ૧૪૫ જિન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) 999999999999 ૩૬૯ ] Page #379 -------------------------------------------------------------------------- ________________ 0 0 a મરણ સમાધિ - ૬૮૯ 0 મરણવિભક્તિ - ૬૮૭ a મલયગિરીયા નન્દી વૃત્તિ – ૬૮૦ 0 મલયગિરિ પિંડનિયુક્તિ ટીકા - ૩૨૬ મલ્લી અધ્યયન - ૧૪૫ 0 મહલિયાવિભાવપવિભત્તી - ૬૮૮. n મહાકપ્પસુય - ૬૮૭ 3. મહાનિસીહ - ૬૮૮ 0 મહાનિશીથ - ૬૮૪ 3. મહાપચ્ચકખાણ - ૬૮૭ 2 મહાપન્નાવરણા - ૬૮૭ 2 મહાપરિજ્ઞા (અધ્યયન) - ૭૫, ૮૨, ૮૭, ૧૦૩, ૧૭૭, પ૭૩, ૫૭૮ મહાપુરાણ - ૧૮૫, ૨૨૭, ૨૩૩, ૨૩૮, ૭૩૪ 0 મહાપ્રત્યાખ્યાન - ૬૮૯ 1 મહાભારત - ૧૨૦, ૨૫૧, ૫00 મહાવંશ - ૨૭૪, ૪૪૮, ૪પ૭ મહાવીર ચરિત્ર - ૨૪, ૨૭, ૨૯, ૩૧, ૩૨, ૪૦, ૫૦, ૩૪૫, ૩૪૬ મહાવીર ભાષિત અધ્યયન - ૧૫૭ a મહાવીર વાણી - ૧૭૦, ૧૮૬ ' 2 મહાવ્યુત્પત્તિ - ૧૨૦ 7 મહાસુમિણભાવણાર્ણ - ૬૮૮ 0 માકન્દી અધ્યયન - ૬૪૬ 0 માથુરી વાચના - ૬૬૪ , માલવિકાગ્નિમિત્ર - ૪૯૮, ૬૨૯ મિલિન્દપશ્નો - ૪૯૮, ૬૨૮ મુણ્ડકોપનિષદ્ - ૮૦ : ભુજમલિતવારીખ - ૬૬૯ 3મુદ્રારાક્ષસ - ૬૬૭, ૬૭૦ ૩૦૦ ૭69696969696969696969જેન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) Page #380 -------------------------------------------------------------------------- ________________ 0 2 મેરૂતુંગીયાસ્થવિરાવલી - ૪૭૧, ૪૭૨ 3. મેરૂતુંગીયા સ્થવિરાવલી ટીકા - ૬૮૧ : 2 મે તુંગીયાવિચાર શ્રેણી - ૬૮૨, ૬૮૫, ૭૧૯ મોન્યોર મોન્યોર ડિક્શનરી - ૫૬૧ 0 મૌર્ય સામ્રાજ્યનો ઈતિહાસ - ૪૫૦ (ચ) 0 યજુર્વેદ - ૭, ૪૯ 0 યુગ પુરાણ - ૪૯૯ 1 યુગ પુરાણ પ્રકરણ - ૪૯૦ 1 યુગ પ્રધાન પટ્ટાવલી - ૩૨૨, ૩૭૫, ૪૪૧, ૪૭૨, ૫૩૫, ૬૫૫, ૬૬૪ a યોગ બિન્દુસાર - ૩૦ 'યોગરત્નમાલા - ૬પ૬ a યોગ રત્નાવલી - ૬૫૬ 3યોગશાસ્ત્ર પ્રકાશ - પપ૧, ૬પ૨, ૬૭૮ (૨) 0 