________________
'કાલકાયા (દ્વિતીય) આર્ય સમુદ્રના આચાર્યકાળના અંતિમ સમયમાં તેમજ પ્રથમ કાલભાચાર્યથી લગભગ એક સદી પછી વી. નિર્વાણની પાંચમી સદીમાં દ્વિતીય કાલકાચાર્ય થયા.
ધારાવાસના રાજા વૈરસિંહ અને રાણી સુરસુંદરીના પુત્રનું નામ કલક અને પુત્રીનું નામ સરસ્વતી હતું. બંને ભાઈ-બહેનમાં એટલી ભારે પ્રીતિ હતી કે બંને હંમેશાં સાથે જ રહેતાં હતાં. કોઈ એક વખતે નગરની બહાર બગીચામાં એક જૈનમુનિ ધમપદેશ આપી રહ્યા હતા, ત્યારે કાલક અને સરસ્વતી ત્યાં ગયાં અને એમનો ઉપદેશ સાંભળ્યો. તો એ સાંભળતાંની સાથે જ બંનેના મનમાં વૈરાગ્યનો દીપક પ્રગટી ઊઠ્યો, અને માતા-પિતા પાસે પરવાનગી માંગીને બંનેએ જૈનમુનિ પાસે શ્રમણદીક્ષા સ્વીકારી. - આર્ય કાલકે ટૂંક સમયમાં જ ગુરુ પાસેથી શાસ્ત્રાભ્યાસ કરીને વી. નિ. સં. ૪પ૩માં આચાર્યપદ મેળવ્યું. કાલકાચાર્ય એમના સમયના એક લબ્ધપ્રતિષ્ઠ વિદ્વાન હતા. પણ કહેવામાં આવે છે કે એમની વડે દીક્ષિત કરાયેલા એમના શિષ્યો એમની પાસે વધુ સમય સુધી ટકી શકતા ન હતા. એમણે એમના મુહૂર્તજ્ઞાનની ખામી સમજીને એમણે વિશિષ્ટ મુહૂર્તજ્ઞાન માટે આજીવકો પાસે નિમિત્તજ્ઞાનનો અભ્યાસ કર્યો.
આ રીતે આચાર્ય કાલક જેનામો સિવાય જ્યોતિષ અને નિમિત્ત. વિદ્યાના પણ ખાસ જાણકાર બન્યા. એક વખત આર્ય કાલક એમના શ્રમણ સંઘની સાથે વિહાર કરતા-કરતા ઉજ્જૈનમાં ગયા. નગરની બહાર બગીચામાં આર્યના દર્શન માટે અન્ય શ્રમણીઓની સાથે આવેલી સાધ્વી સરસ્વતીને રાજા ગર્દભિલ્લે રસ્તામાં જોઈ, એના અવર્ણનીય રૂપસૌંદર્યથી મુગ્ધ થઈ રાજાએ એમના રાજપુરુષો દ્વારા સાધ્વી સરસ્વતીનું અપહરણ કરાવી પોતાના અંતઃપુરમાં મોકલી દીધી. ગર્દભિલ્લના આ ઘોર અનાચારપૂર્ણ પાપની ખબર પડતાં જ આર્ય કાલક અને ઉજ્જૈનના સંઘે રાજાને સમજાવવાનો યથાશક્ય પૂરો પ્રયત્ન કર્યો, પણ એ કામાંધે સાધ્વી સરસ્વતીને પરત કરી નહિ. એથી ક્રોધે ભરાઈને આચાર્ય કાલકે ગર્દભિલ્લને રાજ્યમાંથી હાંકી કાઢવાની પ્રતિજ્ઞા લીધી. ૨૨૨ 9િ9999999999જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૨)