________________
(વાચનાચાર્ય આર્ય સમુદ્ર) આર્ય સમુદ્ર આર્ય શાંડિલ્ય પછીના વી. નિ. સં. ૪૧૪માં પંદરમાં વાચનાચાર્ય બન્યા. આચાર્ય દેવવાચકના અનુસાર તેઓ તત્ત્વજ્ઞાની, ક્ષેત્ર વિભાગ(દ્વીપ-સમુદ્ર)ના વિશિષ્ટ જ્ઞાતા અને ભૂગોળના વિશેષજ્ઞ હતા. એમને ઉપદેશ પરમ પ્રભાવશાળી હતો. એમનું વિચરણ દૂર-સુદૂરનાં ક્ષેત્રોમાં પણ રહેતું હતું.
પ્રતિકૂળ સંજોગોમાં પણ એમનું મન લેશમાત્ર પણ ક્ષુબ્ધ થતું ન હતું. આર્ય મંગુ જેવા વિવિધ વિદ્યાઓના જાણકાર મુનિ એમના જ શિષ્ય હતા. જીવનનાં છેલ્લાં વર્ષોમાં આર્ય સમુદ્રના પગોમાં જોર ન રહેતા અશક્ત થઈ તેઓ વિહાર કરવા માટે સમર્થ ન રહ્યા. લગભગ ૪૦ વર્ષ સુધી આચાર્યપદ પર વિરાજીને વીરશાસનની સેવા કર્યા બાદ વી. નિ. સં. ૪૫૪માં એમણે જીવનલીલા સંકેલી લઈ ઈહલોકમાંથી પરલોકગમન કર્યું.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 969696969696969696969૭ ૨૨૧