રત્નમાલા - ૬૨૭, ૬૨૮ રત્ન સંચય પ્રકરણ - ૪૯૬, ૬૯૨ રબલ - ૬૭૦ 'રાજવાર્તિક - ૭૧, ૯૧, ૧૧૦, ૧૫૪, ૧૫૫, ૧૫૭ , રાજવાર્તિક ટીકા - ૭૧ 0 રાયપાસેeઇજ્જ - ૧૩૯, ૬૮૭ a રાજપ્રશ્નીય - ૬૮૮ a રૂપનાથ (શિલાલેખ) - ૪૫૦ 0 ૧૪, ૧૫, ૧પ૦ - 'a લલિતવિસ્તરા - ૬૧૬, ૬૧૮, ૬૧૯ લાઇબ્ન (પુસ્તક) - ૪૩૭, ૪૩૮ 2 લિંગ પાહુડ - ૬૨૭ જેન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૨) 9969696969696969696969 ૩૦૧] Page #381 -------------------------------------------------------------------------- ________________ D લોકબિન્દુસાર પૂર્વ - ૨૬, ૧૬૯, ૧૭૫ લોકવિજય - ૭૫, ૭૬ લોક વિભાગ (ગ્ર) - ૪૩, ૪૫ લોકસાર - ૭૫, ૭૮ O m . વવહારો - ૬૮૮ . વસુદેવ ચરિત્ર - ૩૨૫ n વહિંદસાઓ - ૬૮૮ વરાહી સંહિતા - ૩૩ વરુણોવવાએ - ૬૮૮ વલ્લભીવાચના - ૧૩૯ n (૧) વસુદેવપિંડી પ્રથમ અંશ - ૨૦૦, ૨૦૫, ૨૦૬ વશેષણા - ૯૦ વાયુ પુરાણ - ૨૫૦, ૨૫૩, ૨૫૪, ૨૫૬, ૨૬૭, ૨૬૪, ૨૭૪, ૨૭૮, ૪૪૮, ૪૮૨, ૪૯૧, ૫૬૧, ૬૦૪, ૬૦૫, ૬૩૭, ૬૪૦, ૬૪૧, ૬૪૩, ૬૫૮, ૬૭૩ વાચકવંશની પટ્ટાવલી - ૭૧૯ વાસવદત્તા - ૫૪૬ વિક્રમચરિતમ્ - ૫૪૦ વિક્રમ ચરિત - ૫૫૦, ૬૭૦ વિક્રમ સ્મૃતિ ગ્રંથ - ૫૪૯ વિચાર શ્રેણી પરિશિષ્ટમ્ - ૪૯૫, ૪૯૬, ૫૧૧, ૫૧૪, ૫૧૫, ૫૪૨, ૬૦૭, ૬૨૨, ૭૧૫, ૭૧૮ - વિજયસિંહ સૂરિચરિત - ૫૩૧ વિજયોદયા ટીકા - ૬૧૭, ૬૧૮ n વિજ્જાચરણ વિણિચ્છઓ - ૬૮૭ n વિધિપક્ષ પટ્ટાવલી - ૬૮૬ – વિધાનુપ્રવાદપૂર્વ - ૨૬, ૧૬૭, ૧૭૫, ૪૭૫ ૩૦૨ ૭ ઊઊઊ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) Page #382 -------------------------------------------------------------------------- ________________ 0 વિનયસમાધિ - ૩૨૧ a વિપાક સૂત્ર - ૭૩, ૯૫, ૧૬૪, ૧૭૪, ૧૭૮, ૬૮૭, ૬૮૮ વિમુક્તિ - ૯૧, ૯૯, ૧૦૧, ૧૦૨ 0 વિમોક્ષ - ૭પ, ૮૭. 0 વિમોહ - ૮૭. 1 વિવાહ ચૂલિયા - ૬૮૮ 0 વિખાપણત્તિ - ૭૩ 1 વિવાહપપ્પત્તિ - ૧૩૦, ૧૪૭, ૧૭૯, ૬૮૭ 0 વિહારકપ્પો - ૬૮૭ વિશેષાવશ્યક ટીકા - ૩૬૧ a વિશેષાવશ્યક ભાષ્ય - ૧૭, ૧૮, ૨૬૨, ૬૦૦, ૬૦૨, ૬૦૮, ૬૧૦, . ૬૧૩, ૭૦૪, ૭૯૧ 0 વિશેષાવશ્યક ભાષ્ય ટીકા - ૧ વિષ્ણુપુરાણ - ૪૮૨ 'n વિરવેશપટ્ટાવલી - ૬૩ * a વીરવંશાવલી - ૫૮૦, ૫૯૮ a વિરસ્તુતિ - ૧૧૧ 2. વીર્ય અધ્યયન -૧૧૧ a વીર્ય પ્રવાદ પૂર્વ - ૨૬, ૧૬૭ a વીર વર્ધમાન ચરિત્ર - ૧૨ a વૃદ્ધપટ્ટાવલી - પર a વૃદ્ધવાદિસૂરિ ચરિત્ર - પપ a વૃહત્કથા - ૫૩૧, ૫૪૬, ૫૪૭ a વૃહત્કથાકોશ - ૩૪૧, ૩૪૪, ૫૮૨, ૫૮૪, ૬૧૧, ૬૧૩ a વૃહત્કથામંજરી - ૫૪૭ વૃહત્કલ્પ ચૂર્ણિ - ૪૫૫ a વૃહત્કલ્પપીઠિકાની ટીકા - ૩૬૨ a વૃહત્કલ્પ ભાષ્ય - ૪૪૮, ૫૧૦, પપ૯, ૫૬૦, ૬૬૪, ૭૯૨,૭૯૩ જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 969696969696969696969 ૩૦૩ Page #383 -------------------------------------------------------------------------- ________________ બૃહત્કલ્પ સૂત્ર - ૩૬૯, ૫૨૩, ૬૮૯ – વૃહદારણ્યકોપનિષદ્ - ૧૯ n વેદનાખણ્ડ - ૭૦૧, ૭૩૦ n વેદવેદકપદ - ૭૦૫ D વેલધરોવવાએ - ૬૮૮ વેસણોવવાએ - ૬૮૮ વૈદિકસાહિત્ય - ૩૦૭ વૈશેષિક દર્શન - ૫૬૫ - વ્યવહારકલા - ૧૦૧ n વ્યવહારભાષ્ય - ૧૮૧ n n O વ્યવહાર સૂત્ર - ૩૨૫, ૩૬૦, ૩૭૨, ૬૮૯, વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ - ૭૦, ૭૩, ૧૩૦, ૧૩૧, ૧૩૮, ૧૪૩, ૧૭૦, ૧૭૨, ૨૨૯ 0 શતક ચૂર્ણિ - ૭૨૪ n શસ્ત્રપરિજ્ઞા અધ્યયન - ૬૬૪ n શીતોષ્ણીય - ૭૫, ૭૭ . n (A) શીલાંક કૃત આચારાંગની ટીકા - ૮૨, ૮૬, ૩૬૧ શ્રમણસંઘસ્તોત્ર - ૩૭૮, ૪૭૧, ૫૫૨, ૬૦૩, ૬૩૧, ૬૫૫, ૬૬૪, ૬૯૩, ૭૧૫ ॥ શ્રાદ્ધદિનકૃત્ય - ૬૬૪ n શ્રુતધર પટ્ટાવલી - ૭૩૩, ૭૩૪, ૭૪૮ n શ્રુતરત્ન - ૭૨૧ n શ્રુતાવતાર - ૧૮૪, ૭૦૧, ૭૦૩, ૭૧૦, ૭૧૧, ૭૨૪, ૭૨૫, ૭૨૭, ૭૩૧, ૭૩૪, ૭૩૭, ૭૩૯, ૭૪૦, ૭૪૨, ૭૪૮, ૭૫૧, ૭૫૨, ૭૫૪, ૭૫૬, ૭૬૩ ૩૪ ] » છ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) Page #384 -------------------------------------------------------------------------- ________________ 0 Nખડાગમ્ - ૨૩૩, ૭૦૧-૭૦૭, ૭૦૯, ૭૧૧, ૭૧૪, ૭૧૬, ૭૨૨-૭૨૪, ૭૨૮-૭૩૦, ૭૩૯, ૭૪૨, ૭૪૩, ૭૪૭, ૭૫૨, ૭૫૪, ૭૬૧, ૭૬૨ ષજીવનિકાય - ૩૨૧ D ષડૂ દર્શન સમુચ્ચય - ૬૧૫, ૬૧૮ (સ) સંગ્રહગાથા – ૭૪ a સંગ્રહણીપદ - ૧૪૧ 2 સંદેહવિષષધિ - ૫૧૯ સંબોધ પ્રકરણ - ૬૨૬ . સંલેહણાસુય - ૬૮૭ a સંસ્કૃત ઇંગ્લિશ ડિક્સનરી - વાયસર મોનિયરવિલિયમ્સ - ૬૦૭ . સંસ્કાર પ્રકીર્ણક - ૬૮૯ a સત્યપ્રવાદ પૂર્વ - ૨૬, ૧૬૭, ૧૭પ 0 સન્મતિતર્ક - પર૯ 9 સપ્તતિકા ચૂર્ણિ - ૭૨૪ 2 સપ્તસપ્લિકા - ૮૫ સમયમામૃત - ૭પ૭ 0 સમયપ્રાભૃત (સૂત્ર) - ૨૭, ૩૨, ૩૪, ૬૯, ૭૦, ૭૨, ૭૩, ૭૫, ૭૬, ૯૧-૯૭, ૯૯, ૧૦૦-૧૦૮, ૧૧૦, ૧૧૫, ૧૨૦, ૧૨૧, ૧૨૨, ૧૨૪, ૧૨૫, ૧૨૯, ૧૩૦, ૧૫૬, ૧૫૭, ૧૬૬, ૧૬૯, - ૧૭૪, ૧૭૭, ૧૭૮, ૧૮૦, ૩૭૫, ૬૮૭, ૬૮૮ 0 સમાધિ - ૧૧૨ - a સમુઠ્ઠાણસુર્ય - ૬૮૮ 3. સર્વાર્થસિદ્ધિ - ૭૧ 3. સહસ્રરામ (શિલાલેખ) - ૪૫૦ B સામવેદ - ૭, ૪૯ 0 સારસંગ્રહ - ૪૩૦ જૈન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૨) 26969696969696969696969 ૩૦૫] ૮૮ Page #385 -------------------------------------------------------------------------- ________________ 0 સિંહાસન બત્તીસી -પ૪૨ 3. સિદ્ધસેન સ્તુતિ - પ૨૯ સુખવિપાક - ૭૧, ૧૬૪ સુત્તપાહુડ - ૭૬૧ 2 સુતાગમ - ૧૭૧, ૭૦૦ સૂત્રકતાંગ - ૭૩, ૯૫, ૯૯, ૧૦૨, ૧૧૪, ૧૧૫, ૧૭૪-૧૭૭, ૧૮૦, ૩૨૫, ૩૬૯, ૩૭૦, ૬૮૭, ૬૮૮ સૂરિમન્ન - ૪૭૬ 0 સૂર્ય પ્રજ્ઞપ્તિ - ૩૨૫, ૩૩૦, ૩૭૪, ૬૮૭, ૬૮૮ 2 સૌન્દરાનન્દમુ - ૬૩૫ 2 સ્કન્દપુરાણ - ૫૪૭ 2 સ્કંદિલીય અનુયોગ - ૧૮૧ સ્ત્રી મુક્તિ પ્રકરણ - ૬૧૭, ૭૦૧ 0 સ્થાનાંગ - ૬, ૭, ૭૦, ૭૩, ૭૬, ૧૦૦, ૧૦૨, ૧૦૪, ૧૦૫, ૧૧૬, ૧૨૦, ૧૨૧, ૧૨૯, ૧૫૪-૧૫૭, ૧૬૬, ૧૭૪, ૧૭૭, ૧૮૦, ૨૨૪, ૩૭૫, ૬૧૩, ૬૮૮ a સ્મિગ્સ અશોકા - ૪૧૯ a હસ્થિસુત્ત - ૪૨૮ 0 હાથીગુફાના શિલાલેખ - ૪૮૦ 0 હરિભદ્રીયા પ્રજ્ઞાપના વૃત્તિ - ૭૧૨, ૭૧૬, ૭૨૦ n હરિવંશ પુરાણ - ૪૯૬, ૪૯૭, ૭૦૧, ૭૦૩, ૭૧૧, ૨૩-૭૨૭, ૭૨૯, ૭૩૪, ૭૩૭, ૭૪૦-૭૪૨, ૭૪૭, ૭૪૮, ૭૫૦, ૭પર, ૭૫૪, ૭૬૨, ૭૬૩ 3. હરિષણ કથાકોષ - ૪૪૯ 0 હર્ષ ચરિત્ર - ૬૪૦, ૬૬૮ હિમવત્ત સ્થવિરાવલી - ૬૧, ૨૮૬, ૨૮૭, ૪૭૫-૪૭૭, ૪૦૯-૪૮૧, ૪૮૩, ૪૮૪, ૪૮૬-૪૮૮, ૪૯૧-૪૯૪, ૫૦૮, ૫૪૧, ૫૪૨, ૬૪૮, ૬૪૯, ૬૫૧, ૬૫૫, ૬૭૮, ૬૭૯, ૭૦૮, ૭૧૮, ૭૮૦-૭૮૨ 0 હિસ્ટ્રી ઓફ ધી ગુપ્તાજ - ૬૧૯ (સમાપ્ત) ૩૦% 099999999999ન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 0 0 Page #386 -------------------------------------------------------------------------- ________________ નવાં તથ્ય તથા નવી વિશેષતા * વીર નિર્વાણ સંવત 1 થી 1000 સુધીના સમયની પ્રમુખ ધાર્મિક, સામાજિક અને રાજનૈતિક ઘટનાઓ પર તથ્યપરક વિવેચન. * જૈન ધર્મની ધર્માચાર્ય પરંપરા, સંપ્રદાયો તથા પ્રભાવક આચાર્યોનો ક્રમબદ્ધ પ્રામાણિક પરિચય. * દ્વાદશાંગીનું ક્રમિક હાસ તથા વિચ્છેદ વિષયક શોધપૂર્ણ વિવેચન. * સમસામાયિક ધર્માચાર્યો અને રાજવંશનું શૃંખલાબદ્ધ તથા વસ્તુપરક પ્રસ્તુતીકરણ. * શ્રુતજ્ઞાનના સંરક્ષણ માટે સમય-સમય પર થયેલ પ્રમુખ આગમ વાચનાઓનું વિવરણ. * જૈન ઇતિહાસની જટિલગન્ધિયોનો પ્રમાણપુરસ્સરહલ, પેદા થયેલ ભ્રાંતિયોનું નિરાકરણ અને સમગ્ર ભારતીય ઇતિહાસ વિષયક અમુક અંધકારપૂર્ણ પ્રકરણો પર નૂતન પ્રકાશ. * જૈન પરંપરામાં મહિલા વર્ગ દ્વારા શ્રમણી અને શ્રમણોપાસિકાના રૂપમાં આપેલ અનુપમ યોગદાનનું ભવ્ય વિવરણ. * ઇતિહાસ જેવા ગૂઢ અને નીરસ વિષયનું સુંદર, સુબોધ અને પ્રવાહપૂર્ણ ભાષાશૈલીમાં આલેખન. ચાર iSG પ્રકાશક સમ્યજ્ઞાન પ્રચારક મંડલા બાપૂ બજાર, જયપુર યપર